________________
૨૨
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર કરવામાં પરવશ બની જવું. રાગ-દ્વેષની લાગણીઓના બંધનને કારણે વિષયોનો સ્વીકાર કે ત્યાગ કરવો એ
જ્યારે સાધકના હાથની વાત ન રહે, તે વિષયોને છોડવા માંગે પણ છોડી ન શકે પરંતુ વિષયોને આધીન બની જાય, ત્યારે એમ કહેવાય કે, એ વિષયોને વશ છે. તેનાથી વિપરીત, જ્યારે વિષયોનો સ્વીકાર કે અસ્વીકાર કરવામાં સાધક સર્વથા સ્વાધીન હોય અને તેમ કરવામાં સાધકને કોઈપણ પ્રકારના રાગ-દ્વેષના પરિણામ ન નડતા હોય, ત્યારે એમ કહેવાય કે, એને વિષયો વશ છે.
વિષયો પોતાને વશ હોવાથી, મહાત્માઓ જ્યારે પોતાના સંયમના નિર્વાહ માટે કે આત્મિક ગુણોના વિકાસ માટે શબ્દાદિ વિષયોનો સહારો લે છે, સદ્ગુરુ ભગવંતની નિશ્રામાં રહી તેમના ઉપદેશામૃતનું પાન કરે છે, ગુણવાન આત્માની સેવા સુશ્રુષા કરે છે, આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરે છે, ત્યારે પણ તેમને રાગાદિ સ્પર્શી જતાં નથી અને છતાં પણ ટેકાની આવશ્યક્તા પૂરી થતાં જેમ વૉકર કે લાકડીનો સહજતાથી ત્યાગ કરાય છે, તેમ જરૂરીયાત પૂરી થતાં તેઓ સાધનામાં ઉપયોગી વિષયોનો સહજતાથી ત્યાગ પણ કરી શકે છે. તેઓ વિષયોમાં આસક્ત પણ થતા નથી કે તેના બંધાણી પણ બની જતા નથી.
વિષયો જેમને વશ છે એવા મુનિભગવંતોને જ આત્મવાન કહેવાય છે. કેમ કે વિષયોમાં પ્રવૃત્તિ કરતાં પણ આ મહાત્માઓનું લક્ષ્ય માત્ર આત્મશુદ્ધિનું હોય છે. વળી, જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં રહેવાનો એટલે કે પદાર્થને ઇષ્ટ કે અનિષ્ટરૂપે જોવાના બદલે તેને માત્ર શેયરૂપે જોવાનો જે આત્માનો મૂળ સ્વભાવ છે, તે આ મહાત્માઓમાં પ્રગટ હોય છે માટે પણ તેઓ આત્મવાન કહેવાય છે.
વળી તે જ મહાત્મા જ્ઞાનવાન પણ કહેવાય છે. કેમ કે, તેઓ રાગ-દ્વેષ અને મોહના વિકારો વિનાના શુદ્ધ જ્ઞાનના ઉપયોગમાં વર્તે છે. જગતના જીવોને પણ જ્ઞાન છે, પરંતુ તેમનું જ્ઞાન રાગ, દ્વેષ અને મોહથી મિશ્રિત હોય છે, તેથી તેઓ જ્ઞાનવાન નથી કહેવાતા. જોકે સમ્યગુદૃષ્ટિ પણ વસ્તુનો યથાર્થ બોધ કરે છે; પરંતુ અવિરતિના, ઉદયને કારણે તેઓ પોતાના જ્ઞાનને અનુસાર વર્તી શકતા નથી, તેથી અહીં સમ્યગુદૃષ્ટિને પણ જ્ઞાનવાન કહ્યા નથી, પરંતુ વિષયોના સંગથી રંગાયા વિના જેઓ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ચોક્કસ પ્રકારે સંવેદન કરી શકે, આત્માના શુદ્ધસ્વરૂપનો = શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરી શકે, તેવા સાધકને જ અહીં જ્ઞાનવાન કહ્યાં છે.
તથા તે જ યોગી વેદધર્મવાન છે. વેદ એટલે શાસ્ત્ર અને શાસ્ત્રમાં બતાવેલ ઉચિત પ્રવૃત્તિઓ વેદનો ધર્મ છે. વિષયોથી નિવૃત્ત થયેલ સાધક જ વાસ્તવમાં સંપૂર્ણ રીતે શાસ્ત્ર પ્રમાણે ચાલે છે, તેથી તેને જ વેદધર્મવાન પણ કહેવાય છે. અથવા તે યોગી વેદવાન પણ છે અને ધર્મવાન પણ છે અર્થાત્ તે આત્માનું જ્ઞાન પણ ધરાવે છે અને આત્મહિતને ઉચિત એવી પ્રવૃત્તિ વાળો પણ હોય છે.
બ્રહ્મ એટલે વિશુદ્ધ કોટિનો આત્મા. જ્ઞાનયોગી સાધકે વિષયોને વશ કરી વિશુદ્ધ કોટિના આત્માને પ્રગટ કર્યો હોય છે, માટે તેઓ બ્રહ્મવાન કહેવાય છે. વળી બ્રહ્મ એટલે યોગીઓનું સુખ જ્ઞાનયોગી સાધક વિષયોથી
2. अशेषमलकलङ्कविकल - योगिशर्मलक्षणम् अष्टादशभेदभिन्नं वा ब्रह्माऽस्यास्तीति ब्रह्मवान् ।
- માવારી કુંવૃત્તી ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org