Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ QILISI Y Z 01 alex ભાગ-1 [ પ : ૧-૨ ] S |||IITT . K R જ પm/ | | | થી હોઠી પ્રકાશન મંદિર પાસના Page #2 -------------------------------------------------------------------------- ________________ HARI PATRA s ગામમ: કિસીક કરી RA& = ' 1 ' : હરિતસંe i Bત્રક કચ્છત પદ્ય as પાણીમાં 5 11 આશ્રી હેમ વિષષ્ટિશલાકાપુરુષ • ગુજરાતી" m ૨૪ ભગવાનના બહુરંગી ચિત્રો સહિત પર્વ ૧-૨. શ્રી આદીશ્વરજી અને ભરત ચકીનું ચરિત્ર શ્રી અજીતનાથજી અને સગર ચકીનું ચરિત્ર (શ્રી જૈન ધર્મ પ્રચારક સભા ભાવનગરના સૌજન્યથી) કામ ન iiiiiiiiiiiiiiiiiiiIIIIIIIII રજીસ્ટર (i N N પ્રકાશક જૈનપ્રકાશન મંદિર ૩૦૯૪૪ બત્રીની અડફી દોશીવાડાની પોળ અમદાવાદ-૩૮૦૦૦૧ વાલજી પુનઃ મુદ્દણઃ ૧૯૯૦ ફોનઃ ૩પ૦૮૦૦ કિજ Villugir જ સૂક્ષ્યઃ#ર્ણથીeo ચાર યુસ્તકોના પ્લાસ્ટીક કવટ સાથે કોને ( શ્રેટના રૂા. ૨૫૦/-(બસો પચાસ). ) JUITTS r Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા મુખ્ય પ્રાપ્તિસ્થાન : જૈન પ્રકાશન મ`દિર ૩૦૯/૪ ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧, ફાન : ૩૫૬૮૦૬, શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રના દશ તિથ કર. ચક્રવતી . વાસુદેવ. પ ૧ ' · મ ૨૪ ૨ ર શ્રી સામચ'દ ડી. શાહ જીવન નિવાસ સામે, પાલિતાણા-૩૭૪૨૭૦, શ્રી વધમાન એસ. શાહ લેાયર ચીના થામ્બીસ્ટ્રીટ મદ્રાસ-૬૦૦૦૭ ૨, સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપાળ, અમદાવાદ-૩૮૦૦૦૧. સુદ્રણ વ્યવસ્થા ઃ નન ગ્રાફિસ ફ્રોન : ૩૫૬ ૧૯૭ ૧૪૭, ડાશીવાડાની પોળ, અમદાવાદ. અન્ય પ્રાપ્તિસ્થાન : પÖમાં સમાવેલાં ચરિત્રો પ્રતિવાસુદેવ કુલ બલદેવ. રે સ ૧૪ E * ૧ ૬૩ શ્રી સેવતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, અવેરી બજાર, મુંબઈ-૪૦૦૦૦૨. પાનાથ પુસ્તકે શહાર કુવારા સામે, પાલિતાણા તથા શખેશ્વર, શ્રી પાદ્ય પ્રકાશન નિશાપેાળ, રીલીફાડ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ અને પ્રકાશકીય નિવેદન - જૈન શાસનના મહાન તિર્ધર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલા શ્રીત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર-મહાકાવ્યને ગુજરાતી અનુવાદ, વધુ એક વખત પ્રકાશિત કરી શ્રીસંઘના ચરણે ધરતાં અમે અપાર આનંદ અનુભવીએ છીએ. છત્રીસ હજાર લેકમાં પથરાયેલા આ મહાગ્રંથમાં દસ પર્વોમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવતીઓ, ૯ વાસુદેવે, બળદે, ૯ પ્રતિવાસુદે-એમ કુલ ૬૩ શલાકા પુરુષોના પૂર્વભવે તથા વિવિધ જીવનપ્રસંગોયુક્ત જીવનચરિત્રો આલેખવામાં આવ્યાં છે. એક રીતે જોઈએ તે આ ગ્રંથ તે જૈન ધર્મના સર્વસંગ્રહની ગરજ સારે તે ગ્રંથ છે. આ ગ્રંથમાં ઇતિહાસ છે, ઉપદેશ છે, કથાઓ છે, દ્રવ્યાનુયોગ છે, કર્મશાસ્ત્ર છે, અને આવું તો ઘણું ઘણું છે. સુભાષિતેને તે આ ગ્રંથ ખજાને છે. આવા આ અદ્ભુત ગ્રંથનું ભાષાંતર દાયકાઓ અગાઉ, ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા થયું હતું અને તેના પ્રકાશન દ્વારા આ અણમેલ ગ્રંથને લેકમેગ્ય બનાવવાનું શ્રેય તે સભાને ફાળે જાય છે. તે પ્રકાશન પછી તે આ ગ્રંથની ખૂબ માંગણી થતી રહી, અને તેની નવી નવી અનેક આવૃત્તિઓ પ્રગટ થતી જ રહી છે. અમે એ પણ અગાઉ આ ગ્રંથનું એક વખત પ્રકાશન કર્યું હતું, અને હવે લોકલાગણીને માન આપીને તથા શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યની નવમી જન્મશતાબ્દીના પાવન પ્રસંગની સ્મૃતિમાં આ, ગ્રંથનું અમે પુનઃ પ્રકાશન કરી રહ્યા છીએ. આશા છે કે અમારા પ્રકાશનને પણ, સુરી સાધમિક તેમ જ સાહિત્યરસિક બંધુએ હર્ષપૂર્વક વધાવી લેશે ગ્રંથ પ્રકાશનમાં દષ્ટિદેષ કે મતિષથી કે પ્રેસદષથી કઈ ક્ષતિ રહી ગઈ હોય તે તે સુધારવા તથા તે તરફ અમારું ધ્યાન દોરવાની અમારી વિનંતિ છે. જૈન પ્રકાશન મંદિર વતી જશવંતલાલ ગી. શાહ પ્રકાશક Page #5 -------------------------------------------------------------------------- ________________ સગપણ જેઓશ્રીના વાત્સલ્યનીતરતા શુભાશીર્વાદ અમારી સર્વાગીણ આબાદી અને ઉન્નતિના પાયારૂપ બન્યા; અમારા જેવા અગણિત ભાવિકો ઉપર જ નહિ પરંતુ સમગ્ર શ્રી જૈન સંઘ ઉપર જેઓશ્રીના અગણિત ઉપકારો છે, તે પરમદયાળુ સંઘનાયક પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્ય નંદનસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રણય સ્મૃતિમાં ' i Page #6 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય વારિધિ પ. પૂ. આચાર્ય મહારાજ છે. છે તો * ગ a શ્રી વિજય નંદનસૂરીશ્વરજી મહારાજ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતઃ લેાકભોગ્ય અને વિદ્વદભોગ્ય મહાકાવ્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાયે આપણા સાહિત્યજગતને જે મહામૂલી કૃતિઓ સમર્પણુ કરી, તેમાં ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રનું સ્થાન અનેરુ/વિશિષ્ઠ છે. તે એટલા માટે કે કલિકાલ સર્વજ્ઞની બીજી કૃતિઓ મહાન તા છેજ, પર`તુ તે મહદંશે વિદ્ભાગ્ય-વિદ્વાન અને મ`જ્ઞા જ માણી શકે તેવી-છે. જ્યારે પ્રસ્તુત કૃતિ જેટલી વિદ્વદ્ભાગ્ય છે, તેટલી જ લાકભાગ્ય પણ ખની છે. આ વાતને વધુ સ્પષ્ટતાથી વિચારીએ. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર એ એક મહાકાવ્ય છે. કેમ કે કાવ્ય અને સાહિત્યના શાસ્ત્રામાં મહાકાવ્યનાં જે લક્ષણા કે વ્યાખ્યાઓ છે, તે તમામ આ મહાકાવ્ય-ગ્રંથને સુપેરે લાગુ પડે છે. વિલક્ષણતા તા એ છે કે ખીજાં મહાકાવ્યેા પ્રાયઃ તા વિવિધ અને નાના-મોટા દામાં ગૂ ંથાતાં હોય છે, જ્યારે આ મહાકાવ્ય માત્ર અનુષ્ટુભ છંદમાં જ રચાયું છે, અને આટલા નાનકડા છંદમાં ગૂંથાયેલા શ્લોકોમાં પણ પ્રસાદ, માય આજ કે શબ્દાલંકાર અને અર્થાલ...કારની સભરતા તેમ જ રસાત્મકતા અને ધ્વન્યાત્મકતા એવાં તે છવાયાં છે કે મજ્ઞ વિદ્વાન હોય તે તે માંમાં આંગળાં જ નાખે. આપણે ત્યાં કુળમાં જાહિદ્દાલક્ષ્ય-ઉપમા તેા કાલિદાસની જ-એવી રૂઢિ સત્ર પ્રસિદ્ધ છે, અને એમાં તથ્ય પણુ ઓછું નથી જ. પરંતુ શ્રી હેમચન્દ્રાચાયે' પ્રસ્તુત મહાકાવ્યમાં ઉપમાઓના જે વિલક્ષણ, અનુપમ અને વૈવિધ્યસભર કહી શકાય તેવા ધેાધ વરસાવ્યેા છે તે તે। કાલિદાસને પણ ભૂલવાડી દે તેવા છે, એમ કહેવામાં અતિશયાક્તિ નથી. અને પ્રસ્તુત મહાકાવ્યને વાંચ્યા પછી, કાઈ પણ મજ્ઞ ભાવક, આ વિધાનની યથાર્થતા સ્વીકાર્યાં વિના નહિ જ રહે, તે નિર્દેશક છે. આ તા આ મહાકાવ્યની વિશિષ્ટતાને નમૂના જ વણુ બ્યા, આવી તે અઢળક વિશિષ્ટતાઓ આ ગ્રંથમાં પડી છે, જે તેને વિદ્ભાગ્ય મહાકાવ્ય તરીકે સહેજે પ્રસ્થાપિત કરી આપે અને આમ છતાં, આ ગ્રંથની લાકભાગ્યતા પણુ કાંઈ જેવી તેવી નથી જ. સામાન્યત । આપણા સંસ્કૃત સાહિત્યમાં વધુમાં વધુ લેાકભાગ્ય સાહિત્ય તે પુરાણકથાસાહિત્ય છે. અલખત્ત, બીજું સાહિત્ય લોકભાગ્ય નથી એવુ નથી, પરંતુ પુરાણુકથાસાહિત્ય પ્રત્યે જનમાનસને વિશેષ પક્ષપાત અને પ્રીતિ છે. એ તથ્ય ને ઉવેખી કેમ શકાય ? Page #9 -------------------------------------------------------------------------- ________________ પુરાણકથાઓ તરફ વધુ પ્રીતિ હેવાનું મુખ્ય કારણ એ કે સાહિત્ય લેહુદયમાં, ધમધ, આસ્થા અને સદાચાર જેવાં જીવનમૂલ્યની, કથાસના માધ્યમ દ્વારા પ્રતિષ્ઠા કરી શકે છે, અને સાથે સાથે તેનામાં સાહિત્યિક ગુણવત્તા તે ભરપૂર હોય જ. અર્થાત્, લેઓને સાહિત્યરસ જેનાથી જળવાઈ રહે અને વળી જીવનઘડતરના પાઠ પણ શીખવાડે તેવું સાહિત્ય તે લેકમેગ્ય સાહિત્ય, એવું તારવીએ તે તે કાંઈ ખોટું નહિ ગણાય. પ્રસ્તુત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર મહાકાવ્ય પણ, પુરાણકથાસાહિત્યની આવી સઘળી વિશેષતાઓ ધરાવતું મહાકાવ્ય છે. અને તેથી તે વિગ્ય હવાની જેમ જ લેકગ્ય પણ બની રહે છે. આ મહાકાવ્યની લોકમેગ્યતાને સબળ પુરાવો એ જ કે તેની રચના થયા પછી તે વ્યાપકપણે વંચાતું-ભણતું–લખાતું-છપાતું રહ્યું છે. આ મહાકાવ્યનું ગદ્યમાં પણ બે બે વખત રૂપાંતર થયું છે. અને આ મહાકાવ્યના ગુજરાતી-હિંદી-અંગ્રેજી અનુવાદો તેમ જ આ ગ્રંથના પ્રાકૃત ગદ્યાત્મક રૂપાંતર પણ થયેલ છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદ દાયકાઓ અગાઉ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના આશ્રયે શ્રાવક પંડિત શ્રી કુંવરજી આણંદજી જેવા પ્રકાંડ ધર્મજ્ઞ પુરુષે કર્યો છે. અને દાયકાઓથી આ અનુવાદ વારંવાર છપાતો રહ્યો છે અને જિજ્ઞાસુઓ તેને સતત બહેળે ઉગ કરતા જ રહ્યા છે. અનેક વખત છપાયા છતાં વધુ એક વખત આ અનુવાદ છપાય છે તે જ તેની લેકભોગ્યતા અને કપ્રિયતાને ઉત્તમ પુરાવે છે. આ અનુવાદના પુનઃ પ્રકાશન દ્વારા શ્રી હેમચન્દ્રાચાર્યની પ્રતિભાને અંજલિ આપવાના પ્રકાશકના પ્રયાસને અભિનંદન આપવા સાથે વિરમું છું. શીલચન્દ્ર વિજય સં. ૨૦૪૬, માગશર વદિ ૭, તા. ૧૯-૧૨-'૮૯, ગોધરા Page #10 -------------------------------------------------------------------------- ________________ - પ્રસ્તાવના. ? પ્રસ્તાવના, જૈન પુસ્તકમાં જે જ્ઞાન ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગે કરવામાં આવ્યા છે. વ્યાનું ગ, કથાનુયોગ, ગણિતાનુગ અને ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુવરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, ષટદ્રવ્ય સંબંધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તો સર્વ વરતુઓની ઉત્પત્તિ, રિથતિ, નાશ વિગેરેનો તાત્ત્વિક બોધ-એને આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયોગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાયો આચાર્યોએ જ્યા છે. આ અનુયોગમાં અતીન્દ્રિય વિષયોનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદ્દન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પુરુષોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ–પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુયોગમાં ગણિતને વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતો આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરે છે. ચોથા અનુગમાં ચરણસીત્તરી અને કરણસીત્તરીનું વર્ણન અને તત્સંબંધી વિધિ વિગેરે બતાવેલ છે. આ ચાર અનુયાગ પર સૂત્રો અને અનેક ગ્રંથ લખાયા છે તેમાંથી ઘણુંનો નાશ થયો છે, છતાં પણ હજુ ઘણા જૈન ગ્રંથો વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે. અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયોગને છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે—–તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યોનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયમાં તે તદ્દન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવકન કરનારાઓને જણાયું હશે કે જ્યારે ધાર્મિક ઊંડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે. પણ કથાના વિષય પર સર્વત એક સરખો આનંદ આવે છે. એટલું જ નહિ પણ તે જ કથા ઘણુ રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીર્ધ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કુંચી પામી ગયા અને તેને લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો, તેઓને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉરમ હેતુથી દરવાઈને તેઓએ કથાની સાથે ધર્મનાં મુખ્ય ફરમાને, વર્તનના ઊંચા નિયમો અને જીવનના ઊંચા ઉદ્દેશો જોડી દીધા. આ તો સ્પષ્ટ વાત છે કે--એક મનુષ્યને એમ કહેવામાં આવે કે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયે છે, એમ બતાવી આપવામાં આવે તો તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયેગનો વિષય વંચાતો ઓછો થતો ગયો, લોકે જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછા થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયે જોડી દીધા, અને સરકૃત ગદા તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંત મૂકી દીધાં. છેવટે પ્રાંતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયું ત્યારે રાસ વિગેરે પણ પ્રાકૃત અને ગુજરાતીમાં Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના રચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકન તત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લેકેનું ધ્યાન ઓછું ખેંચાય એ તદ્દન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુગમાં કલ્પનાશકિતને બહુ ઉપયોગ કરવો પડે છે, તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે કે કથાનુગ સામાન્ય બુદ્ધિના માણસે પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળને વૈિભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકો મળે છે. આવી રીતે કથાનુ ગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જૈનગ્રંથકારો સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બોધ આપી, જૈનધર્મી બનાવી, આખા દેશમાં જૈનધર્મને વિજયવાવટા ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલે બધો છે કે અત્યારે કંઈ પણ જૈન તેઓનું નામ બહુ મગરૂબીથી લેશે. આ મહાન આચાર્યને કુમારપાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયો એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે–“ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર, પરમહંત, વિનયવાન અને ચૌલુકયના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર)મૂરિને નમીને કહ્યું કે સ્વામિન! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપની આજ્ઞાથી નરકગતિના આયુષ્યનાં નિમિત્ત કારણ મૃગયા, છૂત, મદિર વિગેરે દુર્ગુણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચૈવડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળનાં સંપ્રતિરાજા જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભકિતયુક્ત યાચનાથી વૃત્તિયુકત સાંગ વ્યાકરણ(સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે પ્રયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કષ) પ્રમુખ બીજ શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામિન ! તમે સ્વયમેવ લોકો પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે--મારા જેવા મનુષ્યને પ્રતિબંધ થવા માટે ત્રેસઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યો ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલો આ ગ્રંથ અત્યુત્તમ હેય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાલસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માને લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બોધ થવાના ઉદ્દેશથી લખાયેલે ગ્રંથ કાવ્યચમત્કૃતિને અને કથાવિષયનો નમૂનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી. આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશકિત અને પ્રશંસનીય પૃથકકરણ શકિત એ ખાસ ધ્યાન ખેંચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પોતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અંલકારના કર્તા હેવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણુતેડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તો સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિને સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. સ્થાનનાં વર્ણને અને લકરની ભૂહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અદ્દભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણુકેના મહોત્સવ, Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ચક્રીને દિગવિજય અને દેવકૃત સમવસરણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમય, તે સ્થાને, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળે મનુષ્ય આપણા લોકો એવા આરાનું સુખ કહે છે તેને ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશકિત પર છોડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇંદ્ર કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેંચાય છે. આ ગ્રંથના મૂળ દેશ વિભાગે કરેલા છે અને તેને પર્વ એવી સંજ્ઞા આપેલી છે. તે દશ પર્વેમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બેધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગનો ઊંચો લાભ આપવા સાથે બહુ ભારે બોધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેઓનું ચિત્ર તદ્દન દેષ રહિત હે વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બોધ આપે છે, કવિ તરીકે તેઓની ફોહ પશ્ચિમાત્ય વિદ્વાનો ૫ણું સ્વીકારી ચૂક્યા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે છે કે “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કેષના રચનાર અને છંદાનશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથ રચનારની વિદ્વત્તા કઈ પ્રકારની ભૂલે દૂર કરવાને માટે પૂરતી હતી. છેવટે તે લખે છે કે-Still he has done, his worlk cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલું છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલો છે. અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા દરોહમંદ થયા છે કે આથી વધારે સારા ગ્રંથો હેવાને સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે.)” અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે. રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વ તુલ્ય થયેલા આ સરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથે બનાવ્યા છે તે ખરેખર જૈન કેમનો મોટે વારસો છે અને તે વારસો જાળવી રાખવા માટે જૈન કેમે તત્પર તેમજ મગરૂબ થવું જોઈએ. ' - આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથક્તની પૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ મંથના દશ પર્વોમાં ગેસઠ સહાપુરુષનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યક્તા છે. ૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી બે મહાપુનાં ચરિત્રો છે. ૨ બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગચક્રી મળી બે મહાપુરૂષનાં ચરિત્રો છે. A-II Page #13 -------------------------------------------------------------------------- ________________ પડતા કે ત્રીજ પર્વમાં શ્રી નવનાથજીથી શીતળનાથ પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્ર છે. ૪ ચોથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મધવા ને સનતકુમાર એ બે ચકીનાં મળી ૨૨ મહાપુરુષોનાં ચરિત્ર છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થકર ને ચકી. એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચદીમાં બે તો કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચકી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રે છે. આ પર્વને મોટા ભાગ રામચંદ્રાદિનાં ચરિત્રમાં રોકાયેલ હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્ર છે. પાંડવ નેમિનાથજીના સમકાલીન હેવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરેલ છે. નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બૌદત્ત નામના બારમા ચદીના મળી બે મહાપુwોનાં ચરિત્રો છે. ૧૦ દશમા પર્વમાં શ્રી મહાવીર સ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગે પાત શ્રેણિક, અe કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગવંતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ પ્રથમ ઉપલબ્ધ નથી. આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૦ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે, તેનું યંત્ર પણું આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે. આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ’ એટલા માટે કહેવાય છે કે તેમને મેલગમનને ચોકકસ નિણય થયેલો છે. ચોવીશ તીર્થકરો તો તદભવમોક્ષગામી હોય છે. ચક્રવર્તીમાં જે તે ભ ગ્રહણ કરે છે તે સ્વર્ગે અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ વીશીમાં થયેલા ૧૨ ચક્રમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનાર છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ છે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખેંચેલા હેય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તેઓ જરૂર મોક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ છવો હેવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચાસ્ત્રિ પ્રહણ કરે છે અને સ્વર્ગ અથવા મોક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવે આગામી ભવે મેણે જાય છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના શ્રી કાળસિત્તરી પ્રકરણમાં ૧૧ રૂદ્ર તથા ૯ નારદને પણ સમાવેશ કરી ૮૩ની સંખ્યા કરેલી છે. દરેક ચોવીશીમાં ૧૧ રૂદ્ર થાય છે. આ ચોવીશીમાં ૧૧ મા રૂક સત્યકી શ્રી મહાવીર સ્વામીના સમયમાં થયેલા છે, જે “શિવ'ના નામથી પ્રખ્યાતિ પામેલા છે અને દરેક વાસુદેવના સમયમાં એકેક નારદ મતા હોવાથી ૯ નારદ થાય છે. આ ગ્રંથમાં બતાવેલા ૬૩ શલાકાપુરુષમાં છવ ૫૯ અને સ્વરૂપ ૬૦. છે; એટલે કે શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી તથા અરનાથજી તે જ ભવમાં ચક્રવત પણ થયેલા હોવાથી તે ત્રણ બાદ કરતાં ૬૦ સ્વરૂપ (શરીર) થાય છે અને શ્રી મહાવીર સ્વામીને જીવ જ પહેલા વાસુદેવ ત્રિપુષ્ઠ તરીકે થયેલ હેવાથી કુલ ચાર બાદ કરતાં ૫૯ છવ થાય છે. છ અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં હોવાથી તેના ભવ તો અનંતા થાય છે, પરંતુ જ્યારે તે સમક્તિ પામે છે ત્યારપછીના ભવ ગણત્રીમાં ગણાય છે. વધારેમાં વધારે અધ પુદગળપરાવર્તનની અંદર તે સમતિ પામ્યા પછી મોક્ષે જાય જ છે. તીર્થંકરના છ સભક્તિ પામ્યા પછી તેટલું ભવભ્રમણ કરતા નથી. એક મહાવીરસ્વામીને જીવ ક્રોડાક્રોડ સાગરોપમ ઉપરાંત સમક્તિ પામ્યા પછી સંસારમાં હો છે, બીજા તીર્થકરના જીવો તો બહુ થોડા કાળમાં–થોડા ભવમાં સમતિ પામ્યા પછી મોક્ષે ગયા છે. આ ચરિત્રમંથમાં દરેક પ્રભુ સમકિત પામ્યા તે ભવથી પ્રારંભીને તેમનાં ચરિત્ર વર્ણવેલાં છે જેમકે શ્રી ઋષભદેવ પ્રભુ તેરમા ભવે ધનસાર્થવાહના ભવમાં સમક્તિ પામ્યા ત્યારથી તેમનું ચરિત્ર વર્ણવેલ છે. દરેક તીર્થંકરનામકર્મ ત્રીજા ભવે જ બાંધે છે (નિકાચીત કરે છે, અને તે વીશ સ્થાનક પછી એક અથવા વધારે યાવત વિશે સ્થાનકે આરાધનાથી બંધાય છે. એ વીશ સ્થાનકોનું વર્ણન પહેલા સર્ગમાં છેવટના ભાગમાં આપેલું છે. આ ગ્રંથ મહાકાવ્ય હોવાથી તેમાં મહાકાવ્યના લક્ષણ પ્રમાણે દરેક બાબત સમાવેલી છે. એ જતુનું વર્ણન, નાયક નાયિકાના રૂ૫ વિગેરેનું વર્ણન, દેશ નગરાનુિં વર્ણન, યુદ્ધનું વર્ણન વિગેરે દરેક પર્વમાં પફ પૃથફ પ્રસંગે સમાવેલ છે. આ ગ્રંથના સંબંધમાં જેટલું લખીએ તેટલું થયું છે, કારણ કે કર્તાપુરુષ મહાવિધાન અને દરેક વિષયમાં પરિપૂર્ણ તેમજ વ્યાકરણાદિના આદ્યકર્તા જેવા હોવાથી આ ગ્રંથમાં કઈ વાત બાકી રાખેલી નથી. આ આખા ગ્રંથમાંથી પ્રભુની સ્તુતિઓ અને પ્રભુએ આપેલી દેશનાઓને જુદો સંગ્રહ કરવામાં આવે તો તેની અંદર જિનપ્રવચનની સર્વ બાબતો સમાઈ જાય તેમ છે. અહીં સુધી આખા ગ્રંથ સંબંધી હકીકત પ્રદર્શિત કરવામાં આવી. હવે આ બુકમાં સમાવેલા પહેલા તથા બીજા પર્વની અંદર ખાસ ધ્યાન આપવા લાયક બાબતો શું શું સમાવી છે તે જણાવીએ છીએ. વિશેષ તે વિષયાનુક્રમ વાંચવાથી જાણી શકાય તેમ છે અને તેથી વિશેષ સાવૅત ચરિત્ર વાંચવાથી જાણી શકાય તેમ છે. પહેલા તથા બીજા પર્વમાં છ છ સર્ગો છે. પહેલા પર્વના છ સર્ગમાં નીચે પ્રમાણે બાબતો સમાવી છે. ૧ પહેલા સર્ગમાં શ્રી ઋષભદેવજીના પ્રથમના ૧૨ ભવેનું વર્ણન આપેલ છે, તેમાં ખાસ માન આપવા લાયક શ્રી ધર્મઘોષસૂરિની દેશના છે, જેમાં દાનશીલાદિ ચારે પ્રકારના ધર્મોનું વર્ણન આપેલ છે. ત્યાર પછી મહાબળ રાજાની સભામાં મંત્રીઓને ધાર્મિક સંવાદ લક્ષપૂર્વક વાંચવા લાયક છે; તેમાં ખાસ નાસ્તિક મતનું ખંડન ને ખંડન ધ્યાન આપવા યોગ્ય છે. ત્યાર પછી મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિઓનું તથા વીથ સ્થાનકેનું વર્ણન છે, Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રતા બીજા સર્ગમાં કુલકરોત્પત્તિ અને શ્રી ઋષભદેવ ભગવંતના જન્મથી દીક્ષા લેવાની ઈચ્છા થવા સુધી હકીકત આપેલી છે. તેમાં પ્રારંભમાં આપેલી પહેલા કુલકર વિમળવાહનના પૂર્વભવની–સાગરચંદ્રની કથા વાંચવા લાયક છે. તેમાં દુર્જને કેવી દુર્જનતા કરે છે અને સતી કેવી સહનશીલતા વાપરે છે તેને આબેહૂબ ચિતાર છે. ભગવંતને દેવદેવીકૃત જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવે છે, અને પ્રભુના તથા સુનંદાના રૂપનું વર્ણન પણ વિસ્તારથી કરેલું છે. ભગવંતને દેવકૃત વિવાહ મહોત્સવ વાંચવા લાયક છે અને છેવટે આપેલું વસંત સ્તુનું વર્ણન કર્તાની વિધાન તરીકેની ખૂબી બતાવી આપવા માટે પૂરતું છે. ત્રીજા સર્ગમાં પ્રભુને દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન અને દેશનાને સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં ઈદ્રકત દીક્ષામહોત્સવનું તથા કેવળજ્ઞાન પામ્યા બાદ ચાર નિકાયના દેવાએ મળીને કરેલા સમવસરણનું વૃત્તાંત સવિસ્તર આપેલું છે. ત્યારબાદ ભગવંતની દેશના આપેલી છે, તે પૂરતા લક્ષથી વાંચવા જેમ છે; કારણ કે તેની અંદર જ્ઞાન-દર્શનચારિત્રની વ્યાખ્યા બહુ સારી રીતે આપેલી છે. ચોથા સર્ગમાં ભરતચક્રીએ કરેલા દિગ્વિજયનું વર્ણન સમાવેલું છે. તે સર્ગની પ્રાંતે ભરતચદીએ પિતાના ૯૮ ભાઈઓને બેલાવેલા તેઓ તેની પાસે ન જતાં, પ્રભુ પાસે ગયા અને પ્રભુને ભરતચદીની કતિ સંબંધી વિજ્ઞાપના કરી, જેથી પ્રભુએ તેઓને અત્યુત્તમ ઉપદેશ આપેલ છે તે ખરેખર ધ્યાન દઈને વાંચવા યોગ્ય છે. પાંચમા સર્ગમાં બાહુબલિ સાથેના વિગ્રહનું વર્ણન છે, તેમાં સુવેગ દૂતે બાહુબલિને કહેલ યુક્તિવાળો સંદેશો અને તેને બાહુબલિએ આપેલ યોગ્ય ઉત્તર વાંચવા યોગ્ય છે. રણસંગ્રામની વિધિનું આમાં ખાસ અનુભવ આપે તેવું વર્ણન આપેલું છે અને યુદ્ધ અટકાવનાર દેવે સાથે ભારત અને બાહુબલિને થયેલ ઉત્તર પ્રત્યુત્તર ખાસ ધ્યાન ખેંચનારા છે. ઠ્ઠા સર્ગમાં ભગવંતના કેવળીપણાના વિહારનું વર્ણન છે અને યાવત ભગવંતના તથા ભરતચક્કીના નિવાં પર્વતની હકીક્ત સમાવીને પહેલા પર્વની સમાપ્તિ કરેલી છે. તેમાં અષ્ટાપનું અને શત્રુંજયનું તથા અષ્ટાપદ ઉપર ભરતચક્રીએ કરાવેલા સિંહનિષવા પ્રાસાદું વર્ણન ખાસ વાંચવા લાયક છે. ત્રેસઠ શલાકા પુરુષનાં નામ, માતા, પિતા, નગરી, આયુ, અંતર વિગેરે અનેક બાબતો આ સર્ગમાં ભગવંતની દેનામાં સમાવેલ છે. પ્રાંતે ભરતચક્રીને આશંભુવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું વર્ણન પૂરતું આકર્ષણ કરે તેવું આપેલું છે, દરેક સર્ગમાં જ્યાં જ્યાં પાંચે કલ્યાણક વિગેરે પ્રસંગમાં ઇદ્ર તથા ભરતચક્રી વિગેરેએ પ્રભુની સ્તુતિ કરેલી છે તે ધ્યાન દઈને વાંચવા લાયક છે; કારણ કે તેમાં અનેક બાબતને સમાવેશ કરેલ છે. બીજા પર્વના છ સર્ગમાં નીચે જણાવેલી બાબતો સમાવી છે, તેમાં ખાસ ધ્યાન આપવા યોગ્ય શું શું છે તે પણ આ નીચે જણાવ્યું છે. પહેલા સર્ગમાં અજિતનાથજીના પૂર્વભવનું વર્ણન આપેલું છે. તેમાં વિમલવાહન રાજાના વૈરાગ્યવાસનાવાળા વિચાર, મંત્રીઓ અને પુત્ર સાથે તેમને થયેલ ઉત્તર–પ્રત્યુત્તર, અરિંદભાચાર્યે આપેલી દેશના અને આઠ પ્રવચનમાળા તથા બાવીશ પરિષહનું વર્ણન ધ્યાન દઈને વાંચવા લાયા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૧ બીજ સર્ગમાં ભગવંતના ને સગરચક્રીના જન્મ સંબંધી હકીકત આપેલી છે. તેમાં પ્રભુનો દેવદેવીએ કરેલ જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલ છે; પરંતુ તેમાં ખૂબી એ છે કે-પહેલા પર્વમાં આપેલ વર્ણન કરતાં આમાં આપેલ વર્ણન જુદા જ પ્રકારનું છે કે જેથી પુનરાવૃત્તિ કહેવાય તેમ નથી. જિતશત્રુ રાજાએ કરેલ જન્મોત્સવ પણ વાંચવા લાયક છે. ત્રીજા સર્ગમાં ભગવંતની ને સગરકુમારની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને ભગવંતની રાજ્યસ્થિતિ, દીક્ષા તથા કેવળજ્ઞાન અને તેમણે આપેલ દેશના સમાવેલ છે. તેમાં ભગવંતને થયેલ વિચારણું તથા સગર સાથે થયેલ ઉત્તર-પ્રત્યુત્તર વાંચવા લાયક છે. દીક્ષા મહોત્સવ વિસ્તાર રથી વર્ણવેલો છે. ભગવંતની સ્તુતિ આકર્ષણ કરે તેવી છે અને ભગવંતની દેશનામાં તો હદ વાળી છે. આવી વિસ્તારવાળી દેશના કોઈ પણ ગ્રંથમાં દશ્યમાન થતી નથી. આ દેશનામાં ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવતા તેના ચાર પાયાનું સ્વરૂપ આપેલું છે, તેમાં સંસ્થાનવિચય નામના ચોથા પાયાના વર્ણનમાં તે ત્રણે લેકનું વર્ણન અને આખા ક્ષેત્રસમાસનો સમાવેશ કરી દીધેલ છે. આ દેશના ચિત્ત રાખીને વાંચવા લાયક છે એટલું જ નહિ પણ તે શીખવા લાયક છે. ૪ ચોથા સર્ગમાં સગરચક્રીના દિગ્વિજયનું વર્ણન છે. તેમણે સાધેલા ખંડનું વર્ણન વિસ્તાર થી આપેલ છે. પણ ભરતચીના દિગ્વિજયના વૃત્તાંત કરતાં આ વર્ણનની ઢબ તદ્દન જુદી જ છે. પાંચમા સર્ગમાં રાક્ષસ વંશની ઉત્પત્તિ કહ્યા બાદ સગરકુમારનું દેશાટન અને અષ્ટાપદ સમીપે નાગૅદ્રથી થયેલ તેમના વિનાશનું સવિસ્તર વર્ણન આપેલું છે. તેમાં તીર્થ પ્રત્યેની સગરકુમારની ભક્તિ હણ્યનું આકર્ષણ કરે તેવી બતાવેલી છે. છો સર્ગ કરુણરસથી ભરપૂર છે. તેમાં સગરકુમારોના મૃત્યુ સંબંધી ચક્રીને પહોંચાડેલા ખબર, તેથી તેમને થયેલ શોક, તેનું નિવારણ કરવા કહેલી બે ઈજાળિકની કથા આપ્યા બાદ સગર-ચક્રીએ લીધેલ દીક્ષા અને તેના તથા ભગવંતના નિર્વાણુ પર્યંત હકીકત આપીને બીજા પર્વની સમાપ્તિ કરેલી છે. આ સર્ગ પૂરેપૂરો વાંચવા લાયક છે. તેમાં બ્રાહાણુરૂપ ઈદ્રને ચક્રીએ આપેલ આશ્વાસન અને ચક્રીને ઈદે આપેલો બોધ ખાસ વાંચવા ગ્ય છે. બે ઈજાળિકની કથા ચિત્તને ચમત્કૃતિ ઉપજાવવાને પૂરતી છે અને ભગીરથના સુંદર વિચાર પણ મનન કરવા જેવા છે. આ પ્રમાણેના વર્ણનથી બીજા પર્વની સમાપ્તિ કરવામાં આવી છે. તેમાં ત્રીજે ને છઠ્ઠો સગ વાંચવા અવશ્ય ભલામણ કરીએ છીએ. આ પુસ્તકમાં જે બે પર્વનું ભાષાંતર આપવામાં આવ્યું છે તેને સાર ઉપર બતાવવામાં આવ્યો છે. હવે પછીના પર્વોના ભાષાંતરમાં તે તે પર્વને સાર પણ આ પ્રમાણે બતાવવામાં આવશે. આશા છે કે વાંચનારા જનબંધુઓ લક્ષપૂર્વક આ ગ્રંથ વાંચી તેથી પ્રાપ્ત થનારા અપૂર્વ લાભને મેળવશે, જેથી અમારા અંતઃકરણને હેતુ પાર પડશે અને અમારો પ્રયાસ સફળ થશે. તથાસ્તુ ! સંવત ૧૯૬૧ ચૈત્ર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, Page #17 -------------------------------------------------------------------------- ________________ [વિસ્તૃત અનુક્રમણિકા પ પહેલું : શ્રી આદીશ્વર ચરિત્ર. ના સર્જન –વીસ તીર્થકરોની સ્તુતિ–પ્રભુના તેર ભવમાંહેથી પહેલા ભવનું વર્ણનઘસાર્થવાહની વસતપુર જવાની તૈયારી–ધર્મષ આચાર્યને સાથે જવા વિચાર-ધન સાર્થવાહ પાસે માગણી–મુનિના આચારનું સ્વરૂપ- સાથે ચાલવું–ગ્રીષ્મ ને વર્ષાઋતુનું વર્ણન–માર્ગમાં કરેલો પડાવલકોની દુઃખદાયક સ્થિતિ-ધર્મઘોષ આચાર્યનું ધનને થયેલ મરણુ–સાર્થવાહનું સુરિ સમીપે આવવુંતેણે દર્શાવેલ પશ્ચાત્તાપ-આચાર્યો કરેલ તેનું નિવારણ-વહેરવા આવવાનું આમંત્રણ–ધનશ્રેષ્ઠીએ કરેલ બંતનું દાન-બધિબીજની પ્રાપ્તિ-રાત્રિએ પુનઃ સરિ પાસે ગમન-સરિએ આપેલી દેશનાદાનાદિ ચાર પ્રકારના ધર્મનું વર્ણન-દાનધર્મનું સવિશેષ વર્ણન-અભયદાન સંબંધે જીવોનું વર્ણન–સાર્થવાહનું સ્વસ્થાન ગમન-પડાવ ઉપાડવો-ઇચ્છિત સ્થાને પહોંચવું–પ્રાંતે મરણ પામી બીજા ભવમાં ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક પુરુષપણે ઉપજવું-દસ પ્રકારના કલ્પવૃક્ષનું વર્ણન-ત્રીજે ભવે સૌધર્મ દેવલોકમાં દેવ થવુંચોથે ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબળ નામે વિદ્યાધર-તેના પિતા શતબળ રાજાએ કરેલ સુખ વાપ્ત થયેલ વૈરાગ્ય–મહાબળનું રાજય પર સ્થાપન-શતબળ રાજાએ લીધેલ દીક્ષા–તેમનું સ્વર્ગગમન-મહાબળની રાજ્યસ્થિતિ-સ્વયંભુદ્ધ મંત્રીને થયેલ હિતવિચાર-તેણે રાજાને કરેલ સભા સમક્ષ સદુપદેશને સાંભળી સંભિન્નમતિ નામના. મંત્રીએ કરેલ તેનું ખંડન અને નાસ્તિક મતનું મંડનસ્વયંબુદ્ધ મંત્રીએ કરેલ નાસ્તિક મતનું ખંડન-શતમતિ મંત્રીએ કરેલ ક્ષણિકવાદનું સ્થાપન સ્વયંભુધે કરેલ તેનું ખાંડન–મહામતિ મંત્રીએ કરેલ માયાવાદનું સ્થાપન–સ્વયં બુધે કરેલ તેનું ખંખ- મહાબળ રાજાએ ઉઠાવેલ યોગ્ય અવસર સંબંધી પ્રશ્ન-સ્વયંબુહે તેને કરેલ ખુલાસો-રાજાના પૂર્વપુરુષને કહેલ ઇતિહાસ-રાજાનું એક માસાવશેષ આયુષ્ય-રાજાને તે જાણવાથી થયેલ ખેદ–તેનું નિવારણમહાબળ રાજાએ લીધેલ દીક્ષા–બીજા દેવલેમાં લલિતાંગદેવપણે ઉપજવું (પાંચમો ભવ –દેવસ્થિતિનું વર્ણન-સ્વયં પ્રભાદેવીનું વર્ણન-તેનું અવી જવું–લલિતાંગદેવને થયેલ અતિ શોક-સ્વયં બુદ્ધ મંત્રીનું તે જ વિમાનમાં દેવ થવું–તેણે લલિતાંગદેવને કરેલ ઉપદેશ–તેની થનારી દેવીના વર્તમાન ભવ (નિનલિકા)નું વર્ણનતે ભવમાં તેણે સાંભળેલ મુનિદેશના–મુનિએ કરેલ ચારે ગતિના દુઃખનું વર્ણન–તેણે લીધેલી દીક્ષા–તેનું સ્વયંપ્રભાદેવીપણે ઉપજવું-લલિતાંગદેવને થયેલાં અવનચિહ્નો-તેનું ચવવું–મહાવિદેહ ક્ષેત્રમાં વજંઘપણે ઉપવનવું (છઠ્ઠો ભવ)-સ્વયંપ્રભાદેવીનું શ્રીમતી થવું–તેની સાથેના પાણિગ્રહણ સંબંધી વૃત્તાંત-શ્રીમતી સહિત પોતાના રાજ્યમાં આવવું-રાજ્યભથી પુત્રે કરેલા વિષધૂઝથી થયેલ મરણઉત્તરકુરુમાં યુગલિક (સાતમે ભવ) સૌધર્મે દેવતા (આઠમો ભવ)–મહાવિદેહ ક્ષેત્રમાં છવાનંદ વિશ્વપુત્ર (નવમો ભવ)-તેના પોષ મિત્રો-વ્યાધિગ્રસ્ત મુનિનું દેખવું–તેના વ્યાધિનિવારણ માટે છે મિત્રોએ મળીને કરેલા પ્રયાસ-વ્યાધિનું નિવારણ-છ મિત્રોએ લીધેલ દીક્ષા–બારમાં દેવલોકમાં ઉપજવું (દશમે ભવ)-મહાવિદેહમાં વજનાભ ચક્રવતી થવું (અગ્યારમે ભવ)-તેના પિતા વજસેન તીર્થંકરની દીક્ષા-કેવળજ્ઞાન-દેશના–વજનાભ ચક્રીમે થયેલ સદ્વિચાર–તેમણે લીધેલ દીક્ષા–વસેન તીર્ષકનું નિવણ-વજનાભાદિ મુનિઓને ઉત્પન્ન થયેલ લબ્ધિઓનું વર્ણન–વજનાભે કરેલ વીશ સ્થાનકનું આરાધનવીશ. સ્થાનકનું વર્ણન–બાંધેલ તીર્થકરપદ–સવાર્થસિદ્ધ વિમાને સર્વનું ઉપજવું. (બારમા ભાવ) પષ્ટ ૧ થી ૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વીણા માં –સાગરચંદ્ર શ્રેણીપુત્રનું વૃત્તાંત–તેણે કરેલ બહાદુરી–તેના પિતાએ આપેલ શિખામણ-તેણે આપેલ નમ્ર ઉત્તર-પ્રિયદર્શન સાથે તેને વિવાહ-અશોકદર મિત્રે કરેલી જનતાતેના પ્રપંચથી સ્ત્રીભર્તારના સ્નેહનો ભંગ–તેમનું મૃત્યુ-ત્રીજા અરના પ્રાંતે ભરતક્ષેત્રમાં યુગલિક થવું– છ આરાનું વિસ્તારથી વર્ણન-વિમલવાહન પહેલા કુલકર-કલ્પવૃક્ષના પ્રભાવની મંદતા-હાકાર નીતિનું સ્થાપન-સાતે કુલકરેનું વર્ણન-ત્રણ પ્રકારની નીતિ-વજનાભ ચક્રીના જીવનું સર્વાર્થસિદ્ધથી આવવું-મરુદેવાની કુક્ષિમાં અવતરવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન–તેનું વર્ણન-નાભિરાજાએ કહેલ તેનું ફળ-ઈદ્રોનું માતા પાસે આવવું–તેમણે કહેલ સ્વપ્નફળ-ગર્ભની વૃદ્ધિ-ચૈત્ર વદિ આઠમે પ્રભુને જન્મ-છપન દિશાકુમારીઓનું આગમન-તેમણે કરેલ પ્રસૂતિક્રિયા-દિકકુમારીકૃત જન્મોત્સવનું સવિસ્તર વર્ણન-સૌધર્મ ઈન્દ્રના આસનનું ચલાયમાન થવું–તેને થયેલ વિચાર-કરેલો નિર્ણય–પ્રભુની ઈદ્રકૃત સ્તુતિ--તેમની આજ્ઞાથી નૈમેષી દેવે કરેલ ઘંટનાદ તથા ઉલ્લેષણ-પાલક વિમાનની રચના-ઈદ્રનું પ્રયાણ-માતા પાસે આવવુંઇ કરેલાં પાંચ રૂ૫-પ્રભુને મેરુપર્વત પર લઈ જવા–સર્વ ઈદ્રોનું આગમન –તે સંબંધી સવિસ્તર વર્ણનઈદ્રોએ કરેલ જન્મત્સવ-તે વખતે દેવોની ભક્તિવિચિત્રતા–સૌધર્મ ઈ કરેલ વૃષભરૂપે સ્નાન-ફરીને કરેલ પાંચ રૂપ-સ્વસ્થાને પ્રભુને મૂકવા-નંદીશ્વર દીપે જઈ અડ્રાઈમહેસવ-સ્વસ્થાને ગમન-પ્રભુનું નામ સ્થાપન-વંશસ્થાપન–પ્રભુની બાલ્યાવસ્થા-પ્રાપ્ત થયેલ યુવાવસ્થા-પ્રભુના દેહનું ( રૂપનું ) વર્ણન એક યુગલિક નરનું મરણ-સુનંદા યુગલિણ–તેના રૂપનું વર્ણન-સૌધર્મેદ્ર વિવાહ માટે કરેલ પ્રાર્થનાભગવંતે કરેલ સ્વીકાર–ઈ કરેલ પાણીગ્રહણુ મત્સવ–અસરાઓને વિવાહકાર્ય સંબંધી કોલાહલ– સુનંદા સુમંગલાને શણગારવું–પ્રભુનું વિવાહમંડપે આગમન-વિવાહ સંબંધી ક્રિયા-કન્યાની સખીઓએ અનુવરની કરેલી મશ્કરી–સાંસારિક સુખ ભોગવતાં પ્રભુને થયેલ ૧૦૦ પુત્ર ને બે પુત્રીઓ-યુગલિક ધર્મની મંદતા–પ્રભુને રાજા તરીકે સ્વીકાર–વિનીતા નગરીનું કુબેરે કરેલ નિર્માણ વિનીતાનું વર્ણન-અન્નભોજનની શરૂઆત–અગ્નિની ઉત્તિ–ભગવંતે બતાવેલ પ્રથમ શિલ્પ-પુત્ર પુત્રીને શિખવેલ કળાઓ-ભગવંતની રાજ્યસ્થિતિ-વસંત ઋતુનું વર્ણન-ભગવંતને થયેલ પૂર્વ સુખનું સ્મરણઉત્પન્ન થયેલ વૈરાગ્ય-લોકાંતિક દેવનું આગમન તેમણે કરેલ પ્રાર્થના. પૃષ્ટ થી ૮૮ રીના રબ –ભરત ચક્રીને રાજ્યાભિષેક-પુત્રોને કરી આપેલ દેશની વહેંચણ-ભગવંતે આપેલ સાંવત્સરિક દાન-ઈ કરેલ દીક્ષા મહોત્સવ-ભગવંતે કરેલ કેશલુંચન–અંગીકાર કરેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ મન:પર્યવજ્ઞાન-ઇંદ્રે કરેલ સ્તુતિ-ભગવંતે કરેલ વિહાર-ભિક્ષાની અપ્રાપ્તિ-કચ્છ-મહાકછાદિને થયેલ સુધાવેદના-ભગવંતે ધારણ કરેલ મૌન-કચ્છ-મહાકછાદિએ સ્વીકારેલ તાપસવૃત્તિ-નસિવિનમિનું આગમન–તેમણે પ્રભુ પાસે કરેલ રાજ્યયાચના–તેમનું પ્રભુની સેવામાં રહેવું-ધરણેનું પ્રભુને વાંદવા આવવું-નભિવિનમિની ભક્તિ જોઈ તેને થયેલ પ્રસન્નતા–તેણે આપેલ અનેક વિદ્યાઓ સહિત વૈતાઢ્યનું રાજ્ય-વૈતાઢયનું વર્ણન-તેમણે વૈતાઢ્યની બે શ્રેણી પર વસાવેલ ૧૧૦ નગર–તેના નામ-ધરણેક કરી આપેલી વિદ્યાધરો માટે મર્યાદા-વિદ્યાધરોની સેળ નિકાય-ભગવંતે ભિક્ષા લેવાનો કરેલે નિર્ણય-ગજપુર પધારવું–ગજપુરમાં શ્રેયાંસાદિકને આવેલ સ્વપ્ન-પ્રભુની નાગરિકોએ કરેલ સ્ત્રીઆદિક લેવા માટે પ્રાર્થનાપ્રભુએ કરેલ અસ્વીકાર–શ્રેયાંસનું પ્રભુ પાસે આવવું–તેને થયેલ જાતિસ્મરણ–યાદ આવેલ પૂર્વભવભગવંતને તેણે આપેલ ઈક્ષરસનું દાન-પ્રગટેલા પંચ દિવ્ય-અક્ષયતૃતીયાની સ્થાપના-શ્રેયાંસ સાથે નાગરિકેનો સંવાદ-શ્રેયાંસે કરેલ ખુલાસો-ભગવંતનું બાહુબલિની તક્ષશિલાએ પધારવું–બાહુબલિએ વાંદવા જવા માટે કરાવેલ તૈયારી–પ્રાતઃકાળે જવાનો કરેલ નિર્ણય-મોટા આડંબરથી તેનું વાંદવા નીકલ પ્રાતઃકાળમાં જે કરેલ વિહાર-પ્રભુનાં દર્શન ન થવાથી બાહુબલિને થયેલ પારાવાર ખેદ-ત્યાં તેણે કરેલા Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિષયાનુક્રમણિકા અઠ્ઠાઈમહોત્સવ–ભગવંતને થયેલ કેવળજ્ઞાન-જ્ઞાનોત્સવ માટે દદ્રનું ત્યાં આવવા નીકળવું અરાવત હરતીનું વર્ણન-સમવસરણની રચના-પ્રભુનું તેમાં પધારવું–આવેલી બારે ૫ર્ષદા-ઈદ્ર કરેલ સ્તુતિ. ભરુદેવા માતાને પુત્રના વિરહથી થતો ખેદ--ભરતે આપેલ તેને ઉત્તર–ભરતને આપેલ બે પ્રકારની સમકાળે વધામણી– પ્રભુને જ્ઞાનપ્રાપ્તિ ને ચક્રરત્નનું પ્રગટ થવું)-ભરતે કરેલ પ્રભુનંદનનો નિર્ણય-મરુદેવા માતાની તેણે કરેલ પ્રાર્થના-તેમનું હસ્તી પર બેસી પ્રભુને વાંદવા નીકળવું-નેત્રના પડળનું દૂર થવુંશુભ ભાવમાં વૃદ્ધિ થતાં થયેલ કેવળજ્ઞાન–અંતકૃત કેવળી થઈને મરુદેવાનું મોક્ષગમન-ભરતને સમવસરણમાં પ્રવેશ–તેણે કરેલ પ્રભુની સ્તુતિ–ભગવંતે આપેલ દેશના-તેમાં બતાવેલ સંસારની અસારતા-મેક્ષ મેળવવાને કરવા યોગ્ય પ્રયત્ન-જ્ઞાનદર્શનચારિત્રની આવશ્યકતા–તે ત્રણેનું વર્ણન-અનેક જીવોને પ્રભુની દેશનાથી થયેલ વૈરાગ્ય-ઋષભસેનાદિકે લીધેલ દીક્ષા-ભગવંતે સંભળાવેલ ત્રિપદી–તેમણે કરેલ દ્વાદશાંગીની રચના તેમની ગણધર પદે સ્થાપના-ભરત ચક્રીએ ઉછાળેલ બલિ-બીજીપોરસીએ ગણધરની દેશનાયક્ષયક્ષિણીની સ્થાપના-ભગવંતને અન્યત્ર વિહાર-ભગવંતના અતિશયનું વર્ણન. પૃષ્ઠ ૮૯થી ૧૧૭ જો તમાં-ભરત ચક્રીએ કરેલ ચક્રરત્નનું પૂજન-દિગ્વિજય માટે તૈયારી. સૈન્યનું પ્રયાણ. હસ્તીરત્ન પર ચક્રીનું આરોહણ. બીજા બાર રત્નનું સાથે ચાલવું. ગંગાને કિનારે આવવું. ભાગધતીર્થ પહોંચવું. ત્યાં કરેલો પડાવ. ભાગધતીર્થ કુમારદેવને સાધવાનો પ્રયત્ન. ચક્રીએ મૂકેલ બાણું. તેને ચડેલે કેપ. તેના મંત્રીએ કરેલ સાંવન. ભેટ લઈ ચક્રીને નમવા આવવું. ચક્રીની આજ્ઞાને સ્વીકાર. ચક્રીએ કરેલ તેને અટ્ટાઈમહત્સવ. દક્ષિણ તરફ પ્રયાણ. વરદામ તીર્થે પહોંચવું. વરદામપતિને સાધવો. પ્રભાસ તીર્થ તરફ પ્રયાણ. પ્રભાસપતિનું કરેલ સાધન. સિંધુ તરફ પ્રયાણ. સિંધુદેવીનું સાધન. વૈતાઢય તરફ પ્રયાણ. વિતાવ્યપતિ દેવને વશ કરવો. તમિસ્રા ગુફા તરફ પ્રયાણ. તેના અધિષ્ઠાતા કૃતમાલ દેવનું સાધન. દક્ષિણ સિંધુનિકૂટ સાધવા સેનાનીને મેલે. ત્યાં રહેલા પ્લેચ્છ રાજાઓને સેનાપતિએ વશ કરવા. | ચક્રી પાસે પાછા આવવું, તમિત્રા ગુફા ઉઘાડવા ચક્રીએ કરેલ આજ્ઞા. તમિસ્રા ગુફાનું ઉઘાડવું. ચકીએ કરેલ પ્રવેશ. કાંકિણીરત્નવડે કરેલાં માંડલાં. સૈન્યનો પ્રવેશ. ઉન્મજ્ઞા નિમગ્ના નદી પર બંધાવેલ પુલ. ઉત્તરધારનું સ્વયમેવ ઉઘડી જવું. ચક્રીને ઉત્તરખંડમાં પ્રવેશ. ત્યાંના ભિલ્લરાજાઓને થયેલ ઉત્પાત ચિહે. દુર્મદ કિરાતની યુદ્ધ કરવાની તૈયારી. અગ્ર સૈન્ય સાથે કરેલ યુદ્ધ. ચક્રીની સેનાને પમાડે ત્રાસ. સેનાપતિનું યુદ્ધ માટે ઊઠવું. કમળાપીડ અશ્વનું વર્ણન. સુષેણના મારાથી કિરાતોને થયેલ ત્રાસ. તેમનું નાસી જવું. સિંધુનદીમાં એકઠા મળી કિરાતાએ કરેલ નાગકુમારનું આરાધન. તે દેવનું પ્રગટ થવું. કિરાતોને તેમણે કરેલી મદદ. ચક્રીના સૈન્યને કરેલ અસહ્ય મેઘપદ્રવ. ચર્મરત્નને છત્રરત્નનો ચક્રીએ કરેલ ઉપયોગ. તેમાં સિન્યનું નિરૂપદ્રવપણે રહેવું. ભરતચક્રીને થયેલ વિચાર. અંગરક્ષકદેવોએ નાગકુમારોને તિરસ્કારપૂર્વક કહેવું. નાગકુમારોનું મેઘને સંહરીને સ્વસ્થાને ચાલ્યા જવું. સ્વેચ્છાએ લીધેલું ચક્રીનું શરણ અંગીકાર કરેલ આજ્ઞા ચક્રીનું ક્ષુદ્રહિમાદ્રિ તરફ પ્રયાણ. મુહિમાદ્રિ દેવનું વશ થવું. ઋષભકૂટ તરફ પ્રયાણ કાંકિણુરનવડે ચક્રીએ લખેલ નામ. વૈતાઢથ તરફ પ્રયાણ. નલિવિનમિ તરફ પ્રેરેલ બાણ. વિદ્યાધર સહિત તેમણે કરેલ યુદ્ધ. પ્રાંતે બંનેનું વશ થવું. સ્ત્રીરત્ન (સુભદ્રા) ની પ્રાપ્તિ તેના રૂપનું વર્ણન. ગંગા તરફ પ્રયાણ. ગંગાઉત્તરનિકૂટનું સેનાપતિએ કરેલ સાધન. ગંગાદેવીનું આરાધન. તેનું વશ થવું. ભરતને જોઈ ગંગાદેવીને થયેલ કામોત્પત્તિ. ચક્રીને પોતાના ભુવનમાં લઈ જવું. ચક્રીએ ભગવેલ દેવસુખ. એક હજાર વર્ષે પાછા સૈન્યમાં આવવું, ખંડપ્રપાતા ગુફા તરફ પ્રયાણું. તેના અધિષ્ઠાયક નાટયમાલ દેવનું વશ થવું. ખંડપ્રપાતા ગુફાનું ઉઘાડવું. ચક્રીએ કરેલ તેમાં પ્રવેશ, કાંકિણીરત્નવડે તેમાં કરેલાં માંડલાં. બે નદી પર બંધાવેલ પાજ. સિન્ય સહિત ગુફા બહાર નીકળવું. નવ નિધાનપતિનું Page #20 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ૧૫ આરાધન. નવ નિધાનનું પ્રગટ થવું. નવ નિધાનનું વર્ણન. ગંગાના દક્ષિણનિકૂટનુ સેનાનીએ કરેલ સાધન. ચૌદ રત્નને નવ નિધાન સહિત અયાખ્યા તરફ પ્રયાણુ. ભાક્રમણુ અને ધ્યામાં ચક્રીના પ્રવેશને લગતી થઈ રહેલી તૈયારી. ચઢ્ઢીએ કરેલ અઠ્ઠમ તપ. અયાખ્યામાં પ્રવેશ. નગરજનાને થયેલ હ. રાજમહેલ સમીપે પહેાંચવું, અંગરક્ષક દેવા વગેરેને ચક્રીએ આપેલ રજા. મહેલમાં પ્રવેશ. ચક્રીના રાજ્યાભિષેક મહેાત્સવ. ચીની ઋદ્ધિનું વર્ણન. સ ંબંધી વર્ગનું ચક્રીને થયેલ સ્મરણુ, સુંદરીની સ્થિતિ. તેને જોઈ ચક્રીને થયેલ ખેદ. સેવકાને આપેલ ઠપકો. તેમણે કરેલા ખુલાસો. સુંદરીની ચારિત્ર લેવાની દૃઢ ાિ. ચક્રીએ આપેલ આજ્ઞા. ભગવંતનુ પધારવું. ક્રિનું વાંદવા નીકળવુ. ચક્રીએ કરેલ સ્તુતિ. સુંદરીએ કરેલ ચારિત્ર ગ્રહણુ.. બધ્રુવનું સ્મરણુ. તેમની પાસે તે મેાલવા. તેમણે તેને આપેલ ઉત્તર. ૯૮ ભાઇનુ એકત્ર મળીને પ્રભુ પાસે ગમન. તેમણે ભગવંતની કરેલી સ્તુતિ તથા વિજ્ઞપ્તિ. ભગવતે આપેલ ઉપદેશ. તેને થયેલ વૈરાગ્ય. તેમણે પ્રભુ પાસે લીધેલ દીક્ષા. ભરતે કરેલ તેમનાં રાજ્યોને સ્વીકાર. પૃષ્ઠ ૧૧૭ થી ૧૫૧ પાંચમાં સર્વમાં:—ચક્રનું આયુધશાળા બહાર રહેવુ, ચક્રીએ પૂછેલ તેનુ કારણ, મંત્રીએ કરેલ ખુલાસા. બાહુબલિને આજ્ઞા મનાવવાની જણાવેલી આવશ્યકતા, ચક્રીના મનનુ આંદોલન, દૂત માકલવાના થયેલ નિર્ણય, સુવેગ દૂતનું તે તરફ પ્રયાણુ, તેને થયેલા અપશુકના, બહલી દેશેામાં તેને પ્રવેશ, તેને થયેલ આશ્ચર્ય, તક્ષશિલા નગરીએ પહોંચવુ, નગરીની મધ્યમાં થઈ રાજમહેલમાં પ્રવેશ, રાજસભા જોઈ તેને થયેલ ચમત્કાર, બાહુબલિએ કરેલ કુશલ પૃચ્છા, સુવેગ તે આપેલ યુક્તિયુક્ત ઉત્તર, તેમાં બતાવેલ શામ, દામ, દંડ ને ભેદ, ખાહુબલિએ આપેલા તેનેા કરડા ઉત્તર, સુવેગનું ભયભીતપણે બહાર નીકળવુ, નગરજનેામાં થતી વાતચીત. યુદ્ધવાર્તાને પ્રસાર, યુદ્ધની થઈ રહેલી તૈયારી, સુવેગને થયેલ વિચાર, તેનું અયાધ્યા પહોંચવું, ભરતે કરેલ કુશળપૃચ્છા. સુવેગે આપેલ ઉત્તર, તેમાં બતાવેલ બાહુબલિની મહત્ત્વતા, ભરતના મનની અસ્થિર સ્થિતિ, સુષેણુ સેનાપતિએ ચક્રી પ્રત્યે બતાવેલ વિચાર, તેમાં યુદ્ધની જણાવેલ આવશ્યક્તા, સચિવની તે વિચારમાં મળેલી સંમતિ, ચક્રીએ આપેલ પ્રયાણુની આના, સૈન્યનું બહલીદેશ તરફ પ્રયાણુ, ચક્રીએ સાંભળેલ લાાતિ, ખહલીદેશ સમીપે પહેોંચવું. તેની સીમાએ કરેલા પડાવ, બાહુબલિએ પણુ કરેલ સામું પ્રયાણુ, તેણે પણ કરેલ નજીકમાં જ પડાવ, રાત્રિએ અને સૈન્યમાં સેનાપતિની સ્થાપના, યુદ્ધ માટે થઈ રહેલી તૈયારી. રાત્રિનું અતિક્રમણ, પ્રાતઃકાળે યુદ્ધ માટે બન્ને સેનાનું નીકળવુ, રણસંગ્રામવિધિ, ભરત તથા બહુબલિએ કરેલ દેવપૂજા, તેઓએ કરેલ પ્રભુની સ્તુતિ, અતેનુ સૈન્યમાં આવવું, બને સેનાનુ સામસામે એકઠા થવું, દેવતાઓએ યુદ્ધ કરવામાં કરેલ અટકાવ, તેમનું ભરતચક્રી પાસે આવવું, દેવાએ ચઢીને કહેલાં હિતવચનો, ચક્રીએ આપેલ તેનો ઉત્તર. દેવાનું બાહુબલિ પાસે આગમન, બાહુબલિ પ્રત્યે કહેલાં વચનો. બાહુબલિએ આપેલ તેના ઉત્તર, દેવાએ કરેલ સૈન્યયુદ્ધનુ નિવારણ, દૃષ્ટિયુદ્ધાદિ દ્વયુદ્ધના કરેલા નિર્ણય, યુદ્ધ બધ કરવાના પ્રતિહારીએ કરેલ નિષિ, અને સેનાના સૈનિકોને થયેલ ખેદ, ભરતના સનિકાને જીત માટે થયેલ શકા, ચઢીએ પેાતાના બળની પરીક્ષા બતાવીને તેનું કરેલ નિવારણ, યુદ્ધ માટે બંનેનુ રભૂમિમાં આવવું. ઠંયુદ્ધની શરૂઆત. દૃષ્ટિયુદ્ધ, તેમાં થયેલ ચક્રીની હાર, વાગ્યુદ્ધ, તેમાં થયેલ ચક્રીની હાર. માહુયુદ્ધ, તેમાં પણુ ચક્રીની હાર, મુષ્ટિયુદ્ધ, તેમાં પણ ચક્રીનુ હારવુ, દંડયુદ્ધ, ભરતે બાહુબલિ પર કરેલ દંડપ્રહાર, બાહુબલિનું જાતુ સુધી પૃથ્વીમાં ખૂંચી જવુ, તેણે કરેલ ભરત ઉપર 'પ્રહાર, ભરતનું કંઠ સુધી ખૂંચી જવું, ભરતને થયેલ ચક્રીપણાની શંકા, ચક્રનુ ચક્રી પાસે આવવું. તે જોઈ બાહુબલિને આવેલ ધિકકાર, ચક્રીએ ચક્રને છેડવું, તેના વિનાશ કરવા બાહુબલિએ કરેલ વિચાર, ચક્રનું પાછુ કરવુ, બાહુબલિને થયેલ ક્રેાધ, મુષ્ટિ ઉપાડીને ભરત તરફ દોડવુ, માર્ગમાં થયેલ સદ્વિચાર, ક્રોધને તજી ઈ શાંતભાવના કરેલ સ્વીકાર, તે જ મુષ્ટિવડે બાહુબલિએ કરેલ કેશલુ ંચન, અંગીકાર કરેલ A-II Page #21 -------------------------------------------------------------------------- ________________ k વિષયાનુક્રમણિકા. ચારિત્ર, ભરતને થયેલ ખેદ, તેણે કરેલ આત્મનિદા ને બાહુબલિની સ્તુતિ, બાહુબલિના રાજ્યે ચદ્રયશાનુ સ્થાપન, ચક્રીનું અચેાધ્યા પાછા જવુ. બાહુબલિની કાયાત્સગ સ્થિતિ, ભગવત પાસે ન જવાની ધારણા. વર્ષાંતે પ્રભુએ બ્રાહ્મી સુંદરીને તેમની પાસે માલવું, તેમનાં વચનેાથી થયેલ માનદશાનું નિવારણ, પ્રશ્ન પાસે આવવા માટે ચરણ ઉપડતાં બાહુબલિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, પ્રભુ પામે આવી કેવળીની પદામાં ખેસવું. પૃષ્ઠ ૧૫૧ થી ૧૮૪ છઠ્ઠા વર્ષમાં—ભરતપુત્ર મરીચિએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા, તેને ચારિત્ર પાળવામાં જણાયેલ મુશ્કેલી, તેણે શેાધેલા નવીન માર્ગ, ત્રિદડી પરિવ્રાજકપણાની નિષ્પત્તિ, તેન થયેલ રાગાત્પત્તિ, મુનિઓએ ન લીધેલી સભાળ, તેથી શિષ્ય કરવાની તેને થયેલ ઈચ્છા, કપિલ રાજપુત્રનું મળવું, તેને થયેલ તેના ધર્માં પર પ્રીતિ, મરીચિએ ભાખેલ ઉસૂત્ર, તેથી થયેલ ભવદ્ધિ, કપિલે તેની પાસે લીધેલ દીક્ષા, ભગવંતના અતિશયાનું વર્ણન, ભગવતનું અષ્ટાપદ પધારવું, અષ્ટાપદનું વર્ણન, દેવે રચેલ સમવસરણ, ભગવા પ્રવેશ, તેમાં મળેલી બાર પદા, ઈંદ્રનું આગમન, ઈંદ્ર ભગવંતની કરેલ સ્તુતિ. ભરતને શૈલપાલકે આપેલ વધામણી, ભરતનું ચતુરંગ સેના સહિત વાંદવા નીકળવું, અષ્ટાપદે પહેાંચવું, અષ્ટાપદ પર ચડી સમવસરણમાં પ્રવેશ, ભરતે કરેલ ભગવંતની સ્તુતિ, ભગવતે આપેલ દેશના, ભરતે લઘુબંધુને રાજ્ય લેવા કરેલ પ્રાના, તેને અસ્વીકાર, ભરતે મંગાવેલ ૫૦૦ ગાડાં અન્ન, તેને પણ રાજપિડ હાવાથી કરેલા અસ્વીકાર, ભરતને થયેલ ખેદ, તેના નિવારણ માટે ઈંદ્રે કરેલ અવગ્રહ સંબધી પૃચ્છા, પ્રભુએ કહેલ પાંચ પ્રકારના અવગ્રહ, લાવેલ અન્ન શ્રાવકોને આપવાના કરેલ નિણૅય, ઈંદ્રનું સ્વરૂપ જોઇ ચક્રીને થયેલ ચમત્કાર, મૂળ રૂપ જોવાની ભરતે બતાવેલ ઇચ્છા, ઈંદ્રે એક આંગળીનુ બતાવવું, ચક્રીએ કરેલ તેને મહેાત્સવ, પ્રભુને અન્યત્ર વિહાર, ભરતે સર્વ શ્રાવકાને કરેલ આમત્રણ, તેમના મુખે કહેવરાવેલ શબ્દો, તે પરથી ભરતે કરેલ વિચાર, રસાઇઆઓએ કરેલ વિજ્ઞપ્તિ, શ્રાવકની પરીક્ષા કરવાના કરેલ નિર્ણય, કાંકિણીરત્નથી કરેલ ત્રણ રેખા, બ્રાહ્મણુ અને યજ્ઞાપવિતની ઉત્પત્તિ, ભરતની આઠ પાટનુ સક્ષિપ્ત વર્ણન, ભરતે રચેલા આવેદ, કાળાંતરે તેનું વિષય થઈ જવું, ભગવંતનુ અષ્ટાપદે પુનઃ પધારવું, ભરતને પડેલ ખબર, તેનુ ત્યાં આવવું, તેણે પ્રભુની કરેલ સ્તુતિ. ભગવતે આપેલ દેશના. ભરતે પૂછેલ ભાવી ધર્મચક્રી તથા ચક્રી સંબંધી પ્રશ્ન, ભગવંતે ૨૪ તીર્થંકર ને ખાર ચક્રવર્તીનું કરેલ વણુન, પ્રંસગેાપાત વાસુદેવ, ખળદેવ તે પ્રતિવાસુદેવનુ પણ કરેલ વણુઅેન. આ ચેાવીશીમાં તીર્થંકર થનાર કોઈ જીવ અહીં છે ? એવી ભરતે કરેલ પૃચ્છા, ભગવતે ચરમ તીર્થંકર થનાર તરીકે બતાવેલ મરીચિ. ભરતનુ તેની પાસે જવુ, ભગવ ંતે કહેલ વાત કહીને ભાવી તી કરપણે કરેલ વંદના, મરીચિને થયેલ કુળમદ, તેથી બાંધેલ નીચ ગાત્ર, ભગવતનું શત્રુંજય પધારવુ, શત્રુંજયતુ વન. ભગવંતની ત્યાં સ્થિતિ, વિહાર સમયે પુંડરીક ગણધરને ત્યાં રહેવાની કરેલ આજ્ઞા, મુનિએ સહિત પુંડરીક ગણધરનું ત્યાં થયેલ નિર્વાણ, ભરતે કરાવેલ પ્રથમ ઉદ્દાર. ભગવંતના પરિવારનું વર્ણન. ભગવંતનુ અનશન માટે અષ્ટાપદ પધારવું. ભગવંતે કરેલ અનશન. ભરતને પડેલી ખબર. ખેમુક્ત ચિત્તે તેનું તત્કાળ ત્યાં આવવા નીકળવું. તેણે કરેલ પ્રભુની ચરણુસેવા. ઈંદ્રાનું તંત્ર આગમન. ભગવંતનું નિર્વાણુ. ભરતને થયેલ પારાવાર ખેદ, રૂદન પ્રવૃત્તિની શરૂઆત. ભરતે કરેલ પ્રલાપ. ઈંદ્રે આપેલા ખાધ. ઇંદ્રોએ કરેલ નિર્વાણુમહાત્સવ. અગ્નિહેાત્રની શરૂઆત. ઈંદ્રે કરેલા ત્રણ સ્તૂપે. ભરતે કરાવેલ સિંહનિષદ્યાપ્રાસાદ. તેનુ વિસ્તારયુક્ત વણૅન. ભરતે કરેલ રક્ષણના દાબસ્ત. ચક્રવર્તીએ કરેલ જિનપૂજા. તેણે કરેલ પ્રભુની સ્તુતિ. ભાવી ૨૩ તીર્થંકરાની પણ સ્તુતિ. ભરતનું અયે ધ્યા આવવુ. તેના ચિત્તની વ્યાક્ષિપ્તતા. મંત્રીએ તેનુ કરેલ નિવારણ. ભરતે ભાગવેલ સાંસારિક બાગ. એકદા તેનુ આદર્શ ભુવનમાં આવવું. આંગળીમાંથી મુદ્રિકાનું નીકળી જવું, સર્વ અંગથી ઉતારેલ આભરણુ. શાભા રહિત શરીર જોઈ ભરતને થયેલ વિચારણા. ભાવની વૃદ્ધિ. ક્ષપકશ્રેણિ પર આવેશહષ્ણુ. કેવળજ્ઞાનની નિષ્પત્તિ. મુનિવેશને સ્વીકાર. આદિત્યયશાના રાજ્યાભિષેક. ભરતમુનિના વિહાર. તેમનું નિર્વાણુ. પૃષ્ઠ ૧૮૫ થી ૨૧૭, Page #22 -------------------------------------------------------------------------- ________________ પર્વ બીજું શ્રી અજિતનાથ ચરિત્ર. ટા સનાં-જંબુદ્વીપના મહાવિદેહમાં વત્સવિજયનું, સુસીમા નગરીનું તથા વિમળવાહન રાજાનું વર્ણન. વિમળવાહન રાજાને થયેલ વૈરાગ્યવાસના. અરિંદભાચાર્યનું પધારવું, મુનિમંડળની સ્થિતિ. રાજાનું સૂરિને વાંદવા જવું. રાજાના પૂછવાથી સૂરિએ કહેલ પોતાના વૈરાગ્યનું કારણ. રાજાએ બતાવેલ ચાસ્ત્રિ લેવાની ઈચ્છા. ઘેર આવી પુત્રને રાજ્ય આપવાને મંત્રીઓને જણાવેલ વિચાર. મંત્રીઓએ આપેલ અનુકૂળ ઉત્તર. પુત્રને બોલાવી રાજ્ય લેવાની કરેલ આના. પુત્ર સાથે થયેલ ઉત્તર–પ્રત્યુત્તર. પુત્રનું રાજ્ય પર સ્થાપન. પુત્રે કરેલ નિષ્ક્રમણોત્સવ. વિમળવાહને લીધેલ દક્ષા ગુરુએ આપેલી દેશના, આઠ પ્રવચનમાતા તથા બાવીશ પરિષહનું વર્ણન. વિમળવાહને કરેલું વીશ સ્થાનકનું આરાધન, તીર્થંકરનામકર્મનું બાંધવું. પ્રાંતે અનશન કરી વિજય નામના અનુત્તર વિમાનમાં ઉપજવું. પૃષ્ઠ ૨૧૮ થી ૨૩૨ - રીના સમ–ભગવંતના ને સગરચક્રીના માતાપિતાનું વર્ણન. બંનેની માતાએ દીઠેલા ચૌદ ચૌદ સ્વનનું પૃથક પૃથક વર્ણન, ભગવંતની માતા પાસે ઈંદ્રનું આગમન, ઈદ્રની આજ્ઞાથી કુબેરે વિનીતાનગરીને દ્રવ્યાદિવડે પૂર્ણ કરવી, રાજાએ બોલાવેલ રન પાઠકે, તેમણે કહેલ વનફળ, દેવીઓએ કરેલી પ્રભુની માતાની સેવા, અજિતનાથજીનો જન્મ, દિગકુમારીઓએ કરેલ પ્રતિકર્મ, તેમણે કરેલ જન્મત્સવનું વિસ્તૃત વર્ણન, ઇંદ્રને આસનકંપ, દેવકૃત જન્મોત્સવનું વિસ્તારથી વર્ણન. અચુક તથા સૌધર્મે કરેલી જિનરતુતિ, વૈજયંતીને થયેલ પુત્રજન્મ, બન્નેની જિતશત્રુ રાજા પાસે ગયેલ વધામણી, તેમણે કરેલે અપૂર્વ જન્મોત્સવ, બંને કુમારના નામકરણને ઉત્સવ. પૃષ્ઠ ૨૧૯ થી ૨૫૪ વીના માં-અજિતનાથ ને સગરકુમારની બાલ્યાવસ્થા, સગરકુમારનું અધ્યાપન. સગરે કરેલ અભ્યાસ, પ્રભુ પાસેથી મેળવેલ વિશેષ કળાલાભ. બંનેની યૌવનાવસ્થા, બંનેના રૂપનું વર્ણન, બંનેને વિવાહ, જિતશત્રુ રાજાએ બતાવેલી ચારિત્રેચ્છા, અજિતનાથનું રાજ્યપદે અને સગરકુમારનું યુવરાજપદે સ્થાપન, પ્રભુએ કરેલ પિતાનો નિષ્ક્રમણોત્સવ, પ્રભુની રાજ્યસ્થિતિનું વર્ણન, એકદા ભગવંતને થયેલ શુભ વિચારણ. જાગૃત થયેલ તીવ્ર ત્યાગવૃત્તિ, સગરને રાજ્ય લેવાનું કહેવું. તેણે બતાવેલી સાથે રહેવાની દઢ લાગણી, ભગવંતના આગ્રહથી તેણે કરેલ રાજ્યનો સ્વીકાર, સગરનો રાજ્યાભિષેક, ભગવંતે આપેલ સંવત્સરી દાન, ઈકોનું ત્યાં આવવું. ભગવંતના દીક્ષા મહોત્સવનું વિસ્તારયુક્ત વર્ણન. ભગવંતે અંગીકાર કરેલ ચારિત્ર, અંકે કરેલ પ્રભુની સ્તુતિ, ભગવંતે કરેલ પ્રથમ પારણું. ભગવતને છાઘસ્થિક વિહાર, ભગવંતે કરેલ તપ તથા સહેલ પરિષહ. ગુણસ્થાનકે ચડવું. પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનને મહિમા કરવા ઈંદ્રોનું ત્યાં આગમન. દેએ રચેલ સમવસરણ, ભગવંતને તત્ર પ્રવેશ. ઈકે કરેલ અતિશયના વર્ણનગર્ભિત પ્રભુની સ્તુતિ. સગરચક્રીને મળેલ વધામણું. તેનું વાંદવા નીકળવું. સમવસરણમાં આવીને તેમણે કરેલ પ્રભુની સ્તુતિ. ભગવંતે આપેલી અતિ વિસ્તારવાળી દેશના, તેમાં વર્ણ વેલું ધર્મસ્થાનના ચાર પાયાનું સ્વરૂપ. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચયમાં પાંચ પ્રકારના વિષયનું તથા આઠ કર્મોનું સંક્ષિપ્ત વર્ણન. સંસ્થાનવિચ માં લેકનાલિકા, ચૌદ રાજલક. ઊર્ધ્વ, અધો ને તિર્થો લેકનું સવિસ્તર વર્ણન. ક્ષેત્રસમાસને કરી દીધેલ સંપૂર્ણ સમાવેશ, સગચક્રીના પિતાની દીક્ષાયાચના. તેમણે લીધેલ દીક્ષા. ગણધરોની સ્થાપના. બલિનું ઉછાળવું, યક્ષયક્ષિણીની સ્થાપના, ભગવંતે કરેલ વિહાર. ભગવંતનું કૌશાંબી પધારવું. પ્રભુ પાસે આવેલ એક બ્રાહ્મણ બ્રાહ્મણી. તેમની સાથે થયેલ મેગમ પ્રશ્નોત્તર, ગણધરે પૂછેલ ખુલાસો, ભગવંતે કહેલ શુદ્ધભટ્ટ ને સુલક્ષણાનું સમક્તિના મહિમાગર્ભિત વૃત્તાંત, તે બંનેએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા. તેમને થયેલ કેવળજ્ઞાન. ભગવંતને અન્યત્ર વિહાર. પૃષ્ઠ ૨૫૪ થી ૨૯૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા ચોથા સર્જેમાંઃ——સગરચક્રીની આયુધશાળામાં ચક્રરત્નનુ પ્રગટ થવું, સગરે કરેલ તેને મહેાત્સવ. દિગ્વિજય માટે પ્રયાણુ. દિગ્વિજયનું વિસ્તારથી વર્ણન, ભાગધ, વરદામ, પ્રભાસ, સિંધુ, વૈતાઢત્વ, તભિન્ના, ચુલહિમાદ્રિ, ગંગા, ખડપ્રપાતા વિગેરેના અધિષ્ઠાયિક દેવાનું સાધન. મ્લેચ્છાને જીતવું. વિદ્યાધરાને વશ કરવા. ઋષભકૂટે નામ લખવું. નવ નિધાનનું પ્રગટ થવું, એ ખ'ડનું સાંધવું. ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન. વિનીતા તરફ પ્રયાણુ, વિનીતા પાસે પડાવ. ચક્રીનુ અધક્રીડા માટે નીકળવું. સ્ત્રીરત્નની પ્રાપ્તિ. તેને લઇને છાવણીમાં આવવું. વિનીતામાં પ્રવેશ. નાગરિકાએ કરેલ મહોત્સવ. ચક્રીના મહારાજ્યાભિષેક મહાત્સવ. પૃષ્ઠ ૨૯૪ થી ૩૦૯ પાંચમા સર્વમાં———ભગવંતનું સાકેતપુર ( વિનીતા ) પધારવું, સગરચક્રીનું વાંદા આવવું. તેણે કરેલ પૃચ્છા. ભગવતે આપેલ ઉત્તર. રાક્ષસવંશની ઉત્પત્તિ. પ્રભુને અન્યત્ર વિહાર. સગરચક્રીએ ભાગવેલ સાંસારિક ભાગ. તેને થયેલા સાઠ હજાર પુત્રા. તેમણે કરેલી દેશાટન માટે વિજ્ઞપ્તિ. ચક્રીએ આપેલ આજ્ઞા. પ્રયાણની તૈયારી. તેમને થયેલા અપમાંગળિક તેર રત્નો સહિત કુમારાનું પ્રયાણુ: અનુક્રમે અષ્ટાપગિરિ આવવુ. કુમારેએ મંત્રી પ્રત્યે પૂલ વૃત્તાંત. મંત્રીએ કરેલુ અષ્ટાપદનું વર્ણન. અષ્ટાપદ પર સૌનુ ચડવું. કુમારોએ કરેલ જિનપૂજા. ભગવંતની સ્તુતિ. તે તીના રક્ષણ માટે થયેલ વિચાર. ફરતી ખાઇ ખાવાના કરેલ વિચાર. ડરનવર્ડ ખાઈનુ ખાવું. તેથી થયેલ ભુવનપતિને ઉપદ્રવ. નાગરાજનુ સગરકુમારે। પાસે આવવું. નાગેદ્રના કાપ. જન્ટુકુમારે કરેલ સાંત્વન. નાગેનુ પાછા જવુ. સગરકુમારેએ ખાઈ પૂરવા માટે લાવેલ ગંગાના પ્રવાહ, તેથી નાગકુમારાને થયેલ સવિશેષ ઉપદ્રવ નાગૅદ્રના કોષ. સગરકુમારને બાળી ભસ્મ કરી પાછા જવું. પૃષ્ઠ ૩૦૯ થી ૩૧૬ છઠ્ઠા વર્ગમાં—ચક્રીના સૈન્યમાં ઉત્પન્ન થયેલ શાકાનળ. અંતઃપુરમાં થતા વિલાપ. સેનાપતિ વિગેરેના પ્રલાપ. અયેાધ્યા તરફ પાછા જવાના નિર્ણય. અયેાધ્યા સમીપે પહેાંચવું. ચક્રીના ભયથી તથા લજ્જાથી સૌએ મૃત્યુ પામવાના કરેલા નિશ્ચય, ઋતુ બ્રાહ્મણુરૂપે ત્યાં આવવું. તેણે સૈન્યને આપેલ આશ્વાસન. કૃત્રિમ બ્રાહ્મણુનુ ચક્રી પાસે આવવું. તેણે કરેલા પેાકાર. ચક્રીએ પૂછેલ પ્રશ્ન. તેણે કહેલ વૃત્તાંત. પેાતાના પુત્રના મૃત્યુથી બ્રાહ્મણે બતાવેલ પારાવર શાક, માંગળિક અગ્નિની માગણી. તેની અપ્રાપ્તિ. ચક્રવતીએ પેાતાના મહેલ સંબંધી કહેલ વૃત્તાંત. ચક્રીએ શાક નિવારણાર્થે આપેલ ઉપદેશ. બ્રાહ્મણરૂપ ઈંદ્રે આપેલ સયુતિક ઉત્તર. પ્રાંતે પુત્રમરણના કહેલ સમાચાર. તે જ સમયે સામ તાર્દિકને રૂદન સાથે સભામાં પ્રવેશ. ચક્રીનુ સ્તબ્ધ થઈ જવુ. ઈંદ્રે આપેલ આધ. સભામાં અને અતઃપુરમાં થઈ રહેલ અત્યંત આદ. બ્રાહ્મણુરૂપે છંદ્રે કરીને આપેલ બધ. સગર ચક્રીને ખાધ ને મેાહ બંનેની સમકાળે પ્રાપ્તિ, સુબુદ્ધિ પ્રધાને માહનિવારણાર્થે કહેલ ઈંદ્રાલિકની ચમત્કારિક કથા. તે ઉપરથી લેવાને એધ. બીજા મંત્રીએ કહેલી બીજા ઈંદ્રજાલિકની આશ્ચર્યવાળી કથા. તે પરથી લેવાના એધ. ચક્રીને પ્રાસ થયેલ સવિચાર. તેણે પ્રગટ કરેલી સદ્વિચારણા. અષ્ટાપદ નજીક રહેનારા લેાકેાના પાકાર, જળને ઉપદ્રવ. નિવારણુ કરવા માટે ભગીરથને માકલા. તેણે ઉપદ્રવનું કરેલ નિવારણુ. પાછા વળતાં કેવળીમુનિને થયેલ સમાગમ. જન્ટુકુમારાદિકના પૂર્વભવ સંબંધી ભગીરથે કરેલ પૃચ્છા. કેવળીએ કહેલ તેમના પૂર્વભવ. ભગીરથને થયેલ નિવેદ. તેનું અયેાધ્યા આવવુ. સગરચક્રીએ જણાવેલ ચારિત્રેચ્છા. ભગીરથને રાજ્યાભિષેક. અજિતનાથનુ ત્યાં પધારવુ. સગર ચક્રીનુ વાંદવા જવું. ચઢ્ઢીએ કરેલ પ્રભુની સ્તુતિ. જણાવેલ ચારિત્રચ્છા. ભગીરથની દીક્ષામહાત્સવ કરવાની પ્રાર્થના. તેના સ્વીકાર. ભગીરથે કરેલ નિષ્ક્રમણેાત્સવ. ચક્રીએ લીધેલ દીક્ષા. નિરતિચાર પ્રતિપાલન ચક્રીને થયેલ કેવળજ્ઞાન. ભગવંતના પરિવારનું વર્ણન મગવંતનુ સમેતશિખર પધારવું. ભગવંતનુ તથા સગરચક્રીનું નિર્વાણુ ઈંદ્રે કરેલ નિર્વાણુમહાત્સવ. પૃષ્ઠ ૩૧૭ થી ૩૪૪ ૧૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ श्री त्रिषष्टिशलाकापुरुषचरित्र. पर्व पहेलु. કે શ્રી આદિનાથ ચરિત્ર. – હdeos SeeSesote Red __// શીખવતે નમઃ | _ नत्वा परात्मानमचिंत्यरूप-मसंस्कृताभ्यासवतां हिताय । कुर्वे शलाकाचरितप्रबंधे, भाषांतरं गुर्जरसगिराऽहम् ॥१॥ सकलाईत्प्रतिष्ठान-मधिष्ठानं शिवश्रियः । भूर्भुवःस्वस्त्रयीशान-माईत्यं प्रणिदध्महे ॥१॥ સર્વને પૂજાના સ્થાનરૂપ, મોક્ષલક્ષમીના નિવાસરૂપ અને પાતાળ, ભૂમિ અને સ્વગ.. લોકના ઈશ્વર એવા અહંતના સમૂહનું અમે ધ્યાન કરીએ છીએ. જે ૧ છે नामाकतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मि-न्नईतः समुपास्महे ॥२॥ | સર્વ ક્ષેત્રને વિષે અને ભૂત, ભવિષ્ય તથા વર્તમાન કાળને વિષે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે કરીને ત્રણ જગના લેકેને પવિત્ર કરતા એવા અહત પ્રભુની વંદના, સત્કાર અને સન્માનાદિકથી અમે સેવા કરીએ છીએ. જે ૨ છે आदिम प्रथिवीनाथ मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः॥३॥ પ્રથમ પૃથિવીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહત્યાગી–સાધુ અને પહેલા તીર્થકર એવા ત્રકષભ” સ્વામીની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૩ છે अतिमजितं विश्व-कमलाकरभास्करम् । अम्लानकेवलादर्श-संक्रांतजगतं स्तुवे ॥४॥ આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને પ્રકાશ કરવામાં સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ એવા કેવળજ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગતું પ્રતિબિંબિત કરેલાં છે એવા પૂજન કરવા એગ્ય “અજિતનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. ૪ છે विधभव्यजनाराम-कुल्यातुल्या जयंति ताः । देशनासमये वाचः, श्रीसंभवजगत्पतेः॥५॥ સવ જગતના પતિ એવા “શ્રી સંભવનાથ પ્રભુની સર્વ જગતના ભવ્યજનોરૂપી ઉદ્યાનને સિંચન કરવામાં નીકના જેવી દેશના સમયની વાણી જયવંતી વતે છે. ૫ A - 1 Page #25 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ. સગ ૧ લે. अनेकांतमतांभोधि-समुल्लासनचंद्रमाः । दद्यादमंदमानंदं भगवानभिनंदनः ॥६॥ સ્યાદ્વાદમતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રરૂપ એવા “શ્રી અભિનંદન' ભગવાન અત્યંત આનંદને આપો. | ૬ | घुसकिरीटशाणाग्रो-त्तेजितांघ्रिनखावलिः । भगवान् मुमतिस्वामी, तनोत्वभिमतानि.वः ॥७॥ દેવતાઓના મુગટરૂપી શરાણના અગ્રભાગના ખૂણાઓથી જેમની નખ પંકિત તેજવંત થએલી છે એવા “સુમતિ સ્વામી ભગવાન તમારા વાંછિતેને વિસ્તારો. . ૭ पनप्रभप्रभोर्देह-भासः पुष्णंतु वः श्रियम् । अंतरंगारिमथने, कोपाटोपादिवारुणाः ॥८॥ અંતરંગ શત્રુઓ જે કામક્રોધાદિ તેઓને મથન (દર) કરવાને કરેલા કેપના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી “પહાપ્રભ' પ્રભુના દેહની અરુણ (રાતી) કાંતિ તમારી માક્ષલકમીનું પિષણ કરે. . ૮ છે श्रीसुपार्श्वजिनेन्द्राय, महेंद्रमहितांघ्रये । नमश्चतुर्वर्णसंघ-गगनाभोगभास्वते ॥९॥ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપી આકાશમાં પ્રકાશને વિસ્તારવામાં સૂર્ય સમાન અને જેના ચરણેની ઇંદ્રોએ પૂજા કરી છે એવા “શ્રી સુપાર્શ્વજિનેક ને નમસ્કાર છે. ૯ ! चंद्रप्रभप्रमोश्चंद्र-मरीचिनिचयोज्ज्वला। मूर्तिमूर्तसितध्यान-निर्मितेव श्रियेऽस्तु वः ॥१०॥ ચંદ્રકિરણોના સમૂહથી પણ ઉજવળ–તેથી જાણે મૂર્તિમંત એવા શુકલ ધ્યાનવડે જ બનાવી હોય તેવી “ચંદ્રપ્રભ” પ્રભુની મૂત્તિ, તમને જ્ઞાનલક્ષમી માટે થાઓ. ૧૦ करामलकवद्विश्वं, कलयन् केवलश्रिया । अचिंत्यमाहात्म्यनिधिः सुविधिबोधयेऽस्तु वः॥१२॥ જે પિતાની કેવળજ્ઞાનરૂપી લક્ષમીથી, સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય તેવા માહાભ્યના નિધાનરૂપ છે, એવા “અવિધિઓ ભગવાન તમારા બધાને માટે થાઓ. ૧૧ છે सत्वानां परमानंद-कंदोदभेदननवांबुदः। स्याद्वादामृतनिस्यदी, शीतलः पातु वो जिनः ॥१२॥ પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘના જેવા અને સ્યાદ્વાદ મતરૂપી અમૃતને ઝરનારા “શ્રી શીતલ” તીર્થકર તમારી રક્ષા કરે. જે ૧૨ भवरोगाजंतूना-मगदंकारदर्शनः । निःश्रेयसश्रीरमणः श्रेयांसः श्रेयसेऽस्तु वः ॥१॥ જેમનું દર્શન સંસારરૂપી રેગથી પીડાયેલા છેને વૈદ્ય સમાન છે અને જે મોક્ષરૂપી લક્ષમીના સ્વામી છે એવા “શ્રી શ્રેયાંસ'ભગવાન તમારા કલ્યાણનેં અર્થે થાઓ. ૧૩ विश्वोपकारकीभूत-तीर्थकृत्कर्मनिर्मितिः। सुरासुरनरैः पूज्यो, वासुपूज्यः पुनातु कः॥१४॥ જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવા તીર્થકર નામકર્મને નિષ્પન્ન કરેલું છે અને * અહીં દર્શન એટલે “સમ્યકત્વ” એવો અર્થ થાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ છીએ. આ ૧૭ ! પર્વ ૧ લું. મંગળાચરણ જે દેવ, અસુર અને મનુષ્યોને પૂજવા લાયક છે એવા “શ્રી વાસુપૂજ્ય સ્વામી તમને પવિત્ર કરો. તે ૧૪ છે विमलस्वामिनो वाचः, कतकक्षोदसोदराः । जयंति त्रिजगच्चेतो जलनैर्मल्यहेतवः ॥१५॥ ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણરૂપ “શ્રી વિમલ' સ્વામીની વાણુ જયવંતી વતે છે. ૧૫ છે स्वयंभूरमणस्पद्धि-करुणारसवारिणा । अनंतजिदनंतां वः, प्रयच्छतु सुखश्रियम् ॥१६॥ સ્વયંભૂમણુ છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત્ તેથી પણ અધિક એવા કરુણ રસરૂપી જળવડે યુક્ત “શ્રી અનંતનાથ” ભગવાન તમને, જેને અંત નથી એવી મોક્ષસુખરૂપી લમીને આપે. ૧૬ છે कल्पद्रुमसधर्माण-मिष्टप्राप्तौ शरीरिणाम् । चतुर्दाधर्मदेष्टारं, धर्मनाथमुपास्महे ॥१७॥ પ્રાણીઓને વાંછિત ફળની પ્રાપ્તિમાં કલ્પવૃક્ષની જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનારા “શ્રી ધર્મનાથ”ની અમે ઉપાસના કરીએ सुधासोदरवाग्ज्योत्स्ना निर्मलीकृतदिङ्मुखः। मृगलक्ष्मा तमाशांत्य, शांतिनाथजिनोऽस्तु वः॥ પિતાની અમૃત જેવી વાણીરૂપી ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખભાગોને નિર્મળ કર્યા છે અને જેને મૃગનું ચિહ્ન છે એવા “શ્રી શાંતિનાથ” જિન તમારા અજ્ઞાનની શાંતિને માટે થાઓ. મે ૧૮ છે श्रीकुंथुनाथो भगवान् , सनाथोऽतिशयदिभिः । सुरासुरन्नाथाना-मेकनाथोऽस्तु वः श्रिये ॥ અતિશની સમૃદ્ધિઓ વડે યુક્ત અને દેવ, અસુર તથા મનુષ્યના સ્વામીએ જે ઈન્દ્ર ચક્રવતી વિગેરે તેને અદ્વિતીય પતિ “શ્રી કુંથુનાથ” ભગવાન તમને કલ્યાણરૂપી લહમીને અર્થે . ૧૯ છે अरनाथस्तु भगवां-श्चतुर्थारनभोरविः । चतुर्थपुरुषार्थश्री-विलासं वितनोतु वः ॥२०॥ ચેથા આરારૂપી આકાશમાં સૂર્ય સમાન “શ્રી અરનાથ” ભગવાન તમારા મોક્ષલક્ષમીના વિલાસને વિસ્તાર કરે. ૨૦ છે मुरासुरनराधीश-मयूरनववारिदम् । कर्मन्मूलने इस्ति-मल्लं मल्लिमभिष्टुमः ॥२१॥ દેવ, અસુર અને મનુષ્યના પતિ એવા ઈદ્ર ચક્રવર્યાદિરૂપી મયૂરેને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં અાવત હસ્તિ જેવા “શ્રી મહિનાથ”ની અમે સ્તુતિ કરીએ છીએ. આ ૨૧ છે जगन्महामोहनिद्रा-प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥२२॥ સર્વ જગના લેકની મેહનીય કર્મરૂપી નિદ્રામાં પ્રભાતકાળના જેવા “શ્રી મુનિસુવ્રતનાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. જે ૨૨ છે * અતિશય દરેક તીર્થકરને ૭૪ હોય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ મ’ગળાચરણ, સગ ૧ વા. तो मां मूर्ध्नि, निर्मलीकारकारणम् । वारिप्लवा इव नमेः, पांतु पादनखांशवः ॥२३॥ નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતા એવા જળના પ્રવાહની માક (આત્માને) નિ`ળ કરવાના કારણરૂપ “શ્રી નમિ” ભગવાનના ચરણનાનખાના કિરણા તમારી રક્ષા કરી. ॥ ૨૩ ॥ यदुवंशसमुद्रेदुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूसाद्वोऽरिष्टनाशन ||२४|| યદુવ શરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્માંરૂપી વનખંડમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમિ” ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. ૫ ૨૪ ૫ कमठे धरणेंद्रे च, स्वोचितं कर्म कुर्वति । प्रभोस्तुल्यमनोवृत्तिः, पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ २५ ॥ કમઠ અને ધરણેન્દ્ર, કે જે પાતપેાતાના ચેાગ્ય કર્મી કરતા હતા, તથાપિ તે ઉપર જેમની મનેાવૃત્તિ સરખી છે એવા શ્રી પાર્શ્વનાથ” પ્રભુ તમારી જ્ઞાન લક્ષ્મીને માટે થાઓ. ॥ ૨૫ L कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः ईषद्बाष्पादयोर्भद्रं श्रीवीरजिननेत्रयोः ॥२६॥ જે શ્રી વીરભગવાન”ના નેત્રા, અપરાધ કરનારા પ્રાણી ઉપર પણ દયાને સૂચવનારી કીકીઓવાળા છે અને (તેવી દયાવડે જ) જરા અશ્રુથી ભીંજાયેલા થઈ ગયેલા છે તેવા તે નેત્રાનું કલ્યાણ થાઓ. ॥ ૨૬ u + આ લેાકમાં મઠ અને ધરણેન્દ્ર પેાતાને યાગ્ય કામ કરતા હતા, તેા પણ તેમાં પ્રભુની તુલ્ય મનોવૃત્તિ હતી.” એવા અ બતાવી ગ્રંથકર્તાએ પાર્શ્વનાથ ભગવાનનું અપૂર્વ સમષ્ટિમાહાત્મ્ય બતાવ્યું છે; કારણ કે કમઠ તાપસ જે પ્રભુના પૂર્વભવના વૈરી હતા તે “મેષમાળી” નામે દેવતા થયા હતા, તે પેાતાને યોગ્ય ક્રમ (ઉપસર્ગ) કરતા હતા, અને જે ધરણેદ્ર હતો તેને પ્રભુએ પૂર્વી ભવમાં (સર્પાવતારમાં) અગ્નિથી બચાવ્યા હતા, તેથી તે ધરશેદ્ર થઈ પ્રભુના ઉપસર્ગને દૂર કરવારૂપ પેાતાને યેાગ્ય ક્રમ કરતા હતા, તથાપિ પ્રભુએ તે બન્નેમાં મનાવૃત્તિ તુમ રાખી તે અપૂ સમદષ્ટિમાહાત્મ્ય છે. * આ લેાકના ભાવા ઉપર એક એવી કથા છે કે સગમ” નામના દેવતાએ મહાવીરસ્વામીને છ માસ સુધી ઉપસ કર્યાં હતા, તથાપિ મહાવીરસ્વામી કઇ પણ ક્ષેાભ પામ્યા ન હતા. આવી ભગવાનની દતા જોઈ તે દેવે સ્વર્ગમાં જવાની ઇચ્છાથી પ્રભુને કહ્યું—“હે દેવ ! હે આમ ! તમે સ્વેચ્છાથી ભિક્ષા માટે કા, હવે હું તમને ઉપદ્રવ કરીશ નહિં.” આવુ તેનુ કહેવું સાંભળી મહાવીરસ્વામીએ કહ્યું હું સ્વેચ્છાથી જ ભિક્ષા માટે કરું છું, કાઈના કહેવાથી નથી કરતા.' આવું પ્રભુનું વચન સાંભળી તે દૈવ સ્વસ્થાને જવા ચાહ્યા, એટલે તેને જોઇ મહાવીરસ્વામીના નેત્રમાં અશ્રુ આમાં ૐ; અહા ! આ દેવ મને ઉપસર્ગ કરવાથી ક` બાંધવાને લીધે દુ:ખી થશે.' જુઓ, કેવી પ્રભુની માળુતા ! Page #28 -------------------------------------------------------------------------- ________________ ॥ श्री ऋषभदेव ॥ DOOOOOOO 000000 VUUUUUU monannon T UUUUUN ROOOOOO D 000000 COCOCO आदिमं पृथ्वीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभस्वामिनं स्तुमः ॥१॥ Education.iriternational Page #29 -------------------------------------------------------------------------- ________________ WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW ગાલ, હે શું ઉ ઉ ઉ ઉ ઉ © ઉપર કહેલા ૨૪ તીર્થકરના તીર્થોની અંદર બાર ચક્રવતી, નવ અર્ધ ચક્રવતી’ નવ બળદેવ અને નવ પ્રતિવાસુદેવ થયેલા છે. એ સર્વે આ ભરતક્ષેત્રમાં અવસપિણ કાળની અંદર થયેલા ત્રિષષ્ટિ (૬૩) શલાકા પુરુષ છે. તેમાંના કેટલાએકને મેક્ષલક્ષમી પ્રાપ્ત થયેલી છે અને કેટલાએકને થવાની છે. શલાકાપુરુષપણાથી શોભતા એવા તેઓનું ચરિત્ર અમે કહીએ છીએ; કારણ કે મહાત્મા જનેનું કીર્તન કરવું તે કલ્યાણ અને મોક્ષનાં સ્થાનરૂપ છે. તેમાં પ્રથમ ભગવાન રાષભદેવજીનું ચરિત્ર, તેમના સમક્તિપ્રાપ્તિના કારણરૂપ એવા પ્રથમ ભવથી માંડીને કહીએ છીએ. અસંખ્ય સમુદ્ર તથા અસંખ્ય દ્વીપરૂપી કંકણવડ અને વજનમય વેદિકાવડે વીંટાઈ રહેલે જંબુદ્વિપ નામે દ્વીપ છે. નદીઓ, ક્ષેત્રે અને વર્ષધરર પર્વતેથી શોભતા એવા તે જંબુદ્વીપના મધ્ય ભાગમાં જાણે તેની નાભિ હોય તે સુવર્ણ ને રત્નમય મેરુપર્વત આવેલો છે. તે લાખ જન ઉંચો છે. ત્રણ મેખળાથી શેતે છે. ચાલીશ એજનની તેની ઉપર ચૂલિકા છે અને તે અહં તેના થી ઘણે શેભી રહ્યો છે. તેની પશ્ચિમ તરફના ભાગમાં રહેલા વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે એક ક્ષિતિમંડલના મંડનરૂપ નગર છે. તે નગરમાં ધર્મકર્મમાં સાવધાન અને ઘણી સમૃદ્ધિએ ભતે પ્રસન્નચંદ્ર નામે ઇંદ્ર સમાન રાજા હતું. તે નગરમાં સર્વ સરિતાઓનું સ્થાન જેમ સમુદ્ર છે તેમ સર્વ સંપત્તિઓના સ્થાનરૂપ અને યશરૂપી ધનવાળો ધન નામે એક સાર્થવાહ રહેતો હતો. મોટી ઈચ્છાવાળા તે સાર્થવાહ પાસે કેઈની ધારણામાં ન આવી શકે તેટલી તથા ચંદ્રકાંતિની માફક પપકાર કરવારૂપ ફળવાળી ઘણી લક્ષમી હતી. હમેશાં સદાચારરૂપી નદીના પ્રવાહ માટે પર્વત સમાન અને સર્વ પૃથ્વીને પવિત્ર કરનાર તે ધનશેઠ સર્વને સેવા કરવા ગ્ય હતું. તેનામાં યશરૂપી વૃક્ષના અમેઘપ બીજની જેવા ઔદાર્ય, ગાંભીર્ય અને વૈર્ય વગેરે ગુણે હતા. તે સાર્થવાહને ઘેર કણના ઢગલાની પેઠે રત્નના ઢગલા હતા અને ગુણેની માફક દિવ્ય વસ્ત્રોના ઢગલા હતા. જળ જતુઓથી જેમ સમુદ્ર શેભે તેમ ઘેડા, ખચ્ચર, ઊંટ અને બીજા ૧ એ સર્વે તે ભવમાં અથવા આગામી ભવમાં નિશ્ચયે મોક્ષગામી હોવાથી તેઓ શલાકા પુરુષ કહેવાય છે. ૨ વર્ષ ક્ષેત્ર તેને જુદા પાડનાર તે વર્ષધર-પવન. ૩ પ્રથમ મેખળાએ નંદન વન, બીજી મેખળાએ એમનસ વન અને બીજી મેખળાએ પાંડક વન છે. ૪ પૃથ્વીમંડળના. ૫ સફળ. Page #30 -------------------------------------------------------------------------- ________________ શારી. ધન સાર્થવાહની વસંતપુર જવાની તૈયારી. સગ ૧ લે. વાહનેથી તેનું ભવન ભતું હતું. સર્વ શારીરિક વાયુમાં પ્રાણવાયુની પેઠે તે સાર્થવાહ ધનાઢય, ગુણ અને કીર્નિવંત લેકેમાં અગ્રેસર હતો. જેમ મહા સરોવરની નજીકની ભૂમિ તેનાં ઝરણુવડે પૂરાઈ જાય છે તેમ ઘણું દ્રવ્યવાળા તે સાર્થવાહના ધનથી તેના સેવક ભરપૂર થઈ ગયા હતા. એક વખત જાણે મૂર્તિમંત ઉત્સાહ હોય એવા તે સાર્થવાહે મોટા ઉપસ્કર લઈને વસંતપુર જવાની ઈચ્છા કરી. ત્યારે તેણે સવ નગરમાં પિતાના માણસ પાસે પટલ વગડાવી એવી ઘોષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાના છે, માટે જેઓ તેમની સાથે જવા ઈચ્છતા હોય તે ચાલે. જેને પાત્ર નહિ હોય તેને તે પાત્ર આપશે, જેને વાહન નહિ હોય તેને વાહન આપશે, જેને સહાય નહિ હોય તેને સહાય આપશે અને જેને પાથેય (ભાનુ) નહિ હોય તેને પાથેય આપશે. માર્ગમાં ચોર લેકેથી અને શીકારી પ્રાણીઓના ઉપદ્રવથી તે સર્વની રક્ષા કરશે. જે કઈ અશક્ત હશે તેઓનું પિતાના બધુની માફક તે પાલન કરશે.” આવી રીતે ઉદ્દઘોષણા કરાવીને કુળસ્ત્રીઓએ જેનું મંગળ કર્યું છે એવા આચાર યુક્ત સાર્થવાહે સારા મુહૂ રથમાં બેસી પ્રસ્થાન કર્યું. પ્રયાણ વખતે જાણે તેની તરફથી બેલાવનારા માણસો હોય એવા તેના ભેરી વાઘના ભાકાર શબ્દોથી વસંતપુર જવાની ઈચ્છાવાળા સર્વે લોકે નગર બહાર નીકળ્યા. એ સમયે સાધુચર્યાથી અને ધર્મથી પૃથ્વીને પવિત્ર કરતા ધમશેષ આચાર્ય સાર્થવાહ પાસે આવ્યા. આચાર્યને જોઈ સંજમથી ઊઠી હાથ જેડી, સૂર્યની માફક તપની કાંતિથી પ્રકાશમાન એવા તે આચાર્યને સાર્થવાહે વંદન કરી. પછી આગમનનું કારણ પૂછ્યું, એટલે “અમે તમારી સાથે આવશું” એમ આચાર્ય મહારાજે કહ્યું. એવું સાંભળી સાર્થવાહે કહ્યું. હે ભગવન! આજે હું ધન્ય થયે કે આપ જેવા સાથે લઈ જવા લાયક મારી સાથે આવે છે. આપ ખુશીથી મારી સાથે ચાલે. પછી સાર્થવાહે પોતાના રસોઈ કરનારાઓને આજ્ઞા કરી– આ આચાર્યને માટે તમારે હમેશાં અન્નપાનાદિક તૈયાર કરવું.” સાર્થવાહની એવી આજ્ઞા થતાં આચાયે કહ્યું- સાધુઓને પિતાને અર્થે કરેલે, કરાવેલો અને સંકલ્પ કરેલો ન હોય તે જ આહાર કરે છે. તે સાથે પતિ ! વાવ, કૂવા અને તળાવમાં રહેલું જળ પણ અગ્નિ વગેરે શસ્ત્રો સિવાય અચેત થતું નથી તેથી સાધુઓને ક૯૫તું નથી, એવી જિનૅદશાસનમાં આજ્ઞા કરેલી છે. એવા વખતમાં કઈ પુરુષે આવીને ભ્રષ્ટ થયેલા સંધ્યાકાળનાં વાદળાંની જેવાં સુંદર વર્ણનાં પાકેલાં આમ્રફળથી ભરેલો એક થાળ સાથવાહની પાસે મૂકો. ધન સાર્થવાહે ઘણા હર્ષવાળા મનથી આચાર્યને કહ્યું-આપ આ કળા ગ્રહણ કરી મારા ઉપર અનુગ્રહ કરે.” આચાર્યે કહ્યું-“હે શ્રદ્ધાળુ! આવાં સચિત્ત ફળને સ્પર્શ કર પણ મુનિને કપે નહિ, તે તેનું ભજન કરવું તો કેમજ કલ્પે?” સાર્થવાહે કહ્યું-“અહો! તમે તે કેઈમહાદુષ્કર વ્રતને ધારણ કરનારા છે. આવા વ્રતને દક્ષ છતાં પણ પ્રમાદી પુરુષ એક દિવસે પણ ધારણ કરી શકે નહિં; તથાપિ આપ સાથે ચાલે; જે આપને કલ્પતું હશે તેવું અનાદિક હું આપને આપીશ.” એવી રીતે કહી નમસ્કાર કરી, તેણે મુનિને વિસર્યા. પછી સાર્થવાહ મોટા તરંથી જેમ સમુદ્ર ચાલે તેમ ચંચળ ઘોડા, ઊંટ, શકટ અને બળદ સહિત ચાલવા લાગ્યું. આચાર્ય પણ જાણે મૂર્તિમંત થયેલા મૂળ ગુણ અને ઉત્તર ગુણ હોય એવા સાધુએથી આવૃત્ત થઈ ચાલવા લાગ્યા. સર્વ સંઘની આગળ ધનસાર્થવાહ ચાલતે કરિયાણ. + ઢોલ ટી પાવીને. Page #31 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ધન સાર્થવાહનું પ્રયાણ હત, તેની પાછળ સાર્થવાહને મિત્ર મણિભદ્ર ચાલતું હતું અને બંને બાજુએ અવારિત અસ્વારેને સમૂહ ચાલતું હતું. તે સમયે સાર્થવાહે શ્વેત છત્રથી જાણે શરદૂઋતુના મેઘમય હાય તેવું અને મયૂર છત્રોથી જાણે વર્ષાઋતુના મેઘમય હોય તેવું આકાશ કરી દીધું હતું. ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે છે તેમ તે સાર્થવાહનાં દુહ ઉપકરને ઊંટ, - બળદ, સાંઢ, ખચ્ચર અને ખરેએ વહન કર્યો હતે. વેગથી જેઓના ચરણપાત જણાતા નથી તેથી જાણે મૃગલા હોય અને પૃષ્ટ ઉપર ગુણે લાદેલી છે તેથી જાણે ઊંચી પાંખવાળા હોય તેવા ઊંટે ઝડપથી ચાલતાં હતાં. અંદર બેઠેલા યુવાન લોકોને ક્રીડા કરવાને યોગ્ય ગાડાંઓ જાણે ચાલતાં ઘર હોય તેવાં શોભતાં હતાં. મોટી કાયાવાળા અને મોટા સ્કંધવાળા મહિલે જાણે પૃથ્વી પર આવેલા મેઘ હોય તેમ જળને વહન કરી લોકેની તૃષાને નાશ કરતા હતા. તે સાર્થવાહના ઉપસ્કરના ભારથી આક્રાંત થયેલી પૃથ્વી તરફ થતા એવા શકટેના ચીત્કાર શબ્દથી શબ્દ કરતી હોય તેવી જણાતી હતી. બળદોથી, ઊંટથી અને ઘોડાઓથી ઊડેલી રજ આકાશમાં ચેતરફ એવી રીતે વ્યાપી ગઈ કે, જેથી સેયથી વીંધાઈ શકાય તે અંધકાર થઈ ગયે. દિશાઓના મુખભાગને બધિર કરનારા સાંઢના ઘંટાના રણુત્કારથી ચમરી મૃગે, પિતાનાં બચ્ચાંઓ સાથે દૂરથી જ ઊંચા કાન કરી ત્રાસ પામતાં હતાં. મોટા ભારને વહન કરનારાં ઊંટે ચાલતાં ચાલતાં પણ પિતાની ગ્રીવાઓ વાળીને વૃક્ષોના અગ્રભાગને વારં વાર ચાટતાં હતાં. જેઓના પૃષ્ટ ઉપર છાલકા મૂકેલા છે એવા ગધેડાઓ પોતાના કાન ઊંચા કરી અને ગ્રીવાઓ પાંસરી કરી પરસ્પર એકબીજાને દાંતવડે ડંસ કરતા કરતા પછવાડે રહેતા હતા. દરેક દિશાઓમાં હાથમાં હથિયાર ધારણ કરીને રહેલા રક્ષકોથી વીંટાયેલો તે સાર્થ જાણે વજના પંજરમાં રહ્યો હોય તેમ માર્ગે ચાલતું હતું. મસ્તક ઉપર મહામૂલ્ય મણિને ધારણ કરનારા ભુજંગની પેઠે ઘણા અર્થ (દ્રવ્ય)ને વહન કરનારા તે સંઘથી ચાર લોકે દૂર જ રહેતા હતા. નિર્ધન અને ધનાથના ગ ક્ષેમમાં એક સરખા ઉદ્યમવાળે તે સાર્થવાહ, યૂથપતિ હાથી જેમ નાના હાથીઓને લઈને ચાલે તેમ સર્વની સંધાતે ચાલવા લાગ્યું. લોચનેને પ્રફુલ્લ કરી સર્વ લોકેએ આદર કરેલો તે સાર્થવાહ સૂર્યની પેઠે દિવસે દિવસે પ્રયાણ કરવા લાગ્યું. તેવા વખતમાં સરેવર અને નદીઓનાં જળને રાત્રિઓની પેઠે સંકેચ કરનારે, પાંથજનેને ભયંકર અને મહાઉત્કટ એ ગ્રીષ્મઋતુને સમય આવ્યો. ભઠ્ઠીની અંદરનાં કાકોની જેવા ઘણું દુસહ પવન વાવા લાગ્યા. સૂર્ય પોતાના અગ્નિના કણિયાની જેવા તડકાને તરફ પ્રસારવા લાગ્યું. તે સમયે સંઘના પથ લોક સમીપ ભાગે આવતાં ઝાડે ઝાડે વિશ્રામ લેવા લાગ્યા અને પાણીની પરબે પરબે પ્રવેશ કરી જળપાન કરીને આળોટવા લાગ્યા. મહિષે નિઃશ્વાસેથી જાણે પ્રેરેલી હોય તેવી પિતાની જિલ્લાઓનું આકર્ષણ કરવા લાગ્યા અને નિષેધ કરનાર પુરુષોના શબ્દોનું અપમાન કરીને નદીના કાદવની અંદર પ્રવેશ કરવા લાગ્યા. પરણના ઘા પડતા હતા તે પણ સારથીઓનું અપમાન કરીને વૃષભે કુમાગે રહેલાં વૃક્ષો પાસે વારંવાર જવા લાગ્યા. સૂર્યનાં તપેલાં લેઢાની સાયના જેવા કિરણેથી મીણના પિંડની જેમ પશુ અને મનુષ્યનાં શરીરે ચારેતરફ ઓગળવા લાગ્યાં. સૂર્ય હમેશાં પિતાનાં કિરણોને તપાવેલા લોઢાનાં ફળોની જેવાં કરવા લાગે અને પૃથ્વીની રજ માર્ગમાં નાંખેલા છાણાના અગ્નિની જેવું વિષમપણું ધારણ કરવા લાગી. * આ વાયુ પૃથ્વીની નીચે આધારભૂત છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ગ્રીષ્મ તથા વર્ષ તુનું વર્ણન સર્ગ ૧ છે. સાર્થવાહની સ્ત્રીઓ માર્ગમાં આવતી નદીઓમાં પેસી કમલિનીનાં નાળવા ગ્રહણ કરી કરીને પિતાના ગળામાં નાખવા લાગી, સાથેની પુરંધીએ પસીના વડે ભીંજાયેલાં વસ્ત્રોથી જાણે જળાદ્રિ થયેલી હોય તેમ માર્ગમાં ઘણું ભવા લાગી. પાંથલોકો પલાશ, તાલ, હિતાલ, કમલ અને કદલી પત્રોના પંખા કરી ઘામથી થયેલા શ્રમને છેદ કરવા લાગ્યા. પછી ગ્રીમઋતુની સ્થિતિની પેઠે પ્રવાસીઓની ગતિને નાશ કરનાર મેઘનાં ચિહ્નવાળી વર્ષાઋતુ આવી. આકાશમાં યક્ષની માફક ધનુષ્યને ધારણ કરતે અને ધારરૂપી બાણેની વૃષ્ટિ કરતે વરસાદ ચઢી આવ્યું. સર્વ સંઘના લોકેએ તેને ઘણા ત્રાસથી જે તે મેઘ સળગાવેલા ઉબાડીઆની પેઠે વીજળીને ભમાવીને બાળકોની પેઠે સંઘના સર્વ લેકીને બીવરાવવા લાગ્યો. આકાશ સુધી ગયેલા અને પ્રસરતા એવા જળના પૂરોએ પાથેનાં હૃદયની પિઠે નદીઓના વિશાળ તટને તોડી નાંખ્યા. મેઘના જળોએ પૃથ્વીના ઊંચા નીચા ભાગને સ કર્યો, કેમકે જડ પુરૂનો ઉદય થાય તે પણ તેને વિવેક કયાંથી આવે ? જળ, કાંટા અને કાદવથી માર્ગના દુર્ગમપણને લીધે એક ગાઉ પણ સે યેાજન જે થવા લાગ્યો. પાંથલેકે પિતાના જાનુ સુધી નવા કાદવમાં સંલગ્ન થવાથી જાણે બંધનમાંથી મુકત થયા હોય તેમ ધીમે ધીમે ચાલવા લાગ્યા. દરેક રસ્તે પાંથલેકેને અટકાવવાને જાણે દુષ્ટ દેવે પ્રવાહના મિષથી પિતાના બાહુરૂપી ભેગળને પસાર્યા હોય તેવા જળપ્રવાહ જણવા લાગ્યા. શકટે કાદથી વિકટ થયેલા રસ્તામાં તરફ ખેંચી જવા લાગ્યાં, તે પૃથ્વીએ જાણે પિતાના ઘણા કાળથી થયેલા મનના રેષથી ગ્રસ્ત કર્યા હોય તેવાં જણાવા લાગ્યા. ઊંટને ચલાવનારાઓએ માગમાં નીચે ઉતરી રજજુને ધારણ કરીને આકર્ષણ કરેલાં ઊંટ પિતાના ચરણે ભ્રષ્ટ થવાથી પગલે પગલે પડવા લાગ્યાં. વર્ષાઋતુથી માર્ગનું આવું દુર્ગમ પણું થયેલું જોઈ ધનસાર્થવાહે તે મહાઅટીમાં તંબુઓ નાખીને નિવાસ કર્યો. ત્યાં સર્વે લેકે એ વર્ષાઋતુ નિગમન કરવાને માટે આશ્રમે ક્ય, કેમકે દેશકાળને ઉચિત કિયા કરનારાઓ દુખી થતા નથી. સાર્થવાહના મિત્ર મણિભદ્ર જતુ રહિત પૃથ્વી ઉપર રહેલ ઉટજરૂપી૪ ઉપાશ્રય બનાવ્યો, એટલે તેમાં સાધુ સહિત આચાર્યો નિવાસ કર્યો. સંઘના લેકે ઘણું હોવાથી અને વર્ષાઋતુને લાંબો વખત હોવાથી સર્વની પાસે ભાત અને ઘાસ વગેરે ખૂટી ગયું, તેથી સર્વે સાથેવાસીઓ સુધાત્ત થઈ મલિન વસ્ત્રવાળા તાપસની પેઠે કંદમૂળાદિક ભક્ષણ કરવાને આમતેમ ફરવા લાગ્યા. સાથેના લેકેની આવી દુઃખી હાલત જોઈ સાર્થવાહના મિત્ર મણિભદ્રે એક દિવસે સાયંકાળે તે સર્વ વૃત્તાંત સાથે વાહને નિવેદન કર્યો. તે સાંભળી સંઘના લોકોના દુઃખની ચિંતામાં, પવન રહિત સમયે નિષ્કપ થયેલા સમુદ્રની પેઠે સાર્થવાહ નિશ્ચળ થઈ ગયે. એવી રીતે ચિંતામગ્ન થયેલા સાર્થવાહને ક્ષણમાત્રમાં નિદ્રા આવી ગઈ. “જ્યારે અતિ દુઃખ કે અતિ સુખ આવે ત્યારે તત્કાળ નિદ્રા આવી જાય છે, કેમકે તે બંને નિદ્રાનાં મુખ્ય કારણ છે.” તેવામાં રાત્રિને છેલ્લે પહાર થયો એટલે અશ્વશાળાને કઈ ભદ્રિક આશયવાળે પયામરક્ષક નીચે પ્રમાણે બોલ્યા, “ દરેક દિશાઓમાં જેની કીર્તિ વિસ્તાર પામી છે એવા અમારા સ્વામી વિષમ દશાને ૧ પીઓ. ૨ અહીં જડના બીજા અર્થમાં જળ સમજવું. ગાડાંઓ. ૪ ઝુંપડી. ૫ પહેરગીર. Page #33 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ધનસાર્થવાહને થયેલ ખેદ. પ્રાપ્ત થયા છે, તે પણ પિતાના શરણાગતનું પાલન સારું કરે છે !” આવી તેની વાણી સાંભળી સાર્થવાહે વિચાર કર્યો કે-“આવું બેલી કેઈમાણસે મને ઉપાલંભ દી જણાય છે. મારા સંઘમાં દુઃખી માણસ કેણ છે? અરે! મારા જાણવામાં આવ્યું કે-મારી સાથે ધર્મઘોષ આચાર્ય આવેલા છે, જેઓ અકૃત અકારિતર પ્રાસુક ભિક્ષાથી જ ફક્ત ઉદરપોષણ કરનારા છે અને કંદ, મૂળ તથા ફળાદિ પદાર્થોને કઈ વખત સ્પર્શ પણ કરતા નથી. હમણાં આવા દુખિત સાર્થને વિષે તેઓ કેમ વર્તતા હશે ? અહે ! જે આચાર્યને માર્ગનાં સર્વ કૃત્ય સાચવવાનું અંગીકાર કરીને હું મારી સાથે આ માર્ગે લાવ્યો, તેઓનું હું આજે જ સ્મરણ કરું છું. મેં મૂખે આ શું કર્યું ? આજ સુધી જેઓનું વાણીમાત્રથી પણ ઉચિત સાચવ્યું નથી, તેઓને આજે હું કેવી રીતે મુખ બતાવીશ ? તથાપિ આજે તેમનું દર્શન કરીને હું મારા પાપનું પ્રક્ષાલન તે કરુ; કારણ કે તે સિવાય સર્વ વસ્તુની ઇચ્છા રહિત એવા તે પુરુષનું મારે શું કામ કરવું ?” આવી ચિંતામાં મુનિદર્શનને માટે ઉત્સુક થયેલા સાથે વાહને રાત્રિને ચોથ પ્રહર બીજી રાત્રિના જેવડે થઈ પડે. પછી રાત્રિ વીતી ગઈ, એટલે પ્રભાતમાં ઉજજવળ વસ્ત્રાભૂષણ ધારણ કરી સાર્થવાહ પિતાના મુખ્ય માણસોને સાથે લઈ સૂરિના આશ્રમ પ્રત્યે ગયો. ત્યાં જઈ પલાશના આચ્છાદનથી આચ્છાદિત થયેલા, છિદ્રવાળા, તૃણની ભીતોવાળા અને નિર્જીવ ભૂમિ ઉપર રચેલા એવા આશ્રમમાં તેણે પ્રવેશ કર્યો. ત્યાં પાપરૂપી સમુદ્રના જાણે મંથન કરનાર હોય, મેક્ષના જાણે માર્ગ હોય, ધર્મના જાણે મંડપ હોય અને તેજના જાણે સ્થાન હોય એવા ધર્મ ઘેષ મુનિને તેણે જોયા. તેઓ કષાયરૂપી પગુલ્મમાં હિમ જેવા, કલ્યાણલક્ષ્મીના હાર જેવા, સંધના અદ્વૈત ભૂષણ જેવા અને મોક્ષની ઈચ્છાવાળા પુરુષને કલ્પવૃક્ષ જેવા લાગતા હતા, જાણે એકત્ર થયેલ તપ હાય, મૂર્તિમાન આગમ હોય, તીર્થને પ્રવર્તાવનાર તીર્થકર હોય એવા તેઓ શોભતા હતા. તેમની આસપાસ બીજા મુનિઓ બેઠા હતા, જેમાંનાં કોઈએ પિતાને આત્મા ધ્યાનને આધીન કર્યો હતે, કેઈએ મૌનવ્રત અવલંબન કર્યું હતું, કઈ કાર્યોત્સર્ગમાં રહ્યા હતા, કેઈ આગમનું અધ્યયન કરતા હતા, કોઈ વાચના આપતા હતા, કેઈ ભૂમિ પ્રમાજંન કરતા હતા, કેઈ ગુરુને વંદન કરતા હતા, કોઈ ધર્મકથા કરતા હતા, કેઈ ઋતને ઉપદેશ કરતા હતા, કઈ અનુજ્ઞા આપતા હતા અને કેઈ તને કહેતા હતા. સાર્થવાહ. પ્રથમ આચાર્યને અને પછી અનુક્રમે સર્વ સાધુઓને વંદના કરી. તેઓએ તેને પાપનો નાશ કરનાર “ધર્મલાભ” આપે. પછી આચાર્યને ચરણકમળની પાસે રાજહંસની પેઠે બેસી સાર્થવાહે આનંદ સહિત નીચે પ્રમાણે કહેવાનો આરંભ કર્યો– હે ભગવન! આપને મારી સાથે આવવાનું કહેતાં મેં શરઋતુના મેઘની નાની માફક મિથ્થા સંભ્રમ દેખાડ્યો, કેમકે તે દિવસથી આરંભીને આજ સુધી મેં આપનું દર્શન કર્યું નહિ, વંદના કરી નહિ અને અન્નપાન તથા વસ્ત્રાદિકથી આપને કયારે પણ સત્કાર કર્યો નહિ. જાગ્રત છતાં સુષુપ્તાવસ્થામાં રહેલા એવા મેં આ શું કર્યું? આપની અવજ્ઞા કરી, પિતાનાં વચનને ભંગ કર્યો. હે મહારાજ ! આ મારા પ્રમાદાચરણને માટે 1 પિતાને અર્થે નહી કરેલ ૨ નહીં કરાવેલ, ૩ જીવ બહન ચત્ત.) : ધોઈ નાખવું, ૫ એક જાતનું ઘાસ, ૬ નિદ્રાવસ્થા. A - 2 Page #34 -------------------------------------------------------------------------- ________________ ધનસાર્થવાહે આપેલ મુનિદાન સર્ગ ૧ લે. આપ ક્ષમા કરે. મહાત્મા લેક સર્વ સહન કરવાથી હમેશાં સવસહાની ઉપમાને પામેલા જ હોય છે.” આવું સાર્થવાહનું વચન સાંભળી સૂરિએ કહ્યું – “સાર્થવાહ ! માર્ગમાં હિંસક પશુ ઓથી અને ચાર લોકોથી તમે અમારી રક્ષા કરી છે તેથી અમારો સર્વ પ્રકારને સત્કાર તમે કર્યો છે. તમારા સંઘના લેકે જ અમને ગ્ય અન્નપાનાદિ આપે છે તેથી અમને કંઈ પણ દુઃખ થયું નથી; માટે હે મહામતિ ! જરા પણ ખેદ કરશે નહીં. ” સાર્થવાહે કહ્યું સંત પુરુષે નિરંતર ગુણને જ જુએ છે, તેથી આપ દેષ સહિત એ જે હું તેને માટે એ પ્રમાણે કહે છે, પરંતુ હું હવે સર્વ રીતે મારા પ્રમાદથી લજિજત થાઉં છું માટે આપ પ્રસન્ન થાઓ અને સાધુઓને આહાર લેવા મારી સાથે મોકલે, જેથી હું ઈછાં પ્રમાણે આહાર આપું.” સૂરિ બોલ્યા-“વર્તમાન યુગવડે જે અકૃત, અકારિત અને અચિત્ત અન્નાદિક હોય તે અમારા ઉપયોગમાં આવે છે એમ તું જાણે છે.” એવી રીતે સૂરિએ કહ્યા પછી “જે આપને ઉપયોગમાં આવશે તે જ હું સાધુઓને વહેરાવીશ..” એમ કહી નમસ્કાર કરી સાર્થવાહ પિતાના આવાસ પ્રત્યે ગયે. તેની પછવાડે જ બે સાધુ વહોરવાને ગયા, પણ દૈવયોગે તેના ઘરમાં સાધુને વહેરાવવા ગ્ય કાંઈ પણ અન્નપાનાદિક તે સમયે હતું નહીં. પછી સાર્થવાહે આમતેમ જોવા માંડયું, તેવામાં જાણે પિતાનું નિર્મળ અંત - કરણ હોય તેવું તાજું ધૃત જોવામાં આવ્યું. સાર્થવાહે કહ્યું-આ “ તમારે ક૯પશે ?” એટલે સાધુએ ઈચ્છું છું” એમ કહી પાત્ર ધર્યું. પછી હું ધન્ય થયે, હું કૃતાર્થ થયે, હું પુણ્યવંત થયે,” એવું ચિંતવન કરવાથી જેનું શરીર માંચિત થયું છે એવા સાથે પતિએ સાધુને સ્વહસ્તે ઘ્રત વહોરાવ્યું, જાણે આનંદાશ્રવડે કરીને પુણ્યાંકુરને ઉત્પન્ન કરતો હોય એવા તે સાર્થવાહે વ્રતદાન કર્યા પછી તે બે મુનિને વંદના કરી, એટલે મુનિઓ સર્વ કલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર જે “ધર્મલાભ” આપી નિજાશ્રમ પ્રત્યે ગયા. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ અને દુર્લભ એવું બેધિબીજ પ્રાપ્ત થયું, રાત્રે ફરીને સાર્થવાહ મુનિઓના આશ્રમમાં ગયે. ત્યાં આજ્ઞા માગી, ગુરુમહારાજને વંદન કરી બેઠે, એટલે ધર્મઘોષસૂરિએ તેને મેઘના જેવી ગિરાથી શ્રુતકેવળીના જેવી નીચે પ્રમાણે દેશના આપી– ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મેક્ષને આપનાર છે અને સંસારરૂપી વનને ઉલ્લંઘન કરવામાં માર્ગ દેશક છે. ધર્મ માતાની પેઠે પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની પેઠે ઉજવળ ગુણોને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે સુખને મહા હમ્પ૪ છે, શત્રુરૂપ સંકટમાં વર્મપ છે, શીતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવાને ઘર્મ છે અને પાપના મર્મને જાણનાર છે. ધર્મથી જીવ રાજા થાય છે, ધર્મથી બળદેવ થાય છે, ધર્મથી અર્ધચકી થાય છે, ધર્મથી ચકવરી થાય છે, ધર્મથી દેવ અને ઇંદ્ર થાય છે, ધર્મથી રૈવેયક અને અનુત્તર વિમાનમાં અહમિંદ્ર દેવપણને પામે છે અને ધર્મથી તીર્થકર પદને પણ પ્રાપ્ત થાય છે. જગત્માં ધર્મથી સર્વ પ્રકારની સિદ્ધિ થાય છે. દુર્ગતિમાં પડતા જંતુઓને ધારણ કરે છે તેથી તે “ધમ કહેવાય છે. તે ધર્મ દાન, શીલ, ૧ પૃષી ૨ સમકિત. ૩ માર્ગ બતાવનાર. ૪ મહેલ. ૫ બખાર. ૬ ઉણતા. ૭ વાસુદેવ Page #35 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. શ્રી ધર્મઘોષસૂરિની દેશના ૧૧ તપ અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. તેમાં જે દાનધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન એવા નામથી ત્રણ પ્રકારે કહ્યો છે. ધર્મને નહિ જાણનાર પુરુષને વાચના અને દેશનાદિકનું દાન આપવું અગર જ્ઞાનના સાધનાનું દાન આપવું તે જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાનવડે પ્રાણી પિતાનું હિતાહિત જાણે છે અને તેથી જીવાદિ તને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે. વળી જ્ઞાનદાનથી પ્રાણી ઉજજવળ કેવળજ્ઞાન પામી, સર્વકના અનુગ્રહકારી લેકાગ્ર ઉપર આરૂઢ થાય છે એટલે મોક્ષપદને પામે છે. મન, વચન અને કાયાએ કરીને જીવને વધ કર નહી, કરાવ નહી અને કરનારની અનુમોદના કરવી નહીં તેનું નામ અભયદાન કહેવાય છે. તે જીવ-સ્થાવર અને વ્યસન ભેદથી બે પ્રકારના છે, અને તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકાર છે. પર્યાપ્તપણના કારણરૂપ છ પર્યાપ્તિઓ-આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન એ નામની છે. તે પર્યાપ્તિઓ એકેંદ્રિયને ચાર, વિકલૈંદ્રિયને પાંચ અને પંચંદ્રિય જીને છે એમ અનકમે હોય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તે એકેન્દ્રિય સ્થાવરો કહેવાય છે. તેમાં પહેલાં ચાર છે, તે સૂક્ષમ અને બાદર એવા બે પ્રકારના છે અને વનસ્પતિ પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદવાળી છે. તેમાં પણ સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. ત્રસ જી દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચું. દ્રિય, એમ ચાર પ્રકારના છે. તેમાં પંચેન્દ્રિયના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ છે. જેઓ મન અને પ્રાણ પ્રવૃત્ત કરી શિક્ષા, ઉપદેશ અને આલાપને જાણે છે તે સંશી કહેવાય છે અને તેઓથી વિપરીત તે અસંશી કહેવાય છે. સ્પશન, રસન (જિહુવા ); ધ્રાણ (નાસિકા ), ચક્ષુ અને શ્રેત્ર (કાન) એ પાંચ ઇંદ્રિય છે અને તેઓના અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ વિષયે છે. દ્વિદ્રિય જીવમાં કૃમિ, શંખ, ગંડલા, જળ, કપર્દિકા અને છીપ વગેરે વિવિધ આકૃતિવાળા પ્રાણીઓ છે, જૂ, માંકણુ, મંકડા અને લીખ વગેરેને ત્રીંદ્રિય જંતુઓ કહ્યા છે, અને પતંગ, મક્ષિડા(માખી), ભ્રમર અને ડાંસ વગેરેને ચતુરિંદ્રિય ગણ્યા છે. જળ, સ્થળ ને આકાશચારી તિય, તેમજ નારકી, મનુષ્ય અને દેવતા એ સર્વને પંચેંદ્રિય જીવ કહ્યા છે. આ પ્રકારના સર્વ જીવોના પર્યાય (આયુખ્ય)નો ક્ષય કરે, તેઓને દુઃખ આપવું અને તેઓને કલેશ ઉત્પન્ન કરવો એ ત્રણ પ્રકારે વધ કહેવાય છે. તે ત્રણે પ્રકારના જીવવધને ત્યાગ કરે તેનું નામ અભયદાન કહેવાય છે. જે પુરુષ અભયદાન આપે છે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ આપે છે; કારણ કે વધથી બચાવે જીવ જે જીવે છે તે તેને ચારે પુરુષાર્થ પ્રાપ્ત થઈ શકે છે. દરેક પ્રાણીને રાજ્ય, સામ્રાજ્ય અને દેવરાજ્ય કરતાં પણ જીવિતવ્ય વધારે પ્રિય છે અને તે જ કારણથી અશુચિમાં રહેલા કૃમિને અને સ્વર્ગમાં રહેલા ઈંદ્રને પણ પ્રાણપહારી ભય સરખા છે. માટે સુબુદ્ધિ પુરૂષે નિ૨ ત૨ સંવ જગતને ઈટ એવા અભયદાનને વિષે અપ્રમત્ત થઈને પ્રવર્તવું જોઈએ. અભયદાન દેવાથી મનુષ્ય પરભવે મને હર શરીરવાળો, દીર્ધાયુષી, આરોગ્યવંત, રૂપવંત, લાવણ્યમાન તથા શક્તિમાન થાય છે. ૧ પિતાને હોય તેટલી પર્યાપ્તિ પૂરી કરે તે પતિ કહેવાય છે અને પૂરી કર્યા અગાઉ મરણ પામે છે તે અપર્યાપ્ત કહેવાય છે. ૨ બેઇકી, તેતી અને ચૌરંકી૩ કેડીઓ. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મઘોષસૂરિએ કહેલ દાનનું સ્વરૂપ. રાગ ૧ લે. ધર્મોપગ્રહ દાનના દાયકશુદ્ધ, ગ્રાહકશુદ્ધ, દેયશુદ્ધ, કાળશુદ્ધ અને ભાવશુદ્ધ એવા પાંચ પ્રકાર થાય છે. તેમાં ન્યાયપાર્જિત દ્રવ્યવાળો, સારી બુદ્ધિવાળે, આશંસા વિનાને, જ્ઞાનવાનું તથા આપીને પશ્ચાત્તાપ નહિ કરનારે દાન આપે તે દાયકશુદ્ધ દાન કહેવાય છે. આવું ચિત્ત, આવું વિત્ત અને આવું પાત્ર મને પ્રાપ્ત થયું તેથી હું કૃતાર્થ થયે છું એમ માનનારે તે શુદ્ધ દાયક કહેવાય છે. સાવદ્ય વેગથી વિરકત, ત્રણ ગૌરવથીર વર્જિત, ત્રણ ગુપ્તિ ધારક, પાંચ સમિતિ પાળનાર, રાગદ્વેષથી વર્જિત, નગર–નિવાસ-સ્થાન–શરીરઉપકરણદિકમાં મમતા રહિત, અઢાર સહસ્ત્ર શીલાંગના ધારણ કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનાર, ધીર, સુવર્ણ અને લેહમાં સમદષ્ટિમાન, ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં સ્થિતિ કરનાર, જિતેંદ્રિય, કુક્ષિસંબલ," હમેશાં શકિત પ્રમાણે નાના પ્રકારનાં તપ કરનાર, અખંડિતપણે સત્તર પ્રકારના સંયમને પાળનાર, અઢાર પ્રકારનાં બ્રહ્મચર્યને ધારણ કરનાર-એવા ગ્રાહકને દાન દેવું તે ગ્રાહકશુદ્ધ દાન કહેવાય છે. બેંતાળીશ દેષથી રહિત અશન, પાન, ખાદ્ય, સ્વાદ અને વસ્ત્ર, સંસ્તારકાદિકનું જે દાન તે દેયશુદ્ધ દાન કહેવાય છે. ચાચ કાળે પાત્રને દાન આપવું તે કાળશદ્ધ દાન અને કામના રહિત શ્રદ્ધાથી આપવું તે ભાવશુદ્ધ દાન કહેવાય છે. દેહ વિના ધર્મનું આરાધન થતું નથી અને અન્નાદિક વિના દેહ રહેતે નથી, માટે હમેશાં ધર્મોપગ્રહદાન દેવું. જે માણસ અશનપાનાદિ ધર્મોપગ્રહદાન સુપાત્રને આપે છે તે તીર્થને અવિચ્છેદ કરે છે અને પરમપદને પામે છે. સાવદ્યાગનું જે પ્રત્યાખ્યાન કરવું તેને શીલ કહે છે અને તે દેશવિરતિ તથા સર્વ વિરતિ એવા બે પ્રકારે છે. તેમાં દેશવિરતિના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એવા બાર પ્રકાર છે. સ્થૂલ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ અણુવ્રત જિનેશ્વરે કહ્યા છે. દિગવિરતિ, ભોગપભોગ વિરતિ અને અનર્થદંડ વિરતિ એ ત્રણ ગુણવ્રત કહેવાય છે અને સામાયિક, દેશાવગાશિક, પૌષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. એ પ્રકારને દેશવિરતિ ગુણ શુશ્રુષા વગેરે ગુણવાળા, યતિધર્મના અનુરાગી, ધર્મપચ્ચ ભેજનને ઈચ્છનારા, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણ યુકત સમકિતને પામેલા, મિથ્યાત્વથી નિવૃત્ત થયેલા અને સાનુબંધ ક્રોધના ઉદયથી વર્જિત એવા ગૃહમેધી૧૦ મહાત્માઓને ચારિત્રમેહનીને નાશ થવાથી ઉત્પન્ન થાય છે. સ્થાવર અને ત્રસજીવોની હિંસાદિકનું સર્વથા વર્જવું તે સર્વવિરતિ કહેવાય છે અને તે સિદ્ધરૂપી મહેલ પર ચડવાને નિસરણીરૂપ છે. એ સર્વવિરતિ પ્રકૃતિથી અલ્પ કષાયવાળા, ભવસુખમાં વિરાગી અને વિનયાદિ ગુણેને વિષે રક્ત એવા મહાત્મા મુનિઓને પ્રાપ્ત થાય છે. જે કર્મને તપાવે તે તપ કહેવાય છે. તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. અનશન, ઊંદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ પ્રકારનાં બાહ્ય ૧ પાપસહિત. ૨ રસગૌરવ, અદ્ધિગૌરવ, સાતા ગૌરવ. ૩ મનગુપ્તિ, વચનગુપ્તિ, કામગુપ્તિ ૪ ઈમ સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનનિક્ષેપણ સમિતિ, પાષ્ઠિાપનિકા સમિતિ. ૫ ઉદરપતિ માત્ર જ આહારને ગ્રહણ કરનાર. ૬ સંથારો વગેરે. ૭ વાંછો. ૮ ધર્મના ઉપભ્રંભ–ભૂત દાન. ૯ ધર્મ અવશેચ્છા. ૧૦ ગૃહસ્થ. ૧૧ સંસારસુખથી વિરક્ત, Page #37 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. મંગળપાઠકની વાણી. તપ કહેવાય છે. તથા પ્રાયશ્ચિત, વૈચાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાત્સર્ગ અને શુભ ધ્યાન એ છ પ્રકારનાં અત્યંતર તપ કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનારને વિષે અદ્વિતીચ ભકિત, તેના કાર્યનું કરવું, શુભની જ ચિંતા અને સંસારની નિંદા કરવી તે ભાવના કહેવાય છે. એ ચાર પ્રકારને ધર્મ અપાર ફળ મેક્ષફળ)ને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણથી ભય પામેલા મનુષ્યએ સાવધાન થઈને તે સાધવા ગ્ય છે.” ઉપર પ્રમાણે દેશના સાંભળી ધનશેઠે કહ્યું “ સ્વામિન ! આ ધર્મ ઘણે કાળે મારા સાંભળવામાં આજે આવ્યો છે, આટલા દિવસ સુધી હું મારા કર્મથી ઠગાયો છું. એ પ્રમાણે કહી ગુરુના ચરણકમળને તથા બીજા મુનિઓને વંદન કરી પોતાના આત્માને ધન્ય માનતે પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયે. એવી ધર્મદેશનાથી પરમાનંદમાં મગ્ન થયેલા સાર્થવાહે તે રાત્રિને ક્ષણવત્ નિગમન કરી. શયન કરી ઊઠેલા તે સાર્થવાહના સમીપ ભાગે પ્રાતઃકાળે કેઈમંગળપાઠક સંખના જેવી ગંભીર અને મધુર ધ્વનિવડે આ પ્રમાણે બે -“ધનબંધકારથી મલિન થયેલી, પશ્વિનીની શેભાને ચોરનારી અને પુરુષના વ્યવસાયને હરનારી રાત્રિવર્ષાઋતની પેઠે ચાલી ગઈ છે, જેમાં તેજસ્વી અને પ્રચંડ કિરણવાળે સૂર્ય ઉદય પામેલે છે અને જે પુરુષને વ્યવસાય કરવામાં સહદ સમાન છે એવા આ પ્રાતઃકાળ શરદઋતુના સમયની માફક વૃદ્ધિ પામત જાય છે. જે શરદઋતુના સમયમાં-તત્ત્વબોધવડે બુદ્ધિવંત પુરુષોના મનની પેઠે સરોવર અને સરિતાઓના જળ નિર્મળ થવા લાગ્યાં છે, આચાર્યના ઉપદેશવડે સંશય રહિત થયેલા ગ્રંથની સયના કિરણોથી શુષ્ક પંકવાળા માર્ગો ઘણા સુગમ થયેલા છે. માર્ગના ચીલાની અને ચક્રધારાની અંદર જેમ શકટની શ્રેણિએ ચાલે તેમ નદીઓ પિતાના બંને તટની મધ્યમાં ધીમે ધીમે વહન થવા લાગી છે અને રસ્તાઓ પકવ થયેલા શ્યામ, નીવાર, વાલુંક અને કુંવલાદિકથી જાણે પાંથાનું આતિથ્ય કરતા હોય તેવા જણાય છે. તે શરદઋતુ પવને કરી ચલિત થયેલા ઇક્ષુવનના શબ્દોથી જાણે પ્રવાસીઓને યાનાધિરૂઢ થવાને સમય સૂચવતી હોય તેવી લાગે છે. વાદળાંઓ સૂર્યના પ્રચંડ કિરણેથી તપેલા પાંથલેકેને ક્ષણ વાર છત્રરૂપ થવા લાગ્યા છે. સંઘના સાંઢડાઓ પિતાની કેડ્યોથી ભૂમિનું ભેદન કરે તે જાણે સુખયાત્રા કરવા માટે પૃથ્વીનું વિષમપણું ટાળતા હાયની તેવા જણાય છે. અગાઉ માર્ગમાં જળના પ્રવાહે ગર્જના કરતા અને પૃથ્વી ઉપર ઉછળતા જોવામાં આવતા હતા, તે આ વખતે વર્ષાઋતુના મેઘની માફક નાશ પામી ગયા છે. ફળવડે નમ્ર થયેલી વલ્લીઓથી અને પગલે પગલે નિર્મળ જળનાં ઝરણુથી માર્ગો પથ લેકેને યત્ન સિવાય પાથેયવાળા થયેલા છે; અને ઉત્સાહ ભરેલા ચિત્તવાળા ઉદ્યમી લેકે રાજહંસની પેઠે દેશાંતર જવાને ઉતાવળ કરવા લાગ્યા છે.” મંગલપાઠકના એવા શબ્દ સાંભળીને, “એણે મને પ્રયાણસમય જણાવ્યું એમ વિચારી સાર્થવાહે પ્રયાણભેરી વગડાવી. પૃથ્વી અને આકાશના મધ્ય ભાગને પૂરી દેનાર ભેરીનાદથી, ગેપાલના ગેજીંગના શબ્દથી જેમ ગાયને સમૂહ ચાલે તેમ સર્વ સાથે ત્યાંથી ચાલ્યા. ભવ્ય પ્રાણીરૂપી કમળાને બંધ કરવામાં પ્રવીણ મુનિઓથી પરિવૃત્ત આચાર્ય કિરવડે પરિવૃત્ત સૂર્યની પેઠે ત્યાંથી વિહાર કર્યો. સર્વ સંઘની રક્ષાને માટે આગળ. ૧ તુચ્છ ધાન્ય. Page #38 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારના ક૯પવૃક્ષનું સ્વરૂપ સગ ૧ લો પાછળ અને પાર્શ્વ ભાગમાં રક્ષક પુરુષને રાખીને સાર્થપતિ ધનશેઠે પ્રયાણ કર્યું. સાથે જ્યારે તે મહાટવી ઉતરી ગયે ત્યારે સાર્થપતિની આજ્ઞા લઈ ધર્મઘોષ આચાર્ય ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કરી ગયા. નદીઓનો સમૂહ જેમ સમુદ્રને પ્રાપ્ત થાય તેમ સાર્થવાહ પણ નિવિદનપણે માર્ગનું ઉલ્લંઘન કરી વસંતપુર પહોંચ્યા. ત્યાં થોડા સમયમાં તેણે કેટલાક ઉપસ્કર વેચ્યા અને કેટલાક નવા ગ્રહણ કર્યા. પછી સમુદ્રથી જેમ મેઘ ભરાય તેમ સર્વત્ર દ્રવ્યાદિકથી ભરપૂર થઈ ધનશેઠ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિતપુરે આ. કેટલેક કાળે આયુષ્ય પૂર્ણ થતાં તે કાળધર્મ પામે. મુનિદાનના પ્રભાવથી તે જ્યાં સર્વદા એકાંત સુષમ નામને આરે વતે છે એવા ઉત્તરકુર ક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ તરફ અને જંબૂવૃક્ષના પૂર્વ ભાગમાં યુગલીઆરૂપે ઉત્પન્ન થયો. તે ક્ષેત્રના યુગલીઆએ ત્રીજા દિવસને છેડે ભેજ્ય પદાર્થની ઈચ્છાવાળા, બસ છપ્પન પૃષ્ટ કરંડકે યુક્ત, ત્રણ કેસના શરીરવાળા, ત્રણ પાપમના આયુષ્યવાળા અ૫ કષાયવાળા, મમતા રહિત અને આયુને અંતે એક વખત જેઓને પ્રસવ થાય છે એવા હોય છે. તેઓને એક અપત્યનું જોડલું થાય છે, તેને ઓગણપચાસ દિવસ સુધી પાળીને પછી તેઓ મૃત્યુ પામે છે અને ત્યાંથી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. તે ઉત્તરકુરુ ક્ષેત્રમાં સ્વભાવથી જ શર્કરા જેવી સ્વાદિષ્ટ રેતી છે, શરદુઝતુની ચંદ્રિકા જેવા નિર્મળ જળ છે અને રમણિક ભૂમિ છે. તે ક્ષેત્રમાં માંગ વગેરે દશ પ્રકારના ક૯પવૃક્ષે છે, જેઓ યુગલીઆઓને અયને વાંછિત પદાર્થ આપે છે. તેમાં મઘાંગ નામના કલ્પવૃક્ષે મધ આપે છે; ભૂગાંગ નામના કલ્પવૃક્ષે પાત્ર આપે છે, તુર્યાગ નામના કલ્પવૃક્ષે વિવિધ શબ્દ વડે ઉત્તમ એવા વાજિંત્રે આપે છે, દીપશિખાંગ અને જ્યોતિષ્કાંગ નામના કલ્પવૃક્ષે અદ્દભુત પ્રકાશ આપે છે, ચિત્રાંગ નામના કલ્પવૃક્ષે પુષ્પોની માળાઓ આપે છે, ચિત્રરસ નામના કલ્પવૃક્ષે ભેજન આપે છે, મäગ નામના ક૯પવૃક્ષે આભૂષણ આપે છે, ગેહાકાર નામના કપવો ઘર આપે છે અને અનગ્ન નામના કલ્પવૃક્ષે દિવ્ય વસ્ત્રો આપે છે. એ કલ્પવૃક્ષે નિયત અને અનિયત બંને પ્રકારના અર્થોને આપે છે. ત્યાં બીજા પણ કહ૫વૃક્ષે સર્વ પ્રકારના ઈછિતને આપનારા છે, સર્વ ઈચ્છિત તીથને આપનારા કલ્પવૃક્ષ પ્રાપ્ત થવાથી ધનશેઠને જીવ યુગલી આપણે સ્વર્ગની જેમ વિષયસુખને અનુભવ કરવા લાગ્યા. યુગલીઆનું આયુષ્ય પૂર્ણ કરી તે ધનશેઠને જીવ પૂર્વ જન્મના દાનના ફળથી સૌધર્મ દેવલેકે દેવતા થયો. ત્યાંથી ચ્યવી પશ્ચિમ મહાવિદેહમાંહેની ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વતની ઉપર ગંધાર દેશમાં ગંધઋદ્ધિ નગરને વિષે વિદ્યાધરશિરોમણિ શતબળ નામના રાજાની ચંદ્રકાંતા નામની ભાર્યાની કુક્ષીથી પુત્રપણે ઉત્પન્ન થયો. બળવડે તે મહાબળવાન હોવાથી તેનું “મહાબળ” એવું નામ પાડ્યું. રક્ષકએ રક્ષા કરેલ અને લાલનપાલન કરેલ મહાબળ કુમાર વૃક્ષની પેઠે વૃદ્ધિ પામવા લાગ્યો ચંદ્રની પેઠે અનુક્રમે સર્વ કળાઓથી પૂર્ણ થયેલે તે મહાભાગ લેકેના નેત્રને ઉત્સવરૂપ થયે. યેગ્ય સમય આવ્યે એટલે અવસરને જાણનારા માતા-પિતાએ જાણે મૂતિમતી વિનયલમી હોય તેવી વિનયવતી નામની કન્યા સાથે તેના લગ્ન કર્યા. કામદેવના તીક્ષ્ણ હથીયારરૂપ, કામિનીઓને કામણરૂપ અને રતિના લીલાવનારૂપ યૌવનને તે કુમાર પ્રાપ્ત થયું. તેના ચરણ અનુક્રમથી કૂર્મની પેઠે ઉન્નત અને ૧ પાંસળીઓ. Page #39 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું શતબળ રાજાની સુંદર વિચારણા. ૧૫ સરખા તળીયાવાળા હતા, તેને મધ્ય ભાગ સિંહના મધ્યભાગને તિરસ્કાર કરવામાં અગ્રેસર હતે અને તેનું વક્ષસ્થળ પર્વતની શિલા સદશ હતું. તેના ઉદ્ધત એવા બંને સ્કંધ વૃષભસ્કંધની શોભાને ધારણ કરવા લાગ્યા. તેની ભુજાઓ શેષનાગની ફણાની શોભા ધારણ કરવા લાગી, તેનું લલાટ અદ્ધ ઊગેલા પૂર્ણિમાના ચંદ્રની લીલાને ગ્રહણ કરવા લાગ્યું અને તેની સ્થિર આકૃતિ મણિના જેવી દંતશ્રેણીથી અને નથી તેમજ સુવર્ણના જેવી કાંતિવાળા શરીરથી મેપર્વતની સમગ્ર લમીની તુલના કરવા લાગી. એક દિવસ સુબુદ્ધિવાન, પરાક્રમી અને તત્ત્વજ્ઞ વિદ્યાધરપતિ શતબળ રાજા એકાંતે વિચાર કરવા લાગ્ય–અહો ! આ શરીર સ્વાભાવિક અશુચિમય છે, તો તેને ઉપસ્કરોથી નવું નવું કરી કેટલા કાળ સુધી પવવું ? અનેક પ્રકારે સત્કાર કર્યા છતાં પણ જે એક વખત સત્કાર ન થાય તે બળ પુરુષની પેઠે આ દેહ તત્કાળ વિકાર પામે છે. અહો ! બહાર પડેલા વિષ્ટા, મુત્ર તથા કફ વગેરે પદાર્થોથી પ્રાણુઓ ઘણુય છે, પણ શરીરની અંદર તેજ સર્વ પદાર્થો રહેલા છે તેનાથી કેમ દુણતા નથી? જીર્ણ થયેલા વૃક્ષના કેટરમાં જેમ સર્પ, વીંછી વગેરે ક્રૂર પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તેમ આ શરીરમાં પીડા આપનાર અનેક રોગો ઉત્પન્ન થાય છે. શરઋતુના મેઘની માફક આ કાયા સ્વભાવથી જ નાશવંત છે. યૌવનલકમી વિધ તની પેઠે જોતજોતામાં નાશી જનારી છે. આયુષ્ય પતાકાની પેઠે ચપળ છે, સંપત્તિએ તરંગ ગની જેવી તરેલ છે. ભગ ભુજંગની ફણા જેવા વિષમ છે અને સંગમ સ્વપનની જે મિથ્યા છે. શરીરની અંદર રહેલો આત્મા કામ-ક્રોધાદિકના તાપથી તપાયમાન થઈ પુટપાકની પેઠે રાત્રિ દિવસ રંધાયા કરે છે. અહો આ અતિ દુઃખ પ્રાપ્ત કરાવનારા વિષયમાં સુખ માનનારા પ્રાણીઓ અશુચિસ્થાનમાહેના અશુચિ કીડાની પેઠે કાંઈપણ વિરાગ પામતા નથી ! દુરંત વિષયના સ્વાદમાં પરાધીન ચિત્તવાળો મનુષ્ય, અંધ જેમ કવાને દેખે નહીં તેમ પિતાના પગની આગળ રહેલા મૃત્યુને દેખતે નથી. વિષની માફક આપાતમાત્રમાં જ મધુર એવા વિષયોથી આત્મા મૂચ્છ પામી જાય છે અને તેથી પિતાના હિતને માટે કાંઈપણ વિચાર કરી શકતો નથી. ચારે પુરુષાર્થની તુલ્યતા છતાં પણ આત્મા પાપરૂપ એવા અર્થ-કામને વિષે પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મેક્ષમાં પ્રવતત નથી. પ્રાણીએને આ અપાર સંસારરૂપી સમુદ્રમાં અમૂલ્ય રત્નની પેઠે મનુષ્યપણું ઘણું દુર્લભ છે કદાપિ માનુષ્ય પ્રાપ્ત થયું તથાપિ તેમાં ભગવાન અહંતદેવ અને સુસાધુ ગુરુ પુરયોગથી જ પ્રાપ્ત થાય છે. જે આપણે મનુષ્ય ભવનું ફળ ગ્રહણ ન કરીએ તો વસ્તીવાળા શહેરમાં ચારથી કંટાયા જેવું થાય, માટે કવચધારી મહાબળકુમારને રાજ્યભાર આપણુ કરીને હું સ્વેચ્છિત કરું. એમ વિચારી શતબળ રાજાએ તરત જ પુત્રને બોલાવ્યો. અને તે વિનીતકુમારને રાજ્ય ગ્રહણ કરવાને બંધ કર્યો. પિતાની આજ્ઞાથી તેણે રાજ્યભાર વહન કરવાનું કબૂલ કર્યું. મહાત્માઓ ગુરુજનોની આજ્ઞાનો ભંગ કરવામાં ભીરુ હોય છે. પછી શતબળ રાજાએ મહાબળકુમારને સિંહાસન ઉપર બેસાડી–અભિષેક કરી પોતાની હાથે તિલક મંગળ કર્યું. મચકુંદના પુષ્પ જેવી કાંતિવાળા ચંદનના તિલકથી તે નાને રાજા ચંદ્રવડે જેમ ઉદયાચળ શોભે તેમ શેભવા લાગ્યો. હંસની પાંખ જેવા પિતાના પિતા સંબંધી છત્રવડે, શરદુઋતુના મેઘથી જેમ ગિરિરાજ શેભે તેમ શોભવા લાગ્યો. નિર્મળ બગલાના જોડાથી જેમ મેઘ શોભે તેમ ચલાયમાન બે સુંદર ચામરથી તે વિરાજવા Page #40 -------------------------------------------------------------------------- ________________ શતબલ રાજવીની દીક્ષા અને સ્વર્ગગમન સર્ગ ૧ લે. લાગ્યા. ચંદ્રના ઉદય સમયે જેમ સમુદ્ર ધ્વનિ કરે તેમ તેને અભિષેક સમયે દિશાઓને ગજાવી મૂકતે મંગળ વાજીંત્રોને ધ્વનિ ગંભીર શબ્દ કરવા લાગ્યો. રૂપાંતરે જાણે બીજે શતબળ રાજા હોય તેમ સામત અને મંત્રીઓ તેની પાસે આવી તેને માન્ય કરવા લાગ્યા. આવી રીતે પુત્રને રાજ્યપદે બેસાડી શતબળ રાજાએ આચાર્યના ચરણ સમીપે જઈ શમસામ્રાજ્ય (ચારિત્ર) ગ્રહણ કર્યું. તેણે અસાર વિષયોને છેડી દઈ સારરૂપ ત્રણ રત્ન (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ધારણ કર્યા, તથાપિ તેની સમચિત્તતા અખંડ રહી. તે જિતેન્દ્રિય પુરુષે કષાયને, નદી જેમ કાંઠાના વૃક્ષને ઉમૂલન કરે તેમ મૂળથી ઉમૂલન કર્યા. તે મહાત્મા મનને આત્મસ્વરૂપમાં લીન કરી, વાણુને નિયમમાં રાખી અને કાયાથી નિયમિત ચેષ્ટાવંત થઈને મહોત્સવપણે દુસહ પરિષહોને સહન કરવા લાગ્યા. મથ્યાદિક ભાવનાથી જેની ધ્યાનસંતતિ વૃદ્ધિ પામેલી છે એવા તે શતબળરાજર્ષિ જાણે મુક્તિમાં હોય તેમ અમંદ આનંદમાં મગ્ન રહેવા લાગ્યા. ધ્યાન અને તપવડે પિતાના આયુષ્યને લીલામાત્રમાં નિગમન કરી તે મહાત્મા દેવતાઓના સ્થાનને પ્રાપ્ત થયા. મહાબળકુમાર પણ પિતાના બળવંત વિદ્યાધરના પરિવારવડે ઈન્દ્રની પેઠે અખંડ શાસનથી પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યો. હંસ જેમ કમલિનીના ખંડમાં કીડા કરે તેમ તે રમણિયોની સાથે વીંટાઈ સુંદર આરામપંક્તિઓમાં હર્ષથી ક્રિીડા કરવા લાગ્યું. તેના નગરમાં હમેશાં થતાં સંગીતના પ્રતિશબ્દોથી જાણે સંગીતનો અનુવાદ કરતી હોય તેવી વતાવ્ય પર્વતની ગુફાઓ જણાવા લાગી. આગળ, પા ભાગમાં અને પશ્ચાત્ ભાગમાં સ્ત્રીઓથી વીંટાઈ રહે તે જાણે મૂર્તિમાન શંગારરસ હોય તે દીપવા લાગ્યા. સ્વછંદતાથી વિષયક્રીડામાં આસક્ત થયેલા તેને વિષુવવૃતની પેઠે રાત્રિદિવસ સરખા લાગવા લાગ્યા. " એક દિવસ જાણે બીજા મણિર્તા હોય એવા અનેક અમાત્ય સામંતોથી અલંકૃત થયેલી સભાભૂમિમાં કુમાર બેઠે હતું અને તેને નમસ્કાર કરીને સર્વ સભાસદે પણ પિતપિતાના યોગ્ય સ્થાન પર બેઠા હતા. તેઓ કુમારને વિષે એકાગ્ર નેત્ર કરી જાણે ગની લીલા ધારણ કરતા હોય તેવા જણાતા હતા. સ્વયં બુદ્ધ, સંભિન્નમતિ, શતમતિ અને મહામતિ એ ચાર મુખ્ય મંત્રીઓ પણ આવીને બેઠા હતા; તેમાં સ્વામીની ભક્તિમાં અમૃતના સિંધતત્ય, બુદ્ધિરૂપી રત્નમાં રોહણાચળ પર્વત સમાન અને સમ્યગૃષ્ટિ એ સ્વયં બુદ્ધ મંત્રી તે સમયે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો.