________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર અનુભવી શકાય તેવું છે, પણ શબ્દોની રચના દ્વારા બીજાને સમજાવી શકાય તેવું નથી.
સંયોગમાં જ સુખ માનનારા બિચારા સંસારી જીવોએ જ્ઞાનમગ્નના આ અસાંયોગિક સુખનો ક્યારેય અનુભવ જ કર્યો હોતો નથી, તેથી તેઓને આ સુખ કેવું છે તે સમજાવવું હોય તો કોઈ ઉપમા આપી સમજાવવું પડે; પરંતુ જ્ઞાનમગ્નના સુખની સાથે સરખાવી શકાય એવું જગતનું કોઈ પૌદ્ગલિક સુખ જ નથી.
૩૪
સામાન્યથી મોહાધીન જીવો એવું માનતા હોય છે કે, પ્રિયાના આલિંગનનું સુખ કે ચંદનના વિલેપનનું સુખ એ જગતનું શ્રેષ્ઠ સુખ છે, આમ છતાં ગ્રંથકારશ્રી કહે છે કે જ્ઞાનમગ્ન યોગીનાં સુખને આ પ્રિયાના આશ્લેષ કે ચંદનના વિલેપનથી પ્રગટતાં સુખની પણ ઉપમા આપી શકાય તેમ નથી. કારણ કે, ચંદનનું વિલેપન સર્વ ઋતુઓમાં સૌને સુખ આપી શકતું નથી. તો વળી આજના સારામાં સારા મસાજ ચિંતાતુર માનવીને ચિંતામુક્ત કરી સુખ આપી શકતા નથી તથા બહારથી સુંદર દેખાતી પણ મલ, મૂત્ર, લોહી, માંસ જેવા અપવિત્ર પદાર્થોથી બનેલા શ૨ી૨વાળી સ્ત્રીને ભેટવાથી તેના પ્રત્યે રાગવાળા પુરુષ ને જ સુખ થાય છે. તે સિવાયના લોકોને તો એ સ્પર્શ ગમતોપણ નથી, તેથી આવા સુખો સાથે જ્ઞાનમગ્નના સુખની કોઈ સ૨ખામણી જ થઈ શકે તેમ નથી. જ્ઞાનમગ્નનું સુખ તો જે માણે તે જ જાણે.
આ જ્ઞાનમગ્નનું સુખ જાણવું હોય કે માણવું હોય તો ચિત્તમાં સતત ઊઠતા સંકલ્પ-વિકલ્પોના કલ્લોલોને શમાવવા પડે અને તે માટે શાસ્ત્રનો અભ્યાસ કરી સમિતિ-ગુપ્તિમય જીવન જીવવું પડે. આમ કરતાં જ્યારે ચિત્ત ઉપરથી મોહની પક્કડ કાંઈક ઢીલી પડે ત્યારે તત્ત્વચિંતનની કોઈક ઊંડી પળોમાં કે ઉપશમસુખની પરાકાષ્ઠાને પામેલા ૫૨માત્માની ભક્તિના રસથી ભીંજાયેલી કોઈક પવિત્ર પળોમાં તે અકળ અને અવર્ણનીય સુખ કેવું છે તે આપોઆપ સમજાય છે, આથી જ તો ગ્રંથકારશ્રી સ્વયં પ્રભુભક્તિના એક સુંદર સ્તવનમાં કહે છે કે, હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં બીસર ગઈ દુવિધા તન મન કી અચિરા સુત ગુણગાન મેં...૧ જિન હિ પાયા તિન હિ છિપાયા, ન કહે કોંઉ કે કાનમે
તાલી લાગી જબ અનુભવ કી, તબ સમજે કોઈ સાન મેં... ૫
અવતરણિકા :
જ્ઞાનમગ્ન મહાત્માઓને કેવું સુખ હોય છે તે જણાવી, હવે શાસ્ત્રોમાં સંયમપર્યાયની વૃદ્ધિથી તેજોલેશ્યાની વૃદ્ધિસ્વરૂપ જે સંયમીના સુખનું વર્ણન કરેલ છે તે પણ જ્ઞાનમગ્ન બનેલા જ્ઞાનયોગીને જ ઘટે છે, તેમ જણાવતાં કહે છે
શ્લોક :
Jain Education International
હમ મગન ભયે.... ।।૧૩।।
तेजोलेश्याविवृद्धिर्यो' पर्यायक्रमवृद्धित! भाषितां भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ॥१४॥
For Personal & Private Use Only
www.jainelibrary.org