________________
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર નથી, પરંતુ શાસ્ત્રાધારે ચાલતાં સાધકને આંશિક પણ આત્મિક સુખનું જે વેદન કે જે અનુભવ થાય છે, તે ‘અનુભવ’ જ્ઞાન છે. આ અનુભવજ્ઞાન જ ઉત્તરોત્તર વિકાસ પામતું, શુદ્ધ-શુદ્ધતર બનતું, જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભોમિયાની જેમ સાધકની સાથેને સાથે જ રહે છે. સાથે રહેલું તે અનુભવજ્ઞાન સાધકને આગળ આગળની દિશા બતાવી, તે સ્થાને પહોંચવા કેવો પ્રયત્ન કરવો તે જણાવી, છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તે પૂર્વે તે સાધકનું પડખું છોડતો નથી. તેથી જ શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની મહત્તા ઘણી વધુ અંકાઈ છે. ગા
અવતરણિકા :
‘દિશા બતાવ્યા પછી શાસ્ત્ર એક પદ માત્ર પણ આગળ ચાલતું નથી' - પૂર્વ શ્લોકની તે જ વાતને વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે
શ્લોક :
૧૨
શબ્દાર્થ :
૬. તત્ત્વતઃ - તત્ત્વથી ૨. શાસ્ત્ર - શાસ્ત્ર ૩/૪. બ્રહ્મળઃ રુક્ષ - બ્રહ્મનું - શુદ્ધ આત્મતત્ત્વનું લક્ષ બંધાવનાર છે. /૬/૭. T તુ વર્શ - પરંતુ દર્શક નથી ૮. વાદષ્ટાત્મતત્ત્વય - અને જેણે આત્મતત્ત્વને જોયું નથી, તેનો ૧. હૃષ્ટપ્રાન્તિઃ - દુષ્ટવિષયક ભ્રમ ૨૦/૧૧. ન નિવર્તતે - નાશ પામતો નથી.
શ્લોકાર્થ :
પરમાર્થથી શાસ્ત્ર શુદ્ધ આત્મતત્ત્વસ્વરૂપ બ્રહ્મનું લક્ષક છે; પરંતુ દર્શક નથી અને જેણે આત્મતત્ત્વ જોયું નથી તેનો દૃષ્ટપદાર્થવિષયક ભ્રમ નાશ પામતો નથી.
ભાવાર્થ :
વળગેલાં કર્મો અને ક્રોધાદિ કષાયોથી આત્મા દુ:ખી છે અને આ વળગાડ વગ૨નો શુદ્ધ આત્મા અનંત સુખમય અનંત આનંદમય છે.' શાસ્ત્રનાં આવા પ્રકારનાં વચનો સાધકમાં પોતાના આનંદમય સ્વરૂપને પામવાની એક તલપ જગાડે છે, આમ છતાં આવું ઉત્તમ લક્ષ્ય બંધાવનાર શાસ્ત્ર પણ સાધકને આત્માનું દર્શન કે આત્મિક સુખનો અનુભવ કરાવી શકતું નથી. જ્યાં સુધી આત્માનું દર્શન ન થાય કે નિરુપાધિક આત્મિક સુખનો આંશિક પણ અનુભવ ન થાય, ત્યાં સુધી મોક્ષેચ્છુ સાધકનો પણ ‘ઇન્દ્રિયોથી અનુભવાતા પદાર્થો મને સુખ આપનારા છે’ - એવો ભ્રમ નાશ પામતો નથી, તેથી સાધકે શાસ્ત્રયોગથી બાંધેલા લક્ષ્યને આંબવા અનુભવજ્ઞાનનો અવશ્ય પ્રયોગ કરવો જોઈએ.
-
.
तत्त्वतो' ब्रह्मणः' शास्त्रं', लक्ष ''दर्शकम् । ને વાતૃષ્ટાત્મતત્ત્વય, ઇબ્રાન્તિનિવર્તત
११
|| ૪ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org