- “ અહે ! અમે જોતાં છતાં આ વિષયાસક્ત અમારા સ્વામીનું દુષ્ટ અશ્વોની પેઠે ઇંદ્રિયોથી હરણ થાય છે. તેની ઉપેક્ષા કરનારા અમને ધિક્કાર છે ! આવા વિષયવિનોદમાં વ્યગ્ર થયેલા અમારા સ્વામીને જન્મ વ્યર્થ જાય છે, એમ જાણીને થોડા જળમાં જેમ મીન ટળવળે તેમ મારું મન દુઃખી થાય છે. અમારા જેવા મંત્રીઓથી જે આ કુમાર ઉચ્ચ પદને પ્રાપ્ત ન થાય તે અમારામાં અને પરિહાસિક મંત્રીઓમાં તફાવત છે? માટે અમારો આ સ્વામીને વિજ્ઞપ્તિ કરી હિતમાગમાં લાવવા જોઈએ; કારણ કે રાજાઓ સારણીની પેઠે, પ્રધાનો જ્યાં દોરે ત્યાં દોરી શકાય છે. કદાપિ સ્વામીના વ્યસનથી જીવનારા લોકે અપવાદ બાલશે તે પણ અમારે કહેવું ૧ મત્રી. કરણા, પ્રમોદ અને માદયસ્થ એ ચાર ભાવના. ૨ તુલા અને મેષ રાશિના સર્મ થાય ત્યારે દિવસ રાત્રિ સરખા થાય છે તેને વિષુવવૃત કહે છે. ૩ મરા. ૪. નીક. Page #41 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સ્વયં બુદ્ધ મંત્રીને રાજાને ઉપદેશ. જોઈએ, કારણ કે હરણોના ભયથી ક્ષેત્રમાં જવ વાવવાનું બંધ રખાતું નથી.” સ્વયં બુદ્ધ મંત્રી જે સર્વ બુદ્ધિવંતેમાં અગ્રણી હતા તેણે આવી રીતે વિચાર કરી અંજલિ જોડી રાજાને નીચે પ્રમાણે કહ્યું – “અરે! આ સંસાર સમુદ્રતુલ્ય છે. નદીઓના જળથી જેમ સમુદ્ર તૃપ્તિ પામતે નથી, સમુદ્રના જળથી જેમ વડવાની તૃપ્તિ પામતે નથી, જંતુઓથી જેમ યમરાજ તૃપ્તિ પામતે નથી, કાષ્ઠોથી જેમ અગ્નિ તૃપ્ત પામતા નથી, તેમ સંસારને વિષે આ આત્મા વિષયસુખથી કયારે પણ તૃપ્તિ પામતો નથી. નદીના તટની છાયા, દુર્જન, વિષ, વિષય અને સર્પાદિ ઝેરી પ્રાણીઓ અત્યંત સેવ્યાથી વિપત્તિને અર્થે થાય છે. સેવન કરેલો કામદેવ તત્કાળ સુખ આપનાર લાગે છે, પરંતુ પરિણામે વિરસ છે અને તે ખંજવાળેલી દદ્રની માફક સેવન કરવાથી અત્યંત વૃદ્ધિને પામે છે. કામદેવ નરકનો દૂત છે, વ્યસનને સાગર છે, વિપત્તિરૂપી લતાને અંકુર છે અને પાપરૂપી વૃક્ષની નીક છે. મદને મદની પેઠે પરવશ કરેલે પુરુષ સદાચારરૂપી માર્ગથી ભ્રષ્ટ થઈ ભવરૂપી ખાડામાં પડે છે. ગૃહસ્થના ઘરમાં ઉંદર પ્રવેશ કરે છે તે તે જેમ અનેક સ્થાનકે ખોદી નાંખે છે તેમ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરે છે તે તે પ્રાણીના અર્થ, ધર્મ અને મોક્ષને ખેદી નાખે છે. સ્ત્રીઓ વિષયવલ્લીની પેઠે દર્શન, સ્પર્શ અને ઉપભેગથી અત્યંત વ્યામોહ ઉત્પન્ન કરે છે. તે કામરૂપી લુબ્ધક (પારધિ)ની જળ છે અને તેથી હરિણની માફક પરુષોને અનર્થકારક થઈ પડે છે. જેઓ મશ્કરીના મિત્ર છે તેઓ ફકત ખાવાપીવાના અને સ્ત્રીવિલાસના મિત્ર છે, તેથી તેઓ પિતાના સ્વામીનું પરલોક સંબંધી હિત ચિંતવતા જ નથી. તેઓ સ્વાર્થ તત્પર, નીચ, લંપટ અને ખુશામતીઆ થઈ પિતાના સ્વામીને સ્ત્રીકથા, ગીત, નૃત્ય અને પરિહાસિક વચનથી મેહ પમાડે છે. બદરી વૃક્ષના સંસર્ગથી જેમ કદલીનું વૃક્ષ કયારે પણું આનંદ પામતું નથી તેમ કુસંગથી કુળવાન પુરુષને કયારે પણ અભ્યદય થતો નથી, માટે હે કુળવાન સ્વામિન! પ્રસન્ન થાઓ. આપ પોતે જ સુજ્ઞ છે માટે મેહ પામે નહીં અને વ્યસનાસક્તિ છેડી ધર્મમાં મન લગાડે. છાયા વિનાનું વૃક્ષ, જળરહિત સરોવર, સુગંધહીન પુષ્પ, દંતશૂળ વિનાને હસ્તિ, લાવણ્ય રહિત રૂ૫, મંત્રી વિનાનું રાજ્ય, દેવભૂતિ વિનાનું ચૈત્ય, ચંદ્ર વિનાની રાત્રિ, ચારિત્ર રહિત સાધુ, શસ્ત્ર રહિત સૈન્ય અને નેત્ર વિનાનું મુખ જેમ શેભતું નથી, તેમ ધર્મ વિનાને પુરુષ કદી પણ શોભાને પામતો નથી. ચક્રવતી રાજા પણ જે અધમી થાય છે તે તે પરભવે એ જન્મ પામે છે કે જ્યાં કુત્સિત અન મળે તે પણ રાજ્ય મળ્યા જેવું કલ્પાય છે. જે માણસ મહાકુળમાં ઉત્પન્ન થયા છતાં પણ ધર્મ ઉપાર્જનથી રહિત હોય તે તે બીજા ભવમાં શ્વાનની પેઠે અન્ય ઉચ્છિષ્ટ કરેલા અન્નનું ભજન કરનારે થાય છે. બ્રાહ્મણ પણ ધર્મહીન હોય તે તે પાપને બાંધે છે અને પછી બિડાલની પેઠે દુષ્ટ ચેષ્ટાવાળો થઈ સ્વેચ્છયોનિમાં ઉત્પન્ન થાય છે. ધર્મરહિત ભવી પ્રાણીઓ પણ બિડાલ, સર્પ, સિંહ, બાજ અને ગીધ વગેરે નીચ નિમાં ઘણા ભવ પર્યત ઉત્પન્ન થાય છે અને ત્યાંથી નરકે જાય છે. ત્યાં જાણે વૈરથી ક્રોધ પામેલા હોય તેવા પરમાધામિક દેવતાઓથી અનેક પ્રકારે કર્થના પામે છે. સીસાને પિંડ જેમ અગ્નિમાં ૧ દાદર (ધાધર) ર કામદેવ ૩. બેરડી ૪ કેળ. A - 3 Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સંભિન્નમતિનું નાસ્તિક મત-નિરૂપણ સગ ૧ લે. ગળે છે તેમ અનેક વ્યસનના આવેગરૂપી અગ્નિની અંદર રહેલા અધમી પ્રાણીઓના શરીરે ગળ્યા કરે છે, માટે તેવા અધમીઓને ધિકાર છે. પરમ બંધુની પેઠે ધર્મથી સુખ મળે છે અને નાવની પેઠે ધર્મવડે આપત્તિરૂપી નદીઓ તરી જવાય છે. જેઓ ધર્મ ઉપાર્જન કરવામાં તત્પર છે તેઓ પુરુષને વિષે શિરોમણિ થાય છે અને લતાઓ જેમ વૃક્ષને આશ્રય કરે છે તેમ તેમ સંપત્તિઓ તેમને આશ્રય કરે છે. ધવડે આધિ, વ્યાધિ અને વિરોધ વગેરે જે પીડા હેતુ છે તે, જળથી જેમ અગ્નિ નાશ પામે તેમ તત્કાળ નાશ પામી જાય છે. પરિપૂર્ણ પરાક્રમથી કરેલ ધર્મ અન્ય જન્મમાં કલ્યાણ સંપત્તિ આપવાને માટે જામીનરૂપ છે. તે સ્વામિન્ ! વધારે શું કહું ? પરંતુ નિઃશ્રેણુથી ૧ જેમ મહેલના અગ્રભાગ પર જવાય છે તેમ પ્રાણીઓ બળવાન્ ધર્મથી લોકાગ્રને પ્રાપ્ત થાય છે. આપ પણ ધર્મ વડે આ વિદ્યાધરના નરેંદ્રપણને પામેલા છે, માટે તમે ઉત્કૃષ્ટ લાભને વાતે ધર્મને આશ્રય કરે.” સ્વયં બુદ્ધ મંત્રીએ એ પ્રમાણે કહ્યા પછી અમાવાસ્યાની રાત્રિની પેઠે મિથ્યાત્વરૂપી અંધકારની ખાણરૂપ અને વિષ સરખી વિષમ મતિવાળે સંભિન્નમતિ નામને મંત્રી બોલ્યો-“અરે અરે ! સ્વયં બુદ્ધ ! તમને શાબાશ છે ! તમે પોતાના સ્વામીનું બહુ સારું હિત ઈચ્છો છો ! ઓડકારથી જેમ આહારને અનુભવ થાય છે તેમ તમારી ગિરાવડે જ તમારા ભાવનું અનુમાન થાય છે. હમેશાં સરલ અને પ્રસન્ન રહેનારા સ્વામીના સુખને માટે તમારા જેવા કુલીન અમાત્ય જ આવી રીતે કહે, બીજા તે કહે નહીં ! સ્વભાવથી કઠિન એવા કયા ઉપાધ્યાયે તમને ભણાવ્યા છે ? જેથી અકાળે વજાપાત જેવાં વચનો તમે સ્વામી પ્રત્યે કહ્યાં ? સેવકે પિતાના ભેગના અર્થને માટે સ્વામીની સેવા કરે છે તે તેઓએ પિતાના સ્વામીને “તમે ભોગ ભોગ નહીં' એવું કેમ કહેવાય ? જેઓ આ ભવ સંબંધી ભેગને છોડી દઈ પરલેકને માટે યત્ન કરે છે તેઓ હથેલીમાં રહેલ લેદ્ય પદાર્થને છોડી કેણું ચાટવા જેવું કરે છે. ધર્મથી પરલોકમાં ફળ મળે છે એમ જે કહેવાય છે તે અસંગત છે, કેમકે પરલોકી જનને અભાવ છે તેથી પરલોક પણ નથી જ. જેમ ગેળ, પિષ્ટ અને જળ વગેરે પદાર્થોથી મદશકિત ઉત્પન્ન થાય છે તેમ પૃથ્વી, અપ, તેજ અને વાયુથી ચેતના ઉત્પન્ન થાય છે. શરીરથી જુદો કઈ શરીરધારી પ્રાણું નથી કે જે આ શરીરને છોડી પર લેકમાં જાય, માટે વિષયનું સુખ નિઃશંકપણે ભેગવવું અને પિતાના આત્માને ઠગ નહીં. કારણ કે સ્વાર્થભ્રંશ કરે તે જ મૂર્ખતા છે. ધર્મ અને અધર્મની શંકા જ કરવી નહીં, કારણ કે સુખાદિકમાં તે વિદ્ગકારક છે અને ધર્મ અધર્મ ખરશંગની પેઠે વિદ્યમાન જ નથી. સ્નાન, વિલેપન, પુષ્પ અને વસ્ત્રાભૂષણથી પાષાણુની પૂજા કરાય તે તેણે શું પુણ્ય કર્યું ? અને બીજા પાષાણ ઉપર બેસી માણસે મૂત્રેત્સર્ગ અને વિષ્ટા કરે છે તેણે શું પાપ કર્યું ? જે પ્રાણીઓ કર્મથી ઉત્પન્ન થતા હોય અને મૃત્યુ પામતા હોય તે પાણીના પરપોટા કયા કર્મથી ઉત્પન્ન અને વિપન્ન થાય છે ? જ્યાં સુધી ઈચ્છાવડે ચેષ્ટા કરે છે ત્યાંસુધી ચેતન કહેવાય છે અને વિનષ્ટ થયેલા ચેતનને પુનર્ભવ નથી. જે પ્રાણું મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે એવું વાક્ય સર્વથા યુતિરહિત છે, તેથી કહેવા માત્ર જ છે. શિરીષના જેવી કમળ શયામાં, રૂપલાવણ્યથી સુંદર એવી રમણએની સાથે આપણું સ્વામી અવિશંક્તિપણે કીડા ૧ નિસરણું અથવા દાદર ૨ ચાટવા યોગ્ય Page #43 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. નાસ્તિકમતને નિરાસ. કરે અને અમૃત સમાન ભેજ્ય અને પેય પદાર્થોનું યથારુચિ આસ્વાદન કરે; તેને જે નિષેધ કરે તેને સ્વામીને વરી સમજ. હે સ્વામિન ! જાણે સૌરભ્યથી જ નિષ્પન્ન થયા છે તેમ કપૂર, અગરુ, કસ્તુરી અને ચંદનાદિકથી તમે રાત્રિદિવસ વ્યાસ રહે. હે રાજન ! નેત્રની પ્રીતિને માટે ઉદ્યાન, વાહન, કિલ્લા અને ચિત્રશાળાઓ વગેરે જે જે શેભિતા પદાર્થો હોય તેને વારંવાર જુઓ. હે સ્વામિન ! વીણા, વેસુ, મૃદંગ વગેરે વાજિંત્રવડે ગવાતાં ગીતથી થતાં મધુર શબ્દો - નિરંતર તમારા કર્ણને રસાયનરૂપ થાઓ. જ્યાં સુધી જીવવું ત્યાંસુધી વિષયના સુખવડે જીવવું અને ધર્મકાર્યને માટે તલખવું નહીં, કારણ કે ધર્મ અધર્મનું કાંઈ પણ ફળ નથી. સંભિન્નમતિનાં વચનો સાંભળી સ્વયંબુદ્ધે કહ્યું-“અરે ! પિતાના અને પરના શત્રુ રૂપ નાસ્તિક લોકેને ધિક્કાર છે કે જેઓ, અંધ માણસ જેમ અંધ ટોળાને દેરી કૂવામાં પાડે તેમ માણસને, આકર્ષણ કરી અર્ધગતિને વિષે પાડે છે. જેમ સુખદુઃખ સ્વસંવેદનથી જાણી શકાય છે તેમ આત્મા પણ સ્વસંવેદનથી જ જાણવા ગ્ય છે, તે સ્વસંવેદનમાં બાધાને અભાવ હોવાથી આત્માને નિષેધ કરવાને કઈ પણ શક્તિમાન નથી. “હું સુખી છું, હું દુખી છું' એવી અબાધિત પ્રતીતિ આત્મા સિવાય કોઈને કયારે પણ થઈ શકતી નથી. એ પ્રમાણેના જ્ઞાનથી પિતાના શરીરને વિષે આત્માની સિદ્ધિ થાય છે, તે અનુમાનથી પરશરીરમાં પણ તેની સિદ્ધિ થાય છે. સર્વત્ર બુદ્ધિપૂર્વક ક્રિયાની પ્રાપ્તિ દેખાવાથી પર શરીરને વિષે પણ આત્મા છે એ નિશ્ચય થાય છે. જે પ્રાણી મૃત્યુ પામે છે તે જ પુનઃ ઉત્પન્ન થાય છે. તેથી ચેતનને પરલોક પણ છે એવું સંશય રહિત જણાય છે. જેમ બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા પ્રાપ્ત થાય છે અને તારુણ્યમાંથી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ જ ચેતન એક જન્મમાંથી બીજા જન્મમાં પણ જાય છે. પૂર્વભવની અનુવૃત્તિ સિવાય તરતને જન્મેલ બાળક પણ શિખવ્યા સિવાય માતાના સ્તન ઉપર પિતાનું મુખ કેમ અર્પણ કરે ? આ જગતમાં કારણને અનુરૂપ એવું જ કાર્ય જોવામાં આવે છે, તે તે અચેતન ભૂતોથી ચેતન કેમ ઉત્પન્ન થાય? વળી હે સ ભિન્નમતિ ! હું તને પૂછું છું કે ચેતના પ્રત્યેક ભૂતથી ઉપન થાય છે કે સમગ્રના સંગથી ઉપજે છે ? જે દરેક ભૂતથી ચેતન ઉત્પન્ન થાય એ પ્રથમ પક્ષ લઈએ તે તેટલી જ ચેતના હેવી જોઈએ અને સર્વ ભૂતની એકત્રતા થવાથી જ ચેતના ઉત્પન્ન થાય એ બીજે પક્ષ ગ્રહણ કરીએ તો તે ભિન્ન સ્વભાવવાળા ભૂતેથી એક સ્વભાવવાળો ચેતન કેમ ઉત્પન્ન થાય ? એ સર્વ વિચારવા જેવું છે. રૂપગંધ–રસ–સ્પશ ગુણવાળી પૃથ્વી છે, રૂપ-સ્પર્શ–રસાત્મક ગુણવાળું જળ છે, રૂપ અને સ્પર્શ ગુણવાળું તેજ છે અને એક સ્પશ ગુણવાળે મરુતુ છે, એ પ્રમાણે તે ભૂતની ભિન્ન સ્વભાવતા સર્વના જાણવામાં જ છે. જેમ જળથી વિસદશ એવા મોતીની ઉત્પત્તિ જોવામાં આવે છે તેમ અચેતન ભૂતોથી પણ ચેતનની ઉત્પત્તિ થાય એમ તું કહીશ તો તે પણ યુક્ત નથી, કેમકે મેતી વગેરેમાં પણ જળ દેખાય છે, તેમ જળ અને મોતી અને પૌગલિક જ છે, તેથી તેમાં વિસદશપણું નથી. પિષ્ટ, ગેળ અને જળ વગેરેથી થયેલી મદશકિતનું તું દષ્ટાંત આપે છે, પણ તે મદશક્તિ પણ અચેતન છે, તેથી ચેતનમાં તે દષ્ટાંત કેમ સંભવે ? દેહ અને આત્માનું અકયપણું કયારે પણ કહી શકાય તેવું નથી, કેમકે તદવસ્થ (મૃત્યુ પામેલા) દેહમાં ચેતન (આત્મા) ઉપલબ્ધ થતું નથી. એક પાષાણ પૂજાય છે અને બીજા પાષાણ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૮e ક્ષણિકવાદનું નિરસન. સગ ૧ લે. ઉપર મૂત્રાદિકનું લેપન થાય છે એ દષ્ટાંત પણ અસત છે, કેમકે પાષાણ અચેતન છે તે તેને સુખદુઃખાદિને અનુભવ જ શેનો હેય? માટે આ દેહથી ભિન્ન એ પરલેકવાન આત્મા છે અને ધર્મ અધર્મ છે કારણ જેનું એ પરલોક પણ છે એમ સિદ્ધ થાય છે. અગ્નિના તાપથી જેમ માખણ ઓગળી જાય છે તેમ સ્ત્રીના આલિંગનથી મનુષ્યોને વિવેક સવ પ્રકારે નાશ પામે છે. અનર્ગોળ અને ઘણું રસવાળા આહારના પુદ્ગલને ભાગવનાર માણસ, ઉન્મત્ત પશુની પેઠે ઉચિત કર્મને જાણતો જ નથી. ચંદન, અગરૂ, કસ્તુરી અને ઘનસાર વગેરેની સુગંધીથી સર્પાદિકની પેઠે કામદેવ મનુષ્યનું આક્રમણ કરે છે. વાડમાં ભરાયેલા વસ્ત્રના છેડાથી જેમ માણસની ગતિ ખલના પામે છે તેમ સ્ત્રી વગેરેના રૂપમાં સંલગ્ન થયેલા ચક્ષુથી પુરુષ સ્તુલિત થઈ જાય છે. ધૂત માણસની મૈત્રીની જેમ થોડીવાર સુખ આપવાથી વારંવારે મેહ પમાડતા સંગીત હમેશાં કુશળને માટે થતા નથી, માટે હે પાપના મિત્રો, ધર્મના વિરોધી અને નરકને આકર્ષણ કરવાના પાસરૂપ વિષયને દૂરથી જ છેડી દે. એક સેવ્ય થાય છે અને એક સેવક થાય છે, એક યાચક થાય છે અને એક દાતા થાય છે, એક વાહન થાય છે અને બીજે તેની ઉપર બેસનાર થાય છે, એક અભય માગે છે અને એક અભયદાન આપનાર થાય છે, એ વગેરેથી આ લોકમાં ધર્મ–અધર્મનું મહેસું ફળ જણાય છે. તે જોતાં પણ જે માણસ માને નહી તેવા બુદ્ધિવાનનું કલ્યાણ થાઓ ! ! વધારે શું કહીએ ? હે રાજન ! આપે અસત્ વાણીની પેઠે દુઃખ આપનાર અધર્મને ત્યાગ કરે અને સત્ વાણીની પેઠે સુખના અદ્વિતીય કારણરૂપ ધર્મને ગ્રહણ કરે.” એવું સાંભળીને શતમતિ નામને મંત્રી બે–પ્રતિક્ષણભંગુર પદાર્થ વિષયના જ્ઞાન સિવાય જુદે એ કેઈ આત્મા નથી અને વસ્તુઓમાં સ્થિરપણાની બુદ્ધિ છે તેનું મૂળ કારણુ વાસના છે, માટે પૂર્વ અને અપર ક્ષણેનું વાસનારૂપ એકત્વ વાસ્તવિક છે, ક્ષણાનું એકત્વ વાસ્તવિક નથી.” સ્વયંબુદ્ધે કહ્યું કેઈપણ વસ્તુ અન્વય (પરંપરા) રહિત નથી, જળ અને ઘાસ ગામાં દૂધને માટે કપાય છે, આકાશપુષ્પ અને કૂર્મના રેમ જેવી નિરન્વય વસ્તુ આ જગતમાં કેઈ નથી, તેથી ક્ષણભંગુરપની બુદ્ધિ વૃથા છે. જે વસ્તુ ક્ષણભંગુર હોય તે સંતાનપરંપરા પણ કેમ ક્ષણિક ન કહેવાય ? જે સંતાનનું નિત્યપણું માનીએ તો સમસ્ત પદાર્થ ક્ષણિક કેવી રીતે થાય ? જે સર્વ પદાર્થો અનિત્ય માનીએ તે થાપણ મૂકેલી પાછી માગવી, પૂર્વ વાતનું સ્મરણ કરવું અને અભિજ્ઞાન કરવું એ સર્વ કેમ ઘટે ? જે જન્મ થાય પછી અનંતર ક્ષણમાં જ નાશ પાડ્યું હોય તે બીજી ક્ષણમાં થયેલે પુત્ર પ્રથમના માતા પિતાને પુત્ર ન કહેવાય અને પુત્રને પ્રથમ ક્ષણમાં થયેલા માતાપિતા તે માતાપિતા ન કહેવાયતેથી તેમ કહેવું અસંગત છે. જે વિવાહના સમય પછીની ક્ષણે દંપતી ક્ષણુનાશવંત હોય તે તે સ્ત્રીને તે પતિ નહી અને તે પતિની તે સ્ત્રી નહી એમ બંને માટે તે અસમંજસ છે. એક ક્ષણમાં જે અશુભ કર્મ કરે તે જ બીજી ક્ષણમાં તેનું ફળ ન ભેગવે અને તેને બીજે ભોગવે તેથી કૃતને નાશ અને અકૃતને આગમ એવા બે મ્હોટા દોષની પ્રાપ્તિ થાય.” ૧ પુનર્ભવ કરનાર, પરલોકમાં જનારો. એધાન Page #45 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સ્વયં બુધે કહેલ પૂર્વને ઇતિહાસ ૨૧ ત્યાર પછી મહામતિ મંત્રી બા–“આ સેવ માયા છે. તત્ત્વથી કાંઈ નથી. આ સર્વ પદાર્થો જણાય છે તે સ્વપ્ન અને મૃગતૃષ્ણાવત્ મિથ્યા છે. ગુરુ શિષ્ય, પિતા પુત્ર, ધર્મ અધર્મ, પિતાને અને પારકો–એ સર્વ વ્યવહારથી જોવામાં આવે છે, પણ તત્ત્વથી કાંઈ નથી. જેમ શિયાળ લાવેલું માંસ નદીના તીર ઉપર છેડી માછલાને માટે પાણીમાં પડ્યો એટલામાં મીન જળમાં પેસી ગયું અને પેલું માંસ ગીધ પક્ષી ઉપાડી ગયું, તેમ જેઓ ઐહિક સુખ છડી પરલોકને માટે દોડે છે તેઓ ઉભયભ્રષ્ટ થઈ પિતાના આત્માને ઠગે છે. પાખંડી લોકોની ખોટી શિખામણે સાંભળી-નરકથી વહીને મેહાધીન પ્રાણીઓ વ્રત વગેરેથી પિતાના દેહને દંડે છે અને લાવક પક્ષી જેમ પૃથ્વી પડી જવાની શંકાથી એક પાઠ વડે નાચે છે તેમ મનુષ્ય નરકપાતની શંકાથી તપ કરે છે.” સ્વયંબુદ્ધે કહ્યું “જે વસ્તુ સત્ય ન હોય તે તેથી પિતપોતાના કૃત્યને કરનાર પિતે કેમ થાય ? આવી જે માયા હોય તે સ્વપ્નમાં પ્રાપ્ત થયેલે હાથી કાર્ય કેમ કરતો નથી ? તમે પદાર્થોને કાર્યકારણુભાવ સત્ય માનતા નથી તો પડતા વજની બીક શા માટે રાખે છે ? અને જો એવું હોય તે તમે અને હું–વાચ્ય અને વાચક એવું કાંઈ પણ નથી. ત્યારે વ્યવહારને કરનારી ઈષ્ટની પ્રતિપત્તિ પણ કેમ થાય ? હે દેવ ! વિતંડાવાદમાં પંડિત, સારા પરિણામથી પરમુખ અને વિષયાભિલાષી એવા આ લોકથી તમે છેતરાઓ છે, માટે વિવેકનું અવલંબન કરીને વિષને ત્યાગ કરે અને આ લોક પરલોકના સુખને માટે ધમનો આશ્રય કરો.” એવી રીતે મંત્રીઓનાં જુદા જુદા ભાષણે સાંભળીને પ્રસાદથી સુંદર મુખવાળા રાજાએ કહ્યું-“હે મહાબુદ્ધિ સ્વયં બુદ્ધ ! તમે ઘણું સારું કહ્યું, તમે ધર્મ ગ્રહણ કરવાનું કહ્યું તે યુક્ત છે, અમે પણ ધર્મ દ્વેષી નથી, પરંતુ યુદ્ધમાં જેમ અવસરે મંત્રાસ ગ્રહણ કરાય છે તેમ અવસરે ધર્મનું ગ્રહણ કરવું એગ્ય છે. ઘણે કાળે આવેલા મિત્રની પેઠે પ્રાપ્ત થયેલા યૌવનની એગ્ય પ્રતિપત્તિ કર્યા વિના કેણ ઉપેક્ષા કરે ? તમે જે ધર્મોપદેશ કર્યો તે અગ્ય અવસરે કર્યો છે, કેમકે વીણું વાગતી હોય તે સમયે વેદને ઉદ્દગાર શોભતે નથી. ધર્મનું ફળ પરલોક છે તે સંદેહવાળું છે, માટે તમે આ લોકના સુખાસ્વાદને કેમ નિષેધ કરે છે ?” રાજાનાં એવાં વચને સાંભળી સ્વયંબુદ્ધ અંજલિ જેડી બે-“મહારાજ ! આવશ્યક એવા ધર્મના ફળમાં કયારે પણ શંકા કરવી યુક્ત નથી. આપને યાદ છે કે બાલ્યાવસ્થામાં આપણે એક દિવસ નંદનવનમાં ગયા હતા, ત્યાં આપણે એક સુંદર કાંતિવાન દેવને જોયા હતા. તે વખતે પ્રસન્ન થયેલા તે દેવે આપને ઉદ્દેશીને કહ્યું હતું-હું અતિબળ નામે તમારે પિતામહ છું. નઠારા મિત્રની પેઠે વિષયસુખથી ઉદ્વેગ પામીને મેં તૃણની જેમ રાજ્ય છેડી દીધું અને રત્નત્રયીનું ગ્રહણ કર્યું. અંતાવસ્થાએ પણ વ્રતરૂપી મહેલના કળશરૂપ ત્યાગભાવને મેં ગ્રહણ કર્યો, તે તેના પ્રભાવથી હું લાંતકાધિપતિ દેવતા થયો છું, માટે તમારે પણ અસાર સસારને વિષે પ્રમાદી થઈને રહેવું નહિ. એવી રીતે કહી વીજળીની જેમ આકાશને પ્રકાશિત કરતા તે દેવ અંતર્ધાન થઈ ગયા હતા માટે મહારાજ ! આપ તમારા પિતામહના તે વચનને Page #46 -------------------------------------------------------------------------- ________________ રર સ્વયં બુધે કહેલ પૂર્વની હકીક્ત. સર્ગ 1 લો. સ્મરણ કરી પલક છે એમ માને; કારણ કે પ્રત્યક્ષ પ્રમાણુ હોય ત્યાં બીજ પ્રમાણની કલ્પના શા માટે કરવી જોઈએ ?” આ નૃપતિએ કહ્યું તમે મને પિતામહના વચનનું સ્મરણ કરાવ્યું તે બહુ સારું કર્યું. હવે હું ધર્મ અધર્મ જેનું કારણ છે એવા પરલોકને માન્ય કરું છું” રાજાનું એવું આસ્તિકય વચન સાંભળી મિથ્યાષ્ટિઓની વાણીરૂપ રજમાં મેઘ સમાન સ્વયં બુદ્ધ મંત્રીએ અવકાશ પામીને આનંદ સહિત આ પ્રમાણે કહેવાને આરંભ કર્યો – “હે મહારાજ ! પૂર્વે તમારા વંશમાં કુચંદ્ર નામે રાજા થયું હતું. તેને કુરમતી નામે એક સ્ત્રી હતી અને હરિશ્ચન્દ્ર નામે એક પુત્ર હતા. તે રાજા કેળીની જેમ મેટા આરંભ અને પરિગ્રહને કરવાવાળ, અનાર્ય કાર્યને વિષે અગ્રેસર, યમરાજાની જે નિર્દય, દુરાચારી અને ભયંકર હતો; તે પણ તે રાજાએ ઘણું કાળ પર્યત રાજ્ય ભગવ્યું, કેપકે પૂર્વોપાર્જિત પુણ્યનું અપ્રતિમ ફળ હોય છે. તે રાજાને અવસાન વખતે ધાતુવિપર્યયનો રોગ થયો અને તે નજીક આવેલા કલેશની વર્ણિકાર રૂપ થ. એ રેગથી તેને રૂની ભરેલી શય્યાઓ કંટક શા જેવી થઈ પડી, સરસ ભોજન લીબડાના રસની જેવા નિરસ લાગવા માંડ્યા. ચંદન-અગરુ-કર-કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો દુર્ગધી જણાવા લાગ્યા. પુત્ર અને સ્ત્રી વગેરે શત્રુની પેઠે દષ્ટિને ઉગકારી થયા અને સુંદર ગાયને ગધેડા, ઊંટ અને શિયાળના સ્વરની જેમ કર્ણને ફ્લેશકારી લાગવા માંડ્યા. જ્યારે પુણ્યને વિચ્છેદ થાય છે ત્યારે સર્વ વિપરીત જ થાય છે. પ્રાંતે દુખકારી પણ ક્ષણમાત્ર પ્રીતિકારી વિષપચાર કરતા કુરુમતી અને હરિશ્ચંદ્ર ગુપ્ત રીતે જાગૃત રહેવા લાગ્યા. છેવટે અંગારાએ જાણે ચુંબન કરેલું હોય તેમ દરેક અંગમાં દાહથી વિહળ થયેલ તે રાજા રૌદ્રધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામ્યું. તેની ધ્વદેહિક ક્રિયા કરીને જાણે સદાચારરૂપી માર્ગને પાંથ હોય એ તેને પુત્ર હરિશ્ચંદ્ર રાજ્યને વિધિવત પાળવા લાગ્યા. પિતાના પિતાનું પાપના ફળથી થયેલું મરણ જોઈને, ગ્રહમાં સૂર્યની જેમ સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ધર્મની તે સ્તુતિ કરવા લાગ્યો. એક વખત તેણે પિતાના સુબુદ્ધિ નામના શ્રાવક-બાળમિત્રને એવી આજ્ઞા કરી કે “તમારે હમેશાં ધર્મવેત્તા પાસેથી ધર્મ સાંભળી મને કહે.' સુબુદ્ધિ પણ અત્યંત તત્પર થઈને તે પ્રમાણે કરવા લાગ્યો. અનુકૂળ અધિકારવાળી આજ્ઞા સારા માણસને ઉત્સાહ અથે થાય છે. પાપથી ભય પામેલે હરિશ્ચંદ્ર, રેગથી ભય પામેલે માણસ જેમ ઔષધ ઉપર શ્રદ્ધા રાખે તેમ સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર શ્રદ્ધા રાખતે હતે. એક વખત નગરની બહાર ઉદ્યાનમાં શીલંધર નામે મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી દેવતાઓ તેમનું અર્ચન કરવાને જતા હતા. આ વૃત્તાંત હરિશ્ચંદ્રને સુબુદ્ધિએ કહ્યો એટલે શુદ્ધ મનવાળે તે રાજા અધારૂઢ થઈ મુની પાસે આવ્યા. ત્યાં નમસ્કાર કરીને તે બેઠો એટલે મહાત્મા મુનિએ કુમતિરૂપી અંધકારમાં ચંદ્રિકા જેવી ધર્મદેશના આપી. દેશનાને અંતે રાજાએ હસ્ત જેડી મુનિને પૂછયું-“મહારાજ ! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા છે ?” ત્રિકાળદશી મુનિએ કહ્યું-“રાજન ! તારા પિતા સાતમી નરકને ૧ શારીરિક ધાતુઓનું ફેરફાર થઈ જવું. ૨ નર્ક સંબંધી દુઃખની વાનકી. ૩ મરણ પામ્યા પછી કરાતી અગ્નિસંસ્કારાદિ કિયાઓ. Page #47 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ધર્મ કરવામાં અગ્ય અવસર જ નથી. વિષે ગયેલા છે તેના જેવાને બીજું સ્થાન ન જ હોય. તે સાંભળી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થ. મુનિને વંદન કરી ત્યાંથી ઊઠી તત્કાળ પિતાના સ્થાન પ્રત્યે ગયે અને ત્યાં જઈ પુત્રને પિતાના પદે સ્થાપન કરી સુબુદ્ધિને કહ્યું–‘દીક્ષા ગ્રહણ કરીશ, માટે મારી પેઠે આ પુત્રને પણ તમે ધર્મને નિરંતર ઉપદેશ કરજે.” સુબુદ્ધિએ કહ્યું–‘મહારાજ ! હું પણ તમારી સાથે વ્રત ગ્રહણ કરીશ અને મારી માફક તમારા પુત્રને મારે પુત્ર ધર્મોપદેશ સંભળાવશે.” પછી રાજા અને સુબુદ્ધિ મંત્રીએ કર્મરૂપી પર્વતને ભેદ કરવામાં વા સમાન વ્રત ગ્રહણ કર્યું અને તેનું દીર્ઘ કાળપર્યત પ્રતિપાલન કરીને મેક્ષને પ્રાપ્ત થયા. હે રાજન તમારા વંશમાં બીજો એક દંડક નામે ભૂપતિ થયેલ છે. પ્રચંડ શાસનવાળે તે રાજા શત્રુઓને વિષે જાણે સાક્ષાત્ યમરાજ હેય તે હતો. તેને મણિમાલી નામે પ્રખ્યાત પુત્ર હતું, તે પિતાના તેજથી સૂર્યની માફક દિશાઓને વ્યાપ્ત કરતે હતે. દંડક રાજા પુત્ર, મિત્ર, સ્ત્રી, રત્ન, સુવર્ણ અને દ્રવ્યમાં અત્યંત મૂચ્છવાનું હતું અને એ સર્વને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય માનતે હતે. આયુષ્ય પૂર્ણ થયે આધ્યાનમાં જ પતનારો તે. કાળ કરી પોતાના ભાંડાગારમાં દુધર અજગર થયો. જે માણસ ભાંડાગારમાં પ્રવેશ કરે તેને અગ્નિ જે સર્વભક્ષી અને દારુણત્મા તે અજગર ગળી જવા લાગ્યો. એક સમયે અજગરે મણિમાલીને ભાંડાગારમાં પ્રવેશ કરતા જોયો ત્યારે પૂર્વજન્મના સ્મરણથી તેણે “આ મારે પુત્ર છે,” એમ તેને ઓળખ્યો. તે વખતે જાણે મૂર્તિમાન સ્નેહ હોય તેવી શાંતમૂત્તિને બતાવતા અજગરને જોઈ “આ કઈ મારે પૂર્વ જન્મને બંધુ છે એમ મણિમાલીના સમજવામાં પણ આવ્યું. પછી જ્ઞાનમુનિની પાસેથી એ પિતાને પિતા છે એમ જાણી મણિમાલીએ તેની પાસે બેસી તેને જૈનધર્મ સંભળાવ્યો. અજગરે પણ અહંત ધર્મને જાણ સંવેગભાવ ધારણ કર્યો અને શુભધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામી ધવપણને પ્રાપ્ત થયો. તે દેવતાએ પુત્રના પ્રેમને લીધે સ્વર્ગમાંથી આવીને એક દિવ્ય મુકતામય હાર મણિમાલીને અર્પણ કર્યો હતો, જે અદ્યાપિ તમારા હૃદય ઉપર રહેલો છે. આપ હરિશ્ચંદ્રના વંશમાં થયેલા છે અને હું સુબુદ્ધિના વંશમાં થયેલ છું, માટે ક્રમથી આવેલા આ પ્રચારથી તમે ધર્મને વિષે પ્રવર્તે. હવે મેં તમને અવસર સિવાય ધર્મ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ સાંભળે–આજે નંદનવનમાં બે ચારણ મુનિઓને મેં જોયા. જગતના પ્રકાશને ઉત્પન્ન કરનારા અને મહામહરૂપી અંધકારને છેદનારા તે મુનિઓ જાણે એક ઠેકાણે મળેલા સાક્ષાત્ સૂર્ય ચંદ્ર હોય તેવા જણાતા હતા. અપૂર્વ જ્ઞાનથી શોભતા તે મહાત્માઓ ધર્મદેશના આપતા હતા. તે વખતે મેં તેઓને આપના આયુષ્યનું પ્રમાણ પૂછ્યું, ત્યારે તમારું માત્ર એક માસનું આયુષ્ય બાકી છે એમ તેઓએ જણાવ્યું. હે મહામતિ ! એ ઉપરથી હું આપને ધર્મ કરવાની ત્વરા કરું છું.” મહાબળ રાજાએ કહ્યું- હે સ્વયંબુદ્ધ ! હે બુદ્ધિના સમુદ્ર ! મારા બંધુ તો તમે એક જ છે, કે જે મારા હિતને માટે લખ્યા કરે છે. વિષાએ આકર્ષેલા અને મોહનિદ્રાથી નિદ્રાળુ થયેલા મને તમે જાગૃત કર્યો તે બહુ સારું કર્યું. હવે મને કહે કે હું શી રીતે ધર્મ સાધું ? આયુષ્ય અલ્પ રહ્યું છે, તે તેટલામાં મારે કેટલે ધર્મ સાધવે ? અગ્નિ લાગ્યા પછી તત્કાળ કે ખેદ તે કેમ બને?” ભંડારમાં, Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભદેવનો પાંચમે ભવ (લલિતાંગ દેવ) સર્ગ ૧ લો. સ્વયં બુદ્ધે કહ્યું- હે મહારાજ ! ખેદ કરે નહીં અને દઢ થાઓ. તમે પરલોકમાં મિત્ર સમાન યતિધર્મને આશ્રય કરે. એક દિવસની પણ દીક્ષા પાળનારે માણસ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે સ્વર્ગની શી વાત ?” પછી મહાબળ રાજાએ તેમ કરવું સ્વીકારી, આચાર્ય જેમ પ્રાસાદમાં પ્રતિમાનું સ્થાપન કરે તેમ પુત્રને પિતાની પદવી ઉપર સ્થાપન કર્યો. તદનંતર દીન અને અનાથ લોકોને તેણે એવું અનુકંપાદાન આપ્યું કે તેથી તે નગરમાં યાચના કરે એ કઈ પણ દીન રહ્યો નહીં. જાણે ઇંદ્ર હોય તેમ તેણે સર્વ ચૈત્યમાં વિચિત્ર પ્રકારના વસ્ત્ર, માણિજ્ય, સુવર્ણ અને કુસુમાદિકથી પૂજા કરી પછી સ્વજનેને ખમાવી, મુનીંદ્રના ચરણ સમીપે જઈ તેણે મોક્ષલક્ષમીની સખીરૂપ દીક્ષા અંગીકાર કરી. સર્વ સાવદ્યાગની વિરતિ કરવાની સાથે તે રાજર્ષિએ ચતુર્વિધ આહારનું પણ પ્રત્યા ખ્યાન કર્યું. પછી સમાધિરૂપી અમૃતના ઝરામાં નિરંતર મગ્ન રહી કમલિનીના ખંડની પેઠે તેઓ જરા પણ ગ્લાનિ પામ્યા નહીં, પરંતુ મહાસત્તશિરોમણિ તે જાણે ભેજ્ય પદાર્થ નું ભજન કરતા હોય અને પેય પદાર્થનું પાન કરતા હોય તેમ અક્ષીણુ કાંતિવાળા થવા લાગ્યા. બાવીશ દિવસનું અનશન પાળીને પ્રાંતે સમાધિમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં તેમણે કાળ કર્યો. ત્યાંથી જાણે દિવ્ય અશ્વો હોય તેવા પિતે સંચિત કરેલા પુણ્યવડે તેઓ તત્કાળ દુર્લભ એવા ઈશાન કલ્પને પ્રાપ્ત થયા. ત્યાં શ્રીપ્રભ નામના વિમાનમાં ઉત્પન્ન થવાના શયનસંપુટને વિષે મેઘના ગર્ભમાં જેમ વિદ્યપુંજ ઉત્પન્ન થાય તેમ તે ઉત્પન્ન થયા. દિવ્ય આકૃતિ, સમચતુરન્સ સંસ્થાન, સપ્ત ધાતુઓથી રહિત શરીર, શિરીષ પુપના જેવી સુકુમારતા, દિશાઓના અંતરભાગને આક્રાંત કરે એવી કાંતિ, વજા જેવી કાયા, મેંટે ઉત્સાહ, સર્વ પ્રકારનાં પુણ્ય લક્ષણે, ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરવાની શક્તિ, અવધિજ્ઞાન, સર્વ વિજ્ઞાનમાં પારંગતપણું, અણિમાદિ આઠ સિદ્ધિની પ્રાપ્તિ, નિર્દોષતા અને અચિંત્ય વૈભવ-એવા સર્વ ગુણે યુક્ત તે લલિતાંગ એવું સાર્થક નામ ધારણ કરનાર દેવ થયા. બંને ચરણમાં રત્નના કડાં, કટીભાગ ઉપર કટીસૂત્ર, હાથમાં કંકણ, ભુજાઓમાં બાજુબંધ, વક્ષસ્થળ ઉપર હાર, કંડમાં યિક (ગળચ), કાનમાં કુંડળ, મસ્તક ઉપર પુષ્પમાળા તથા કીરીટ-વગેરે આભૂષણે, દિવ્ય વસ્ત્રો અને સર્વ અંગેના ભૂષણરૂપ યૌવન તેને ઉત્પન્ન થવાની સાથે જ પ્રાપ્ત થયું. તે વખતે પ્રતિશથી દિશાઓને ગજાવી મૂકતા દુંદુભિ વાગ્યા અને જગતને આનંદ કરે તથા ય પામ” એવા શબ્દો મંગળપાઠકે બોલવા લાગ્યા. ગીત વાજીંત્રના નિર્દોષથી અને બંદીજનેને કેલાહળથી આકુળ થયેલું તે વિમાન, જાણે પોતાના સ્વામીના આવવાથી થયેલા હર્ષવડે ગર્જના કરતું હોય તેવું જણાવા લાગ્યું. પછી જેમ સૂતેલો માણસ ઉઠે તેમ તે લલિતાંગ દેવ ઉઠીને આવી રીતને દેખાવ જોઈ વિચારવા લાગ્યો-“શું આ ઈન્દ્રજાળ છે ? શું સ્વમ છે ? શું માયા છે? કે શું છે ? આ સર્વ ગીતનૃત્યાદિ મને ઉદ્દેશીને કેમ પ્રવર્તે છે? આ વિનીત કો મારે વિષે સ્વામીપણું ધારણ કરવાને માટે કેમ તલ્પી રહ્યા છે ? અને આ લક્ષ્મીના મંદિરરૂપ, આનંદના સદનરૂપ, સેવવા લાયક, પ્રિય અને રમણીય ભુવનમાં હું ક્યાંથી આવ્યો છું ? આવી રીતે તેના મનમાં વિતર્કો પ્યુરી રહ્યા હતા, તેવામાં પ્રતિહારે તેની પાસે આવી, અંજલિ જેડી કેમળ ગિરાથી નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી– ૧ ક૫ દેવલોક, ઇશાન કલ્પ-બીજુ દેવક, Page #49 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું લલિતાંગ દેવને પ્રતિહારે કહેલ સ્વરૂપ ૨૫ “હે નાથ ! આપના જેવા સ્વામીથી આજ અમે ધન્ય થયા છીએ અને સનાથે થયા છીએ, તેથી નમ્ર સેવકે ઉપર આપ અમૃતતુલ્ય દૃષ્ટિથી પ્રસાદ કરે છે સ્વામિન ! સર્વ ઈચ્છિતને આપનારું, અવિનાશી લક્ષ્મીવાળું અને સર્વ સુખનું સ્થાન એવું આ ઈશાન નામે દ્વિતીય દેવલેક છે. આ દેવલોકમાં જે વિમાનને હમણું આપ અલંકૃત કરે છે તે શ્રીપ્રભ નામે પુષ્પગે પ્રાપ્ત કર્યું છે. આપની સભાના મંડનરૂપ આ સર્વે સામાનિક દેવતાઓ છે, જેથી તમે એક છે તે પણ જાણે અનેક છે એવું આ વિમાનમાં દેખાય છે. હે સ્વામિન્ ! મંત્રના સ્થાનરૂપ એવા આ તેત્રીશ પુરોહિત દેવતાઓ છે અને તેઓ આપની આજ્ઞાની ઈચ્છા કરે છે, માટે તેમને સમયોચિત આદેશ કરે. આનંદ કરવામાં પ્રધાનપણું કરનારા આ પર્ષદાના દેવતાઓ છે, જેઓ લીલાવિલાસની ગેષ્ઠીમાં આપના મનને રમાડશે. નિરંતર બખ્તરના પહેરનારા, છત્રીશ પ્રકારનાં તીણ શાને ધારણ કરનારા અને સ્વામીની રક્ષા કરવામાં ચતુર એવા આ તમારા આત્મરક્ષક દેવતાઓ છે. આપના નગરની (વિમાનની) રક્ષા કરનારા આ લેકપાલ દેવતાઓ છે, સૈન્યના ધુરંધર એવા આ સેનાપતિઓ છે અને આ પૌરવાસી તથા દેશવાસી જેવા પ્રકીર્ણક દેવતાઓ આપની પ્રરપ છે. તેઓ સવેર આપની આજ્ઞાને નિર્માલ્ય તરીકે પણ પિતાના મસ્તક ઉપર ધારણ કરશે. આ આભિગિક દેવતાઓ આપની દાસરૂપે સેવા કરનારા છે અને આ કિબિષક દેવતાઓ સર્વ પ્રકારનાં મલિન કાર્ય કરનારા છે. સુંદર રમણીઓથી રમણિક આંગણું વાળા, મનને પ્રસન્ન કરનારા અને રત્નથી રચેલા આ તમારા પ્રાસાદે છે, સુવર્ણકમળની ખાણુરૂપ આ રત્નમય વાપિકાઓ છે, રત્નના અને સુવર્ણના શિખરવાળા આ તમારા કીડાપર્વ છે. હર્ષકારી અને સ્વચ્છ જળવાળી આ ક્રીડાનદીઓ છે, નિત્ય પુષ્પ ફળને આપનારા આ કીડાઉઘાને છે અને પિતાની કાંતિવડે દિશાઓના મુખને પ્રકાશિત કરનાર જાણે સૂર્યમંડળ હોય એવો સુવર્ણ અને માણિજ્યથી રચેલો આ તમારે સભામંડપ છે. ચામર, આદર્શ અને પંખા જેઓના હાથમાં છે એવી આ વારાંગનાઓ તમારી સેવામાં જ મહોત્સવને માનનારી છે અને ચાર પ્રકારનાં વાદ્યમાં ચતુર એ આ ગંધર્વવર્ગ આપની ! પાસે સંગીત કરવાને સજજ થઈ રહ્યો છે.” આ પ્રમાણે પ્રતિહારીએ કહ્યા પછી દીધો છે ઉગ જેણે એવા તે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જેમ આગલા દિવસની વાતનું સમરણ થાય તેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. “અહો ! પૂર્વે હું વિદ્યાધરને સ્વામી હતે. મને ધર્મમિત્ર એવા સ્વયંભુદ્ધ મંત્રીએ જનંદ્ર ધર્મને બોધ કર્યો હતો, તેથી દીક્ષા લઈને મેં અનશન કર્યું હતું. તેનું આ ફળ પ્રાપ્ત થયું છે. અહા ધર્મને અચિંત્ય પ્રભાવ છે ! એવી રીતે પૂર્વજન્મનું સ્મરણ કરી તત્કાળ ત્યાંથી ઊઠી છડીદારે જેને હાથને ટેકો આપે છે એવા તે દેવે સિંહાસન અલ. કત કર્યું. તે સમયે જ્યધ્વનિ કુરી રહ્યો. દેવતાઓએ તેમને અભિષેક કર્યો, ચામરે વીઝાવા લાગ્યા અને ગાંધર્વો મધુર અને મંગળગીત ગાવા લાગ્યા. પછી ભક્તિવડે ભાવિત મનવાળા તે લલિતાંગ દેવે ત્યાંથી ઊઠી ચૈત્યમાં જઈ શાશ્વતી અહસ્ત્રતિમાઓની પૂજા કરી અને દેવતાઓના ત્રણ ગ્રામના ઉદ્ગારથી મધુર અને મંગળમય ગાયનની સાથે વિવિધ તેત્રોથી જિનેશ્વરની સ્તુતિ કરી. પછી તેણે જ્ઞાનદીપક પુસ્તક વાંચ્યા અને મંડપના સ્તંભ ઉપર ડાબલામાં રહેલા અરિહંતના અસ્થિનું અર્ચન કર્યું. A - 4 Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વયં પ્રભા દેવીનું રૂપ-વર્ણન. સર્ગ ૧ લે. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવું દિવ્ય આતપત્ર ધારણ કરવાથી પ્રકાશમાન થઈ તે કીડાભુવનમાં ગયા. ત્યાં તેણે પિતાની પ્રભાથી વિદ્યુ...ભાને પણ ભગ્ન કરનારી સ્વયંપ્રભા નામે દેવીને દીઠી. તેનાં નેત્ર, મુખ અને ચરણ અતિશય કેમળ હતાં, તેથી તેઓના મિષથી જાણે લાવણ્યસિંધુના મધ્યમાં રહેલ કમલવાટિકાર જેવી તે જણાતી હતી. અનુપૂર્વથી સ્કૂલ અને ગોળ એવા ઉરૂથી જાણે કામદેવે પોતાના ભાથાને ત્યાં સ્થાપન કર્યા હોય તેવી તે જણાતી હતી. રાજહંસના ટેળાવડે વ્યાપ્ત તટેથી જેમ સરિતા શેભે તેમ નિર્મળ વસ્ત્રવાળા વિપુલ નિતંબથી તે શોભતી હતી. પુષ્ટ અને ઉન્નત સ્તનને ભાર વહન કરવાથી કૃશ થયું હોય તેમ વજીના મધ્યભાગ જેવા કૃશ ઉદરથી તે મનહર લાગતી હતી. તેને ત્રણ રેખાવાળો અને મધુર સ્વર બોલનારે કંઠ જાણે કામદેવના વિજયને કહેનારે શંખ હોય તે જણાતું હતું. બિંબફળને તિરસ્કાર કરનાર છેષ્ઠથી અને નેત્રરૂપી કમળના નાળવાની લીલાને ગ્રહણ કરનારી નાસિકાથી તે ઘણી સુંદર જણાતી હતી. પૂર્ણિમાના અર્ધા કરેલા ચંદ્રમાની સર્વ લક્ષ્મીને હરનારા તેના સુંદર અને સ્નિગ્ધ લલાટથી તે ચિત્તને હરી લેતી હતી. કામદેવના હિંડોળાની લીલાને ચેરનારા તેના કર્ણ હતા. પુષ્પબાણના ધનુષ્યની શેભાને હરનારી તેની ભ્રકુટી હતી. સુખરૂપી કમળની પાછળ ફરનારે જાણે ભ્રમર સમૂહ હોય તેવો અને સ્નિગ્ધ કાજળ જે શ્યામ તેને કેશસમહ હતો. સર્વા ગે ધારણ કરેલાં રત્નાભરણેની રચનાથી જાણે જંગમપણાને પામેલી કામલતા હોય તેવી તે જણાતી હતી અને મને હર મુખકમળવાળી હજારે અપ્સરાઓથી તે વીંટળાયેલી હતી, તેથી જાણે ઘણી સરિતાથી વીંટાયેલી ગંગાનદી હોય તેવી તે શોભતી હતી. લલિતાંગ દેવને પિતાની સમીપે આવતા જોઈ તેણીએ અતિશય સ્નેહથી યુક્તિવડે ઊભા થઈ તેને સત્કાર કર્યો, એટલે તે શ્રીપ્રભ વિમાનનો સ્વામી તેણીની સાથે એક પર્યકજ ઉપર બેઠે. એક કયારામાં રહેલી લતા અને વૃક્ષ શેભે તેમ સાથે બેઠેલા તેઓ શોભવા લાગ્યા. નિગડ (બેડી)થી નિયંત્રિત લાની જેમ નિવિડ રાગથી નિયંત્રિત થયેલ તેમનાં ચિત્ત પરસ્પર લીન થઈ ગયા. જેને પ્રેમ-સૌરભ: અવિચ્છિન્ન છે એવા તે શ્રીપ્રભ વિમાનના પ્રભુએ દેવી સ્વયંપ્રભાની સાથે ક્રિીડા કરતાં એક કળામાત્રની પેઠે ઘણે કાળ નિર્ગમન કર્યો. પછી વૃક્ષથી જેમ પત્ર પડી જાય તેમ આયુ પૂર્ણ થવાથી સ્વયંપ્રભા દેવી ત્યાંથી ચવી ગઈ. આયુષ્ય ક્ષીણ થયે ઈંદ્ર પણ રહેવાને સમર્થ નથી. પ્રિયાના વિરહથી ઉત્પન્ન થયેલા દુઃખથી તે દેવ જાણે પર્વતથી આક્રાંત થયા હોય અને જાણે વજાથી તાડિત થયું હોય તેમ મૂચ્છ પામ્યું. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરીને પિતાના પ્રતિશબ્દથી આખા શ્રીપ્રભ વિમાનને વિલાપ કરાવતે તે વારંવાર વિલાપ કરવા લાગ્યું. ઉપવનમાં તેને પ્રીતિ થઈ નહીં, વાપિકામાં આનંદ પ્રાપ્ત થયે નહીં, કીડા પર્વતમાં સ્વસ્થતા પામ્યો નહી અને નંદનવનથી પણ તે હર્ષિત થયો નહીં. “હે પ્રિયા, ! હે પ્રિયા ! તું કયાં છે ?” એમ બેલી વિલાપ કરતા તે અખિલ વિશ્વ સ્વયંપ્રભામય જતા ચેતરફ ફરવા લાગે, અહીં સ્વયં બુદ્ધ મંત્રીને પિતાના સ્વામીના મૃત્યુથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે શ્રીસિદ્ધાચાર્ય નામે આચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. ઘણા કાળ પર્યત અતિચાર ૧ છત્ર. ૨ કમળની વાડી. ૩ નદી. ૪ પલંગ. ૫ સુગંધ Page #51 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. નિર્નામિકાનું વૃત્તાંત. ૨૭ રહિત વ્રત પાળીને કાળ કરી, તે ઈશાન દેવલોકમાં ઈદ્રને દઢધામ નામે સામાનિક દેવ થયો. તે ઉદાર બુદ્ધિવાળા દેવે પૂર્વ ભવના સંબંધથી બંધુની પેઠે પ્રેમ-વ્યાપ્ત થઈ, ત્યાં આવી લલિતાંગ દેવને આશ્વાસન પમાડવાને કહ્યું-હે મહાસત્ત્વ ! ફક્ત સ્ત્રીને માટે આમ કેમ મેહ પામે છે ? ધીરપુરુષ પ્રાણત્યાગને સમય આવે તે પણ આવી દશાને પ્રાપ્ત થતા નથી.” લલિતાગે કહ્યું–બંધુ ! તમે એમ કેમ બેલો છે ? પ્રાણુને વિરહ સહન થઈ શકે, પણ કાંતાવિરહ દુસહ છે. આ સંસારમાં સારંગલોચના જ એક સારભૂત છે, કેમકે તેના વિના સર્વ સંપત્તિઓ અસાર થઈ ગઈ છે. તેના એવા દુઃખથી ઈશાનદ્રને તે સામાનિક દેવ પશુ દુઃખી થઈ ગયે.. પછી અવધિજ્ઞાનને ઉપયોગ દઈ તેણે કહ્યું- હે મહાનુભાવ! તમે ખેદ કરે નહીં. મેં જ્ઞાનવડે તમારી થનારી પ્રિયા ક્યાં છે તે જાણ્યું છે, માટે સ્વસ્થ થાઓ અને સાંભળે–પૃથ્વી ઉપર ઘાતકીખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રને વિષે નંદી નામે ગ્રામમાં દરિદ્ર સ્થિતિવાળે નાગિલ નામે ગૃહપતિ રહે છે. તે ઉદરપૂતિ કરવાને માટે નિરંતર પ્રેતની પેઠે ભમે છે, તે પણ સુધિત અને તૃષિત સ્થિતિમાં સૂવે છે અને તે જ પાછો ઊઠે છે, દારિદ્રયને બુભુક્ષાની જેમ તેને મંદ ભાગ્યમાં શિરમણિ એવી નાગશ્રી નામે સ્ત્રી છે. પામનાર વ્યાધિવાળાને જેમ ઉપરાઉપરી ફેડકીઓ થયા કરે તેમ નાગિલને ઉપરાઉપર છ પુત્રીઓ થઈ. તેની તે પુત્રીઓ ગામના ડુક્કરની જેમ પ્રકૃતિથી ઘણું ખાનારી, કુરૂપ અને જગને વિષે નિંદા પામનારી થઈ. પછી ફરીથી પણ તેની સ્ત્રી સગર્ભા થઈ. પ્રાયે દરિદ્રીને શીધ્ર ગર્ભ ધારણ કરે એવી સ્ત્રી હોય છે. એ સમયે નાગિલ મનમાં ચિંતા કરવા લાગ્યા–“આ મારે કયા કર્મનું ફળ હશે, જેથી હું મનુષ્ય લેકમાં રહીને પણ નરકની વ્યથા ભેગવું છું, જન્મથી પ્રાપ્ત થયેલા અને જેને પ્રતિકાર થવે અશકય છે એવા આ દારિદ્રયથી, ઉધઇવડે જેમ વૃક્ષ ક્ષીણ થાય તેમ હું ક્ષીણ થઈ ગયું છું. જાણે પ્રત્યક્ષ અલહમી હોય, જાણે પૂર્વ જન્મની વરિણું હોય તેવી અને નિલક્ષણ મૂતિવાળી આ કન્યાઓએ મને પડ્યો છે. જે હવે આ વખતે પણ દુહિતાને પ્રસવ થશે તે હું આ કુટુંબને ત્યાગ કરી દેશાંતરમાં જતો રહીશ.” એમ ચિંતા કર્યા કરે છે તેવામાં તે દરિદ્રની ગૃહિણીએ પુત્રીને જ જન્મ આપ્યો. કર્ણમાં સોયના પ્રવેશ જે દુહિતાને જન્મ તેણે સાંભળ્યો એટલે અધમ બળદ જેમ ભારને છેડી ચાલ્યો જાય તેમ તે નાગિલ કુટુંબને છેડીને ચાલ્યા ગયે. તેની સ્ત્રીને પ્રસવદુઃખ ઉપર પતિપ્રવાસની વ્યથા તત્કાળ પડેલા ઘા ઉપર ક્ષાર પડ્યા જેવી થઈ. અતિ દુઃખિત થયેલી નાગશ્રીએ તે કન્યાનું નામ પણ પાડયું નહીં, તેથી લોકો તેનું નિર્નામિકા એવું નામ કહેવા લાગ્યા. નાગશ્રીએ તેનું સમ્યક પ્રકારે પાલન કર્યું નહી તો પણ તે બાળા વૃદ્ધિ પામવા લાગી. વજીથી હણાયેલા પ્રાણીનું પણ આયુષ્ય ત્રુટિત ન થયું હોય તે મૃત્યુ થતું નથી. અત્યંત દુર્ભગા અને માતાને ઉદ્વેગ કરનારી તે બાલિકા બીજાને ઘરે હલકા કામ કરી કાળ નિર્ગમન કરવા લાગી. એકદા ઉત્સવને દિવસે કેઈ ધનાઢ્યના બાળકના મોદક જોઈ તે બાલિકા પોતાની માતા પાસે મેક માંગવા લાગી. તે વખતે તેની માતાએ ગુસ્સે થઈને કહ્યું–મેદક શું તારા બાપ થાય છે કે તું તે માંગે છે ? જે તારે માદક ખાવાની ઈચ્છા હોય તે અંબરતિલક પર્વત ઉપર કાષ્ઠને ભારો લેવા દોરડી ૧ હરણ સરખા લોચનવાળી સ્ત્રી. ૨ ભૂખ. ૩ ખસ. ૪ પુત્રી. * દુર્ભાગ્યવાળી. Page #52 -------------------------------------------------------------------------- ________________ નિર્નામિકાને કેવલી-સમાગમ. સગ ૧ લે. લઈને જા. પિોતાની માતાની અડાયા છાણના અગ્નિ જેવી દહન કરનારી વાણી સાંભળીને રૂદન કરતી તે બાળા ૨જુ લઈને પર્વત ભણી ચાલી. તે સમયે તે પર્વતના શિખર ઉપર એકરાત્રિ પ્રતિમાઓ રહેલા યુગધર નામે મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી સંનિહિત રહેલા દેવતાઓએ કેવળજ્ઞાનના મહિમાને ઉત્સવ કરવાને આરંભ કર્યો હતે. પર્વતની નજીકના નગર અને ગ્રામવાસી લોકો એ સમાચાર સાંભળી તે મુનીશ્વરને વંદન કરવા ઉતાવળા ઉતાવળા આવતા હતા. નાના પ્રકારના અલંકાર અને ભૂષણેથી શોભિત થયેલા લોકોને આવતા જોઈ જાણે ચિત્રમાં આલેખેલી હોય તેમ વિસ્મય પામીને નિર્નામિકા ઊભી રહી. પરંપરાએ લોકોનું આગમન-કારણ જાણું દુઃખના ભારની પેઠે કાના ભારાને છેડી દઈ ત્યાંથી ચાલી અને બીજા લોકેની સાથે પર્વત ઉપર ચઢી. તીર્થો સર્વને માટે સાધારણ છે. તે મહામુનિને ચરણને કલ્પવૃક્ષ સદશ માનનારી નિર્નામિકાએ આનંદથી તેમને વંદના કરી. કહ્યું છે કે ગતિને અનુસરનારી મતિ થાય છે. મુનીશ્વરે મેઘની જેવી ગંભીર વાણીથી લેકસમૂહને હિતકારી અને આહલાદકારી ધર્મદેશના આપી-કાચા સૂત્રના ભરેલા ખાટલાની ઉપર આરોહણ કરનારની જેમ મનુષ્યને વિષયનું સેવન સંસારરૂપ ભૂમિને વિષે પાડવાને માટે જ છે. જગતમાં પુત્ર, મિત્ર અને કલત્ર વિગેરેને સમાગમ એક ગ્રામમાં રાત્રિનિવાસ કરી સૂતેલા વટેમાર્ગ છે . છે. ચોરાશી લાખ યોનિમાં ભમતાં જેને જે અનંત દુખને ભાર છે તે પિતાના કર્મના પરિણામથી ઉત્પન્ન થયેલે છે.” આ પ્રમાણેની દેશના સાંભળી અંજલી જોડી નિર્નામિકા બેલી–હે ભગવન! આપ ( રાય અને રંકને વિષે સમદષ્ટિવાળા છે તેથી હું વિજ્ઞપ્તિ કરીને પૂછું છું કે આપે સંસારને દુઃખના સદનરૂપ કહ્યા, પરંતુ મારાથી અધિક દુઃખી કઈ છે ?” | કેવળી ભગવતે કહ્યું “હે દુખી બાળા ! હે ભદ્રે ! તારે તે શું દુઃખ છે, તારી કરતાં પણ અત્યંત દુઃખી જીવે છે તેની હકીકત સાંભળ. જેઓ પિતાના દુષ્કર્મના પરૂિ ણામથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તેમાંથી કેટલાકનાં શરીર ભેદાય છે, કેટલાકનાં અંગ છેકાય છે અને કેટલાકનાં મસ્તક જુદાં પડે છે, તે નરક ગતિમાં પરમાધાર્મિક અસુરેથી કેટલાક પ્રાણીઓ તલ પીલવાની પેઠે યંત્રથી પીલાય છે, કેટલાક કષની જેમ દારૂણ કરવાથી વેરાય છે અને કેટલાએક સ્ફોટા લેહના ઘણથી લેહપાત્રોની પેઠે કુટાય છે. તે અસુરે કેટલાકને શૂળીની શય્યા ઉપર સુવાડે છે, કેટલાકને વસ્ત્રની પેઠે શિલાતળ સાથે અફાળે છે અને કેટલાકના શાકની પેઠે ખંડ ખંડ કરે છે. તે નારકી જીનાં શરીર વક્રિય હેવાથી તરત ફરીથી મળી જાય છે, એટલે તે પરમધામિકે પુનઃ તેવી રીતે પીડિત કરે છે. એવી રીતનાં દુઃખ ભેગવતાં તેઓ કરુણ સ્વરથી આઠંદ કરે છે. ત્યાં તૃષિત થયેલા જીને વારંવાર તપાવેલા સીસાને રસ પાય છે અને છાયાની ઈચ્છાવાળા પ્રાણીઓને અસિપત્ર+ નામના વૃક્ષ નીચે બેસાડે છે. પિતાના પૂર્વ કર્મનું સ્મરણ કરતા તે નારકે મુહૂર્ત માત્ર પણ વેદના વિના રહી શકતા નથી. હે વત્સ ! તે નપુંસકવેદી નારકીઓને જે દુઃખ થાય છે તે સર્વનું વર્ણન પણ માણસને દુખ ઉત્પન્ન કરે છે. * તરવાર જેવા પાંદડાવાળા. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ચારે ગતિના દુઃખેનું વર્ણન. વળી એ નારકીઓની વાત તે દૂર રહી, પરંતુ પ્રત્યક્ષ દેખાય છે એવા જળચર, સ્થળચર અને આકાશચારી તિર્યંચ પ્રાણીઓ પણ પોતાના પૂર્વ કર્મવડે પ્રાપ્ત થયેલા અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. જળચર જીવોમાંનાં કેટલાક તો એક બીજાનું ભક્ષણ કરી જાય છે, કેટલાકને બગલાંઓ ગળી જાય છે. ત્વચાના અથી મનુષ્ય તેઓની ત્વચા ઉતારે છે, માંસની પેઠે તેઓ ભુંજાય છે, ખાવાની ઈચ્છાવાળા તેઓને પકાવે છે અને ચરબીની ઈચ્છા વાળા તેઓને ગાળે છે. સ્થળચર જંતુઓમાં નિર્બળ મૃગ વગેરેને સબળ સિંહ વગેરે પ્રાણીઓ માંસની ઈચ્છાથી મારી નાખે છે. મૃગયામાં આસક્ત ચિત્તવાળા માંસની ઈચ્છાથી અથવા ક્રીડા નિમિત્તે તે નિરપરાધી પ્રાણીઓને વધ કરે છે અને બળદ વિગેરે પ્રાણીઓ ક્ષુધાતૃષા-ટાઢ તડકે સહન કરે, અતિભાર વહન કરે અને ચાબુક-અંકુશ-પણને માર ખમ વગેરે ક્રિયાથી ઘણી વેદના પામે છે. આકાશચારી પક્ષીઓમાં તેતર, શુક, પત અને ચકલા વગેરેને તેઓના માંસની ઈચ્છાવાળા બાજ, સિંચાનક અને ગીધ પક્ષીઓ પકડીને ખાઈ જાય છે તથા શિકારીએ એ સર્વને નાના પ્રકારના ઉપાયથી પકડી ઘણી વિટંબના પમાડે છે. તે તિર્યંચોને બીજા શસ્ત્ર તથા જળાદિકના પણ અનેક ભય હોય છે, માટે પોતપોતાના પૂર્વકર્મનું નિબંધન જેને પ્રસાર ન રોકી શકાય એવું છે. જેઓને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે તેમાં પણ કેટલાક પ્રાણુઓ જન્મથી જ આંધળા, બહેરા, પંગુ અને કેઢીઓ થાય છે, કેટલાએક ચેરી કરનારા અને પરસ્ત્રીગમન કરનારા પ્રાણીઓ નારકીની પેઠે જુદા જુદા પ્રકારની શિક્ષાથી નિગ્રહ પામે છે અને કેટલાક નાના પ્રકારના વ્યાધિઓથી પીડાતા પિતાના પુત્રોથી પણ ઉપેક્ષાને પામે છે. કેટલાએક મૂલ્યથી વેચાયેલા (નેકર, ગુલામ વગેરે) ખચ્ચરની પેઠે પિતાના સ્વામીની તાડના તર્જના અમે છે, ઘણે ભાર ઉપાડે છે અને ક્ષુધા તૃષાનાં દુઃખ સહન કરે છે. • પરસ્પરના પરાભવથી કલેશ પામેલા અને પિતપોતાના સ્વામીના સ્વામીત્વથી બદ્ધ થયેલા દેવતાઓને પણ નિરંતર દુઃખ રહેલું છે. સ્વભાવથી દારૂણ અને અપાર એવા આ સંસારમાં, સમુદ્રમાં જેમ જળજંતુઓને પાર નથી તેમ દુઃખને પણ પાર નથી. ભૂતપ્રેતાદિકથી સંકલિત સ્થાનમાં જેમ મંત્રાક્ષ તેનો પ્રતિકાર કરનાર હોય છે, તેમ દુઃખના સ્થાનરૂપ આ સંસારમાં જિનપજ્ઞ ધર્મ સંસારદુઃખને પ્રતિકાર કરનાર છે. અતિ ભારથી જેમ વહાણ સમુદ્રમાં ડૂબી જાય તેમ હિંસાથી પ્રાણી નરકરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે, માટે કદાપિ હિંસા કરવી નહીં. હંમેશા અસત્યને ત્યાગ કરો, કારણ કે અસત્ય બોલવાથી વંટેળીઆથી જેમ તૃણ ભમે તેમ માણસ આ સંસારમાં ચિરકાળ ભમ્યા કરે છે. કેઈનું પણ અદત્ત લેવું નહીં એટલે કે કઈ પણ ચીજની ચેરી કરવી નહીં, કારણ કે કાવચ ફળના સ્પર્શની જેમ અદત્ત લેવાથી કયારે પણું સુખ થતું નથી. અબ્રહ્મચર્યને ત્યાગ કરવો. કારણ કે અબ્રહ્મચર્ય રાંકની પેઠે ગળે પકડીને માણસને નરકમાં લઈ જાય છે. પરિગ્રહ એકઠે કરડે નહીં, કારણ કે ઘણા ભારથી વૃષભ કાદવમાં ખેંચી જાય છે, તેમ માણસ પરિગ્રહના વશથી દુઃખમાં ડૂબી જાય છે. જેઓ હિંસા વગેરે પાંચ અવ્રતનો દેશથી પણ ત્યાગ કરે છે તેઓ ઉત્તરોત્તર કલ્યાણસંપત્તિના પાત્ર થાય છે.” જિનેશ્વરે કહેલો ધર્મ. Page #54 -------------------------------------------------------------------------- ________________ : હo નિર્નામિકાનું સ્વયંપ્રભા તરીકે ઉપજવું સગ ૧લે. - કેવળી ભગવાનના મુખથી એવી હકીક્ત સાંભળીને નિર્નામિકાને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને લોહના ગળાની પેઠે તેની કર્મગ્રંથિ ભેદાણ. તેણીએ તે મુનીશ્વર પાસે સમ્યફ પ્રકારે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, સર્વજ્ઞપ્રણીત ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને પરલેકરૂપ માર્ગમાં પાથેય+ તુલ્ય અહિંસાદિ પાંચ અણુવ્રત પણ આદર્યા. પછી મુનિ મહારાજાને પ્રણામ કરી જાણે કૃતાર્થ થઈ હોય એમ માનતી તે નિર્નામિકા ભારે લઈ પિતાને ઘરે ગઈ. તે દિવસથી તે સુબુદ્ધિમાન બાળાએ પોતાના નામની પેઠે યુગધર મુનિની ગિરાને વિસ્મરણ નહીં કરતાં નાના પ્રકારનાં તપ કરવા માંડ્યાં. તે યૌવનવતી થઈ તે પણ તે દુગતાને કઈ પરણ્ય નહિ, કારણ કે કડવું તુંબડું પાકી ગયું હોય તે પણ તેનું કઈ ભક્ષણે કરતું નથી. હાલમાં વિશેષ વૈરાગ્યથી અને ભાવથી તે નિર્નામિકા યુગધર મુનિની પાસે અનશનવ્રત ગ્રહણ કરીને રહેલી છે, માટે હે લલિતાંગ દેવ ! તમે ત્યાં જાઓ અને તેને તમારું દર્શન કરાવે, જેથી તમારામાં આસક્ત થયેલી તે મૃત્યુ પામીને તમારી પત્ની: થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે.” પછી લલિતાંગ દેવે તેમ કર્યું અને તેના ઉપર રાગવતી થયેલી તે સતી મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે તેની પત્ની થઈ. જાણે પ્રણય ક્રોધથી નાશી ગયેલી સ્ત્રી પાછી પ્રાપ્ત થઈ હોય તેમ પોતાની પ્રિયાને પ્રાપ્ત કરી લલિતાંગ દેવ અધિક ક્રીડા કરવા લાગે; કેમકે ઘણે તાપ લાગ્યો હોય ત્યારે છાયા પ્રીતિને માટે જ થાય છે. એવી રીતે ક્રીડા કરતાં કેટલેક કાળ ગયા પછી લલિતાંગદેવને પિતાના વનના ચિન્હ જોવામાં આવ્યાં. જાણે તેને વિયાગ થવાના ભયથી હેય તેમ રત્નાભરણે નિસ્તેજ થવા લાગ્યાં, મુકુટની માળાઓ પ્લાન થવા લાગી અને તેનાં અંગવ મલિન થવા લાગ્યાં. જ્યારે દુખ નજીક આવે છે ત્યારે લક્ષ્મીપતિ પણ લક્ષ્મીથી મુક્ત થઈ જાય છે. એ સમયે તેને ધર્મને અનાદર અને ભેગમાં વિશેષ આસકિત થઈ જ્યારે અંતસમય આવે છે ત્યારે ઘણું કરીને પ્રાણુઓની પ્રકૃતિમાં ફેરફાર થાય જ છે. તેના પરિજનેના મુખમાંથી અપશુકનમય-શેકકારક અને વિરસ વચને નીકળવા લાગ્યાં. કહ્યું છે કે બોલનારાના મુખમાંથી ભાવિકાને અનુસરનારી જ વાચા નીકળે છે. જન્મથી પ્રાપ્ત થયેલી લક્ષમી અને લજ્જારૂપ પ્રિયાએ, જાણે તેણે કાંઈ અપરાધ કર્યો હોય તેમ તેને છોડી દીધો. કીડીને જેમ મૃત્યુ સમયે જ પાંખો આવે છે તેમ તે અહીન અને નિદ્રારહિત હતું, તે પણ અંતસમય નજીક આવવાથી તેને દીનતા અને નિદ્રા પ્રાપ્ત થઈ. હદયની સાથે તેના સંધીબંધ શિથિલ થવા લાગ્યા. મહા બળવાન પુરુષથી પણ અકંપ્ય એવા તેના કલ્પવૃક્ષો કંપવા લાગ્યા. તેના નિરોગી અંગ અને ઉપાંગના સાંધાઓ જાણે ભવિષ્ય કાળે આવવાની વેદનાની શંકાથી હોય તેમ ભગ્ન થવા લાગ્યા. જાણે બીજાઓને સ્થાયીભાવ જેવાને અસમર્થ હેય તેમ તેની દૃષ્ટિ પદાર્થ ગ્રહણ કરવામાં જોવામાં અસમર્થ થવા લાગી. ગર્ભાવાસમાં નિવાસ કરવાના દુઃખને ભય લાગ્યો હોય તેમ તેનાં સર્વ અંગો કંપયમાન થવા લાગ્યાં અને ઉપર મહાવત બેઠેલે હેય એવા ગજેંદ્રની પેઠે તે લલિતાંગદેવ, રમ્ય-કીડા પર્વતે, સરિતા, વાપિકા, દીઈિકા અને ઉદ્યાનમાં પણ પ્રીતિને પામ્યો નહિ તેની આવી સ્થિતિ જોઈ દેવી સ્વયંપ્રભાએ કહ્યું- હે નાથ ! આપને શું શું અપરાધ કર્યો છે કે આપ આમ વિહળચિત્ત જણાએ છે?” + ભાતુ. Page #55 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું. શ્રીમતીને થયેલ જાતિસ્મરણ જ્ઞાન. તેણે કહ્યું–પ્રિયા ! તે કાંઈ પણ અપરાધ કર્યો નથી, હે સુ! અપરાધ તે મેં જ કર્યો છે કે પૂર્વ ભાવે ઘણું જ છે તપ કર્યો. પૂર્વ જન્મમાં હું વિદ્યાધરને રાજા હતું ત્યારે ભેગકાર્યમાં જાગૃતિ અને ધર્મકાર્યમાં પ્રમાદવાળે હતો. મારા સુભાગ્યે પ્રેરેલ હોય તેમ સ્વયં બુદ્ધ નામના મંત્રીએ એક માસ શેષ આયુ રહ્યું ત્યારે મને જૈનધર્મને બોધ કર્યો અને મેં તેને સ્વીકાર કર્યો. તે ટૂંકી મુદતમાં કરેલા ધર્મના પ્રભાવથી, હું આટલો કાળ શ્રીપ્રભ વિમાનને સ્વામી રહ્યો, પરંતુ હવે હું વીશ, કારણ કે અલભ્ય વસ્તુ કયારે પણ મળી શકતી નથી.” તે એવી રીતે બેલે છે તેવામાં છે આજ્ઞા કરેલ ધર્મા નામે દેવ તેની પાસે આવીને કહેવા લાગ્યો–આજે ઈશાનક૯૫ના સ્વામી નંદીશ્વરાદિક દ્વીપમાં જિનેન્દ્રપ્રતિમાની પૂજા કરવાને જવાના છે, માટે તમે પણ તેની આજ્ઞાથી ચાલે.” એવું સાંભળી અહો ભાગ્યવશાત્ સ્વામીને હુકમ પણ સમયને ઉચિત જ થયે” એમ બેલતે હર્ષ પામીને પિતાની વલ્લભા સહિત ત્યાં જવા ચાલે. નંદીશ્વર દ્વીપમાં જઈ તેણે શાશ્વતી અહસ્ત્રતિમાની પૂજા કરી અને પૂજા કરતાં ઉપજેલા પ્રમોદથી પિતાને ચ્યવન કાળ વિસરી ગયો. પછી સ્વચ્છ ચિત્તવાળે તે દેવ બીજા તીર્થો પ્રત્યે જતે હતે. તેવામાં આયુષ્ય ક્ષીણ થવાથી ક્ષીણ તેલવાળા દીપકની પેઠે તે માર્ગમાં જ અભાવ પ્રત્યે પામ્ય-ચવી ગયે. જંબુદ્વીપમાં સાગરની સમીપે રહેલા પૂર્વ વિદેહમાં, સીતા નામની મહાનદીના ઉત્તર તટ તરફ પુષ્કલાવતી નામની વિજયને વિષે, લાહોર્મલ નામના મહાટા નગરના સુવર્ણચંઘ રાજાની લક્ષ્મી નામે સ્ત્રીની કુક્ષીથી તે લલિતાંગ દેવને જીવ પુત્રપણે ઉત્પન્ન થયે. આનંદથી પ્રફુલ્લિત થયેલા માતાપિતાએ પ્રસન્ન થઈ શુભ દિવસે તે પુત્રનું વાઘ નામ પાડ્યું. લલિતાંગદેવના વિયેગથી દુઃખાત્ત થયેલી સ્વયંપ્રભા દેવી પણ કેટલેક કાળે ધર્મકાર્યમાં લીન થઈ, ત્યાંથી એવી અને તે જ વિજયમાં પુંડરીકિણી નગરીના વજસેન રાજની ગુણવતી નામે સ્ત્રીથી પુત્રીપણે ઉત્પન્ન થઈ તે અતિશય શોભાવાળી હોવાથી માતાપિતાએ તેને શ્રીમતી એવું નામ પાડયું. જેના હસ્તપલવ વિલાસ કરી રહ્યા છે એવી અને કમળાંગી તે બાળા ઉદ્યાનપાલિકાથી જેમ લતા લાલિત થઈ વૃદ્ધિ પામે તેમ ધાત્રીઓથી લાલિત થયેલી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. પિતાની સ્નિગ્ધ કાંતિથી જાણે ગગનતળને પલવિત કરતી હોય એવી તે રાજબાળાને–સુવર્ણની મુદ્રિકાને જેમ રત્ન પ્રાપ્ત થાય તેમ–ચૌવન પ્રાપ્ત થયું. એકદા સંધ્યાની અભ્રલેખા જેમ પર્વત ઉપર ચડે તેમ તે પિતાના સર્વતોભદ્ર નામના મહેલ ઉપર ચડી. તેવામાં અનેરમ નામે ઉદ્યાનમાં કોઈ મુનીશ્વરને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી ત્યાં જતા દેવતાઓ તેના જેવામાં આવ્યા. તેઓને જોઈ આવું મેં પૂર્વે જેયેલું છે' એમ વિચારનારી તે બાળાને રાત્રિના સ્વપ્નની પેઠે પૂર્વજન્મનું સ્મરણ થયું. જાણે હૃદયમાં ઉત્પન્ન થયેલા પૂર્વભવના જ્ઞાનને ભાર વહન કરવાને અસર મર્થ હોય તેમ તે ક્ષણવારમાં મૂચ્છ પામી પૃથ્વી ઉપર પડી ગઈ. સખીઓએ ચંદનાદિક વડે ઉપચાર કરવાથી સંજ્ઞા આવી, એટલે ઊઠીને પિતાના ચિત્તમાં વિચારવા લાગી કે પૂર્વ જન્મમાં લલિતાંગ નામે દેવ મારા પતિ હતા, તે સ્વર્ગથી ચવેલા છે, પણ હાલ તે કયાં અવતરેલા છે તેની ખબર ન હોવાથી મને પીડા થાય છે. મારા હદયમાં તે જ સંક્રાંત થયેલા છે અને તે જ મારા હૃદયેશ્વર છે; કારણ કે કપૂરના પાત્રમાં લવણ Page #56 -------------------------------------------------------------------------- ________________ હર પંડિતાએ આલેખેલ પટ. સર્ગ ૧ લે. કેણુ નાખે? તે મારા પ્રાણપતિ જે મારા વચનગેચર ન થાય તે બીજાની સાથે આલાપ કરવાથી મારે સયું” એમ વિચારીને તેણીએ મૌન ગ્રહણ કર્યું. જ્યારે તે બેલી નહીં ત્યારે તેની સખીઓએ દેવદોષની શંકાથી મંત્રતંત્રાદિકના યથોચિત ઉપચાર કરવા માંડ્યા. તેવા સેંકડે ઉપચારથી પણ તેણીએ મૌન છેડયું નહીં, કેમકે અન્ય વ્યાધિને અન્ય ઔષધ શાંતિકારક થતું નથી. પ્રયોજન પડે ત્યારે તે પિતાના પરિજનને અક્ષર લખીને અથવા ભ્રકુટી અને હસ્ત વિગેરેની સંજ્ઞાથી જણાવવા લાગી. એક વખતે શ્રીમતી પિતાના ક્રીડાઉઘાનમાં ગઈ, તે સમયે એકાંત જાણી તેની પંડિતા નામની ધાત્રીએ કહ્યું – “રાજપુત્રી! તું મારા પ્રાણ જેવી છે અને હું તારી માતા સમાન છું. તેથી આપણે બંનેને પરસ્પર અવિશ્વાસ રાખવાનું કાંઈ પણ કારણ નથી. હે પુત્રી ! જે હેતુથી તે મૌન ધારણ કર્યું છે તે હેતુ મને કહે અને દુઃખમાં મને ભાગિયણ કરીને તારું દુઃખ હલકું કર. તારું દુઃખ જાણ્યા પછી તેના ઉપાયને માટે હું પ્રયત્ન કરીશ; કેમકે રેગ જાણ્યા વિના તેની ચિકિત્સા થઈ શકતી નથી.” પછી પ્રાયશ્ચિત લેનારે માણસ જેમ સદ્દગુરુ પાસે યથાર્થ વૃત્તાંત નિવેદન કરે તેમ શ્રીમતીએ પિતાને પૂર્વ જન્મ યથાર્થ રીતે પંડિતાને સંભળાવે, એટલે તે સર્વ વૃત્તાંત એક પટમાં આલેખીને ઉપાયમાં પંડિતા એવી તે પંડિતા પટ લઈને બહાર ચાલી. તે સમયના અરસામાં વજન ચક્રવતીની વર્ષગાંઠ આવેલી હોવાથી તે પ્રસ્તાવ ઉપર ઘણા રાજાઓ અને રાજકુમારે ત્યાં આવવા લાગ્યા હતા. તે વખતે જાણે શ્રીમતીને માટે મને રથ હાય એવા તે આલેખેલા પટને સ્કુટ રીતે પહેળે કરી પંડિતા રાજમાર્ગમાં ઊભી રહી. કેટલાએક આગમ જાણનારાઓ આગમન અર્થ પ્રમાણે આલેખેલ નંદીશ્વરદ્વીપ વિગેરે જોઈ તેની સ્તુતિ કરવા લાગ્યા. કેટલાએક માણસે શ્રદ્ધાથી પિતાની ગ્રીવાને કંપાવતા તેમાં આલેખેલા શ્રીમત્ અર્હતના પ્રત્યેક બિંબનું વર્ણન કરવા લાગ્યા, કળા-કૌશલ્યમાં પ્રવીણતા ધારણ કરનારા કેટલાએક પાંથા તીણ નેત્રવડે તે પટ જોઈને રેખાઓની શુદ્ધિની વારંવાર પ્રશંસા કરવા લાગ્યા અને કેટલાક લોકો કાળા, ઘેળા, પીળા, લીલા અને રાત રંગાવડે સંધ્યાભ૪ સદશ કરેલા તે પેટની અંદરના રંગનું વર્ણન કરવા લાગ્યા. એવા વખતમાં યથાર્થ નામવાળા દુર્દશન રાજાને દુદ્દત નામને પુત્ર ત્યાં આવી ચડ્યો. તે ક્ષણવાર પટને જોઈ કપટ-મૂછીએ પૃથ્વી ઉપર પડ્યો અને પછી જાણે સંજ્ઞા પ્રાપ્ત થઈ હોય તેમ ઊડ્યો. ઊઠ્યા પછી લોકોએ તેને મૂર્છાનું કારણ પૂછ્યું. એટલે કપટ નાટકવડે તે પોતાને વૃત્તાંત કહેવા લાગ્યો– “આ પટમાં કોઈ એ મારું પૂર્વજન્મનું ચરિત્ર આલેખ્યું છે તેના દર્શનથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ હું લલિતાંગ દેવ છું અને મારી દેવી સ્વયંપ્રભા છે.' એવી રીતે જે છે તેમાં લખ્યું હતું તે પ્રમાણે તેણે કહ્યું. પછી પંડિતાએ તેને કહ્યું- “જે એવી રીતે હોય તે આ પટમાં સ્થાન કયાં કયાં છે તે અંગુલીવડે બતાવે.” દર્દી કહ્યું- આ મેરુપર્વત છે અને આ પુંડરિકીણી નગરી છે. ફરી પંડિતાએ મુનિનું નામ પૂછ્યું ત્યારે તેણે કહ્યું–‘મુનિનું નામ હું વિસ્મૃત થઈ ગયો છું.” તેણીએ પુનઃ પૂછ્યું કે મંત્રીઓથી વીંટાયેલા આ રાજાનું નામ શું અને આ તપસ્વીની કેપ્યું છે તે કહો” તેણે કહ્યું- “ હું તેઓના નામ જાણતા નથી.” મારી સાથે વાતચીત ન કરી શકે. ૧ ચતુર. ૨ અવસર. ૩ શાસ. ૪ સાંજના વાદળા. ૫ શુદ્ધિ Page #57 -------------------------------------------------------------------------- ________________ મન ચરિત્ર લે તેણીએ ખડમાં ગરમાણ થયું છે કણ ને પર્વ ૧ લું સ્વયંપ્રભાને વિયેગ - ૩૩ એ ઉપરથી “આ માયાવી છે એમ પંડિતાએ જાણ્યું, એટલે તેણીએ ઉપહાસ્યથી કહ્યુંવત્સ ! તારા કહેવા પ્રમાણે આ તારું પૂર્વજન્મનું ચરિત્ર છે. લલિતાંગ દેવને જીવ તું છે. અને તારી પત્ની સ્વયંપ્રભા હમણું નંદીગ્રામમાં કર્મષથી પંગુ થઈને અવતરેલી છે, તેણને જાતિસ્મરણ થયું છે તેથી પિતાનું ચરિત્ર આ પટમાં આલેખીને જ્યારે હું ધાતકી ખંડમાં ગઈ હતી ત્યારે તેણીએ મને આપ્યું હતું તે પંગુ સ્ત્રીની દયા આવવાથી મેં તને શોધી કાઢયો, માટે હવે મારી સાથે ચાલ, હું તને ધાતકીખંડમાં તેની પાસે લઈ જાઉં. હે પુત્ર! એ ગરીબ બિચારી તારા વિયેગથી દુઃખવડે જીવે છે, માટે ત્યાં જઈને તારા પૂર્વજન્મની પ્રાણવલ્લભાને આશ્વાસન આપ.” એમ કહી પંડિતા મૌન રહી, એટલે તેના સમાન વયસ્ય મિત્રોએ ઉપહાસ્યપૂર્વક કહ્યું–‘મિત્ર ! તમને સ્ત્રીરત્નની પ્રાપ્તિ થઈ તેથી તમારા પુણ્યનો ઉદય થયો જણાય છે, માટે ત્યાં જઈને તે પંગુ સ્ત્રીને મળે અને હંમેશાં તેનું પોષણ કરે? મિત્રોનું એવી રીતે ઉપહાસ્ય સાંભળી દુૌંતકુમાર વિલ થયે અને વેચેલી વસ્તુમાં અવશિષ્ટ વસ્તુ રહે તે થઈને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા વખત પછી તે જગ્યાએ લેહાગલપુરથી આવેલે વજજ કુમાર આવ્યું. તેણે ચિત્રમાં આલેખેલું ચરિત્ર જોયું અને તેથી તે મૂચ્છ પામે. પંખાઓથી તેને પવન નાખે અને જળથી સિંચન કર્યું એટલે તે ઊઠડ્યો. પછી જાણે સ્વગથી આવ્યો હોય તેમ તેને જાતિસ્મરણ થયું. એ વખતે હે કુમાર ! પટનો આલેખ જોઈ તમને કેમ મૂચ્છ આવી ?' એમ પંડિતાએ પૂછ્યું, એટલે વાજંઘ નીચે પ્રમાણે કહેવા લાગ્યું- હે ભદ્રે ! સ્ત્રી સહિત મારા પૂર્વજન્મનું વૃત્તાંત આ ચિત્રમાં આલેખેલું છે તે જોઈને હું મૂચ્છ પામ્યો. આ શ્રીમાન ઇશાન કર્યું છે, તેમાં આ શ્રીપ્રભ વિમાન છે, આ હું લલિતાંગ દેવ છું અને આ મારી દેવી સ્વયંપ્રભા છે. ધાતકીખંડમાં નંદીગ્રામને વિષે આ ઘરની અંદર મહાદરિદ્રી પુરુષની આ નિર્નામિકા નામે પુત્રી છે. તે અહીં ગંધારતિલક નામના પર્વત ઉપર આરૂઢ થઈ છે અને તેણે આ યુગંધર મુનિની પાસે અનશન વ્રત ગ્રહણ કરેલું છે. અહીં મારામાં આસક્ત એવી તે સ્ત્રીને હું આત્મદર્શન કરાવવાને આવેલું છું અને પછી તે આ ઠેકાણે મૃત્યુ પામીને સ્વયંપ્રભા નામે મારી દેવીપણે ઉત્પન્ન થઈ છે. અહીં હું નંદીશ્વર દ્વીપમાં જિનેશ્વરના બિંબનું અર્ચન કરવામાં તત્પર થયે છું અને ત્યાંથી બીજા તીર્થોમાં જતાં અહીં એવી ગયો છું. એકાકિની, દીન અને રાંક જેવી થયેલી આ સ્વયંપ્રભા અહીં આવેલી છે એમ હું માનું છું અને તે જ મારી પૂર્વભવની પ્રિયા છે. તે સ્ત્રી અહીં જ છે અને તેણીએ જ આ જાતિસ્મરણથી લખેલું છે એમ હું માનું છું, કારણ કે અનુભવ વિનાનો બીજે કઈ માણસ આ પ્રમાણે જાણું લખી શકે નહીં.” સવ સ્થળ બતાવીને એ એમ કહી રહ્યો એટલે “તમારું કહેવું યથાસ્થિત છે. એમ કહી પંડિતા શ્રીમતીની પાસે આવી અને હદયને શય રહિત કરવામાં ઔષધરૂપ તે આખ્યાન તેને કહી બતાવ્યું. મેઘના શબ્દોથી વિક્રર પર્વતની ભૂમિ રત્નવડે અંકુરિત થાય તેમ શ્રીમતી પિતાના પ્યારા પતિનો વૃત્તાંત સાંભળવાથી રોમાંચિત થઈ. પછી તેણે પંડિતાના મુખથી પોતાના પિતાને વિજ્ઞપ્તિ કરાવી. અસ્વતંત્રપણું એ કુળસ્ત્રીઓને સ્વાભાવિક ધર્મ છે. મયૂર જેમ મેઘના શબ્દથી ૧ લંગડી, A - 5 Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રીમતીનું પાણિગ્રહણ સર્ગ ૧ લે. ખુશી થાય તેમ પંડિતાની વાણીથી વસેન રાજા ખુશી થયા અને પછી તરત જ વાજંઘ કુમારને બોલાવીને તેણે કહ્યું-“મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ.” વાઘે તે કબૂલ કર્યું, એટલે વજસેન ચક્રવતીએ, સમુદ્ર જેમ વિપશુને લક્ષમી પરણાવે તેમ પિતાની પુત્રી શ્રીમતીનું તેની સાથે પાણિગ્રહણ કરાવ્યું. પછી ચંદ્ર અને ચાંદીની પેઠે જોડાયેલા તે સ્ત્રી-ભર્તાર ઉજજ્વળ રેશમી વસ્ત્ર ધારણ કરીને નૃપતિની આજ્ઞા લઈ લેહાગલપુરે ગયા. ત્યાં સુવર્ણ જંઘ રાજાએ પુત્રને યોગ્ય જાણી રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે દીક્ષા ગ્રહણ કરી. અહીં વસેન ચક્રવતીએ પિતાના પુત્ર પુષ્કરપાળને રાજ્યલક્ષમી આપી દીક્ષા અંગીકાર કરી અને તેઓ તીર્થકર થયા. પિતાની પ્રિયા શ્રીમતીની સાથે વિલાસ જોગવતા વજંઘ રાજાએ, હાથી જેમ કમળને વહન કરે તેમ રાજ્યને વહન કર્યું. ગંગા અને સાગરની પેઠે વિયેગને નહી પામતાં-નિરંતર ભેગસુખ ભેગવતાં તે દંપતીને એક પુત્ર ઉત્પન્ન થયે. એવામાં સર્પના ભારાની ઉપમાને સેવન કરનારા અને મહાક્રોધી એવા સીમાના સામંત રાજાઓ પુષ્કરપાળ કુમારથી વિરુદ્ધ થયા. સર્પની પેઠે તેઓને વશ કરવાને તેણે વજ જંઘ રાજાને બોલાવ્યા અને તે બળવાન રાજા તેને મદદ કરવા ચાલ્યો. ઈંદ્રની સાથે ઈંદ્રાણી ચાલે તેમ અચળ ભકિતવાળી શ્રીમતી પણ તેની સાથે ચાલી. અર્ધમાગે ગયા ત્યાં અમાવાસ્યાની રાત્રિએ પણ ચંદ્રિકાના ભ્રમને આપનારું એક મોટું શકિટનું વન તેમના જવામાં આવ્યું. “આ વનમાં દૃષ્ટિવિષ સર્ષ રહે છે એમ પાંથાએ કહ્યું એટલે તે બીજે માગે ચાલ્યા, કારણ કે નીતિન પુરુષો પ્રસ્તુતાથમાં જ તત્પર હોય છે. અનુક્રમે પુંડરીકની ઉપમાવાળા વજકંધ પુંડરીકિણી નગરીમાં આવ્યા અને તેના બળથી પુષ્કરપાળને સર્વ સામંત વશ થયા. વિધિજ્ઞ પુષ્કરપાળે વડિલની માફક વાજે ઘ રાજાને ઘણું સત્કાર કર્યો. અન્યદા શ્રીમતીના બંધુની આજ્ઞા લઈને, લક્ષ્મીની સાથે જેમ લક્ષમીપતિ ચાલે તેમ વજંઘ રાજા શ્રીમતીની સાથે ત્યાંથી પોતાના નગર તરફ ચાલ્યા. શત્રુઓને નાશ કરનાર તે રાજ જ્યારે શરકટ વન નજીક આવ્યો ત્યારે માર્ગના કુશળ પુરુષોએ તેને કહ્યું-હમણું આ વનમાં બે યુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી દેવતાઓના આવવાના ઉદ્યોતથી તે દષ્ટિવિષ સર્ષ નિર્વિષ થયે છે તે સાગરસેન અને સુનિસેન નામના બે મુનિઓ સૂર્ય– ચંદ્રની પેઠે હજી પણ અહીં જ વિદ્યમાન છે અને તેઓ સહેદર છે. એવું જાણી રાજા અત્યંત ખુશી થશે અને વિષ્ણુ જેમ સમુદ્રમાં નિવાસ કરે તેમ તેણે તે વનમાં નિવાસ કર્યો. દેવતાઓના પર્ષદાથી વીંટાયેલા અને દેશના આપતા તે બંને મુનિઓને ભક્તિભાવથી જાણે નમ્ર થઈ ગયું હોય તેમ રાજાએ સ્ત્રી સહિત વંદના કરી. દેશનાંતે રાજાએ અન્ન, પાણી, વસ્ત્ર અને ઉપકરણદિકથી મુનિને પ્રતિલાવ્યા. પછી ચિત્તમાં વિચાર કર્યો-“અહો ! સહદ ભાવમાં સમાન એવા આ બંને નિષ્કષાય, નિર્મમ અને પરિગ્રહવાતિ મુનિઓને ધન્ય છે ! હું એ નથી તેથી અધ છુ ! વ્રતને ગ્રહણ કરનાર પિતાના પિતાના સન્માર્ગને અનુસરનારા તેઓ ઔરસ પુત્ર છે અને હું તે તેમ ન કરવાથી વેચાતા લીધેલા પુત્ર જેવો છું. એમ છતાં હવે પણ જે વ્રત ગ્રહણ કરું તે તે અયુક્ત નથી, કારણ કે દીક્ષા, દીપિકાની . રરાથી ઉત્પન્ન થએલા. ૨. દીવીના. Page #59 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. વ્યાધિગ્રસ્ત ગુણાકર મુનિને મેળાપ. उ4 પેઠે ગ્રહણ કરવા માત્રથી અંધકાર (અજ્ઞાન)નો છેદ કરે છે, માટે અહીંથી નગરમાં જઈ પુત્રને રાજ્ય આપી, હંસ જેમ હંસની ગતિને આશ્રય કરે તેમ હું પિતાની ગતિને આશ્રય કરીશ.” પછી જાણે એક મન હેાય તેમ વ્રત ગ્રહણમાં પણ વાદ કરનારી શ્રીમતીની સાથે તે પિતાના લોહાર્ગલ નગરમાં આવ્યા. ત્યાં રાજ્યના લાભથી તેના પુત્રે ધનવડે અમાત્યમંડળને ખુટવ્યું હતું. જળની પેઠે ધનથી કેણુ ન ભેદાય ? પ્રાતઃકાળે પિતાને વત ગ્રહણ કરવું છે અને પુત્રને રાજ્ય આપવું છે એ ચિંતામાં રાત્રે શ્રીમતી અને રાજા સૂઈ ગયા. તે સમયે સુખે સૂતેલ તે દંપતીને મારી નાખવાને રાજપુત્રે વિષધૂમ્ર કર્યો. ઘરમાં ઉઠેલા અગ્નિની પેઠે તેને વારવાને કાણુ સમર્થ થઈ શકે ? જાણે પ્રાણને આકર્ષણ કરવાના આંકડા હોય એવા તે વિષધૂમ્રને ધુમાડે નાસિકામાં પેસવાથી રાજા-રાણ તત્કાળ મૃત્યુ પામ્યા. તે દંપતી ત્યાંથી ઉત્તરકુરુક્ષેત્રમાં યુગ્મરૂપે ઉત્પન્ન થયા. “એક ચિંતાથી મરણ પામેલાની એક સરખી જ ગતિ થાય છે. એ ક્ષેત્રને આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી તેઓ સૌધર્મ દેવલોકે નેહવાળા દેવતા થયા. ઘણુ કાળ સુધી દેવ સંબંધી ભેગ ભેગવી આયુષ્ય પૂર્ણ થયે આતપથી જેમ બરફની ગ્રંથિ ગળે તેમ વાજંઘનો જીવ ત્યાંથી ચ્યવીને જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે સુવિધિ વૈદ્યને ઘેર જીવાનંદ નામે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે જાણે શરીરધારી ધર્મના ચાર ભેદ હોય તેવા બીજા ચાર બાળકો ઉત્પન્ન થયા. તેઓમાં પ્રથમ ઈશાનચંદ્ર રાજાની કનકાવતી નામે સ્ત્રીથી મહીધર નામે પુત્ર થયે, બીજે સુનાશીર નામે મંત્રીની લમી નામની સ્ત્રીથી જાણે લક્ષ્મીપુત્ર હોય તે સુબુદ્ધિ નામે પુત્ર થયે, ત્રીજે સાગરદત્ત નામના સાર્થવાહની અભયમતી નામની સ્ત્રીથી પૂર્ણભદ્ર નામે પુત્ર થયું અને એથે ધનશ્રેષ્ઠીની શીલમતી નામની સ્ત્રીથી જાણે શીલપુંજ હોય તે ગુણાકર નામે પુત્ર છે. બાળકને રાખનારી સ્ત્રીઓએ પ્રયત્નથી રાત્રી–દિવસ રક્ષા કરાતા તેઓ અંગના સર્વ અવયવે જેમ સાથે વધે તેમ માથે વધવા લાગ્યા. હમેશાં સાથે ક્રીડા કરનારા તેઓ વૃક્ષે જેમ મેઘનું જળ ગ્રહણ કરે તેમ સર્વ કલાકલાપને સાથે જ ગ્રહણ કરવા લાગ્યા. શ્રીમતીને જીવ પણ દેવલોકથી ચ્યવી તે જ નગરમાં ઈશ્વરદત્ત શેઠને કેશવ નામે પુત્ર થયે. પાંચ કરણ અને છઠ્ઠા અંત કરણની પેઠે વિગ રહિત એવા તેઓ છ મિત્ર થયા, તેમાં સુવિધિ વૈદ્યને પુત્ર જીવાનંદ ઔષધિ અને રસવીર્યના વિપાકથી પિતાના પિતા સંબંધી અષ્ટાંગ આયુર્વેદ જાણનાર થયે. હસ્તીમાં એરાવત અને નવગ્રહમાં સૂર્યની જેમ પ્રાજ્ઞ અને નિર્દોષ વિદ્યાવાળે તે સર્વ વૈદ્યોમાં અગ્રણે થયે. તે છ મિત્રે જાણે સદર હેય તેમ નિરંતર સાથે રમતા હતા અને પરસ્પર એક બીજાને ઘેર એકઠા થતા હતા. એક વખતે વૈદ્યપુત્ર જીવાનંદને ઘરે તેઓ બેઠા હતા, તેવામાં એક સાધુ વહરવાને આવ્યા. તે સાધુ પૃથ્વીપાળ રાજાના ગુણાકર નામે પુત્ર હતા અને તેણે મળની જેમ રાજ્ય છેડી શમસામ્રાજ્ય ( ચારિત્ર) ગ્રહણ કર્યું હતું. ગ્રીષ્મઋતુના આતપથી જેમ નદીઓ કૃશ થઈ જાય તેમ તપવડે તેઓ કૃશ થઈ ગયા હતા. અકાળે અને અપથ્ય ભૂજન કરવાથી તેઓને કૃમિકૃષ્ટ વ્યાધિ થયો હત-સર્વાગે કૃમિકૃષ્ટથી વ્યાપ્ત થયા હતા, તે પણ તે મહાત્મા કોઈ વખત ઔષધની યાચના કરતા નહોતા. મુમુક્ષુ જનો કાયા ઉપર અનપેક્ષાવાન જ હોય છે. ૧ ઇન્દ્રિયો. ૨ પિતા પાસેથી જાણેલા. Page #60 -------------------------------------------------------------------------- ________________ મુનેના રેગ-નિવારણને પ્રયાસ સગ ૧ લે. ગૌમૂત્રિકાના વિધાનથી ઘેર ઘેર ફરતા તે સાધુને છઠ્ઠને પારણે તેઓએ પોતાના આંગણામાં આવતા જોયા. તે વખતે જગતમાં અદ્વિતીય વિદ્ય જેવા જીવાનંદને મહીધરકુમારે કાંઈક પરિહાસપૂર્વક કહ્યું–‘તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું વિજ્ઞાન છે અને ચિકિત્સામાં પણ કુશળ છે, પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જેતી નથી, તેમ નિરંતર સ્તુતિ કરનાર–પ્રાર્થના કરનાર-પીડિત જનની સામે તમે પણ જેતા નથી, પરંતુ વિવેકીએ એકાંત અથલબ્ધ થવું ન જોઈએ; કઈ વખતે ધર્મને અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારું કુશળપણું છે તેને ધિક્કાર છે કે આવા રોગી મુનિની પણ તમે ઉપેક્ષા કરે છે એવું સાંભળી વિજ્ઞાનરત્નના રત્નાકર એવા જીવાનંદે કહ્યું–‘તમે મને સ્મરણ કરાવ્યું તે બહુ સારું થયું; જગતમાં પ્રાયે બ્રાહમણ દ્વેષ રહિત જોવામાં આવતા નથી, વણિક અવંચક હોતા નથી, દેહધારી નિરોગી હેતા નથી, મિત્રો ઈર્ષ્યા રહિત લેતા નથી, વિદ્વાન ધનાઢ્ય હોતા નથી, ગુણ ગર્વ વિનાના હોતા નથી, સ્ત્રી ચાપલ્ય રહિત હોતી નથી અને રાજપુત્ર સારા ચારિત્રવાળા હોતા નથી. એ મહામનિ અવશ્ય ચિકિત્સા કરવા લાયક છે, પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી તે અંતરાયરૂપ છે. તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે. પણ ગોશીષચંદન અને રત્નકંબળ નથી તે તમે લાવી આપે. “તે બંને વસ્તુ અમે લાવશું.” એમ કહી તે પાંચે જણું ચૌટામાં ગયા અને મુનિ સ્વસ્થાને ગયા. તે પાંચ મિત્રોએ ચૌટામાં કઈ વૃદ્ધ વણિક પાસે જઈને કહ્યું-“અમને ગોશીષચંદન અને રત્નકંબળ મૂલ્ય લઈને આપ.” તે વણિકે કહ્યું-“એ દરેક વસ્તુનું મૂલ્ય લાખ સેનૈયા છે તે આપીને લઈ જાઓ; પરંતુ તે પહેલાં તેનું તમારે શું પ્રયોજન છે તે કહે.” તેઓએ ક-“જે મૂલ્ય હોય તે લ્યો અને બંને વસ્તુ અમને આપો. તે વડે એક મહાત્માના રંગની ચિકિત્સા કરવાનું પ્રયોજન છે.” એમ સાંભળી વિસ્મય પામવાથી તે શેઠના ઉત્તાન લોચન થઈ ગયા, જેમાં તેના હૃદયને આનંદ સૂચવ્યું અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-“અહો ! ઉન્માદ, પ્રમાદ અને કામદેવથી અધિક મદવાળું આ સર્વેનું યૌવન કયાં ? અને વયેવૃદ્ધને ઉચિત એવી વિવેકવાળી તેઓની મતિ કયાં ? મારા જેવા જરાવસ્થાથી જર્જર કાયાવાળા માણસે એ કરવા લાયક શુભ કામ આ સેવે કરે છે અને દમન કરવા યોગ્ય ભારનું તેઓ વહન કરે છે.” એમ વિચારી વૃદ્ધ વણિકે કહ્યું- હે ભદ્રે ! આ ગોશીર્ષ ચંદન અને રત્નકંબળ લઈ જાઓ. તમારું કલ્યાણ થાઓ ! મલ્યની કાંઈ જરૂર નથી. એ વસ્તુનું ધર્મરૂપી અક્ષય મૂલ્ય હું ગ્રહણ કરીશ. તમેએ સહેદરની પેઠે મને ધર્મકાર્યમાં ભાગીદાર કર્યો છે. એમ કહી તે શ્રેષ્ઠીએ બંને વસ્તુ આપી. પછી ભાવિત આત્માવાળો તે દીક્ષા લઈ પરમપદને પામે. એવી રીતે ઔષધની સામગ્રી ગ્રહણ કરી મહાત્મામાં અગ્રણી એવા તે મિત્રો દની સાથે મુનિ પાસે ગયા. તે મુનિ મહારાજા એક વટવૃક્ષ નીચે જાણે વૃક્ષને પાદ હોય તેમ નિશ્ચળ થઈ કાસગે રહ્યા હતા. તેમને નમસ્કાર કરી તેઓ બોલ્યા- “હે ભગવન ! આજે ચિકિત્સાકાર્યથી અમે આપના ધર્મકાર્યમાં વિન્ન કરશું; આપ આજ્ઞા આપે ૧ સાધુ વહોરવા જાય ત્યારે ગોમુત્રને આકારે ગૃહપ્રવેશ કરવાનું કહેલ છે, એટલે શ્રેણિબંધ ન ચાલનાં બંને બાજુ એક પછી એક ઘરે અનુક્રમે જવાથી કોઈ ઘરવાળા પ્રથમથી અસુઝતી તેયારી કરી શકતા નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. મુનિના રોગનું કરેલ નિવારણ ૩૭ અને પુણ્યવડે અમને અનુગ્રહ કરો.” મુનિએ ચિકિત્સા કરવાની આજ્ઞા આપી એટલે તેઓ તત્કાળનું ગામૃતક લાવ્યા; કેમકે સુવૈદ્ય કયારે પણ વિપરીત (પાપયુકત) ચિકિત્સા કરતા નથી. પછી તેમણે મનિના દરેક અંગમાં લક્ષપાક તેલવડે મર્દન કર્યું. એટલે નીકનું જળ જેમ ઉધાનમાં વ્યાપ્ત થઈ જાય તેમ મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપ્ત થયું. ઘણું ઉષ્ણ વિયવાળા તે તેલથી મુનિ સંજ્ઞા રહિત થઈ ગયા. ઉગ્ર વ્યાધિની શાંતિમાં ઉગ્ર ઔષધ જ હોય છે. પછી તેલથી આકુળ થયેલા કૃમિઓ, જળ નાંખ્યાથી જેમ દરમાંહેની કીડીઓ બહાર આવે તેમ મુનિના કલેવરમાંથી બહાર નીકળ્યા; એટલે ચંદ્ર જેમ પિતાની ચાંદનીથી આકાશને આચ્છાદિત કરે તેમ જીવાનંદે રત્નકંબળથી મુનિને આચ્છાદિત કર્યા. તે રત્નકંબળમાં શીતળપણું હોવાથી સર્વ કૃમિઓ ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન વખતે તપેલા માછલીઓ જેમ શેવાળમાં લીન થઈ જાય તેમ તેમાં લીન થઈ ગયા. પછી રત્નકંબલને વિના ધીમે ધીમે લઈને સર્વ કૃમિઓને ગાયના મૃતક ઉપર નાંખ્યા. સત્પષો સર્વ ઠેકાણે યાયુકત હોય છે. પછી જીવાનંદે અમૃતરસ સમાન, પ્રાણુને જીવાડનાર ગોશીષ ચંદનના વિલેપનથી મુનિની આશ્વાસના કરી. આ પ્રમાણે પ્રથમ ત્વચાગત કૃમિ નીકળ્યા એટલે ફરીથી તેઓએ તલાવ્યંગન કર્યું અને ઉદાન વાયુથી જેમ રસ નીકળે તેમ માંસમાં રહેલા ઘણા કૃમિઓ બહાર નીકળ્યા. પછી પૂર્વની પેઠે રત્નકંબળનું આચ્છાદન કર્યું. એટલે બે ત્રણ દિવસના દહીંના જંતુઓ જેમ અળતાના પુટ ઉપર તરી આવે તેમ કૃમિઓ આચ્છાદન કરેલા રત્નકંબળ ઉપર તરી આવ્યા અને તેઓને પૂર્વની રીતે જ મૃતકમાં ક્ષેપન કર્યા. અહો ! કેવું તે વૈદ્યનું બુદ્ધિકૌશલ્ય ! પછી મેઘ જેમ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હાથીને શાંત કરે તેમ છવાનંદે ગોશીષચંદનના રસની ધારાથી મુનિને શાંત કર્યા. થોડીવારે ત્રીજી વાર અત્યંગ કર્યું એટલે અસ્થિગત કૃમિઓ રહ્યા હતા તે પણ નીકળ્યા, કેમકે બળવાન પુરુષ રૂષ્ટમાન થાય ત્યારે વાપિંજરમાં પણ રહેવાતું નથી. તે કૃમિઓને પણ પૂર્વની રીતે રત્નકંબળમાં લઈ મૃતકમાં નાંખ્યા. અધમને અધમ સ્થાન જ ઘટે છે. પછી તે વૈશિરોમણિએ પરમ ભકિતવડે જેમ દેવને વિલેપન કરે, તેમ ગોશીષચંદનના રસથી મુનિને વિલેપન કર્યું. એ પ્રકારે ઔષધ કરવાથી મુનિ નિગી અને નવીન કાંતિવાળ થયા અને માર્જન કરેલી (ઉજાળેલી) સુવર્ણની પ્રતિમા શોભે તેવા શોભવા લાગ્યા. પ્રાંતે ભકિતમાં દક્ષ એવા તેઓએ તે ક્ષમાશ્રમણને ક્ષમાગ્યા. મુનિ પણ ત્યાંથી બીજે વિહાર કરી ગયા; કેમકે તેવા પુરુષો એક ઠેકાણે સ્થિતિ કરીને રહેતા નથી. પછી અવશિષ્ટ રહેલા ગોશીર્ષ અને રત્નકંબળને વેચીને તે બુદ્ધિમતાએ સુવર્ણ લીધું. તે સુવર્ણથી અને બીજા પિતાના સુવર્ણથી તેઓએ મેરુના શિખર જેવું અહંતુ ચિત્ય કરાવ્યું. જિનપ્રતિમાની પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર એવા તેઓએ કર્મની પેઠે કેટલેક કાળ પણ વ્યતીત કર્યો. અન્યદા મતિમાન એવા તે છ મિત્રને સંવેગ (વૈરાગ્ય પ્રાપ્ત થયે, એટલે તેઓએ કઈ મુનિ મહારાજની સમીપે જઈ જન્મવૃક્ષના ફળરૂપ દીક્ષા અંગીકાર કરી. એક રાશિથી બીજી રાશિ ઉપર જેમ નવ ગ્રહે કાળે ફર્યા કરે છે તેમ નગર, ગામ અને વનમાં નિયત કાળ ન રહેતાં તેઓ વિહાર કરવા લાગ્યા. - ૧ ગાયનું મડદું. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અષભદેવ પરમાત્માને અગિયારમે ભવ. સગ ૧ લે. ઉપવાસ, છઠ્ઠ અને અડ્રમ વગેરે પરૂપી શરાણથી તેઓએ પિતાના ચારિત્રરત્નને અત્યંત નિર્મળ કર્યું. આહારદાતાને કોઈ જાતની પીડા નહીં કરતાં, ફકત પ્રાણુધારણ કરવાના કારણથી જ માધુકરી વૃત્તિએ તેઓ પારણને દિવસે ભિક્ષા ગ્રહણ કરતા હતા. સુભટો જેમ પ્રહાર સહન કરે તેમ તેઓ ધર્યનું અવલંબન કરી ક્ષુધા, તૃષા અને આતપ વગેરે પરિષહને સહન કરતા હતા. મહારાજાના જાણે ચાર સેનાની હોય તેવા ચાર કષાયને તેઓએ ક્ષમાદિક અસ્ત્રોથી જીત્યા. પછી તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરીને કર્મરૂપી પર્વતનો નાશ કરવામાં વા જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે સમાધિને ભજનારા તેઓએ પંચપરમેષ્ટીનું સ્મરણ કરતાં પોતાને દેહ છોડ્યો. મહાત્માઓ હમેશાં મેહરહિત જ હોય છે. તે છએ મહાત્માઓ ત્યાંથી અશ્રુત નામના બારમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. તેવા પ્રકારના તપનું સાધારણું ફળ હેતું નથી. ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ચવ્યા, કારણ કે મેક્ષ સિવાય કોઈ પણ ઠેકાણે સ્થિરપણું નથી. જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુપકલાવતી વિજયને વિષે લવણસમુદ્ર નજીક પુંડરીકિણી નગરી છે. તે નગરીના વજસેન રાજાની ધારણું નામે રાણીની કુક્ષીને વિષે તેઓમાંથી પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં જીવાનંદ વૈદ્યને જીવ ચતુર્દશ મહાસ્વપ્ન સૂચિત વજનાભ નામે પહેલે પુત્ર થયો. રાજપુત્રને જીવ બીજે બાહુ નામે થયે, ત્રીજે મંત્રીપુત્રને જીવ સુબાહુ નામે થયે અને શ્રેષ્ઠીપુત્ર તથા સાથે શપુત્રના જીવ પીઠ અને મહાપીઠ નામે થયા. કેશવને જીવ સુયશા નામે અન્ય રાજપુત્ર થયે. તે સુયશા બાળપણથી જ વજનાભને આશ્રય કરવા લાગ્યો. કહ્યું છે પૂર્વભવથી સંબદ્ધ થયેલે સ્નેહ બંધુપણને જ બાંધે છે. જાણે છ વર્ષધરર પર્વતે નરપણાને પામ્યા હોય તેમ તે રાજપત્રો અને સયશા અનકમે વધવા લાગ્યા. તે મહાપરાક્રમી રાજપુત્રો બહારના રસ્તામાં વારંવાર ઘોડા ખેલવતા હતા તેથી તેઓ અનેક રૂપધારી રેવંતના વિલાસને ધારણ કરવા લાગ્યા. કળાને અભ્યાસ કરાવવામાં તેઓને કળાચાર્ય સાક્ષીભૂત જ થયા; કારણ કે હેટા હેટા માણસેને સ્વયમેવ ગુણ ઉત્પન્ન થાય છે. શિલાની જેમ સ્ફોટા પર્વતેને તેઓ પિતાની ભુજાથી તોળતા હતા, તેથી તેઓની બાળકીડા કેઈથી પણ પૂર્ણ થતી નહીં. એવામાં લેકાંતિક દેવતાઓએ આવીને વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી–“સ્વામિન ! ધર્મતીર્થ પ્રવત.” પછી વાસેન રાજાએ વજી જેવા પરાક્રમથી વજીનાભને રાજ્ય ઉપર બેસાર્યો અને મેઘ જેમ જળથી પૃથ્વીને તૃપ્ત કરે તેમ તેણે સાંવત્સરિક દાનથી તૃપ્ત કરી દીધી. પછી દેવ, અસુર અને મનુષ્યના સ્વામીઓએ જેમને નિર્ગમત્સવ કર્યો છે એવા તે વજા સેન રાજાએ ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે તેમ ઉદ્યાનને અલંકૃત કર્યું અને ત્યાં ૧ માધુકરી વૃત્તિ-ભમરો જેમ પુપપરાગને ગ્રહણ કરે, પણ તેને પીડા ઉપજાવે નહીં, તેની જેમ મુનિ પાણ ગ્રહસ્થને ઘરેથી આહાર શ્રેહણ કરે પણ તેને પીડા ઉરે તેમ કરે નહીં. ૨, ચુહિમવંત. મહાહિમવંત, નિષધ, શિખરી, રૂપ અને નીલવંત એ છ પર્વતે ભરત હિમવંતાદિ ક્ષેત્રોને જુદા પાડનાર હોવાથી વણધર પર્વ કહેવાય છેવર્ષ ક્ષેત્ર. તેને ધારણ કરનાર. ૩ લોકાંતિક દેવતાઓનો એ શાશ્વત આચાર જ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું વજનાભ ચક્રવતી તે સ્વયં બુદ્ધ ભગવાને દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી આત્મસ્વભાવમાં લીન થનાર, સમતારૂપી ધનવાળા, મમતા રહિત, નિષ્પરિગ્રહી અને નાના પ્રકારના અભિગ્રહને ધારણ કરનારા તે પ્રભુ પૃથ્વી પર વિચવા લાગ્યા. અહીં વનાભે પિતાના દરેક ભ્રાતાને પૃથકુ પૃથફ આદેશ આપ્યા અને ચાર લોકપાળેથી જેમ ઈન્દ્ર શેભે તેમ નિત્ય સેવામાં હાજર રહેનારા ચાર ભાઈઓ વડે તે શાભવા લાગ્યો. અરુણ જેમ સૂર્યને સારથી છે તેમ સુયશા તેને સારથી થયે. મહાવીર પુરુષોએ સારથી પણ પિતાને ગ્ય જ કરવું જોઈએ. હવે વજસેન ભગવાનને ઘાતકર્મ રૂપી મળને ક્ષય થવાથી, દર્પણ ઉપરના મેલન ક્ષય થવાથી જેમ ઉજજવળતા પ્રકટ થાય, તેમ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે વજાનાભ રાજાની આયુધશાળામાં સૂર્યમંડળને પણ તિરસ્કાર કરનાર ચક્ર પ્રવેશ કર્યો. બીજા તેર રત્ન પણ તેને તત્કાળ પ્રાપ્ત થયાં. “જળના માન પ્રમાણે જેમ પશ્વિની ઊંચી થાય છે, તેમ સંપત્તિ પણ પુણ્યના પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે” સુગંધે આકર્ષણ કરેલ ભ્રમરાની જેમ પ્રબળ પુદએ આકર્ષણ કરેલા નવ નિધિઓ તેના ભવનની સેવા કરવા લાગ્યા. પછી તેણે આખી પુષ્કલાવતી વિજય સાધી એટલે સર્વ રાજાઓએ તેમને ચક્રવતી પણાને અભિષેક કર્યો. જાણે વૃદ્ધિ પામતી વયની સ્પર્ધાવડે વધતી હોય તેમ ભેગને ભેગવનારા તે ચક્રવતીની ધર્મબુદ્ધિ અધિક અધિક વધવા લાગી. પુષ્કળ જળવડે જેમ વલ્લી વૃદ્ધિ પામે, તેમ ભવવૈરાગ્યરૂપ સંપત્તિવડે તેની ધર્મબદ્રિ પછિ પામવા લા એક વખત જાણે સાક્ષાત્ મેક્ષ હોય તેવા પરમ આનંદ ઉત્પન્ન કરનારા વજન ભગવાન વિહાર કરતા કરતા ત્યાં આવી સમવસર્યા. સમવસરણને વિષે ચૈત્યવૃક્ષની નીચે બેસી તેમણે કાનને અમૃતની પ્રપાર જેવી ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. વજનાભ ચક્રવતી પ્રભુનું આગમન જાણી બંધુવંગ સહિત રાજહંસની પેઠે જગતબંધુ એવા જિને. શ્વરના ચરણકમળ સમીપે હર્ષથી આવ્યો. ત્રણ પ્રદક્ષિણ કરી જગપતિને વંદના કરી, જાણે નાનો ભાઈ હોય તેમ ઈદ્રની પાછળ તે બેઠે. પછી ભલી પ્રાણીઓના મનરૂપી છીપમાં બોધરૂપી મેતીને ઉત્પન્ન કરનારી, સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ જેવી પ્રભુની દેશના તે શ્રાવકાગણું સાંભળવા લાગ્યા. મૃગ જેમ ગાયન સાંભળીને ઉત્સુક મનવાળે થાય તેમ ભગવાનની વાણી સાંભળીને ઉત્સુક થયેલ તે ચકવતી હર્ષથી આ પ્રમાણે વિચાર કરવા લાગે- “આ અપાર સંસાર, સમુદ્રની પેઠે દુસ્તર છે. તેમાંથી તારનાર ત્રણ ભુવનના અધિપતિ એવા આ મારા પિતા જ છે. અંધકારની પેઠે પુરુષને અત્યંત અંધ કરનાર મહેને, સૂર્યની પેઠે સર્વ બાજુથી ભેદ કરનારા એવા આ જિનેશ્વર છે. ઘણા કાળથી એકઠો થયેલે આ કમરાશિ મહાભયંકર અસાધ્ય વ્યાધિરૂપ છે, તેની ચિકિત્સા કરનારા આ પિતા જ છે. વધારે શું કહેવું ? પણ કરૂણારૂપી અમૃતના સાગરરૂપ આ પ્રભુ દુઃખના નાશ કરનાર અને સુખના અદ્વિતીય ઉત્પન્ન કરનારા છે. અહો ! આવા સ્વામી છતાં પણ માહથી પ્રમાદી ૧. આત્માના અનાદિ ગુણને વાત કરનાર જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અતિશય એ ચાર કમેં ધાતિકર્મ કહેવાય છે. ૨ પરબ. ૩ શ્રાવક સમૂહમાં મુખ. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વજનાભની દીક્ષા. સર્ગ ૧ લે. થયેલામાં મુખ્ય એવા મેં પિતાને આત્મા કેટલાએક કાળ સુધી વંચિત કર્યો.” એમ વિચારી ચક્રવતીએ, ધર્મના ચક્રવત્તી એવા પ્રભુને ભક્તિથી ગગ વાણીવડે વિજ્ઞપ્તિ કરી–“હે નાથ ! અર્થ સાધનને પ્રતિપાદન કરનારા નીતિશાસ્ત્રોએ દર્ભો જેમ ક્ષેત્રની ભૂમિને કદર્શિત કરે તેમ મારી મતિને ઘણાકાળ પર્યત કદર્શિત કરી. તેમજ વિષયમાં લોલુપ બનેલા મેં નેપચ્યા કમથી આ આત્માને નટની પેઠે ઘણું વાર નચાવ્યા. અમારું સામ્રાજ્ય અર્થ અને કામને નિબંધન કરનારું છે, તેમાં જે ધર્મ ચિંતવાય છે, તે પણ પાપાનુબંધક થાય છે. આપ જેવા પિતાને પુત્ર થઈને જે હું સંસાર સમુદ્રમાં ભ્રમણ કરું તો બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શું ફેર કહેવાય ? તેથી જેવી રીતે આપે આપેલા રાજ્યનું મેં પાલન કર્યું, તેવી જ રીતે હવે હું સંયમરૂપી સામ્રાજ્યનું પણ પાલન કરીશ માટે તે મને આપ.” આ પ્રમાણે કહ્યા પછી પિતાના વંશરૂપી આકાશમાં સૂર્ય જેવા ચકવતીએ પુત્રને રાજ્ય સેંપી ભગવાનની પાસે વ્રત ગ્રહણ કર્યું. પિતાએ અને બંધુએ ગ્રહણ કરેલા વ્રતને તેના બાહુ વિગેરે ભાઈઓએ પણ ગ્રહણ કર્યું ; કારણ કે તેઓને કુળક્રમ તે જ હતે. સુયશા સારથીએ પણ ધર્મના સારથી એવા ભગવાનની પાસે પિતાના સ્વામીની સાથે જ દીક્ષા ગ્રહણ કરી, કેમકે સેવકે સ્વામીને અનુસરનારા જ હોય છે. તે વાનાભ મુનિ અલ્પ સમયમાં શાસ્ત્રસમુદ્રના પારગામી થયા, તેથી જાણે પ્રત્યક્ષ એક અંગપણને પામેલી જંગમ દ્વાદશાંગી હોય તેવા જણાવા લાગ્યા. બાહુ વગેરે મુનિઓ અગિયાર અંગના પારગામી થયા. “ક્ષપશમવડે વિચિત્રતા પામેલી ગુણસંપત્તિઓ પણ વિચિત્ર પ્રકારની હોય છે અર્થાત્ પૂર્વના ક્ષપશમ પ્રમાણે જ ગુણ પ્રાપ્ત થાય છે.” તેઓ સંતેષરૂપી ધનવાળા હતા, તે પણ તીર્થકરના ચરણની સેવામાં અને દુષ્કર તપ કરવામાં અસંતુષ્ટ રહેતા હતા, માપવાસાદિ તપ કરતા હતા, તે પણ નિરંતર તીર્થકરની વાણીરૂપી અમૃતનું પાન કરતા હતા, તેથી તેઓ ગ્લાનિ પામતા નહોતા. પછી ભગવાન વાસેન તીર્થકર ઉત્તમ શુકલધ્યાનને આશ્રય લઈ દેવતાઓએ જેને મહત્સવ કર્યો છે એવા નિર્વાણપદને પામ્યા. હવે ધર્મના જાણે બંધુ હોય એવા વજનાભ મુનિ પિતાની સાથે વ્રત ધારણ કરનારા મુનિઓથી આવૃત થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અંતરાત્માથી જેમ પાંચ ઈદ્રિ સનાથ થાય, તેમ વજનાભ સ્વામીથી બાહુ વગેરે ચાર ભાઈ ઓ તથા સારથી—એ પાંચ સુનિઓ સાથે થયા. ચંદ્રની કાંતિથી જેમ પર્વતને વિષે ઔષધિઓ પ્રગટ થાય, તેમ યેગના પ્રભાવથી તેમને ખેલાદિ લબ્ધિઓ પ્રગટ થઈ. તેમના લગ્નના લવમાત્રથી મન કરેલું કુષ્ટ રેગનું શરીર, કેટિવેધ રસવડે કરીને જેમ તામ્રરાશિ સુવર્ણમય થઈ જાય તેમ સુવણીર થતું હતું. (ખેલૌષધિ લબ્ધિ ). તેમના કાન, નેત્ર અને અંગને મેલ સર્વ રેગીના રોગને હણનારે અને કસ્તૂરી જેવો સુગંધીદાર હતે (જલ્લૌષધિ લબ્ધિ). તેમના શરીરના સ્પર્શમાત્રથી અમૃતના સ્નાનની પેઠે રેગી પ્રાણીઓ નરેગી થતા હતા (આમપૌષધિ લબ્ધિ). વરસાદમાં વરસતું અને નદી વગેરેમાં વહેતું જળ તેમના અંગના સંગથી, સૂર્યનું તેજ જેમ અંધકારને નાશ કરે તેમ સર્વ રોગને નાશ કરતું હતું જ નાટષ કર્મ–જુદા જુદા વેષ ધારણ કરવા તે. ૧ અહીંથી લબ્ધિઓનું વર્ણન શરૂ થાય છે, ૨ સુવર્ણ જેવું અથવા સારા વર્ણવાળું, Page #65 -------------------------------------------------------------------------- ________________ $ પર્વ ૧ લું. વજના મુનિવરને પ્રાપ્ત થયેલ અનેક પ્રકારની લબ્ધિઓ ૧ હતું. ગંધહસ્તિના મદની સુગંધથી જેમ બીજા ગજેદ્રો નાશી જાય તેમ તેમના અંગને સ્પર્શ કરીને આવેલા વાયુથી વિષ વગેરેના દે દૂર જતા હતા. જે કદાપિ વિષ સંયુક્ત અન્નાદિક તેમના મુખ અથવા પાત્રમાં પ્રવિષ્ટ થયું હોય તો તે પણ અમૃતના પ્રદેશની પેઠે નિવિષપણાને પામી જતું હતું. જાણે ઝેર ઉતારવાના મંત્રાક્ષર હોય તેમ તેમના વચનનું સ્મરણ કરવાથી મહાવિષની વ્યાધિથી પીડા પામતા માણસોની પીડા દૂર થતી હતી અને છીપનું જળ જેમ મેતીપણને પામે તેમ તેમના નખ, કેશ, દાંત અને તેમના શરીરથી થયેલું સઘળું ઔષધપણાને પ્રાપ્ત થયું હતું (સવૌષધિ લબ્ધિ ). વળી સાયના નાકામાં પણ તંતુની પેઠે પ્રવેશ કરવાને સમર્થ થાય એવી આશુત્વશક્તિ તેમને પ્રાપ્ત થઈ. મેરુપર્વત પણ જાનુ સુધી આવે એવી પિતાના શરીરને મોટું કરવાની મહત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ જેથી પોતાના શરીરને પવનથી પણ હલકું કરી શકે એવી લઘુત્ર શક્તિ પ્રાપ્ત થઈ; ઇંદ્રાદિક દેવે પણ સહન કરી શકે નહિ એવું વજાથી પણ ભારે શરીર કરવાની ગુરુત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ; પૃથ્વી ઉપર રહ્યા છતાં પણ ઝાડનાં પાંદડાની જેમ મેરુના અગ્રભાગને તથા પ્રહાદિકેને સ્પર્શ કરી શકે એવી પ્રાપ્તિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. જેથી ભૂમિની પેઠે જળમાં ગતિ થઈ શકે અને જળની પેઠે ભૂમિને વિષે ઉન્મજ્જન નિમજજન કરી શકે એવી પ્રાકામ્ય શક્તિ તેમને પ્રાપ્ત થઈ ચક્રવત્તી અને ઈંદ્રની અદ્ધિ વિસ્તારવાને સમર્થ એવી ઈશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ, જેથી સ્વતંત્ર એવા શૂર જતુઓ પણ વશ થઈ જાય એવી અપૂર્વ વશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ, છિદ્રની જેમ પર્વતના મધ્યમાંથી નિસંગ ગમન કરી શકે એવી અપ્રતિઘાતિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ પવનની પેઠે સર્વ ઠેકાણે અદશ્ય રૂપ ધારણ કરી શકે એવું અપ્રતિહત અંતર્ધાન સામર્થ્ય તેમને પ્રાપ્ત થયું અને સમકાળે અનેક પ્રકારનાં રૂપથી લેકને પૂરી દેવામાં સમર્થ થાય એવી કામરૂપત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ એક અર્થરૂપ બીજથી અનેકાર્થરૂપ બીજ જાણી શકે એવી બીજબુદ્ધિ, ૨ કોઠીમાં રાખેલા ધાન્યની જેમ પૂર્વે સાંભળેલા અર્થો સ્મરણ કર્યા સિવાય પણ યથાસ્થિત રહે એવી કેષ્ઠઅદ્ધિક અને આદિ, અંત કે મધ્ય–એવું એક પદ સાંભળવામાં આવે કે તરત આખા ગ્રંથને બંધ થાય એવી પદાનુસારિણી લબ્ધિ તેમને પ્રાપ્ત થઈ એક વસ્તુને ઉદ્ધાર ૧ આ બધી બાબતને વૈક્રિય લબ્ધમાં સમાવેશ થાય છે અને તે સિદ્ધિ અથવા શક્તિઓ કહેવાય છે. ૨ જેમ કર્ષણી રૂડી રીતે કષાયેલી ભૂમિને વિષે બીજ વાવે અને તે બીજ અનેક બીજ આપનાર થાય તેમ જ્ઞાનાવરણમાદિ કર્મના ક્ષય પશમના અતિશયથી એક અર્થરૂપ બીજને સાંભળવાથી અનેક અર્થબીજને જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ ; જેમ કેહાને વિષે ધાન્ય સારી રીતે રહે તેમ જેને વિષે પરોપદેશાદિક અવધારેલા સત્ર અને અ સારી રીતે રહે અર્થાન અવિસ્મૃતિપણે રહે કે બુદ્ધિ લબ્ધિ. ૪ કોઈ સૂરનું એક પદ સાંભળવાથી ઘણું થુન પ્રત્યે પ્રવર્તે તે પદાનુ તારિણી લબ્ધિ. તેમાં અનુશ્રોત પદાનુસારિણી એટલે પહેલું પદ અથવા તેને અર્થ સાંભળી છેલ્લા પદ સુધી અર્થની વિચારણામાં શ્રેણીબંધ પ્રવર્તે ત, અતિશ્રોત પદાનુસારિણી છેલ્લું પદ સાંભળવાથી પ્રતિકૂળપણે પહેલા ૫૬ સુધીની વિચારણા થાય તે અને ઉભય પદાનુસારિણું એટલે મધમનું કાઈપણ એક પદ સાંભળવાથી A- 6 Page #66 -------------------------------------------------------------------------- ________________ અનેક પ્રકારની લબ્ધિઓ. સર્ગ ૧ લે. કરીને અંતર્મુહૂર્તમાં સમસ્ત સતસમુદ્રનું અવગાહન કરવાના સામર્થ્યથી તેઓ મનેબલી લબ્ધિવાળા થયા હતા. એક મુહૂર્તમાં મૂળાક્ષર ગણવાની લીલાથી સર્વ શાસ્ત્રને ગેખી જતા હતા તેથી તેઓ વાગુબલીર પણ થયા હતા અને ઘણાય કાળ સુધી પ્રતિમાપણે ( કોત્સર્ગ સ્થિર રહેતા પણ શ્રમ અને ગ્લાનિ પામતા નહીં, તેથી તેઓ કાયબલી થયા હતા. તેમના પાત્રમાં રહેલા કુત્સિત અન્નમાં પણ અમૃત, ક્ષીર, મધુ અને ધૃત વિગેરેનો રસ આવવાથી તથા દુઃખથી પીડાએલા માણસને તેમની વાણી અમૃત, ક્ષીર, મધુ અને વૃત જેવી શાંતિ આપનારી થતી હતી તેથી તેઓ અમૃતસરમાજ્યાશ્રવી લબ્ધિવાળા થયા હતા. તેમના પાત્રમાં પડેલું અ૫ અન્ન પણ દાન કરવાથી અક્ષય થતું- ખૂટતું નહીં, તેથી તેઓને અક્ષીણ મહાનસી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તીર્થકરની પર્ષદાની પેઠે અલ્પ પ્રદેશમાં પણ અસંખ્ય પ્રાણુઓને સ્થિતિ કરાવી શક્તા તેથી તેઓ અક્ષીણ મહાલય લબ્ધિવાળા હતા અને એક ઈદ્રિયથી બીજી ઇન્દ્રિયના વિષયને પણ પ્રાપ્ત કરી શકતા, તેથી તેઓ સંનિશ્રોત: લબ્ધિવાળા હતા. તેઓને જંઘાચારણ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી જેથી તેઓ એક એક પગલે રૂચકદ્વીપે જવાને સમર્થ થતા અને ત્યાંથી પાછાં વળતાં પહેલે પગલે નંદીશ્વર દ્વીપે આવતા અને બીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં આવી શકતા હતા. જે ઊર્ધ્વગતિ કરે અર્થાત્ ઊંચે જાય તે એક પગલે મેરુ પર્વત ઉપર રહેલા પાંડુક ઉદ્યાનમાં જઈ શકતા હતા અને ત્યાંથી પાછાં વળતાં એક પગલે નંદનવનમાં અને બીજે પગલે ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. વિદ્યાચારણ લબ્ધિવડે તેઓ એક પગલે માનુષેત્તર પર્વત અને બીજે પગલે નંદીશ્વર ત્રિપે જવાને સમર્થ હતા; અને પાછાં વળતાં એક પગલે પૂર્વ ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. ઊર્ધ્વગતિમાં જંઘાચારણથી વિપરીત પણે ગમનાગમન કરવાને શક્તિમંત હતા. તેઓને આશીવિષ લબ્ધિ પણ હતી અને બીજી નિગ્રહ અનુગ્રહ કરવામાં સમર્થ એવી ઘણું લબ્ધિઓ તેઓએ મેળવી હતી, પરંતુ એ લબ્ધિઓને તેઓ ઉપયોગ કરતા નહેતા, કેમકે મુમુક્ષુ પુરુષ પ્રાપ્ત થયેલી વસ્તુમાં પણ આકાંક્ષા રહિત હોય છે. - હવે વજનાભ સ્વામીએ વિશ સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામ-ગોત્રકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. તે વીશ સ્થાનકેમાં પહેલું સ્થાનક અહંત અને અહં તેની પ્રતિમાની પૂજાથી, તેમના અવર્ણવાદને નિષેધ કરવાથી અને સદ્દભૂત અર્થવાળી તેમની સ્તવના કર્યાથી આરાધાય છે. (અરિહંત પદ). સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધની ભક્તિને અર્થે જાગરણ ઉત્સવ કર્યાથી તથા યથાર્થપણે સિદ્ધત્વનું કીર્તન કરવાથી બીજું સ્થાન આરાથાય છે. (સિદ્ધ પદ). બાલ, ગ્લાન અને નવદીક્ષિત શિષ્ય-વગેરે યતિઓને અનુગ્રહ તથા પ્રવચનનું વાત્સલ્ય કરવાથી ત્રીજું સ્થાનક આરાધાય છે. (પ્રવચન પદ) આગળ સર્વ પદોનું જ્ઞાન થાય તે એમ ત્રણ પ્રકાર છે. ૧-૨-૩ મનેબલી, વાગબલી અને કાયબલી એ લધઓ વીતરાયન ક્ષપશમથી પ્રગટ થાય છે. ૪ શ્રી ગૌતમસ્વામિએ એક પાત્રમાં આવેલી શીરવ ૧૫૦૦ તાપસીને પારણું કરાવ્યું તે અક્ષણ મહાનસી લબ્ધિવડે સમજવું. ૫ સર્વ શ્રાદ્રો સાંભળે અથવા સર્વ ઈદ્રયોના વિષય એક ઈદ્રિય જાણે, ચક્રવતીના કટકને કોલાહલ છતાં ૫ણ શંખ, ભેરી. પણવ વગેરે વાછત્રો એકઠાં વગાડમાં હોય તે પણ તે સર્વના જુદા જુદા શબ્દને જાણે તે સંભિશ્રોત લબ્ધિ. ૬ જંબદ્વીપથી તેરમો દ્વીપ. ૭ જંબુદ્વીપથી આઠમો દ્વીપ Page #67 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. વીશ સ્થાનકનું સ્વરૂપ. અને બહુમાનપૂર્વક આહાર, ઔષધ અને વસ્ત્ર વગેરેના દાનવડે ગુરુનું વાત્સલ્ય કરવું તે એથું સ્થાનક (આચાર્ય પદ), વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા (પર્યાયસ્થવિર), સાઠ વર્ષની વયવાળા (વયસ્થવિર) અને સમવાયાંગના ધરનાર (શ્રુતસ્થવિર)ની ભક્તિ કરવી તે પાંચમું સ્થાનક (સ્થવિર પદ). અર્થની અપેક્ષાએ પિતાથી બહુશ્રુતપણને ધારણ કરનારાઓનું અન્નવસ્ત્રાદિ આપવા વગેરેથી વાત્સલ્ય કરવું તે છઠઠું સ્થાનક (ઉપાધ્યાય પદ). ઉત્કૃષ્ટ તપને કરનારા મુનિઓનું ભક્તિ અને વિશ્રામણવડે વાત્સલ્ય કરવું તે સાતમું સ્થાનક (સાધુ પદ). પ્રશ્ન અને વાચન વિગેરેથી નિરંતર દ્વાદશાંગીરૂપ શ્રતને સૂત્ર, અર્થ અને તે બંનેથી જ્ઞાનપગ કરે તે આઠમું સ્થાનક (જ્ઞાન પદ). શંકા વિગેરે દેષથી રહિત, થય વગેરે ગુણેથી ભૂષિત અને સમાદિ લક્ષણવાળું સમ્યગુ દર્શન તે નવમું સ્થાનક (દર્શન પદ). જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકારને-કમને કર કરનાર વિનય તે દશમું સ્થાનક (વિનય પદ). ઈચ્છા મિથ્યા કરણદિક દશવિધ સામાચારીના યુગમાં અને આવશ્યકમાં અતિચાર રહિતપણે યત્ન કરે તે અગ્યારમું સ્થાનક (ચારિત્ર પદ). અહિંસાદિક મૂળ ગુણમાં અને સમિટ્યાદિક ઉત્તર ગુણેમાં અતિચાર રહિત પ્રવૃત્તિ કરવી તે બારમું સ્થાનક (શીલ-વત પદ). ક્ષણે ક્ષણે અને લવે લવે પ્રમાદને પરિહાર કરીને શુભ ધ્યાનમાં પ્રવર્તાવું તે તેરમું સ્થાનક (સમાધિ પદ). મન અને શરીરને બાધા-પીડા ન થાય તે યથાશકિત તપ કરે તે ચૌદમું સ્થાનક (તપ પદ). મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક તપસ્વીઓને અન્નાદિકનું યથાશક્તિ દાન આપવું તે પંદરમું સ્થાનક (દાન પદ). આચાર્યાદિ દશનું અન્ન, પાણું અને અશન વિગેરેથી વૈયાવૃત્ય કરવું તે સેળમું સ્થાનક (વૈયાવચ પદ). ચતુવિધ સંઘના સર્વ વિઘો દૂર કરવાથી મનને સમાધિ ઉત્પન્ન કરવી તે સત્તરમું સ્થાનક (સંયમ પદ). અપૂર્વ એવા સૂત્ર, અર્થ અને તે બંનેનું પ્રયત્નથી ગ્રહણ કરવું તે અઢારમું સ્થાનક (અભિનવ જ્ઞાન પદ). શ્રદ્ધાથી, ઉદ્ધાસનથી અને અવર્ણવાદને નાશ કરવાથી મૃત જ્ઞાનની ભક્તિ કરવી તે ઓગણુશમું સ્થાનક (શ્રુત પદ), વિદ્યા, નિમિત્ત, કવિતા, વાદ અને ધર્મકથા વગેરેથી શાસનની પ્રભાવના કરવી તે વીશમું સ્થાનક (તીથી પદ). એ વીશ સ્થાનકમાંથી એક એક પદનું આરાધન કરવું તે પણ તીર્થકર નામકર્મના બંધનું કારણ છે, પરંતુ વજાનાભ ભગવાને તે એ સવે પદનું આરાધન કરીને તીર્થકરનામકર્મને બંધ કર્યો. બાહ મુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરવાથી ચકવતના ભેગફળને આપનારું કમ ઉપાર્જન કર્યું. તપસ્વી મહર્ષિઓની વિશ્રામણું કરનારા સુબાહુ મુનિએ લેકોત્તર એવું બાહુબળ ઉપાર્જન કર્યું. તેવારે વનાભ મુનિએ કહ્યું-“અહે ! સાધુઓની વૈયાવચ્ચ અને વિશ્રામણું કરનારા આ બાહુ અને સુબાહુ મુનિને ધન્ય છે” તેઓની એવી પ્રશંસાથી પીઠ અને મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા-જે ઉપકાર કરનારા છે તે જ અહીં પ્રશંસા પામે છે; આપણે બંને આગમનું અધ્યયન અને ધ્યાનમાં તત્પર હોવાથી કાંઈ પણ ઉપકારી થયા નથી, એથી આપણું કેણ પ્રશંસા કરે ? અથવા સર્વ લોકો પોતાના કાર્ય કરનારાને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે માયા-મિથ્યાત્વથી યુક્ત એવી ૧ જિનેશ્વર, સૂરિ, વાચક, મુનિ, બાળમુનિ, સ્થવિરમુનિ, ગ્લાનમુનિ, તપસ્વી મુનિ ચિત્ય અને શ્રમણસ વ એ દશ સમજવા. ૨ બહુમાન યુકત વૃદ્ધિ કરવી-પ્રકાશ કરવો તે. Page #68 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરનામકર્મની પ્રાપ્તિ. સર્ગ ૧ લે. ઈર્ષ્યા કરવાથી બાંધેલા દુષ્કૃતનું આલેચન નહી કરવાથી તેઓએ સ્ત્રીનામકર્મ–સ્ત્રીત્વપણાની પ્રાપ્તિરૂપ કર્મ ઉપાર્જન કર્યું. તે છ મહર્ષિઓએ અતિચાર રહિત અને ખડની ધારા જેવી પ્રવ્રયાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી. પછી ધીર એવા તે છ મુનિઓ બંને પ્રકારની સંલેખનાપૂર્વક પાદપેપગમન અનશન અંગીકાર કરી સર્વાર્થસિદ્ધિ નામના પાંચમા અનુત્તર વિમાનને વિષે તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. , इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमे पर्वणि धनादि द्वादशभववर्णनो नाम प्रथमः सर्गः ॥१॥ સ બીજો. તે આ જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહની અંદર શત્રુઓથી નહી છતાયેલી એવી અપરાજિતા નામે નગરી હતી. તે નગરીમાં પિતાના પરાક્રમથી જગતને આકાંત કરનાર અને લક્ષમીથી જાણે ઈશાનંદ્ર હોય તે ઈશાનચંદ્ર નામે રાજા હતા. ત્યાં ઘણી લક્ષમીવાળો ચંદનદાસ નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ધર્મિષ્ઠ પુરુષમાં અગ્રેસર અને જગતને આનંદ આપવામાં ચંદન જેવો હતો. તેને જગતના નેત્રને આનંદ ઉત્પન્ન થવાના કારણરૂપ સાગરચંદ્ર નામે પુત્ર હતા. સમુદ્ર જેમ ચંદ્રને આહલાદર આપે તેમ તે પુત્ર તેના પિતાને આહ્લાદ આપતા હતા. સ્વભાવથી જ સરળ, ધાર્મિક અને વિવેકી–એ તે આખા નગરને એક મુખમંડન થઈ પડ્યો હતો. એક વખત તે વણિકપુત્ર, ઇશાનચંદ્ર રાજાના દર્શન માટે અને સેવાને માટે આવેલા સામત રાજાઓથી વ્યાપ્ત થયેલા રાજભવનમાં ગયે. ત્યાં આસન. તાંબુલદાન વગેરે સત્કારપૂર્વક તે વણિકતને, તેના પિતાની પેઠે રાજાએ ઘણા સ્નેહથી જોયે. તે સમયે કોઈ એક મંગલપાઠક, રાજદ્વારમાં આવી શંખના ધ્વનિને પરાભવ કરનારી ગિરાથી આ પ્રમાણે કહેવા લાગ્યા–“રાજન ! આજે તમારા ઉધાનમાં જાણે ઉદ્યાનપાલિકા હોય તેવી અનેક પુષ્પો સજજ કરનારી વસ તલસ્મી વૃદ્ધિ પામેલી છે. વિકાસ પામેલા પાની સુગંધથી દિશાઓના મખને સુગંધી કરનાર તે ઉદ્યાનને ઈદ્ર જેમ નંદન વનને શેભાવે તેમ આપ શેભા.” આવી મંગલપાઠકની વાણું શ્રવણ કરી રાજાએ દ્વારપાળને આજ્ઞા કરી–“આપણું નગરમાં એવી ઉદૂષણ કરા કે કાલે પ્રાતઃકાળે ૧ જીતનાર. ૨ આનંદ. ૩ વાણુથી. ૪ સાદ પડાવે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સાગરચંદ્રની વીરતા અને પિતાની હિતશિક્ષા. સર્વ લેકેએ આપણું ઉધાનમાં જવું.” પછી રાજાએ પોતે સાગરચંદ્રને આદેશપ કર્યો, “તમારે પણ આવવું” સ્વામીની પ્રસન્નતાનું એ લક્ષણ છે. તે પછી રાજાએ વિસર્જન કરેલ વણિકપુત્ર હર્ષ પામી પોતાને ઘેર આવ્યું. ત્યાં અશોકદર નામના પોતાના મિત્રને રાજાની આજ્ઞા સંબંધી સર્વ વાત કહી. બીજે દિવસે પ્રાતઃકાળે રાજા પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયો. ત્યાં નગરના લોકે પણ આવ્યા હતા, કારણ કે પ્રજા રાજાને અનુસરનારી હોય છે.' મલયાચલના પવનની સાથે જેમ વસંતઋતુ આવે તેમ સાગરચંદ્ર પણ પિતાના મિત્ર અશકદત્ત સાથે ઉદ્યાનમાં આવ્યું. કામદેવના શાસનમાં રહેલા સર્વ લેક પુષ્પ ચૂંટી નૃત્ય ગીત વગેરેથી કીડા કરવામાં પ્રવત્ય. સ્થળે સ્થળે એકઠા થઈને ક્રીડા કરતા. નગરજને નિવાસ કરેલ કામદેવરૂપી રાજાના પડાવની તુલના કરવા લાગ્યા. જાણે અન્ય ઈદ્રિયના વિષયનો જય કરવાને ઉઠેલા હોય તેવા પગલે પગલે ગાયન અને વાઘોના ધ્વનિ પ્રવર્તાવા લાગ્યા. તેવામાં નજીકના કોઈ વૃક્ષની ગુફામાંથી “ રક્ષા કરે, રક્ષા કરો” એવો કોઈ સ્ત્રીના અકસ્માત્ વનિ નીકળ્યો. એવી વાણી સાંભળતાં જ જાણે તેનાથી આકર્ષિત થયો હોય તેમ સાગરચંદ્ર “આ શું છે ?' એમ સંજમ પામીને દોડયો. ત્યાં જઈને જુવે છે તો વ્યાઘ જેમ મૃગલીને પકડે તેમ પૂર્ણભદ્ર શેઠની પ્રિયદર્શના નામે કન્યાને બંદીવાનેએ પકડેલી તેણે દીઠી. જેમ સની ગ્રીવા ભાંગીને મણિ ગ્રહણ કરે તેમ સાગરચંદ્ર એક બંદીવાનના હાથમાંથી છરી ખેંચી લીધી. આવું તેનું પરાક્રમ જોઈ બીજા બંદીવાને નાસી ગયા; કારણ કે જવલ્યમાન અશિને જઈ યાદો પણ નાસી જાય છે, એવી રીતે સાગરચંદ્ર, કઠીઆરા લોકેની પાસેથી આગ્રલતાની જેમ પ્રિયદર્શનાને છોડાવી. તે સમયે પ્રિયદર્શનાને વિચાર થયે-“પરોપકાર કરવાના વ્યસની પુરુષોમાં મુખ્ય એવો આ કોણ હશે ? અહો ! મારા સદ્ભાગ્યની સંપત્તિઓથી આકર્ષણ કરેલ આ પુરુષ અહીં આવી ચડડ્યો તે સારું થયું કામદેવના રૂપને તિરસ્કાર કરનાર એ પુરુષ મારો ભર્તાર થાઓ.” એમ ચિંતવન કરતી પ્રિયદર્શના પોતાના મંદિર તરફ ગઈ. સાગરચંદ્ર પણ જાણે પરવાઈ ગયે હોય તેમ પ્રિયદર્શનાને પિતાના હૃદયમાં રાખી અશોકદર મિત્રની સાથે પિતાને ઘેર ગયે. તેના પિતા ચંદનદાસે પરંપરાથી એ વૃત્તાંત જા. તે વૃત્તાંત ગુપ્ત પણ કેમ રહે ? ચંદનદાસે એ વૃત્તાંતથી પોતાના હૃદયમાં વિચાર્યું-“આ પુત્રને પ્રિયદર્શના ઉપર રાગ થયો છે તે યુક્ત છે; કેમકે કમલિનીને રાજહંસ સાથે જ મિત્રાઈ થાય છે, પરંતુ સાગરચંદ્રે આવું ઉદ્ભટાણું કર્યું તે યુકત નથી, કારણ કે પરાક્રમવાળા પણ વણિકોએ પિતાનું પરાક્રમ પ્રકાશિત કરવું નહીં. વળી સાગરચંદ્ર સ્વભાવે સરળ છે તેને માયાવી અશોકદત્તની સાથે મિત્રાઈ થઈ છે તે કદલીના વૃક્ષને જેમ બદરી વૃક્ષનો સંગ હિતકર નથી તેમ હિતકારક નથી, એમ ઘણી વાર સુધી વિચાર કરી, સાગરચંદ્ર કુમારને બોલાવી, જેમ ઉત્તમ હસ્તિને તેને મહાવત શિક્ષા આપવાને આરંભ કરે તેમ મીઠાં વચનથી શિક્ષા આપવાનો આરંભ કર્યો. વત્સ સાગરચંદ્ર ! સર્વ શાસ્ત્રને અભ્યાસ કરવાથી તું વ્યવહારને સારી રીતે જાણે છે તે પણ હું તને કાંઈક કહું છું. આપણે વણિકે કળાકૌશલ્યથી જીવનારા છીએ, તેથી ૧ આજ્ઞા. Page #70 -------------------------------------------------------------------------- ________________ પિતાને ઉપદેશઃ પુત્રને પ્રત્યુત્તર. સગ બીજે. આપણે અનુભટ એવા મનહર ઉષવાળા હોઈએ તો જ આપણી નિંદા ન થાય, માટે તારે યૌવન અવસ્થામાં પણ ગૂઢ પરાક્રમવાળા રહેવું જોઈએ. જગતમાં સામાન્ય અર્થને વિષે પણ વણિકે આશંકાયુકત વૃત્તિવાળા કહેવાય છે. સ્ત્રીઓનું શરીર જેમ ઢાંકેલું જ શોભાને પામે છે તેમ હંમેશાં આપણી સંપત્તિ, વિષયકીડા અને દાન-એ સર્વે ગુપ્ત જ શેભે છે. જેમ ઊંટના પગમાં બાંધેલું સોનાનું ઝાંઝર શોભે નહીં તેમ પોતાની જાતિને અનુચિત કર્મ શેભતું નથી, માટે હે વહાલા પુત્ર ! પિતાની કુળ પરંપરાથી આવેલા યોગ્ય વ્યવહારમાં પરાયણ થઈ આપણે સંપત્તિની પેઠે ગુણને પણ પ્રચ્છન્ન રાખવા. અને સ્વભાવથી જ કપટયુકત ચિત્તવાળા દુજને હોય છે તેથી તેમને સંસર્ગ છોડી દેવે; કારણ કે દુર્જનનો સંગ હડકાયાના ઝેરની પેઠે કાળગે વિકારને પામે છે. તે વત્સ! તારો મિત્ર અશોકદત્ત, કઢને રોગ પ્રસાર પામ્યાથી જેમ શરીરને દૂષિત કરે તેમ વધારે પરિચયથી તને દૂષિત કરશે. એ માયાવી, ગુણિકાની પેઠે હમેશાં મનમાં જુદા, વચનમાં જુદે અને ક્રિયામાં પણ જુદે છે.” એ પ્રમાણે શેઠ આદરપૂર્વક ઉપદેશ કરી મૌન રહ્યા એટલે સાગરચંદ્ર મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્ય-પિતાજી આ ઉપદેશ કરે છે તેથી હું ધારું છું કે પ્રિયદર્શના સંબંધી વૃત્તાંત તેમના જાણવામાં આવ્યો છે અને આ માટે મિત્ર અશોકદર પિતાજીને સંગ કરવાને અગ્ય લાગે છે. માણસના મદભાગ્યપણને લીધે જ આવા શિખામણ દેનાર) વડીલે હોતા નથી. ભલે એમની મરજી પ્રમાણે થાઓ.” એમ ક્ષણવાર મનમાં વિચારી સાગરચંદ્ર વિનયયુકત નમ્ર વાણીથી બેલ્ય-“પિતાજી ! આપ આદેશ કરે તે મારે કરવું જ જોઈએ, કેમકે હું તમારો પુત્ર છું. જે કાર્ય કરવામાં ગુરુજનેની આજ્ઞાનું ઉલ્લંઘન થાય તેવું કામ કરવાથી સયું, પરંતુ કેટલીક વખત દૈવયોગે અકસ્માત્ એવું કાર્ય આવી પડે છે કે જે વિચાર કરવાના થોડા સમયને પણ સહન કરી શકતું નથી. જેમ કે મૂખ માણસને પણ પવિત્ર કરતાં પર્વવેળા વીતી જાય તેમ કેટલાએક કાર્યને કાળ વિચાર કરતાં વીતી જાય છે. એ પ્રાણસંશયનો કાળ પ્રાપ્ત થશે તો પણ તે પિતાજી! હવેથી હું એવું કાર્ય કરીશ કે જે આપને લજજ પમાડે તેવું નહીં હોય. આપે અશોકદર સંબંધી વાત કરી; પણ તેના દોષથી હું દોષિત નથી અને તેના ગુણથી હું ગુણ નથી. હંમેશને સહવાસ, સાથે ધૂલિકીડા, વારંવાર દર્શન, તુલશે જાતિ, સરખી વિદ્યા, સમાન શીલ, સમાન વય, પરોક્ષે પણ ઉપરીપણું અને સુખદુઃખમાં ભાગ પાડવાપણું-વગેરે કારણેથી મારે તેની સાથે મિત્રતા થઈ છે. તેનામાં હું કાંઈ પણ કપટ જેતે નથી, માટે તે મારા મિત્ર સંબંધી આપને કોઈએ મિથ્યા કહેલ છે. કારણ કે અહી લાકે સર્વને ખેદ પમાડનારા જ હોય છે. કદાપિ ત તે માયાવી હશે તે પણ મને શું કરશે ? કેમકે “એક ઠેકાણે રાખ્યા છતાં કાચ તે કાચ જ રહેશે અને મણિ તે મણિ જ રહેશે.” એવી રીતે કહીને સાગરચંદ્ર મૌન રહ્યો એટલે શેઠે કહ્યું-“પુત્ર ! તું બુદ્ધિવાનું છે તે પણ મારે કહેવું જ જોઈએ, કારણ કે પારકા અંતઃકરણે જાણવા મુશ્કેલ છે.” પછી પુત્રના ભાવને જાણનારા શેઠે શીલાદિક ગુણોથી પૂર્ણ એવી પ્રિયદર્શનાને માટે પૂર્ણભદ્ર ૧ ગુપ્ત Page #71 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સાગરચંદ્રની સરળતા. શેઠ પાસે માગણી કરી. ત્યારે “આગળ તમારા પુત્રે ઉપકાર કરવાવડે મારી પુત્રીને ખરીદ કરેલી જ છે.” એમ કહી પૂર્ણભદ્ર શેઠે તેનું વચન સ્વીકાર્યું. પછી શુભ દિવસે અને શુભ લગ્ન તેમના માતાપિતાએ સાગરચંદ્રનો પ્રિયદર્શના સાથે વિવાહ કર્યો. ઈચ્છિત દુંદુભી વાગવાથી જેમ હર્ષ થાય તેમ મનવાંછિત વિવાહ થવાથી વધુવર ઘણે હર્ષ પામ્યા. સમાન અંતઃકરણવાળા હોવાથી જાણે એક આત્માવાળા હોય તેમ તેઓની પ્રીતિ સારસપક્ષીની પેઠે વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રવડે જેમ ચંદ્રિકા શેભે તેમ નિરંતર ઉદયકાંક્ષી અને સૌમ્ય દર્શનવાળી પ્રિયદશના સાગરચંદ્ર વડે શોભવા લાગી. ચિરકાળથી ઘટના કરનાર દેવના યોગથી તે શીલવંત, રૂપવંત અને સરળતાવાળા દંપતીને ઉચિત એગ થયે. પરસ્પર વિશ્વાસ હોવાથી કોઈ વખતે પણ તેઓમાં અવિશ્વાસ તો થતું જ નહીં, કારણ કે સરળ આશયવાળા કદાપિ વિપરીત શંકા કરતા નથી. એક વખત સાગરચંદ્ર બહાર ગયા હતા તેવામાં અશોકદર તેને ઘરે આવ્યું અને પ્રિયદર્શીનાને કહેવા લાગ્યો “સાગરચંદ્ર હંમેશાં ધનદત્ત શેઠની સ્ત્રી સાથે એકાંત કરે છે તેનું શું પ્રયોજન હશે ?” સ્વભાવથી જ સરળ એવી પ્રિયદર્શના બેલી-તેનું પ્રયોજન તમારા મિત્ર જાણે અથવા સવા તેમનું બીજું હૃદય એવા તમે જાણે. વ્યવસાયી એવા મહપુરુષના એકાંત સૂચિત કાર્યો કર્ણ જાણી શકે ? અને જે જાણે તે ઘરે શા માટે કહે?” અશોકદરે કહ્યું- “તમારા પતિને તેની સાથે એકાંત કરવાનું જે પ્રયોજન છે તે હું હું જાણું છું પણ કહી કેમ શકાય ? પ્રિયદર્શનાએ કહ્યું-તેવું શું પ્રજન છે? અશોકદર-“હે સુબુ ! જે પ્રયજન મારે તમારી સાથે છે તે પ્રયોજન તેને તેની સાથે છે.” એવી રીતે તેણે કહ્યું તે પણ તેના ભાવને નહીં સમજનારી અને સરળ આશયવાળી પ્રિયદર્શના બેલી-તમારે મારી સાથે શું પ્રયોજન છે?” તેણે કj-“હે સુશુ ! તારા પતિ સિવાય રસ એવા બીજા કયા સચેતન પુરુષને તારી સાથે પ્રયજન ન હોય?” કર્ણમાં સૂચી સોય) જેવું અને તેની દુષ્ટ ઈચ્છાને સૂચવનારું અશક્તત્તનું વચન સાંભળી પ્રિયદર્શના સકેપ થઈ ગઈ અને નીચું મુખ રાખી આક્ષેપ સહિત બેલી–“રે અમર્યાદ ! રે પુરુષાધમ ! તે આવું કેમ ચિંતવ્યું ? અને ચિંતવ્યું તે કહ્યું કેમ ? મૂખના આવા સાહસને ધિક્કાર છે ! વળી રે દુષ્ટ ! મારા મહાત્મા પતિની તું અવળી રીતે પિતાના જેવી સંભાવના કરે છે તો મિત્રના મિષથી શત્રુ જેવા તને ધિકકાર છે. જે પાપી ! તું અહી થી ચાલે જા, ઊભો ન રહે. તારા દર્શનથી પણ પાપ થાય છે.” એવી રીતે તેણીએ અપમાન કરેલ અદત્ત ચેરની પેઠે શીઘપણે ત્યાંથી નીકળ્યો. જાણે ગૌહત્યા કરનારો હોય તે, પાપરૂપી અંધકારથી મલિન મુખવાળો અને વિમનસ્ક અશક્તત ચાલે જતું હતું, તેવામાં સામા આવતા સાગરચંદ્ર તેને દીઠે. સ્વચ્છ અંતઃકરણવાળા સાગરચંદ્ર “હે મિત્ર ! તમે ઉદ્વિગ્ન કેમ જણાઓ છે ? એમ પૂછયું, એટલે માયાના પર્વત જેવા અશકદરે દીર્ઘ નિઃશ્વાસ મૂકી, જાણે કસ્ટથી દુઃખી થયો હોય તેમ હેઠ ચડાવીને કહ્યું- હે ભ્રાતા ! હિમાલય પર્વતની નજીક રહેનારાઓને ઠરી જાને હેતુ જેમ ૧ કચવાતા મનવાળે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અશોકદત્તની દુર્જનતા સગે બીજે પ્રગટ છે તેમ આ સંસારમાં નિવાસ કરનારાઓને ઉગનાં કારણ પ્રગટ જ છે. તે પણ ઠેકઠેકાણે થયેલા ત્રણની જેમ આ વૃત્તાંત તે ગુપ્ત રાખી શકાય તેમ પણ નથી અને પ્રકાશ પણ કરી શકાય તેમ નથી.” એવી રીતે કહી પિતાના નેત્રમાં કપટ અશુને દેખાવ કરી અશોકદર મૌન રહ્યો એટલે નિષ્કપટી સાગરચંદ્ર વિચાર કરવા લાગે-“અહો ! આ સંસાર અસાર છે, જેમાં આવા પુરુષોને પણ અકસ્માત આવા સંદેહના સ્થાન પ્રાપ્ત થાય છે, ધૂમાડો જેમ અગ્નિને સૂચવે તેમ વૈર્યથી નહીં સહેવાતે એ એને અંતઃઉગ બળાત્કારે એનાં અથઓ સૂચવે છે. એવી રીતે ચિત્કાળ વિચાર કરીને તેના દુઃખથી દુઃખિત થયેલે સાગરચન્દ્ર ફરીથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહેવા લાગ્ય– હે બંધુ ! જે અપ્રકાશ્ય ન હોય તે આ તમારા ઉદ્વેગનું કારણ હમણાં જ મને કહો અને મને તમારા દુઃખનો ભાગ આપીને તમે અલ્પ દુખવાળા થાઓ. અશકદત્તે કહ્યું- હે મિત્ર ! પ્રાણુતુલ્ય એવા તમારી પાસે બીજું પણ અપ્રકાશ્ય ન હોય તે આ વૃત્તાંત તે કેમ જ અપ્રકાશ્ય હાય ? તમે જાણે છે કે સંસારમાં સ્ત્રીઓ, અમાવાસ્યાની રાત્રી જેમ અંધકારને ઉત્પન્ન કરે તેમ અનર્થોને ઉત્પન્ન કરનારી છે. - સાગરચંદ્રે કહ્યું- હે ભાઈ ! પરંતુ હમણું તમે સર્પિણના જેવી કઈ રીના સંકટમાં પડ્યા છે ? " અશોકદર કૃત્રિમ લજજાને દેખાવ કરીને બે-“પ્રિયદર્શના મને ઘણા વખતથી અયોગ્ય વાત કહા કરતી હતી, પણ કેઈ વખત પોતાની મેળે જ લજજા પામીને રહેશે એમ ધારી મેં સલજપણે કેટલાક વખત સુધી તેની અવજ્ઞાપૂર્વક ઉપેક્ષા કરી, તે પણ તે તે અસતીને યોગ્ય વચને કહેવાથી વિરામ પામી નહીં. અહા ! સ્ત્રીઓને કેવો અસદ આગ્રહ હોય છે ! હે બંધુ! આજે હું આપને શોધવા માટે તમારે ઘેર ગયો હતો એવામાં છળને જાણનારી એવી એ સ્ત્રીએ રાક્ષસીની પેઠે મને કયો, પણ હસ્તિ જેમ બંધનથી છૂટે થાય તેમ હું તેના રધથી ઘણે યત્ન છૂટે થઈ ઉતાવળો અહીં આવ્યો. માર્ગમાં મેં વિચાર્યું કે–આ સ્ત્રી મને જીવતા સુધી છોડશે નહીં, માટે મારે સ્વયમેવ આત્મઘાત કરે કે કેમ? અથવા અપમૃત્યુથી મૃત્યુ પામવું પણ યોગ્ય નથી, કારણ કે મારી પક્ષમાં તે સ્ત્રી મારા મિત્રને આ પ્રમાણે જ કહેશે કે અન્યથા કહેશે ? માટે હું પિતે જ મારા મિત્રને આ સર્વ વાત કહું, જેથી સ્ત્રીમાં વિશ્વાસ કરીને એ વિનાશ પામે નહિ, અથવા એ પણ યુક્ત નથી, કારણ કે મેં તે સ્ત્રીને મરથ પૂર્ણ કર્યો નથી તે તેનું દુશીલ કહીને શા માટે ક્ષત ઉપર ક્ષાર નાંખ્યા જેવું કરું ? એમ વિચાર કરતો હતે તેવામાં તમે મને જોયો. તે બાંધવ! એ મારા ઉદ્વેગનું કારણ જાણે.” અશોકદત્તનાં આવાં વચન સાંભળી જાણે હલાહલ ઝેરનું પાન કર્યું હોય તેમ વાયુ વિનાના સમુદ્રની પેઠે સાગરચંદ્ર સ્થિર થઈ ગયો. સાગરચંદે કહ્યું–ીઓને એમજ ઘટે છે, કારણ કે ખારી જમીનના નવાણુના જળમાં ખારાપણું જ હોય છે. જે મિત્ર ! હવે ખેદ ન કરે, સારા વ્યવસાયમાં પ્રવર્તે, ૧ ગુમાની. Page #73 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. છ આરાનું સ્વરૂપ સ્વસ્થ થઈને રહો અને તેનું વચન સંભારે નહીં. હે બ્રાત ! વસ્તુતાએ તે જેવી હોય તેવી ભલે હે, પણ તેનાથી આપણા બંને મિત્રોના મનની મલિનતા ન થાઓ.” સરલ પ્રકૃતિવાળા સાગરચંદ્રના એવા અનુનયથી તે અધમ અશોકદર ખુશી થયો, કેમકે માયાવી લોકે અપરાધ કરીને પણ પોતાના આત્માના વખાણ કરાવે છે. તે દિવસથી સાગરચંદ્ર, પ્રિયદર્શન ઉપર નિ નેહ થઈ રોગવાળી આંગળીની પેઠે ઉગ સહિત તેને ધારણ કરવા લાગ્ય; તો પણ અગાઉની પેઠે જ તેની સાથે અનુકળપણે વતવા લાગે, કેમકે પોતે ઉછરેલી લતા કદાપિ વંધ્ય હોય તો પણ તેનું ઉન્મેલન કરતું નથી. પ્રિયદર્શનાએ પણ, મારાથી તે મિત્રોને ભેદ ન થાઓ-એમ ધારી અશોકદત્ત સંબંધી વૃત્તાંત પોતાના પતિને કહ્યો નહીં. સાગરચંદ્ર સંસારને કારાગૃહ જે માની સર્વ દ્વિને, દીન અને અનાથ લોકોને દાન કરવાવડે કૃતાર્થ થવા લાગ્યા. કાળે કરી Dિ પ્રયદશના સાગરચંદ્ર અને અશોકદત્ત-એ ત્રણે પિતપતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ મૃત્યુ) પામ્યા. તેમાં સાગરચંદ્ર અને પ્રિયદર્શન, આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં ગંગા સિંધુના મધ્ય પ્રદેશમાં, આ અવસર્પિણના ત્રીજા આરામાં પલ્યોપમને આઠમે ભાગ શેષ રહ્યો હતો તે સમયે યુગલિઆરૂપે ઉત્પન્ન થયા. પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણરૂપ બાર આરાનું કાળચક્ર ગણાય છે. તે કાળ, અવસર્પિણી અને ઉત્સર્પિણીપ એવા ભેદથી બે પ્રકારને છે, તેમાં અવસર્પિણી કાળના એકાંત સુષમા વિગેરે છ આરાઓ છે. એકાંત સુષમા નામે પહેલે આરે ચાર કટાકેટી સાગરોપમને, બીજે સુષમા નામે આ ત્રણ કોટાકેદી સાગરોપમને, ત્રીજે સુષમદુઃષમા નામે આરે બે કેટકેટી સાગરોપમને, ચાશે દુખમસુષમા નામે આ બેંતાળીસ હજાર વર્ષે ન્યૂન એક કોટાકોટી સાગરોપમને, પાંચમ ખમાં નામે આરે એકવીશ હજાર વર્ષને અને છેલ્લે (છઠ્ઠો) આ એકાંત દુખમા નામે આરે પણ તેટલા પ્રમાણને (એકવીશ હજાર વર્ષની છે. આ અવસર્પિણીના જે પ્રમાણે છ આરા કહ્યા છે તે જ પ્રમાણે પ્રતિક્રમથી ઉત્સર્પિણી કાળના પણ છ આરા જાણી લેવા. અવસપિણી ને ઉત્સર્પિણી કાળની એકંદર સંખ્યા વીશ કેટકેટી સાગરોપમની થાય છે, તે કાળચક્ર કહેવાય છે. પ્રથમ આરામાં મનુષ્ય ત્રણ પલ્યોપમ સુધી જીવનારા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા અને ચોથે દિવસે ભેજન કરનારા હોય છે. તેઓ સમચતુરન્સ સંસ્થાનવાળા, સવ લક્ષણેથી લક્ષિત, વાત્રકષભનારાચ સંહનન (સંધયણ) વાળાં અને સદા સુખી હોય છે. વળી તેઓ ક્રોધ રહિત, માન રહિત, નિષ્કપટી, લાભવજિત અને સ્વભાવથી જ અધમને ત્યાગ કરનારા હોય છે. ઉત્તરકુરુની પેઠે તે સમયે રાત્રિદિવસ તેઓના ઇચ્છિત મનોરથને પૂર્ણ કરનારા, મઘાંગાદિ દશ પ્રકારનાં કલ્પવૃક્ષો હોય છે. તેમાં મધાંગ નામે કલ્પવૃક્ષો યાચના કરવાથી તત્કાળ સ્વાદિષ્ટ મદ્ય વિગેરે આપે છે. ભૂતાંગ નામના કલ્પવૃક્ષો ભંડારીની પેઠે પાત્રો આપે છે. સૂર્યાગ નામનાં ક૯પવૃક્ષ ત્રણ પ્રકારનાં વાજી2 આપે છે, ( ૧ પ્રાર્થનાથી. ૨ જુદાઈ ૩ જંબુદ્વીપમાં એક, ધાતકી ખંડમાં બે અને કુકરાહમાં બે એવી રીતે પાંચ ભારત અને પાંચ ઐરવન ક્ષેત્ર જાણવા. ૪ અવસર્પિણી એટલે ઉતરતા. ૫. ઉત્સપિણી એટલે ચડતો ૬. અવળા મથી, A - 7 Page #74 -------------------------------------------------------------------------- ________________ છ આરાનું સ્વરૂપ. સગ ૨ જે દીપશિખા અને તિષિકા નામના કલ્પવૃક્ષે અત્યંત ઉદ્યોત આપે છે. ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો વિચિત્ર પુકાની માળાઓ આપે છે. ચિત્રરસ નામનાં કલ્પવૃક્ષો સેઈઆની પેઠે વિવિધ જાતનાં ભેજન આપે છે. મગ નામનાં કલ્પવૃક્ષો ઇચ્છિત ભૂષણો (ઘરેણાં) આપે છે. ગેહાકાર કલ્પવૃક્ષ ગંધર્વ નગરની પેઠે ક્ષણવારમાં સારાં ઘર આપે છે અને અનગ્ન કલ્પવૃક્ષ ઈચ્છા પ્રમાણે વો આપે છે. એ તમામ વૃક્ષે બીજા પણ અનેક ઈચ્છિત અર્થ આપે છે. તે કાળે ભૂમિ શર્કરા કરતાં પણ અત્યંત સ્વાદિષ્ટ હોય છે અને નદી વગેરેનાં જળ અમૃત સમાન મધુરતાવાળાં હોય છે. તે આરામાં અનુક્રમે ધીમે ધીમે આયુષ્ય, સંહનનાદિક અને કલ્પવૃક્ષોને પ્રભાવ ન્યૂન ન્યૂન થતો જાય છે. બીજા આરાના પ્રારંભમાં મનુષ્ય બે પાપમના આયુષ્યવાળા, બે કોશ ઊંચા શરીરવાળા અને ત્રીજે દિવસે ભજન કરનારા હોય છે. તે કાળે કલ્પવૃક્ષો કાંઈક ન્યૂન પ્રભાવ વાળા, પૃથ્વી ન્યૂન સ્વાદવાળી અને જળ પણ માધુર્યમાં પ્રથમથી જરા ઉતરતાં હોય છે. પહેલા આરાની જેમ આ આરામાં પણ, હસ્તીની શુંઢમાં જેમ ઓછી ઓછી સ્થૂળતા હોય છે તેમ સર્વ બાબતમાં અનુક્રમે ન્યૂનતા થતી જાય છે. ત્રીજા આરાના પ્રારંભમાં મનુષ્ય એક પોપમ સુધી જીવનારા, એક ગાઉ ઊંચા શરીરવાળા અને બીજે દિવસે ભજન કરનારા હોય છે. આ આરામાં પણ પૂર્વની જેમ શરીર, આયુષ્ય, પૃથ્વીનું માધુર્ય અને કલ્પવૃક્ષને મહિમા ખૂન થતો જાય છે. ચોથે આરે પૂર્વના પ્રભાવ (કલ્પવૃક્ષ, સ્વાદિષ્ટ પૃથ્વી અને મધુર જળ વગેરે થી રહિત હોય છે. તેના પ્રારંભમાં મનુષ્ય કેટી પૂર્વના આયુષ્યવાળા અને પાંચશે ધનુષ ઊંચા શરીરવાળા હોય છે. પાંચમા આરાના પ્રારંભમાં મનુષ્ય સે વર્ષના આયુષ્યવાળા અને સાત હાથ ઊંચા હોય છે તથા છઠ્ઠા આરામાં ફક્ત સેળ વર્ષના આયુષ્યવાળા અને એક હાથ ઊંચા શરીરવાળા હોય છે. એકાંત દુઃખમાં નામે પહેલા આરાથી શરૂ થતા ઉત્સમ્પિણી કાળમાં એ જ પ્રમાણે પશ્ચાનુપૂવથી છ આરામાં મનુષ્ય જાણવા. તે સાગરચંદ્ર અને પ્રિયદર્શના ત્રીજા આરાના અંતમાં ઉત્પન્ન થયા, તેથી તેઓ નવશે ધનુષના શરીરવાળા તેમજ પલ્યોપમના દશમાંશ આયુષ્યવાળા યુગલીઆ થયા. તેઓનું શરીર વાઇષભનારાચ સંહનનવાળું અને સમચતુરસ સંસ્થાનવાળું હતું. મેઘમાળા વડે જેમ મેરુપર્વત શોભે તેમ જાત્યવંત સુવર્ણની કાંતિવાળે તે યુગ્મધમી (સાગરચંદ્રને જીવ) પિતાની પ્રિયંગુ વર્ણવાળી સ્ત્રીવડે શેતે હતો. અશોકદત્ત પણે પૂર્વ જન્મમાં કરેલા કપટથી તે જ ઠેકાણે વેત વર્ણવાળે, ચાર દાંત વાળો અને દેવહસ્તી જેવો હસ્તી થયો. એક વખતે સ્વેચ્છાએ તે હસ્તી ફરતે હવે તેવામાં તેણે યુગ્મધમી થયેલા પિતાના પૂર્વજન્મના મિત્ર (સાગરચંદ્ર)ને જોયા. દશનરૂપ અમૃતની ધારાથી જેનું શરીર વ્યાપ્ત થયું છે એવા તે હસ્તીને બીજમાંથી જેમ અંકુર ઉત્પન્ન થાય તેમ સ્નેહ ઉત્પન્ન થયે, તેથી તેણે પિતાની શુંઢથી તેને ૧ અવસર્પિણીથી ઉલટી રીતે, Page #75 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પહેલા કુલકર વિમલવાહન. ૫૧ સુખ થાય તેવી રીતે આલિંગન કરી તેની ઈચ્છા નહીં છતાં પણ પિતાના સ્કંધ ઉપર બેસાડ્યો. પરસ્પર દશનના અભ્યાસથી તે બંને મિત્રોને થડા વખત અગાઉ કરેલા કાર્યની જેમ પૂર્વ જન્મનું સ્મરણ થયું. તે વખતે ચાર દાંતવાળા હસ્તીના સ્કંધ ઉપર બેઠેલા સાગરચંદ્રને વિસ્મયથી ઉત્તાન લેનવાળા બીજા યુગલીઆઓ ઈદ્રની જેમ જેવા લાગ્યા. શંખ, ડોલર પુષ્પ અને ચંદ્ર જેવા વિમલ હાથી ઉપર તે બેંઠ હતું, તેથી યુગલીઆઓ તેને વિસલવાહન એવા નામથી બોલાવવા લાગ્યા. જાતિસ્મરણવડે સર્વ પ્રકારની નીતિને જાણનારો, વિમલ હસ્તીના વાહનવાળે અને પ્રકૃતિથી સ્વરૂપવાનું–તે સર્વથી અધિક થયો. કેટલે એક કાળ વ્યતીત થયા પછી ચારિત્રબ્રણ યતિઓની પેઠે કલ્પવૃક્ષને પ્રભાવ મંદ થવા લાગે. જાણે દુવે ફેરવીને બીજા આણ્યાં હોય તેમ બધાંગ કલ્પવૃક્ષે થેડું અને વિરસ માં વિલંબ આપવા લાગ્યા. ભૂતાંગ કલ્પવૃક્ષે જાણે આપીએ કે નહીં, એમ વિચાર કરતાં હોય અને પરવશ થયા હોય તેમ યાચના કરતાં પણ વિલંબે પાત્રો આપવા લાગ્યાં. તુર્યાગ વૃક્ષ જાણે વેઠથી તિરસ્કાર કરી લાવેલા ગંધર્વો હોય તેમ જોઈએ તેવું સંગીત રચતા નહતા. વારંવાર પ્રાર્થના કરેલા દીપશિખા અને જ્યોતિષ્ક કલ્પવૃક્ષ જેમ દિવસે દીવાની શિખા પ્રકાશ ન કરે તેમ તાદશ પ્રકાશ કરતા નહોતા. ચિત્રાંગવૃક્ષો પણ દુર્વિનયી સેવકની જેમ ઈચ્છાનુસાર તત્કાળ પુષ્પમાળાઓ આપતા નહતા. ચિત્રરસ વૃક્ષે દાનની ઈચ્છા ક્ષીણ થયેલા સત્રીની જેમ ચાર પ્રકારનું વિચિત્ર રસવાળું ભેજન અગાઉ પ્રમાણે આપતા નહતા. મયંગ વૃક્ષો જાણે ફરીથી કેમ પ્રાપ્ત થશે, એવી ચિંતામાં આકુલ થઈ ગયા હોય તેમ અગાઉ પ્રમાણે આભૂષણે આપતા નહોતા. વ્યુત્પત્તિ શક્તિની મંદતાવાળા કવિઓ જેમ સારી કવિતા મંદતાથી કરી શકે તેમ ગેહાકાર વૃક્ષ ઘર આપવામાં મંદતા કરવા લાગ્યા, અને નઠારા રહેવડે અવગ્રહ થયેલ મેઘ જેમ થોડા થોડા જળને આપે તેમ અનગ્ન વૃક્ષે વસ્ત્ર આપવામાં ખલના પામવા લાગ્યા. કાળના તેવા અનુભાવથી જુગલીઆઓને પણ દેહના અવયની જેમ કલ્પવૃક્ષો ઉપર વિશેષ મમતા થવા લાગી. એક યુગલીઆએ સ્વીકાર કરેલા કલ્પવૃક્ષને બીજે યુગલીક આશ્રય કરે તો પ્રથમ સ્વીકાર કરનારને મેટે પરાભવ થવા લાગ્યો, તેથી પરસ્પર તે પરાભવ સહન કરવાને અસમર્થ યુગલીઆઓએ પિતાથી અધિક એવા વિમલવાહનને સ્વામીપણે અંગીકાર કર્યા. જાતિસ્મરણથી નીતિજ્ઞ વિમલવાહને વૃદ્ધ પુરુષ જેમ પોતાના શેત્રીઓને દ્રવ્ય વહેંચી આપે તેમ યુગલીઆઓને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા. જે કંઈ બીજાના કલ્પવૃક્ષની ઈચ્છાએ મર્યાદાને ત્યાગ કરે તે તેને શિક્ષા કરવાને માટે તેણે હાકાર નીતિ પ્રગટ કરી. સમુદ્રની ભરતીનું જળ જેમ મર્યાદા ઉલ્લંઘે નહીં, તેમ “હા ! તેં દુષ્કૃત્ય કર્યું ” એવા શબ્દથી શિક્ષા કરેલા યુગલીઆએ તેની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નહતા. “દંડારિકને ઘાત સહન કરે સારે પણ હાકાર શખવડે કરેલો તિરસ્કાર સારો નહીં.' એમ તે ચુગલીઆઓ માનવા લાગ્યા. તે વિમલવાહનનું છ માસ આયુષ અવશેષ રહ્યું એટલે તેની ચંદ્રયેશા નામે સ્ત્રીથી એક યુગ્મને જન્મ થયો. તે જેડલું અસંખ્ય પૂર્વના આયુષ્યવાળું, પ્રથમ સંસ્થાન અને પ્રથમ સંઘયણવાળું, શ્યામ વર્ણનું અને આઠસે ધનુષ પ્રમાણુ ઊંચા શરીરવાળું હતું. માતાપિતાએ તેના ચક્ષુમાન અને ચંદ્રકાંતા એવાં નામ પાડ્યાં. સાથે ૧ સદાવ્રત નારાની. Page #76 -------------------------------------------------------------------------- ________________ પર બીજા, ત્રીજા અને ચોથા કુલકર. સગ ૨ જે. ઉત્પન્ન થયેલ હતા અને વૃક્ષની પિઠ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. છ માસ સુધી પિતાનાં બે બાળકને પાળી, જરા અને રોગ વિના મૃત્યુ પામી, વિમલવાહન સુવર્ણ કુમાર દેવકમાં અને તેની સ્ત્રી ચંદ્રયશા નાગકુમાર દેવલોકમાં ઉત્પન્ન થઈ કેમકે ચંદ્રને અસ્ત થતાં ચંદ્રિકા રહેતી જ નથી. તે હસ્તી પણ પિતાનું આયુષ પૂર્ણ કરી નાગકુમાર નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયો કેમકે કાળનું મહાભ્ય જ એવું છે. ત્યારપછી ચક્ષુમાન પણ પિતાના પિતા વિમલવાહનની પેઠે હાકાર નીતિથી જ જુગલીઆઓની મર્યાદા ચલાવવા લાગ્યા. અંતસમય નજીક આવ્યા એટલે ચક્ષુષ્માન અને ચંદ્રકાંતાથી યશસ્વી અને સુરૂપા નામે યુગ્મધમી જોડલું ઉત્પન્ન થયું. તેઓ તેવા જ સંઘયણ અને સંસ્થાનવાળા તથા કાંઈક ન્યૂન આયુષ્યવાળા થયા. વય અને બુદ્ધિની પેઠે તે બંને અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. સાડાસાતશે ધનુષ પ્રમાણુ ઊંચા શરીરવાળા અને નિરંતર સાથે ફરનારા તેઓ તેરણના સ્તંભના વિલાસને ધારણ કરતા હતા. આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી ચક્ષુમાન સુવર્ણકુમારમાં અને ચંદ્રકાંતા નાગકુમારમાં ઉત્પન્ન થયાં. યશસ્વી પોતાના પિતાની પેઠે, ગેપાળ જેમ ગાયનું પાલન કરે તેમ સર્વ યુગલીઆઓનું લીલાથી પાલન કરવા લાગ્યું, પરંતુ તેના વખતમાં મદમાં આવેલા હાથીઓ જેમ અંકુશનું ઉલ્લંઘન કરે તેમ યુગલીઆઓ અનુક્રમે હાકાર દંડનું ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે યશસ્વીરો માકાર દંડથી તેઓને શિક્ષા કરવા માંડી. કેમકે એક ઔષધિથી રેગ સાધ્ય ન થાય ત્યારે બીજું ઔષધ આપવું જોઈએ. તે મહામતિ યશસ્વી અલ્પ અપરાધવાળાને શિક્ષા કરવામાં હાકારનીતિ, મધ્યમ અપરાધ હોય તે બીજી માકારનીતિ અને જે માટે અપરાધ હોય તે તે બંને નીતિ વાપરવા લાગ્યો. તે યશસ્વી અને સુરૂપાનું કાંઈક અપૂર્ણ આયુષ્ય હતું તેવામાં જેમ બુદ્ધિ અને વિનય સાથે ઉત્પન્ન થાય તેમ તેનાથી એક જોડલું ઉત્પન્ન થયું. માતાપિતાએ, પુત્ર, ચંદ્ર જે ઉજજવળ હતું તેથી અભિચંદ્ર નામ પાડયું અને પુત્રી પ્રિયંગુલતાની પ્રતિરૂપ (સદશ) હતી તેથી તેનું પ્રતિરૂપા નામ પાડયું. તેઓ પિતાનાં માતાપિતાથી કાંઈક અલ્પ આયુષ્યવાળા અને સાડાશેં ધનુષ ઊંચા શરીરવાળા હતા. એક ઠેકાણે મળેલા શમી અને પીપળાના વૃક્ષની જેમ તેઓ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. ગંગા અને યમુનાના પવિત્ર પ્રવાહના મિથ થયેલા જળની જેમ તેઓ બંને નિરં: તર શોભવા લાગ્યા. આયુષ્ય પૂર્ણ થતાં યશસ્વી ઉદધિકુમારમાં* ઉત્પન્ન થયે અને સુરૂપ તેની સાથે જ કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. અભિચંદ્ર પણું પિતાની પેઠે તે જ સ્થિતિવડે અને તે બંને નીતિવડે સર્વ સંગલીઆઓને શિક્ષા કરવા લાગ્યા. પછી ઘણું પ્રાણીઓએ ઈચ્છેલા ચંદ્રમાને જેમ રાત્રિ જન્મ આપે તેમ પ્રાંત અવસ્થાએ પ્રતિરૂપાએ એક જેડલાને જન્મ આપે. માતાપિતાએ પુત્રનું પ્રસેનજિત્ નામ પાડયું અને પુત્રી સર્વનાં ચક્ષુને મનહર લાગતી તેથી તેનું ચક્ષકકાંતા એવું નામ પાડયું. તેઓ બંને પોતાના માતાપિતાથી જૂન આયુષ્યવાળા, તમાલના વૃક્ષ જેવી શ્યામ કાંતિવાળા, બુદ્ધિ અને ઉત્સાહની પેઠે સાથે વૃદ્ધિ પામનારા, છશે ધનુષ ૧ ભુવનપતિની દશ નિકાય પૈકી ત્રીજી નિકાય. ૨ બીજી નિકાય. ૩ તે કાળમાં પશુઓ પણ યુગવિક થાય છે અને મૃત્યુ પામીને દેવગતિમાં જાય છે. ૪ ભુવન પતિની દશ નિકાયમાંથી એક નિશ્ચય. Page #77 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકર ૫૩ પ્રમાણ શરીરને ધારણ કરનારા અને વિષ્ણુવત્ કાળમાં જેમ દિવસ ને રાત્રિ તુલ્ય હોય તેમ સરખી કાંતિવાળા થયા. તેમના પિતા અભિચંદ્ર મૃત્યુ પામીને ઉદધિકુમારમાં ઉત્પન્ન થયા અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. પ્રસેનજિત પણ પોતાના પિતાની પેઠે સવા જુગલીઆને રાજા થયે, કેમકે મહાત્મા લોકેના પુત્રો ઘણું કરીને મહાત્મા જ થાય છે. કામાત્તજન જેમ લજજા અને મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમ તે સમયના યુગલીઆઓ હાકાર અને માકાર નીતિનું પણ ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે પ્રસેનજિત્ અનાચારરૂપી મહાભૂતને ત્રાસ કરવામાં મંત્રાક્ષર જેવી ત્રીજી ધિક્કાર નીતિને ઉપયોગ કરવા લાગ્યા. પ્રગમાં કુશળ એવા તે પ્રસેનજિત, ત્રણ અંકુશથી જેમ હાથીને શિક્ષા કરે તેમ ત્રણ નીતિથી સર્વ યુગલીઆઓને શિક્ષા કરવા લાગ્યા. પછી કેટલેક કાળે તે ચુરમદંપતી ક્ષીણ આયુષ્યવાળા થયા, તેવામાં ચક્ષુ કાંતાએ સ્ત્રીપુરુષરૂપ યુગ્મને જન્મ આપે. સાડાપાંચશે ધનુષ પ્રમાણુ શરીરવાળા તેઓ, અનુક્રમે વૃક્ષ અને તેની છાંયડી પેઠે સાથે વધવ અને તેની છાંયડી પેઠે સાથે વધવા લાગ્યા. તે બંને યુગ્મધમી મરુદેવ અને શ્રીકાંતા એવા નામથી આ લેકમાં ખ્યાતિ પામ્યા. સુવર્ણ જેવી કાંતિવાળા તે મરુદેવ, પિતાની પ્રિયંગુલતા સદશ વર્ણવાળી પ્રિયાવડે, નંદનવનમાં રહેલી વૃક્ષશ્રેણિથી કનકાચલ (મેરુ) શેભે તેમ શોભવા લાગ્યા. પ્રસેનજિત્ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને ચક્ષુકાંતા કાળ કરીને નાગકુમારમાં ગઈ. મરુદેવ સર્વ યુગલીઆઓને તે જ નીતિના ક્રમથી ઈંદ્ર જેમ દેવતાને શિક્ષા કરે તેમ શિક્ષા કરવા લાગ્યા. મરુદેવ અને શ્રીકાંતાના પ્રાંતકાળની વખતે તેમનાથી નાભિ અને મરૂદેવા એ નામનું યુગ્ય થયું. સવાપાંચશે ધનુષ પ્રમાણુ શરીરવાળા તેઓ ક્ષમા અને સંયમની પેઠે સાથે જ વૃદ્ધિ પામવા લાગ્યા. મરુદેવા પ્રિયંગુલતા જેવી કાંતિવાળી અને નાભિ સુવર્ણ જેવી કાંતિવાળા હતા, તેથી જાણે પિતાના માતાપિતાના પ્રતિબિંબ હોય તેવા તે શોભતા હતા. તે મહાત્માઓનું આયુષ્ય તેમના માતપિતા મરુદેવ અને શ્રીકાંતાના આયુષ્યથી કાંઈક ન્યૂન-સંખ્યાતા પૂર્વનું થયું. મરુદેવ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને શ્રીકાંતા પણ તે જ વખતે કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. તેઓના મૃત્યુ પામ્યા પછી નાભિરાજા યુગલીઆઓના સાતમા કુલકરર થયા. તે પણ પૂર્વોક્ત ત્રણ પ્રકારની નીતિવડે જ યુમધર્મી મનુષ્યોને શિક્ષા કરવા લાગ્યા. ત્રીજા આરાના ચોરાશી લક્ષ પૂર્વ અને નવ્યાશી પક્ષ ( ત્રણ વર્ષ, સાડાઆઠ માસ ) બાકી રહ્યા હતા એવા સમયે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ આવતાં વજનાભને જીવ, તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવી, જેમ માનસ સરોવરથી ગંગાના તટમાં હંસ ઉતરે તેમ, નાભિ કુલકરની સ્ત્રી મરુદેવાના ઉદરમાં અવતર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે પ્રાણીમાત્રના દુઃખની ઉચછેદ થવાથી ત્રિલોકમાં સુખ થયું અને સર્વ સ્થાનકે મોટે ઉદ્યત થયે. જે રાત્રિએ દેવલોકમાંથી ચવીને પ્રભુ માતાના ઉદરમાં આવ્યા તે જ રાત્રિએ નિવાસભુવનમાં સૂતેલી મરુદેવાએ ચતુર્દશ મહાસ્વમો દીઠાં. તેમાં પ્રથમ સ્વને ઉજજવળ, પુષ્ટ સ્કંધ ૧ તુલા અને મેષ રાશિમાં જ્યારે સૂર્ય આવે ત્યારે તેને વિષુવત કાળ કહે છે. ૨ પહેલા વિમલવાહન, બીજા ચક્ષુષ્માન, ત્રીજા યશવી, ચેથા અભિચંદ્ર, પાંચમા પ્રસેનજિત, છઠ્ઠા ભરૂદેવ અને સાતમા નાભિ કલકર થયા. કલકર સંજ્ઞા યુગલીઆઓના રાજાને માટે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મરુદેવા માતાએ જોયેલ ચૌદ સ્વ. સગ ૨ જે. વાળે, તેમજ સરલ પુછવાળ, સુવર્ણની ઘુઘરમાળવાળે અને જાણે વિદ્યુત સહિત શરદઋતુને મેઘ હોય તે વૃષભ જે. બીજે સ્વપ્ન ન વર્ણવાળે, કમથી ઊંચે, નિરતર ઝરતા મદની નદીથી રમણીય અને જાણે ચાલતો કૈલાસ પર્વત હોય તે ચાર દાંતવાળે હસ્તી છે. ત્રીજે સ્વને પીળા નેત્રવાળે, દીર્ઘ જિલ્લાવાળ, ચપલ કેશરાવાળે અને જાણે શૂરવીરને જયધ્વજ હોય તેમ પુછને ઉલાળતા કેશરીસિંહ દીઠો. ચેાથે સ્વપ્ન પર્વ જેવા લેનવાળી, પવમાં નિવાસ કરનારી અને દિગૂગજેન્દ્રોએ પિતાની શુદ્રોથી ઉપાડેલા પૂર્ણ કુંભેથી શોભતી લક્ષ્મીદેવી દીઠી. પાંચમે સ્વપ્ન નાના પ્રકારનાં દેવવૃક્ષોનાં પુથી ગુંથેલી, સરલ અને ધનુષ્યધારીએ આરહણ કરેલ ધનુષ્ય જેવી લાંબી પુષ્પમાળા દીઠી. છઠ્ઠઠે સ્વપ્ન જાણે પિતાના મુખનું પ્રતિબિંબ જ હોય તેવું, આનંદના કારણરૂપ અને કાંતિસમૂહથી જેણે દિશાઓને પ્રકાશિત કરેલી છે એવું ચંદ્રમંડળ દીઠું. સાતમે સ્વપ્ન રાત્રિને વિષે પણું તત્કાળ દિવસના ભ્રમને કરાવનાર, સર્વ અંધકારને નાશ કરનાર અને વિસ્તાર પામતી કાંતિવાળે સૂર્ય જે. આઠમે સ્વપ્ન ચપલ કાનવડે જેમ હસ્તી શોભે તેમ ઘુઘરીઓની પંકિતના ભારવાળી અને ચલાયમાન એવી પતાકાવડે શેભતે મહાવજ દીઠો. નવમે સ્વને વિકસિત કમળથી જેને મુખભાગ અચિત કરે છે એ, સમુદ્ર મંથન કરવાથી નીકળેલા સુધાકુંભ જે અને જળથી ભરેલે સુવર્ણને કલશ દીઠે. દશમે સ્વપ્ન જાણે આદિ અહંતની સ્તુતિ કરવાને અનેક મુખવાળું થયું હોય તેમ ભ્રમરોન ગુંજારવવાળા અનેક કમળોથી ભતું મહાન પદ્માકર જોયું. અગ્યારમે સ્વને પૃથ્વીમાં વિસ્તાર પામેલા શરદઋતુના મેઘની લીલાને ચોરનાર અને ઊંચા તરંગોના સમૂહથી ચિત્તને આનંદ આપનાર ક્ષીરનિધિ દીઠે. બારમે સ્વને જાણે ભગવાન દેવપણામાં તેમાં રહ્યા હતા તેથી પૂર્વના સ્નેહથી આવ્યું હોયની તેવું ઘણું કાંતિવાળું વિમાન દીઠું. તેરમે સ્વને જાણે કઈ કારણથી તારાઓનો સમૂહ એકત્ર થયો હોય તેવું અને એકત્ર થયેલી નિર્મળ કાંતિના સમૂહ જે રત્નકુંજ આકાશમાં રહેલે દીઠે. ચૌદમે સ્વને ત્રિલેક્સમાં રહેલા તેજસ્વી પદાર્થોનું જાણે પિંડીભૂત થયેલું હોય તે ( પ્રકાશમાન ) નિમઅગ્નિ મુખમાં પ્રવેશ કરતો દીઠો. રાત્રિના વિરામ સમયે, સ્વપ્નને અંતે વિકસ્વર મુખવાળી સ્વામિની મરુદેવા કમલિનીની પેઠે પ્રબોધ પામ્યા ( જાગૃત થયા ) અને તેમણે જણે પિતાના હૃદયની અંદર હક માતો ન હોય તેથી, તે સ્વપ્ન સંબંધી સર્વ વૃત્તાંત કોનલ અક્ષરોથી ઉદગાર કરતા હાય તેમ યથાર્થ નાભિરાજાને કહી સંભળાવ્યો. નાભિરાજાએ પોતાના સરલ સ્વભાવને અનુસરતી રીતે સ્વપ્નને વિચાર કરી “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે” એમ કહ્યું. તે સમયે સ્વામીની માત્ર કુલકરપણથી જ સંભાવના કરી એ અયુકત છે એમ ધારી જાણે કે પાયમાન થયા હોય તેમ ઇંદ્રના આસને કંપાયમાન થયા. અમારા આસન અસ્માત્ કેમ કંગા ? એ ઉપગ દેતાં, ભગવાનના ચ્યવનની હકીકત ઇંદ્રોના જાણવામાં આવી, એટલે તત્કાળ સંકેત કરેલા મિત્રની જેમ એકઠા થઈ સર્વ ઈદ્રો ભગવાનની માતાને સ્વમાર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી અંજલિ જેડી વૃત્તિકાર જેમ સૂત્રના અર્થને સ્કુટ કરે તેમ વિનયપૂર્વક સ્વપ્નાર્થને સ્કુટ કરવા લાગ્યા-“હે સ્વામિની! તમે સ્વપ્નામાં પ્રથમ વૃષભ જોયો તેથી તમારે પુત્ર મોહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. ૧ પવાકર-પઘસરોવર. ૨ ક્ષીરસમુદ્ર. Page #79 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ઇંદ્ર મહારાજે કહેલ ચૌદ સ્વપ્નનું ફળ હે દેવિ ! હસ્તીના દર્શનથી તમારે પુત્ર મહંત પુરુષને પણ ગુરુ અને ઘણું બળના એક સ્થાનકરૂપ થશે. સિંહના દશનથી તમારે પુત્ર પુરુષમાં સિંહરૂપ, ધીર, નિર્ભય, શૂરવીર અને અસ્મલિત પરાકમવાળે થશે. હે દેવિ ! તમે સ્વપ્નમાં લહમીદેવી દીઠી તેથી સર્વ પુરુષમાં ઉત્તમ એ તમારે પુત્ર ત્રિલયની સામ્રાજ્યલક્ષમીને પતિ થશે. પુષ્પમાળા જોઈ તેથી તમારે પુત્ર પુણ્ય દર્શનવાળો થશે અને અખિલ જગત્ તેની આજ્ઞાને માળાની પેઠે મસ્તક ઉપર વહન કરશે. હે જગન્માતા ! તમે સ્વનામાં પૂર્ણ ચંદ્ર દીઠે તેથી તમારે પુત્ર મનહર અને નેત્રને આનંદ આપનાર થશે. સૂર્ય દીઠે તેથી તમારો પુત્ર મેહરૂપી અંધકારને નાશ કરી જગતમાં ઉદ્યોત કરનાર થશે અને મહાધ્વજ દીઠે તેથી તમારે આત્મજ આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળો ધર્મધ્વજ થશે. હે માતા ! તમે સ્વપ્નમાં પૂર્ણ કુંભ જે તેથી તમારો પુત્ર સર્વ અતિશનું પૂર્ણ પાત્ર થશે–અર્થાત્ સવ અતિશયયુકત થશે. પદ્મસરેવર જોયું તેથી તમારે સુત સંસારરૂપી અટવીમાં પડેલા મનુષ્યના ( પાપરૂપ) તાપને હરશે અને તમે સમુદ્ર જે છે તેથી તમારો પુત્ર અધૃષ્ય છતાં પણું તેમની સમીપે અવશ્ય જવા યોગ્ય થશે. હે દેવિ ! તમે સ્વમને વિષે ભુવનમાં અદ્ભુત એવું વિમાન જોયું તેથી તમારો પુત્ર વૈમાનિક દેવોથી પણું સેવાશે. સ્કુરિત કાંતિવાળો રત્નપુંજ જે છે તેથી તમારે તનય સર્વ ગુણરૂપ રત્નની ખાણ તુલ્ય થશે અને તમે તમારા મુખમાં પ્રવેશ કરતે જાજવલ્યમાન અગ્નિ જે છે તેથી તમારે પુત્ર અને તેજસ્વીઓના તેજને દૂર કરનારે થશે. હે સ્વામિનિ ! તમે ચૌદ સ્વપ્ન જોયાં છે તે એવું સૂચવે છે કે તમારે પુત્ર ચૌદ રાજલોકને સ્વામી થશે.” આવી રીતે સ્વપ્નાર્થ કહીને તેમજ મરુદેવા માતાને પ્રણામ કરીને સર્વ ઇદ્રો પોતપોતાને સ્થાનકે ગયા. સ્વામિની મરુદેવા પણ સ્વપ્નાથની વ્યાખ્યારૂપી સુધાવડે સિંચાયાથી, વરસાદના જળવડે સિંચાયાથી પૃથ્વી જેમ ઉલ્લાસ પામે તેમ ઉલ્લાસને પામ્યા. હવે સૂર્યથી જેમ મેઘમાળા શોભે, મુકતાફળથી જેમ છીપ શોભે અને સિંહથી જેમ પર્વતની ગુફા શોભે તેમ મહાદેવી મરુદેવા તે ગર્ભથી શોભવા લાગ્યાં. જો કે સ્વભાવથી જ તેઓ પ્રિયંગુલતા જેવા શ્યામ હતા, તે પણ શરદઋતુથી જેમ મેઘમાળા પાંડવણી થાય તેમ ગર્ભના પ્રભાવથી તેઓ પાંડુવર્ણવાળા થયા, જગના સ્વામી અમારા પયનું પાન કરશે એવા હર્ષથી જ જાણે હાયની તેમ તેમના સ્તને પુષ્ટ અને ઉન્નત જણાવા લાગ્યા. જાણે ભગવાનનું મુખ જેવાને અગાઉથી જ ઉત્કંઠિત થયાં હોય તેમ તેમના લેચન વિશેષ વિકાસ પામ્યા. તેમને નિતંબભાગ જે કે વિપુલ હતા, તે પણ વર્ષાકાળ વ્યતીત થયા પછી જેમ સરિતાના તટની ભૂમિ વિશાળ થાય તેમ વિશેષ વિશાળ થયે. તે મહાદેવીની સ્વભાવથી જ મંદ ગતિ હતી તે હવે મહાવસ્થાને પામેલા હસ્તીની પેઠે વિશેષ મંદ થઈ. પ્રાતઃકાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે અને ગ્રીષ્મઋતુમાં જેમ સમુદ્રની વેલા વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી તેમની લાવણ્યલક્ષમી વિશેષ વૃદ્ધિ પામવા લાગી. તેઓ ગેલેક્સના એકસારરૂપ ગર્ભને ધારણ કરતા હતા તે પણ તેમને કાંઈ ખેદ થતું નહોતું, કારણ કે ગર્ભવાસી અહં તેને એ પ્રભાવ હોય છે. પૃથ્વીના અંતરભાગમાં જેમ અંકુર વૃદ્ધિ પામે ૧ અહીં એ પણ અર્થ નીકળે છે કે મોટા વંશમાંસામાં સ્થાપન કરે એટલે એક હર જન ઉચા ધર્મધ્વજવાળે તે થશે. ૨ ન ધસારો કરી શકાય તે, Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૬ પરમાત્માને જન્મ. સગ ૨ જે તેમ મરુદેવાના ઉદરમાં તે ગર્ભ ગુપ્ત રીતે ધીમે ધીમે વધવા લાગે. શીતળ જળમાં હિમકૃતિકા નાંખવાથી જેમ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી સ્વામિની મરુદેવા અધિક વિશ્વવત્સલ થયાં. ગર્ભમાં આવેલા ભગવાનના પ્રભાવથી, યુગ્મધમી લોકમાં નાભિરાજા પોતાના પિતાથી પણું અધિક માન્ય થઈ પડ્યા. શરદઋતુના ચોગથી જેમ ચંદ્રનાં કિરણે અધિક તેજવાળાં થાય તેમ સર્વ કલ્પવૃક્ષો વિશિષ્ટ પ્રભાવવાળાં થયાં. જગતમાં તિર્યંચ અને મનુષ્યનાં પરસ્પર વૈર શાંત થઈ ગયાં, કારણ કે વર્ષાકાળના આવવાથી સર્વ ઠેકાણે સંતાપ શાંત થઈ જાય છે. એ પ્રમાણે નવ માસ અને સાડાઆઠ દિવસે વ્યતીત થયા પછી ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે અર્ધરાત્રે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનકમાં આવ્યા હતા અને ચંદ્રને યોગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે મહાદેવી મરુદેવાએ યુગલધમી પુત્રને સુખે કીને પ્રસવ્યો. તે વખતે જાણે હર્ષ પામી હોય તેમ દિશાઓ પ્રસન્ન થઈ અને સ્વર્ગ દેવતાઓની પેઠે લોકો ઘણા હર્ષથી ક્રીડામાં તત્પર થયા. ઉ૫પાદર શય્યામાં ઉત્પન્ન થયેલા દેવતાઓની જેમ જરાયુ (એર) અને રુધિર વગેરે કલંકથી વજિત ભગવાન અતિશય શોભવા લાગ્યા. તે સમયે જગતનાં નેત્રોને ચમત્કાર પમાડનાર અને અંધકારને નાશ કરનાર-વિદ્યુતના પ્રકાશની જે-ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. કિંકરેએ નહીં વગાડયા છતાં પણ મેઘના જેવા ગંભીર શબ્દવાળા દુંદુભિ આકાશમાં વાગવા લાગ્યા, તેથી જાણે સ્વર્ગ પિતે જ હર્ષથી ગર્જના કરતું હોય તેમ જણાવા લાગ્યું. તે વખતે ક્ષણવાર નારકીઓને પણ પૂર્વ નહીં પ્રાપ્ત થયેલું એવું સુખ થયું, તે તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓને સુખ થાય તેમાં તે શું કહેવું ! ભૂમિ ઉપર મંદ મંદ પ્રસરતા પવનેએ સેવકેની પેઠે પૃથ્વીની રજ દૂર કરવા માંડી. મે ચેલક્ષેપની જેમ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા, તેથી અંદર બીજ વાવેલાની જેમ પૃથ્વી ઉચ્છવાસ લેવા લાગી. એ સમયે પિતાનાં આસન ચલાયમાન થવાથી-ગંકરા, ભોગવતી, સુભાગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતાએ નામની આઠ દિકકુમારીઓ તત્કાળ અલકમાંથી ભગવાનના સૂતિકાગ્રહ પ્રત્યે આવી. આદિ તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ વંદના કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગી–હે જગન્માતા ! હે જગદીપકને પ્રસવનારા દેવિ ! અમે તમને નમસ્કાર કરીએ છીએ; અમે અલોકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓ પવિત્ર એવા તીર્થકરના જન્મને અવધિજ્ઞાનવડે જાણીને, તેમના પ્રભાવથી તેમનો મહિમા કરવાને માટે અહીંયાં આવી છીએ, તેથી તમે અમારાથી ભય પામશે નહીં. એમ કહી ઈશાન કેણમાં રહેલી તેઓએ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર સ્તંભવાળું સૂતિકાગ્રહ રચ્યું. પછી સંવત્ત નામના વાયુથી સૂતિકાગ્રહની ચોતરફ એક યોજન સુધી કાંકરા અને કાંટા દૂર કરી, સંવર્ણવાયુને સંહરી, ભગવાનને પ્રણામ કરી ગીત ગાતી તેમની નજીક ઊભી રહી. તેવી જ રીતે આસનના કંપવાવડે પ્રભુને જન્મ જાણી, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તેયધારા, વિચિત્રા, વારિણું અને બલાહકા નામની ૧ બરફ. ૨ દેવતાઓને ઉત્પન્ન થવાની શકયા. Page #81 -------------------------------------------------------------------------- ________________ આ પ૭ પર્વ ૧ લું. દિશાકુમારીઓએ કરેલ જન્મોત્સવ. મેરુપર્વત ઉપર રહેનારી આઠ ઊર્વલકવાસી દિકકુમારિકાઓ ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાની નમસ્કારપૂર્વક સ્તુતિ કરી. તેઓએ ભાદ્રપદ માસની પેઠે તત્કાળ આકાશમાં અભ્રપટ (વાદળ) વિકૃત કર્યું (ઍ). તે વાદળવડે સુધી જળની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની તરફ એક જન સુધી ચંદ્રિકા જેમ અંધકારની પંકિતને નાશ કરે તેમ રજને નાશ કર્યો. જાનુપ્રમાણુ પંચવણ પુષ્પોની વૃષ્ટિથી જાણે જાતજાતનાં ચિત્રોવાળી હોય તેમ પૃથ્વીને શોભીતી કરી અને પછી તીર્થકરના નિર્મળ ગુણેનું ગાન કરતી તથા હર્ષના ઉત્કર્ષથી શેભતી તેઓ પિતાને ઉચિત સ્થાને ઊભી રહી. - પૂર્વ રૂચકાઢિ ઉપર રહેનારી નંદા, દેત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ પણ જાણે મનની સાથે સ્પર્ધા કરનારાં હોય તેવાં વેગવાળાં વિમાનમાં બેસી ત્યાં આવી. સ્વામીને તથા મરુદેવા માતાને નમસ્કાર કરી, પૂર્વની પેઠે કહીને, પિતાનાં હાથમાં દર્પણે રાખી માંગલિક ગીત ગાતી ગાતી તેઓ પૂર્વ દિશા તરફ ઊભી રહી. દક્ષિણ ચકાદ્રિ પર રહેનારી સમાહારા, સુરદત્તા, સુમબુધ્ધા, યશોધરા, લક્ષમી. હતી, પવતી, ચિત્રગમા અને વસુંધરા નામની આઠ દિકકમારિકાઓ જાણે પ્રમોદે પ્રેરેલી હોય તેમ પ્રમાદ પામતી ત્યાં આવી પ્રથમની દિકકુમારિકાઓની જેમ જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી, કાર્ય નિવેદન કરી, હાથમાં કળશ ધારણ કરી, દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી. પશ્ચિમચક પર્વત પર રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા અનવમિકા, ભદ્રા અને અશાકા નામની આઠ દિકુમારિકાઓ, જાણે ભકિતથી એક બીજીને જય કરવાને ઈચ્છતી હોય તેમ ત્વરાથી ત્યાં આવી અને પૂર્વની પેઠે ભગવાનને તથા માતાને નમી, વિજ્ઞપ્તિ કરી, હાથમાં પંખા ધારણ કરી ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. ઉત્તર રૂચક પર્વતથી અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વાણી, વાસા, સર્વ. પ્રભા, શ્રી અને હી નામની આઠ કુમારિકાઓ, જાણે રથરૂપ થયેલા વાયુવડે આવે તેમ આભિગિક દેવતાઓની સાથે વેગથી ત્યાં આવી અને ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી, પિતાનું કાર્ય વિદિત કરી, હાથમાં ચામર ગ્રહણ કરી, ગાયના કરતી ઉત્તર દિશામાં ઊભી રહી. વિદિશામાં રહેલા સુચક પર્વતથી ચીત્રા, ચીત્રકનકી, સતેરા અને સવામણી નામની ચાર દિકુમારિકાઓ પણ આવી અને પૂર્વવત્ જિનેશ્વરને તથા માતાને નમન કરો. પિતાનું કાર્ય વિદિત કરી, હાથમાં દીપક રાખી ઈશાન વિગેરે વિદિશાઓમાં ગાતી ઊભી રહી. રચકદ્વીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી નામની ચાર દિકકુમારિકાઓ પણ તત્કાળ ત્યાં આવી. તેઓએ ભગવાનના નાભિનાલને ચાર અંગુલ રાખી છેદન કર્યું. ૧ જાનુડીંચણ. ૨ ચક નામના તેરમા કપમાં ચારે દિશાઓમાં નવા ચારે વિદિશાઓમાં પર્વ છે, તેમાંના પૂર્વ દિશાના પર્વત ઉપર રહેનારી–એ પ્રમાણે બીજી દિશા તથા વિદિશાઓ માટે સમજવું. A - 8 Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દિશાકુમારીઓએ કરેલ જન્મોત્સવ. સગ ૨ જે. પછી ત્યાં એક ખાડો ખેદી તેમાં તે નિશ્ચિત કરી ખાડાને રત્ન અને વોથી પૂરી દીધા અને તેના ઉપર દુર્વા(ધ્રો)થી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં તેઓએ લક્ષમીના ગૃહરૂ૫ ત્રણ કદલીગ્રહ કર્યો. તે દરેક ગૃહમાં તેઓએ વિમાનમાં હોય તેવા વિશાળ અને સિંહાસનથી ભૂષિત ચતુશાલ (ચાક) રચા. પછી જિનેશ્વરને પોતાની હસ્તાંજલિમાં લઈ, જિનમાતાને ચતુર દાસીની પેઠે હાથને ટેકે આપી, તેઓ દક્ષિણ ચતુશાલમાં લઈ ગઈ. ત્યાં બંનેને સિંહાસન ઉપર બેસારીને, વૃદ્ધ મર્દન કરનારી સ્ત્રીની જેમ તેઓ સુગધી લક્ષપાક તલથી અભંગન કરવા લાગી. તેના અમંદ આમેદની ખુશબેથી દિશાઓને પ્રમુદિત કરી, દિવ્ય ઉદ્વર્તનથી તેઓએ બંનેને ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના ચતુશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસારી પોતાના મનના જેવા નિર્મળ ઉદકથી બંનેને તેઓએ સ્નાન કરાવ્યું. સુગધી કાષાય વસ્ત્રવડે તેમનાં અંગ લુંછીને ગોશીષ ચંદનના રસથી તેમને ચચિત કર્યા અને બંનેને દિવ્ય વસ્ત્રો તથા વિદ્યુતના ઉદ્યોત જેવા વિચિત્ર આભરણે પહેરાવ્યાં. પછી ભગવાન અને ભગવાનની માતાને ઉત્તર ચતુશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ક્ષુદ્ર હિમવંત પર્વતથી ગોશીષ ચંદનના કાષ્ટ જલ્દી મંગાવ્યાં. અરણના બે કાણથી અગ્નિ ઉત્પન્ન કરી, હોમવા યોગ્ય કરેલા ગશીર્ષ ચંદનના કાઝથી તેઓએ હેમ કર્યો. તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ રક્ષાપોટલી કરી બંનેને હાથે બાંધી. તેઓ (પ્રભુ અને માતા) મોટા મહિમાવાળા હતાં તે પણ એ તે દિકુમારિઓને ભક્તિકમ છે. પછી તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ” એવું પ્રભુના કાનમાં કહી પાષાણના બે ગેળાનું તેઓએ આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને સૂતિકાભુવનમાં શમ્યા ઉપર સવારી તેઓ મંગલિક ગીત ગાવા લાગી. હવે સૂતિકર્મ કરીને દિકુમારિકાઓ સ્વસ્થાનકે ગઈ તે સમયે લગ્નવેળાએ જેમ સર્વ વાજીંત્રો એક સાથે વાગે તેમ સ્વર્ગમાં શાશ્વત ઘટાઓને એક સાથે ઊંચા અવનિ થ, અને પર્વતના શિખરની પેઠે અચળ એવાં ઈન્દ્રોનાં આસને, સંજમવડે હદય કપે તેમ કંપાયમાન થયાં. તે વખતે સૌધર્મ દેવકના પતિ સૌધર્મેદ્રનાં નેત્રો કપના આપથી લાલ થઈ ગયાં. લલાટપટ ઉપર ભ્રકુટી ચડાવવાથી તેમનું મુખ વિકરાળ થયું. જાણે અંદરના ક્રોધરૂપ વહિની શિખા હોય તેવા તેના અધર ફરકવા લાગ્યા, જાણે આસનને સ્થિર કરવાનું હોય તેમ એક પગ ઊંચો કરવા લાગ્યા અને “આજે યમરાજે કેને કાગળ મોકલ્યો છે” એમ બોલી પિતાના શૂરાતનરૂપ અગ્નિને વાયુ સમાન વજ ગ્રહણ કરવાની ઈચ્છા કરી. એવી રીતે ક્રોધ પામેલા કેશરી જેવા ઈન્દ્રને જોઈ, જાણે મૂર્તિમાન માન હોય તેવા સેનાપતિએ આવી વિજ્ઞપ્તિ કરી–હ સ્વામિ ! આપને મારા જે પદાતિ છતાં શામાટે આપ પોતે જ આવેશમાં આવે છે ? હે સ્વગપતિ ! આજ્ઞા કરે કે ક્યા આપના શત્રુનું હું મથન કરું ?” તે ક્ષણે પિતાના મનનું સમાધાન કરી અવધિજ્ઞાનથી ઈન્ડે જોયું તો આદિપ્રભુને જન્મ તેમના જાણવામાં આવ્યો. હર્ષથી તત્કાળ તેમના કૌધને વેગ ગળી ગયે અને વૃષ્ટિથી શાંત થયેલા દાવાનળવાળા પર્વતની જેમ ઈન્દ્ર શાંત થઈ ગયા. “મને ધિક્કાર છે કે મેં આવું ચિંતવ્યું, મારું મિથ્યા દુષ્કૃત થાઓ.” એમ બોલી તેણે ઈન્દ્રાસનને ત્યાગ કર્યો. સાત આઠ પગલાં ભગવંતની સન્મુખ ચાલી, જાણે બીજા Page #83 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સૌધર્મે કરેલ સ્તુતિ. રત્નમુકુટની લક્ષમીને આપનાર હોય તેવી કરાંજલિ મસ્તકે સ્થાપન કરી, જાનુ અને મસ્તક કમલથી પૃથ્વીને સ્પર્શ કરવાવડે પ્રભુને નમસ્કાર કરી, જેમાંચિત થઈ તેણે ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી—“હે તીર્થકર! હે જગતને સનાથ કરનારા ! હે કૃપારસના સમુદ્ર ! હે નાભિનંદન ! તમને નમસ્કાર કરું છું. હે નાથ ! નંદનાદિક ત્રણ ઉદ્યાનથી જેમ મેરુ પર્વત શેભે છે તેમ મતિ વગેરે ત્રણ જ્ઞાન સહિત ઉપજવાથી તમે શેભે છે. હે દેવ ! આજે આ ભરતક્ષેત્ર સ્વગથી પણ વિશેષ શોભે છે; કેમકે રૈલોકયના મુગટરત્ન સમાન તમે તેને અલંકૃત કર્યું છે. હે જગન્નાથ ! જન્મકલ્યાણકના મહત્સવથી પવિત્ર થયેલ આજને દિવસ સંસારમાં રહું ત્યાં સુધી તમારી પેઠે વંદન કરવાને ગ્ય છે, આ તમારા જન્મના પર્વથી આજે નારકીઓને પણ સુખ થયું છે. કેમકે અહં તેને ઉદય કેના સંતાપને હરનારો ન થાય? આ જ બુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં નિધાનની પેઠે ધર્મ નષ્ટ થઈ ગયેલ છે, તેને તમારી આજ્ઞારૂપી બીજથી પાછે પ્રગટ કરે. હે ભગવન ! તમારા ચરણને પ્રાપ્ત કરીને હવે કાણુ સંસારને તરશે નહીં? કેમકે નાવના યોગવડે લોઢું પણ સમુદ્રના પારને પામે છે. હે ભગવન! વૃક્ષ વિનાના દેશમાં જેમ કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય અને મરુદેશમાં જેમ નદીને પ્રવાહ પ્રગટ થાય તેમ તમે આ ભરતક્ષેત્રમાં લોકોના પુણ્યથી અવતરેલા છે.” એવી રીતે પ્રથમ દેવલોકના ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને પિતાના સેનાધિપતિ નેગેમિલી નામના દેવને આજ્ઞા કરી કે-હે સેનાપતિ ! જમ્બુદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ભૂમિભાગમાં લહમીના નિધિરૂપ નાભિ કુલકરની પત્ની મરુદેવાના ઉદરથી પ્રથમ તીર્થકર પુત્રપણે અવતર્યા છે, તેમના જન્મસ્નાત્રને માટે સર્વ દેવતાઓને બેલા.” એ પ્રમાણે ઈન્દ્રની આજ્ઞા શ્રવણ કરી તેણે એક એજનના વિસ્તારવાળી અને અદૂભુત વનિવાળી સુઘોષા નામની ઘંટા ત્રણ વખત વગાડી. મુખ્ય ગાનારની પાછળ જેમ બીજાઓ ગાયન કરે તેમ તે સુષા ઘંટાને અવાજ થતાં, બીજા સર્વ વિમાનોની ઘંટાએ તેની સાથે જ શબ્દ કરવા લાગી. કુલપુત્રવડે જેમ ઉત્તમ કુળ વૃદ્ધિ પામે તેમ તે સર્વ ઘંટા. ઓનો શબ્દ, દિશાઓના મુખમાં થયેલા શબ્દરૂપ તેના પડછંદાથી વૃદ્ધિ પામ્યા. બત્રીશ લાખ વિમાનમાં ઉછળતે શબ્દ તાળવાની જેમ અનુરણનરૂપ થઈ વૃદ્ધિ પામે. દેવતાઓ પ્રમાદમાં આસકત હતા તેઓ આ શબ્દથી મૂચ્છ પામી ગયાઅને “આ શું હશે ? એમ સંજમ પામી સાવધાન થવા લાગ્યા. એ રીતે સાવધાન થયેલા દેને ઉદ્દેશીને ઈન્દ્રના સેનાપતિએ મેઘના નિર્દોષ જેવા ગંભીર શબ્દવડે આ પ્રમાણે કહ્યું- ભે દેવતાઓ ! સર્વને અનુસંધ્ય શાસનવાળા ઇંદ્ર, દેવી વિગેરે પરિવાર સહિત તમને આજ્ઞા કરે છે કેજંબુદ્વીપના દક્ષિણ ભરતખંડની મધ્યમાં કુલકર એવા નાભિરાજાના કુળને વિષે આદિ તીર્થકર ઉત્પન્ન થયા છે, તેમના જન્મકલ્યાણકનો મહોત્સવ કરવાની ઈચ્છાથી તમે સૌ મારી પેઠે જવાની ઉતાવળ કરે; કારણ કે એ સમાન બીજું કઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી.” સેનાપતિનાં એવાં વચન સાંભળી, મૃગલાઓ જેમ વાયુની સન્મુખ વેગથી ચાલે તેમ કેટલાએક દેવતાઓ ભગવંત ઉપરના રાગથી તત્કાળ ચાલ્યા; ચમકપાષાણુથી જેમ લેઢાનું આકર્ષણ થાય તેમ કેટલાએક દેવતા ઈન્દ્રની આજ્ઞાથી ખેંચાઈને ચાલ્યા; નદીઓના વેગથી ૧ નંદન, સોમનસ અને પાંડુક. ૨ આ ઘંટનાદની હકીકત અન્યત્ર આવતી નથી. આસનકંપ જ થાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જન્મોત્સવ માટે સૌધર્મેદ્રની તૈયારી. સગ ૨ છે. જેમ જલજંતુઓ છેડે તેમ કેટલાએક દેવતાઓએ પિતાની સ્ત્રીઓએ ઉલ્લાસ પમાડવાથી ચાલ્યા અને પવનના આકર્ષણથી જેમ ગંધ ચાલે (પ્રસરે) તેમ કેટલાએક દેવતાઓ પિતાના મિત્રોથી આકૃષ્ટ થઈને ચાલ્યા. એ પ્રમાણે પોતાનાં સુંદર વિમાનથી અને બીજા વાહનથી જાણે બીજું સ્વર્ગ હોય તેમ આકાશને શોભાવતા તેઓ ઈન્દ્રની પાસે આવ્યા. તે વખતે પાલક નામના આભિયોગિક દેવને સુરપતિએ એક અસંભાવ્ય અને અપ્રતિમ વિમાન રચવાની આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા પાળનાર તે દેવે તત્કાળ ઈચ્છાનુગામી વિમાન રચ્યું. તે વિમાન હજારે રત્નસ્તંભનાં કિરણના સમૂહથી આકાશને પવિત્ર કરતું હતું અને ગવાક્ષેથી નેત્રવાળું હોય, દીર્ઘ ધ્વજાઓથી જાણે ભુજાવાળું હોય, વેદિકાઓથી જાણે દાંતવાળું હોય તથા સુવર્ણકભાથી જાણે પુલકિત થયું હોય તેવું જણાતું હતું. તે પાંચશે જન ઊંચું હતું અને એક લાખ યોજન વિસ્તારમાં હતું. તે વિમાનને કાંતિથી તરંગવાળી ત્રણ પાન પંકિતઓ હતી. તે હિમવંત પર્વત ઉપર જેમ નદીઓ હોય તેવી જણાતી હતી. તે સપાનપંડિતની આગળ ઈન્દ્રધનુષ્યની શોભાને ધારણ કરનારા–વિવિધ વર્ણવાળાં રત્નોનાં તોરણનાં ત્રીક આવેલાં હતાં. તે વિમાનની અંદર ચંદ્રબિંબ, દર્પણ, આલિંગી, મૃદંગ અને ઉત્તમ દીપિકાની પેઠે સરખી અને ચોરસ ભૂમિઓ શોભતી હતી. તે ભૂમિ ઉપર સ્થાપન કરેલી રત્નમય શિલાઓ, અવિરલ એવાં ઘણું કિરવડે, જાણે ભીંતેનાં ચિત્ર ઉપર જવનીકાની શેભાને ધારણ કરતી હોય તેવી જણાતી હતી. તેના મધ્યભાગમાં અપ્સરા જેવી પુતળીઓથી વિભૂષિત થયેલ-રત્નચિત પ્રેક્ષામંડપ હતો અને તેની અંદર જાણે વિકસિત કમલની કણિકા હોય તેવી સુંદર માણિજ્યની એક પીઠિકા હતી. તે પીઠિકા વિસ્તારમાં અને લંબાઈમાં આઠ જન હતી અને જાડપણે ચાર યોજન હતી. જાણે ઈન્દ્રની લહમીની શમ્યા હોય તેવી તે જતી હતી. તેની ઉપર જાણે સર્વ તેજના સારને પિંડ કરીને બનાવ્યું હોય એવું એક સિંહાસન હતું. તે સિંહાસનની ઉપર અપૂર્વ ભાવાળું, વિચિત્ર રત્નોથી જડેલું અને પિતાના કિરણોથી આકાશને શ્રાપ્ત કરનારું એક વિજયવસ્ત્ર દીપતું હતું. તેના મધ્યમાં હાથીના કર્ણમાં હોય તેવું એક વજકુશ અને લક્ષ્મીને ક્રીડા કરવાના હિંડોળા જેવી કુંભિક જાતના મોતીના માળા શોભતી હતી અને તે મુક્તાદામની આસપાસ જાણે ગંગા નદીના અંતર હોય તેવી–તેના કરતાં અર્ધ વિસ્તારવાળી અદ્ધકુંભિક મોતીની માળાઓ શોભી રહી હતી. સ્પર્શ સુખના લેભથી જાણે સ્કૂલના પામેલ હોય તેવા મંદ ગતિવાળા પૂર્વ દિશાઓના વાયુથી તે માળાઓ મંદ મંદ ડોલતી હતી. તેની અંદર સંચાર કરતો પવન શ્રવણને સુખ આપે એવા શબ્દ કરતા હતા, તેથી જાણે પ્રિય બોલનારની જેમ ઇન્દ્ર યશનું ગાન કરતો હોય તે તે જણાતું હતું. તે સિંહાસનને આશ્રયીને વાયવ્ય અને ઉત્તર દિશાના મધ્યમાં તથા ઉત્તર અને પૂર્વ દિશાના મધ્યમાં, જાણે સ્વર્ગલમીના મુગટ હોય તેવા ચોરાશી હજાર સામાનિક દેવતાઓના ચોરાશી હજાર ભદ્રાસને રચ્યાં હતાં; પૂર્વ દિશામાં આઠ અગ્રમહિલી (ઈન્દ્રાણીએ)નાં આઠ આસને હતું, તે જાણે સહોદર હોય તેમ સદશ આકારે શોભતાં હતાં; દક્ષિણ પૂર્વના મધ્યમાં અત્યંતર સભાના સભાસદના બાર હજાર ભદ્રાસને હતાં, દક્ષિણમાં મધ્ય સભાના સભાસદ એવા ચૌદ હજાર દેવતાઓના ૧ પગથીઆની. ૨ ગંગા, સિંધુ અને રેહિરાચા. Page #85 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પાલક વિમાનનું આગમન. અનુક્રમે ચૌદ હજાર ભદ્રાસને હતાં. દક્ષિણ પશ્ચિમના મધ્યમાં બાહ્ય પર્ષદાના સેળ હજાર દેવતાઓનાં સોળ હજાર સિંહાસનેની પંક્તિ હત, પશ્ચિમ દિશામાં જાણે એક બીજા નાં પ્રતિબિંબ હોય તેવા સાત પ્રકારની સેનાના સેનાપતિ દેવતાઓના સાત આસને હત અને મેરુપર્વતની તરફ જેમ નક્ષત્રો શેભે તેમ શક સિડાન ની ચારે તરફ ચેરાશ હજાર આત્મરક્ષક દેવતાઓનાં ચોરાશી રાશી હજાર આસને શોભતાં હતાં. એવી રીતે પરિપૂર્ણ વિમાન રચીને આભિગિક દેવતાઓએ ઈન્દ્રને જાણ કરી, એટલે ઈન્ટે તત્કાળ ઉત્તર ક્રિય રૂપ કર્યું. ઈચ્છા પ્રમાણે રૂપ કરવું એ દેવતાઓનો સ્વભાવ છે. પછી જાણે દિશાઓની લક્ષ્મી જ હોયની તેવી આઠ પટ્ટરાણીઓ સહિત ગંધર્વોનાં અને નાટયનાં સેનું કૌતુક જેતે જેત, શક વિમાનને પ્રદક્ષિણા દઈ પૂર્વ તરફના પગથીઆના માર્ગથી પિતાના માનની જેવા ઉન્નત વિમાનની ઉપર ચડડ્યા અને માણિક્યની ભીંતામાં પડેલાં તેનાં અંગના પ્રતિબિંબથી જાણે તેનાં હજારો અંગ હોય તેવા જણાતા સૌધર્મેદ્ર પૂર્વાભિમુખ થઈને પિતાના આસન ઉપર બેઠા. પછી જાણે ઈદ્રના બીજા રૂપ હોય તેવા તેના સામાનિક દેવતાઓ ઉત્તર તરફના પાનવડે ઉપર ચડીને પોતપોતાના આસન ઉપર બેઠા. એટલે બીજા દેવતાએ પણ દક્ષિણ તરફના સોપાનવડે ઉપર ચડીને પિતાનાં આસને ઉપર બેઠા. કેમકે સ્વામીની પાસે આસનનું ઉલ્લંઘન થતું નથી. સિંહાસન ઉપર બેઠેલા શચીપતિની આગળ દર્પણ વિગેરે અષ્ટ મંગળિક શેભવા લાગ્યા. મસ્તકે ચંદ્રના જેવું ઉજજવળ છત્ર શોભવા લાગ્યું અને જાણે ચાલતા બે હંસો હોય તેવા બે બાજુએ ચામર ઢળાવા લાગ્યા. નિઝરણથી જેમ પર્વત શોભે તેમ પતાકાઓથી શોભતો હજાર જન ઊંચે એક ઈંદ્રધ્વજ વિમાનની આગળ ફરકી રહ્યો. તે વખતે નદીઓના પ્રવાહથી વીંટાયેલે જેમ સાગર શેભે તેમ સામાનિક વિગેરે કરડે દેવતાઓથી વીંટાયેલ ઇંદ્ર શોભવા લાગ્યા. બીજા દેવતાઓના વિમાનોથી તે વિમાન વીંટાયેલું હતું, તેથી મંડલાકાર ચૈત્યોથી વીંટાયેલું જેમ મૂળ ચૈત્ય શોભે તેમ તે પણ ઊંચે પ્રકારે શેલતું હતું. વિમાનની સુંદર માણિકયમય ભીંતેની અંદર એક બીજા વિમાનનાં પ્રતિબિંબ પડતાં હતાં, તેથી જાણે વિમાને, વિમાનેથી ગર્ભવાળાં થયાં હોય તેવાં જણાતાં હતાં. દિશાઓના મુખમાં પ્રતિધ્વનિરૂપ થયેલા બંદીજનેના જયધ્વનિથી, હંદુભિના શબ્દથી અને ગંધર્વોના તથા નાટકનાં વાજીંત્રોના અવાજથી જાણે આકાશને વિદારણ કરતું હોય તેવું તે વિમાન ઇંદ્રની ઈચ્છાથી સૌધર્મ દેવલોકના મધ્યમાં થઈને ચાલ્યું. સૌધર્મ દેવલોકની ઉત્તરે થઈને જરા વાંકું (તિષ્ણુ) ઉતરતું તે વિમાન લાખ એજનના વિસ્તારવાળું હેવાથી, જમ્બુદ્વીપને આચ્છાદન કરવાનું ઢાંકણું હોય તેવું જણાવા લાગ્યું. તે વખતે રસ્તે ચાલનારા દેવે એક બીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા–હે હસ્તિવાહન! દૂર જાએ, કેમકે 'તમારા હસ્તીને મારે સિંહ સહન કરશે નહીં. હે અશ્વના વાહનવાળા ! તમે જરા છે. રહે, આ મારે ઊંટ ક્રોધ પામે છે તે તમારા અશ્વને સહન નહીં કરે. હે મૃગવાહન! તમે નજીક આવશે નહીં, કેમકે મારો હાથી તમારા મૃગને ઈજા કરશે. હે સર્પના વાહનવાળા ! અહીંથી દર જાઓ. જુઓ, આ મારું વાહન ગરુડ છે તે તમારા સપને કઈ પમાડશે. અરે ભાઈ! તું મારી ગતિને વિશ્ન કરતા આડે કેમ પડે છે અને મારા વિમાનની સાથે તારા વિમાનને સંઘટ્ટ કેમ કરે છે? બીજે કહે, “અરે! હું પછવાડે Page #86 -------------------------------------------------------------------------- ________________ સૌધર્મેદ્રનું મેરુપર્વત પર આગમન. સગ ૨ જે રહ્યો છું અને ઈંદ્ર શીધ્રપણે ચાલ્યા જાય છે, માટે પરસ્પર અથડાવવાથી કે૫ કરે નહીં કેમકે પર્વના દિવસ સાંકડાં જ હોય છે. અર્થાત પર્વના દિવસોમાં ભીડ જ થા આ પ્રમાણે ઉત્સુકપણાથી ઇંદ્રની પછવાડે ચાલનાર સૌધર્મ દેવકના દેવતાઓને મેટો કોલાહલ થવા લાગ્યું. એ પ્રસંગે મોટા ઇવજપટવાળું તે પાલક વિમાન સમુદ્રના મધ્ય શિખરથી ઉતરતું જેમ નાવ શેભે તેમ આકાશમાંથી ઉતરતું શોભવા લાગ્યું. જાણે મેઘમંડલ પંક્તિ થયેલા સ્વર્ગને નમાડતું હોય તેમ વૃક્ષની મધ્યમાં ચાલનારા હસ્તીની જેમ નક્ષત્રચક્રની મધ્યમાં ચાલતું તે વિમાન આકાશમાં ગતિ કરતું કરતું વાયુના વેગથી અસંખ્ય દ્વીપસમુદ્રનું ઉલ્લંઘન કરીને નંદીશ્વરદ્વીપે આવ્યું. વિદ્વાન પુરુષ જેમ ગ્રંથને સંક્ષેપ કરે તેમ તે દ્વીપમાં દક્ષિણ પૂર્વના મધ્યભાગમાં આવેલા રતિકાર પર્વતની ઉપર ઇંદ્ર તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. ત્યાંથી આગળ કેટલાએક દ્વીપસમુદ્રને ઉલ્લંઘી તે વિમાનને અનુક્રમે તેથી પણ સંક્ષેપ કરતે ઈંદ્ર જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં આદિ તીર્થકરના જન્મભુવનને વિશે આવી પહોંચે. સૂર્ય જેમ મેરુપર્વતની પ્રદક્ષિણ કરે તેમ તેણે તે વિમાનથી પ્રભુના સૂતિકાગ્રહની પ્રદક્ષિણા કરી અને પછી ઘરના ખૂણામાં જેમ નિધિ સ્થાપન કરે તેમ ઈશાન ખૂણામાં તે વિમાનને સ્થાપન કર્યું. પછી મહામુનિ જેમ માનથી ઉતરે (માનને ત્યાગ કરે) તેમ વિમાનમાંથી ઉતરીને પ્રસન્ન મનવાળે શકેંદ્ર પ્રભુની પાસે આવ્યો. પ્રભુને જોતાં જ તે દેવાગ્રણીએ પ્રથમ પ્રણામ કર્યો, કેમકે “સ્વામીનું દર્શન થતાં પ્રણામ કરવા તે સ્વામીને પહેલી ભેટ છે.’ પછી માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીથી પ્રણામ કર્યા, કેમકે ભક્તિમાં પુનરૂત દોષ થતું નથી. દેવતાઓએ મસ્તક ઉપર અભિષિક્ત કરેલ તે ભક્તિમાન ઈદ્ર, મસ્તક ઉપર અંજલિ જેડી સ્વામિની મરુદેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા–પિતાના ઉદરના રત્નરૂપ પુત્રને ધારણ કરનારા અને જગદીપકને પ્રસવનાર હે જગન્માતા ! હું તને નમસ્કાર કરું છું, તમે ધન્ય છે, તમે પુણ્યવંત છે અને તમે સફળ જન્મવાળા તથા ઉત્તમ લક્ષણોથી યુક્ત છે. ત્રણ ભુવનમાં પુત્રવાળી સ્ત્રીઓમાં તમે પવિત્ર છે, કારણ કે તમે ધર્મને ઉદ્ધાર કરવામાં અગ્રેસર અને આચ્છાદિત થયેલા મોક્ષમાગને પ્રગટ કરનાર ભગવાન આદિતીર્થકરને જન્મ આપે છે. હે દેવિ ! હું સૌધર્મ દેવલોકન ઇંદ્ર છું, તમારા પુત્ર અહ“તનો જન્મોત્સવ કરવાને હું અહીં આવેલું છું, માટે તમારે મારે ભય રાખવો નહીં.” એવી રીતે કહીને સુરપતિએ મરુદેવા માતા ઉપર અવસ્વાપનિકા નામની નિદ્રા નિર્માણ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ કરીને તેમના પાર્શ્વ ભાગમાં મૂકયું. પછી ઈંદ્ર પિતાનાં પાંચ રૂપ કર્યાકેમકે તેવી શક્તિવાળાએ અનેક રૂપે સ્વામીની ચેગ્ય ભક્તિ કરવામાં ઈચ્છાવાન હોય છે. તેમાંથી એક રૂપે ભગવંતની સમીપે આવી, પ્રણામ કરી, વિનયથી નમ્ર થઈ “હે ભગવન્! આજ્ઞા આપો” એમ કહી કલ્યાણકારી ભક્તિવાળા તેણે ગોશીષ ચંદનથી ચર્ચેલા પિતાના બે હાથથી જાણે મૂર્તિમાન કલ્યાણ હોય તેવા ભુવનેશ્વર ભગવાનને ગ્રહણ કર્યા. એક રૂપે જગતના તાપને નાશ કરવામાં છત્રરૂપ એવા જગત્પતિના મસ્તક ઉપર પૃષ્ઠ ભાગમાં રહી છત્ર ધર્યું. સ્વામીની બંને બાજુએ બાહુ દંડની પેઠે રહેલાં બે રૂપે સુંદર ચારે ધારણ કર્યા, અને એક રૂપે જાણે મુખ્ય દ્વારપાળ હોય તેમ વજ ધારણ કરીને ભગવાનની આગળ રહ્યો. જય જય શબ્દોથી આકાશને એક શબ્દમય Page #87 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. મેરુપર્વત પર ઈન્દ્રનું આગમન. કરતા દેવતાઓથી વીંટાઈ રહેલા અને આકાશની જેવા નિર્મળ ચિત્તવાળા ઇંદ્ર પાંચ રૂપે આકાશમાર્ગે ચાલ્યા. તૃષાતુર થયેલા પંથીઓની દષ્ટિ જેમ અમૃત સરોવર ઉપર પડે તેમ ઉત્કંઠિત દેવતાઓની દષ્ટિ ભગવાનના અદ્ભુત રૂપ ઉપર પડી. ભગવાનનું અદ્ભુત રૂપ જેવાને પછાત રહેલા (આગળ ચાલનારા) દેવતાઓ, પિતાના પૃષ્ઠ ભાગમાં નેત્રને ઈચ્છતા હતા. બે બાજુ ચાલનારા દેવ, સ્વામીને જોવામાં વૃદ્ધિ પામ્યા નહીં, તેથી જાણે ખંભિત થયા હોય તેવાં પિતાનાં નેત્રને, બીજી તરફ ફેરવી શક્યા નહીં. પછવાડે રહેલા દેવતાઓ ભગવાનને જેવા આગળ આવવાની ઈચ્છા કરતા હતા, તેથી તેઓ ઉલ્લંઘન થતા પિતાના મિત્ર તથા સ્વામીને પણ ગણતા ન હતા. પછી દેવતાઓના પતિ ઇંદ્ર, હૃદયની અંદર રાખેલા હેય તેમ ભગવાનને પિતાના હદયની સમિપે રાખીને મેરુપર્વત ઉપર ગયા. ત્યાં પાંડુકવનમાં ચૂલિકાની દક્ષિણે નિર્મળ કાંતિવાળી અતિપાંડુકબલા નામે શિલાની ઉપર અહંતસ્નાત્રને યોગ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશાના પતિ ઈન્દ્ર હર્ષ સહિત પ્રભુને પિતાના ઉત્સંગમાં લઈને બેઠા. - જે વખતે સૌધર્મેદ્ર મેરુપર્વત ઉપર આવ્યા તે જ વખતે મહાષા ઘંટાના નાદથી પ્રોધિત થયેલ અઠ્ઠાવીશ લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારેલા, ત્રિશલધારી. વૃષભના વાહનવાળા, ઈશાન કલ્પના અધિપતિ ઇશાને તેના પુષ્પક નામનાં આભિગિક દેવતાએ રચેલા પુષ્પક નામના વિમાનમાં બેસી, દક્ષિણ દિશાને રસ્તે ઈશાનકલ્પથી નીચે ઊતરી, તિચ્છ ચાલી, નંદીશ્વરદ્વીપે આવી, તે દ્વીપના ઈશાન ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર સૌધર્મેદ્રની પેઠે પિતાનું વિમાન સંક્ષેપીને મેરુપર્વત ઉપર ભગવંતની સમીપે ભક્તિ સહિત આવ્યા. સનકુમાર ઈન્દ્ર પણ બાર લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારી સુમન નામના વિમાનમાં બેસીને આવ્યા. મહેંદ્ર નામના ઈન્દ્ર આઠ લાખ વિમાનવાસી દેવતાઓ સહિત શ્રીવત્સ નામના વિમાનમાં ' નામના ઇન્દ્ર ચાર લાખ વિમાનવાસી દેવતાઓ સાથે પરવરી નંદ્યાવર્ત નામના વિમાનમાં બેસી પ્રભુની પાસે આવ્યા. લાંતક નામે ઇન્દ્ર પચાસ હજાર વિમાનવાસીદે સાથે કામગવ નામના વિમાનમાં બેસી જિનેશ્વરની પાસે આવ્યા. શુક નામે ઈન્દ્ર ચાલીસ હજાર વિમાનવાસી દેવતાઓ સાથે પીતિગમ નામના વિમાનમાં બેસી મેરુપર્વત ઉપર આવ્યા. સહસાર નામે ઈન્દ્ર છ હજાર વિમાનવાસી દેવતાઓની સાથે મનોરમ નામના વિમાનમાં બેસી જિનેશ્વર પાસે આવ્યા. આનતપ્રાત દેવલોકના ઈન્દ્ર ચારશે વિમાનવાસી દેવેની સાથે પિતાના વિમલ નામના વિમાનમાં બેસીને આવ્યા અને આરણુટ્યુત દેવલોકના ઈન્દ્ર પણ ત્રણસેં વિમાનવાસી દેવેની સાથે પોતાના અતિ વેગવાળા સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસીને આવ્યા. તે જ વખતે રત્નપ્રભા પૃથ્વીના જાડાણાની અંદર નિવાસ કરનારા ભુવનપતિ અને વ્યંતરના ઈન્દ્રોનાં આસને કંપ્યાં. ચમચંચા નામની નગરીમાં સુધર્મા સભાની અંદર ચમાર નામના સિંહાસન ઉપર ચમરાસુર (ચમરેંદ્ર) બેઠો હતે, તેણે અવધિજ્ઞાનવડે ભગવાનને જન્મ જાણીને સર્વ દેવતાઓને જણાવવા માટે પોતાના ક્રમ નામના સેનાપતિ પાસે ઘધષા નામે ઘંટા વગડાવી. પછી પિતાના ચોસઠ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશક (ગુરુસ્થાનને યેગ્ય) દે, ચાર લેકપાળ, પાંચ અગમહિષીઓ, અભ્યતર-મધ્ય-આહા એ ત્રણ પર્ષદાના દે, સાત પ્રકારનું સૈન્ય, સાત સેનાપતિઓ અને નખભા પૂવીનું ૧૮૦૦૦૦ જન જાડાપણું છે તેમાં તે રહે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ મેરુપર્વત પર ઇન્દ્રોનું આગમન સગ ૨ જે. ચારે દિશાએ રહેનારા ચોસઠ હજાર આત્મરક્ષક દેવે તથા બીજા, ઉત્તમ અદ્ધિવાળા અસુરકુમાર દેવેથી પરવરેલો તે, અભિગ્ય દેવે તત્કાળ રચેલા, પાંચશે જન ઊંચા મેટા ધ્વજથી શેભિત અને પચાસ હજાર જન વિસ્તારવાના વિમાનમાં બેસીને ભગવાનને જન્મોત્સવ કરવાની ઈચ્છાથી ચાલ્યું. તે ચમહેંદ્ર પણ શકેંદ્રની પેઠે પિતાના વિમાનને માર્ગમાં સંક્ષેપીને સ્વામીના આગમનવડે પવિત્ર થએલા મેરુપર્વતના શિખર ઉપર આવ્યો. બલિચંચા નામે નગરીને બલિ નામને ઇન્દ્ર પણ મહીઘસ્વરા નામની દીર્ઘઘંટા વગડાવીને મહાદ્વમ નામના સેનાપતિના બોલાવવાથી આવેલા સાઠ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગણું અંગરક્ષક દેવતાઓ તથા બીજા ત્રાયશ્ચિંશક વિગેરે દેવતાઓ સહિત ચમરેંદ્રની પેઠે અમંદ આનંદનાં મંદિરરૂપ મેરુપર્વત ઉપર આવ્યું. નાગકુસારને ધરણું નામે ઇન્દ્ર મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને ભસેન નામના પિતાની પાયદલ સેનાને અધિપતિએ પ્રબંધ કરેલા છ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગુણા આત્મરક્ષક દેવતાઓ, છ પિતાની પટ્ટદેવીઓ (ઈન્દ્રાણીઓ) અને બીજા પણ નાગકુમાર દેવેથી યુક્ત થઈને પચીશ હજાર જન વિસ્તારવાળા, અઢીશે જન ઊંચા અને ઈન્દ્રધ્વજથી શોભિત વિમાનમાં બેસીને ભગવાનના દર્શનને માટે ઉત્સુક થઈ મંદરાચલ (મેરુ)ના મસ્તક ઉપર ક્ષણવારમાં આવ્યું. ભૂતાનંદ નામે નાગેન્દ્ર પિતાની મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને, દક્ષ નામના સેનાપતિએ બોલાવેલા સામાનિક વિગેરે દેવતાઓ સહિત આભિગિક દેવતાએ રચેલા વિમાનમાં બેસી, ત્રણ જગતના નાથવડે સનાથ થયેલા મેરુપર્વત ઉપર આવ્યા તેમજ વિદ્યકુમારના ઇન્દ્ર હરિ અને હરિસ્સહ, સુવર્ણકુમાર ઈન્દ્ર દેવ અને વેણ દરી, અગ્નિકુમારના ઈન્દ્ર અગ્નિશિખ અને અગ્રિમાણવ, વાયુકુમારના ઇન્દ્ર લંબ અને પ્રભંજન, સ્વનિતકુમારના ઈન્દ્ર સુષ અને મહારાષ, ઉદધિકુમારના ઈંદ્ર જલકાંત અને જલપ્રલ, દ્વીપકુમારના ઈન્દ્ર પૂર્ણ અને અવશિષ્ટ અને દિકકુમારના ઇન્દ્ર અમિત અને અમિતવાહન પણ આવ્યા. વ્યંતરમાં પિશાચના ઇંદ્ર કાળ અને મહાકાળ, ભૂતના ઈન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ, ચક્ષના ઇંદ્ર પૂર્ણભદ્ર અને મણિભદ્ર, રાક્ષસના ઇંદ્ર ભીમ અને મહાભીમ, કિન્નરોના ઇંદ્ર કિન્નર અને કિપુરુષ, પુિરુષના ઇંદ્ર સપુરુષ અને મહાપુરુષ, મહેરગના ઈન્દ્ર અતિકાય અને મહાકાય, ગંધર્વોના ઇંદ્ર ગીતરતિ અને ગીયશા, અપ્રજ્ઞપ્તિ અને પંચપ્રજ્ઞપ્તિ વિગેરે વ્યંતરની બીજી આઠ નિકાય જે વાણવ્યંતર કહેવાય છે તેના સાળ ઈન્દ્રો, તેમાં અપ્રજ્ઞપ્તિના ઈન્દ્ર સંનિહિત અને સમાનક, પંચપ્રજ્ઞપ્તિન ઈન્દ્રધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઈંદ્ર રાષિ અને ત્રાષિપાલક, ભૂતવાદિતના ઈન્દ્ર ઇશ્વર અને મહેશ્વર, કંદિતના ઈન્દ્ર સુવત્સક અને વિશાલક, મહાકંદિતના ઇન્દ્ર હાસ અને હાસરતિ, કુષ્માંડને ઈન્દ્ર ત અને મહાત, પાવકના ઈન્દ્ર પવક અને યુવકપતિ અને તિષ્કના અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ બે નામના જ ઇન્દ્રો-એવી રીતે કુલ ચોસઠ ઈન્દ્રો મેરુપર્વત ઉપર એક સાથે આવ્યા. વૈમાનિકના દશ ઇન્દ્ર, ભૂવનપતિની દશ નિકાયના વીશ ઇન્દ્ર, મંતરેના (૩૨) ઇન્દ્ર અને જ્યોતિBના બે ઈન્દો ગણતાં ૬૪ ઇન્દ્ર થાય છે; પરંતુ જ્યોતિષ્ઠાના ઇન્દ્રો સૂર્ય ચંદ્ર નામના અસંખ્યાતા બાવતા હોવાથી અસંખ્યાત ઇન્દ્રો પ્રભુને જન્મોત્સવ કરે છે, Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પર્વ ૧લું દેવકૃત જન્મોત્સવ પછી અચુત ઈન્ડે જિનેશ્વરના જન્મ ઉત્સવને માટે ઉપકરણે લાવવાની આભિગિક દેવતાઓને આજ્ઞા કરી, એટલે તેઓએ ઈશાન દિશા તરફ જઈ વક્રિય સમુદુઘાતવડે ક્ષણવારમાં ઉત્તમ પુગળનું આકર્ષણ કરીને સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, સુવર્ણ, રૂપું અને રત્નના, રૂપાના અને રત્નના, તેમજ મૃત્તિકાના એક યોજન ઊંચા એવા આઠ જાતિના પ્રત્યેકે એક હજાર ને આઠ સુંદર કળશા બનાવ્યા. કુંભની સંખ્યા પ્રમાણે, તે જ પ્રમાણેની સુવર્ણાદિ આઠ જાતિઓની ઝારીઓ, દર્પણ, રત્નના કરંડિઆ, સુપ્રતિષ્ઠક (ડાબલા), થાળ, પત્રિકા અને પુષ્પોની ચગેરીઓ-એ સર્વે જાણે અગાઉથી જ રચી રાખ્યાં હોય તેમ તત્કાળ બનાવીને ત્યાં લાવ્યા. પછી વરસાદના પાણીની પેઠે ક્ષીરનિધિમાંથી તેઓએ તે કળશે ભરી લીધા અને જાણે ઈંદ્રને ક્ષીરનિધિના જળનું અભિજ્ઞાન બતાવવાને માટે જ હેય તેમ પુંડરીક, ઉત્પલ અને કેકના જાતનાં કમળો પણ ત્યાંથી સાથે લીધાં. જળ ભરનારા પુરુષો કુંભવડે જળાશયમાંથી જળ ગ્રહણ કરે તેમ હાથમાં કુંભ ધારણ કરેલા તે દેવોએ પુષ્કરવર સમુદ્રમાંથી પુષ્કર જાતનાં કમળો ગ્રહણ કર્યા. જાણે અધિક કુંભે કરવાને માટે જ હાયની તેમ માગધાદિ તીર્થોમાંથી તેઓએ જળ અને મૃત્તિકા ગ્રહણ કરી. માલ લેનારા પુરુષ જેમ વાનકી ગ્રહણ કરે તેમ ગંગા વિગેરે મહાનદીમાંથી જળ ગ્રહણ કર્યું. જાણે અગાઉથી થાપણ મૂકેલી હોય તેમ કુદ્રહિમવંત પર્વત ઉપરથી સિદ્ધાર્થ (સર્ષવ), પુષ્પ, શ્રેષ્ઠ ગંધદ્રવ્ય અને સવૈષધિ ગ્રહણ કરી. તે જ પર્વત ઉપરનાં પ નામના દ્રહમાંથી નિર્મળ, સુગંધી અને પવિત્ર જળ અને કમળ ગ્રહણ કર્યા. એક જ કાર્યમાં પ્રેરેલા હોવાથી જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ બીજાઓએ બીજા વર્ષધર પર્વત ઉપરના દ્રામાંથી પણ પદ્મ વિગેરે ગ્રહણ કર્યા. સર્વ ક્ષેત્રોમાંથી, વૈતાઢય ઉપરથી અને વિજમાંથી અતૃપ્ત એવા તે દેવતાઓએ સ્વામીના પ્રાસાદની જેમ જળ અને કમળ વિગેરે ગ્રહણ કર્યા. જાણે તેમને માટે જ એકઠી કરી રાખેલ હોય તેમ વક્ષસ્કાર પર્વત ઉપરથી બીજી પવિત્ર અને સુગંધી વસ્તુઓ તેમણે ગ્રહણ કરી. શ્રેયવડે કરીને જાણે પોતાના આત્માને જ પૂરતા હોય તેમ આળસ રહિત એવા તે દેએ દેવકુર અને ઉત્તરકુરુક્ષેત્રમાં રહેલાં દ્રહોનાં જળવડે તે કળશે પૂર્યા (ભર્યા). ભકશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનમાંથી તેઓએ ગોશીષ ચંદન વિગેરે વસ્તુઓ ગ્રહણ કરી. એ પ્રમાણે ગંધકાર જેમ સર્વ પ્રકારના ગંધદ્રવ્યને એકઠાં કરે તેમ તેઓ ગંધદ્રવ્ય અને જળને એકઠાં કરીને તત્કાળ મેરુપર્વત ઉપર આવ્યા. હવે દશ હજાર સામાનિક દેવતાઓ, ચાળીશ હજાર આત્મરક્ષક દેવતાઓ, તેત્રીશ ત્રાયશિંશક દેવતાઓ, ત્રણ સભાના સર્વ દેવતાઓ, ચાર લોકપાળ, સાત મેટાં સૈન્ય અને સાત સેનાપતિઓથી પરવારેલ આરચુત દેવલોકન ઇંદ્ર, પવિત્ર થઈને ભગવાનને સ્નાન કરાવવાને ઉદ્યમવત થયો. પ્રથમ અચુતઈદ્ર ઉત્તરાસંગ કરી નિસંગ ભક્તિથી વિકાસ પામેલા પારિજાત વિગેરે પુષ્પની અંજલિ ગ્રહણ કરી, અને સુગંધી ધૂપના ધૂમ્રથી ધૂપિત કરી ત્રિજગપતિની પાસે તેણે તે કુસુમાંજલિ મૂકી. એટલે દેવતાઓએ ભગવંતનું સાન્નિધ્યપણું પામવાના અદૂભુત આનંદથી જાણે હસતા હોય તેવા અને પુષ્પમાળાથી અચિત કરેલા સગથી જળના કળશો લાવીને ત્યાં મૂક્યા. તે જળકળશના મુખભાગ ઉપર ભમરાઓના A - 9 Page #90 -------------------------------------------------------------------------- ________________ દેવકૃત જન્મોત્સવ. સગ ૨ જે. શબ્દોથી શબ્દમય થયેલાં કમળ હતાં, તેથી જાણે તે ભગવાનના પ્રથમ સ્નાત્રમંગલને પાઠ ભણતા હોય તેવા જણાતા હતા અને સ્વામીને સ્નાન કરવાને માટે પાતાલકલશે હોય તેવા તે કલશ જણાતા હતા. અચુત ઈન્ડે પિતાના સામાનિક દેવતાઓની સાથે જાણે પિતાની સંપત્તિના ફળરૂપ હોયની તેવા એક હજાર ને આઠ કુંભ ગ્રહણ કર્યા. ઊંચા કરેલા ભુજદંડના અગ્રવર્તિ એવા તે કુંભ, જેનાં નાલવાં ઊંચાં કરેલાં હોય તેવા કમલકેશની શેભાની વિડંબના કરતા હતા અર્થાત્ તેથી વિશેષ શેલતા હતા. પછી અચુતઈ પિતાના મસ્તકની જેમ કલશને જરા નમાવી જગપતિને સ્નાન કરાવવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ગુફામાં થતા પ્રતિશબ્દોથી જાણે મેરુપર્વતને વાચાલ કરતા હોય એવા આનક નામના મૃદંગ વગાડવા લાગ્યા, ભક્તિમાં તત્પર એવા કેટલાએક દે મથન કરાતા મહાસાગરના ધ્વનિની શોભાને ચોરનાર શખ વાળી દુંદુભીઓ વગાડવા લાગ્યા કેટલાએક દેવે ઘણુ તાનમાં આવીને પવન જેમ આકુલ વનિવાળા પ્રવાહના તરંગને અથડાવે તેમ કાંસીઓને પરસ્પર અથડાવીને વગાડવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે ઊર્ધ્વલોકમાં જિનેંદ્રની આજ્ઞાને વિસ્તારતી હોય તેવી ઊંચા મુખવાળી ભેરી ઊંચા સ્વરથી વગાડવા લાગ્યા; મેરુપર્વતના શિખર ઉપર રહીને કેટલાએક દે શેવાળ લેકે જેમ ગાયની શીંગડીઓ વગાડે તેમ મોટા નાદવાળા કાહલ નામનાં વાજીંત્ર વગાડવા લાગ્યા, કેટલાક દેવતાઓ ઉદ્દઘોષ કરવાને માટે દુષ્ટ શિષ્યને હસ્તવડે તાડન કરવાની જેમ પોતાના હાથથી મુરજ નામના વાઘને તાડન કરવા લાગ્યા; કેટલાક દેવતાઓ ત્યાં આવેલા અસંખ્ય સૂર્ય ચંદ્રની લક્ષમીને હરનારી સુવર્ણની અને રૂપાની ઝાલરે વગાડવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ જાણે અમૃતના કેગળા ભર્યા હાયની તેમ પિતાના ઉન્નત ગલ કલાવીને શખ વગાડવા લાગ્યા. એવી રીતે દેવતાઓએ વગાડેલા વિચિત્ર પ્રકારનાં વાજીત્રોના પડછંદાથી જાણે આકાશ પણ વાદક (વગાડનાર) વિનાનું એક વાદ્ય હોય તેવું થઈ ગયું. ચારણમુનિઓ હે જગન્નાથ ! હે સિદ્ધિગામી ! હે કૃપાર્ણવ ! હે ધર્મપ્રવર્તક! તમે જ્ય પામે, તમે આનંદ પામ” એમ બોલવા લાગ્યા. જાત જાતનાં ધ્રુવપદ, ઉત્સાહ અને સ્કંધક–એ પ્રકારના તથા ગલિત અને વસ્તુવન–એ પ્રકારનાં પડ્યો અને મનોહર ગોથી ભગવંતની સ્તુતિ કર્યા પછી પોતાના પરિવારના દેવતાઓ સહિત અય્યતેન્દ્ર ભુવન ભર્તા ઉપર ધીમે ધીમે કુંભજળ નાખવા લાગ્યા. ભગવાનના મસ્તક ઉપર જળધારા વરસાવતા તે કુંભ મેરુપર્વતના શિખર ઉપર વરસતા વરસાદની જેવા ભવા લાગ્યા. ભગવાનના મસ્તકની બંને બાજુ દેવતાઓએ નમાવેલા તે કુંભે માણિજ્યના મુગટની શોભાને ધારણ કરવા લાગ્યા. એક જનના મુખવાળા કુંભોમાંથી પડતી એવી તે જળની ધારાઓ પર્વતની ગુફામાંથી નીકળતી નિઝરણુની જેવી શોભવા લાગી. પ્રભુના મુગટ ભાગથી ઉછળીને તરફ પડતા જળના છાંટાઓ જાણે ધર્મરૂપી વૃક્ષના અંકુરા હોય તેવા શોભતા હતા. પ્રભુના શરીર ઉપર પડતાં જ મંડલાકારે વિસ્તાર પામેલું કુંભજળ મસ્તક ઉપર શ્વેત છત્ર જેવું, લલાટ ભાગને વિષે પ્રસાર પામેલી કાંતિવાળા લલાટના આભૂષણ જેવું, કર્ણ ભાગમાં ત્યાં આવીને વિશ્રાંત થયેલ નેત્રોની કાંતિ જેવું, કપિલ ભાગમાં કપૂરની પત્રવલ્લીના સમૂહ જેવું, મનહર હેઠને વિષે સ્મિત હાસ્યની Page #91 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. દેવકૃત જન્મોત્સવ. કાંતિના કલાપ જેવું, કંઠ દેશને વિષે મનહર મોતીની માળા જેવું, સ્કંધ ઉપર ગોશીષ ચંદનના તિલક જેવું, બાહ, હૃદય અને પૃષ્ઠ ભાગને વિષે વિશાળ વસ્ત્ર જેવું અને કહી તથા જાનુના અંતરભાગમાં વિસ્તાર પામેલા ઉત્તરીય વસ્ત્ર જેવું—એ પ્રમાણે ક્ષીરાધિનું સુંદર જળ ભગવાનના પ્રત્યેક અંગમાં જુદી જુદી શોભાને ધારણ કરતું હતું. ચાતકે જેમ મેઘના જળને ગ્રહણ કરે તેમ કેટલાક દેવતાઓ પ્રભુના સ્નાત્રનું તે જળ પૃથ્વી ઉપર પડતાં જ શ્રદ્ધાથી ગ્રહણ કરવા લાગ્યા. “આવું જળ ફરી અમને કયાંથી મળશે ? એમ ધારી મરુદેશના લોકોની પેઠે કેટલાએક દેવતાઓ તે જળનું પિતાના મસ્તક ઉપર સિંચન કરવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ ગ્રીષ્મવતુથી પીડિત થયેલા હસ્તીઓની જેમ અભિલાષપૂર્વક તે જળથી પોતાના શરીરને સિંચન કરવા લાગ્યા. મેરુપર્વતના શિખરમાં વેગથી પ્રસાર પામતું તે જળ તરફ હજારો નદીએની કલ્પના કરાવતું હતું, અને પાંડુક, સૌમનસ, નંદન તથા ભદ્રશાળ ઉદ્યાનમાં પ્રસાર પામતું તે જળ નીકની લીલાને ધારણ કરતું હતું. સ્નાન કરતાં કરતાં અંદર જળ ઓછું થવાથી અધોમુખવાળા થતાં ઈદ્રના કુંભે, જાણે સ્નાત્ર જળરૂપી સંપત્તિ ઘટવાથી લજજા પામતા હોય તેવા જણાતા હતા. તે સમયે ઈદ્રની આજ્ઞાને અનુસરનારા આભિગિડ દેવતાઓ તે કુંભેને બીજા કુંભનાં જળથી પૂરતા હતા. એક દેવતાના હાથમાંથી બીજા દેવતાના હાથમાં એમ ઘણા હાથમાં સંચાર પામતા તે કુંભે શ્રીમંતનાં બાળકની પેઠે શોભતા હતા. નાભિરાજાના પુત્રની સમીપે સ્થાપન કરેલ કળશની પંક્તિ, આરોપણ કરેલા સુવર્ણકમળની માળાની શોભાને ધારણ કરતી હતી. પછી મુખભાગમાં જળને શબ્દ થવાથી જાણે તેઓ અહીતની સ્તુતિ કરતા હોય તેવા કુંભને દેવતાઓ ફરીથી સ્વામીના મસ્તક ઉપર ઢાળવા માંડ્યા. યક્ષે જેમ ચક્રવતીના નિધાન કળશને ભરે તેમ પ્રભુને સ્નાત્ર કરાવતાં ખાલી થયેલા ઈદ્રના કુંભને દેવતાઓ જળથી ભરી દેતા હતા. વારંવાર ખાલી થતા અને ભરાતા તે કુંભે, સંચાર કરનારા ઘંટીયંત્રના ઘડાઓની પેઠે શોભતા હતા. આવી રીતે અમ્યુકે કરડે કુંભેથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું અને પિતાના આત્માને પવિત્ર કર્યો એ પણ આશ્ચર્ય છે! પછી આરણ અને અચુત દેવલોકના સ્વામી અય્યતે દિવ્ય ગંધકવાયી વસ્ત્રવડે પ્રભુના અંગને ઉન્માર્જિત કર્યું (અંગ લુછ્યું. તે સાથે પિતાના આત્માનું પણ માર્જન કર્યું. પ્રાતાસંધ્યાની અભ્રલેખા જેમ સૂર્યમંડળને સ્પર્શ કરવાથી શોભે તેમ તે ગંધકષાયી વસ્ત્ર ભગવાનનાં શરીરને સ્પર્શ કરવાથી શુભતું હતું. ઉન્માર્જિત કરેલું ભગવંતનું શરીર જાણે સુવર્ણ સારના સર્વસ્વ જેવા સુવર્ણગિરિ (મેરુ)ના એક ભાગથી બનાવ્યું હોય તેવું શેતું હતું. પછી આભિગિક દેવતાઓએ ગશીર્ષ ચંદનના રસને કઈમ, સુંદર અને વિચિત્ર રકાબીઓમાં ભરીને અમ્યુરેંદ્ર પાસે મૂક્ય, એટલે ચંદ્ર જેમ પોતાની ચાંદનીથી મેર પર્વતના શિખરને વિક્ષેપિત કરે તેમ ઈ કે પ્રભુના અંગ ઉપર તેનું વિલેપન કરવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ઉત્તરાસંગ ધારણ કરીને પ્રભુની તરફ ઉદ્દામ ધૂપવાળા ધૂપધાણા હાથમાં રાખીને ઊભા રહ્યા; કેટલાએક તેમાં ધૂપ ક્ષેપન કરતા હતા. તેઓ સ્નિગ્ધ ધૂમ્ર–રેખાવડે જાણે મેરૂ પર્વતની બીજી શ્યામ વર્ણમય ચૂલિકા રચતા હોય તેવા જણુતા હતા કેટલાએક દેવતાઓ પ્રભુની ઉપર ઊંચાં વેત છત્રો ધારણ કરવા લાગ્યા, તેથી જાણે તેઓ ગગનરૂપી મહાસરોવરને કુમુદવાળું કરતા હોય તેવા જણાતા હતા, કેટ Page #92 -------------------------------------------------------------------------- ________________ દેવકૃત જન્મોત્સવ. સગ ૨ જે. લાએક ચામર ઉડાડવા લાગ્યા, તેથી જાણે તેઓ સ્વામીના દર્શન માટે પિતાના આત્મીય વર્ગને બોલાવતા હોય તેમ જણાતું હતું, કેટલાએક બદ્ધ પરિકરવાળા દેવતાઓ જાણે આત્મરક્ષક હોય તેમ પિતાના આયુધ ધારણ કરી સ્વામીની ચેતરફ ઊભા રહ્યા, જાણે આકાશમાં ઉઘત થયેલી વિદ્યુલતાની લીલાને બતાવતા હોય તેમ કેટલાએક દેવતાએ મણીમય અને સુવર્ણમયે પંખાવડે ભગવાનને પવન નાંખવા લાગ્યા, કેટલાક દેવતાઓ જાણે બીજા રંગાચાર્ય હોય તેમ વિચિત્ર પ્રકારનાં દિવ્ય પુષ્પની વૃષ્ટિ હર્ષોત્કર્ષપૂર્વક કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ જાણે પિતાનાં પાપનું ઉચ્ચાટન કરતા હોય તેમ અત્યન્ત સુધી દ્રનું ચૂર્ણ કરીને ચાર દિશાઓમાં વરસાવવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે સ્વામીએ અધિષિત કરેલા મેરૂ પર્વતની ત્રાદ્ધિ અધિક કરવાને ઈચ્છતા હોય તેમ સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ, જાણે પ્રભુના ચરણમાં પ્રણામ કરવાને ઉતરતી તારાની પંક્તિઓ હોય તેવા ઊંચે પ્રકારે રત્નવૃષ્ટિ કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ પિતાના મધુર સ્વરથી ગંધર્વોની સેનાને પણ તિરસ્કાર કરનારા નવનવા ગ્રામ અને રાગથી ભગવાનના ગુણનું ગાન કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ મઢેલાં, ધન અને છિદ્રવાળાં વાજિંત્રો વગાડવા લાગ્યા, કેમકે શક્તિ અનેક પ્રકારે થાય છે. કેટલાએક દેવતાઓ જાણે મેરુ પર્વતનાં શિખરને પણ નૃત્ય કરાવવા ઈચ્છતા હોય તેમ પોતાના ચરણપાતથી તેને કંપાવતા નૃત્ય કરવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ જાણે બીજી વારાંગનાઓ જ હાયની તેવી પોતાની રીઓની સાથે વિચિત્ર પ્રકારના અભિનય (હાવભાવ)થી ઉજજવળ એવા નાટક કરવા લાગ્યા. કેટલાએક દેવતાઓ જાણે પાંખેવાળા ગરૂડ હોય તેમ આકાશમાં ઊડતા હતા, કેટલાએક કીડાથી કુકડાની જેમ પૃથ્વી ઉપર પડતા હતા; કેટલાએક અંકકારની પેઠે સુંદર ચાલ ચાલતા હતા; કેટલાએક સિંહની પેઠે આનંદથી સિંહનાદ કરતા હતા, કેટલાએક હસ્તીઓની પેઠે ઊંચા અવાજ કરતા હતા. કેટલાએક અોની પેઠે હાસ્ય કરનારા ચાર પ્રકારના શબ્દ બોલતા હતા, કેટલાએક વાંદરા જેમ વૃક્ષોની શાખાઓને કંપાવે તેમ પિતાના ચરણથી મેરુપર્વતના શિખરને કંપાવતા કૂદતા હતા, કેટલાએક જાણે રણસંગ્રામમાં પ્રતિજ્ઞા કરવાને તૈયાર થયેલા દ્ધાઓ હોય તેમ પોતાના હાથની ચપેટાથી ઉદ્ભટપણે પૃથ્વી ઉપર તાડન કરતા હતા, કેટલાએક જાણે દાવમાં જીત્યા હોય તેમ કેલાહલ કરતા હતા. કેટલાએક વાજિંત્રની જેમ પોતાના પ્રફુલ્લ ગાલોને વગાડતા હતા, કેટલાએક નટની માફક વિકૃત રૂપ કરીને લોકોને હસાવતા હતા. કેટલાએક આગળ પાછળ અને પાર્વભાગમાં કંદુકની પે ઉછળતા હતા. સ્ત્રીઓ જેમ ગેળ કુંડાળે થઈને રાસડા લે તેમ કેટલાએક ગેળ ફરતાં ફરતાં રાસડારૂપે ગાયન કરી મનહર નૃત્ય કરતા હતા, કેટલાએક અગ્નિની પેઠે જવલતા હતા; કેટલાએક સૂર્યની જેમ તપતા હતા, કેટલાએક મેઘની માફક ગાજતા હતા; કેટલાએક વીજળીની પેઠે ચળકતા હતા અને કેટલાએક સંપૂર્ણ ભેજન કરેલા વિવાથીના જેવા દેખાવ કરતા હતા. પ્રભુની પ્રાપ્તિવડે થયેલો તે આનંદ કેણ ગેપવી શકે ! એવી રીતે દેવતાઓ અનેક જાતના આનંદના પિકાર કરી રહ્યા હતા તે વખતે અશ્રુતે પ્રભુને વિલેપન કર્યું. તેણે પારિજાતાદિક વિકસિત પુષ્પથી પ્રભુની ભક્તિ વડે જ કરી અને પછી જરા પાછા ઓસરી ભકિતથી નગ્ન થઈ શિષ્યની પેઠે ભગવંતને વંદના કરી. મોટા ભાઈની પાછળ બીજા સહદની જેમ બીજા બાસઠ ઈકોએ પણ તેવી જ રીતે Page #93 -------------------------------------------------------------------------- ________________ ઈ પ્રભુને પહેરાવેલા વિવિધ આભૂષણે પર્વ ૧ હું ૬૯ સ્નાત્ર તથા વિલેપનવડે ભગવાનની પૂજા કરી. પછી સુધમ ઈન્દ્રની પેઠે ઈશાન ઈદ્ર પિતાના પાંચ રૂપ કર્યા, તેમાંનાં એક રૂપે ભગવાનને ઉત્સંગમાં ગ્રહણ કર્યા, એક રૂપે મેતીની ઝાલરીઓ લટકવાથી જાણે દિશાઓને નૃત્ય કરવાને આદેશ કરતું હોય તેવું–કપૂર જેવું વેત છત્ર પ્રભુ ઉપર ધારણ કર્યું, જાણે હર્ષથી નૃત્ય કરતાં હોય તેમ હાથને વિક્ષેપ કરી બે રૂપે બે બાજુએ જિનેશ્વર ઉપર ચામર વીંઝવા લાગ્યા અને એક રૂપે જાણે પ્રભુના દષ્ટિપાતથી પિતાને પવિત્ર કરવાને ઈચ્છતે હેય તેમ હાથમાં ત્રિશૂળ રાખી પ્રભુની આગળ ઊભો રહ્યો. પછી સૌધર્મ કલ્પના ઈ જગત્પતિની ચારે દિશાએ ચાર સ્ફટિકમણિના ઊંચા વૃષભ બનાવ્યા. ઉનંગશંગથી મનહર એવા તે ચાર વૃષભ ચાર દિશામાં રહેલા ચંદ્રકાંત રત્નના ચાર કીડાપર્વત હોય તેવા શેભવા લાગ્યા. જાણે પાતાળ ફોડયું હોય તેમ તે વૃષભનાં આઠ ઈંગોથી આકાશમાં જળની ધારાઓ ચાલવા લાગી. મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંતે મળી ગયેલી તે જળધારાઓ આકાશમાં નદીસંગમના વિશ્વમને બતાવવા લાગી. સુર અને અસુરની સ્ત્રીઓએ કૌતુકથી જોયેલી તે જળધારાઓ, નદીઓ જેમ સમુદ્રમાં પડે તેમ પ્રભુ ઉપર પડવા લાગી. જળયંત્રોની જેમ તે ગંગામાંથી નીકળતા જળવડે શદ્ર આદિ તીર્થકરને સ્નાન કરાવ્યું. ભક્તિથી જેમ હદય આદ્ધ થાય તેમ દર ઉછળતાં એવા ભગવાનના સ્વપન જળથી દેવતાઓનાં વસ્ત્ર આદ્ર થઈ ગયાં. પછી ઈદ્રજાલિક જેમ પિતાની ઈદ્રજાલને ઉપસંહાર કરે તેમ ઈન્દ્ર તે ચાર વૃષભેને ઉપસંહાર કર્યો. સ્નાન કરાવ્યા પછી ઘણી પ્રીતિવાળા તે દેવપતિએ દેવદૂષ્ય વસ્ત્રથી પ્રભુના શરીરને રત્નના દર્પણની પેઠે લુછયું. રત્નમય પાટલાની ઉપર નિર્મળ અને રૂપાના અખંડ અક્ષતવડે પ્રભુની પાસે અષ્ટ મંગળ આલેખ્યા. પછી જાણે પોતાનો માટે અનુરાગ હોય તેવા ઉત્તમ અંગરાગથી ત્રિજગદુરુના અંગે વિલેપન કરી, પ્રભુના હસતા મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના જમને ઉત્પન્ન કરનારા ઉજજવળ દિવ્ય વસ્ત્રોથી ઈદ્ર પૂજા કરી અને પ્રભુના મસ્તક ઉપર વિશ્વની મુદ્ધન્યતાના ચિહ્નરૂપ વજી માણિકયને સુન્દર મુગટ સ્થાપન કર્યો. પછી ઈન્દ્ર સાયંકાળે આકાશને વિષે પૂર્વ અને પશ્ચિમ દિશાઓના જેમ સૂર્ય અને ચંદ્ર શેભે તેવી શોભાને આપનારા બે સુવર્ણ કુંડલ સ્વામીના કર્ણમાં પહેરાવ્યા. જાણે લક્ષમીને હિંચકવાની દેલા હોય તેવી વિસ્તારવાળી દિવ્ય મોતીની માળા સ્વામીના કંઠમાં આપણુ કરી. સુંદર હસ્તીના બાળકના જંતુશળની ઉપર જેમ સુવર્ણના કંકણું પહેરાવે તેમ પ્રભુના બાહુદડ ઉપર બે બાજુબંધ ધારણ કરાવ્યા. વૃક્ષની શાખાના પ્રાંતભાગના ગુચ્છની જેવા–ગળાકાર મોટા મોતીઓને મણિમય કંકણે પ્રભુના મણિબંધક ઉપર આરૂઢ કર્યા. ભગવાનના કટીભાગમાં વર્ષધર પર્વતના નિતંબ ભાગ ઉપર રહેલા સુવર્ણકુલના વિલાસને ધારણ કરનાર સુવર્ણનું કટીસૂત્ર પહેરાવ્યું અને જાણે દેવ અને દૈત્યનાં તેજ તેમાં લગ્ન થઈ ગયાં હોય તેવા માણિજ્યમય તેડા પ્રભુના બને ચરણમાં પહેરાવ્યાં. ઈદ્ર જે જે આભૂષણો ભગવાનનાં અંગને અલંકૃત કરવા માટે પહેરાવ્યાં છે તે આભૂષણે ( ૧ ઉજંગ ઊંચા. સંગ=વૃષભના સંબંધમાં શીંગડાએ અને પર્વતના સંબંધમાં શિખરે જાણવાં. ૨ મુખ્યપણાના. ૭ હીંધળાખાટ. ૪ કાંય. