________________
શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ગાથા-૫
૧૫
આંશિક પણ અનુભવ કર્યા વિના વિષયો દુ:ખકારક છે એવું સમજાતું નથી. શાસ્ત્રાધારે આવું જાણવા છતાં પાંચે ઈન્દ્રિયોથી અનુભવાતા વિષયો સુખકારક છે' એવો પરિણતિમાં ધરબાયેલો ભ્રમ ભાંગતો નથી અને આ ભ્રમ ટળ્યા વિના આત્મિક સુખ પ્રાપ્ત કરવા માટેની પ્રવૃત્તિઓ ઉલ્લાસપૂર્વક થતી નથી.
આવી પરિસ્થિતિના કારણે મુંઝવણ થાય કે, “આત્મદર્શન કરવા શું કરવું ? તેની સૂલઝણ આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે, આત્મદર્શન કરવાની ઈચ્છાવાળા સાધકે જ્ઞાન દ્વારા એટલે કે “અનુભવ” સ્વરૂપ જ્ઞાનયોગ દ્વારા અંતર્મુખ બનવું જોઈએ. બહિરાત્મદશાનો ત્યાગ કરી અંતરાત્મદશા તરફ પ્રસ્થાન કરવું જોઈએ અને તેમ કરતાં જ એક દિવસ સ્વનું પરમાત્મરૂપ પ્રગટ થશે.
અંતર્મુખ બનવા અત્યંત આવશ્યક એવા “અનુભવજ્ઞાનને પામવા સાધકે પ્રારંભમાં આત્મશુદ્ધિના લક્ષ્મપૂર્વક શાસ્ત્રાધારે તપ-જપ-સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ આદિ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આત્માના દોષોને દૂર કરવાના સંકલ્પથી કરાતી આ શુભ પ્રવૃત્તિઓ દ્વારા એક બાજુ રાગાદિ દોષો અને ક્રોધાદિકષાયો અલ્પ થાય છે અને રાગાદિ દોષો અને ક્રોધાદિ કષાયો અલ્પ થવાને કારણે ક્ષમા, સંતોષ આદિ ગુણો પ્રગટે છે અને તેનો આનંદ અનુભવાય છે. આ ગુણોનો આનંદ અથવા શબ્દાતીત આત્મિક ભાવોનું કાંઈક સંવેદન તે જ અનુભવજ્ઞાનરૂપ પ્રારંભિક જ્ઞાનયોગ છે.
આ રીતે આંશિક પણ અનુભવજ્ઞાન પ્રાપ્ત થતાં સાધકના જીવનમાં એક જબરદસ્ત ક્રાન્તિ આવે છે, તેની જીવનદૃષ્ટિમાં આમૂલચૂલ પરિવર્તન થાય છે. આજ સુધી જે વિષયો સુખકારક લાગતા હતા તે હવે દુઃખકારક લાગવા માંડે છે અને આત્માના ક્ષમાદિ ગુણો જે દુ:ખકારક કે કષ્ટકારક લાગતા હતા તે સુખકારક લાગવા માંડે છે. ભૌતિક સુખો તેને વિષ-મિશ્રિત સ્વાદિષ્ટ ભોજન જેવા ભયાવહ લાગે છે અને આત્મિક ભાવોને ભોગવવામાં તેને નિર્ભયતાનો અનુભવ થાય છે. સાંસારિક સુખો ભોગવતાં તે બેચેન બની જાય છે. કેમ કે, તે દરમ્યાન થતાં રાગાદિ તેને પીડાસ્વરૂપ જણાય છે. જ્યારે આત્મિક ગુણોનો આનંદ માણતાં તેને ચિત્તની સ્વસ્થતાનો અનુભવ થાય છે. પરિણામે “પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતા વિષયોમાં સુખ છે' તેવો તેનો ભ્રમ ભાંગી જાય છે.
અનાદિકાળથી આ ભ્રમની ભેખડો આડી હોવાને કારણે સાધક આત્મિક ગુણ સંપત્તિને જોઈ પણ શકતો નહોતો, તેનું ચિત્ત માત્ર ઇન્દ્રિયોથી દેખાતા કે અનુભવાતા પદાર્થો સંબંધી વિચારોથી ઘેરાયેલું રહેતું હતું.
જ્યારે આ ભ્રમની ભેખડો ભેદાય છે અને આત્મિક સુખનું આંશિક પણ દર્શન થાય છે, ત્યારે સાધકનું ચિત્ત બાહ્ય પદાર્થોના વિચારોમાંથી મુક્ત થાય છે. તે સંબંધી કુતુહલવૃત્તિ અને ઉત્સુક્તા (anxiousness, eagerness, restlessness, uneasiness) શાંત થવા લાગે છે. સારા કે ખોટા સર્વ બાહ્ય વિષયો તેને અનુપયોગી જણાય છે. સ્વજન-પરિવાર કે ખુદ પોતાનું શરીર પણ તેને પરાયું લાગે છે. જીવસ્વરૂપે બધા જીવો તેને સમાન જણાય છે, તો જડસ્વરૂપે બધા વિષયો સમાન જણાય છે. કોઈ વસ્તુ પ્રત્યે આ ઇષ્ટ છે કે આ અનિષ્ટ છે. એવો ભાવ થતો નથી અને તેથી કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ રહેતો નથી. આથી જ સાધક બાહ્ય ભાવો પ્રત્યે વધુને વધુ ઉદાસીન બને છે અને અંતરંગ દુનિયામાં તેનું વિતરણ વધતું જાય છે અર્થાત્ આત્મગુણની રમણતા વધતી જાય છે. બાહ્ય કોઈપણ ક્રિયા કરે ત્યારે પણ તેને ક્યાંય “આ મેં કર્યું તેવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org