________________
૧૪
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર
શ્લોકાર્થ :
શાસ્ત્રદ્વારા આત્મદર્શન ન થતું હોવાના કારણે, આત્મદર્શન કરવાની ઇચ્છા ધરાવનાર સાધકે જ્ઞાનયોગ દ્વારા અન્તર્મુખ થવું જોઈએ. દષ્ટાની = આત્માની; દગુ સાથેની = જ્ઞાનશક્તિરૂપ દૃષ્ટિ સાથેની એકાત્મતા એ મુક્તિ છે અને દશ્ય = બાહ્યપદાર્થો સાથેનું એકાત્મ એ ભવભ્રમ છે. ભાવાર્થ :
શાસ્ત્ર આત્મદર્શન કે આત્મિક સુખની ઝાંખી કરાવી શકતું નથી અને જ્યાં સુધી આત્મદર્શન થતું નથી ત્યાં સુધી ‘બાહ્ય પદાર્થો મારા સુખ-દુઃખનું કારણ છે' તેવો ભ્રમ નાશ પામતો નથી. જ્યારે “અનુભવ' દ્વારા આત્માનું દર્શન થાય ત્યારે ક્ષણવારમાં આ ભ્રમ ભાંગી જાય છે, તેથી સ્પષ્ટ છે કે જે સાધકને બાહ્ય પદાર્થ વિષયક ભ્રમ ભાંગવો હોય તેને આત્મદર્શન કરવું જ જોઈએ. માટે આત્મદર્શન કરવાની ઇચ્છાવાળા સાધકે માત્ર શાસ્ત્રાભ્યાસ કે તપ, જપ આદિ ક્રિયાઓ કરીને અટકી ન જતાં “અનુભવ” રૂપ જ્ઞાનયોગ દ્વારા આત્માને અભિમુખ બનવા વિશેષ પ્રયત્ન કરવો જોઈએ.
પ્રારંભિક કક્ષાના જ્ઞાનયોગ દ્વારા સાધક જ્યારે આત્માભિમુખ બને છે, ત્યારે તેની બાહ્ય પદાર્થવિષયક ભ્રાંતિ ટળે છે, ખોટો ખ્યાલ દૂર થતાં ધીરે ધીરે ત્યાંથી પાછો વળે છે, પછી તો બાહ્ય પદાર્થોના સંપર્કમાં આવવું પડે ત્યારે પણ સાધક બાહ્ય પદાર્થોનું પરપદાર્થરૂપે જ્ઞાન કરે છે, જ્યારે તેનો ઉપયોગ કરવો પડે છે ત્યારે પણ તેમાં રાગાદિ ભાવો ન થાય તે માટે સાવધ રહે છે. આ રીતે કાંઈક અંશે પણ રાગાદિના સ્પર્શ વગર બાહ્ય પદાર્થોનું માત્ર પરભાવરૂપે જ્ઞાન કરવું, કે બાહ્ય સુખ-દુ:ખની પરિસ્થિતિમાંથી સ્વસ્થ રહી નિર્લેપ ભાવે પસાર થઈ જવું, તેને જ્ઞાતા-દ્રષ્ટાભાવ કહેવાય છે. આ જ્ઞાતા-દ્રષ્ટાભાવ તે જ સાધકની પોતાની દૃષ્ટિઇંજ્ઞાનશક્તિ સાથેની એકતા છે. આ જ આત્મિક સુખની અનુભૂતિનું પ્રારંભબિંદુ છે, તેની પરાકાષ્ટા એટલે દ્રષ્ટા એવા આત્માની પોતાના જ્ઞાન સાથેની સંપૂર્ણ એકતા; તે જ તો સંપૂર્ણ સુખમય અવસ્થારૂપ મોક્ષ છે. આનાથી વિપરીત, આત્માની બાહ્ય જગતના દૃશ્યો એટલે કે ઇન્દ્રિયોથી અનુભવાતા વિષયો સાથેની જે એકાત્મતા છે, તે ભવભ્રમ એટલે કે સંસાર છે. વિશેષાર્થ :
આત્મસ્વરૂપને પ્રગટ કરવાના અતીન્દ્રિય માર્ગમાં પ્રવૃત્તિ શાસ્ત્રાધારે જ કરવાની છે, તેમ છતાં શાસ્ત્ર આત્મસ્વરૂપનું દર્શન કરાવવા સમર્થ નથી. વળી તે આત્મદર્શન કર્યા વિના કે સુખમય આત્મિક ભાવોનો
1. આત્માનું સ્પષ્ટ દર્શન તો કેવળજ્ઞાન દ્વારા જ થાય છે, આમ છતાં તે પૂર્વે પણ છેક અપુનબંધક કક્ષાથી જેમ જેમ કષાયોનો
હ્રાસ થતો જાય છે અને વિષયોની આસક્તિ ઘટતી જાય છે. તેમ તેમ સુખદ એવા આત્માની અનુભૂતિ શરૂ થઈ જાય છે. આ સુખદ અનુભવના કારણે જ સાધકને આત્મદર્શનની ઇચ્છા જાગૃત થાય છે. જેમ જેમ કષાયોની માત્રા વધુ પ્રમાણમાં ઘટે છે, તેમ તેમ આત્મિક સુખની અનુભૂતિ સવિશેષ પ્રકારે થવા લાગે છે અને જેમ જેમ આ અનુભૂતિ દઢ થતી જાય છે, તેમ તેમ આત્મદર્શનની અભિલાષા તીવ્ર તીવ્રતર બનતી જાય છે. ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં આત્મસ્વરૂપની અનુભૂતિ વધારેને વધારે સ્પષ્ટ સ્પષ્ટતર થતી જાય છે અને તેને કારણે જ નીચેના ગુણસ્થાનક કરતાં ઉપર ઉપરના ગુણસ્થાનકમાં આત્મદર્શનની ઝંખના પણ તીવ્ર તીવ્રતર તીવ્રતમ બનતી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org