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૦ o ઈ કરેલ પરમાત્માની પ્રાર્થના. સંગ ૨ જે. ઉલટા ભગવાનના અંગથી અલંકૃત થયા. પછી ભક્તિયુક્ત ચિત્તવાળા ઇદ્દે પ્રફુલ્લિત પારિજાતનાં પુષ્પની માળાવડે પ્રભુની પૂજા કરી અને પછી જાણે કૃતાર્થ થયેલ હોય તેમ જરા પાછા ખસી, પ્રભુની સન્મુખ ઉભા રહી જગત્પતિની આરાત્રિક કરવા માટે આરતી ગ્રહણ કરી. વલાયમાન કાંતિવાળી તે આરાત્રિકથી પ્રકાશવંત ઔષધિવાળા શિખરવડે જેમ મહાગિરિ શેભે તેમ ઈદ્ર શેભવા લાગ્યો. શ્રદ્ધાળુ દેવતાઓએ જેમ પુષ્પસમૂહ વેરેલે છે એવી તે આરાત્રિક ઇંદ્ર પ્રભુને ત્રણ વાર ઉતારી. પછી ભક્તિથી રોમાંચિત થઈ શકસ્તવવડે વંદન કરી ઈદ્ર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો– હે જગન્નાથ ! હે ત્રિલેક્સકમલમાડ! હે સંસારરૂપી મરુસ્થળમાં કલ્પવૃક્ષ ! હે વિદ્ધરણુ બાંધવ! હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ! એ મુહૂર્ત પણ વંદન કરવા યોગ્ય છે કે જે મુહૂર્તમાં ધર્મને જન્મ આપનારા–અપુનર્જન્મા–વિશ્વજંતુઓના જન્મદુઃખનું છેદન કરનારા આપને જન્મ થયો છે. હે નાથ ! આ વખતે તમારા જન્માભિષેકના જળના પરથી લાવિત થયેલી અને યત્ન કર્યા સિવાય જેને મેલ દૂર થયે છે. એવી આ રત્નપ્રભા પૃથ્વી સત્ય નામવાળી થઈ છે. હે પ્રભુ ! જે મનુષ્યો તમારું અહર્નિશ દર્શન કરશે તેઓને ધન્ય છે; અમે તે અવસરે જ આપનું દર્શન કરનારા છીએ. હે સ્વામી ! ભરતક્ષેત્રના જંતુઓને મોક્ષમાર્ગ ખીલાઈ ગયો છે તેને આપ નવીન પાંચ થઈ પુનઃ પ્રગટ કરશે. હે પ્રભુ ! તમારી અમૃતના તરંગ જેવી ધર્મદેશના તે દૂર રહે પરંતુ તમારું દર્શન પણ પ્રાણીઓનું શ્રેય કરનાર છે. હે ભવતારક ! તમારી ઉપમાને પાત્ર કઈ નથી તેથી હું તે તમારી તુલ્ય તમે જ છો એમ કહું છું, એટલે હવે વધારે સ્તુતિ કેવી રીતે કરવી ? હે નાથ ! તમારા સભૂતાથ ગુણેને પણ કહેવાને હું અસમર્થ છું, કેમકે સ્વયંભૂરમણ સમુદ્રના જલને કેણ માપી શકે ” એવી રીતે જગત્પતિની સ્તુતિ કરીને પ્રદથી જેનું મન સુગંધમય થઈ ગયું છે. એવા શકે કે પ્રથમ પ્રમાણે પિતાના પાંચ રૂપ કર્યા. તેમાંથી અપ્રમદ્ભર એવા એક રૂપે ઈશાન ઈન્દ્રના ઉલ્લંગમાંથી રહસ્યની પેઠે જગત્પતિને પિતાના હૃદય ઉપર ગ્રહણ કર્યા. સ્વામીની સેવા જાણનારા ઈન્દ્રનાં બીજાં રૂપે જાણે નિયુક્ત કર્યા હોય તેમ પૂર્વની પેઠે સ્વામી સંબંધી પોતપોતાના કાર્ય કરવા લાગ્યા. પછી પિતાના દેવતાઓથી પરિવૃત્ત અમરાગ્રણી (શક્રેન્દ્ર) ત્યાંથી આકાશમાર્ગે ચાલી મરુદેવાએ અલંકૃત કરેલા મંદિર પ્રત્યે આવ્યું. ત્યાં પ્રથમ મૂકેલું તીર્થકરનું પ્રતિબિંબ ઉપસંહત કરીને તે જ સ્થાનકે માતાની પાસે પ્રભુને સ્થાપન કર્યા (મૂક્યા). પછી સૂર્ય જેમ પવિનીની નિદ્રાને દૂર કરે તેમ ઈન્દ્ર મરુદેવાની અવસ્વાપિની નિદ્રા દૂર કરી. સરિતાના તટ ઉપર રહેલી સુંદર હંસમાલાના વિલાસને ધારણ કરનારું ઉજવળ, દિવ્ય અને રેશમી વસ્ત્રયુગલ પ્રભુને ઓશીકે મકય. બાળપણાને વિષે પણ ઉત્પન્ન થયેલા ભામંડલના વિકપને કરાવનારું રત્ન મય કુંડલયુગલ પણ પ્રભુને ઓશીકે મૂકયું અને એવી જ રીતે સેનાના પ્રાકારથી બનાવેલ વિચિત્ર એવા રત્નના હાર અને અર્ધહારેથી વ્યાપ્ત તથા સોનાના સૂર્ય સમાન પ્રકાશવંત શ્રીદામચંડ (ગેડીદડો) પણ પ્રભુની દષ્ટિને વિનોદ આપવાને માટે આકાશને વિષે દિનમણિ ૧ ફરીને જન્મ નહીં ગ્રહણ કરનારા. ૨ સત્ય અર્થને બતાવનારા–વિમાન. ૩ અપ્રમાદી. Page #95 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. દેવેનું નંદીશ્વર દ્વીપ જવું. ૭૧ (સૂર્ય) હોય તેમ ઉપરના ચંદરવાની સાથે લટકતે સ્થાપન કર્યો ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે-બત્રીશ કોટી હિરણ્ય, તેટલું જ સુવર્ણ, બત્રીશ બત્રીશ નંદાસન, ભદ્રાસન તથા બીજી પણ અતિ મનોહર વસ્ત્ર નેપચ્ય વિગેરે સાંસારિક સુખને ઉત્પન્ન કરનારી મહામૂલ્યવાન વસ્તુઓ, મેઘ જેમ જળ વરસાવે તેમ સ્વામીના ભુવનમાં વરસાવે (ભૂકો).” કુબેરે જાંભક જાતિના દેવતા પાસે તત્કાળ તે પ્રમાણે વરસાવ્યું, કેમકે પ્રચંડ પુરુષની આજ્ઞા વચનની સાથે જ સિદ્ધ થાય છે. પછી ઈન્દ્ર આભિયોગિક દેવતાઓને આજ્ઞા કરી કે “તમે ચારે નિકાયના દેવમાં ઉદ્ઘેષણું કરે કે-અહેતનું અને તેમની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જકમંજરીની પેઠે સાત પ્રકારે ભેદાશે. “ગુરુની વાણીને જેમ શિષ્ય ઊંચા સ્વરથી ઉદુષિત કરે તેમ તેઓએ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓને વિષે તે પ્રમાણે ઉલ્લેષણ કરી. પછી સૂર્ય જેમ વાદળામાં જળને સંક્રમ કરે તેમ ઈન્દ્ર ભગવાનના અંગુષ્ઠમાં અનેક પ્રકારના રસ ભરેલી અમૃતમય નાડી સંક્રમાવી, અર્થાત્ અંગુષ્ઠમાં અમૃતને સંચાર કર્યો. અહં તે સ્તનપાન કરતા નથી તેથી જ્યારે તેમને ક્ષુધા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પોતાની મેળે જ અમૃત રસને વર્ષવનાર અંગષ્ઠ મુખમાં લઈને ચૂસે છે. પછી પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રીકમ કરવાને માટે ઈન્દ્ર પાંચ અપ્સરાઓને ધાત્રી (ધાવમાતા) થઈને ત્યાં રહેવાની આજ્ઞા કરી. જિનસ્નાત્ર થઈ રહ્યા પછી ઈન્દ્ર ભગવંતને મૂકવા આવ્યા, તે સમયે ઘણુ દેવતાઓ મેરુશિખરથી પરભાર્યા નંદીશ્વરદ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ નાભિપુત્રને તેમના મંદિરમાં મૂકી સ્વર્ગવાસીઓના નિવાસરૂપ નંદીશ્વરદ્વીપે ગયા અને ત્યાં પૂર્વ દિશામાં રહેલ સુમેરુ જેવડા પ્રમાણુવાળા દેવરમણ નામના અંજનગિરી ઉપર ઉતર્યા. ત્યાં તેમણે વિચિત્ર મણિની પીઠિકાવાળા ચૈત્યક્ષ અને ઈન્દ્રધ્વજવડે અંકિત અને ચાર કારવાળા ચૈત્યમાં પ્રવેશ કર્યો અને અષ્ટાક્ષિકા ઉત્સવપૂર્વક ષભાદિક અહે તેની શાશ્વતી પ્રતિમાની તેણે પૂજા કરી. તે અંજનગિરિની ચાર દિશામાં ચાર મોટી વાપિકાઓ છે. અને તેમાં એકેક સ્ફટિક મણિને દધિમુખ પર્વત છે. તે ચારે પર્વતેની ઉપરના ચૈત્યમાં શાશ્વતા અહેની પ્રતિમાઓ છે. શૉંદ્રને ચાર દિકપાળોએ, અષ્ટાહુનિકા ઉત્સવપૂર્વક તે પ્રતિમાની ધિ પૂજા કરી. ઇશાનદ્ર ઉત્તર દિશામાં રહેલા નિત્ય રમણીક એવા રમણીય નામના અંજનગિરિ ઉપર ઉતર્યા, અને તેણે તે પર્વતની ઉપર રહેલા ચૈત્યમાં પૂર્વ પ્રમાણે જ શાશ્વતી પ્રતિમાની અષ્ટાક્ષિકા ઉત્સવપૂર્વક પૂજા કરી. તેના દિકૃપાળોએ તે પર્વતની ચારે બાજુની ચાર વાવડીમાં રહેલા દધિમુખ પર્વત ઉપરના ચૈત્યમાંહેની શાશ્વત પ્રતિમાઓને તે પ્રમાણે જ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. અમરેદ્ર દક્ષિણ દિશામાં રહેલા નિધોત નામના અંજનાદ્રિ ઉપર ઊતર્યા. રત્નથી નિત્ય પ્રકાશવાળા તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાંહેની અશ્વત પ્રતિમાની તેણે મોટી ભકિતથી અષ્ટાનિકા મહોત્સવ પૂર્વક પૂજા કરી અને તેની ફરતી ચાર વાપિકાની અંદર રહેલા ચાર દધિમુખ પર્વત ઉપરના ચૈત્યમાં તેના ચાર ૧ દશ પ્રકારના નિર્મગજાજા દેવતાઓ છે, તે કુબેરની આજ્ઞામાં રહેનારા છે. ૨ અર્જકમંજરી એક જાતના વૃક્ષની માંજર છે, તે જ્યારે પકવ થઈને ફૂટે છે ત્યારે તેના સાત ભાગ થઈ જાય છે. બીજા ચાર નાના મેરૂ ૮૪૦૦૦ યોજન ઊંચા છે તેટલે ઊંચે. ૪ ઋષભ, ચંદ્રાનન, વારિષેણ ને વર્ધમાન એ ચાર નામની જ શાસ્વતી પ્રતિમાઓ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ હવે રાષભ પ્રભુનું નામ-સ્થાપન. સગ ૨ જે. લેપાળેએ અચલ ચિત્તથી મહોત્સવપૂર્વક તત્રસ્થ પ્રતિમાની પૂજા કરી. બલિ નામે ઇંદ્ર પશ્ચિમ દિશામાં રહેલા સ્વયંપ્રભ નામના અંજનગિરિ ઉપર મેઘની જેવા પ્રભાવથી ઉતર્યા તેણે તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાં દેવતાઓની દષ્ટિને પવિત્ર કરનાર એવી શાશ્વત અષભાદિ અUતની પ્રતિમાઓને ઉત્સવ કર્યો. તેના ચાર લોકપાલેએ પણ તે અંજનગિરિની ચાર દિશામાં રહેલી ચાર વાપિકાની અંદર રહેલા દધિમુખ પર્વત ઉપરની શાશ્વતી પ્રતિ. માને ઉત્સવ કર્યો. એવી રીતે સર્વ દેવતાઓ નંદીશ્વરદ્વીપે મહિમા–ઉત્સવ કરીને જેમ આવ્યા હતા તેમ પિતપતાના સ્થાન પ્રત્યે ગયા. અહીં સ્વામિની મરુદેવા પ્રાતઃકાળે જાગ્યા એટલે તેમણે જેમ રાત્રિનું સ્વપ્ન હોય તેમ પિતાના પતિ નાભિરાજાને દેવતાઓના આવાગમન સંબંધી વૃત્તાંત કહ્યો. જગત્પતિના ઉરુને વિષે ઋષભનું ચિહ્ન હતું તેમજ માતાએ સર્વ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જોયો હતો, તેથી હર્ષ પામેલા માતાપિતાએ શુભ દિવસે ઉત્સાહપૂર્વક પ્રભુનું રાષભ એવું નામ પાડયું. તે સાથે યુગ્મધમે પ્રસવેલી કન્યાનું સુમંગલા એવું યથાર્થ અને પવિત્ર નામ તેમણે પાડયું. વૃક્ષ જેમ નીકનું જળ પીવે, તેમ ઋષભસ્વામી ઈન્દ્ર સંક્રમણ કરેલ અંગૂઠાના અમૃતનું યેગ્ય કાળે પાન કરવા લાગ્યા. પર્વતના ખેાળામાં (ગુફામાં) બેઠેલો કિશોર સિંહ શોભે તેમ પિતાના ઉલ્લંગમાં બેઠેલા બાળક ભગવાન શોભતા હતા. પાંચ સમિતિ જેમ મહામુનિને છોડે નહીં તેમ ઈંદ્ર આજ્ઞા કરેલી પાંચ ધાત્રીઓ પ્રભુને કયારે પણ રેઢા મૂકતી નહતી. પ્રભુને જન્મ થયાને એક વર્ષ થવા આવ્યું એટલે સૌધર્મેદ્ર વંશ સ્થાપન કરવાને માટે ત્યાં આવ્યા. સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ એવી બુદ્ધિથી જ જાણે હાયની તેમ ઈ– એક હેટી ઈક્ષયષ્ટિ' સાથે લીધી. જાણે શરીરવાળો શરદુઋતુ હાય તેમ શેભત ઈદ્ર ઇક્ષુદંડ સહિત નાભિરાજાના ઉત્સંગમાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા, એટલે પ્રભુએ અવધિજ્ઞાનવડે ઇંદ્રને સંકલ્પ જાણી લઈ, હસ્તીની પેઠે તે ઈશુદંડ લેવાને પિતાને કર લાંબે કર્યો. સ્વામીના ભાવને જાણનારા ઈદ્ર મસ્તકવડે પ્રણામ કરીને ભેટની પેઠે તે ઈશ્લલતા પ્રભુને અર્પણ કરી. પ્રભુએ ઇક્ષુ ગ્રહણ કરી, તેથી તેમને ઈક્વાકુ એવા નામનો વંશ સ્થાપન કરી ઈદ્ર સ્વર્ગમાં ગયા. યુગાદિનાથને દેહ સ્વેદ-રોગ–મલથી રહિત, સુગંધી, સુંદર આકારવાળો અને સુવર્ણકમલ જે શેભતો હતો (૧), તેમના શરીરના માંસ અને રુધિર ગાયના દૂધની ધારા જેવા ઉજજ્વળ અને દુર્ગધ વિનાના હતા (૨), તેમના આહારનીહારનો વિધિ ચમ ચક્ષુને અગોચર હતો (૩) અને તેમના શ્વાસની ખુશબે વિકસિત થયેલા કુમુદની સુગંધ સરખી હતી (૪). એ ચારે અતિશયર પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયેલા હતા. વજ8ષભનારાજી સંઘયણને ધારણ કરનારા તે પ્રભુ જાણે ભૂમિભ્રંશના ભયથી હોય તેમ મંદમંદ ચાલતા હતા. વયે તેઓ બાળ હતા તો પણ તેઓ ગંભીર અને મધુર ધ્વનિથી બોલતા હતા, કેમકે કેત્તર પુરુષોને શરીરની અપેક્ષાથી જ બાળપણું હોય છે. સમચતુરન્સ સંસ્થાનવાળું પ્રભુનું શરીર, જાણે ક્રીડા કરવાની ઈચ્છાવાળી લીમીની કાંચનમય ક્રીડાવેદિકા હોય ( ૧ શેરડીને સાઠિો. ૨ તીર્થકરને ૩૪ અતિશય પ્રાપ્ત થાય છે તેમાંથી આ ચાર અતિયની પ્રાપ્તિ તો જન્મની સાથે જ થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પર્વ ૧ લું. પરમાત્માની સાથે દેવોની વિવિધ કીડા. તેવું શોભતું હતું. સમાન વયવાળા થઈને આવેલા દેવકુમારની સાથે તેમના ચિત્તની અનુવૃત્તિને અર્થે પ્રભુ રમતા હતા. ક્રીડા કરતી વખતે ધૂળથી ધુસર થયેલા અંગવાળા પ્રભુ ઘુઘરમાળ ધારણ કરેલા તેમજ મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીના બાળક જેવા શોભતા હતા. પ્રભુ જે કાંઈ લીલામાત્રથી ગ્રહણ કરતા તે લઈ લેવાને મોટી ઋદ્ધિવાળા કેઈ દેવ પણ સમર્થ થતો નહીં. જે કઈ દેવ, બળની પરીક્ષા કરવાને માટે પ્રભુની આંગળી ગ્રહણ કરતે તે પ્રભુના શ્વાસના પવનથી તે રેણુની જેમ દૂર જઈને પડત. કેટલાએક દેવકુમારે કંકની પેઠે પૃથ્વી ઉપર આળોટીને પ્રભુને વિચિત્ર કંદુકેથી રમાડતા હતા; કેટલાએક દેવકુમાર રાજશુક થઈને ચાટુકારની પેઠે “જીવે છે, આનંદ પામે, આનંદ પામે, એવા શબ્દો અનેક પ્રકારે બોલતા હતા; કેટલાએક દેવકુમારે સ્વામીને રમાડવા માટે મયૂરરૂપે થઈને કેકાવાણીથી જ સ્વરમાં ગાયન કરી નાચ કરતા હતા, પ્રભુના મનોહર હસ્તકમલને ગ્રહણ કરવાની અને સ્પર્શ કરવાની ઈચ્છાથી કેટલાએક દેવકુમારે હંસરૂપે થઈને ગાંધાર સ્વરે ગાયન કરતા પ્રભુની આસપાસ ફરતા હતા; કેટલાએક પ્રભુના પ્રીતિ ભરેલા દષ્ટિપાતરૂપ અમૃતને પાન કરવાની ઇચ્છાવાળા થઈને તેમની પાસે કૌંચપક્ષીરૂપ થઈ મધ્યમ સ્વરે બોલતા હતા; કેટલાએક પ્રભુના મનની પ્રીતિને માટે કેલિરૂપ થઈ નજીકના વૃક્ષે ઉપર બેસી પંચમ સ્વર કરતા હતા; કેટલાએક પ્રભુના વાહનપણે થઈને પિતાના આત્માને પવિત્ર કરવાની ઈચ્છાથી તુરંગરૂપ થઈ ધૈવત ધ્વનિથી હેવારવ કરતા પ્રભુની પાસે આવતા હતા; કેટલાએક હાથીનું રૂપ ધારણ કરી નિષાદ સ્વરે બોલતા અવમુખ થઈ પિતાની શુંઠેથી ભગવાનના ચરણ સ્પર્શ કરતા હતા કોઈ વૃષભરૂપ થઈ પિતાના શિંગડાથી તટપ્રદેશને તાડન કરતા અને વૃષભ જેવા સ્વરે બોલતા પ્રભુની દૃષ્ટિને વિનોદ કરાવતા હતા; કેઈ અંજનાચલ જેવા મોટા મહિષ બની પરસ્પર યુદ્ધ કરીને પ્રભુને યુદ્ધકીડા બતાવતા હતા; કે પ્રભુના વિનોદને માટે મલ્લરૂપ થઈ પિતાની ભુજાઓનું આસ્ફાલન કરી એક બીજાને અક્ષવાટમાં બોલાવતા હતા; એવી રીતે યોગીઓ જેમ પરમાત્માની ઉપાસના કરે તેમ દેવકુમારે વિવિધ પ્રકારના વિનોદથી નિરંતર પ્રભુની ઉપાસના કરતા હતા. એવી સ્થિતિમાં વર્તતા સતા ઉદ્યાનપાલિકાઓ જેમ વૃક્ષનું લાલન કરે તેમ પંચધાત્રીઓએ પ્રમાદરહિતપણે લાલન કરેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. અંગુષ્ટપાનની અવસ્થા વ્યતીત થયા પછી બીજી અવસ્થાને પ્રાપ્ત થયેલા ગૃહવાસી અUતે સિદ્ધઅન્ન (રાંધેલ અન્ન નું ભજન કરે છે; પરંતુ નાભિનંદન ભગવાન તે ઉત્તરકુરુક્ષેત્રથી દેવતાઓએ લાવેલા કલ્પવૃક્ષનાં ફળે જ આરોગતા હતા અને ક્ષીરસમુદ્રના જળનું પાન કરતા હતા. ગઈ કાલના દિવસની પેઠે બાલ્યવયનું ઉલ્લંઘન કરીને સૂર્ય જેમ દિવસના મધ્યભાગમાં આવે તેમ પ્રભુએ, જેમાં અવયવો વિભક્ત થાય છે એવા યૌવનનો આશ્રય કર્યો. યૌવનાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુના બંને ચરણકમલના મધ્યભાગ જેવા મૃદુ, રક્ત, ઉષ્ણ, કંપરહિત, વેદવર્જિત અને સરખા તળીઓવાળા હતા. જાણે નમેલા પુરુષની પીડાનું છેદન કરવાનું હોયની તેમ તેની અંદર ચકનું ચિહ્ન હતું અને લક્ષ્મીરૂપી હાથિણીને હમેશાં સ્થિર રાખવાને માટે હોય તેવા માળા, અંકુશ અને ધ્વજાનાં ચિહ્ન પણ હતાં. જાણે લક્ષ્મીના લીલાભુવન હોય તેવા પ્રભુના ચરણતળમાં શંખ અને ૧ પ્રિય બેલનારા. ૨ એક અખાડાની ભૂમિ. A - 10 Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પરમાત્માના વિવિધ અંગોનું વર્ણન. સર્ગ ૨ જે. કુંભનું તથા પાનીના ભાગમાં સ્વસ્તિકનું ચિહ્ન હતું. પ્રભુનો પુષ્ટ, ગળાકાર અને સપની ફણા જે ઉન્નત અંગૂઠ વત્સની જેમ શ્રીવત્સથી લાંછિત હતે. વાયુરહિત સ્થાનમાં રહેલા કંપરહિત દીપકની શિખા જેવી, છિદ્રરહિત અને સરલ એવી પ્રભુની આંગળીઓ જાણે ચરણરૂપી કમળનાં પડ્યો હોય તેવી જણાતી હતી. તે અંગુલિતળમાં નંદાવર્તનાં ચિહ્ન શોભતાં હતાં, જેના પ્રતિબિંબ ભૂમિ ઉપર પડવાથી ધર્મપ્રતિષ્ઠા હેતુરૂપ થતાં હતાં. જગત્પતિની દરેક આંગળીના પર્વમાં અધાવાપીઓ સહિત જવનાં ચિહ્નો હતાં, તે જાણે પ્રભુની સાથે જગતની લહમીના વિવાહને માટે ત્યાં વાવ્યા હોય એમ જણાતું હતું. પૃથુ અને ગળાકાર પાની જાણે ચરણકમલનો કંદ હોય તેવી શોભતી હતી; નખો જાણે અંગુષ્ટ અને અંગુલિરૂપી સપની ફણા ઉપર મણિ હોય તેવા શેભતા હતા અને ચરણના ગૂઢ બંને ગુલો, સુવર્ણકમલની કળીની કર્ણિકાના ગલકની શેભાને વિસ્તારતા હતા. પ્રભુના બંને પગનાં તળી ઉપરના ભાગ કાચબાની પીઠની પેઠે અનુક્રમે ઉન્નત, નસે ન દેખાય તેવાં, રૂંવાડાંથી વજિત અને સ્નિગ્ધ કાંતિવાળાં હતાં, ગીર જંઘાઓ (પીડીઓ) રુધિરમાં અસ્થિમગ્ન થઈ ગયેલ હોવાથી પુટ, વર્તુલાકાર અને મૃગજઘાની શોભાને પણ તિરસ્કાર કરનારી હતી. માંસથી પૂરાયેલ અને ગેળ એવા જાનુ, રૂથી પૂરાયેલ ગેળ ઓસીકાની અંદર નાખેલા દર્પણના રૂપને ધારણ કરતા હતા; મૃદુ, અનુપૂર્વપણાથી ઉત્તરોત્તર ચડતા અને સ્નિગ્ધ ઉરુ, કદલીતંભના વિલાસને ધારણ કરતા હતા અને મુશ્ક, હસ્તીની પેઠે ગૂઢ અને સમસ્થિતિવાળા હતા, કારણ કે અશ્વની પેઠે કુલીન પુરુષનું પુરુષચિહ્ન ઘણું જ ગૂઢ હોય છે. તેમની ગુહ્ય ઈદ્રિય, શિરાઓ ન દેખાય તેવી, નહીં ઊંચી નીચી, અશિથિલ, અહસ્વ, અદીર્ઘ, સરલ, મૃદુ, મરહિત અને ગળાકાર હતી, તેમના કોશની અંદર રહેલું પંજર-શીત પ્રદક્ષિણાવર શખમુક્તાને ધારણ કરનાર, અબિભત્સ અને આવર્તાકાર હતું. પ્રભુની કટિ વિશાળ, પુષ્ટ, સ્થૂળ અને ઘણી કઠીન હતી; તેમને મધ્યભાગ સૂકમપણામાં વજીના મધ્યભાગ જેવું જણાતું હતું, તેમની નાભી નદીની ભ્રમરીના વિલાસને ધારણ કરતી હતી અને કુક્ષિના બંને ભાગ સ્નિગ્ધ, માંસલ, કેમલ, સરલ અને સરખા હતા. તેમનું વક્ષસ્થલ સુવર્ણશિલાના જેવું વિશાળ, ઉન્નત, શ્રીવત્સ રત્નપીઠના ચિહવાળું અને લક્ષમીને ક્રીડા કરવાની વદિકાની શોભાને ધારણ કરતું હતું. તેમના બંને સ્કંધ વૃષભની કંઢ જેવા દઢ, પુષ્ટ અને ઉન્નત હતા, તેમની બંને કાખ અલ્પ રેમવાળી, ઉન્નત અને ગંધર્વેદમલથી રહિત હતી. તેમની પુષ્ટ અને કરરૂપી ફણાના છત્રવાળી ભુજાઓ જાનુપર્યત લાંબી હતી, તે જાણે ચંચલ લક્ષમીને નિયમમાં રાખવાને નાગપાશ હોય તેવી જણાતી હતી અને બંને કર નવીન આમ્રપલ્લવ જેવા લાલ તળીઓવાળા, નિષ્કર્મ છતાં કઠોર, સ્વદરહિત, છિદ્રવર્જિત અને જરા ગરમ હતા. પગની પેઠે તેમના હસ્ત પણ દંડ, ચક્ર, ધનુષ, મત્સ્ય, શ્રીવત્સ વજ, અંકુશ, વજ, કમલ, ચામર, છત્ર, શંખ, કુંભ, સમુદ્ર, મંદર, મકર, ઋષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક, દિગ્ગજ, પ્રાસાદ, તેરણ અને દ્વીપ વિગેરે ચિન્હથી અંકિત હતા. તેમના અંગૂઠા અને આંગળીઓ લાલ હાથમાંથી ઉત્પન્ન થયેલા તેથી લાલ અને સરલ હતા, તે જાણે પ્રાંત ભાગમાં માણેકના પુષ્પવાળા કલ્પવૃક્ષના અંકુરા હોય તેવા ૧ ચૈત્યપ્રતિષ્ઠામાં નંદાવનું પૂજન થાય છે તેમ અહીં પણ ધર્મ પ્રતિષ્ઠાનું એ ચિદ સમજવું. ૨ ઘુંટીએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માને વિવિધ અંગોનું વર્ણન , ૭૫ જણાતા હતા. અંગુઠાના પૂર્વ ભાગમાં યશરૂપી ઉત્તમ અશ્વને પુષ્ટિ કરવાના કારણરૂપ યવના ચિહ્નો સ્પષ્ટપણે શોભતા હતા. આંગળીઓના ઉપલા ભાગમાં પ્રદક્ષિણવત્તના ચિહ્નો હતા, તે સર્વ સંપત્તિને કહેનારા એવા દક્ષિણવત્ત શંખપણાને ધારણ કરતા હતા. તેમના કરકમળના મૂળ ભાગમાં ત્રણ રેખાઓ શોભતી હતી, તે જાણે કષ્ટથી ત્રણ જગતને ઉદ્ધાર કરવાને માટેજ કરી હોય તેવી જણાતી હતી. તેમને ગળાકાર, અદીર્ઘ તેમજ ત્રણ રેખાથી પવિત્ર થયેલે ગંભીર ધ્વનીવાળો કંઠ શંખની તુલ્યતાને ધારણ કરતે હતે. નિર્મળ વતલ અને કાંતિના તરંગવાળું મુખ જાણે કલંકરહિત બીજે ચંદ્ર હોય તેવું શોભતું હતું. બંને કપાળ, કમળ, સ્નિગ્ધ અને માંસથી ભરપૂર હતા, તે જાણે સાથે નિવાસ કરનારી વાણુ અને લક્ષમીના સુવર્ણના બે દર્પણ હોય તેવા જતા હતા અને અંદરના આવર્તથી સુંદર તથા સ્કંધપર્યત લાંબા બંને કર્ણ જાણે તેમના મુખની કાંતીરૂપી સિંધુનાં તીર ઉપર રહેલી બે છીપ હોય તેવા જણાતા હતા; બિંબફળની જેવા રકત તેમના હેઠ હતા, ડેલરની કળી જેવા બત્રીશ દાંત હતા અને અનુક્રમે વિસ્તારવાળી તથા ઉન્નત વંશના જેવી તેમની નાસિકા હતી. તેમની હડપચી પુષ્ટ, ગોળાકાર, કેમલ અને સમ હતી, તથા તેમાં શ્મશ્રને ભાગ શ્યામ, ઘણે ઘાટે, સિનગ્ધ અને કેમળ હતે. પ્રભુની જીહા નવીન અને કલ્પવૃક્ષના પ્રવાલ જેવી લાલ, કમળ, અતિ સ્થળ નહીં તેવી અને દ્વાદશાંગ આગમના અર્થને પ્રસવનારી હતી. તેમના લેચન અંદર કૃષ્ણ તથા વેળા અને પ્રાંતભાગમાં લાલ હતા, તેથી જાણે નીલમણિ, સ્ફટિકમણિ અને શેણમણિથી રચેલા હાય તેવા જણાતા હતા, તે નેત્ર કર્ણ સુધી પહોંચેલા (લાંબા) અને કાજલના જેવી ( શ્યામ પાંપણવાળા હતા, તેથી જાણે લીન થયેલા ભ્રમરવાળા વિકસ્વર કમલ હોય તેવા જણાતા હતા. તેમના શ્યામ અને વક્ર ભવાં દષ્ટિરૂપી પુષ્કરણના તીરમાં ઉત્પન્ન થયેલી લતાની શોભાને ધારણ કરતા હતા; વિશાળ, માંસલ, ગેળ, કઠિન, કમળ અને સરખું એવું લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું શોભતું હતું અને મૌલિભાગ અનુક્રમે ઉન્નત હતો, તેથી અમુખ કરેલા છત્રની તુલ્યતા ધારણ કરતા હતા. જગદીશ્વરપણાને સૂચવનારા પ્રભુના મૌલિછત્ર ઉપરના રહેલ ગોળાકાર અને ઉન્નત ઉષ્ણય કળશની શેભાને આશ્રય કરતું હતું અને વાંકડા, કેમલ, સ્નિગ્ધ અને ભ્રમરના જેવા કાળા-મસ્તક ઉપરના કેશ યમુના નદીના તરંગ જેવા શોભતા હતા, પ્રભુના શરીર ઉપર જાણે સુવર્ણના રસથી લીધેલી હોય તેવી ગરૂચંદનના જેવી ગૌર, સ્નિગ્ધ અને સ્વચ્છ ત્વચા શોભતી હતી, અને કેમલ, જામરના જેવી શ્યામ, અપૂર્વ ઉદ્દગમવાળી અને કમલતંતુ જેવી ઝીણી રૂંવાટી શોભતી હતી. એવી રીતે રત્નથી રત્નાકરની જેમ નાના પ્રકારના અસાધારણ લક્ષણેથી લક્ષિત એવા તે પ્રભુ કેને સેવવા ગ્ય ન હોય? અર્થાત્ સુર, અસુર અને મનુષ્ય સર્વેએ સેવવા યેગ્યા હતા. ઈદ્ર તેમને હસ્તાવલંબન આપતા હતા, યક્ષે ચામર વીંઝતા હતા, ધરણેન્દ્ર તેમને દ્વારપાળ થતું હતું, વરુણ છત્ર ધરત હતું, “ઘણું જી, ઘણું છે ? એમ બોલતા અસંખ્ય દેવતાઓ તેમની તરફ વિંટાઈને રહેતા હતા, તથાપિ કાંઈ પણ ગર્વ નહિ ધારણ કરતા એવા જગત્પતિ યથાસુખ વિહાર કરતા હતા. બલિ ઈદ્રના ઉલ્લંગમાં ચરણ મૂકી અને ચમરેન્દ્રના ઉત્સગરૂપ પલંગમાં પોતાના દેહને ઉત્તરભાગ મૂકી દેવતાઓએ Page #100 -------------------------------------------------------------------------- ________________ યુગલિક પુરુષનું અપમૃત્યુ સગર જે લાવેલા આસન ઉપર બેઠેલા અને બંને હાથમાં હસ્તશાટક ( રૂમાલ) રાખનારી અપ્સરાઓએ ઉપાસના કરેલા પ્રભુ ઘણી વખત અનાસકતપણે દિવ્ય સંગીત જોતા હતા. એક દિવસ બાળપણ ગ્ય-પરસ્પર ક્રીડા કરતું કેઈ યુગલીઆનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું, તે વખતે દુર્દેવના યુગથી તાડવૃક્ષનું મોટું ફળ તેમનાં પુરુષની ઉપર તૂટીને પડયું. કાકતાલીય ન્યાય પ્રમાણે મસ્તક ઉપર પ્રહાર થતાં તે બાળક પુરુષ અપમૃત્યુથી પંચત્વ પામી ગયે; એ બનાવ આ પ્રથમ જ બન્યો. અપકષાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયે, કેમકે અ૫ભારને લીધે તુલા પણ આકાશમાં જાય છે. પૂર્વે મહાપક્ષીઓ પોતાના માળાના કાષ્ઠની પેઠે યુગલિયાના મૃત શરીરને ઉપાડીને સમુદ્રમાં નાખી દેતા હતા, પણ હાલ તે અનુભાવને નાશ થયે હતું, તેથી તે કલેવર ત્યાં જ પડયું રહ્યું; કારણ કે અવસર્પિણી કાળને અભાવ અવસર્ષણ થતું હતું (આગળ વધતો હતો). તે જેડામાં બાલિકા હતી. તે સ્વભાવથી મુગ્ધપણુ વડે શેભતી હતી. પિતાના સહવાસી બાળકને નાશ થવાથી જાણે વિકીત થતાં અવશેષ રહેલી હોય તેમ તે ચપલ નેત્રવાળી બાળા ત્યાં જ બેસી રહી. પછી તેના માતાપિતા તેને ત્યાંથી લઈ જઈ ઉછેરવા લાગ્યા અને તેનું સુનંદા એવું નામ પાડયું. કેટલેક દિવસે તેના માતાપિતા મૃત્યુ પામી ગયા; કારણ કે જુગલીઆઓ અપત્ય થયા પછી માત્ર અમુક દિવસ સુધી જ જીવે છે. માતાપિતાનું મૃત્યુ થતાં તે ચપલલચના બાલિકા હવે શું કરવું? તે વિચારમાં જડ થઈ ગઈ અને ટેળભ્રષ્ટ થયેલી મૃગલીની પેઠે વનમાં એકલી ભમવા લાગી. સરલ આંગલીરૂપી પત્રવાળા ચરણોથી પૃથ્વી ઉપર પગલાં ભરતી તે જાણે પૃથ્વી ઉપર વિકસ્વર કમલોને આપણુ કરતી હોય તેવી જણાતી હતી. તેની બન્ને જંઘા જાણે કામદેવના સુવર્ણ ખચિત ભાથાં હોય તેવી શોભતી હતી. અનુક્રમે વિશાળ અને ગળાકાર તેના બંને સાથળ હસ્તીની શુંઢ જેવા દેખાતા હતા. ચાલતી વખતે તેના પુષ્ટ અને ભારે નિતંબ કામદેવરૂપી ઘતકારે નાખેલા સુવર્ણના સોગઠાના વિલાસને ધારણ કરતા હતા. મુઠમાં આવે તેવા અને જાણે કામદેવને આકર્ષ હોય તેવા મધ્યભાગથી તથા કામદેવની કીડાવાપી હોય તેવી સુંદર નાભિથી તે ઘણું શોભતી હતી. તેના ઉદરમાં ત્રિવલીરૂપ તરંગે રહેલા હતા, તેથી જાણે પિતાના રૂપવડે ત્રણ જગતને જય કરવાથી તે ત્રણ જયરેખાઓને ધારણ કસ્તી હોય તેવી જણાતી હતી. જાણે રતિપ્રીતિના બે ક્રીડાપર્વત હોય તેવા તેનાં સ્તન હતાં, અને જાણે રતિપ્રીતિના હિંડળની બે યષ્ટિઓ હોય તેવી તેની ભુજલતાઓ શોભતી હતી. તેને ત્રણ રેખાવાળે કંઠ શંખના વિલાસને હરણ કરતો હતો. હેઠવડે તે પાકેલા બિંબફળની કાંતિને પરાભવ કરતી હતી અને અધરરૂપી છીપની અંદર રહેલા મુક્તાફળરૂપ દાંતથી તથા જાણે નેત્રરૂપ કમલનું નાળ હોય તેવી નાસિકાથી તે ઘણું મન હર લાગતી હતી. તેના બંને ગાલ જાણે લલાટની સ્પર્ધા કરતા હોય તેમ અર્ધચંદ્રની શોભાને ચારતા હતા અને સુખરૂપી કમલમાં લીન થયેલા જાણે ભમરા હોય તેવા તેને સુંદર કેશ હતા. સર્વ અંગે સુંદર અને પુણ્ય લાવણ્યરૂપી અમૃતની નદીરૂપ તે બાળા વનદેવીની પેઠે વનની અંદર ફરતી જતી હતી. તે એકલી મુગ્ધાને જોઈ કિંકત્તવ્યમાં જડ થયેલા કેટલાએક યુગલીઆઓ તેને નાભિરાજા પાસે લાવ્યા. શ્રી નાભિરાજાએ “આ ઋષભની ધર્મપત્ની થાઓ” ૧ અકાળ મૃત્યુથી. ૨ વેચાતાં. ૩ ક્રીડા કરવાની વાવડી. ૪ શું કરવું તેના વિચારમાં. Page #101 -------------------------------------------------------------------------- ________________ وق પર્વ ૧ લું. વિવાહ સંબંધી ઈંદ્રની વિજ્ઞપ્તિ. એમ કહી નેત્રરૂપી કુમુદને ચાંદની સમાન તે બાળાને સ્વીકાર કર્યો. ત્યાર પછી એકદા સૌધર્મક, પ્રભુના વિવાહ સમયને અવધિજ્ઞાનથી જાણીને ત્યાં આવ્યા, અને જગત્પતિના ચરણમાં પ્રણામ કરી તેમની આગળ પાળાની પેઠે ઊભા રહી અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી–“હે નાથ ! જે અજ્ઞ માણસ જ્ઞાનના નિધિરૂપ એવા સ્વામીને પિતાના વિચારથી વા બુદ્ધિથી કેઈ કાર્યમાં પ્રવર્તાવે છે તે ઉપહાસના સ્થાનરૂપ થાય છે, પણ હમેશાં સ્વામી પિતાના ભત્યને ઘણું પ્રસાદથી જુએ છે, તેથી તેઓ કઈ વખત સ્વચ્છંદતાથી પણ બેસી શકે છે, તેમાં પણ જે પિતાના સ્વામીને અભિપ્રાય જાણીને બેલે છે તે ખરા સેવકે કહેવાય છે. હે નાથ ! હું આપનો અભિપ્રાય જાણ્યા સિવાય કહું છું, તેથી આપ મારા ઉપર અપ્રસાદ કરશે નહીં. હું જાણું છું કે આપ ગર્ભાવસથી જ વીતરાગ છે અને અન્ય પુરુષાર્થની અપેક્ષા નહીં હોવાથી ચેથા પુરુષાર્થ (મોક્ષ) ને માટે જ સજજ થયેલા છે; તથાપિ હે નાથ ! મોક્ષમાર્ગની પેઠે લોકોને વ્યવહારમાર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાને છે, તેથી તે લોકવ્યવહારના પ્રવર્તન માટે હું આપનો પાણિગ્રહણ મહોત્સવ કરવાની ઈચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઓ ! હે સ્વામિન્ ! ભુવનમાં ભૂષણરૂપ, રૂપવતી અને આપને એગ્ય એવી સુનંદા અને સુમંગલા ને પરણવાને આપ યોગ્ય છે.” તે સમયે :વામી પણ અવધિજ્ઞાનવડે પિતાને ત્રાશી લાખ પૂર્વ સુધી ભેગવવાનુ દેઢ ભેગકર્મ છે અને તે અવશ્ય ભેગવવું જ પડશે, એમ જાણું મસ્તક ધુણાવી સાયંકાળના કમલની પેઠે અધમુખ થઈને રહ્યા. ઈંદ્ર સ્વામીને અભિપ્રાય જાણુને વિવાહકમના આરંભને માટે તત્કાળ દેવતાઓને ત્યાં લાવ્યા. ઇંદ્રના હુકમથી તેના આભિગિક દેવતાઓએ જાણે સુધર્મા સભાને અનુજ (નાને ભાઈ) હેય તે એક સુંદર મંડપ ત્યાં ર. તેમાં આપણે કરેલા સુવર્ણ, માણેક અને રૂપાના તંભેમેરુ, રોહણાચલ અને વૈતાઢવ્ય પર્વતની ચૂલિકા જેવા શેભતા હતા. તેમાં મૂકેલા સુવર્ણમય ઉદ્યોતકારી કુંભે જાણે ચક્ર વતીના કાંકણીરત્નનાં મંડલે હોય તેવા શોભતા હતા અને ત્યાં સૂવર્ણવેદિકાઓ પોતાના પ્રસરતા કિરણોથી જાણે બીજા તેજને સહન નહીં કરવાથી સૂર્યના તેજને આક્ષેપ કરતી હોય તેવી જણાતી હતી. તેમાં પ્રવેશ કરનારાઓ મણિમય શિલાની ભીંતેમાં પ્રતિબિંબિત થઈ ઘણું પરિવારવાળા જણાતા હતા. રત્નના સ્તંભ ઉપર પૂતળીઓ નૃત્ય કરવાથી શ્રાંત થયેલી નર્તકીઓના જેવી શોભતી હતી. તે મંડપની દરેક દિશાએ સંતાનવૃક્ષ (કલ૫વૃક્ષ) નાં તેણે કર્યા હતાં, તે જાણે કામદેવે તૈયાર કરેલા ધનુષ્યો હોય તેવા શોભતા હતા અને સ્ફટિકના દ્વારની શાખા ઉપર નીલમણિ તોરણે રચ્યા હતા, તે શરઋતુની મેઘમાલામાં રહેલી પિપટની પંક્તિઓના જેવા સુંદર લાગતા હતા. કેઈ ઠેકાણે સ્ફટિકથી બાંધેલી ભૂમિ ઉપર નિરંતર કિરણે પડવાથી તે મંડપ ક્રીડા કરવાની અમૃત સરસીનાર વિલાસને વિસ્તાર હતો, કેઈઠેકાણે પદ્મરાગ મણિની શિલાઓના કિરણે પ્રસરતા તેથી તે કસુંબી અને વિસ્તારવાળા દિવ્ય વસ્ત્રોના સંચયવાળો દેખાતો હતે, કઈ ઠેકાણે નીલમણિની શિલાઓના ઘણા મનોહર કિરણેના અંકુરો પડવાથી તે જાણે ફરીથી વાવેલા માંગલિક વાંકુરવાળો હોય તે શોભત હતો અને કેઈ ઠેકાણે મરક્તમય પૃથ્વીના કિરણો અખંડિત પડતા હતા તેથી તે ત્યાં ૧ અજ્ઞાની. ૨ અમૃત-તલાવડી. Page #102 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણની તૈયારીઓ, સગ ૨ જે. લાવેલા લીલા અને મંગળમય વંશની શંકાને ઉત્પન્ન કરાવતું હતું. તે મંડપમાં ઉપર ત દિવ્ય વસ્ત્રને ઉલેચ (ચંદર) હતો તે જાણે તેના મિષથી આકાશગંગા કૌતુક જેવાની ઇચ્છાથી ત્યાં આવી હોય તેમ જણાતું હતું અને ચંદરવાની તરફ થંભે ઉપર મોતીની માળાઓ લટકાવેલી હતી, તે જાણે આઠ દિશાઓના હર્ષના હાસ્ય હોય તેવી જણાતી હતી. મંડપના મધ્ય ભાગમાં દેવીઓએ રતિના નિધાનરૂપ રત્નકળશની આકાશ સુધી ઊંચી ચાર શ્રેણીઓ સ્થાપના કરી હતી. તે ચાર શ્રેણિના કુંભને ટેકે આપનારા લીલા વાંસે વિશ્વને ટેકે આપનારા સ્વામીના વંશની વૃદ્ધિને સૂચવતા હતા. તે સમયે–“હે રંભા ! માળાને આરંભ કર, હે ઉર્વશી ! દૂર્વા તૈયાર કર, વૃતાચિ ! વરને અર્થ દેવાને માટે ઘી અને દધિ વગેરે લાવ, હે મંજુષા ! સખીઓને ધવલ મંગળ સુન્દર રીતે ગવરાવ, હે સુગધે! તું સુગંધી વસ્તુઓ તયાર કર, હે તિજોત્તમા ! દ્વારદેશમાં ઉત્તમ સાથિયા કર, હે મેના ! તું આવેલા લોકોને યોગ્ય આલાપની રચનાથી સન્માન આપ, હે સુકેશિ ! વધુ અને વરેને માટે કેશાભરણ તૈયાર કર, હે સહજન્યા ! જન્યયાત્રા (જાન) માં આવેલા પુરુષોને સ્થાન બતાવ, હે ચિત્રલેખા ! માતૃભુવનમાં વિચિત્ર ચિત્ર આલેખ, હે પૂર્ણિમેં ! તું પૂરું પાત્ર શીવ્ર તૈયાર કર, હે પુંડરીક ! તું પુંડરીકથી પૂર્ણ કુંભોને શણગાર, હે અશ્લોચા ! તું વરમાંચીને યેગ્ય સ્થાનમાં સ્થાપન કર, હે હંસપાદિ! તુ વધૂવરની પાદુકાને સ્થાપન કર, હે પુંજિકસ્થલા ! તું શીવ્ર વેદિકા ગેમયથી લીપ, હે રામા ! તું બીજે કેમ રમે છે ? હે હેમા ! તું સુવર્ણને કેમ જુએ છે ? હે દ્વતસ્થલા! તું જાણે ગાંડી થઈ હોય તેમ વિસંસ્થૂલ કેમ થઈ ગઈ છે ? હે મારીચિ ! તું શું વિચાર કરે છે? હે સુમુખિ ! તું ઉભુખી કેમ થઈ છે ? હે ગાંધવિ ! તું આગળ કેમ નથી રહેતી ૧ હે દિયા ! તું ફેગટ કીડા કેમ કરે છે ? હવે લગ્નસમય નજીક આવે છે તેથી પિોતપોતાના વિવાહચિત કાર્યમાં સર્વ રીતે ઉતાવળ કરે.” આ પ્રમાણે અપ્સરાઓના પરસ્પર એક બીજાના નામ આપી સરસ કલાહલ થવા લાગ્યો. પછી કેટલીએક અપ્સરાઓએ સુનંદા અને સુમંગલાને મંગલસ્નાન કરાવવાને માટે આસન ઉપર બેસાર્યા. મધુર ધવળમંગળ ગાતાં ગાતાં પ્રથમ તેમને સર્વ અંગે સલથી અત્યંગ કર્યું, પછી જેની રજના પંજથી પૃથ્વી પવિત્ર થયેલી છે એવી તે બન્ને કન્યાએને સૂક્ષ્મ પીઠીથી તેઓએ ઉદ્વર્તન કર્યું. જાણે તેમના અંગમાં લીન થયેલા નવ અમૃત કુંડ હેય તેમ તેમના બંને ચરણ, બંને હાથ, બંને જાનુ, બંને ખભા અને એક કેશમાં એમ નવ શ્યામ તિલક કર્યા અને ત્રાકમાં રહેલા કસુંબાના સૂત્રોથી તેમના સવ્ય અને અપસવ્ય અંગમાં જાણે સમાચતુરન્સ સંસ્થાનને તપાસતી હોય તેમ તેઓએ સ્પર્શ કર્યો. એવી રીતે અપ્સરાઓએ સુંદર વર્ણવાળી તે બાળાઓને ધાત્રીઓની પેઠે પ્રયત્ન વડે તેમને ચાપલ્યપણાથી વારતી હોય તેમ વર્ણકમાં નાંખી. હર્ષથી ઉન્મત્ત થયેલી તે અપ્સરાઓએ વર્ણકનું જાણે સદર હેાય તેવું ઉદ્વર્ણક પણ તે જ વિધિથી કર્યું. પછી જાણે પિતાની કુલદેવતા હોય તેમ તેઓને બીજા આસન ઉપર બેસારીને સુવર્ણકુંભના જળથી ૧. વણકમાં નાંખી એટલે પીઢીવાળી કરી. પીઠીયાતા કર્યા પછી બહાર જવાતું નથી, તેથી અપ્સ રાએ તેમને ચપલપણાથી રોકનારી ધાત્રીએ હોલની ! એવી કવિએ ઉભેક્ષા કરી છે, Page #103 -------------------------------------------------------------------------- ________________ o પર્વ ૧ લું. પાણિગ્રહણ મહોત્સવ. સ્નાન કરાવ્યું; ગંધકષાયી વસ્ત્રથી તેમનું અંગ લુંછયું અને કેમળ વસ્ત્રથી તેમના કેશ વેષ્ટિત કર્યા. પછી હીરવાણું વસ્ત્રો પહેરાવી બીજા આસન ઉપર બેસારી, તેમના કેશમાંથી મિતીની વૃષ્ટિના ભ્રમને કરાવતું જળ ખેરવી નાખ્યું અને સ્નિગ્ધ ધૂમ્રરૂપી લત્તાથી જેમની શોભા વૃદ્ધિ પામેલી છે એવા તેમના જરા આદ્રકેશ દિવ્ય ધૂપથી ધુપિત કર્યા. ગૌરિક ધાતુ (ગે) થી જેમ સુવર્ણને લેપન કરે તેમ તે સ્ત્રીરત્નના અંગને સુંદર અંગરાગથી લિપ્ત કર્યું અને તેમની ગ્રીવા, ભુજાના અગ્રભાગ, સ્તન અને ગાલ ઉપર જાણે કામદેવની પ્રશસ્તિ હોય તેવી પન્નવલુર આલેખી. જાણે રતિદેવને ઉતરવાનું નવીન મંડળ હોય તેવા તેમના લલાટમાં ચંદનનું સુંદર તિલક કર્યું. તેમના નેત્રે નીલકમળના વનમાં આવતાં ભ્રમરના જેવા કાજળથી શણગાર્યા અને જાણે કામદેવે પિતાના આયુ રાખવાને શસ્ત્રાગાર કર્યું હોય તેમ તેઓને અંડે વિકાસ પામેલા પુષ્પની માળા ગુંથીને બાંધે. પછી ચંદ્રમાનાં કિરણોને તિરસ્કાર કરનારા અને લાંબા છેડાવાળાં વિવાહવો (પાનેતર વગેરે) તેમને પહેરાવ્યાં. પૂર્વ અને પશ્ચિમ દિશાના મસ્તક ઉપર જેમ સૂર્ય અને ચંદ્ર રહે તેમ તેઓના મસ્તક ઉપર વિચિત્ર મણિથી દેદીપ્યમાન થયેલા બે મુગટે ધારણ કરાવ્યા. તેમના બંને કર્ણમાં, પોતાની શોભાવડે રત્નોથી અંકુરિત થયેલી મેરુપર્વતની પૃથ્વીના સર્વ ગર્વને ચારતા એવા મણિમય અવતંસ આપણું કર્યા. કર્ણલતાની ઉપર નવીન પુષ્પગુચ્છની શોભાને વિડંબના કરનારા મોતીના દિવ્ય કુંડળે પહેરાવ્યાં. કંઠમાં વિચિત્ર માણેકની કાંતિથી આકાશને પ્રકાશમાન કરનારા અને સંક્ષેપ કરેલાં ઈંદ્રધનુષની લહમીને હરનારા પદક પહેરાવ્યા. ભુજા ઉપર કામદેવના ધનુષમાં, બાંધેલા વીરપટ્ટની જેવા શોભતા રત્નમંડિત બાજુબંધ બાંધ્યા. તેમના સ્તનરૂપ તટ ઉપર તે સ્થળે ચડતી–ઉતરતી નદીના ભ્રમને કરાવનારે હાર પહેરાવ્યું. તેમના હાથે મતીનાં કંકણે આપ્યાં, તે જાણે જળલતાની નીચે જળથી શોભી રહેલા કયારા હોય તેવા શોભવા લાગ્યા. જેમાં ઘુઘરીઓની શ્રેણિઓ ઘમકાર કરી રહી છે એવી મણિમય કટિમેખલા તેમના કટિ ભાગમાં બાંધી, તે જાણે રતિદેવીની મંગલપીઠિકા હોય તેવી શોભવા લાગી અને જાણે તેમના ગુણને કહેતા હોય તેવા ઝણઝણકાર કરતા રત્નમય ઝાંઝરે તેમના ચરણમાં આરોપણ કર્યા. એવી રીતે બને બાળાઓને તૈયાર કરી, દેવીઓએ તેમને તેડી માતૃભુવનની અંદર સુવર્ણના આસન ઉપર બેસારી. તે વખતે ઈદ્ર આવીને વૃષભ લંછનવાળા પ્રભુને વિવાહ માટે તૈયાર થવાને આગ્રહથી વિજ્ઞપ્તિ કરી. લોકોને વ્યવહારની સ્થિતિ બતાવવી ગ્ય છે અને મારે ભાગ્યકર્મ અવશ્ય ભોગવવું પડે તેમ છે.” એમ વિચારી પ્રભુએ ઇંદ્રની વિનતિ માન્ય કરી. એટલે વિધિને જાણનારા ઈંદ્ર પ્રભુને સ્નાન કરાવી, વિલેપન કરી આભૂષણેથી યથાવિધિ શણગાર્યા. પછી પ્રભુ દિવ્ય વાહનમાં બેસી વિવાહમંડપ તરફ ચાલ્યા એટલે ઈંદ્ર છડીદારની પેઠે આગળ ચાલવા લાગ્યા, અપ્સરાઓ બંને બાજુએ લવણ(લુણ) ઉતારવા લાગી, ઇંદ્રાણીઓ શ્રેયકારી ધવળમંગળ ગાવા લાગી, સામાનિક દેવીએ ઓવારણું લેવા લાગી અને ગંધર્વો તત્કાળ થયેલા હર્ષથી વાજિંત્ર વગાડવા લાગ્યા. એવી રીતે દિવ્ય વાહનમાં બેસીને મંડપદ્વાર સમીપે આવ્યા એટલે પોતે જ વિધિ જાણનારા એવા પ્રભુ સમુદ્રની વેલા જેમ પોતાની મર્યાદાભૂમિએ આવીને અટકે તેમ વાહનમાંથી ઉતરીને વિવાહમંડપના દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. ઈ પ્રભુને હાથને ટેકે Page #104 -------------------------------------------------------------------------- ________________ પાણિગ્રહણ-મહત્સવ સગ ૨ જે. આપ્યો હતો તેથી તે વખતે વૃક્ષને ટેકે લઈ રહેલ હસ્તી શોભે તેમ પ્રભુ શોભવા લાગ્યા. તરત જ મંડપની સ્ત્રીઓમાંથી કેઈએ અગ્નિ અને લવણ અંદર હોવાથી તડતડાટ શબ્દ કરતું એક સરાવસંપુટ દ્વારના મધ્યભાગમાં મૂકયું ! કઈ સ્ત્રીએ પૂર્ણિમા જેમ ચન્દ્રને ધારણું કરે તેમ દુર્વા વિગેરે મંગળ પદાર્થો વડે લાંછિત કરેલો રૂપાનો થાળ પ્રભુની આગળ ધર્યો અને એક સ્ત્રી કસુંબી વસ્ત્ર પહેરીને, જાણે પ્રત્યક્ષ મંગળ હોય એવા પંચ શાખે યુક્ત રવૈયાને ઊંચે કરીને અર્થે આપવા માટે ઊભી રહી. “હે અર્થ આપનારી ! આ અર્થ આપવા લાયક વરને અધ્ય આપ, ક્ષણવાર માખણ ઉડાડ, સમુદ્રમાંથી જેમ અમૃત ફેંકે તેમ થાળમાંથી દધિ લઈને ફેંક, હે સુંદરિ ! નંદનવનમાંથી લાવેલા ચંદનરસને તૈયાર કર, ભદ્રશાળ વનની પૃથ્વીમાંથી મંગાવેલી દુર્વા હર્ષથી આણી આપ, કારણ કે એકઠા થયેલા લોકેના નેત્રની શ્રેણિવડે જંગમ તરણ થયું છે જેમને એવા અને ત્રણ લોકમાં ઉત્તમ એવા આ વરરાજા તોરણદ્વારમાં ઊભા રહ્યા છે, તેમના દેહને ઉત્તરીય વસ્ત્રના અંતરપટથી આચ્છાદિત કર્યો તેથી ગંગાનદીના તરંગમાં અંતરિત થયેલા યુવાન રાજહંસની જેવા જણાવા લાગ્યા. “હે સુંદરિ ! વાયુથી પુષ્પ ખરી પડે છે અને ચંદન સુકાઈ જાય છે, માટે એ વરને હવે દ્વારમાં ઘણીવાર રોકી ન રાખ.” એવી રીતે દેવતાઓની સુંદરીઓ ધવલમંગળ ગાતી હતી તે વખતે તેણું (કસુંબી વસ્ત્ર ધારણ કરી મથનદંડ–રવે લઈને ઊભી રહેલી સ્ત્રી)એ ત્રિજગને અર્થ આપવા એવા વરરાજાને અર્થે આ અને શોભાયમાન રક્ત હેઠવાળી તે દેવીએ ધવળમંગલની પેઠે શબ્દ કરતા પિતાના કંકણ સહિત હાથે ત્રિજગત્પતિના ભાલને ત્રણ વાર રવૈયાથી ચુંબન કર્યું. પછી પ્રભુએ પિતાની વામપાદુકાવડે હીમકપૂરની લીલાથી અગ્નિ સહિત સરાવસંપુટને ચૂર્ણ કરી નાખ્યું અને ત્યાંથી અધ્ય દેનારી દેવીએ કંઠમાં કસુંબી વસ્ત્ર નાખીને ખેંચેલા પ્રભુ માતૃભુવનમાં ગયા. ત્યાં કામદેવનો જાણે કંદ હોય તેવા મદનફળ ( મિંઢળ)થી શોભતું હસ્તસૂત્ર વધૂવરને હાથે બાંધવામાં આવ્યું. કેશરીસિંહ જેમ મેરુપર્વતની શિલા ઉપર બેસે તેમ વરરાજાને માતૃદેવીઓની આગળ ઊંચા સુવર્ણના સિંહાસન ઉપર બેસાર્યા. સુંદરીઓએ સમીવૃક્ષ અને પીપળાની ત્વચાનું ચૂર્ણ કરીને તેનો લેપ બંને કન્યાના હાથમાં કર્યો, તે જાણે કામદેવરૂપી વૃક્ષનો દેહદ પૂર્યો હોય તેમ જણાતું હતું. જ્યારે શુભ લગ્નને ઉદય થયે અર્થાત્ બરાબર લગ્ન સમય થયો ત્યારે સાવધાન થયેલા પ્રભુએ હસ્તલેપવાળા તે બંને બાળાને હસ્ત પિતાના હસ્તથી ગ્રહણ કર્યા. તે વખતે કે જળના કયારામાં જેમ શાળનું બીજ રોપે તેમ હસ્તલેપવાળા તે બંનેના હસ્તસંપુટમાં એક મુદ્રિકા નાંખી. પ્રભુના બંને હાથ તે બંનેના હાથ સાથે મળતાં, બે શાખામાં લગ્ન થયેલી બે લતાવડે જેમ વૃક્ષ શોભે તેમ તેઓ ભવા લાગ્યા. સરિતાઓના જળ જેમ સમુદ્રમાં મળે તેમ તે સમયે વધૂવરની દષ્ટિ પરસ્પર તારામલક પર્વમાં મળવા લાગી. વાયુ વિનાના જળની પેઠે નિશ્ચળ થયેલી દષ્ટિ દૃષ્ટિની સાથે અને મન મનની સાથે પરસ્પર જોડાઈ ગયા અને એક બીજાના નેત્રની કીકીઓમાં તેઓ પરસ્પર પ્રતિબિંબિત થયા. તે જાણે પરસ્પર અનુરાગથી એક બીજાના હૃદયમાં પેઠા હોય તેમ જણાવા લાગ્યા. એ વખતે વિધુત્રભાદિક ગજદંતા જેમ એની પાસે રહે તેમ સામાનિક દેવતાઓ ભગવાનની પાસે અનુવર (અણુવર) થઈને રહ્યા હતા. કન્યા તરફની જે સ્ત્રીઓ મશ્કરી કરવામાં ચતુર હતી તેમણે અનુવર ઉપર કૌતધવલ ગાવાને આ પ્રમાણે આરંભ – જ્વરવાળે માણસ જેમ સમુદ્રને શોષણ Page #105 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ પાણિગ્રહણ-મહત્સવ. કરવાની શ્રદ્ધાવાળે હોય તેમ લાડવા ખાવાને આ અણવર ક્યા મનથી શ્રદ્ધાળુ થયું છે ? કૂતરે જેમ કાંદા ઉપર તેમ માંડા ઉપર અખંડ દષ્ટિ રાખનાર આ અનુવર કયા મનથી પૃહા કરે છે? જન્મથી માંડીને જાણે પૂર્વે કેઈ વખત દીઠા ન હોય તેમ રાંકના બાળકની પેઠે વડાં ખાવાને આ અનુવર કયા મનથી લલચાય છે? મેઘમાં જેમ ચાતક અને પૈસામાં જેમ યાચક તેમ સોપારીમાં આ અનુવર કયા મનથી ઈચ્છા કરે છે ? જેમ વાછડો ઘાસમાં શ્રદ્ધાળુ થાય તેમ આ અનુવર આજે કયા મનથી તાંબૂલપત્રમાં શ્રદ્ધાળુ થયે છે ? માખણના પિંડ ઉપર જેમ બિલાડો લંપટ થાય તેમ આ અનુવર કયા મનથી ચૂર્ણ ઉપર ટાંપી રહ્યો છે ? કયારાના કાદવ ઉપર જેમ પાડે શ્રદ્ધા રાખે તેમ વિલેપન (અત્તર વિગેરે)માં આ અનુવર ક્યા મનથી શ્રદ્ધા રાખે છે ? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર પ્રીતિ રાખે તેમ આ અનુવર પુષ્પમાળની ઉપર ચપળ લોચન કરી કયા મનથી શ્રદ્ધા બાંધે છે ?' આવા કૌતુકળવળને કૌતુકથી ઊંચા કાન અને મુખ કરીને સાંભળનારા દેવતાઓ જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેવા થઈ ગયા. લેકને વિષે આ વ્યવહાર બતાવ ગ્ય છે એમ ધારીને વિવાદમાં નીમા. યેલા મધ્યસ્થ માણસની જેમ પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા. પછી મોટા વહાણની સાથે જેમ બે નાવિકાઓ બાંધે, તેમ જગત્પતિના છેડા સાથે બંને વધૂના વસ્ત્રના છેડા ઈંદ્ર બાંધ્યા. આભિગિક દેવતાની પેઠે ઇદ્ર પિતે ભક્તિથી પ્રભુને કંટી ઉપર તેડી વેદીગૃહમાં લઈ જવા ચાલ્યા, એટલે બે ઇંદ્રાણીઓએ આવી તત્કાળ બંને કન્યાને કટી ઉપર તેડી અને હથે. વાળ છૂટો પાડ્યા સિવાય સ્વામીની સાથે જ ચાલી. ત્રણ જગતના શિરે રત્નરૂપ તે વધૂવરે પૂર્વ દ્વારથી વેરીવાળા સ્થાનની મધ્યમાં પ્રવેશ કર્યો. કેઈ ત્રાયશ્ચિંશ (ગુરુસ્થાનકીઆ) દેવતાએ, તત્કાળ જાણે પૃથ્વીમાંથી ઉઠયો હોય તે અગ્નિ વેદી મધ્યમાં પ્રગટ કર્યો. તેમાં સમિધ આપણું કરવાથી આકાશચારી મનુષ્યો (વિદ્યાધરે) ની સ્ત્રીઓના કર્ણના અવતંસરૂપ ધૂમાડાની રેખા આકાશમાર્ગમાં વ્યાપ્ત થઈ ગઈ. પછી સ્ત્રીઓ મંગળગીત ગાતી હતી તે સમયે પ્રભુએ સનંદા અને સુમંગલાની સાથે અષ્ટ મંગળ પૂર્ણ થતાં સુધી અગ્નિની પ્રદક્ષિણા કરી. પછી આશીષના ગીત ગવાતાંની સાથે છે પાણિક્ષની સાથે છેડાછેડી પણ છોડી. પછી પ્રભુના લગ્ન ઉત્સવથી થયેલા હર્ષવડે રંગાચાર્ય (સૂત્રધાર)ની પેઠે આચરણ કરતા ઇ ઈંદ્રાણીઓ સહિત હસ્તાભિનયની લીલા બતાવી નાચવા માંડયું. પવને નૃત્ય કરાવેલા વૃક્ષની પાછળ જેમ આશ્રિત લતાઓ નૃત્ય કરે તેમ ઈદ્રની પછવાડે બીજા દેવતાઓ પણ નૃત્ય કરવા લાગ્યા. કેટલાએક દેવતાએ ચારણની પેઠે જય જય શબ્દ કરવા લાગ્યા; કઈ ભરતની પેઠે વિચિત્ર પ્રકારના નૃત્ય કરવા લાગ્યા; કઈ જાતિથી જ ગંધર્વ હોય તેમ ગાયન કરવા લાગ્યા; કોઈ પોતાના સુખને સ્ફટ રીતે જાણે વાજિંત્ર હોય તેમ વગાડવા લાગ્યા; કોઈ વાનરોની પેઠે સંજમથી ઠેકવા લાગ્યા; હસાવનારા વૈહાસિક હોય તેમ કેઈ સર્વ માણસોને હસાવવા લાગ્યા અને કઈ પ્રતિહારની પેઠે લોકોને દૂર ખસેડવા લાગ્યા. આવી રીતે હર્ષથી ઉન્માદી થયેલા દેવતાઓએ જેમને ભક્તિ બતાવી છે એવા અને પોતાની બંને બાજુએ રહેલી સુમંગલા અને સુનંદાથી શોભતા એવા પ્રભુ દિવ્ય વાહનમાં બેસી સ્વસ્થાને ગયા. સંગીતને સમાસ કરી જેમ રંગાચાર્ય પિતાને સ્થાને જાય તેમ આ પ્રમાણે વિવાહ મહોત્સવને નિવૃત્ત કરી ૧ વિદુષક. A - 11 Page #106 -------------------------------------------------------------------------- ________________ ભગવંતને થયેલી સંતતી સર્ગ ૨ જે. સ્વર્ગપતિ ઈન્દ્ર પણ રવસ્થાને ગયા. સ્વામીએ બતાવેલી વિવાહની રીતિ ત્યારથી લેકમાં પ્રવતી, કેમકે મોટા લોકોની સ્થિતિ પરને માટે જ હોય છે. હવે અનાસક્ત એવા પ્રભુ બંને પત્નીઓ સાથે ભોગ ભેગવવા લાગ્યા કેમકે તે સિવાય પૂર્વના શાતા વેદનીય કર્મને ક્ષય પણ થતો નથી. વિવાહામંતર પ્રભુએ તે પત્નીઓની સાથે જરા ન્યૂન છ લક્ષ પૂર્વ સુધી વિલાસ કર્યો. તે સમયે બાહુ અને પીઠના જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સુમંગલાની કુક્ષિમાં યુવમરૂપે ઉત્પન્ન થયા અને સુબાહુ તથા મહાપીઠના જીવ પણ તે જ સર્વાર્થસિદ્ધ વિમાનથી ઍવીને તેવી જ રીતે સુનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા. સુમંગલાએ મરુદેવાની પેઠે ગર્ભના માહાભ્યને સૂચવનારા ચતુર્દશ મહાસ્વપ્નો જોયા. દેવીએ પ્રભુને તે સ્વપ્ન નિવેદિત કર્યા એટલે પ્રભુએ કહ્યું- “તમારે ચક્રવતી પુત્ર થશે.' સમય આવતાં પૂર્વ દિશા જેમ સૂર્ય અને સંધ્યાને જન્મ આપે તેમ સુમંગલાએ પિતાની કાંતિથી દિશાઓને પ્રકાશ કરનારા ભારત અને બ્રાહ્મી- એ બે અપત્યને જન્મ આપ્યો અને વર્ષાઋતુ જેમ મેઘ અને વિદ્યુતને જન્મ આપે તેમ સુનંદાએ સુંદર આકૃતિવાળા બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યો. પછી સુમંગલાએ વિદર પર્વતની ભૂમિ જેમ રત્નોને ઉત્પન્ન કરે તેમ અનુક્રમે પુત્રના ઓગણપચાસ જેડલા (૯૮ પુત્ર) ને ઉત્પન્ન કર્યા–જન્મ આપ્યો. વિધ્યાદ્રિમાં હાથીના બાળકોની પેઠે મહાપરાક્રમી અને ઉત્સાહી એવા તે બાળકે આમતેમ રમતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ ઘણી શાખાએથી મોટું વૃક્ષ શેભે તેમ તે અપત્યથી તરફ વિંટાયેલા ઋષભસ્વામીશોભવા લાગ્યા. તે સમયે પ્રાત:કાળે જેમ દીપકનું તેજ હણાઈ જાય તેમ કાળદેષથી કલ્પવૃક્ષોને પ્રભાવ હણવા (એ છે થવા) લાગ્યો. અશ્વસ્થ નામના વૃક્ષમાં જેમ લાખના કણ ઉત્પન્ન થાય, તેમ જુગલીઓમાં ક્રોધાદિક કષાયે શનૈઃ શનૈઃ ઉત્પન્ન થવા લાગ્યા અને સર્ષ જેમ ત્રણ પ્રકારના પ્રયત્નવિશેષને ન ગણે તેમ જુગલીઆઓ હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણ પ્રકારની નીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. તેથી જુગલીઆઓએ એકઠા થઈ પ્રભુ પાસે આવી અસમંજસ બનતા સર્વ બનાવે નિવેદન કર્યા. તે સાંભળીને ત્રણ જ્ઞાન ધરાવનારા-જાતીસ્મરણુવાન પ્રભુએ કહ્યું-લકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેઓને શિક્ષા કરનારા રાજા હોય છે, તેને પ્રથમ ઊંચા આસન ઉપર બેસારી અભિષેક કરવામાં આવે છે. તેમજ તે ચતરંગ સૈન્યવાળા અને અખંડિત શાસનવાળો હોય છે. ત્યારે તેઓએ કહ્યું- સ્વામિન ! તમે અમારા રાજા થાઓ; અમારી ઉપેક્ષા તમારે કરવી ન જોઈએ, કેમકે અમારામાં આપની સદશ બીજે કે જોવામાં આવતું નથી.” પ્રભુએ કહ્યું-“તમે ઉત્તમ એવા નાભિ કુળકર પાસે જઈને પ્રાર્થના કરે, તે તમને રાજા આપશે. તેઓએ તે પ્રમાણે નાભિ કુલકરની પાસે જઈ યાચના કરી એટલે કુળકરમાં અગ્રણી એવા નાભિએ કહ્યું- ઋષભ તમારે રાજા થાઓ.” પછી સર્વ જુગલીઆઓ હર્ષ પામી પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા–“નાભિ કુળકરે તમને જ અમારા રાજ ઠરાવ્યા છે.” એમ કહી સર્વે યુગ્મધમીએ સ્વામીને અભિષેક કરવા માટે જળ લેવા ગયા. તે વખતે સ્વર્ગપતિ ઈન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિજ્ઞાનથી પ્રભુને રાજ્યાભિષેક સમય જાણું તે જેમ એક ગૃહમાંથી બીજા ગૃહમાં જાય તેમ ક્ષણવારમાં ત્યાં આવ્યો. પછી સૌધર્મકલપના ઈન્દ્ર - Page #107 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભગવંતને રાજ્યાભિષેક સુવર્ણની વેદિકા કરીને અતિપાંકબલા શિલાની જેમ તેની ઉપર એક સિંહાસન રચ્યું અને પૂર્વ દિશાના અધિપતિ–તેમણે સ્વસ્તિવાચક(ગોર)ની પેઠે દેવે લાવેલા તીર્થજળથી પ્રભુને રાજ્યાભિષેક કર્યો. પછી ઈ નિર્મળપણથી જાણે ચંદ્રના સુંદર તેજમય હોય તેવા દિવ્ય વસ્ત્રો સ્વામીને ધારણ કરાવ્યા અને ત્રણ જગતના મુગટરૂપ સ્વામીના અંગ પર મુગટ વગેરે રત્નાલંકાર એગ્ય સ્થાને પહેરાવ્યાં. એટલામાં યુગલીઆઓ અંજિનીના પત્રમાં જળ લઈને આવ્યા. તેઓ પ્રભુને ભૂષિત જોઈ જાણે અર્થ ધરી રહ્યાં હોય તેમ ઊભા રહ્યા. દિવ્ય વસ્ત્ર અને અલંકારથી અલંકૃત થયેલા પ્રભુના મસ્તક ઉપર આ જળ, નાખવું ઘટે નહિ, એમ વિચારીને તેઓએ તેમના ચરણ ઉપર તે જળ ક્ષેપડ્યું. તેથી આ સર્વે યુગ્મધમીઓ સારી રીતે વિનીત થયા છે એમ જાણી તેઓને રહેવાને માટે વિનીતા નામે નગરી નિર્માણ કરવા કુબેરને આજ્ઞા કરી ઈદ્ર સ્વસ્થાનકે ગયા. કુબેરે બાર જન લાંબી નવ જન વિસ્તારવાળી વિનીતા નગરી રચી અને તેનું નામ અયોધ્યા એવું બીજું નામ પણ રાખ્યું. યક્ષપતિ કુબેરે તે નગરીને અક્ષય એવા વસ્ત્ર, નેપથ્ય અને ધનધાન્યથી ભરપૂર કરી. તે નગરીમાં હીરા, ઈન્દ્રનીલ મણિ અને વૈદુર્ય મણિની મોટી હવેલીઓ પિતાના કબુર કિરણથી આકાશમાં ભીંત સિવાય પણ ચિત્રવિચિત્ર ક્રિયાઓ કરતી હતી અને મેરુ પર્વતના શિખર જેવી સુવર્ણની ઊંચી હવેલીએ વજાના મિષથી ચોતરફ પત્રલંબનની લીલાને વિસ્તારતી હતી. તે નગરીના કિલ્લા ઉપર માણેકના કાંગરાઓની શ્રેણ હતી, તે વિદ્યાધરની સુંદરીઓને યત્ન સિવાય દર્પણરૂપ થઈ પડી હતી. તે નગરીને વિષે ઘરના આંગણામાં મેતીના સાથીઆ પૂરેલા હતા, તેથી તેમાંનાં મોતી વડે બાલિકાઓ સ્વેચ્છાથી પાંચીકે રમવાની ક્રીડા કરતી હતી. તે નગરીના ઉદ્યાનમાંહેના ઊંચા વૃક્ષો ઉપર અહનિશ અથડાતા ખેચરીઓના વિમાને ક્ષણવાર પક્ષિઓનાં માળાને દેખાવ આપતા હતા. ત્યાં અટારીઓમાં અને હવેલીઓમાં પડેલા મેટા રત્નરાશીને જોઈ તેવા શિખરવાળા રેહણાચલની શંકા થતી હતી. ત્યાં ગૃહવાપિકાઓ જલક્રીડાને વિષે રક્ત સુંદરીઓના મેતી હાર ત્રુટી જવાથી તામ્રપણું સરિતાની શોભાને ધારણ કરતી હતી. ત્યાં એવા તે ધનાઢય લકે વસતા હતા કે જેમાંથી એક વ્યાપારીના પુત્રને જોઈને પણ જાણે ધનદ પોતે જ વ્યાપાર કરવાને આવેલ હોય એમ જણાતું હતું. ત્યાં રાત્રીએ ચંદ્રકાંતમણિની ભી તેમાંથી ઝરતા એવા જળ વડે શેરીઓની રજ સર્વત્ર શાંત થતી હતી. એ નગરી અમૃત જેવા જળવાળા લાખો વાવ, કૂવા અને સરવરેથી નવીન અમૃતના કંડવાળા નાગલોક જેવી શોભતી હતી. જન્મથી વશ લક્ષ પૂર્વે ગયા ત્યારે પ્રભુ પ્રજાને પાળવા માટે તે નગરના રાજા થયા. મંત્રોમાં કારની જેમ સર્વ રાજાઓમાં પ્રથમ રાજા એવા ઋષભપ્રભુ પોતાના અપત્યની પેઠે પ્રજાને પાળવા લાગ્યા. તેમણે અસપુરૂષોને શિક્ષા આપવાને વિષે અને પુરુષોને પાળવાને વિષે ઉદ્યમ કરનારા અને જાણે પિતાના અંગીભૂત હોય તેવા મંત્રીઓ નીમ્યા. ઈન્દ્રના લોકપાળની જેમ મહારાજા રાષભદેવે પોતાના રાજ્યમાં ચારી વિગેરેથી રક્ષા ૧ મેરુ પર્વત ઉપરની તીર્થકર ભગવાનને જન્માભિષેક કરવાની શિલા. ૨ કમલિની. ૩ વિનયવાળા. Page #108 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માએ સમજાવેલ અગ્નિને ઉપયોગ સગ ૨ જે કરવામાં દક્ષ એવા આ રક્ષકોની નિમણૂક કરી. રાજહતિ એવા પ્રભુએ રાજ્યની સ્થિતિને માટે, શરીરને વિષે ઉત્તમાંગ(શિર)ની જેમ સેનાના ઉત્કૃષ્ટ અંગરૂપ હસ્તીઓ ગ્રહણ કર્યા, સૂર્યના ઘડાની જાણે સ્પર્ધા કરતા હોય તેવા ઊર્ધ્વ ગ્રીવાવાળા ઊંચી જાતના ઘડાઓ પ્રભુએ ધારણ કર્યા, પૃથ્વીમાં રહેલા જાણે વિમાન હોય તેવા સુશિલષ્ટ કાષ્ઠોથી ઘડેલા સુંદર રથ નાભિનંદને પિતે રચાવ્યા; ચક્રવતીના ભવમાં એકત્ર કરે તેમ જેઓના સત્વની ભલે પ્રકારે પરીક્ષા કરી છે એવી પાયદલ સેના પણ નાભિપુત્રે એકઠી કરી; નવીન સામ્રાજ્યરૂપી મહેલના જાણે સ્તંભ હોય તેવા બળવાન સેનાપતિ પ્રભુએ નિમ્યા અને ગાય, બળદ, ઊંટ, મહિષ અને ખચ્ચર વિગેરે પશુઓ પણ તેમના ઉપયોગને જાણનારા પ્રભુએ ગ્રહણ કર્યા. હવે તે સમયે પુત્ર વિનાના વંશની પેઠે કલ્પવૃક્ષો વિચ્છેદ પામવાથી લકે કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, તેમજ શાળ, ઘઉં, ચણા અને મગ વગેરે ઔષધિઓ ઘાસની પેઠે પિતાની મેળે જ ઊગવા લાગી હતી, પણ તે તેઓ કાચી ને કાચી ખાતા હતા. તે કાચી ઔષધિ(ધાન્ય)ને આહાર તેમને જીર્ણ થયે નહી. એટલે તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું–તેને ચાળી ફેતરા કાઢી નાંખીને ભક્ષણ કરે.” પાળક પ્રભુને તે ઉપદેશ લઈ તેઓ તેમ કરવા લાગ્યા, પણ ઔષધિનું કાઠિન્ય હોવાથી તે આહાર પણ જ નહિં; તેથી પુનઃ તેઓએ વિજ્ઞપ્તિ કરી એટલે પ્રભુએ બતાવ્યું કે તેને હાથથી ઘસી, જળમાં પલાળી, પછી પાંદડાનાં પીઆમાં લઈ ખાઓ.” એવી રીતે તેઓએ કર્યું તે પણ અજીર્ણની વેદના થવા લાગી, એટલે વિજ્ઞપ્તિ કરવાથી જગત્પતિએ ક–પૂર્વોકત વિધિ પ્રમાણે કર્યા પછી તે ઔષધિને મુષ્ટિમાં અથવા કાખમાં ( ગરમી લાગે તેમ) શેડો વખત રાખીને ભક્ષણ કરે, એટલે તેથી તમને સુખ થશે.” તેથી પણ અજીર્ણ થવા લાગ્યું, એટલે લોકો વિધુર થઈ ગયા. