________________
શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા ગાથા-૩
શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગની બળવત્તા
ગાથા-૩-૪-૫
અવતરણિકા :
શ્રેષ્ઠ કક્ષાના જ્ઞાનયોગને જણાવ્યા પછી, હવે શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગ કેમ મહાન છે, તે જણાવે છેશ્લોક :
पदमात्रं हि नान्वेति, शास्त्रं दिग्दर्शनोत्तरम् । જ્ઞાનયોગો મુને પ્રાર્થનાવૃત્યં મુરતિ" રૂ
શબ્દાર્થ :
9. હિન્દર્શનોત્તરમ્ - દિશાનું દર્શન કરાવ્યા પછી ૨. શાસ્ત્ર શાસ્ત્ર રૂ/૪. માત્ર દિ - પદમાત્ર પણ છે. નાન્વેતિ - આગળ ચાલતું નથી (જ્યારે) ૬. જ્ઞાનયોr: - જ્ઞાનયોગ ૭. વન્ય - છેક કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ૮૧. મુને પ્રાર્થમ્ - મુનિનું પડખું ૧૦/૧૧. ન મુતિ - છોડતો નથી. શ્લોકાર્થ : દિશા બતાવ્યા પછી શાસ્ત્ર એક પગલું પણ આગળ ચાલતું નથી; જ્યારે જ્ઞાનયોગ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મુનિનું પડખું છોડતો નથી. ભાવાર્થ :
શાસ્ત્ર મોક્ષનું સ્વરૂપ અને મોક્ષના ઉપાયો બતાવીને, આત્મિક સુખની દિશા તરફ ઇશારો કરી અટકી જાય છે એટલે શાસ્ત્ર આત્માનું સુખ કેવું છે અને તે કેવી રીતે પ્રાપ્ત કરાય તેનું માત્ર દિશા સૂચન કરે છે; પરંતુ તેનો અનુભવ કરાવી શકતું નથી. જ્યારે જ્ઞાનયોગ તો સાધકની આંગળી પકડી આત્મિક સુખનો અનુભવ કરાવતાં કરાવતાં તેને છેક કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. વિશેષાર્થ :
અનાદિકાળથી સુખ માટે ભટકતા જીવને શાસ્ત્ર આત્મિક સુખની એક અનુપમ દિશા બતાવે છે. “સુખ બાહ્ય પદાર્થોમાં નથી, સુખ આત્મામાં જ છે. સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરવાથી તે સુખ પ્રાપ્ત થઈ શકે છે', આમ કહીને શાસ્ત્ર સુખનો માર્ગ ચીંધે છે, તોપણ શાસ્ત્ર આ માર્ગ બતાવવા ઉપરાંત આગળ કોઈ કાર્ય કરી શકતું નથી.
માર્ગદર્શક સ્તંભ-માઈલસ્ટોન જેમ માર્ગે જતાં મુસાફરને ઇષ્ટનગરની દિશા અને તે કેટલું દૂર છે, તેટલું જ જણાવે છે; પરંતુ તે માઇલસ્ટોન તે મુસાફર સાથે આગળ ચાલતો નથી, સાથે ચાલવા માટે તો ભોમિયો જોઈએ, તેની જેમ શાસ્ત્ર પણ સુખની દિશા બતાવી અટકી જાય છે. સુખની દિશામાં તે આગળ સાથે ચાલતું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org