________________
સાધક અને સિદ્ધયોગીનો ભેદ ગાથા-૯
૨૫
વિશેષાર્થ :
મન જ્યાં સુધી વિષયોમાંથી પાછું વળી આત્મભાવમાં ઠરતું નથી, ત્યાં સુધી આત્મિક સુખ માણી શકાતું નથી, આથી જ વિષયોમાંથી મનને પાછું વાળવા સાધક સંસારનો ત્યાગ કરી સંયમજીવનનો સ્વીકાર કરે છે; પરંતુ શરીરાદિના સંબંધને કારણે સર્વસંગનો ત્યાગ કર્યા પછી પણ સાધકને વિષયોના સંપર્કમાં આવવું પડે છે. અનાદિ કુસંસ્કારોને કારણે પ્રારંભિક કક્ષામાં સાધકનું ચિત્ત તે વિષયોમાં આકર્ષાઈ જાય છે, તેને પણ ક્યાંક રતિ-અરતિના ભાવો સ્પર્શી જાય છે. આ ભાવોથી બચવા જ સાધક જ્યાં સુધી સિદ્ધયોગીની કક્ષામાં ન પહોંચે ત્યાં સુધી વિષયો કેમ અનિષ્ટ છે ? તેનું હેતુ, સ્વરૂપ અને ફળથી ચિંતન કરે છે; એટલે કે વિષયોમાં પ્રવૃત્તિ થવાનું કારણ, તે વખતનું જીવનું સ્વરૂપ અને તેનું ફળ; આ ત્રણે બાબતોનું ઊંડું વિશ્લેષણ કરે છે. વિષયભોગનો હેતુ-ભ્રમ તેથી વિષયો અનિષ્ટ :
જીવ ચેતન છે, જ્યારે શબ્દાદિ પાંચ વિષયો જડ છે. જડ પદાર્થો વાસ્તવમાં ક્યારેય જીવને સુખી કરી શકતા નથી, તોપણ જેમ મૃદિરાપાનથી ઉન્મત્ત બનેલો માનવી શરીર, સંપત્તિ અને સ્વજનનો નાશ કરનાર કુપ્રવૃત્તિઓને સુખકારક માને છે, તેમ વિષયોમાં આસક્ત બનેલો વ્યક્તિ સમ્યગ્રજ્ઞાનના અભાવે અને મિથ્યાત્વના ગાઢ સંસ્કારોને કારણે દુ:ખકારક વિષયોને સુખકારક માને છે. આ ભ્રમના કારણે જ તેને વિષયોને મેળવવાની અને ભોગવવાની નિરંતર ઇચ્છાઓ થયા કરે છે. ઇચ્છિત વિષયો પ્રાપ્ત થતાં તે ઇચ્છાઓ અલ્પકાળ માટે શમે છે; અને અલ્પકાળ માટે ઇચ્છાઓનું શમન થવાથી વિષયો ભોગવવાની ઉત્સુકતા કાંઈક શમી જવાને કારણે “વિષયોથી મને સુખ મળે છે” એવો જીવનો ભ્રમ પોષાય છે. વાસ્તવમાં તે સુખ નથી પણ દુ:ખની હળવાશ છે. હકીકતમાં તો વિષયો ભોગવવાની ઇચ્છા એ જ જીવના સઘળા દુ:ખનું મૂળ છે; પરંતુ અજ્ઞાન અને મોહના કારણે દુ:ખની આ હળવાશને સુખ માની જીવ પુન: પુન: તેમાં પ્રવર્તે છે. પરિણામે વિષયોને ભોગવવાથી સુખ મળે છે એવો તેનો ભ્રમ વધુ ને વધુ પુષ્ટ થતો જાય છે. બુદ્ધિના આ વિપર્યાસને કારણે જ જીવ જડ એવા વિષયોમાં પ્રવૃત્તિ કર્યા કરે છે.
ઇચ્છાના અભાવમાં આત્માની જે સ્વસ્થતા અને સ્થિરતા હોય છે તેનું સુખ જીવે કદી જોયું કે જાણ્યું નથી હોતું. તેથી તે, “ઇચ્છાઓને પૂરી કરવામાં સુખ છે' તેવી ઊંધી માન્યતા રાખે છે. એકવાર પણ જો તેને ઇચ્છાના અભાવમાં પ્રાપ્ત થતાં સુખની અનુભૂતિ થઈ જાય તો તે કદી ઇચ્છાઓને પોષવા પ્રયત્ન ન કરે. વિષયભોગનું સ્વરૂપ-બેચેની તેથી વિષયો અનિષ્ટ :
સાધક જેમ વિષયોમાં પ્રવૃત્તિ થવાનું કારણ વિચારે છે, તેમ વિષયોમાં પ્રવૃત્તિ કરતી વખતે જીવનું સ્વરૂપ કેવું મલિન થાય છે, તેનો પણ વિચાર કરે છે. જેમકે મોહાધીન જીવો જડ પદાર્થોના શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શના સંપર્કમાં આવતાં રાગાદિને આધીન બને છે, તેના કારણે તેઓનું ચિત્ત ચંચળ બને છે, મન અસ્થિર બને છે, ઇન્દ્રિયો ઉત્સુક બને છે, પરિણામે તે ચિત્તની સ્વસ્થતાનું સુખ ગુમાવે છે. ગમતા વિષયોને મેળવવામાં કે અણગમતાને દૂર કરવામાં તે નિરાંતે બેસી શકતો નથી, સતત તેને માટે શ્રમ કર્યા કરે છે, ઇચ્છિત ન મળતાં તેને વ્યથા અને ખેદ થાય છે. સામાન્યથી તે માને છે કે ઇચ્છિત મળી જતાં મારું મન સ્વસ્થ થઈ જશે; પરંતુ વિષયો મળ્યા પછી પણ તેના મનમાં ભય રહ્યા કરે છે, તેને સાચવવાની ચિંતા ઊભી થાય છે અને નવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org