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયે અને તૃણુકાષ્ઠાદિકને બાળવા લાગ્યો. પ્રકાશિત રત્નના ભ્રમથી તે અગ્નિને ગ્રહણ વાને તે લોકોએ દોડીને હાથ લાંબા કર્યા પણ ઊલટા તેઓ બળવા લાગ્યા. એટલે અગ્નિથી દગ્ધ થયેલા તેઓ પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા કે “વનમાં કેઈ નવિન અદૂભુત ભૂત ( વ્યંતર) ઉત્પન્ન થયેલ છે. સ્વામીએ કહ્યું સ્નિગ્ધ અને રૂક્ષકાળને વેગ થવાથી–મળવું થવાથી એ અગ્નિ ઉત્પન્ન થયો છે. કેમકે એકાંત રૂક્ષકાળમાં કે એકાંત નિષ્પકાળમાં અગ્નિ ઉત્પન્ન થતો નથી. તમે તેની પાસે રહી તેની સમીપ ભાગમાં રહેલા સમસ્ત તૃણાદિકને દૂર કરે અને પછી તેને ગ્રહણ કરે. ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલી ઓષધિને તેમાં નાંખી પકવ કરીને તેનું ભક્ષણ કરે. તે મુગ્ધ લોકોએ તેમ કર્યુ* એટલે અગ્નિએ તે તે સર્વે ઔષધિ બાળી નાંખી. તરત જ તેઓએ સ્વામી પાસે તે વૃત્તાંત નિવેદન કર્યું અને કહ્યું- હે સ્વામિન્ ! એ અગ્નિ તો કઈ પેટભરાની પેઠે ક્ષેપન કરેલી સર્વ ઔષધિઓ ભૂખાળ થઈ એકલે જ ખાઈ જાય છે, અમને કાંઈ પણું પાછું આપતું નથી. તે અવસરે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા તેથી ત્યાં જ તેઓની પાસે લીલે મૃત્તિકા (માટીનો) પિંડ મંગાવ્યું અને તે પિંડને હસ્તીના કુંભ ઉપર મૂકી હાથથી વિસ્તારીને તેવા આકારનું પાત્ર પ્રભુએ બનાવ્યું. એ રીતે શિમાં પ્રથમ કુંભકારનું શિલ્પ પ્રભુએ પ્રગટ કર્યું. પછી તેઓને સ્વામીએ કહ્યું- “આવી રીતે બીજાં પાત્રો પણ ૧. પચ્યો નહીં. ૨ શિથિલ. Page #109 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માથી થયેલ શિલ્પની ઉત્પત્તિ. બનાવે અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ઔષધિને પચાવી પછી ભક્ષણ કરે તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાંથી આરંભીને પ્રથમ કારીગર કુંભકાર થયા. લોકેને ઘર બનાવવા માટે પ્રભુએ વાર્ધકી-મકાન બાંધનારાઓ બનાવ્યા અર્થાત્ તે કળા શીખવીને તૈયાર કર્યા. મહાપુરુષોની બનાવટો વિશ્વના સુખને માટે જ હોય છે. ઘર વિગેરે ચિતરવાને માટે અને લોકેની વિચિત્ર ક્રીડાના હેતુથી તે કૃતાર્થ પ્રભુએ ચિત્રકાર પણ ઉત્પન્ન કર્યા. લોકોને માટે વસ્ત્ર બનાવવા સારુ પ્રભુએ કુવિદ (વણકરો)ની રચના કરી, કેમકે તે વખતે સર્વ કલ્પવૃક્ષને ઠેકાણે પ્રભુ એકજ કલ્પવૃક્ષ હતા. લોકોને કેશ નખની વૃદ્ધિથી પીડિત થતા જોઈને તે જગસ્પિતાએ નાપિત (વાલંદ) પણ બનાવ્યા. તે પાંચ શિલ્પ (કુંભકાર, ચિત્રકાર, વાર્ધકી, વણકર, નાપિત)-દરેકનાં વીશ વીશ ભેદ થવાથી લોકોમાં સરિતાના પ્રવાહની પેઠે સો પ્રકારે પ્રવર્યા, અર્થાત્ સે શિ૯પ પ્રગટ થયા. લેકેની આજીવિકાને માટે તૃણહર, કાષ્ઠહર, કૃષિ અને વ્યાપાર વિગેરે કર્મો ભગવતે ઉત્પન્ન કર્યા અને જગતની વ્યવસ્થારૂપી નગરીના જાણે ચતુષ્પથ હોય તેવા સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયની કલપના કરી. જ્યેષ્ઠ પુત્રને બ્રહ્મ(મૂળમંત્ર) કહેવું જોઈએ એવા ન્યાયશી જ હાયની તેમ ભગવાને પિતાના મોટા પુત્ર ભરતને બહોતેર કળા શીખવી. ભરતે પણ પિતાના બીજા સહદને તથા અન્ય પુત્રોને તે કળાઓ સમ્યક પ્રકારે શીખવી. કેમકે પાત્રને શીખવેલી વિદ્યા શત શાખાવાળી થાય છે. બાહુબલિને પ્રભુએ હસ્તી, અશ્વ, સ્ત્રી અને પુરુષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણેનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણું હાથવડે અઢાર લિપિઓ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુઓનાં માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાને પ્રભુએ બતાવ્યા અને મણિ વિગેરે પાવવાની કળા પણ પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી વાદી અને પ્રતિવાદીને વ્યવહાર રાજા, અધ્યક્ષ અને કુળગુરુની સાક્ષીથી પ્રવર્તાવા લાગ્યું. હસ્તી વિગેરેની પૂજા, ધનુર્વેદ તથા વૈદકની ઉપાસના, સંગ્રામ, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, વધ અને ગેષ્ઠી વિગેરે ત્યારથી પ્રવર્તાવા લાગ્યા અને “આ માતા, આ પિતા, આ ભાઈ, આ સ્ત્રી, આ પુત્ર, આ ઘર અને આ ધન મારું” એવી મમતા લેકેને વિષે ત્યારથી શરૂ થઈ. પ્રભુને વિવાહ વખતે અલંકારવડે અલંકૃત અને વસ્ત્રવડે પ્રસાધિત કરેલા જોયા હતા, ત્યારથી લોકોએ પણ પિતાને વસ્ત્રવાળા તથા આભૂષણવાળા કરવાનો પ્રચાર કર્યો. પ્રભુએ કરેલું પ્રથમ પાણિગ્રહણ જોઈને અદ્યાપિ લોકે પણ તેજ પ્રમાણે પાણિગ્રહણ કરે છે. કેમકે મોટા લોકોએ કરેલા-પ્રવર્તાવેલા માર્ગ નિશ્ચી થાય છે. પ્રભુના વિવાહથી પ્રારંભીને દત્તકન્યા એટલે બીજાએ આપેલી કન્યા સાથે પરણવું શરૂ થયું અને ચુડા, ઉપનયન, હવેડા વિગેરેની પ્રથા પણ ત્યારથી જ શરૂ થઈ. આ સર્વ ક્રિયાઓ સાવદ્ય છે, તે પણ પિતાનું કર્તવ્ય જાણનાર પ્રભુએ લેકેની અનુકંપાથી તે સર્વે પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી પૃથ્વી ઉપર અદ્યાપિ સુધી સર્વ કળા વિગેરે પ્રવર્તે છે, તેને અર્વાચીન બુદ્ધિવાળા વિદ્વાનોએ શાસ્ત્રરૂપે બાંધેલ છે. સ્વામીની શિક્ષાવડે સર્વ લેક દક્ષ થયા, કેમકે ઉપદેષ્ટા વિના મનુષ્ય પણ પશુની પેઠે આચરણ કરે છે. વિશ્વની સ્થિતિરૂપી નાટકના સૂત્રધાર એવા પ્રભુએ ઉગ્ર, ભેગ, રાજન્ય અને ક્ષત્રીય એવા ચાર ભેદથી લકેના કુળની રચના કરી. ઉગ્ર દંડના અધિકારી એવા આરક્ષક પુરૂષ Page #110 -------------------------------------------------------------------------- ________________ વસંત ઋતુનું વર્ણન. સગ ૨ જે તે ઉગ્ર કુળવાળા, ઈંદ્રને જેમ ત્રાયઅિંશ દેવતાઓ તેમ પ્રભુના મંત્રી વિગેરે તે ભેગકુળવાળા, પ્રભુની સમાન વયવાળા મિત્રો તે રાજન્ય કુળવાળા અને બાકી અવશેષ રહેલા પુરુષે તે ક્ષત્રિય થયા. એવી રીતે પ્રભુ, વ્યવહાર નીતિની નવીન સ્થિતિ રચીને નવોઢા સ્ત્રીની પેઠે નવીન રાજ્યલક્ષમી ભોગવવા લાગ્યા. વૈદ્ય જેમ વ્યાધિવાળા માણસના રેગની ચિકિત્સા કરીને તેને યોગ્ય ઔષધ આપે તેમ દંડ કરવા લાયક લેકોને તેઓના અપરાધ પ્રમાણે દંડ (શિક્ષા) આપવાનું પ્રભુએ નિર્માણ કર્યું. દંડથી ભય પામેલા લોકે ચોરી વિગેરે (અપરાધ) કરતાં નહીં કેમકે દંડનીતિ છે તે સર્વે અન્યાયરૂપ સપને વશ કરવામાં જાગુંલીમંત્ર સમાન છે. સુશિક્ષિત લોક જેમ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં, તેમ કઈ કોઈનાં ક્ષેત્ર, ઉદ્યાન અને ઘર વિગેરેની મર્યાદાને ઉલ્લંઘન કરતા નહોતા. વરસાદ પણ પિતાની ગર્જનાના મિષથી જાણે પ્રભુના ન્યાયધર્મને વખાણતા હોય તેમ ધાન્યની નિષ્પત્તિને માટે પોતાના કાળને અનુસરીને વરસતે હતે. ધાન્યના ક્ષેત્રોથી, ઈક્ષુદંડના વાડાથી અને ગોકુળથી આકુળ થયેલા જનપદ (દેશ) પિતાની અદ્ધિથી શોભતા હતા અને તેઓ સ્વામીની ઋદ્ધિને સૂચવતા હતા. પ્રભુએ સર્વ લોકોને ત્યાજ્ય અને ગ્રાહાના વિવેકથી જાણીતા કર્યા, તેથી આ ભરતક્ષેત્ર ઘણું કરીને વિદેહક્ષેત્રની તુલ્ય થઈ પડયું. એવી રીતે નાભિના પુત્ર ઋષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીને પાલન કરવામાં ત્રેસઠ લક્ષ પૂર્વ ઉલ્લંઘન કર્યા. એક વખતે કામદેવે નિવાસ કરેલે વસંત માસ આવતાં, પરિવારના અનુરોધથી પ્રભુ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જાણે દેહધારી પુષ્પમાસ હોય તેવા પુષ્પના આભરણથી ભૂષિત થયેલા પ્રભુ પુષ્પના વાસગૃહમાં બેઠા. તે વખતે પુષ્પ અને માર્કદના મકરંદથી ઉન્મત્ત થયેલા ભ્રમરે ગુંજારવ કરતા હતા, તેથી જાણે વસંતલકમી પ્રભુને આવકાર આપતી હોય તેમ જણાતું હતું. પંચમ સ્વરને ઉરચાર કરનારા કેકલેએ જાણે પૂર્વ રંગનો આરંભ કર્યો છે એમ જાણીને મલયાચલને પવન નટ થઈને લતારૂપી નૃત્ય બતાવતા હતા. મૃગલાચનાએ પોતાના કામુક પુરૂષોની પેઠે કુરબક, અશેક અને બકુલના વૃક્ષને આલિંગન, ચરણઘાત અને મુખને આસવ આપતી હતી. તિલક વૃક્ષ પોતાની પ્રબળ ખુશબેથી મધુકરને પ્રમાદિત કરીને યુવાન પુરૂષની ભાલસ્થલીની પેઠે વનસ્થલીને શોભાવતું હતું. જેમ કૃશોદરી સ્ત્રી પોતાના પુષ્ટ સ્તનના ભારથી નમી જાય તેમ લવલી વૃક્ષની લતા પિતાના પુષ્પગુચ્છના ભારથી નમી ગઈ હતી. ચતુર કામી પુરુષ મંદ મંદ આલિંગન કરે તેમ મલયાનલે આગ્રલતાને મંદ મંદ આલિંગન કરવા માંડયું હતું. લાકડીવાળા પુરુષની પેઠે કામદેવ, જાંબુ-કદંબ-આમ્રચંપક-આસોપાલવરૂપ યષ્ટિઓથી પ્રવાસી લોકોને મારવાને સમર્થ થવા લાગ્યો હતે. નવીન પાડલ પુષ્પના સંપર્કથી સુગંધી થયેલ મલયાચલને પવન તેવા જ જળની પેઠે સર્વને હર્ષ આપતો હતો. મકરંદ રસથી અંદર સારવાળું મહુડાનું વૃક્ષ મધુપાત્રની પેઠે પ્રસરતા ભ્રમરાએથી કલકલ શબ્દ વડે આકુળ થતું હતું. ગોલિકા અને ધનુષ્યને અભ્યાસ કરવાને કામદેવે કદંબ પુષ્પના મિષથી જાણે ગેલિકા તૈયાર કરી હોય એમ જ|તું હતું. ઈચ્છાપૂર્તિ જેને પ્રિય છે. એવી વસંતઋતુએ વાસંતીલતાને ભ્રમરરૂપી પાંથને માટે મકરંદરસની એક પરબ જેવી બનાવી હતી. જેના પુષ્પના આમેદની ૧ પરોપકારાર્થે વાવ, કુવા, પરબ વિગેરે કરાવવાં તે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. વસંત ઋતુનું વર્ણન સમૃદ્ધિ ઘણી દુર્વાર છે એવા સિંધુવારના વૃક્ષ નાસિકામાં વિશ્વની પેઠે પિસી પ્રવાસીઓને મોટો મેહ ઉત્પન્ન કરતા હતા. વસંતરૂપી ઉદ્યાન પાળે ચંપક વૃક્ષમાં જોડેલા ભ્રમરે રક્ષકેની પેઠે નિઃશંક થઈને ભમતા હતા. સ્ત્રી પુરુષોને જેમ યૌવન શેભા આપે તેમ વસંત તુ ઉત્તમ અને અનુત્તમ એવા વૃક્ષ અને લતાઓને શોભા આપતી હતી. જાણે મોટા પર્વમાં વસંતને અર્થ આપવાને ઉત્સુક થઈ હોય તેમ મૃગલચનાઓ પુષ્પ ચુંટવાને આરંભ કરતી હતી. તેમને પુષ્પ ચુંટવામાં જાણે એવી પણ બુદ્ધિ થઈ હોય કે આપણે હાજર થતાં કામદેવને બીજા (પુષ્પના) આયુધની શી જરૂર છે ? પોતાના પુષ્પ ચુંટાયાં એટલે તેમના વિયોગરૂપી પીડાએ પીડિ ડિત થયેલી સંતીલતા જાણે સુંદર ભ્રમરાઓના ગુંજારવથી રૂદન કરતી હોય તેમ જણાતી હતી. કેઈ સ્ત્રી મલ્લિકાને ચુંટીને જતી હતી, તેવામાં તેનું વસ્ત્ર તેમાં ભરાતાં તે ઊભી રહી, તેથી જાણે “તું બાજે જા નહીં.” એમ કહી તેને તે વારતી હોયની એમ જણાતું હતું. કોઈ સ્ત્રી ચંબેલીને ચુંટવા જતી હતી તેવામાં તેમાં પડતા એવા ભ્રમરાએ તેના અધર ઉપર ડંસ દીધે, તે જાણે તેને આશ્રય ભંગ કરવાને ક્રોધે કરીને જ હોય એમ જણાતું હતું. કેઈ સ્ત્રી પોતાની ભુજારૂપી લતાને ઊંચી કરીને તેની ભુજાના મૂળ ભાગને જેનારા પુરુષોના મનની સાથે ઊંચે રહેલા પુષ્પોનું હરણ કરતી હતી. નવીન પુના ગુચ્છને હાથમાં રાખવાથી પુષ્પ ચુંટનારી સ્ત્રીઓ જાણે જંગમ વલ્લીઓ હોય તેવી શેભતી હતી. વૃક્ષની દરેક શાખાઓમાં પુષ્પ ચુંટવાના કુતુહલથી સ્ત્રીઓ વળગી રહી હતી, તેથી જાણે તે વૃક્ષો સ્ત્રીરૂપી ફળવાળાં થયાં હોય તેમ જણાતાં હતાં. કેઈ પુરુષે પિતે જ મલિકાની કળિયે ચુંટીને પોતાની પ્રિયા માટે મોતીના હાર જેવું સર્વ અંગનું આભરણું કર્યું હતું કેઈએ કામદેવના ભાથાની પેઠે પિતાની પ્યારીના કેશપાશને ખીલેલાં પુથી પૂર્યો હતે, કેઈ ઇંદ્રના ધનુષની પેઠે પાંચે વર્ણના પુષ્પથી પિતાને હાથે ગુંથેલી માળા આપાને પિતાની પ્રિયાને સંતોષ પમાડતો હતો અને કોઈ પુરુષ પોતાની પ્રિયાએ લીલાથી નાંખેલા પુષ્પના દડાને દાસ જેમ પાછો આપે તેમ પિતાના હાથથી પાછા આપતે હતો. કેટલીએક મૃગલેચના હિંચકા ઉપર આંદોલન કરવાથી ગમનાગમન વડે અપરાધવાળા પતિઓને જેમ પાદપ્રહાર કરે તેમ વૃક્ષના અગ્રભાગની ઉપર પોતાના પગથી પ્રહાર કરતી હતી, અને હિંચકા ઉપર બેઠેલી કેઈ નવોઢા સુંદરી તેના સ્વામીના નામને પૂછતી એવી સખીઓના લતાપ્રહારને લજ્જાથી પિતાનું મુખ મુદ્રિત કરીને સહન કરતી હતી. કેઈ પુરુષ સન્મુખ રહેલી બીકણ સ્ત્રીની સાથે બેસીને ગાઢ આલિંગનની ઈચ્છાથી હિંચકાને ગાઢ રીતે આંદોલન કરતો હતો અને કેટલાએક યુવાન રસિકો ઉદ્યાનવૃક્ષોની દરેક શાખાઓમાં બાંધેલા હિંચકાને લીલાવડે આંદોલન કરતા સતા વાંદરાની જેવી શોભા આપતા હતા. આવી રીતે ત્યાં નગરના લકે ખેલતા હતા તે જોઈને “આવી ક્રીડા કેઈ બીજે ઠેકાણે પણ મેં જોઈ છે' એમ પ્રભુ વિચારવા લાગ્યા. એવું વિચારતાં અવધિજ્ઞાનવડે પિતે પૂર્વે ઉત્તરાર ભેગવેલ યાવત્ અનુત્તર વિમાનના સુખ પર્યત સર્વ સુખ સ્મરણમાં આવ્યાં. ફરીથી ચિંતવતાં તેમનું મેહબંધન ગળી ગયું અને વિચારવા લાગ્યા કે–“ અરે ! આ વિષયથી આક્રાંત થયેલા લોકોને ધિક્કાર છે કે જેઓ પોતાના આત્મહિતને જાણતા જ નથી. અહો ! આ સંસારરૂપી કૂપમાં અરઘટ્ટઘટિ યંત્રના ન્યાયવડે જંતુઓ પિતાના કર્મથી ગમનાગમનની ક્રિયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણુના જન્મને ધિક્કાર છે કે જેમને Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૮ વસંત વિલાસથી પરમાત્માની વિચારણા સગ ૨ જે. જન્મ, સુઈ ગયેલાની જેમ રાત્રિ વ્યર્થ ચાલી જાય તેમ વ્યર્થ વીતી જાય છે. ઉંદર જેમ વૃક્ષને છેદી નાખે તેમ રાગ, દ્વેષ અને મોહ ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને પણ મૂળમાંથી છેદી નાંખે છે. અહો ! મુગ્ધ લેક વડના વૃક્ષની પેઠે ક્રોધ વધારે છે કે જે ક્રોધ વધારનાર પિતાનું મૂળથી જ ભક્ષણ કરે છે. હાથી ઉપર ચડેલા મહાવતેની પેઠે માન ઉપર ચઢેલા મનુષ્ય મર્યાદાનું ઉલ્લંઘન કરી કોઈને પણ ગણતા નથી; દુરાશય પ્રાણીઓ કૌચના બીજની શીંગના જેવી ઉપતાપ કરનારી માયાને છેડતા નથી, અને તુષદકથી જેમ દૂધ બગડે છે અને કાજલથી જેમ ઉજજવળ વસ્ત્ર મલિન થાય છે, તેમ લોભથી પ્રાણી પિતાના નિર્મળ ગુણગ્રામને દૂષિત કરે છે. જ્યાં સુધી સંસારરૂપી કારાગૃહમાં પહેરેગીરની પેઠે એ ચાર કષા પાસે રહીને જાગતા હોય છે, ત્યાં સુધી પુરુષોને મોક્ષ ક્યાંથી પ્રાપ્ત થાય ? અહો ! જાણે ભૂત વળગેલું હોય તેમ અંગનાના આલિંગનમાં વ્યગ્ર થયેલા પ્રાણીઓ પોતાના ક્ષીણ થતા આત્માને જાણતા નથી ! કેઈ માણસ ઔષધથી જેમ સિંહને આરોગ્ય ઉત્પન્ન કરે તેમ માણસે જુદા જુદા પ્રકારના આહારથી પિતાની મેળે જ પિતાના આત્માને ઉન્માદન ઉત્પન્ન કરે છે. (સિંહને આરોગ્ય ઉત્પન્ન કરવાથી તે જેમ આરોગ્યતા ક્યનારના જ પ્રાણ લે, તેમ આહારદિવડે નીપજાવેલે ઉન્માદ પિતાને જ ભવભ્રમણને માટે થાય છે.) “આ સુગંધી કે આ સુગંધી ? હું કયું ગ્રહણ કરું ? એમ વિચારતો પ્રાણી તેમાં લંપટ થઈ, મૂઢ બની, ભ્રમરની પેઠે ભમે છે અને કદાપિ સુખને પ્રાપ્ત કરતું નથી. રમકડાથી બાળકને છેતરે તેની પેઠે ફક્ત તે વખતે જ મનહર લાગનારી રમણિક વસ્તુઓથી લોકો પોતાના આત્માને જ છેતરે છે. નિદ્રાળુ પુરુષ જેમ શાસ્ત્રના ચિંતનથી ભ્રષ્ટ થાય તેમ હંમેશ વેણુ અને વીણાના નાદમાં કર્ણ દઈને પ્રાણું પિતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. એક સાથે જ પ્રબળ થયેલા વાત, પિત્ત અને કફની પેઠે પ્રબળ થયેલા વિષયોથી પ્રાણી પિતાના ચૈતન્યને લુપ્ત કરી નાંખે છે તેથી તેને ધિક્કાર છે.” આવી રીતે જે વખતે પ્રભુનું હદય સંસાર સંબંધી વૈરાગ્યની ચિંતાસંતતિના તંતુ વડે વ્યાપ્ત થઈ ગયું, તે જ વખતે સારસ્વત, આદિત્ય, વદિ, અરુણુ, ગર્દય, તુષિતા, અવ્યાબાધ, મફત અને રિષ્ટ એ નવ પ્રકારના બ્રહ્મ નામે પાંચમા દેવલોકને અંતે વસનારા લોકાંતિક દેવતાઓ પ્રભુના ચરણ સમીપે આવી બીજા મુગટ જેવી મસ્તકે પદ્મકશ સદશ અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- “ઇંદ્રના ચૂડામણિ (મુગટ)ની કાંતિરૂપ જળમાં જેમના ચરણ મગ્ન થયા છે એવા અને ભરતક્ષેત્રમાં નષ્ટ થયેલા મોક્ષમાર્ગને બતાવવામાં દીપક સમાન એવા હે પ્રભુ ! તમે જેમ લોકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધર્મતીર્થને પ્રવર્તાવે અને તમારા કૃત્યનું સ્મરણ કરે.” એવી રીતે દેવતાઓ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને બ્રહ્મ દેવલોકમાં પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને દીક્ષાની ઈચ્છાવાળા પ્રભુ પણ તત્કાળ નંદનેદ્યાનમાંથી પોતાના રાજ્યમહેલ તરફ પધાર્યા. इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि भगवज्जन्मव्यवहारराज्यस्थितिप्रकाशनो નામ કયા સર ને ૨ | Page #113 -------------------------------------------------------------------------- ________________ 92222222222222222222222 ( સ ત્રીજે. ઉ) 000000000000 હવે પ્રભુએ તરત જ પિતાના સામંત વિગેરેને તથા ભરત, બાબલિ વિગેરે પુત્રોને બોલાવ્યા. પ્રથમ ભારતને કહ્યું–હે પુત્ર ! તું આ રાજયને ગ્રહણ કર. અમે તે હવે સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરશું.' સ્વામીના તેવા વચનથી ભરત ક્ષણવાર અધોમુખ થઈ, પછી અંજલિ જેડી, નમસ્કાર કરી, ગદગદુ ગિરાથી કહેવા લાગ્ય–“હે સ્વામિન્ ! તમારા ચરણકમલના પીઠની આગળ આળોટવાથી મને જે સુખ થાય છે તેવું સુખ રત્નસિંહાસન ઉપર બેસવાથી થવાનું નથી. હે વિભે ! તમારી આગળ પગે દોડતાં મને જે સુખ થાય છે, તે સુખ લીલાથી હસ્તીની પીઠ ઉપર આરૂઢ થવાથી થવાનું નથી. તમારા ચરણકમળની છાયમાં જે સુખ હું મેળવું છું તે સુખ મને ઉજવળ છત્રછાયાવડે વ્યાપ્ત થવાથી થવાનું નથી. જે હું તમારાથી વિરહી થાઉં તે પછી સામ્રાજ્યલક્ષમીથી શું કામ છે ? કેમકે તમારી સેવાના સુખરૂપ ક્ષીરસાગરમાં રાજ્યનું સુખ એક બિંદુમાત્ર છે.” સ્વામીએ કહ્યું—“અમે રાજ્ય છોડી દઈએ અને પછી પૃથ્વી પર જો રાજા ન હોય તે પાછા મત્સ્યના જે ન્યાય પ્રવ; માટે હે વત્સ ! તમે આ પૃથ્વીનું યથાયોગ્ય રીતે પ્રતિપાલન કરે. તમે અમારા આદર્શ પ્રમાણે વર્તનારા છે અને અમારે આદેશ પણ એ જ છે. આવો પ્રભનો સિદ્ધાદેશ થતાં તેને ઉલ્લંઘન કરવાને અસમર્થ એવા ભરતે તે અંગીકાર કર્યો, કેમકે ગુરુને વિષે વિનયસ્થિતિ એવી જ હોય છે. પછી નમ્ર થયેલા ભરતે સ્વામીને મસ્તકથી પ્રણામ કરી પોતાના ઉન્નત વંશની પેઠે પિતાના સિંહાસનને અલંકૃત કર્યું, દેવતાઓએ જેમ પ્રભુને અભિષેક કર્યો હતો તેમ પ્રભુના આદેશથી અમાત્ય, સામંત અને સેનાપતિ વગેરેએ ભરતને રાજ્યાભિષેક કર્યો. તે વખતે પ્રભુના શાસનની પેઠે ભરતના મસ્તક ઉપર પૂર્ણિમાના ચંદ્ર જેવું વિશાળ છત્ર શોભવા લાગ્યું. તેમની બંને બાજુએ વિંઝાતા એવા ચામર ચળકવા લાગ્યા, તે જાણે ભારતના અદ્વયથી આવનારી લક્ષ્મીના બે ફતે આવ્યા હોય તેવા જણાતા હતા. જાણે ઘણા ઉજજવળ એવા પિતાના ગુણ હોય તેવા વસ્ત્ર અને મુક્તાલંકારથી ભરત શોભવા લાગ્યા અને મોટા મહિનામાં પાત્રરૂપ તે નવા રાજાને નવા ચંદ્રની પેઠે પોતાના કલ્યાણની ઇચ્છાથી રાજમંડળે પ્રણામ કર્યા. પ્રભુએ બાજા બાહુબલી વિગેરે પુત્રોને પણ યોગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા. પછી પ્રભુએ કલ્પવૃક્ષની પેઠે સ્વેચ્છાએ કરેલી પ્રાર્થના પ્રમાણે મનુષ્યને સાંવત્સરિક દાન આપવાને આરંભ કર્યો અને નગરના ચતુષ્પથમાં તથા દરવાજા વિગેરેમાં ઊંચે પ્રકારે એવી આષણા કરાવી કે “જે જેનો અથી હેય તેણે આવીને તે ગ્રહણ કરવું.' ૧ માછલામાં મેટા માછલાં નાનાં માછલાને ગળી જાય એવો ભય છે, તે પ્રમાણે જે મનુષ્યમાં પણ રાજ ન હોય તો શક્તિવાળાએ અશકિતવાનને હેરાન કરે. ૨ ભરતક્ષેત્રના ઉત્તરાદ્ધ અને દક્ષિણા એવા બે વિભાગ A - 12 Page #114 -------------------------------------------------------------------------- ________________ સાંવત્સરિક દાન. સર્ગ ૩ જે સ્વામીએ દાન આપવું શરૂ કર્યું તે વખતે ઇંદ્ર આદેશ કરવાથી કુબેરે પ્રેરેલા ભક દેવતાઓ ઘણું કાળથી ભ્રષ્ટ થયેલું–નષ્ટ થઈ ગયેલું, નધણીયાતું, મર્યાદાને ઉલ્લંઘન કરનારું, ગિરિ અને કુંજમાં રહેલુંસ્મશાન વિગેરે સ્થાનમાં ગૂઢ રહેલું, ઘરમાં ગુપ્ત કરેલું રૂખ, સુવર્ણ અને રત્નાદિક દ્રવ્ય સર્વ જગ્યાએથી લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પૂરવા લાગ્યા. હંમેશાં જેમ સૂર્યને ઉદય થાય ત્યાંથી તે ભેજનના સમય સુધીમાં પ્રભુ એક કેટી અને આઠ લાખ સુવર્ણ (નૈયા)નું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણશે અધ્યાશી ક્રોડ એંશી લાખ સુવર્ણનું દાન કર્યું. “પ્રભુ દીક્ષા લેવાના છે.” એમ જાણું લેકોને પણું સંસારમાં વૈરાગ્ય થવાથી ફક્ત શેષામાત્ર દાન ગ્રહણ કરતા હતા. જો કે પ્રભુ ઈચ્છા પ્રમાણે દાન દેતા હતા, તે પણ તેઓ અધિક ગ્રહણ કરતા નહોતા, વાર્ષિક દાનને અંતે પિતાનું આસન ચલિત થવાથી ઈન્દ્ર બીજા ભરતની પેઠે ભક્તિપૂર્વક ભગવંત પાસે આવ્યો. જળના કુંભ હસ્તમાં રાખનારા બીજા ઇંદ્રોની સાથે રાજ્યાભિષેકની પેઠે તેણે જગત્પતિને દીક્ષા ઉત્સવ સંબંધિ અભિષેક કર્યો. તે કાર્યને અધિકારી હોય તેવા ઇદ્ર તત્કાળ લાવેલાં દિવ્ય અલંકાર તથા વસ્ત્રો પ્રભુએ ધારણ કર્યા. જાણે અનુત્તર વિમાને માંહેનું વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા ઈંઢે પ્રભુને માટે તૈયાર કરી. ઈ હાથને ટેકે આપે છે જેમને એવા પ્રભુ જાણે લેકાગ્રરૂપી મંદિરની પહેલી નિસરણ ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરુઢ થયા. પ્રથમ રોમાંચિત થયેલા મનુષ્યએ અને પછી દેવતાઓએ જાણે મૂત્તિમંત પિતાને પુણ્યભાર હોય તેમ શિબિકાને ઉપાડી. તે સમયે સુર અને અસુરેએ હર્ષથી વગાડેલા મંગળવાજિંત્રોએ પિતાના નાદથી પુષ્પરાવર્તક મેઘની પેઠે દશ દિશાઓને પૂરી દીધી. જાણે આ લેક અને પરલેકનું મત્તિમંત નિર્મલપણું હોય એવા બે ચામર પ્રભુના બંને પાર્શ્વભાગમાં પ્રકાશી રહ્યા અને બંદીકેની પેઠે વૃંદારક (દેવતાઓ) મનુષ્યોના કાનને પ્રસન્ન કરનાર એ ભગવંતને જયજયારવ ઊંચે સ્વરે કરવા લાગ્યા. શિબિકામાં આરૂઢ થઈને માર્ગમાં ચાલતા પ્રભુ ઉત્તમ દેના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમાની જેમ શોભતા હતા. એવી રીતે ભગવાનને જતાં જઈ સર્વે નગરવાસીઓ બાલકે જેમ પિતાની પછવાડે દોડે તેમ દોડવા લાગ્યા. મેઘને જેનારા મયુરની પેઠે કે દૂરથી સ્વામીને જવાને ઊંચા વૃક્ષની શાખા ઉપર આરુઢ થયા; સ્વામીને જેવાને માટે માર્ગના મંદિર ઉપર ચઢેલા કેઈ સૂર્યના પ્રબળ તાપને પણ ચંદ્રાતાની જે ગણવા લાગ્યા કેઈ કાળક્ષેપને સહન નહિં કરી શકવાથી તત્કાળ અશ્વ ઉપર ન ચઢતાં જાણે પિતે જ અશ્વ હેય તેમ માર્ગમાં ઠેટવા લાગ્યા અને કેઈ જળમાં માસ્યની પેઠે લેકસમૂહની અંદર પ્રવેશ કરી, સ્વામીના દર્શનની ઈચ્છાથી આગળ નીકળવા લાગ્યા. જગત્પતીની પાછળ દેડનારી કેટલીએક અંગનાઓના વેગને લીધે મુક્તાહાર ત્રુટી જતાં હતા; તેથી જાણે તે પ્રભુને લાજાંજલિથી વધાવતી હોય એમ જણાતું હતું. પ્રભુ આવે છે એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ કટીભાગમાં બાળકોને તેડી વાનર સહિત લતાઓની જેમ ઉભી રહી હતી; કુચકુંભના ભારથી મંદગતિવાળી કેટલીએક સ્ત્રીઓ જાણે બે પાંખો કરી હોય તેમ બે બાજુએ રહેલી સખીઓની ભૂજાનું આલંબન કરીને ચાલતી હતી; કેટલીએક સ્ત્રીએ પ્રભુને જવાના ઉત્સવની ઈચ્છાથી ગતિભંગ ૧ મોતીરૂપ ધાણુની અંજલિથા Page #115 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પરમાત્માનું ચારિત્ર-ગ્રહણ કરનારા પિતાના ભારે નિતંબની નિંદા કરતી હતી; માગમાં આવેલા ઘરમાં રહેનારી, કેટલીએક કુળવધૂઓ સુંદર કસુંબી વસ્ત્ર પહેરી પૂર્ણ પાત્રને ધારણ કરતી ઊભી રહી હતી. તેથી તેઓ શશાંક સહિત સંધ્યાના જેવી જતી હતી કેટલીએક ચપલનયનાએ પ્રભુને જેવા માટે પિતાના હસ્તકમલથી ચામરની પેઠે વસ્ત્રના છેડાને ચલિત કરતી હતી. કેટલીએક સ્ત્રીઓ નાભિકુમાર ઉપર પાણી નાંખતી હતી, તે જાણે પિતાના પુણ્યબીજ નિર્ભરપણે વાવતી હોય તેવી જણાતી હતી; કેટલીએક સ્ત્રીઓ જાણે ભગવંતના કુળની સુહાસ હોય તેમ “ચિરંજીવ, ચિરં નંદ” એવી આશીષ આપતી હતી, અને કેટલીએક ચપલાક્ષી નગરનારીઓ નિશ્ચલાક્ષી થઈને તેમજ મંદગામિની શિઘગામિની થઈને પ્રભુની પછવાડે જવા લાગી હતી. તથા તેમને જેવા લાગી હતી. હવે પિતાના મોટા વિમાનોથી પૃથ્વીતલને એક છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતાઓ આકાશમાં આવવા લાગ્યા. તેમાં કેટલા એક ઉત્તમ દેવતાઓ મદજીને વરસતા હાથીઓ લઈને આવતા હતા, તેથી જાણે તેઓ આકાશને મેઘમય કરતા હોય તેવાં જણાતા હતા; કેટલાએક દેવતાઓ આકાશરૂપી ઉદધિમાં નાવરૂપ તુરંગે ઉપર બેસીને ચાબુકરૂપ નાવના દંડ સહિત જગત્પતિને જોવા આવતા હતા અને કેટલાએક દેવતાઓ જાણે મૂત્તિ. માન પવન હોય તેવા અતિવેગી રથમાં બેસી નાભિનંદનને જોવા આવતા હતા; જાણે પરસ્પર વાહનની ક્રીડામાં દાવ રમવાની પ્રતિજ્ઞા કરી હોય તેમ તેઓ મિત્રની પણ રાહ જેતા નહતા. પિતાને ગામે પહોંચેલા વટેમાર્ગુની પેઠે “આ સ્વામી, આ સ્વામી” એમ પરસ્પર બેલતા તેઓ પિતાના વાહનને સ્થિર કરતા હતા. વિમાનરૂપી હવેલીઓથી અને હાથી, ઘોડા તથા રથાથી આકાશમાં જાણે બીજી વિનીતાનગરી વસી હોય તેમ જણાતું હતું. સૂર્ય અને ચંદ્રથી વીંટાયેલા માનુષોત્તર પર્વતની પેઠે જગત્પતિ અનેક દેવતા અને મનુષ્યોથી વીંટાઈ રહ્યા હતા. તેમની બંને બાજુએ ભરત અને બાહુબલિ સેવા કરતા હતા, તેથી બંને તટથી સમુદ્ર શોભે તેમ તેઓ શેભતા હતા. હસ્તીઓ જેમ પિતાના યૂથપતિને અનુસરે તેમ બીજા અઠ્ઠાણું વિનીત પુત્રે પ્રભુની પાછળ ચાલતા હતા. માતા મરુદેવા, પત્ની સુનંદા ને સુમંગલા, પુત્રી બ્રાહ્મી ને સુંદર અને બીજી સ્ત્રીઓ, જાણે હિમકરણ સહિત પઢિનીઓ હોય તેમ અશ્રુ સહિત પ્રભુની પછવાડે ચાલતી હતી. એ રીતે જાણે પૂર્વજન્મવાળું સર્વાર્થસિદ્ધ વિમાન હોય તેવા સિદ્ધાર્થ નામના ઉધાનમાં જગત્પતિ પધાર્યા. ત્યાં મમતા રહિત મનુષ્ય જેમ સંસારથી ઉતરે-નાભિકુમાર શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઉતર્યા અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર, માલ્ય અને આભૂષણે તત્કાળ તજી દીધાં. તે વખતે ઈંદ્ર પાસે આવી જાણે ચંદ્રના કિરણેથી જ વણેલું હોય તેવું ઉજજવળ અને ઝીણું દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુના સ્કંધભાગ ઉપર આરોપણ કર્યું. પછી ચિત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યું હતું તે સમયે દિવસના પાછલા પહોરે જય જય શબ્દના કેલાહલના મિષથી જાણે હદગાર કરતા હોય તેવા અસંખ્ય દેવતા અને મનુષ્ય સમક્ષ જાણે ચાર દિશાઓને પ્રસાદ આપવાના મનવાળા હોય તેમ પ્રભુએ ચાર મુષ્ટિથી પિતાના કેશને લંચિત કર્યા. પ્રભુના કેશને સૌધર્મપતિએ પિતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યા, તેથી જાણે એ વસ્ત્રને જુદા વર્ણના ૧ ચંદ્ર Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈંદ્ર કરેલ પરમાત્માની પ્રાર્થના સર્ગ ૩છે. તંતુવડે મંડિત કરતા હોય એમ જણાતું હતું. પ્રભુએ પાંચમી મુષ્ટિથી બાકીના કેશને લોચ કરવાની ઈચ્છા કરી, એટલે ઈદે પ્રાર્થના કરી કે “હે સ્વામિન! હવે તેટલી કેશવલી રહેવા વો, કેમકે જ્યારે પવનથી ઉડીને તે તમારા સુવર્ણના જેવી કાંતિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મરકત મણિના જેવી શેલે છે.” પ્રભુએ યાચના સ્વીકારી ને તેટલી કેશવલ્લી ને તેવી રીતે જ રહેવા દીધી; કેમકે સ્વામીએ પોતાના એકાંત ભકતોની યાચનાનું ખંડન કરતા નથી. સૌધર્મપતિએ તે કેશને ક્ષીરસમુદ્રમાં નાંખી આવીને રંગાચાર્ય (સૂત્રધાર) ની પેઠે મુષ્ટિસંજ્ઞાથી વાજિંત્રેનું નિવારણ કર્યું, એટલે કર્યો છે છઠ્ઠ ત૫ જેમણે એવા નાભિકુમારે દેવ, અસુર અને મનુની સમક્ષ સિદ્ધને નમસ્કાર કરીને, “સઘળા સાવા ચોગનું પ્રત્યાખ્યાન કરું છું,' એમ કહી મોક્ષમાર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. શરદઋતુના તાપથી તપ્ત થયેલા પુરુષને જેમ વાદળની છાયાથી સુખ થાય તેમ પ્રભુના દીક્ષાવથી નારકીના જીને પણ ક્ષણવાર સુખ થયું. જાણે દીક્ષાની સાથે સંકેત કરીને રહેલું હોય તેમ મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વ સંજ્ઞી પંચંદ્રિય જીના મને દ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન તરત જ પ્રભુને ઉત્પન્ન થયું. મિત્રોએ વાર્યા છતાં, બંધુઓએ કયા છતાં અને ભરતેશ્વરે વારંવાર નિષેધ કર્યા છતાં પણ કચ્છ અને મહાકચ્છ વિગેરે ચાર હજાર રાજાઓએ, સ્વામીના પૂર્વના અતિશય પ્રસાદનું સ્મરણ કરીને, જમરની પેઠે તેમના ચરણકમલને વિરહ નહીં સહન કરી શકવાથી પોતાના પુત્ર, કલત્ર, રાજ્યાદિ સેવે ને તૃણની પેઠે છોડી દઈ જે સ્વામીની ગતિ તે જ અમારી ગતિ એ નિશ્ચય ધારી હર્ષથી પ્રભુની સાથે દીક્ષા ગ્રહણ કરી. ભૂત્ય લોકેનો ક્રમ એ જ હોય છે. પછી ઇદ્ર વિગેરે દેવતાઓ અંજલિ જોડી આદિનાથને પ્રણામ કરી ચતુતિ કરવા લાગ્યા–“હે પ્રભુ! તમારા યથાર્થ ગુણ કહેવાને અમે અસમર્થ છીએ, તથાપિ અમે સ્તુતિ કરીએ છીએ; કેમકે તમારા પ્રભાવથી એમારી બુદ્ધિને વિસ્તાર થાય છે. તે સ્વામી ! ત્રસ અને સ્થાવર જતુઓની હિંસાને પરિહાર કરવાથી અભયદાન આપનારી દાનશાળારૂપ થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. સર્વથા મૃષાવાદને પરિત્યાગ કરવાથી હિતકારી, સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે ભગવન્! અદત્તાદાનને ત્યાગ કરવારૂપી ખીલાઈ ગયેલા માર્ગમાં પ્રથમ પંથી થયેલા આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે પ્રભુ ! કામદેવરૂપી અંધકારને નાશ કરનાર અખંડિત બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્ય સમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. તૃણની પેઠે પૃથ્વી વિગેરે સર્વ જાતના પરિગ્રહને એક સાથે ત્યાગ કરનાર નિર્લોભતારૂપ આત્માવાળા આપને અમે નમસ્કાર કરીએ છીએ. પંચ મહાવ્રતને ભાર ઉપાડવામાં વૃષભ સમાન અને સંસારસિંધુને તરવામાં કાચબા સમાન આપ મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. હે આદિનાથ ! જાણે પાંચ મહાવ્રતની પાંચ સહેદરા હોય તેવી પાંચ સમિતિને ધારણ કરનારા આપને અમે નમસ્કાર કરીએ છીએ. આત્મારામને વિષે જ જોડેલા મનવાળા, વચનની સંવૃત્તિથી શોભતા અને શરીરની સર્વ ચેષ્ટાઓથી નિવૃત્ત થયેલા એવા ત્રણ મુસિધારક તમને અમે નમસ્કાર કરીએ છીએ.” . એવી રીતે પ્રભુની સ્તુતિ કરીને દેવતાઓ, જન્માભિષેક સમયની પેઠે નંદીશ્વર દ્વીપ જઈ, ત્યાં અઠ્ઠાઈ મહેત્સવ કરી પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા. દેવતાઓની પેઠે ભરત અને For Private & Personal Use'Only Page #117 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. કચ્છ-મહાકછાદિની વિચારણા. બાહુબલિ વગેરે પણ પ્રભુને પ્રણામ કરી મહાકષ્ટ પિોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને સાથે પ્રવજિત થયેલા કચ્છ અને મહાક૭ વિગેરે રાજાઓથી પરવરેલા અને મૌન ધારણું કરેલા ભગવાને પૃથ્વી પર વિહાર કરવાનો ઉપક્રમ કર્યો. પારણાને દિવસે ભગવંતને કઈ પણ સ્થળેથી ભિક્ષા મળી નહીં; કેમકે તે વખતે લોકે ભિક્ષાદાનને નહીં જાણનારા અને એકાંત સરલ હતા. ભિક્ષાને માટે આવેલા પ્રભુને પૂર્વની પેઠે રાજા જાણીને કેટલાક લોકો સૂર્યના ઉચડવા અશ્વને પણ વેગથી પરાભવ કરનારા અધો આપતા હતા. કેઈ શૌર્યથી દિગગજેનો જય કરનારા હસ્તીઓ ભેટ કરતા હતા, કેઈ રૂપ અને લાવણ્યમાં અપ્સરાઓને જીતનારી કન્યાઓ અર્પણ કરતા હતા. કેઈ વિદ્યુતના વિલાસને ધરનારાં આભરણે આગળ ધરતા હતા, કેઈ સંધ્યાકાળના અભ્ર જેવા જાતજાતના વર્ણવાળા વસ્ત્રો આપતા હતા, કાઈ મંદારમાળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળા અર્પતા હતા, કોઈ મેરુપર્વતના શિખર જે કાંચનને રાશિ ભેટ કરતા હતા અને કઈ રોહણાચલની ચૂલા જે રત્નરાશિ આપતા હતા. (૫ણુ ભગવંત તેમાંથી કોઈ પણ ગ્રહણ કરતા નહોતા.) ભિક્ષા ન મળતાં પણ અદીન મનવાળા પ્રભ જગમ તીથની પેઠે વિહાર કરી પૃથ્વીતળને પાવન કરતા હતા. જાણે તેમનું શરીર સપ્તધાતુ વિનાનું બનેલું હોય તેમ ભગવંત સુસ્થિતપણે ક્ષુધા, પિપાસા વિગેરે પરીપહાને સહન કરતા હતા. વહાણ જેમ પવનને અનુસરે તેમ સ્વયમેવ દીક્ષિત થયેલા રાજાઓ પણ સ્વામીને અનુસરીને વિહાર કરતા હતા. હવે ક્ષુધા વિગેરેથી ગ્લાનિ પામેલા અને તત્વજ્ઞાન રહિત તે તપસ્વી રાજાઓ પિતાની બુદ્ધિ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-“આ સ્વામી જાણે કિપાકનાં ફળ હોય તેમ મધુર ફળનું પણ ભક્ષણ કરતા નથી અને ખારું પાણી હોય તેમ સ્વાદિષ્ટ જળનું પણ પાન કરતા નથી. પરિકમમાં (શરીરશુશ્રષામાં) અપેક્ષા રહિત હોવાથી તેઓ સ્નાન કે વિલેપન કરતા નથી, ભારની પેઠે વસ્ત્રાલંકાર અને પુપને ગ્રહણ કરતા નથી. પર્વતની પેઠે વાયુએ ઉડાડેલા માર્ગની ધૂળની સાથે આલિંગિત થાય છે. હમેશાં લલાટને તપાવનાર તાપને મસ્તક ઉપર સહન કરે છે, શયન વિગેરેથી રહિત છે તે પણ પ્રયાસ પામતા નથી (થાકતા નથી) અને હસ્તીશેકની જેમ શીત અને ઉષ્ણતાથી તેમને કલેશ પણ થતો નથી, ક્ષુધાને ગણતા નથી, તૃષાને જાણતા નથી અને વરવાળા ક્ષત્રિયની પેઠે તેઓ નિદ્રાનું પણ સેવન કરતા નથી. આપણે તેમના અનુચરરૂપ થયા છીએ તે પણ જાણે અપરાધી હાઈએ તેમ દષ્ટિથી પણ આપણને પ્રસન્ન કરતા નથી, તે ભાષણની શી વાત ? આ પ્રભુ પુત્ર, કલત્રાદિક પરિગ્રહના ત્યાગી છે તે પણ તેઓ ચિત્તમાં શું ચિંતવન કરે છે તે આપણે જાણી શકતા નથી.” આ પ્રમાણે વિચારીને તે સર્વે તપસ્વીઓ પિતાના વંદના અગ્રેસર અને સ્વામીની પાસે સેવકરૂપે રહેનારા કચ્છ અને મહાકચ્છને કહેવા લાગ્યા કે “ક્ષુધાને જીતનારા આ પ્રભુ કયાં અને અન્નના કીડા તુલ્ય આપણે કયાં ? તૃષાનો જય કરનારા પ્રભુ કયાં અને જળના દેડકા જેવા આપણે કયાં? આપને સહન કરનારા પ્રભુ કયાં અને છાયાના માકડ જેવા આપણે ક્યાં ? શીતથી પરાભવ ન પામે એવા પ્રભુ કયાં અને વાંદરાની જેમ શીતથી કંપનારા આપણે કયાં ? નિદ્રારહિત પ્રભુ કયાં અને નિદ્રાના અજગર જેવા આપણે ક્યાં ? તથા આસનને નિત્ય નહીં સેવનારા પ્રભુ કયાં અને આસનમાં પંગુ સમાન આપણે કયાં ? સમુદ્રનું ઉલ્લંઘન કરવાને જેમ કાકપક્ષી ગરુડને અનુસરે તેમ સ્વામીએ ધારણ કરેલા વ્રતનું અનુકરણ કરવાનો Page #118 -------------------------------------------------------------------------- ________________ નમિ-વિનમિની પ્રભુભકિત. સગ ત્રીજે. આપણે ઉપક્રમ કર્યો છે. હવે આપણે આજીવિકાને અર્થે આપણું રાજે પાછાં ગ્રહણ કરવાં કે કેમ ? અથવા તે તો ભરતે ગ્રહણ કર્યા છે તો આપણે હવે કયાં જવું ? અથવા શું જીવનને માટે આપણે ભરતને શરણે જવું ? પરંતુ સ્વામીને છેડીને જવામાં આપણને તેને જ ભય રહે છે. આ ! તમે પ્રભુના વિચારને જાણનારા અને નિત્ય તેમની પાસે રહેનારા છે, તેથી હવે કાર્યમાં મૂઢ બની ગયેલા એવા અમારે શું કરવું ? તે કહે.” તેઓએ કહ્યું કે-“સ્વયંભૂરમણ સમુદ્રનો અંત જે પામી શકાય તે જ પ્રભુનો ભાવ (વિચાર) જાણી શકાય. (તે સમુદ્રને અંત પામ દુર્લભ છે. તેમ પ્રભુને વિચાર જાણી શકો દુર્લભ છે. અગાઉ તે અમે સ્વામીની આજ્ઞા પ્રમાણે કરતા હતા પણ હાલમાં તે પ્રભુ મન કરી રહ્યા છે એટલે કાંઈ આજ્ઞા કરતા જ નથી; તેથી જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ કાંઈ જાણતા નથી. આપણુ સર્વની સમાન ગતિ છે, તેથી તમે કહે તે પ્રમાણે અમે કરીએ.” પછી તેઓ સર્વે એક વિચાર કરી ગંગા નદીની નજીકના વનમાં ગયા અને ત્યાં સ્વેચ્છાએ કંદમૂળ, ફળાદિકનો આહાર કરવા લાગ્યા. ત્યારથી વનવાસી અને કંદફળાદિનો આહાર કરનારા જટાધારી તાપસે પૃથ્વીમાં પ્રવર્યા. તે કચ્છ મહાકચ્છના નમિ અને વિનમિ નામે વિનયવાન પુત્રો હતા. તેઓ પ્રભુએ દીક્ષા લીધા અગાઉ તેમની આજ્ઞાથી દૂર દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતાં તેમણે પિતાના પિતાને તે વનમાં જોયા. તેમને જોઈ તેઓ ચિંતવવા લાગ્યા કે “વૃષભનાથ જેવા નાથ છતાં અનાથની પેઠે આપણું પિતાઓ આવી દશાને કેમ પામ્યા ? તેમને પહેરવાના ઝીણું વસ્ત્ર ક્યાં અને આ બિલ લોકોને ગ્ય વલ્કલ વસ્ત્ર કયાં ? શરીર પર લગાવવાનો અંગરાગ કયાં અને આ પશુને યોગ્ય પૃથ્વીની રજ કયાં ? પુષ્પવડે ગુંથેલ કેશપાશ ક્યાં અને આ વટવૃક્ષની જેવી લાંબી જટા કયાં ? હસ્તીનું આરોહણ કયાં અને પાળાની જેમ પગે ચાલવું ક્યાં ?” આવી રીતે ચિંતાવી તેઓએ પિતાના પિતાને પ્રણામ કર્યા અને સર્વે હકીક્ત પૂછી. કચ્છ મહાક કહ્યું-“ભગવાન ઋષભધ્વજ પ્રભુએ રાજ્ય છેડી ભરતાદિકને સર્વ પૃથ્વી વહેંચી આપી વ્રત ગ્રહણ કર્યું છે. હાથી જેમ ઈસુનું ભક્ષણ કરે તેમ અમે સઘળાઓએ તેમની સાથે સાહસથી વ્રત ગ્રહણ કર્યું છે, પરંતુ સુધા, તૃષા,શીત અને આતપ વિગેરેના કલેશથી પીડા પામીને, ગધેડા અથવા ખચ્ચર જેમ પિતા પર રહેલ ભારને છોડી દે તેમ અમે વ્રતને છોડી દીધું છે. અમે જે કે પ્રભુની પ્રમાણે વર્તવાને સમર્થ થઈ શકયા નહિ તો પણ ગૃહસ્થાવાસ અંગીકાર ન કરતાં આ તપોવનમાં વસીએ છીએ.” એ પ્રમાણે સાંભળ્યા પછી “અમે પણ પ્રભુની પાસે પૃથ્વીનો ભાગ માગીએ. એમ કહી તે નમિ તથા વિનમિ પ્રભુના ચરણ સમીપે આવ્યા. પ્રભુ નિસંગ છે એવું નહી જાણનારા તેઓએ પ્રતિમારૂપે (કાઉસગ્ગ ધ્યાને) રહેલા સ્વામીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી–અમને બંનેને દૂર દેશાંતર એકલી તમે ભરત વિગેરે પુત્રોને પૃથ્વી વહેંચી આપી અને અમને ગાયના પગલા પ્રમાણ પણ પૃથ્વી આપી નથી, માટે તે વિશ્વનાથ ! હવે પ્રસાદ કરીને તે આપો. આપ દેવના દેવે એ અમારો શો દોષ જે છે કે જેથી આપવું તે દૂર રહ્યું, પરંતુ અમને ઉત્તર પણ આપતા નથી ' તેઓ બંનેએ આ પ્રમાણે કહ્યું પણ પ્રભુએ તે અવસરે તેમને કાંઈ પણ ઉત્તર આપે નહીં. કેમકે મમતા રહિત પુરુષ Page #119 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ધરણે નમિ-વિનમિતે આપેલ રાજ્ય આ લોક સંબધી ચિંતાથી લેપાતા નથી. પ્રભુ કાંઈ પણ બોલતા નથી પણ એઓજ આપણું ગતિ છે. (એમને જ આપણે અનુસરવાનું છે.)' એ નિશ્ચય કરી તે બંને પ્રભુની સેવા કરવા લાગ્યા. સ્વામીના સમીપ ભાગની રજ શાંત કરવાને હમેશાં તેઓ જળાશયથી કમળપત્રમાં જળ લાવી પ્રભુની સમીપે છાંટવા લાગ્યા. ધર્મચક્રવતી ભગવંતની આગળ સુગંધથી મદવાળા થયેલા મધુકરાથી યુકત પુષ્પગુચ્છ લાવીને તેઓ પાથરવા લાગ્યા. જેમ સૂર્યચંદ્ર અહર્નિશ મેરુપર્વતની સેવા કરે તેમ તેઓ હમેશાં પ્રભુના પાર્શ્વભાગમાં ઊભા રહી ખડ ખેંચીને સેવા કરવા લાગ્યા અને દરરોજ ત્રિકાળ અંજલિ જેડી પ્રણામ કરી યાચના કરવા લાગ્યા...હે સ્વામિન ! અમને રાજ્ય આપે, તમારા સિવાય બીજો કોઈ અમારે સ્વામી નથી.” એક વખતે પ્રભુના ચરણને વંદન કરવા શ્રદ્ધાવાન નાગકુમારને અધિપતિ ધરણેક ત્યાં આપે. તેણે બાળકની પેઠે સરલ એવા, તે બંને કુમારને રાજલક્ષમીની યાચના કરતા અને ભગવંતની સેવા કરતા આશ્ચર્યથી જોયા. નાગરાજે અમૃતના ઝરા જેવી વાણીથી તેમને કહ્યું “તમે કોણ છે ? અને દઢ આગ્રહ કરીને શું યાચે છે? જ્યારે જગત્પતિએ વર્ષ પર્યત ઇચ્છિત મહાદાન અવિચ્છિન્નપણે આપ્યું ત્યારે તમે કયાં ગયા હતા ? હાલ તે સ્વામી નિર્મમ, નિષ્પરિગ્રહ, પિતાના શરીરમાં પણ આકાંક્ષારહિત અને ષષથી વિસક્ત થયા છે. આ પણ પ્રભુને સેવક છે એમ ધારી નમિ તથા વિનમિએ માનપૂર્વક તેને કહ્યું-“આ અમારા સ્વામી છે અને અમે એમના સેવક છીએ. તેમણે આજ્ઞા કરી અમને કેઈ સ્થાને મેકલ્યા પછી ભારત વિગેરે પિતાના સર્વ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. જો કે તેમણે સર્વસ્વ આપી દીધું છે તે પણ અમને તેઓ રાજ્ય આપશે. તેમની પાસે તે છે કે નથી એવી સેવકે શા માટે ચિંતા કરવી? સેવકે તે સેવા કરવી.” એમ સાંભળી ધરણે તેમને કહ્યું-“ તમે ભારત પાસે જઈ યાચના કરો; તે પ્રભુને પુત્ર હોવાથી પ્રભુ તુલ્ય છે. તેમણે કહ્યું- આ વિશ્વના સ્વામીને પ્રાપ્ત કર્યા પછી તેમને મૂકી અમે બીજે સ્વામી કરશે નહીં, કેમકે “ક૯પવૃક્ષને મેળવ્યા પછી કેરડાના વૃક્ષનું કેણુ સેવન કરે?” અમે પરમેશ્વરને છોડી બીજાની પાસે યાચના નહીં કરીએ. શું ચાતક પક્ષી મેઘ સિવાય બીજાની યાચના કરે ? ભરત વિગેરેનું કલ્યાણ થાઓ! તમારે શા માટે ચિંતા કરવી પડે છે ? અમારા સ્વામીથી જે થવાનું હોય તે થા, તેમાં બીજાને શું ?' આવી તેમની યુતિથી નાગરાજ હર્ષ પામ્યા અને કહ્યું- “હું પાતાલપતિ છું અને આ સ્વામીને સેવક છું. તમને શાબાશ છે. તમે મોટા ભાગ્યવાળા અને મોટા સત્વવાળા છે કે જેથી તમારી “આ સ્વામી જ સેવવા ગ્ય છે. બીજા નહીં” એવી દઢ પ્રતિજ્ઞા છે. આ ત્રિભુવનસ્વામીની સેવાથી જાણે પાશથી આકૃષ્ટ થઈ હોય તેમ રાજ્યસંપત્તિઓ પુરુષની આગળ આવે છે; લટકી રહેલા ફળની પેઠે પુરુષોને વૈતાઢ્ય પર્વત ઉપરના વિદ્યાધરનું સ્વામીપણું આ મહાત્માની સેવાથી સુલભ છે અને એમની સેવા કરવાથી પગ નીચે રહેલા નિધાનની પેઠે ભુવનાધિપતિની લક્ષમી પણ વિનાપ્રયાસે પ્રાપ્ત થાય છે. આ પ્રભુને સેવનારા પુરુષને જાણે કામણુથી વશ થઈ હોય તેમ વ્યંતરેંદ્રની લક્ષમી વશ થઈને નમે છે, જે સૌભાગ્યવંત પુરુષ આ સ્વામીની સેવા કરે છે તેને સ્વયંવરવધુની પેઠે તિષ્પતિની લક્ષમી સત્વર વરે છે, વસંતઋતુથી જેમ વિચિત્ર પુષ્પોની સમૃદ્ધિ થાય તેમ એમની Page #120 -------------------------------------------------------------------------- ________________ વિતાઠ્ય પર વસાવેલાં નગરે સર્ગ ૩ જે સેવાથી ઇંદ્રની લહમીઓ પ્રાપ્ત થાય છે; જાણે મુક્તિની નાની બહેન હોય તેવી અને દુર્લભ એવી અહમિંદ્રની લહમી પણ એમના સેવનથી શીધ્ર મળે છે અને એ જગત્પતિની સેવા કરનાર પ્રાણું પુનરાવૃત્તિ રહિત સદાનંદમય પદ(મોક્ષ)ને પણ પામે છે. વધારે શું કહીએ? પણ એમની સેવાથી પ્રાણ તેમની પેઠે જ આ લેકમાં ત્રણ ભુવનને અધિપતિ અને પરલોકમાં સિદ્ધરૂપ થાય છે. હું આ પ્રભુને દાસ છું અને તમે તેમના જ કિંકર છે; તેથી તેમને તેમની સેવાના ફળરૂપ વિદ્યાધરનું ઐશ્વર્ય આપું છું. એ તમને સ્વામીની સેવાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણજે, કેમકે પૃથ્વી ઉપર અરુણનો ઉદ્યોત થાય છે તે સૂર્યથી જ થયેલું હોય છે. એ પ્રમાણે કહી તેમને પાઠ કરવાથી જ સિદ્ધિને આપનારી ગૌરી અને પ્રજ્ઞસિ વિગેરે અડતાળીશ હજાર વિદ્યાઓ આપી અને આજ્ઞા કરી કે “તમે વૈતાત્ય ઉપર જઈ અને શ્રેણિમાં નગર વસાવી અક્ષય રાજ્ય કરે. પછી તેઓ ભગવંતને નમન કરી, પુષ્પક નામનું વિમાન બનાવી, તેમાં આરૂઢ થઈ પન્નગપતિની સાથે જ ચાલ્યા. પ્રથમ તેઓએ પોતાના પિતા કરછ મહાકચ્છની પાસે જઈ સ્વામિસેવારૂપ વૃક્ષના ફળરૂપી તે નવીન સંપત્તિની પ્રાપ્તિ નિવેદન કરી અને પછી અયોધ્યાના પતિ ભરતરાય પાસે આત્મઋદ્ધિ વિદિત કરી. માની પુરુષના માનની સિદ્ધિ પોતાનું સ્થાન બતાવવાથી જ સફળ થાય છે. પછી સર્વ સ્વજન તથા પરિજનોને સાથે લઈ ઉત્તમ વિમાનમાં બેસી તેઓ વિતાવ્ય પર્વત તરફ ચાલ્યા. વિતાવ્ય પર્વત પ્રાંત ભાગમાં લવણ સમુદ્રના તરંગસમૂહથી ચુંબિત થયેલો છે અને જાણે પૂર્વ અને પશ્ચિમ દિશાને માનદંડ હોય તેવું જણાય છે. ભરતક્ષેત્રના દક્ષિણ અને ઉત્તર ભાગની મધ્ય સીમારૂપ તે પર્વત ઉત્તર દક્ષિણ પચાસ યોજના વિશાળ છે. પૃથ્વીમાં સવા છ જન રહેલ છે અને પૃથ્વી ઉપર પચીશ જન ઊંચે છે. જાણે બાહુ પ્રસારિત કર્યા હોય તેમ હિમાલયે ગંગા અને સિંધુ નદીથી તેનું આલિંગન કર્યું છે. ભરતાની લક્ષમીના વિશ્રામને માટે ક્રીડાઘર હોય તેવી ખંડપ્રભા અને તમિસ નામની ગુફાઓ તેની અંદર આવેલી છે. ચૂલિકા વડે જેમ મેરુપર્વત શોભે છે તેમ શાશ્વત પ્રતિમા યુક્ત સિદ્ધાયતન ફૂટથી તે પર્વત અદ્દભુત શોભાવાળે દેખાય છે. જાણે નવીન કંઠાભરણ હોય તેવા વિવિધ રત્નમય અને દેવતાઓના લીલાસ્થાનરૂપ નવ શિખરને તેણે ધારણ કર્યા છે. દક્ષિણ અને ઉત્તર બાજુએ વિશ જન ઊંચે જાણે વચ્ચે હોય તેવી વ્યંતરોની બે નિવાસશ્રેણિઓ તે પર્વત ઉપર રહેલી છે. મૂળથી ચૂલિકા પર્યત મનેતર સુવર્ણની શિલામય તે પર્વત, જાણે સ્વર્ગનું એક પાદકટક (પગનું આભરણ-કડું) પૃથ્વી ઉપર પડયું હોય તે જણાય છે. પવને ચલાયમાન કરેલા વૃક્ષની શાખારૂપ ભુજાઓથી જાણે દૂરથી બેલાવતો હોય એવા તે વૈતાઢ્ય પર્વત ઉપર નમિ તથા વિનમિ આવી પહોંચ્યા. નમિરાજાએ પૃથ્વીથી દશ જન ઊંચે તે પર્વત ઉપર દક્ષિણ એણિએ પચાસ નગર વસાવ્યા. કિન્નર પુરુષોએ જ્યાં પ્રથમ ગાયન કરેલું છે એવું બાહુકેતુ, પુંડરીક, હરિકેત, સેતકેત, સપરિકેતુ, શ્રીબાહુ, શ્રીગૃહ, લેહાલ, અરિજય, સ્વર્ગલીલા, વર્ગલ, વજાવિમાક, સહીસારપુર, જયપુર, સુકૃતમુખી, ચતુર્મુખી, બહુમુખી, રતા, વિરતા, આખંડલપુર, વિલાસયાનિ, અપરાજિત, કાંચીદામ, સુવિનય, નભાપુર, ક્ષેમંકર, સહચિન્હપુર Page #121 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સેળ નિકાયની સ્થાપના કુસુમપુરી, સયંતી, શકપુર, યંતી, વૈજયંતી, વિજયા, ક્ષેમંકરી, ચંદ્રભાસપુર, રવિભાસપુર, સપ્તભૂતલાવાસ, સુવિચિત્ર, મહાન્નપુર, ચિત્રકૂટ, ત્રિકૂટ વૈશ્રવણકૂટ, શશિપુર, રવિપુર, વિમુખી, વાહની, સુમુખી, નિત્યદ્યોતિની અને રથનપુરચક્રવાલ એવાં તે નગર અને નગરી. એના નામ રાખ્યાં. એ પચાસ નગરની મધ્યમાં આવેલ (રથનું પુરચક્રવાલ) નગરમાં નમિએ નિવાસ કર્યો. ધરના શાસનથી ઉત્તર શ્રેણિમાં તેવી જ રીતે વિનમિએ તત્કાળ સાઠ નગર વસાવ્યા. અજુની, વાચ્છી, વૈરિસંહારિણી, કેલાશવાણી, વિશુદ્વીપ, કિલિકિલ, ચારચૂડામણી, ચંદ્રભાભૂષણ, વંશવત્ , કુસુમસૂલ, હંષગભ, મેઘક, શંકર, લક્ષમીહસ્ય, ચામર, વિમલ, અસુમત્કૃત, શિવમંદીર, વસુમતી, સર્વસિદ્ધસ્તુત, સર્વશત્રુંજય, કેતુમાલાંક, ઇંદ્રકાંત, મહાનંદન, અશે, વીતશેક, વિશોકસુખલોક, અલકતિલક, નભસ્તિલક, મંદિર, કુમુદકુદ, ગગનવલ્લભ, યુવતીતિલક, અવનીતિલક, સગંધર્વ, મુક્તાહાર, અનિમિષવિષ્ટ૫, અગ્નિજવાલા, ગુરૂવાલા, શ્રીનિકેતપુર, નયશ્રીનિવાસ, રત્નકુલિશ, વસિષ્ણાશ્રય, દ્રવિણજય, સભદ્રક, ભદ્રાશયપુર, ફેનશિખર, ગોક્ષીરવરશિખર, વૈર્યક્ષભશિખર, ગિરિશિખર, ધરણી, વાણી, સુદર્શનપુર, દુર્ગ, દુદ્ધ, મહેંદ્રવિજય, સુગંધિની, સુરત, નાગપુર, અને રત્નપુર એ નામનાં સાઠ નગર અને નગીઓની મધ્યમાં પ્રધાનરુપે રહેલાં ગગનવલ્લભ નામના નગરમાં ધરણંદ્રની આજ્ઞાથી વિનમિએ નિવાસ કર્યો. વિદ્યાધરની મહત અદ્ધિવાળી તે બંને શ્રેણિ જાણે તેની ઉપર રહેલ વ્યંતરની શ્રેણિના પ્રતિબિંબ હોય તેવી શુભતી હતી. તેઓએ બીજાં અનેક ગામ અને શાખાનગર(પર) કર્યા અને સ્થાનયોગ્યતા પ્રમાણે કેટલાએક જન પદ પણ સ્થાપ્યાં. જે જે જનપદથી લાવીને ત્યાં માણસોને વસાવ્યાં તે તે નામથી ત્યાં દેશ કર્યો. એ સર્વ નગરમાં હદયની પેઠે સભાની અંદર નમિ તથા વિનમિએ નાભિનંદનને સ્થાપિત કર્યા. વિદ્યાધર વિદ્યાથી મંદ થઈને દુર્વિનયી ન થાય તે માટે ધરણે એવી મર્યાદા સ્થાપના કરી કે “જે દુર્મદવાળા પુરુષે જિનેશ્વર, જિનચૈત્ય, ચરમશરીરી અને કાયેત્સ રહેલા કેઈપણ મુનિને પરાજય કે ઉલ્લંઘન કરશે તેઓને લક્ષમી જેમ આલસ્વયુકત પુરુષોને તજે તેમ વિદ્યાઓ તત્કાળ તજી દેશે. વળી જે વિદ્યાધર પિતાની સ્ત્રીને મારી નાંખશે અને ઇચ્છા ન કરનારી પરસ્ત્રી સાથે રમશે તેને પણ વિદ્યાઓ તત્કાળ છેડી દેશે.” નાગપતિએ એ મર્યાદા ઊંચે સ્વરે કહી સંભળાવીને તે યાવચંદ્રદીવાકર રહે તેટલા માટે તેને રત્નભિત્તિની પ્રશસ્તિમાં લેખિત કરી. પછી નામિવિનમિને બંનેને વિદ્યાધરના રાજાપણે પ્રસાદ સહિત સ્થાપિત કરી બીજી કેટલીક વ્યવસ્થા કરી નાગપતિ અંતર્ધાન થયા. પિતાપિતાની વિદ્યાઓના નામથી વિદ્યાધરની સેળ નિકાય (જાતિ) થઈ. તેમાં ગૌરી વિદ્યાથી ગીરેય થયા, મનુ વિદ્યાથી મનુ થયા, ગાંધારી વિદ્યાથી ગાંધાર થયા, માનવી વિદ્યાથી માનવ થયા, કૌશિકી વિવાથી કૌશિકી થયા, ભૂમિતુંડ વિદ્યાથી ભૂમિતુંડક થયા, મૂલવીર્ય વિદ્યાથી મૂલવીર્થક થયા, શંકુકા વિદ્યાથી શંકુક થયા, પાંડુકી વિદ્યાથી પાંડુક થયા, પાર્વતી વિદ્યાથી પાર્વત થયા, વંશાલયા વિદ્યાથી વંશાલય થયા, પાંસુમૂલ વિદ્યાથી પાંસુમૂલક થયા અને વૃક્ષમૂલ વિદ્યાથી વૃક્ષમૂલક થયા. એ સેળ નિકાયના બે ભાગ કરીને A - 13 Page #122 -------------------------------------------------------------------------- ________________ પારણુ નિમિત્તે પ્રભુનું હસ્તિનાપુરમાં આગમન સર્ગ ૩ જે નમિ અને વિનમિ રાજાએ આઠ આઠ વિભાગ ગ્રહણ કર્યા. પિતપતાની નિકાયમાં પિતાની કાયાની પેઠે ભકિતથી તેઓએ વિદ્યાધિપતિ દેવતાનું સ્થાપન કર્યું. નિત્ય વૃષભસ્વામીની મૂત્તિની પૂજા કરનારા તેઓ ધર્મને બાધા ન આવે એવી રીતે કાળ નિર્ગમન કરતાં દેવતા સદેશ ભેગ ભોગવવા લાગ્યા. જાણે બીજા શક ને ઇશાન ઇદ્રો હોય તેમ તેઓ બંને કંઈ કઈ વખત જબુદ્વીપની જગતિના જળકટકને વિષે કાંતાઓ સહિત ક્રીડા કરતા હતા, કેઈ વખત સુમેરુ પર્વત ઉપરના નંદનાદિક વનમાં પવનની પેઠે ઈચ્છાપૂર્વક આનંદ: સહિત વિહાર કરતા હતા, કેઈ વખતે શ્રાવકની સંપત્તિનું એ જ ફળ છે એમ ધારી નંદીશ્વરાદિ તીર્થોમાં શાશ્વત પ્રતિમાનું અર્ચન કરવાને જતા હતા, કોઈ વખતે વિદેહાદિ ક્ષેત્રમાં શ્રી અહંતના સમવસરણની અંદર જઈને પ્રભુની વાણુરૂપ અમૃતનું પાન કરતા હતા અને હરણ જેમ કાન ઊંચા કરીને ગાયન સાંભળે તેમ કઈ વખતે ચારણમુનિઓ પાસેથી તેઓ ધર્મદેશના સાંભળતા હતા. સમકિત અને અક્ષીણ ભંડારને ધારણ કરનારા તેઓ વિદ્યાધરોથી આવૃત્ત થઈને ત્રણ વર્ગ (ધર્મ, અર્થ અને કાગ)ને બાધા ન આવે તેવી રીતે રાજ્ય કરતા હતા. કચ્છ અને મહાક૭ જેઓ રાજતાપસ થયા હતા તેઓ ગંગા નદીના દક્ષિણ તટ ઉપર મૃગની પિઠે વનચર થઈને ફરતા હતા અને જાણે જગમ વૃક્ષે હોય તેમ વહકલ વત્રથી તેઓ શરીરનું આચ્છાદન કરતા હતા. વમન કરેલા અન્નની પેઠે ગૃહસ્થાશ્રમીના કારને તેઓ સ્પર્શ પણ કરતા નહોતા. ચતુર્થ અને છઠું વિગેરે તપવડે ધાતુનું શેષણ થવાથી ઘાણું કૃશ થયેલું તેમનું શરીર ખાલી પડેલી ધમણની ઉપમાને ધારણ કરતું હતું. પારણાને દિવસે પણ સડી ગયેલાં અને ભૂમિ ઉપર પડી ગયેલાં પાંદડાં અને ફળાદિકનું અશન કરી ભગવાનનું હૃદયમાં ધ્યાન કરતા ત્યાં જ રહ્યા હતા. ભગવાન રાષભસ્વામી આર્ય અનાર્ય દેશમાં મૌનપણે વિચરતા હતા. એક વર્ષ પર્યત નિરાહારપણે રહેલા પ્રભુએ વર્ષ પ્રાંતે વિચાર્યું કે “દીપક જેમ તેલવડે જ બળે છે, અને વૃક્ષ જેમ બળથી જ ટકે છે તેમ પ્રાણીઓના શરીર આહારથી જ રહે છે. તે આહાર પણ બેંતા પર દેષ રહિત હોય તે સાધુએ માધુકરી વૃત્તિથી ભિક્ષા વડે એગ્ય અવસરે ગ્રહણ કરવો યુકત છે. ગયેલા દિવસની પેઠે હજી પણ આહાર નહીં લેતાં હું અભિગ્રહ કરીને રહીશ તે મારું શરીર તે રહેશે; પરંતુ જેમ આ ચાર હજાર મુનિઓ, ભેજન નહીં મળવાથી પીડિત થઈ ભગ્ન થયા તેમ બીજા મુનિઓ ભંગ પામશે.” આ વિચાર હદયમાં ધારીને પ્રભુ ભિક્ષા માટે સર્વ નગરમાં મંડનરૂપ ગજપુર નગરે આવ્યા. તે નગરમાં બાહુબલીના પુત્ર સેમપ્રભ રાજાના શ્રેયાંસ નામે કુમારે તે સમયે સ્વપ્નમાં એવું જોયું કે ચોતરફ કાંઈ શ્યામ થયેલા એવા સુવર્ણગિરિ મેરુ)ને મેં દૂધના ઘડાથી અભિષેક કરી ઉજજવળ કર્યો. સુબુદ્ધિ નામના શેઠે એવું સ્વપ્ન જોયું કે “સૂર્યથી એવેલા સહસ્ત્ર કિરણે શ્રેયાંસકુમારે પાછા સૂર્યમાં આરોપણ કર્યા અને તેથી સૂર્ય અતિ પ્રકાશ માન થયે.” સોમયશા રાજાએ એવું સ્વપ્ન જોયું કે “ઘણું શત્રુઓએ તરફ રૂંધેલા ૧ મધુકર-ભ્રમર જેમ અનેક પુ ઉપર બેસી જરા જરા રસ ચુસી પિતાની તપ્તી કરે પણ પુને કલામણું ન ઉપજાવે તેમ મુનિ પણ અનેક ઘરેથી છેડે થેડે આહાર ગ્રહણ કરે. ગૃહસ્થને પીડાકારી ન થાય તેવી વૃત્તિને માધુકરી વૃત્તિ સમજવી. Page #123 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માને પરિજનોએ કરેલ વિવિધ વિજ્ઞપ્તિ કોઈ રાજાએ પોતાના પુત્ર શ્રેયાંસની સહાયથી જય મેળવ્યું. ત્રણે જણાએ પોતપોતાના સ્વપ્નને વૃત્તાંત પરસ્પર કહ્યો પણ તેને નિર્ણય નહીં કરી શકવાથી પાછા પિતપોતાના સ્થાન પ્રત્યે ગયા. જાણે તે સ્વનનો નિર્ણય પ્રગટ કરવાનું ધારતા હોય તેમ પ્રભુએ તે જ દિવસે ભિક્ષાને માટે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. એક સંવત્સર સુધી નિરાહાર રહેલા છતાં પણ ઋષભની લીલાથી ચાલ્યા આવતા પ્રભુ હર્ષ સહિત નગરલોકેના જોવામાં આવ્યા. પ્રભુને જોઈ પરલોક સંભ્રમથી ઊઠી દેડીને પરદેશથી આવેલા બંધુની પેઠે તેમની આસપાસ વીંટળાઈ વળ્યા. કેઈ કહેવા લાગ્યા...હે પ્રભુ ! તમે અમારા ઘર ઉપર અનુગ્રહ કરે, કેમકે વસંતઋતુની પેઠે તમે ચિરકાળે દેખાયા છે. કેઈ કહે-સ્વામિન્ ! સ્નાન કરવાને ગ્ય જળ, તેલ, વસ્ત્ર અને પીઠી વિગેરે પદાર્થો તયાર છે, તેથી આપ સ્નાન કરે અને પ્રસન્ન થાઓ. કેઈ કહે-હે ભગવંત ! મારાં ઉત્તમ ચંદન, કપૂર, કસ્તુરી અને યજ્ઞકર્દમને ઉપગમાં લાવી મને કૃતાર્થ કરે. કેઈ કહે–હે જગરત્ન ! કૃપા કરી અમારા રત્ન અલંકારને આપના અંગમાં આપણુ કરી અલંકૃત કરે. કેઈ કહે–હે સ્વામિન ! મારે મંદિરે પધારી આપના અંગને અનુકૂલ રેશમી વસ્ત્ર પહેરી તેને પવિત્ર કરે. કઈ કહે હે દેવ ! દેવાંગના જેવી મારી કન્યાને આ૫ ગ્રહણ કરે, આપના સમાગમથી અમે ધન્ય થયા છીએ. કેઈ કહે-હે રાજકુંવર ! ક્રીડાથી પણ આપ પગે શા માટે ચાલે છે ? પર્વત જેવા આ મારા કુંજર ઉપર આરૂઢ થાઓ. કઈ કહે-સૂર્યાશ્વ સમાન મારા ઘોડાને આપ ગ્રહણ કરે, આતિથ્યનું ગ્રહણ ન કરવાથી અમને અયોગ્ય કેમ કરે છે ? કઈ કહેઆ જાતિવંત ઘોડાઓ જોડેલા મારા રથને સ્વીકાર કરે. આપ સ્વામી જ્યારે પગથી ચાલે ત્યારે એ રથની અમારે શું જરૂર છે? કઈ કહે–હે પ્રભુ ! આ પાકાં આમ્રફળને આપ ગ્રહણું કરે, નેહીજનું અપમાન ન કરવું જોઈએ. કેઈ કહે–હે એકાંતવત્સલ ! આ તાંબુલવલ્લીનાં પત્ર અને સેપારી પ્રસન્ન થઈને ગ્રહણ કરે. કેઈ કહે-હે સ્વામી ! અમે છે અપરાધ કર્યો છે કે આપ સાંભળતા જ ન છે તેમ ઉત્તર આપતા નથી ? એવી રીતે લેકે તેમની પ્રાર્થના કરતા હતા તથાપિ તે સર્વ વસ્તુને અકથ્ય જાણ તેમાંનું કાંઈ પણ ન સ્વીકારતાં ચંદ્ર જેમ નક્ષત્રે નક્ષત્રે ફરે તેમ પ્રભુ ઘેર ઘેર ફરતા હતા. પક્ષીઓના પ્રાતઃકાળના કેલાહળની પેઠે નગરજનો તે કેલાહળ પિતાને ભુવનમાં રહેલા શ્રેયાંસના સાંભળવામાં આવ્યું. તેણે “એ શું છે ? તે જાણવાને છડીદારને કહ્યું. તે છડીદાર સર્વ વૃત્તાંત જાણ પાછો આવી અંજલિ જોડી આ પ્રમાણે કહેવા લાગ્ય- રાજાઓની પેઠે પિતાના મુગટેથી ભૂતલને સ્પર્શ કરી પાદપાઠ આગળ આળોટતા ઈકો દઢ ભક્તિથી જેમનું સેવન કરે છે, સૂર્ય જેમ પદાર્થોને બતાવે તેમ જેઓએ આ લોકમાં માત્ર અનુકંપાથી સર્વને આજીવિકાના ઉપાયરૂપ કર્મો બતાવ્યાં છે, દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાવાળા જેમણે ભારત વિગેરેને અને તમને પણ પિતાની શેષા (પ્રસાદી)ની પેઠે આ ભૂમિ આપી છે. અને જેણે સર્વ સાવદ્ય વસ્તુને પરિહાર કરી અષ્ટકર્મરૂપી મહા. પંકને શેષણ કરવા માટે ગ્રીષ્મના આતપરૂપ તપને સ્વીકાર્યું છે, તે સાષભદેવ પ્રભુ નિસંગમમતા રહિત નિરાહારપણે પિતાના પાદસંચારથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરે છે. તેઓ સૂર્યના આતપથી ઉદ્વેગ પામતા નથી અને છાંયાથી ખુશી થતા નથી. પરંતુ પર્વતની પેઠે બન્નેમાં સમાનભાવ રાખે છે. જાણે વાકાયવાળા હોય તેમ શીતમાં વિરક્ત થતા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ - શ્રેયાંસને થયેલ જાતિવમરણ અને કરાવેલ પ્રભુ-પારણું. સગ ૩ જે. નથી, ઉષ્ણમાં આસક્ત થતા નથી અને જ્યાં ત્યાં રહે છે. સંસારરૂપી હસ્તીમાં કેશરીસિંહ સમાન તે પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ કરતા, એક કીડી પણ પીડા ન પામે તેવી રીતે પારસંચાર કરે છે. પ્રત્યક્ષ નિદેશ કરવાને ચગ્ય અને ત્રણ જગતના દેવ–તે તમારા પ્રપિતામહ ભાગ્યને અહીં આવી ચડયા છે. ગોવાળની પછવાડે જેમ ગાય દોડે તેમ પ્રભુની પછવાડે દોડનાર સર્વ પૌરજનોનો આ મધુર કેલાહળ છે. પ્રભુને આવેલા સાંભળી તત્કાળ તે યુવરાજ પાળાઓનું પણું ઉલ્લંઘન કરીને પગે ચાલતો દેડ. યુવરાજને છત્ર અને ઉપાન રહિત દોડતે જોઈને જાણે તેની છાયા હોય તેમ તેની સર્વે સભા પણ છત્ર તથા ઉપાન તજી દઈને દોડી. સંભ્રમથી યુવરાજના કુંડળ ચપલ થતા હતા તેથી જાણે શ્રેયાંસ પુનઃ સ્વામીની પાસે બાળલીલા આચરતે હોય તેમ શેભતો હતો. પિતાના ગૃહાંગણમાં આવેલા પ્રભુના ચરણકમલમાં આળોટી ભ્રમને ઉત્પન્ન કરનારા પિતાના કેશોથી તેણે માર્જન કર્યું. તેણે ઊઠીને જગત્પતિને ત્રણ પ્રદક્ષિણા કરી. જાણે હર્ષાશથી પ્રક્ષાલન કરતો હોય તેમ ચરણમાં નમસ્કાર કર્યો અને પછી ઊભું થઈ પૂર્ણિમાના ચંદ્રને જેમ ચકર જુએ તેમ પ્રભુના મુખકમલનું અવલોકન કરવા લાગ્યા. “આવો વેશ મેં કયાંક જે છે' એમ ચિંતવતાં તેને વિવેકવૃક્ષના બીજરૂપ જાતિસ્મરણ ઉત્પન્ન થયું અને જાણ્યું કે “પૂર્વે પૂર્વ વિદેહ ક્ષેત્રમાં ભગવંત વજનાભ નામે ચક્રવતી હતા ત્યારે હું તેને સારથી હતો અને તે જ ભવમાં સ્વામીના વજન નામે પિતા હતા તેમને આવા તીર્થકરના ચિતવાળા મેં જોયા હતા. વજનાભે વસેન તીર્થંકરના ચરણ સમીપે દીક્ષા લીધી ત્યારે મેં પણ એમની સાથે દીક્ષા લીધી હતી. તે વખતે વજન અહતના મુખથી મેં સાંભળ્યું હતું કે–આ વાનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થંકર થશે. સ્વયંપ્રભાદિકના ભાવમાં એમની સાથે જ ભ્રમણ કર્યું હતું. તેઓ હાલ મારા પ્રપિતામહપણે વતે છે, તેમને મેં ભાગ્યયોગે આજે દીઠા. તે પ્રભુ આજે જાણે સાક્ષાત્ મોક્ષ હોય તેમ સર્વ જગતનો અને મારે અનુગ્રહ કરવા પધાર્યા છે.” તે આમ વિચારે છે એવામાં કેઈએ આવોને નવીન ઈષ્ફરસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા, એટલે (જાતિસ્મરણ જ્ઞાનથી) નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા તેણે પ્રભુને કહ્યું-“હે ભગવન ! આ કલ્પનીય રસ ગ્રહણ કરે.' પ્રભુએ અંજલિ જેડી હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું, એટલે તેણે ઈશ્ન રસના કુંભે લઈ લઈને તેમાં ખાલી કરવા માંડયા. ભગવાનના હસ્તપાત્રમાં ઘણું રસ સમાય, પણ શ્રેયાંસના હદયમાં તેટલો હર્ષ સમાયે નહીં. સ્વામીની અંજલિમાં આકાશે જેની શિખા લગ્ન થયેલી છે એ રસ જાણે ઠરી ગયેલ હોય તેમ સ્થભિત થઈ ગયે, કેમકે તીર્થકરે અચિંત્ય પ્રભાવવાળા હોય છે. પ્રભુએ તે રસથી પારણું કર્યું અને સુર, અસુર તથા મનુષ્યોના નેત્રોએ તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. તે સમયે જાણે શ્રેયાંસના શય (કલ્યાણુ)ની ખ્યાતિ કરનારા ચારણુ ભાટ હાય તેમ આકાશમાં પ્રતિનાદથી વૃદ્ધિ પામેલા દુંદુભિ ધ્વનિ કરવા લાગ્યા. મનુષ્યનાં નેત્રના આનંદાની વૃષ્ટિની સાથે આકાશમાંથી દેવતાઓએ રત્નની વૃષ્ટિ કરી. જાણે પ્રભુના ચરણથી પવિત્ર થયેલી પૃથ્વીને પૂજવાને માટે હોય તેમ દેવતાઓ તે સ્થળે આકાશમાંથી પંચવર્ણના પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સર્વ દેવવૃક્ષના કુસુમસમૂહથી સંચય કરેલ હોય તેવા ગધેકની વૃષ્ટિ દેવતાઓએ કરી અને જાણે આકાશને વિચિત્ર વાદળામય કરતા હોય તેમ દેવતાઓ તથા મનુષ્યો ઉજજવળ Page #125 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું શ્રેયસે સમજાવેલ પરમાત્માનું સ્વરૂપ - ૧૦૧ વને ઉક્ષેપ કરવા લાગ્યા. (તીર્થકરને પ્રતિલાભવાથી એ પંચ દિવ્ય પ્રગટ થયા). વિશાખ માસની શુકલ તૃતીયાના દિવસે આપેલું તે દાન અક્ષય થયું, તેથી તે પવ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગતમાં દાનધર્મ શ્રેયાંસથી પ્રત્યે અને બાકીને સર્વ વ્યવહાર અને નીતિને ક્રમ ભગવંતથી પ્રત્યે. પ્રભુએ કરેલ પારણથી અને તે વખતે થયેલ રત્નાદિકની વૃષ્ટિથી વિસ્મય પામી રાજાઓ અને નગરલોકે શ્રેયાંસના મંદિરમાં આવવા લાગ્યા. કચ્છ અને મહાક૭ વિગેરે ક્ષત્રિયતાપસે પણ પ્રભુના પારણાની વાત સાંભળવાથી અત્યંત હર્ષવંત થઈને ત્યાં આવ્યા. રાજાઓ, નાગરિકે અને જનપદજને માંચ વડે પ્રફુલ્લિત થઈ શ્રેયાંસને આ પ્રમાણે કહેવા લાગ્યા- “હે કુમાર ! તમે ધન્ય છે અને પુરુષોમાં શિરોમણિ છે, કેમકે તમારે આપેલ ઈક્ષરસ પણ સ્વામીએ ગ્રહણ કર્યો અને અમે સર્વસ્વ આપતા હતા તે પણ તેને તૃણ તુલ્ય ગણીને પ્રભુએ સ્વીકાર્યું નહીં. અમારા ઉપર પિતે પ્રસન્ન થયા નહીં. પ્રભુ એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ફર્યા તે પણ અમારું કેઈનું આતિથ્ય ગ્રહણ કર્યું નહીં; તેથી ભક્તપણાનું માન ધરાવનાર અમને ધિક્કાર છે ! અમારા મંદિરમાં વિશ્રામ કર તથા અમારી વસ્તુનું ગ્રહણ કરવું તે તે દૂર રહે, પણ આજ સુધી વાણીથી પણું પ્રભુએ અમને સંભવિત કર્યા નહીં. જેમણે પૂર્વે લાખે પૂર્વ સુધી અમારું પુત્રોની પેઠે પાલન કર્યું છે તે પ્રભુ હમણાં જાણે પરિચય જ ન હોય તેમ અમારી સાથે વર્તે છે.” શ્રેયાંસે કહ્યું- તમે એમ શા માટે કહે છે ? આ સ્વામી પૂર્વની પેઠે હાલમાં પરિગ્રહધારી રાજા નથી, પણ હમણાં તો તેઓ સંસારરૂપી આવજો (ભમરી)થી નિવૃત્ત થવાને માટે સમગ્ર સાવધ વ્યાપારનો ત્યાગ કરીને યતિ થયેલા છે. જે ભાગના ઈચ્છક હોય તે સ્નાન–અંગરાગ–આભૂષણ અને વસ્ત્રોને સ્વીકાર કરે, પણ તેથી વિરક્ત થયેલા પ્રભુને તે વસ્તુઓની શી જરૂર હોય ? જે કામને વશ હોય તે કન્યાને સ્વીકાર કરે પણ કામદેવને જીતનારા સ્વામીને તે કામિનિઓ અત્યંતપણે પાષાણ સમાને છે. જે પૃથ્વીના રાજ્યની ઈચ્છાવાળા હોય તે હાથી, ઘોડા વિગેરે ગ્રહણું કરે, પણ સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરનારા પ્રભુને તે એ સર્વ દગ્ધ થયેલા વસ્ત્ર જેવા છે. જે હિંસક હોય તે સજીવ ફલાદિ ગ્રહણ કરે, પણ આ દયાળુ પ્રભુ તે સર્વ જીવને અભય આપનારા છે તેથી તેઓ ફક્ત એષણીય, કલપનીય અને કામુક અન્નાદિકને ગ્રહણ કરે છે, પણ તમે મુગ્ધ લેકે તે જાણતા નથી.” તેઓએ કહ્યું- યુવરાજ ! આ શિલ્પાદિક જે આજે પ્રવર્તે છે તે પૂર્વે ત્રભુએ બતાવેલ છે તે ઉપરથી સર્વ લોકો જાણે છે અને તમે જે કહે છે તે તે કાંઈ સ્વામીએ જણાવ્યું નથી તેથી અમે કાંઈ જાણતા પણ નથી. તમે આ શી રીતે જાણ્યું ? એ કહેવાને આપ ગ્ય છે, માટે કૃપા કરી કહે.” યુવરાજે કહ્યું- “ગ્રંથના અવલેકનથી જેમ બુદ્ધિ ઉત્પન્ન થાય તેમ ભગવંતના દર્શનથી મને જાતિસમરણ થયું છે. સેવક જેમ એક ગામથી બીજે ગામ જાય તેમ સ્વર્ગ અને મૃત્યુલોકમાં વારાફરતી આઠ ભવ સુધી હું સ્વામીની સાથે ફર્યો છું. આ ભવથી અતિક્રાંત થયેલા ત્રીજા ભવમાં વિદેહભૂમિમાં ભગવંતના પિતા વજસેન નામે તીર્થકર Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રભુનું તક્ષશીલા નગરીએ આગમન સર્ગ ૩ ને હતા. તેમની પાસે પ્રભુએ દીક્ષા લીધા પછી મેં પણ દીક્ષા ગ્રહણ કરી હતી. તે જન્મના સ્મરણુથી આ સમગ્ર મારા જાણવામાં આવ્યું. તેમજ ગઈ રાત્રે મને, મારા પિતાને અને સુબુદ્ધિ શ્રેષ્ઠીને આવેલા સ્વપ્નનું પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત થયું. મેં સ્વપ્નમાં શ્યામ મેરુને દૂધથી પ્રક્ષાલિત કરેલો જે હતું, તેથી આજે આ પ્રભુ કે જેઓ તપથી કૃશ થયેલા હતા તેમને ઈક્ષરસ વડે મેં પારણું કરાવ્યું અને તેથી તેઓ શોભવા લાગ્યા. મારા પિતાએ શત્રુની સાથે જેમને યુદ્ધ કરતા જોયા હતા તે પ્રભુ, તેમણે મારા પારણની સહાયથી પરિષહરૂપ શત્રુઓને પરાભવ કર્યો. સુબુદ્ધિ શ્રેષ્ઠીએ “સૂર્યમંડળથી પડેલાં સહસ્ત્રકિરણને પાછાં મેં આરેપિત કર્યા અને તેથી સૂર્ય અધિક શોભવા લાગ્યો, એવું સ્વપ્ન જોયું હતું તે સૂર્ય સમાન આ ભગવંતનું સહસ્ત્રકિરણરૂપ કેવળ ભ્રષ્ટ થયેલું તેને મેં આજે પારણાથી જોડી દીધું અને તેથી ભગવંત શોભવા લાગ્યા. આ પ્રમાણે સાંભળીને સવે શ્રેયાંસ પ્રત્યે “બહું સારું, બહુ સારું ' એમ કહેતાં હર્ષ પામીને પિતાપિતાને સ્થાને ગયાં. 