________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર આનંદ કોઈ બાહ્ય વ્યક્તિ તો શું પણ મૃત્યુ પણ લૂંટી શકે તેમ નથી, તેથી તેને ક્યારેય મરણનો ભય સતાવતો નથી, આમ જ્ઞાનતિ મૃત્યુના ભયને મારી નાંખે છે, તેથી પણ તેને અમૃત સમાન કહી છે.
જ્ઞાનતિનો આનંદ જેણે માણ્યો હોય તેવા મુનિનું ચિત્ત અનાદિકાળથી સુખરૂપે અનુભવેલા પણ વાસ્તવમાં વિષ જેવા વિષયોમાં જરાપણ આકર્ષાતું નથી. કેમ કે, તેઓ જાણે છે કે, વિષ જેમ જીવોના દ્રવ્ય પ્રાણોનો નાશ કરે છે, તેમ રૂપ, રસાદિ વિષયો જીવોના જ્ઞાનાદિ ગુણોરૂપ ભાવપ્રાણોનો નાશ કરે છે, તેથી અમૃતનું આસ્વાદન કરનાર જેમ વિષને ઇચ્છતો નથી, તેમ જ્ઞાનમગ્ન મુનિ વિષ જેવા વિષયોને ક્યારેય ઇચ્છતો નથી અને આવી પડેલા વિષયોમાં એ ક્યારેય રંગાતો નથી. II૭ના
અવતરણિકા :
૨૦
જ્ઞાનરતિનો આનંદ માણનાર મુનિ વિષ જેવા વિષયોને આધીન બનતા નથી તે જણાવી, હવે વિષયોને વશ કરી તે કેવા મહાન બને છે, તે જણાવે છે
શ્લોક :
...
सत्तत्त्वचिन्तयां यस्याभिसमन्वागता इमे ।
+
आत्मवान् ज्ञानवान् वेदधर्मवान् ब्रह्मवांटा' सः ॥८॥
નોંધ : અહીં સતત્ત્વચિન્તયા એવો પણ પાઠ મળે છે.
શબ્દાર્થ :
9. સત્-તત્ત્વ-વિન્તયા - સત્ તત્ત્વ (આત્મસ્વરૂપ-વસ્તુસ્વરૂપ)ના ચિંતનથી ૨. યક્ષ્ય - જેને રૂ. રૂમે - આ = વિષયો ૪. મિસમન્વાગતા - અભિસમન્વાગત છે = વશ છે /૬. સ: ભ્રાત્મવાનુ - તે આત્મવાન છે, ૭. જ્ઞાનવાનું - જ્ઞાનવાન છે, ૮. વૈવધર્મવાનું - વેદધર્મવાન છે ૧. વ્રહ્મવાંદા - અને બ્રહ્મવાન છે.
શ્લોકાર્થ :
સત્-તત્ત્વનું ચિંતન કરવાથી એટલે કે આત્મસ્વરૂપનું કે વાસ્તવિકતાનું ચિંતન કરવાથી; જેને વિષયો વશ થઈ ગયા હોય તે સાધક આત્મવાન છે, જ્ઞાનવાન છે, વેદધર્મવાન છે (અથવા વેદવાન છે તથા ધર્મવાન છે) અને બ્રહ્મવાન છે.
ભાવાર્થ :
જે સાધકે જ્ઞપરિક્ષા દ્વારા આત્મા અને વિષયોના સતત્ત્વનું ઊંડુ આલોચન કરેલું છે અર્થાત્ આત્મસ્વરૂપનો તથા વિષયોના સ્વરૂપનો યથાર્થ બોધ પ્રાપ્ત કર્યો છે અને પ્રત્યાખ્યાનપરિક્ષા દ્વારા આત્મા માટે અહિતકર એવા વિષયોમાં પ્રવર્તવાનું બંધ કર્યું છે; આવું કરીને જેણે વિષયોને વશ કરી લીધા છે, તે સાધક સાધના માટે ઉપયોગી એવા વિષયોમાં પ્રવૃત્તિ કરે તોપણ રાગાદિ ભાવોથી લેપાતો નથી. આવો જ સાધક સાચા અર્થમાં આત્મવાન છે, જ્ઞાનવાન છે, વેદધર્મવાન છે અને બ્રહ્મવાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org