________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર સાધક અને સિદ્ધયોગીનો ભેદ
ગાથા ૯-૧૦
અવતરણિકા :
| વિષયો જેને વશ છે તે મુનિ કેવો હોય તે જણાવી, હવે વિષયોને વશ કરવા મથતા સાધયોગી અને વિષયો જેને વશ છે તેવા સિદ્ધયોગી; તે બન્નેનો વિષયો સાથે જે વ્યવહાર હોય છે, તેમાં કેટલો ભેદ છે એ જણાવે છેશ્લોક :
विषयान् साधकः पूर्वमनिष्टत्वधिया' त्यजेत् ।
न त्यजेन्न' च गृह्णीयात्, सिद्धो विन्द्यात् से तत्त्वतः ॥९॥ શબ્દાર્થ :
9. સાધ: - સાધકયોગી ર/રૂ. પૂર્વ નિદ–ધયા - પૂર્વમાં અનિષ્ટપણાની બુદ્ધિથી ૪. વિષયાન - વિષયોનો છે. નેતુ - ત્યાગ કરે, ૬. સિદ્ધ:- (જ્યારે) સિદ્ધયોગી ૭/૮. (વિષયાનુ) ત્યત - (વિષયોનો) ત્યાગ (પણ) ન કરે ૨/૧૦/99. ન ઘ Jદળીયાત - અને ગ્રહણ (પણ) ન કરે 9૨/૧રૂ. સ: તત્ત્વતઃ - તે (તો) તત્ત્વથી 9૪. (વિષયન) વિન્ચાત - (વિષયોને) જાણે શ્લોકાર્થ :
સાધકયોગી પ્રારંભિક કક્ષામાં “વિષયો અનિષ્ટ છે' - એવી બુદ્ધિથી વિષયોનો ત્યાગ કરે છે, જ્યારે સિદ્ધયોગી વિષયોનો ત્યાગ પણ કરતો નથી કે વિષયોને ગ્રહણ પણ કરતો નથી; તે તો વિષયોને તત્ત્વથી જાણે છે. ભાવાર્થ :
આત્મિક સુખ ઇચ્છતો સાધક સમજે છે કે, “વિષયો મારા માટે અત્યંત અહિતકર છે તે જ મને ક્ષમાદિ હિતકર ભાવોથી દૂર રાખે છે અને મને દુઃખી કરે છે.” આવી સમજ હોવા છતાં અનાદિકાળના કુસંસ્કારોને કારણે ઇન્દ્રિયોને અનુકૂળ હોય તેવા વિષયોમાં પ્રવૃત્તિ કરતો સાધક ક્યારેક વિષયો પ્રત્યે આકર્ષાઈ પણ જાય છે, અર્થાત્ વિષયોની અનર્થકારિતાનું ભાન હોવા છતાં તેને વિષયોમાં તત્કાલીન સુખબુદ્ધિ ઉત્પન્ન થઈ જાય છે. આથી જ પ્રારંભિક કક્ષામાં સાધક વિષયો પ્રત્યેના આ રાગને તોડવા માટે સતત વિષયોની અનિષ્ટતાનો વિચાર કરી, તેનો ત્યાગ કરવા દ્વારા જ્ઞાનાદિ ગુણોમાં મગ્ન રહેવા પ્રયત્ન કરે છે. આ રીતે વિષયોથી દૂર રહી આત્માના સુખકારક ગુણોનો અનુભવ કરતાં કરતાં સાધક જ્યારે સાધક મટીને સિદ્ધયોગી બને છે, ત્યારે તે વિષયોને ગ્રહણ પણ કરતો નથી કે તેનો ત્યાગ પણ કરતો નથી, પરંતુ રાગાદિનો સ્પર્શ કર્યા વગર તે વિષયોને માત્ર યથાર્થરૂપે જાણે છે એટલે કે વિષયો પ્રત્યે જ્ઞાતા-દ્રષ્ટાભાવ રાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org