________________
જ્ઞાનયોગીની અંતર્મુખતા ગાથા
જ્ઞાનયોગીની અંતર્મુખતા
ગાથા-૭-૭-૮
અવતરણિકા :
આત્મદર્શન કરવા માટે જ્ઞાનદ્વારા અંતર્મુખ બનવું જોઈએ, તે જણાવી હવે જ્ઞાનયોગથી અંતર્મુખ બનેલા આત્મદર્શી મુનિની પરિણતિનું વર્ણન કરે છેશ્લોક :
आत्मज्ञाने मुनिर्मग्नः, सर्वं पुद्गलविभ्रमम् ।
महेन्द्रजालवद्वेत्ति, नैव तत्रानुरज्यते ॥६]] શબ્દાર્થ :
૧/૨. માત્મજ્ઞાને મન: - આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા રૂ. મુનિ - મુનિ ૪/૬. સર્વ પુનાષ્ટમમ્ - સર્વ પુદ્ગલના વિભ્રમને ૬. મહેન્દ્રનાશ્વત્તિ - મોટી ઇન્દ્રજાળ સમાન જાણે છે ૭. તત્ર -(તેથી તે) તેમાં = પુદ્ગલના વિભ્રમમાં ૮૨. નૈવ અનુરજ્જતે - ક્યારેય રંગાતા જ નથી. શ્લોકાર્થ:
આત્મજ્ઞાનમાં મગ્ન બનેલા મુનિભગવંત સર્વ પુલના વિભ્રમને મોટી ઇન્દ્રજાળ સમાન જાણે છે, તેથી તે તેમાં ક્યારેય રંગાતા નથી.
ભાવાર્થ :
મુનિ ભગવંત જ્યારે જ્ઞાનયોગમાં મગ્ન બને છે, ત્યારે તેમને પુદ્ગલની રુપ-રંગથી મઠારેલી વિવિધ રચનાઓ મોટી ઇન્દ્રજાળ જેવી લાગે છે. ઇન્દ્રજાળમાં જાત જાતનું કૌતુક જોવા મળે છે; પરંતુ તેમાં વાસ્તવિક કાંઈ હોતું નથી. ઇન્દ્રજાળના આવા સ્વરૂપને જાણનારા બુદ્ધિશાળી અને વિવેકી લોકો, જેમ તેમાં ક્યારેય અંજાતા નથી કે મુંઝાતા નથી, તેમ જ્ઞાનયોગમાં મગ્ન બનેલા મુનિ પુદ્ગલની જાતજાતની રચનાઓ જુવે છે; પરંતુ દુન્યવી દૃષ્ટિએ સારી કે નરસી ગણાતી રચનાઓમાં તેઓ રાગ કે દ્વેષ કરતા નથી, કેમ કે તેઓ જાણે છે કે તે કાલ્પનિક છે, ક્ષણભંગુર છે અને અત્યંત અનુપયોગી છે. વિશેષાર્થ :
મુનિ જ્યારે જ્ઞાનયોગમાં મગ્ન બને છે, આત્મિક ભાવોનો આનંદ માણે છે ત્યારે તેમને પુદ્ગલની દુનિયા મોટી ઇન્દ્રજાળ જેવી દેખાય છે. ઇન્દ્રજાળ એક પ્રકારનો જાદુ છે, તેમાં અવાસ્તવિકને વાસ્તવિકરૂપે બતાવાય છે, તેથી તેમાં ક્યારેક મહેલાતો દેખાય છે, ક્યારેક ખંડિયર મકાનો દેખાય છે, ક્યારેક સ્વર્ગનાં સુંદર દૃશ્યો દેખાય છે તો ક્યારેક નરકના ભયંકર દશ્યો જોવા મળે છે, ક્યારેક હસતા લોકો દેખાય છે તો ક્યારેક રડતા
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org