________________
જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા-૮
વિશેષાર્થ :
જગતમાં વિદ્યમાન સર્વ પદાર્થો દ્રવ્યરૂપે સદા એકસ્વરૂપવાળા હોય છે અને પર્યાયરૂપે સદા પલટાયા કરે છે. જીવ-દ્રવ્ય ચેતનરૂપે સદા એકરૂપવાળું છે અને મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ, બાળ, યુવાન, વૃદ્ધત્વ આદિ પર્યાયરૂપે ભિન્ન ભિન્ન સ્વરૂપવાળું છે. તે જ રીતે અજીવ-દ્રવ્ય પણ અચેતનરૂપે સદા એક સ્વરૂપવાળું છે અને વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ આદિ પર્યાયરૂપે હંમેશા ભિન્ન ભિન્નસ્વરૂપે વર્તે છે. જીવાદિ પદાર્થ વિષયક આ વાસ્તવિકતાનો વિચાર તે જ સત્ તત્ત્વની ચિંતા છે. (સ–વિદ્યમાન, તત્ત્વ=વસ્તુનું સ્વરૂ૫). જે સાધક જ્ઞપરિજ્ઞા દ્વારા પાંચ ઇન્દ્રિયોના વિષયો સંબંધી આવી તાત્ત્વિક વિચારણા કરે છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા દ્વારા તે વિષયોનો ત્યાગ કરે છે; તે સાધક પલટાતા પર્યાયોમાં ક્યારેય મુંઝાતો નથી. આ વિચારણા પૂર્વકનો ત્યાગ વિષયોને વશ કરવા માટે એક અમોઘ ઉપાય છે.
આવી તાત્ત્વિક વિચારણાના અભાવમાં મોહાધીન જીવો જીવાદિ પદાર્થોના અનુકૂળ જણાતા પર્યાયમાં રાગ અને પ્રતિકૂળ જણાતા પર્યાયમાં દ્વેષ કરે છે. સ્વાદિષ્ટ મિષ્ટાન્નરૂપ વાનગીમાં રાગ કરે છે; પરંતુ તે જ જ્યારે વિષ્ટામાં રૂપાંતર પામે છે, ત્યારે તેમાં દ્વેષ કરે છે. નમણું નાજુક બાળક તેમને ગમે છે પણ સમય જતાં તેનું કરચલીવાળું રૂપ જોવું પણ ગમતું નથી. આથી જ ચિત્ત ઉપર સતત વિષયોની સારી કે નરસી અસરવાળા મૂઢ જીવો વિષયોને વશ બની, ગમતા પર્યાયોને જાળવવામાં, ભેગા કરવામાં, મેળવવા આદિમાં પોતાનો અમૂલ્ય સમય વેડફી નાંખે છે.
જ્ઞાનયોગના આરાધક મુનિભગવંત, વિષયોના પલટાતા પર્યાયોમાં ક્યારેય મુંઝાતા નથી, તેઓની દૃષ્ટિ માત્ર પર્યાયને નહિ પણ દ્રવ્યને પણ જુવે છે. તેથી તેઓ જાણે છે કે, “હું જે જોઉં છું તે દ્રવ્યના પર્યાયો છે. પર્યાયો પાણીના પરપોટાની જેમ સદા પલટાયા કરે છે. આજે સારા દેખાતા પર્યાયો કાલે ખરાબ થવાના છે અને આજે ખરાબ દેખાતા પર્યાયો કાલે સારા થવાના છે. આજે અનુકૂળ લાગતી વસ્તુઓ કે વ્યક્તિઓ કાલે પ્રતિકૂળ પણ બની શકે છે. એક સમયે સુખકારક લાગતા પદાર્થો તે પછીની ક્ષણોમાં જ દુઃખકારક પણ બની જતા હોય છે. આ રીતે વિષયોની વાસ્તવિકતાને વિચારતા મુનિભગવંત ક્યારેય વિષયોમાં અંજાતા નથી કે મુંઝાતા નથી, તેમાં તેમને ક્યારેય રાગ કે દ્વેષ, ગમો કે અણગમો થતો નથી, તેમના ચિત્ત ઉપર વિષયોની કોઈ અસર વર્તાતી નથી. “આ વસ્તુ મને જોઈશે, આના વિના મને નહીં ચાલે, આના વિના મને સુખ નહિ મળે” અગર તો “આ વસ્તુ મને નહિ જોઈએ, મને માફક નહિ આવે' વગેરે વિકલ્પોનું તેમના ચિત્તમાં કોઈ સ્થાન રહેતું નથી. આવી ચિત્તવૃત્તિવાળા મુનિ માટે એવું કહેવાય કે તેમને વિષયો અભિસમન્વાગત છે એટલે કે વિષયો વશ છે. વિષયોને વશ હોવું એટલે, પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો પૈકી કોઈપણ વિષયનો સ્વીકાર કે અસ્વીકાર
1. अभिसमन्वागताः = अभि इत्याभिमुख्येन, सम्यक् = इष्टानिष्टावधारणतया, अनु = शब्दादिस्वरूपावगमात् पश्चात्, आगताः = यथार्थस्वभावेन
परिच्छिन्नाः । अयं भावः ज्ञपरिज्ञया शब्दादिविषया ज्ञाताः प्रत्याख्यानपरिज्ञया च प्रत्याख्याताः अभिसमन्वागताः । मुनिरिष्टेषु शब्दादिषु न रागमुपयाति न वाऽनिष्टेषु शब्दादिषु द्वेषमुपयाति ।
- માવાર સૂત્રવૃત્તો //
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org