________________
૨૩
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર નવા વિષયો મેળવવાની પુન: ઇચ્છાઓ થાય છે. તદુપરાંત મળેલા વિષયોને ભોગવવામાં કોઈ ખલેલ પહોંચે તો ચિત્ત વળી પાછું બેચેની અને વિદ્વળતાથી ઘેરાઈ જાય છે. અચરજની વાત તો એ છે કે વિષયોને ભોગવતાં પોતાનું જે આ વિકૃત સ્વરૂપ થાય છે તે જોવા માટે જીવ જાણે આંધળો બની જાય છે. વિષયભોગનું ફળ – દુઃખની પરંપરા તેથી વિષયો અનિષ્ટ :
વિષયો ભોગવતી વખતે જીવનું સ્વરૂપ તો સારું નથી જ હોતું, પણ તેનું ફળ તો તેનાથી પણ ભયંકર હોય છે. સાધક જ્યારે આ ફળને વિચારે છે ત્યારે તેને સમજાય છે કે, અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ ઓલવાતો નથી પણ વધુ પ્રજવલિત બને છે, તેમ વિષયોમાં પ્રવૃતિ કર્યા પછી જીવને સુખ, ચેન, તૃપ્તિ કે સંતોષ તો મળતા નથી પણ ઊલટી તૃષ્ણાની આગ વધુ ઉગ્રરૂપ ધારણ કરે છે અને “બાહ્ય વિષયોથી સુખ મળશે” તેવો ભ્રમ વધુ પુષ્ટ થાય છે. પરિણામે નવી નવી અનેક ઇચ્છાઓ પ્રગટતી જાય છે, જેને પૂરી કરવા જીવ ભૂતની જેમ ભટક્યા કરે છે, તે માટે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા જીવોની હિંસા કરે છે, મૃષાદિ અનેક પ્રકારનાં પાપો સેવે છે, રાગાદિ ભાવોની વૃદ્ધિ કરે છે, પરિણામે તે ક્લિષ્ટ કર્મોનો બંધ કરી નરક, તિર્યંચ આદિ દુર્ગતિનું ભાન બને છે. ત્યાં સુધા, તૃષા, માર, બંધન આદિ અનેક પ્રકારની પીડાઓ તેને ભોગવવી પડે છે. અતિ દુ:ખ આદિથી તે વિવેકવિહીન બની જાય છે. પરિણામે સમ્યગુ વિચારણાનાં દ્વારો સંપૂર્ણ બંધ થઈ જવાથી તે આત્મભાવથી અને સ્વરૂપની પ્રાપ્તિથી વધુને વધુ દૂર થતો જાય છે..
આ રીતે હેતુ, સ્વરૂપ અને ફળથી વિષયોની ભયંકરતા સંબંધી વારંવાર વિચાર કરવાથી સાધકને સમજાય છે કે, વિષયોના સેવનથી અનુભવાતું સુખ પરાધીન, ઔપાધિક, અલ્પકાલીન, અપૂર્ણ, દુ:ખમિશ્રિત, દુ:ખમય, દુ:ખમાં પરિણામ પામનારું, દુ:ખની પરંપરા ચલાવનારું અને દુર્ગતિને બીજરૂપ છે. તેથી જેમ જેમ આવી વિચારણાઓ પરિણામ પામતી જાય, તેમ તેમ તેનો ‘વિષયો સુખકારક છે' એવો ભ્રમ ટળતો જાય છે. જેના પરિણામે તેને વિષયો વિષમિશ્રિત સ્વાદિષ્ટ ભોજન જેવા લાગે છે. આ રીતે વિષયો પ્રત્યેનો રાગ તૂટતાં તેનો વૈરાગ્ય જ્વલંત બનતો જાય છે.
વૈરાગ્ય જ્વલંત બનવાને કારણે પોતાની શક્તિ અને સંયોગ અનુસાર તે વિષયોનો ત્યાગ પણ કરે છે, તે માટે સંયમ જીવનનો સ્વીકાર કરે છે, અંત: પ્રાંત આહાર લે છે, જીર્ણ પ્રાય: વસ્ત્ર પહેરે છે, અડવાણે પાયે વિહાર કરે છે, ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે, શિશિરમાં ઉઘાડા શરીરે ધ્યાન કરે છે. આ રીતે બાહ્ય અનુકૂળતાનો ત્યાગ કરી, શરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ થવા યત્ન કરે છે. 1. તુલના :
ભગવદ્ગીતાના અધ્યાય ૨ના શ્લોક ૬૨-૬૩માં જણાવ્યું છે કે, ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते ।।६२।। क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाबुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ।।६३।। વિષયોનું ધ્યાન કરતાં પુરુષને તેનો સંગ થાય છે, તેનાથી કામ ઉત્પન્ન થાય છે, કામથી ક્રોધ થાય, ક્રોધથી સંમોહ થાય છે, સંમોથી સ્મૃતિનો વિભ્રમ થાય અને સ્મૃતિના ભ્રંશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી બધુ નાશ પામે છે. તાત્પર્ય એ છે કે કામ-ક્રોધ આદિનો નાશ કરવો હોય તો વિષયોની અનર્થકારિતાનું એટલે કે એની વાસ્તવિક્તાનું ચિંતન કરવું પડશે જેના પરિણામે ઉપર જણાવેલી સઘળી અનર્થની પરંપરા અટકી જશે.
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org