1 શ્રેયાંસને ઘરે પારણું કરી જગતપતિ સ્વામી ત્યાંથી અન્ય સ્થાને વિહાર કરી ગયા કેમકે છાસ્થ તીર્થકર એક ઠેકાણે રહેતા નથી. ભગવંતના પારણાના સ્થાનનું કઈ માણસ ઉલંઘન ન કરે એમ ધારી શ્રેયાંસે ત્યાં રત્નમય પીઠ કરાવી. જાણે પ્રભુના સાક્ષાત ચરણ હોય તેમ ભકિતના સમૂહથી નમ્ર થઈ તે રત્નપીઠની વિકાળ પૂજા કરવા લાગ્યું. આ શું છે?” એમ લેકે પૂછતા હતા ત્યારે “એ આદિકર્તાનું મંડળ છે” એમ શ્રેયાંસ કહેતે હતે. પછી જ્યાં જ્યાં પ્રભુએ ભિક્ષાનું ગ્રહણ કર્યું ત્યાં ત્યાં લોકે તે પ્રમાણે પીઠિકા કરતા હતા. તેથી અનુક્રમે “આદિત્યપીઠ” એ રીતે પ્રવત્યું. એક વખત કુંજર જેમ નિકુંજમાં પ્રવેશ કરે તેમ પ્રભુ સાયંકાળે બાહુબલી દેશમાં બાહુબલીની તક્ષશીલાપુરી સમીપે આવ્યા અને તે નગરીના બહારના ઉદ્યાનમાં કાયોત્સર્ગ. રહ્યા. ઉદ્યાનપાલકે જઈને બાહુબલિને તે વૃત્તાંત નિવેદન કર્યું. તરતજ બાહુબલિ રાજાએ પુરરક્ષકોને આજ્ઞા કરી કે- “ નગરમાં હાટેની વિચિત્ર શેભા કરી નગરને શણગારે.' એવી આજ્ઞા થતાં જ નગરમાં દરેક સ્થાને લટકતી મોટી લુંબેથી વટેમાર્ગુના મુગટને ચુંબન કરતી કદલીતંભની તરણુમાલિકાઓ શોભવા લાગી. જાણે ભગવંતના દર્શન કરવાને માટે દેવતાઓના વિમાને આવ્યાં હોય તેમ દરેક માગે રત્નપાત્રથી પ્રકાશમાન માંચાઓ શોભવા લાગ્યા. પવને આંદલિત કરેલી ઉદ્દામ પતાકાની પંકિતના મિષથી જાણે તે નગરી સહસ્ત્ર ભુજાવાળી થઈને નૃત્ય કરતી હોય તેવી ભવા લાગી અને ચારે બાજુએ કરેલી નવીન કુંકમળના છંટકાવથી જાણે મંગળ અંગરાગ કર્યો હોય તેવી આખા નગરની પૃથ્વી જણાવા લાગી. ભગવંત દર્શનની ઉત્કંઠારૂપ ચંદ્રના દર્શનથી તે નગર કુમુદના ખંડની પેઠે વિકાશ પામ્યું નિદ્રા રહિત થયું. હું પ્રાતઃકાળે સ્વામીના દર્શનથી મારા આત્માને અને લેકેને પાવન કરીશ એવી ઈચ્છાવાળા બાહુબલીને તે રાત્રિ મહિના જેવી થઈ પડી. અહીં આ રાત્રિ પ્રભાતરૂપ થતાં પ્રતિકાસ્થિતિ સમાપ્ત કરીને પ્રભુ વાયુની પેઠે બીજે સ્થળે વિહાર કરી ગયા. ૧ પ્રભુને આહારને અંતરાય હતો. આહાર વિના શરીર ટકે નહીં અને શરીર વિના કેવળજ્ઞાનને સંભવ નહીં; માટે આહા આપવાથી શ્રેયાંસે ભ્રષ્ટ થયેલા કેવળને જોડી દીધું એમ કહ્યું છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માને વંદનાથે બાહુબલિની તૈયારી. ૧૦૩ પ્રાતઃકાળે બાહુબલીએ ઉપવન તરફ જવાની તૈયારી કરી. તે સમયે જાણે ઘણા સૂર્યો હોય તેમ મ્હોટા મુગટધારી મંડળેશ્વરે તેની ચોતરફ વીંટળાઈ વળ્યા હતા; ઉપાયોનાં જાણે મંદિર હોય અને અંગવાળાં જાણે અર્થશાસ્ત્રો હોય તેવા-શુક્રાદિકની જેવા ઘણા મંત્રીઓથી તે આવૃત્ત થયે હતે; જાણે ગુપ્ત પાંખેવાળા ગરુડે હોય તેવા જગતને ઉલ્લંઘન કરવામાં વેગવંત-તરફ ઉભેલા લાખે તુરંગથી તે દીપતે હતે. ઝરતા મદલની વૃષ્ટિથી જાણે નિર્ઝરણુવાળા પર્વતે હોય તેવા પૃથ્વીની રજ શાંત કરનારા ઊંચા હસ્તીઓથી તે શેલતા હતું અને જાણે પાતાળકન્યાઓ હોય તેવી સૂર્યને નહીં જોનારી વસંતશ્રી વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ પણ તેમની આસપાસ તૈયાર થઈ ઊભી હતી. તેની બે બાજુએ ઊભેલી ચામધારી વારાંગનાઓ વડે તે રાજહંસ સહિત ગંગા યમુનાએ સેવેલ પ્રયાગ જે જણાતું હતું. તેના મસ્તક ઉપર મનહર શ્વેત છત્ર રહેલું હતું, તેથી પૂર્ણિમાની અર્ધ રાત્રિના ચંદ્રવડે જેમ પર્વત શોભે તેમ તે શેતે હતે, દેવનદી (ઈંદ્રને પ્રતિહાર) જેમ ઇંદ્રને તેમ સુવર્ણની છડીવાળો પ્રતિહાર તેની આગળ માર્ગને બતાવતે ચાલતું હતું. જાણે શ્રીદેવીના પુત્ર હોય તેવાં રત્નાભરણથી ભૂષિત થયેલા નગરના અસંખ્ય શાહુકારે અશ્વારૂઢ થઈ તેની પછવાડે ચાલવાને તૈયાર થઈ રહ્યા હતા અને પર્વતની શિલાના પૃષ્ટ ઉપર જેમ યુવાન સિંહ બેસે તેમ ઇંદ્રની પેઠે બાહુબલિ રાજા ભદ્ર જાતિના શ્રેષ્ઠ હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયે હતે. ચૂલિકાથી જેમ મેરુ પર્વત શોભે તેમ મસ્તકમાં તરંગિત કાંતિવાળા રત્નમય મુગટથી તે વિરાજમાન હતું, તેના મુખની શેભાએ જીતેલા જમ્બુદ્વીપના બે ચંદ્ર જાણે તેની સેવા કરવાને આવ્યા હોય તેવાં મુક્તામય કુંડળે તેણે ધારણ કર્યા હતાં. લક્ષમીના મંદિરરૂપ હૃદય ઉપર સ્થૂલ મુક્ત-મણિમય હાર તેણે પહેર્યો હતો, તે જાણે તે મંદિરનો કિલે હોય તેવો લાગતો હતે હસ્તના મૂલમાં જાતિવંત સુવર્ણના બે બાજુબંધ પહેર્યા હતા, તેથી જાણે ભુજારૂપી વૃક્ષને નવીન લતાથી વેષ્ઠિત કરીને દઢ કર્યા હોયની એમ જણાતું હતું; હસ્તના મણિબંધ (કાંડા) ઉપર મુક્તામણિનાં બે કંકણ ધર્યા હતાં, તે લાવણ્યરૂપી સરિતાના તીર ઉપર રહેલા ફીણ જેવાં જણાતાં હતાં અને કાંતિથી આકાશને પલ્લવિત કરનારી બે મુદ્રિકા તેણે પહેરી હતી તે જાણે સપની ફણના જેવી ભાવાળા હાથના બે મેટા મણિઓ હેાય તેવી શોભતી હતી. અંગ ઉપર તેણે સૂક્ષમ અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યું હતું, પણ શરીર પર કરેલા ચંદનના વિલેપનથી તેનો ભેદ જણાતું નહોતું. પૂર્ણિમાનો ચંદ્ર જેમ ચંદ્રિકાને ધારણ કરે તેમ ગંગાના તરંગસમૂહની સ્પર્ધા કરનાર સુંદર વસ્ત્ર તેણે ચેતરફ ધારણ કર્યું હતું, જાતજાતની ધાતુમય સમીપ રહેલી ભૂમિથી જેમ પર્વત શોભે તેમ વિચિત્ર વર્ણથી સુંદર એવા અંદરના વસ્ત્રથી તે શોભતે હતે. જાણે લક્ષ્મીને આકર્ષણ કરવારૂપ ક્રીડા કરવાનું તીકણુ શસ્ત્ર હોય તેવા વજને તે મહાબાહુ પિતાના હાથમાં ફેરવતા હતા અને બંદીકે જય જય શબ્દથી દિશામુખને પૂરતા હતા આવી રીતે બાહુબલિ રાજા ઉત્સવપૂર્વક સ્વામીના ચરણથી પવિત્ર થયેલા ઉપવન નજીક આવ્યા. પછી જેમ આકાશથી ગરુડ ઉતરે તેમ હસ્તી ઉપરથી ઉતરી, છત્રાદિકનો ત્યાગ કરી બાહુબલિએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો ત્યાં તેણે ચંદ્ર રહિત આકાશ જેવું અને અમૃત રહિત સુધાકુંડ જેવું પ્રભુ વિનાનું ઉઘાન જેરું. મોટી ઇચછાવાળા તેણે નેત્રને આનંદદાયક ભગવંત કયાં છે ?' એમ ઉદ્યાનપાલકને પૂછવા માંડયું. તેઓએ કહ્યું–“રાત્રિની પેઠે પ્રભુ પણ કાંઈક આગળ ચાલ્યા ગયા. અમને ખબર પડષા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બાહુબલિએ કરેલી ધર્મચક્રની સ્થાપના. સગ ૩ જે. પછી અમે આપને કહેવા આવતા હતા તેવામાં આ૫ અહીં પધાર્યાએ વૃત્તાંત સાંભળી તક્ષશિલા નગરીનો અધિપતિ બાહુબલિ હડપચીએ હાથ મૂકી નેત્રમાં અશ્રયુક્ત થઈ ખેદ કરતે ચિંતા કરવા લાગ્ય–“અરે ! આજે હું પરિજન સહિત સ્વામીની પૂજા કરીશ એ મારે મનોરથ ખારી જમીનમાં વાવેલાં વૃક્ષબીજની પેઠે વ્યર્થ થયો. લોકેના અનુગ્રહની ઈચ્છાથી મેં ઘણું વિલંબ કર્યો તેથી મને ધિક્કાર છે ! આવા સ્વાર્થના બ્રશ વડે મારી મૂતા પ્રગટ થઈ! સ્વામીના ચરણકમળને અવલોકન કરવામાં અંતરાય કરનારી આ વૈરિણી રાત્રિને અને મારી મતિને ધિક્કાર છે ! સ્વામીને હું આ વખતે તે નથી તેથી આ પ્રભાત પણ અપ્રભાત છે, ભાનુ પણ અભાનુ છે અને નેત્ર પણ અનેત્ર છે. “અહા ! ત્રિભુવનપતિ રાત્રે આ સ્થળે પ્રતિમારૂપે રહ્યા અને નિજ બાહુબલિ પિતાના મહેલમાં સૂઈ રહો !” આવી ચિંતાથી વ્યાપ્ત થયેલા બાહુબલિને જોઈ શકરૂપી શલ્યને વિશલ્ય કરનારી વાણીથી તેના મુખ્ય સચિવે કહ્યું- હે દેવ! અહીં આવેલા સવામીને જોયા નહીં એ શોક શા માટે કરે છે ! કેમકે તે પ્રભુ હમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા દેખાય છે. વળી અહીં તેમના વજ, અંકુશ, ચક્ર, કમલ, વિજ અને મત્સ્યથી લાંછિત થએલા ચરણન્યાસ જેવાથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માનો.” સચિવનાં એ પ્રમાણેનાં વાકયે સાંભળી અંતાપુર અને પરિવાર સહિત સુનંદાના પુત્ર બાહુબલિએ પ્રભુના તે ચરણબિ અને વંદના કરી. આ ચરણબિંબને હવે પછી કઈ અતિક્રમ ન કરે એવી બુદ્ધિથી તેની ઉપર તેણે રત્નમય ધર્મચક્ર સ્થાપન કર્યું. આઠ જન વિસ્તારવાળું, ચાર એજન ઊંચું અને સહસ્ત્ર આરાવાળું તે ધર્મચક્ર જાણે આખું સૂર્યબિંબ હોય એવું શોભવા લાગ્યું. ત્રણ જગત્પતિ પ્રભુના અતિશયના પ્રભાવથી દેવતાઓથી પણ થવું દુષ્કર એવું તે ચક્ર બાહુબલિએ જોયું. પછી તત્કાળ તેણે સર્વ જગ્યાએથી લાવેલાં પુષ્પથી તેની પૂજા કરી, તેથી જાણે ત્યાં ફૂલનો પર્વત હોય એવું જણાવા લાગ્યું. નંદીશ્વરતીરે જેમ ઇંદ્ર અઠ્ઠાઈ મહોત્સવ કરે તેમ તેણે ત્યાં ઉત્તમ સંગીત અને નાટકાદિકથી અદૂભુત અઠ્ઠાઈ સવ કર્યો. પછી તેની પૂજા કરનાર તથા રક્ષા કરનાર માણસને તે ઠેકાણે નિરંતર રહેવાની આજ્ઞા કરી તથા ચક્રને નમસ્કાર કરી બાહુબલિ રાજા પિતાની નગરીમાં ગયે. એ પ્રમાણે પવનની પેઠે સ્વતંત્રપણે અને અખલિત રીતે વિહાર કરનારા, વિવિધ પ્રકારના તપમાં નિષ્ઠા રાખનારા, જુદા જુદા પ્રકારના અભિગ્રહ કરવામાં ઉઘુક્ત, મૌનપણું ધારણ કરેલ હેવાથી યવનાડંબ વિગેરે સ્વેચ્છ દેશમાં રહેનારા અનાર્ય પ્રાણીઓને પણ દશનમાત્રથી ભદ્રીક કરનારા અને ઉપસર્ગ તથા પરિષહને સહન કરનારા પ્રભુએ એક હજાર વર્ષ એક દિવસની જેમ વ્યતીત કર્યા. અનુક્રમે તેઓ મહાનગરી અધ્યાના પુમિતાલ નામના શાખાનગરે આવ્યા. તેની ઉત્તર દિશામાં જાણે બીજું નંદનવન હોય તેવા શકટસુખ નામના ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. અષ્ટમ તપ કરીને વટવૃક્ષ નીચે પ્રતિમારૂપે રહેલા પ્રભુ અપ્રમત્તર નામના ગુણસ્થાનને પામ્યા. પછી અપૂર્વકરણમાં આરૂઢ થઈ સવિચાર પૃથફવિતર્કજ નામના શુકલધ્યાનના પહેલા પાયાને પ્રાપ્ત થયા. ત્યાર પછી અનિવૃત્તિ બાદર ગુણઠાણને તથા સૂમસંપાય ગુણઠાણને પામીને તે જ ધ્યાનવડે ક્ષણવારમાં ચૂર્ણ કરેલા ૧ શાખાનગર–પરૂં. ૨ સાતમું ગુઠાણું. ૩ આઠ ગુણઠાણું. ૪ શુકલધ્યાનને પહેલે પાયો. ૫ નવમું ગુણઠાણું. ૬ દશમું ગુણઠાણું. Page #129 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પ્રભુને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન ૧૫. એવા લેભને હણીને પછી જ્યકૃતઅવિચાર નામના શુકલધ્યાનમાં બીજા પાયાને પામીને અંત્યક્ષણે ક્ષણવારમાં ક્ષીણમેહ' નામના ગુણઠાણાને પ્રાપ્ત થયા. પછી પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અંતરાયકર્મને નાશ કરવાથી સર્વ ઘાતિકને તેમણે નાશ કર્યો. એ પ્રમાણે વ્રત લીધા બાદ સહસ્ર વર્ષ વીત્યા પછીના ફાગુન માસની કૃષ્ણ એકાદશીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યું હતું એવે વખતે પ્રાતઃકાળમાં પ્રભુને જાણે હાથમાં રહેલ હોય એમ ત્રણે જગતને બતાવનારું ત્રિકાળવિષય જ્ઞાન , કેવળ જ્ઞાન) ઉત્પન્ન થયું. તે સમયે દિશાઓ પ્રસન્ન થઈ, વાયુ સુખાકારી વાવા લાગ્યો અને નારકીના જીવને પણ ક્ષણવાર સુખ થયું. હવે જાણે સ્વામીને કેવળજ્ઞાનના ઉત્સવને માટે પ્રેરતા હોય તેમ સર્વ ઇવેના આસન તે વખતે કંપાયમાન થયાં. જાણે પિતાના દેવલોકના દેવતાઓને બોલાવવાના કાર્યમાં ઉધત થઈ હોય તેમ દેવલોકમાં સુંદર શબ્દવાળી ઘંટા વાગવા માંડી. પ્રભુના ચરણ સમીપે જવાને ઈચ્છતા એવા સૌધર્માધિપતિએ ચિંતવન કર્યું કે તરત જ અરાવણ દેવ ગજરૂપે થઈ તેમની સમીપે આવ્યો. સ્વામીને જોવાની ઈચ્છાથી જાણે જંગમ મેરુપર્વત હોય તેમ પોતાના શરીરને લક્ષજન પ્રમાણ વીસ્તારીને તે હસ્તી ભવા લાગ્યો. તેના અંગની બરફ જેવી શ્વેત કાંતિવડે તે હસ્તી જાણે ચોતરફ દિશાઓને ચંદનનું વિલેપના કરતે હેાય એમ જણાતું હતું. તેના ગંડસ્થળમાંથી ઝરતા અતિસુગંધી મદજળવડે તે સ્વર્ગની અંગભૂમિને કસ્તુરીના સ્તબકથી અંકિત કરતે હતે. જાણે બે બાજુએ પંખા હોય તેવા પિતાના ચપલ કર્ણતાલવડે કપલતળમાંથી ઝરતા મદના ગંધથી અંધ થયેલા મયુરોના સમૂહને તે નિવારતે હતે. પિતાના કુંભસ્થળના તેજથી તેણે બાળસૂર્યના મંડલને પરાભવ કર્યું હતું અને અનુક્રમે પુષ્ટ અને ગળાકાર એવી શુંઢથી તે નાગરાજને અનુસરતા હતે. મધુ જેવી કાંતિવાળા તેનાં નેત્ર અને દાંત હતા, તામ્રપત્રના જેવું તેનું તાળવું હતું અને સંભાની જેવી ગેળ તથા સુંદર તેની ચીવ હતી. ગાત્રના અંતરાળ ભાગ વિશાળ હતા, પણછ ચડાવેલા ધનુષ જે પૃષ્ઠ ભાગ હતા, કૃશ ઉદર હતું અને ચંદ્રમંડળના જેવા નખમંડળથી તે મંડિત હતો. તેને નિઃશ્વાસ દીધું અને સુગંધી હતો, તેની કાંગુલી સુંઢને અગ્રભાગ) દીર્ધ અને ચલિત હતું અને તેના એણપલ્લવ, ગુહેંદ્રિય અને પુછ ઘણાં લીધું હતાં. બે બાજુએ રહેલા ચંદ્ર અને સૂર્યથી જેમ મેરુ પર્વત અંકિત હોય છે તેમ છે પડખે રહેલી બે ઘંટાએથી તે અતિ હતે. દેવવૃક્ષના પુષ્પથી ગુથેલી તેની બે બાજુની દેરડીઓ હતી. જાણે આઠ દિશાની લીમીની વિષમભૂમિઓ હેાય તેવા સુવર્ણપટ્ટથી અલંકૃત કરેલાં આઠ લલાટ અને આઠ મુખવડે તે શોભતો હતો. જાણે મોટા પર્વતનાં શિખર હોય તેવા ૮૮, કાંઈક વાંકા, વિસ્તારવાળા અને ઉન્નત એવા દરેક મુખમાં આઠ આઠ દાંત શેતા હતા. દરેક દાંત ઉપર સ્વાદુ અને નિર્મળ જળવાળી એક એક પુષ્કરિણી હતી, તે દરેક વર્ષ પર પર્વત ઉપર રહેલા દ્રહ જેવી શોભતી હતી. દરેક પુષ્કરિણુમાં આઠ આઠ કમલ હતાં, તે જાણે જળદેવીએ જળની બહાર મુખ કર્યા હોય તેવાં જણાતાં હતાં. પ્રતિકમલે આઠ આઠ વિશાળ પત્ર હતા, તે જાણે કીડા કરતી દેવાંગનાઓને વિશ્રામ લેવાના દ્વીપ ( ૧ બારમું ગુણાણ ૨ પુષ્કરિણી–વાવ. - A - 14 Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઇનું આગમન અને સમવસરણની રચના. સર્ગ ૩ જે. હોય તેવા શોભતા હતા. દરેક પત્ર ઉપર ચાર પ્રકારના અભિનયથી યુક્ત એવા જુદા જુદા આઠ આઠ નાટકે શોભતા હતા અને તે દરેક નાટકમાં જાણે સ્વાદીષ્ટ રસના કલ્લેલની સંપત્તિવાળા ઝરા હોય તેવા બત્રીશ બત્રીશ પાત્રો હતા. એવા ઉત્તમ ગજેન્દ્ર ઉપર અગ્ર આસનમાં ઈદ્ર પરિવારસહિત આરૂઢ થયો. હસ્તિના કુંભસ્થળથી તેની નાસિકા ઢંકાઈ ગઈ પરિવાર સહિત ઈંદ્ર ગજપતિ ઉપર બેઠે એટલે જાણે અખિલ સૌધર્મ દેવલેક હેય એ તે હસ્તી ત્યાંથી ચાલ્યો. અનુક્રમે પિતાના શરીરને સંક્ષિપ્ત કરતે–જાણે પાલક વિમાન હાય તેમ તે હસ્તી પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં ક્ષણવારમાં આવી પહોંચ્યું. બીજા અશ્રુત વિગેરે ઈ પણ “હું પહેલે જાઉં, હું પહેલે જાઉ એવી ત્વરાથી દેવસમૂહ સાથે આવી પહોંચ્યા. છે . તે અવસરે વાયુકુમાર દેવતાએ માનને ત્યાગ કરી સમવસરણને માટે એક એજન પૃથ્વીનું માર્જન કર્યું. મેઘકુમારના દેવતાઓએ સુગધી જળની વૃષ્ટિથી પૃથ્વીનું સિંચન કર્યું, તેથી જાણે પૃથ્વી પિતે જ પ્રભુ પધારશે એમ જાણુને સુગંધી અશ્રુથી ધૂપ અને અર્થને ઉક્ષિત કરતી હોય એમ જણાવા લાગ્યું. વ્યંતર, દેએ ભક્તિથી પિતાના આત્માની જેમ કિરણવાળા સુવર્ણ, માણિજ્ય અને રત્નના પાષાણુથી ઊંચું મિતળ બાંધ્યું, તેની ઉપર જાણે પૃથ્વીમાંથી ઉદ્ગત થયા હોય તેવાં અધોમુખ ડીટવાળાં પંચરંગી અને સુગંધી પુષ્પને વેર્યા. અને ચારે દિશામાં જાણે તેમની આભૂષણભૂત કંકીઓ હોય તેવાં રત્ન, માણિજ્ય અને સુવર્ણના તારણે બાંધી દીધાં. ત્યાં ગોઠવેલી રત્નાદિકની પૂતળીઓના દેહના પ્રતિબિંબ એકબીજામાં પડતા હતા તેથી જાણે સખીઓ પરસ્પર આલિંગિત થઈને રહેલી હોય તેવી તે ભાસતી હતી. સ્નિગ્ધ ઈદ્રનીલ મણિઓથી ઘડેલી મગરનાં ચિત્રો નાશ પામેલા કામદેવે છેડી દીધેલા પોતાના ચિહરૂપ મગરના ભ્રમને ઉત્પન્ન કરતા હતા. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોય તેવા શ્વેત છત્ર ત્યાં શુભતાં હતાં. જાણે અતિવર્ષથી પૃથ્વીએ પોતે નૃત્ય કરવાને માટે પિતાની ભુજાઓ ઊંચી કરી હોય તેવી ધ્વજાઓ ફરકતી હતી અને તેની નીચે સ્વસ્તિકાદિક અષ્ટમંગલિકનાં શ્રેષ્ઠ ચિહ્નો કર્યા હતાં, તે અલિપીઠ જેવા જણાતાં હતાં. સમવસરણને ઉપલા ભાગને પ્રથમ ગઢ વિમાનપતિઓએ રત્નમય બનાવ્યો હતો તેથી જાણે રત્નગિરિની રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય એમ જણાતું હતું અને તે ગઢ ઉપર જાતજાતના કાંગરાએ બનાવ્યા હતા, તે પોતાનાં કિરણેથી આકાશને વિચિત્ર વર્ણના વસોવાળું બનાવતા હોય એમ લાગતું હતું. મધ્યમાં તિષ્પતિ દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પિતાના અંગની જ્યોતિ હોય તેવા સુવર્ણથી બીજે ગઢ કર્યો હતો, તે ગઢ ઉપર રનમય કાંગરાઓ કર્યા હતાં તે જાણે સુરઅસુરની સ્ત્રીઓને મુખ જેવા ત્યાં રત્નમય દર્પણે રાખ્યા હોય તેવા જણાતા હતા. ભક્તિથી વૈતાઢ્ય પર્વત મંડલરૂપ(ગાળ) થયેલ હોય તે રૂપને ત્રીજે ગઢ ભુવનપતિઓએ બાહ્યાભાગ ઉપર રચ્યો હતો અને જાણે દેવતાની વાવડીઓના જળમાં સુવર્ણના કમલ હેાય તેવા તે ગઢની ઉપર સુવર્ણના વિશાળ કાંગર બનાવ્યા હતા. તે ત્રણ ગઢવાળી પૃથ્વી ભુવનપતિ, જ્યોતિષ્પતિ અને વિમાનપતિની લીમીના એક એક ગાળાકાર કહળવડે શોભે તેવી શોભતી હતી. પતાકાના સમૂહવાળાં માણિજ્યમય તારણ પિતાના કિરણેથી જાણે બીજી પતાકાઓ રચતા હોય તેવા જણાતા હતા. તે દરેક ગઢને ૧ અભિનય-દેખાવના ચાળા, હાવભાવ. ૨ પાત્રો-નાટક કરનારા. ૭, વૈમાનિક દેવતાઓએ. Page #131 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. સમવસરણની રચના. ૧૭ ચાર ચાર દરવાજા હતા તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ગોખ હોય તેવા જણાતા હતા. તે દરેક દ્વારે વ્યંતરેએ મૂકેલા ધૂપના પાત્ર ઈંદ્રનીલમણિના સ્તંભની જેવી ધૂમ્રલતાને છોડતા હતા. તે સમવસરણને દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર રસ્તા(દ્વાર)વાળી અને સુવર્ણના કમલવાળી વાપિકાએ કરી હતી અને બીજા ગઢમાં ઈશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવાને માટે એક દેવછંદ રચ્યો હતે. અંદરના–પ્રથમ ગઢના પૂર્વ દ્વારમાં બંને તરફ સુવર્ણના જેવા વર્ણવાળા બે વૈમાનિક દેવતા દ્વારપાળ થઈને રહ્યા હતા, દક્ષિણ દ્વારમાં બંને બાજુએ જાણે એક બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજજવળ વર્ણવાળા વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા, પશ્ચિમ દ્વારમાં સાયંકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્ત વર્ણવાળા બે જ્યોતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા અને ઉત્તર દ્વારે જાણે ઉન્નત મેઘ હોય તેવા કૃષણવર્ણવાળા બે ભુવનપતિ દેવતાઓ બંને તરફ દ્વારપાળ થઈને રહ્યા હતા. બીજા ગઢના ચારે દ્વારે બંને તરફ અનુક્રમે અભય, પાસ, અંકુશ અને મુદુગરને ધારણ કરનારી વેતામણિ, શણમણિ, સ્વર્ણમણિ અને નીલમણિના જેવી કાંતિવાળી પ્રથમ પ્રમાણે ચારે નિકાયની જ્યા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીએ પ્રતિહાર થઈને ઊભી રહી હતી. છેલ્લા બહારના ગઢને ચાર દ્વારે તુંબર, ખટવાંગધારી, મનુષ્યમસ્તક માલાધારી અને જટામુગટમડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરેએ ત્રણ કેશ ઊંચું એક ચૈત્ય (અશોક) વૃક્ષ રચ્યું હતું, તે જાણે ત્રણ રત્ન(જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના ઉદયને ઉદ્દેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રનથી એક પીઠ રચી હતી અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક ઈદક ર હતો. ઈકની મધ્યમાં પૂર્વ દિશા તરફ સર્વ લક્ષમીને સાર હોય તેવું પાતપીઠ સહિત રત્નસિંહાસન રચ્યું હતું અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણુનાં ત્રણ ચિહ્યો હોય તેવાં ઉજજવળ ત્રણ છગે રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુએ બે યક્ષો જાણે હદયમાં નહી સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા ઉજજવળ ચામરો લઈને ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર અદ્દભૂત કાંતિના સમૂહવાળું એક એક ધર્મચક સુવર્ણના કમલમાં રાખ્યું હતું. બીજું પણ જે જે કરવા ગ્ય હતું તે સર્વ કૃત્ય વ્યંતરોએ કર્યું હતું, કારણ કે, સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી છે. - હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના ક્રોડે દેવતાઓથી વીંટાએલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાઓ સહસ્ત્ર પત્રવાળા સુવર્ણનાં નવ કમલે રચીને અનુક્રમે પ્રભુની આગળ મૂકવા લાગ્યા. તેમાંનાં બે બે કમલ ઉપર સ્વામી પાદન્યાસ કરવા લાગ્યા અને દેવતાઓ તે કમલને આગળ આગળ સંચારવા લાગ્યા. જગત્પતિએ સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી તીર્થને નમસ્કાર કરી સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ જગતના મેહરૂપી અંધકારને દવા માટે પૂર્વાભિમુખ સિંહાસન ઉપર પ્રભુ આરૂઢ થયા, એટલે વ્યંતરેએ બીજી ત્રણ દિશાએ રત્નાં ત્રણ સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ કર્યા. દેવતાઓ પ્રભુના અંગૂઠા જેવું રૂપ કરવાને પણું સમર્થ નથી તે પણ જે પ્રતિબિંબ કર્યા તે પ્રભુના પ્રભાવથી તેવાં જ થયાં હતાં. પ્રભુના દરેક મસ્તકની ફરતું શરીરની કાંતિનું મંડલ (ભામંડલ) પ્રગટ થયું, જેની * ૧ અહીં પ્રથમ ગઢ બે બે દ્વારપાળ કહ્યા છે, સમવસરણ સ્તવમાં એકેક કહેલ છે. . Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમવસરણની રચના. સગ ૩ છે. આગળ સૂર્યનું મંડલ પણ ખવાત જેવું જણાવા લાગ્યું. પ્રતિશબ્દોથી ચારે દિશાને શખદાયમાન કરતી–મેઘની જેવા ગંભીર સ્વરવાળી દુંદુભિ આકાશમાં વાગવા લાગી. પ્રભુના સમીપે એક રત્નમય ધ્વજ' હતું, તે જાણે ધમે આ એક જ પ્રભુ છે એમ કહેવાને પિતાને એક હાથ ઊંચે કર્યો હોય તે શોભતે હતો. ' હવે વિમાનપતિઓની સહીઓ પૂર્વકારથી પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ, તીર્થકર તથા તીર્થને નમરકાર કરી, પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છેડી દઈ, તેના સ્થાનની મધ્યમાં અગ્નિખૂણે ઊભી રહી. ભુવનપતિ, તિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દિશાના હારથી પસી અનુક્રમે પૂર્વ પ્રમાણે વિધિ કરી નૈચખૂણે ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતા પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશામાં બેઠા. વિમાનિક દેવતાઓ, મનુષ્ય અને મનુષ્ય ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા. ત્યાં પ્રથમ આવેલા અહ૫ મહિવાળા, મોટી ઋદ્ધિવાળા જે કઈ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હોય તેને નમીન આગળ જતા. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કેઈ જાતની વિકથા નથી, વિરોધીઓને પણ પરસ્પર વૈર નથી તેમ કેઈને એક બીજાને ભય નથી. બીજા ગઢની અંદ૨ તિર્યંચા આવીને બેઠા અને ત્રીજા ગઢના મધ્યમાં સર્વના વાહને રહ્યાં. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાક તિર્યંચે, મનુષ્ય અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા. એવી રીતે સમવસરણની રચના થયા પછી સૌધર્મકલ્પને ઇંદ્ર અંજલિ જેડી, જગત્પતિને નમસ્કાર કરી, રોમાંચિત થઈ આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે-“હે સ્વામિન ! બુરિને દરિદ્ર એ હું ક્યાં અને કૃષ્ણના પર્વત એવા આપ ક્યાં ? તથાપિ ભક્તિએ અત્યંત વાચાળ કરેલે હું આપની સ્તુતિ કરું છું. હે જગત્પતે ! રત્ન વડે રત્નાકર શોભે તેમ આપ એક જ અનંત જ્ઞાન, દર્શન, વીર્ય અને આનંદથી શો છો. હે દેવ ! આ ભરતક્ષેત્રમાં ઘણાં કાળથી નષ્ટ થયેલ ધર્મરૂપ વૃક્ષને પુનઃ ઉત્પન્ન કરવામાં તમે બીજ સમાન છે. વળી હે પ્રભુ ! તમારા માહાઓને કાંઈ અવધિ નથી, કારણકે પિતાના સ્થાનકે રહેલા અનુત્તર વિમાનના દેવેના સંદેહને તમે અહીં રહ્યા છતાં જાણે છે અને તે સંદેહનું નિવારણ પણ કરે છે. મહેટી ઋદ્ધિવાળા અને કાંતિથી પ્રકાશી રહેલા આ સર્વ દેવતા એને જે સ્વર્ગમાં નિવાસ છે તે તમારી ભક્તિના લેશમાત્રનું ફળ છે. મૂખજનને ગ્રંથને - અભ્યાસ જેમ કલેશને અર્થે જ થાય છે તેમ તમારી ભકિત વિનાના મનુષ્યના મોટા તપ પણ અમને માટે જ થાય છે. હે પ્રભુ! તમારી સ્તુતિ કરનાર અને તમારે ઠેષ કરનાર બંને ઉપર તમે તો સમાન દષ્ટિવાળા છો, પરંતુ તેઓને શુભ અને અશુભ એમ ભિન્ન ભિન્ન ફળ થાય છે તેથી અમને આશ્ચર્ય થાય છે. હે નાથ ! મને સ્વર્ગની લહમીથી પણ સંતેષ નથી તેથી હું એવું માગું છું કે મારી તમારે વિષે અક્ષય અને અપાર ભક્તિ થાઓ. ' એ પ્રમાણે સ્તુતિ કરી, નમસ્કાર કરી નારી, નર, નરદેવ અને દેવતાઓને અગ્રભાગે ઈંદ્ર અંજલિ જોડી રાખીને બેઠા. . અહીં અધ્યા નગરીમાં વિનયી ભરત ચક્રવતી મરુદેવા માતાને નમસ્કાર કરવાને ૧. સમવસરણરાવમાં ચારે દિશાએ ચાર ધ્વજ કા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ હું મરૂદેવા માતાને વિલાપ માટે પ્રાતઃકાળે ગયા. પિતાના પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલા અવિશ્રાંત અશ્રુજળથી આંખમાં પડળ આવી જવાને લીધે જેનાં નેત્રકમલ લુપ્ત થઈ ગયાં છે એવા પિતામહીને આ તમારે જ્યેષ્ઠ પૌત્ર ચરણકમલમાં નમસ્કાર કરે છે ' એમ જણાવી ભરતે પ્રણામ કર્યા. સ્વામિની મરુદેવાએ ભરતને આશીષ આપી અને પછી જાણે હૃદયમાં શેક સમાયે ન હોય તેમ તેમણે વાણીને ઉદ્દગાર કહેવા માંડ–“હે પૌત્ર ભારત ! મારે પુત્ર ત્રષભ મને, તને, પૃથ્વીને, પ્રજાને અને લક્ષમીને તૃણની જેમ છેડી એકાકી ચાલ્યા ગયે. તથાપી આ મરુદેવા મૃત્યુ પામી નહીં ! મારા પુત્રના મસ્તક ઉપર ચંદ્રના આતપની કાંતિ જેવું છત્ર રહેતું હતું તે ક્યાં અને હાલ છન્ન રહિત થવાથી સર્વ અંગને સંતાપ કરનારા સૂર્યનો તાપ લાગતું હશે તે કયાં ? પ્રથમ તે લીલા, સહિત ગતિવાળા હસ્તી વિગેરે વાહનમાં બેસીને તે ફરતે અને હાલ પથિકની જેમ પગે ચાલે છે. પ્રથમ તે મારા પુત્રને વારાંગનાએ મનહર ચામર ઢળતી અને હાલ તે ડાંસ તથા મસલાને ઉપદ્રવ સહન કરે છે ! પ્રથમ તે દેએ લાવેલ દિવ્ય આહારનું ભજન કરતા અને હાલ અજન સરખું શિક્ષાભેજન કરે છે.! મોટી અદ્ધિવાળો તે પ્રથમ રત્નના સિંહાસન ઉપર બેસતે અને હાલ ગુંડાની પેઠે આસનરહિત રહે છે ! પુરરક્ષક અને શરીરરક્ષકોથી રક્ષણ કરેલા નગરમાં તેની સ્થિતિ હતી તે હાલ સિંહ વિગેરે દુષ્ટ સ્થાપના સ્થાનરૂપ વનમાં નિવાસ કરે છે ! કર્ણને વિષે અમૃતરસાયનરૂપ દિવ્યાંગનાનું ગાયન સાંભળનારે તે હાલ ઉન્મત્ત સર્પના કર્ણના વિષે સેય સમાન કુંફાડા સાંભળે છે; કયાં તે પૂર્વ સ્થિતિ અને જ્યાં હાલની સ્થિતિ ! અહા ! મારો પુત્ર કેટલું કષ્ટ ભેગવે છે કે જે પોતે પદ્યના ખંડની જે કેમળ છતાં વર્ષાઋતુમાં જળને ઉપદ્રવ સહન કરે છે, હેમંતઋતુમાં અરયની માલતીના સ્તંબની પેઠે હમેશાં હિમપાતના કલેશથી પરવશ દશા ભોગવે છે અને ઉષ્ણતુમાં વનવાસી હસ્તીની પેઠે સૂર્યના અતિ દારૂણ કિરણેથી અધિક સંતાપને અનુભવ કરે છે ! આવી રીતે સર્વ કાળ મારો પુત્ર વનવાસી થઈ આશ્રય વિનાના સાધારણું માસની પેઠે એકાકી ફરી દુઃખપાત્ર થઈ રહ્યો છે. આવા દુઃખથી આકુળ પુત્રને પુત્રને જાણે દષ્ટિ આગળ હેય તેમ હું જોઉં છું અને હમેશાં આ પ્રમાણે કહેવાથી તેને પણ દુખી કરું છું.' મરૂદેવા માતાને આવી રીતે દુખાકુળ જેઈ ભરતરાજા અંજલિ જેડી અમૃતતુલ્ય વાણીથી બે -“હે દેવી ! સ્વૈર્યના પર્વતરૂપ, વજના સારરૂપ અને મહાસત્વજનેમાં શિરોમણી એવા મારા પિતાની જનની થઈને તમે આ પ્રમાણે ખેદ કેમ કરે છે ? પિતાજી હાલ સંસારસમુદ્ર તરવાને એકદમ ઉદ્યમવંત થયા છે તેથી કંઠે બાંધેલી શિલા જેવા જે આપણે તેને તેમણે ત્યાગ કર્યો છે. વનમાં વિહાર કરનારા તેઓને તેમના પ્રભાવથી શીકારી પ્રાણીઓ પણ જાણે પાષાણના ઘડેલા હોય તેમ ઉપદ્રવ કરવાને સમર્થ થતા નથી. સુધા, તૃષા અને આતપ વિગેરે દુસહ પરીષહ કર્મરૂપી શત્રુઓને નાશ કરવામાં ઉલટા પિતાજીને સહાયભૂત છે. જે આપને મારા વચન ઉપર વિશ્વાસ ન આવતું હોય તો થોડા જ કાળમાં તમને તમારા પુત્રને કેવળજ્ઞાન થયાના ઉત્સવની વાર્તા સાંભળીને પ્રતીતિ થશે.” એ જ વખતે છડીદારે મહારાજા ભરતને નિવેદન કરેલા યમક અને શક નામના એ પુરુષે ત્યાં આવ્યા. તેમાંના ચમકે ભરતરાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે- હે દે ! આજે પુરિમતાલ નગરના શકટાનન ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવળજ્ઞાન ઉત્પન થઇ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભરત મહારાજાનું પ્રભુને વંદનાથે પ્રયાણ. સગ ૩ જે. છે. આવી કલ્યાણકારી વાર્તા નિવેદન કરતાં મને જણાય છે કે આપ ભાગ્યદયવડે વૃદ્ધિ પામે છે.” શમકે ઊંચે સ્વરે નિવેદન કર્યું કે “ આપણી આયુધશાલામાં હમણા ચરિત્ન ઉત્પન્ન થયું છે.” આ સાંભળી ભરતરાય ક્ષણવાર ચિંતામાં પડ્યા કે “ અહીં પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અહીં ચક્ર ઉત્પન્ન થયું, પ્રથમ મારે કેની અર્ચા કરવી ? પરંતુ “વિશ્વને અભય આપનાર પિતાજી ક્યાં અને પ્રાણીઓને ઘાત કરનાર ચક્ર ક્યાં ?” એમ વિચારી પ્રથમ સ્વામીની પૂજાને માટે પિતાના માણસોને તૈયારી કરવા આજ્ઞા કરી. યમક અને શમકને એગ્ય રીતે પુષ્કળ પારિતોષિક આપી વિદાય કર્યા અને મરુદેવા માતાને કહ્યું–‘દે દેવી ! આપ હમેશાં કરુણાક્ષરથી કહેતા હતા કે મારે ભિક્ષાહારી અને એકાકી પુત્ર દુખનું પાત્ર છે, પણ હવે ત્રયના સ્વામીત્વને ભજનાર તે તમારા પુત્રની સંપત્તિ જુઓ.” એમ કહી માતાજીને ગજેન્દ્ર ઉપર આરૂઢ કર્યા. પછી જાણે મૂર્તિ માન લહમીમય હોય તેવાં સુવર્ણ, રત્ન અને માણિકયના આભૂષણવાળા ઘડા, હાથી, પાયદળ અને રથ લઈ મહારાજાએ પ્રયાણ કર્યું. પિતાનાં આભૂષણોની કાંતિથી જંગમ તેરણને રચનારા સૈન્ય સહિત ચાલતા મહારાજા ભરતે દૂરથી ઉપરના રત્નમય ગઢ જે. ભરતે મરુદેવી માતાને કહ્યું- દેવી ! જુઓ ! આ દેવીઓ અને દેવતાઓએ પ્રભુનું સમવસરણ કર્યું છે. પિતાજીના ચરણકમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓને આ જ્ય જ્ય શબ્દ સંભળાય છે. હે માતા ! જાણે પ્રભુને બંદી હોય તેમ ગંભીર અને મધુર શબ્દથી આકાશમાં વાગતે દુંદુભી આનંદ ઉત્પન્ન કરે છે. સ્વામીનાં ચરણ્યકમલને વંદના કરનારા દેવતાઓના વિમાનોમાં થયેલ આ મોટા ઘુઘરીઓનો અવાજ આપણે છીએ. સ્વામીના દર્શનથી હર્ષ પામેલા દેવતાઓને મેઘની ગર્જના જે આ સિંહનાદ આકાશમાં સંભળાય છે. ગ્રામ અને રાગથી પવિત્ર થયેલી આ ગંધર્વોની ગીતિ જાણે પ્રભુની વાણીની દાસી હોય તેમ આપણને આનંદ આપે છે. પાણીના પ્રવાહથી જેમ કાદવ જોવાઈ જાય તેમ ભારતનું એવું કથન સાંભળવાથી ઉત્પન્ન થયેલા આનંદાશ્રુવડે મરુદેવાની દષ્ટિમાં વળેલાં પડલ જોવાઈ ગયાં, એટલે પિતાના પુત્રના અતિશય સહિત તીર્થ. કરપણાની લક્ષમી પોતાનાં નેત્રવડે જોઈ. તેના દર્શનથી થયેલા આનંદવડે મરુદેવા તન્મય થઈ ગયાં. તત્કાળ સમકાળે અપૂર્વકરણના ક્રમથી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઇ, આઠ કર્મને ક્ષીણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી છે તે જ વખતે આયુષ પૂર્ણ થવાથી) અંતકૃતકેવળી થઈ સ્વામિની મરુદેવી હસ્તીન્કંધ ઉપર આરૂઢ થયેલાં જ અવ્યયપદ (મોક્ષ)ને પામ્યાં. આ અવસર્પિણમાં મરુદેવા પ્રથમ સિદ્ધ થયાં. તેમના શરીરનો સત્કાર કરીને દેવતાઓએ ક્ષીરસમુદ્રમાં નિશ્ચિત કર્યું. ત્યાંથી આ લોકમાં મૃતકની પૂજા પ્રવક્તી. કેમકે મહાત્માઓ જે કરે તે આચરણને માટે કપાય છે. માતા મરુદેવાને મોક્ષ પ્રાપ્ત થયેલ જાણું વાદળની છાયા અને સૂર્યના તાપથી મિશ્રિત થયેલા શરદ ઋતુના સમયની જેમ હર્ષ અને શેકથી ભરત રાજા વ્યાપ્ત થયા. પછી રાજ્યચિહ્નોનો ત્યાગ કરી પરિવાર સહિત પગે ચાલતા તેમણે ઉત્તર દિશાના દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ચારેય નિકાયના દેવતાએથી વીંટાઈ રહેલા અને દષ્ટિરૂપી ચકેરને ચંદ્ર સમાન પ્રભુને ભરતેશ્વરે જોયા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ, પ્રણામ કરી, મસ્તકે અંજલિ જોડી ચક્રવતી એ સ્તુતિ કરવાનો આરંભ કર્યો. - “હે અખિલ જગન્નાથ ! હે વિશ્વને અભય આપનારા પ્રથમ તીર્થેશ ! હે સંસાર Page #135 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. પરમાત્માની દેશના. ૧૧૧ તારણ! તમે જ્ય પામે. આજે આ અવસર્પિણમાં જન્મેલા લોકરૂપી પધાકરને સૂર્ય સમાન તમારા દર્શનથી અંધકારને નાશ થઈને પ્રભાત થયું છે. હે નાથ ! ભવ્ય જીના મનરૂપી જળને નિર્મળ કરવાની ક્રિયામાં કતકના ચૂર્ણ જેવી તમારી વાણી જયવંતી વર્તે છે. હે કરુણાનાં ક્ષીરસાગર! જે તમારા શાસનરૂપી મહારથમાં આરૂઢ થાય છે તેઓને લોકાગ્ર (મોક્ષ) દૂર નથી. હે દેવ ! નિષ્કારણ જગતબંધુઆ૫ સાક્ષાત નવામાં આવે છે. તેથી આ સંસારને અમે લોકાચથી પણ અધિક માનીએ છીએ. હે સ્વામિન્ ! આ સંસારમાં પણ નિશ્ચળ નેત્રેવડે તમારા દર્શનના મહાનંદરૂપી ઝરામાં અમને મોક્ષસુખના સ્વાદને અનુભવ થાય છે. હે નાથ ! રાગ, દ્વેષ અને કષાયાદિ શત્રુઓએ રૂંધેલા આ જગતને અભયદાન દેનારા તમે ઉશ્રેષ્ટિત કરે છે ( બંધનમાંથી છોડાવે છે ). હે જગત્પત તમે તત્ત્વ જણાવે છે. તમે માર્ગ બતાવે છે અને તમે વિશ્વની રક્ષા કરે છે તેથી વિશેષ હું તમારી પાસે શું યાચના કરું ? જેઓ અનેક જાતના ઉપદ્રવ અને સંગ્રામથી પરસ્પરનાં ગામો અને પૃથ્વીને લઈ લેનાર છે એવા આ સવે રાજાઓ આપની સભામાં પરસ્પર મિત્ર થઈને રહેલાં છે. તમારી પર્ષદામાં આવેલો આ હસ્તી પિતાની શંઢથી કેસરીસિંહના કરને આકર્ષણ કરી તેના વડે પોતાના કુંભસ્થળને વારંવાર કંડયન કરે છે ( ખજવાળે છે ). આ મહિષ અન્ય મહિષની પેઠે વારંવાર સ્નેહથી પોતાની જિહાવડે આ હણહણતા અશ્વને માર્જન કરે છે. લીલાથી પોતાના પૂંછડાને હલાવતો આ મૃગ ઊંચા કાન કરી અને મુખને નમાવી પિતાની નાસિકાથી આ વાઘના મુખનું આદ્માણ કરે છે (સુંઘે છે.) આ તરુણ માજા૨ ૨ આગળ પાછળ અને પડખે પોતાના બચ્ચાંની પેઠે ફરતા એવા મૂષકને આલિંગન કરે છે. આ ભુજંગ પોતાના શરીરનું કુંડાળું કરી આ નકુલની પાસે મિત્રની પેઠે નિર્ભય થઈને બેઠા છે. હે દેવ! આ બીજ પણ નિરંતરના વિરવાળા પ્રાણીઓ અહીં નિર્ધર થઈને રહ્યા છે. આ સર્વનું કારણ તમારે અતુલ્ય પ્રભાવ છે. મહીપતિ ભરત એવી રીતે જગત્પતિની સ્તુતિ કરી અનુક્રમે પાછા ઓસરી સ્વગપતિ ઇંદ્રની પાછળ બેઠો. તીર્થનાથના પ્રભાવથી તે એજનમાત્ર ક્ષેત્રની અંદર કોટાનુકટી પ્રાણીઓ નિરાબાદપણે સમાયા હતા. તે સમયે સર્વ ભાષાઓને સ્પર્શ કરનારી પાંત્રીશ અતિશયવાળી અને જનગામિની વાણીથી પ્રભુએ આ પ્રમાણે દેશના દેવા માંડી આધિ, વ્યાધિ, જરા અને મૃત્યુપી સેંકડો જ્વાળાઓથી આકુળ એ આ સંસાર સર્વ પ્રાણીઓને દેદીપ્યમાન અગ્નિ જેવો છે. તેથી તેમાં વિદ્વાનોએ લેશમાત્ર પણ પ્રમાદ કર યુકત નથી, કેમકે રાત્રિએ ઉલ્લંઘન કરવાને ગ્ય એવા મરુદેશમાં અજ્ઞાની એ પણ કેણુ પ્રમાદ કરે? અનેક જીવાનિરૂપ આવત્ત વડે આકુળ એવા સંસારસમુદ્રમાં અટન કરતા જંતુઓને ઉત્તમ રત્નની પેઠે આ મનુષ્યજન્મ પ્રાપ્ત થ દુર્લભ છે. દેહદ પૂરવાથી જેમ વૃક્ષ ફળયુક્ત થાય તેમ પરલકનું સાધન કરવાથી પ્રાણીઓને મનુષ્યજન્મ સફળ થાય છે. આ સંસારમાં શઠ લોકોની વાણીની પેઠે પ્રથમ મધુર અને પરિણામે અત્યંત દારુણ વિષયે વિશ્વને ઠગનારા છે. ઘણી ઊંચાઈને અંત જેમ પડવામાં છે તેમ સંસારની અંદર વતતા સર્વ પદાર્થોના સંગને અંત વિયેગમાં છે. જાણે ૧ કેસરી સિંહને પણ શું હેય છે. ૨ બીલાડે ૩ ઉંદર. ૪ સપ. ૫ નેળીયે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની દેશના. સર્ગ ૩ જે. પરસ્પર સ્પર્ધાથી હોય તેમ આ સંસારમાં પ્રાણીઓને આયુષ, ધન અને યૌવન- એ સર્વ નાશવંત અને જવાની ત્વરાવાળા છે. મરૂદેશમાં જેમ સ્વાદિષ્ટ જળ ન હોય તેમ આ સંસારની ચારે ગતિમાં કદાપિ સુખને લેશ પણ નથી. ક્ષેત્રદેવથી દુઃખ પામતા અને પરમાધામીઓએ કલેશ પમાડેલા નારકીઓને તે કયાંથી જ સુખ હોય ? શીત, વાત, આતપ થી તેમજ વધ, બંધન અને સુધા વિગેરેથી વિવિધ પ્રકારે પીડા પામતા તિયાને પણ શું સુખ છે ? ગર્ભાવાસ, વ્યાધિ, જરા, દારિદ્ર અને મૃત્યુથી થતા દુખવડે આલિંગિત થયેલા મનુષ્યને પણ કયાં સુખ છે ? પરસ્પર મત્સર, અમર્ષ, કલહ તથા અવન વિગેરે દુખોથી દેવતાઓને પણ સુખને લેશ નથી; તથાપિ જળ જેમ નીચી જમીન તરફ જાય છે તેમ પ્રાણીઓ અજ્ઞાનથી. વારંવાર આ સંસારની તરફ જ ચાલે છે, માટે છે ચેતના(જ્ઞાન)વાળા ભવિજને ! દૂધવડે સર્પનું પિષણ કરવાની જેમ તમે પિતાના મનુષ્યજન્મવડે સંસારનું પોષણ કરશે નહીં. હે વિવેકીએ ! આ સંસારનિવાસથી ઉત્પન્ન થતાં અનેક દુખ વિચારીને સર્વ પ્રકારે મોક્ષને માટે યત્ન કરે. નરકના દુઃખ જેવું ગર્ભાવાસનું દુખ સંસારની પેઠે કયારે પણ મેક્ષમાં પ્રાપ્ત થતું નથી. કુંભીના મધ્યમાંથી આકર્ષણ કરતા નારકીના ફની પીડા જેવી પ્રસવવેદના મોક્ષમાં કયારે પણ પ્રાપ્ત થતી નથી. બહાર અને અંદર નાખેલા શલ્ય જેવા અને પીડાના કારણરૂપ એવા આધિ વ્યાધિઓ ત્યાં નથી. યમરાજની અગ્રદૂત, સર્વ પ્રકારના તેજને ચારનારી તથા પરાધીનપણાને ઉત્પન્ન કરનારી જરા પણ સર્વથા ત્યાં નથી અને નારકી, તિયચ, મનુષ્ય તથા દેવતાઓની પેઠે ફરીથી ભરામણના કારણરૂપ એવું મરણ પણ મોક્ષમાં નથી. ત્યાં તે મહાઆનંદ, અદ્વૈત અને અવ્યય સુખ, શાશ્વત સ્થિતિ અને કેવળજ્ઞાનરૂપ સૂર્યવડે અખંડ તિ છે. હંમેશાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ ઉજજવળ રત્નનું પાલન કરનાર પુરુષો જ એ મોક્ષને મેળવી શકે છે. તેમાં જીવાદિ તત્ત્વને સંક્ષેપથી અથવા વિસ્તારથી યથાર્થ અવબોધ તે સમ્યગ જ્ઞાન જાણવું. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એવા અન્વય સહિત ભેદથી તે જ્ઞાન પાંચ પ્રકારનું છે. તેમાં અવગ્રહાદિક ભેદોવાળું તથા બીજા બહગ્રાહી, અબહગ્રાહી લેવાનું અને જે ઈદ્રિય અનિંદ્રિયથી ઉત્પન્ન થાય છે તે મતિજ્ઞાન જાણવું. પૂર્વ, અંગ, ઉપાંગ અને પ્રકીર્ણક સૂત્રો-ગ્રંથેથી બહુ પ્રકારે વિસ્તાર પામેલું અને સ્યા શખવડે લાંછિત એવું શ્રતજ્ઞાન અનેક પ્રકારે જાણવું. દેવતા અને નારકી અને જે ભવસંબંધથી ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. એ ક્ષયઉપશમ લક્ષણવાળું છે. અને મનુષ્ય, તિર્યંચ આશ્રી તેના મુખ્ય છ ભેદ છે. મન ૫ર્યવ જ્ઞાન અનુમતિ અને વિપુલમતી એવા બે પ્રકારનું છે, તેમાં વિપુલમતીનું વિશુદ્ધ અને અપ્રતિપાતપાવડે જાણી લેવું. સમસ્ત દ્રવ્ય-પર્યાયના વિષયવાળું, વિશ્વાચન સમાન, અનંત, એક અને ઈદ્રિના વિષય વિનાનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રોકત તત્ત્વમાં રુચિ તે શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા(સમકિત) સ્વભાવથી અને ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ અનંત સંસારના આવર્તમાં પ્રાણીઓને જ્ઞાનાવરણી, દશનાવરણું, વેદની અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કટાકેદી સાગરોપમની છે. શેત્ર અને નામકર્મની સ્થિતિ વીશ કટાકેદી સાગરેપની છે અને મોહનીય કર્મની સ્થિતિ સિતેર કટાકેદી સાગરોપમની છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧લું પરમાત્માની દેશના. ૧૩ અનુક્રમે ફળના અનુભવથી તે સર્વ કર્મી પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતે અથડાતો પથ્થર ગેળ થઈ જાય તે ન્યાયવત્ પિતાની મેળે ક્ષય પામે છે. એ પ્રમાણે ક્ષય થતાં કર્મની અનુક્રમે ઓગણત્રીશ, એગણીશ અને ઓગણેતેર કોટાનુકટી સાગરેપમની સુધીની સ્થિતિ ક્ષય પામે અને દેશે ઊણી (કાંઈક ઓછી) એક કેટાનુકેટી સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે પ્રાણુ યથાપ્રવૃત્તિકરણુવડે ગ્રંથી દેશને પ્રાપ્ત થાય છે.. રાગદ્વેષના દુખે ભેદી શકાય એવા પરિણામ તે ગ્રંથી કહેવાય છે. તે કાષ્ઠની ગાંઠ જેવી હુએ છે અને ઘણું જ દઢ હોય છે. કિનારા સમીપે આવેલું વાયુપ્રેરીત વહાણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે તેમ રાગાદિકે પેરેલા કેટલાએક જ ગ્રંથીને ભેદ્યા વિના જ સંથી સમીપથી પાછા ફરે છે. કેટલાક પ્રાણીઓ માગમાં ખલના પામેલા સરિતાના જળની પડે કોઈ પ્રકારના પરિણામવિશેષથી ત્યાં જ વિરામ પામે છે. કે પ્રાણીઓ જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વકરણવડે પિતાનું વીર્ય પ્રગટ કરીને હેટા માર્ગને ઉલ્લંઘન કરનારા પથ લેકે જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરે તેમ તે દુષ્ય ગ્રંથીને તત્કાળ ભેદી નાખે છે. પછી કેટલાએક ચારે ગતિવાળા પ્રાણીઓ અનિવૃત્તિકરણવડે અંતરકરણ કરીને મિથ્યાત્વને વિરલ કરી અંતમુહૂત્ત માત્ર સમ્યક્ દર્શનને પામે છે. તે નૈસર્ગિક (સ્વાભાવિક) સમ્યક શ્રદ્ધાન કહેવાય છે. ગુરુના ઉપદેશના આલંબનથી ભવ્ય પ્રાણીઓને જે સમક્તિ ઉત્પન્ન થાય છે તે ગુરુના અધિગમથી થયેલું સમક્તિ કહેવાય છે. સમકિતના ઔપશામક, સાસ્વાદન, ક્ષાપશમિક, વેદક અને ક્ષાયિક એવા પાંચ પ્રકાર છે. જેની કમબંથી ભેદ પામેલી છે એવા પ્રાણીને જે સમક્તિને લાભ પ્રથમ અંત હુ માત્ર થાય છે તે ઓપશમિક સમકિત કહેવાય છે, તેમજ ઉપશમ શ્રેણિના વેગથી જેનો મેહ શાંત થયું હોય એવા દેહીને મેહના ઉપશમથી ઉત્પન્ન થાય તે પણ ઓ૫શમિક સમક્તિ કહેવાય છે. સમ્યભાવનો ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થયેલા પ્રાણીને અનંતાનુબંધી કષાયને ઉદય થતાં, ઉત્કર્ષથી છ આવળી પર્યત અને જઘન્યથી એક સમય સમકિતના પરિણામ રહે તે સાસ્વાદન સમકિત કહેવાય છે. મિથ્યાત્વ મોહનીનો ક્ષય અને ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલું ત્રીજું સાચોપશોભિક સમકિત કહેવાય છે, તે સમકિત મેહનીના ઉદય પરિણામવાળા પ્રાણીને થાય છે. વેદક નામનું ચોથું સમક્તિ, ક્ષપક ભાવને પ્રાપ્ત થયેલા, અનંતાનુબંધી કષાયની ચોકડી ક્ષય થયેલા, ક્ષાયક સમિતિની સન્મુખ થયેલા, મિથ્યાત્વ મેહની અને મિશ્ર મેહની સમ્યક્ પ્રકારે જેમની ક્ષય પામી છે એવા અને સમક્તિ મેહનીના છેલ્લા અંશને ભેગવનારા પ્રાણીને પ્રાપ્ત થાય છે. સાતે પ્રકૃતિને ક્ષીણ કરનારા અને શુભ ભાવવાળા પ્રાણીને ક્ષાયિક નામનું પાંચમું સમકિત પ્રાપ્ત થ છે. સમતિ દર્શન ગુણથી રેચક, દીપક અને કારક એવા નામથી ત્રણ પ્રકારનું છે. તેમાં શાસ્ત્રોકત તત્વમાં હેતુ અને. ઉદાહરણ વિના જે દઢ પ્રતીતિ ઉત્પન્ન થાય તે રેચક સમતિ, જે બીજાઓના સમકિતને પ્રદીપ્ત કરે તે દીપક સમકિત અને જે સંયમ તથા તપ વિગેરેને ઉત્પન્ન કરે તે કારક સમકિત કહેવાય છે. તે સમકિત–શમ, સંવેગ, નિર્વેદ, ( ૧ અનંતાનુબંધી કષાયની ચા પ્રકૃતિ અને સમતિ મેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વ મેહની એ ગણું મળીને સાત પ્રકૃતિ જાણવી. A - 15. Page #138 -------------------------------------------------------------------------- ________________ ભગવંતની દેશના–ચારિત્રનું વર્ણન. સર્ગ ત્રિજે. અનુકંપા અને આસ્તિક એ પાંચ લક્ષણેથી સારી રીતે ઓળખાય છે. અનંતાનુબંધી કષાયને ઉદય ન થાય તે શમ કહેવાય છે. અથવા સમ્યફ પ્રકૃતિથી કષાયના પરિણામને જેવું તે પણ શમ કહેવાય છે. કર્મના પરિણામ અને સંસારની અસારતાને ચિંતવતા પુરુષને વિષયોમાં જે વૈરાગ થાય તે સવેગ કહેવાય છે. સંવેગવાળા પુરુષને “સ સારવાસ કારાગૃહ છે અને સ્વજન છે તે બંધન છે' એ જે વિચાર થાય તે નિવેદ કહેવાય છે. એકેદ્રિય વિગેરે સર્વ પ્રાણુઓને સંસારસાગરમાં ડૂબવાથી થતા કલેશને જોઈ હૃદયમાં આદ્રતા, તેમના દુઃખથી દુખીપણું અને તે દુઃખનિવારણના ઉપાયમાં યથાશકિત પ્રવૃત્તિ કરવી તે અનુકંપા કહેવાય છે. બીજાં તત્ત્વો સાંભળતાં છતાં પણ આહત તત્ત્વમાં આકાંક્ષા રહિત પ્રતિપત્તિ રહેવી તે આસ્તિક્ય કહેવાય છે. એવી રીતે સમ્યગદર્શન વર્ણવેલું છે. તેની ક્ષણવાર પણ પ્રાપ્તિ થતાં પૂર્વનું જે મતિઅજ્ઞાન હોય છે તે પરાભવ પામીને મતિ જ્ઞાનપણાને પામે છે, શ્રુતજ્ઞાન પરાભવ પામીને શ્રુતજ્ઞાનપણું પામે છે અને વિર્ભાગજ્ઞાન પરાભવ પામીને અવધિજ્ઞાનના ભાવને પામે છે. સવ સાવધોગને ત્યાગ તે ચારિત્ર કહેવાય છે. તે અહિંસાદિક વ્રતના ભેદથી પાંચ પ્રકારે કહેલ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતે પાંચ પાંચ ભાવનાઓ યુક્ત થવાથી મોક્ષને અર્થે થાય છે. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર જીવન જીવિતને નાશ ન કરવો એ અહિંસા વ્રત કહેવાય છે. પ્રિય, હિતકારી અને સત્ય વચન બોલવું તે સુકૃત(સત્ય) વ્રત કહેવાય છે, અપ્રિય અને અહિતકારી સત્ય વચન પણ અસત્ય સમાન જાણવું. અદત્ત વસ્તુનું ગ્રહણ ન કરવું તે અસ્તેય વ્રત કહેવાય છે, કેમકે દ્રવ્ય એ માણસના બહિર્ પ્રાણુ છે તેથી તે હરણ કરનાર પુરુષ તેના પ્રાણુને હરણ કરે છે એમ જાણવું. દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક શરીરવડે અબ્રહ્મચર્ય સેવનને મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારે ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે; તેના અઢાર ભેદ થાય છે. સર્વ પદાર્થો ઉપરથી મોહ(મૂચ્છ)નો ત્યાગ કરે તે અપરિગ્રહ વ્રત કહેવાય છે, કેમકે મોહથી અછતી વસ્તુમાં પણ ચિત્તને વિપ્લવ થાય છે. યતિધર્મમાં અનુરક્ત એવા યતીદ્રોને આ પ્રમાણે સર્વથી ચારિત્ર કહ્યું છે અને ગૃહસ્થને દેશથી ચારિત્ર કહ્યું છે. સમકિતમૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એ પ્રમાણે ગૃહસ્થોના બાર વ્રત છે. બુદ્ધિવંત પુરુષે પંગુ, કુછી અને કુણિત્વ વિગેરે હિંસાના ફળ જોઈ નિર પરાધી ત્રસ જંતુઓની હિંસા સંકલ્પથી છેડી દેવી. મન્મનપણું, કાહલપણું, મુંગાપણું, મુખરોગ–એ અસત્યના ફળ જેઈ, કન્યા અલીક વિગેરે પાંચ મોટા અસત્ય છેડી દેવાં. કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી અને ખોટી સાક્ષી પૂરવી એ પાંચ સ્થૂલામેટા) અસત્ય કહેવાય છે. દુર્ભાગ્ય, કાસીદુ, દાસત્વ, અંગને છે અને દરિદ્રતા એ અદત્તાદાન(ચેરી)ના ફળ જાણી લ ચૌર્યનો ત્યાગ કરે. નપુંસકપણું અને ઈદ્રિયનો છેદ એ અબ્રહ્મચર્યનાં ફળ જાણું, સદ્બુદ્ધિવંત પુરુષે સ્વીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીને ત્યાગ કરવો. અસંતોષ, અવિશ્વાસ, આરંભ અને દુઃખ-એ સર્વે પરિગ્રહની મૂચ્છના ફળ જાણી પરિગ્રહનું પ્રમાણુ કરવું. (એ પાંચ અણુવ્રત કહેવાય છે.) દશે દિશામાં "નિર્ણય કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણવ્રત કહેવાય છે, Page #139 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું પુંડરીક વિગેરેએ સ્વીકારેલ દીક્ષા. ૧૧૫ જેમાં શક્તિપૂર્વક ભાગ ઉપભેગની સંખ્યા કરાય તે ગોપાગમમાણ નામે બીજું ગુણવ્રત કહેવાય છે. આર્તા, રૌદ્ર-એ બે અપધ્યાન, પાપકર્મને ઉપદેશ, હિંસક અધિક રનું આપવું તથા પ્રમાદાચરણ-એ ચાર પ્રકારે અનર્થદંડ કહેવાય છે. શરીરાદિ અર્થદંડના પ્રતિપક્ષીપણે રહેલ અનર્થદંડનો ત્યાગ કરે તે ત્રીજું ગુણવ્રત કહેવાય છે. આ અને રોદ્ર ધ્યાનને ત્યાગ કરીને તથા સાવદ્ય કમને છોડી દઈ મુહુર્તા(બે ઘડી) સુધી સમતા ધારણ કરવી તે સામાયિક વ્રત કહેવાય છે. દિવસ અને રાત્રિ સંબંધી દિગદ્ગતમાં પરિમાણું કરેલું હોય તેનું સંક્ષેપન કરવું તે દશાવકાશિક વ્રત કહેવાય છે. ચાર પર્વશીને દિવસે ઉપવાસ વિગેરે તપ કર, કુવ્યાપાર(સંસાર સંબંધી વ્યાપાર)નો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું અને બીજી સ્નાનાદિક ક્રિયાને ત્યાગ કરે તે પૌષધબત કહેવાય છે. અતિથિ(મુનિ)ને ચતુર્વિધ આહાર, પાત્ર, વસ્ત્ર અને સ્થાન(ઉપાશ્રય)નું દાન કરવું તે અતિથિસંવિભાગ નામે વ્રત કહેવાય છે. મેક્ષની પ્રાપ્તિને માટે યતિ અને શ્રાવકોએ સમ્યક્ એવા ત્રણ રત્નોની હંમેશાં ઉપાસના કરવી.” આ પ્રમાણેની દેશના સાંભળીને તરત જ ભારતના પુત્ર ઋષભસેને પ્રભુને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી–સ્વામિન્ ! કપાયરૂપી દાવાનલથી દારુણ એવા આ સંસારરૂપી અરયમાં આપે નવીન મેઘની જેમ અદ્વિતીય તત્ત્વામૃત વરસાવ્યું છે. હે જગત્પતિ! જેમ ડૂબતા માણસોને વહાણ મળે, તૃષિતજનેને પાણીની પરબ મળે, શીતા જનેને અગ્નિ મળે, તાપાત્ત જનેને વૃક્ષની છાયા મળે, અંધકારમાં મગ્ન થયેલાને દીવ મળે, દરિદ્રીને નિધાન મળે, વિષ પીડિતને અમૃત મળે, રોગી જનેને ઔષધિ મળે, દુષ્ટ શત્રુઓએ આક્રાંત કરેલા લેકેને કિલ્લાને આશ્રય મળે-તેમ સંસારથી ભય પામેલા પ્રાણીઓને તમે પ્રાપ્ત થયા છે; | માટે હે દયાનિધિ ! રક્ષા કરે, રક્ષા કરે. પિતા, માતા, ભ્રાતા, ભત્રીજા અને બીજા સ્વ જને, જેઓ આ સંસારભ્રમણમાં એક હેતુરૂપ છે અને તેથી અહિતકારી હોય તેવા છે તેઓની શું જરૂર છે? હે જગતશરણ્ય ! હે સંસારસમુદ્રમાંથી તારનાર ! મેં તે આપને આશ્રય કર્યો છે માટે મને દીક્ષા આપો અને મારા ઉપર પ્રસન્ન થાઓ.” એ પ્રમાણે કહીને ત્રકષભસેને ભરતના બીજા પાંચશે પુત્ર અને સાતશે પૌત્રની સાથે વ્રત ગ્રહણ કર્યું. સુરઅસુરોએ કરેલ પ્રભુને કેવળજ્ઞાનમહિમા જઈને ભરતના પુત્ર મરિચિએ પણ વ્રત ગ્રહણ કર્યું. ભરતે આજ્ઞા આપવાથી બ્રાહ્મીએ પણ વ્રત ગ્રહણ કર્યું, કેમકે લઘુકમવાળા છાને ઘણું કરીને ગુરુને ઉપદેશ શાક્ષીમાત્ર જ હોય છે. બાહુબલિએ મુક્ત કરેલી સુંદરી પણું વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા ધરાવતી હતી, પણ ભરતે નિષેધ કર્યો એટલે તે પ્રથમ શ્રાવિકા થઈ. પ્રભુને સમીપે ભરતે શ્રાવકપણું અંગીકાર કર્યું, કેમકે ભેગકર્મ ભગવ્યા સિવાય વ્રત(ચારિત્ર) પ્રાપ્ત થતું નથી. મનુષ્ય, તિર્યંચ અને દેવતાએની પર્ષદામાંથી કોઈએ વ્રત ગ્રહણ કર્યું, કઈ શ્રાવકત્વ પામ્યા અને કેઈએ સમકિત ધારણ કર્યું. પેલા રાજતાપમાંથી કચ્છ અને મહાકચ્છ સિવાય બીજા સર્વેએ સ્વામીની પાસે આવી પુનઃ હર્ષપૂર્વક દીક્ષા અંગીકાર કરી. ઋષભસેન(પુંડરીક) વિગેરે સાધુઓ, બ્રાહ્યી વિગેરે સાધ્વીઓ, ભરત વિગેરે શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકાઓએમ ચતવિધ સંઘની વ્યવસ્થા ત્યારથી શરુ થઈ જે અદ્યાપિ સુધી ધર્મના એક શ્રેષ્ઠ ગૃહરૂપ થઈને પ્રર્વતે છે. તે સમયે પ્રભુ ગણધરનામકર્મવાળા અષભસેન વિગેરે ચોરાશી સદ્દબુદ્ધિવાન Page #140 -------------------------------------------------------------------------- ________________ બલિ-હણ. સગ ૩ જે. સાધુઓને સર્વ શાસ્ત્ર જેમાં સમાયેલા છે એવી ઉત્પાદ, વિગમ અને પ્રોત્ર એ નામની પવિત્ર ત્રિપદીને ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે અનુક્રમે ચતુદશ પૂર્વ અને દ્વાદશાંગી રચી. પછી દેવતાઓથી વીંટાયેલા ઈંદ્ર દિવ્ય ચૂર્ણથી ભરેલ એક થાળ લઈને પ્રભુના ચરણ પાસે ઊભા રહ્યા, એટલે ભગવંતે ઉભા થઈને અનુક્રમે તેમની ઉપર ચૂર્ણક્ષેપ કરીને સૂત્રથી, અર્થથી, સૂત્રાર્થથી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી તેમને અનુગ અનુજ્ઞા આપી તથા ગણુની અનુજ્ઞા પણ આપી. ત્યાર પછી દેવતા, મનુષ્ય અને તેમની સ્ત્રીઓએ દુંદુભીના ધ્વનિપૂર્વક તેઓની ઉપર તરફથી વાસક્ષેપ કર્યો. મેઘના જળને ગ્રહણ કરનારા વૃક્ષની જેમ પ્રભુની વાણીને ગ્રહણ કરનારા સવે ગણધરે અંજલિ જોડીને ઊભા રહ્યા. પછી ભગવંતે પૂર્વવત્ પૂર્વાભિમુખ સિંહાસને બેસી પુનઃ શિક્ષામય ધર્મદેશના આપી. તે વખતે પ્રભુરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી દેશનારૂપી ઉદ્દામ વેલાની મર્યાદા સદેશ પ્રથમ પૌરુષી પૂરી થઈ. ' એ સમયે અખંડ તિરા રહિત અને ઉજજવળ શાલથી બનાવેલે, ચાર પ્રસ્થ એટલે અને થાલમાં રાખેલ બલિ સમવસરણના પૂર્વ દ્વારથી અંદર લાવવામાં આવ્યું. દેવતાઓએ તેમાં સુગંધી નાખી બમણે સુગંધી કર્યો હતો, પ્રધાન પુરુષોએ તેને ઉપાડેલું હતું, ભરતેશ્વરે કરાવેલ હતું અને તેની આગળ થતાં દુંદુભીના નિષથી દિશાઓના મુખભાગ પ્રતિષિત થઈ રહ્યા હતા. તેની પાછળ મંગલ ગીત ગાતી ગાતી સ્ત્રીઓ ચાલતી હતી. જાણે પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થયેલ પુણ્યરાશિ હોય તેમ તે પૌરલોકથી ચોતરફ આવૃત્ત થયેલું હતું, પછી જાણે કલ્યાણરૂપી ધાન્યનું બીજ વાવવાને માટે હોય તેમ તે બલિને પ્રભુની પ્રદક્ષિણા કરાવીને ઉછાળવામાં આવ્યો. મેઘના જળને જેમ ચાતક ગ્રહણ કરે તેમ આકાશમાંથી પડતા તે બલિના અર્ધભાગને દેવતાઓએ અંતરીક્ષમાં જ ગ્રહણ કર્યો અને પૃથ્વી ઉપર પડયા પછી તેને અર્ધ ભાગ ભરતરાજાએ ગ્રહણ કર્યો અને અવશેષ રહે તે શેત્રીઓની જેમ લેકેએ વહેંચી લીધા. તે બલિના પ્રભાવથી પૂર્વે થયેલા રે નાશ પામે ફરીથી છ માસ પત નવા રોગ ઉત્પન્ન થતા નથી. પછી સિંહાસનથી ઉડી પ્રભ ઉત્તર દ્વારના માર્ગમાંથી બહાર નીકળ્યા. પદ્મખંડની આસપાસ જેમ ભમરાઓ ફરી વળે તેમ સર્વ ઈંદ્ર તે વખતે સાથે ચાલ્યા. રત્નમય અને સુવર્ણમય વપ્રના મધ્યભાગમાં ઇશાનખૂણે રહેલા દેવદામાં પ્રભુ વિશ્રામ લેવાને બેઠા. તે સમયે ગણુધરેમાં મુખ્ય એવા કષભસેને ભગવંતના પાદપીઠ ઉપર બેસી ધર્મદેશના દેવા માંડી; કેમકે સ્વામીને ખેદમાં વિનેદ, શિષ્યનું ગુણદીપન અને બંને તરફ પ્રતીતિ એ ગણધરની દેશનાના ગુણ છે. જ્યારે ગણુધર દેશનાથી વિરામ પામ્યા ત્યારે સર્વે પ્રભુને પ્રણામ કરી પોતપોતાને સ્થાને ગયા. આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થતાં ગોમુખ નામને એક યક્ષ પ્રભુની પાસે રહેનાર અધિષ્ઠાયક છે. તેને જમણી બાજુના બે હાથમાંથી એક વરદાન ચિહ્નવાળે હતું અને એકમાં ઉત્તમ અક્ષમાળા શોભતી હતી, ડાબી બાજુના બે હાથમાં બીરું અને પાશ હતા. સુવર્ણના જે તેને વર્ણ હતું અને હાથીનું તેને વાહન હતું. તેમજ રાષભદેવ પ્રભુના તીર્થમાં તેમની પાસે રહેનાર એક પ્રતિચકા(ચક્રેશ્વરી) નામે શાસનદેવી થઈ. સુવર્ણના જેવી તેની કાંતિ હતી અને ગરૂડ ઉપર તેનું આસન હતું, તેની જમણી ચાર ભુજાઓમાં વરપ્રદ ચિહ્ન, બાણુ, ચક્ર અને પાશ હતા અને ડાબી ચાર ભુજાઓમાં ધનુષ, વજા, ચક્ર અને અંકુશ હતા. Page #141 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું ચક્રનું પૂજન. ૧૧૭ પછી નક્ષત્રોથી પરિવૃત ચંદ્રની જેમ મહર્ષિઓથી પરિવૃત ભગવંતે ત્યાંથી અન્ય સ્થાનકે વિહાર કર્યો. જાણે ભકિતથી હોય તેમ પ્રભુને માર્ગમાં જતાં વૃક્ષે નમતા હતા, કંટક અધમુખ થતા હતા અને પક્ષીઓ પ્રદક્ષિણા દેતા હતા. વિહાર કરતા પ્રભુને ઋતુ, ઇઢિયાર્થી અને વાયુ અનુકૂળ થતા હતા. જઘન્ય તેમની પાસે કેટી દે રહેતા હતા. જાણે ભવાંતરમાં ઉત્પન્ન થયેલા કર્મોનો છેદ કરતા જોઈને ભય પામ્યા હોય તેમ જગત્પતિને કેશ, સ્મશુ અને નખ વધતા નહેતા: પ્રભુ જ્યાં જતા ત્યાં વૈર, મરકી, ઈતિ, અવૃષ્ટિ, દુભિક્ષ, અતિવૃષ્ટિ, સ્વચક્ર તથા પરચક્રથી થતે ભય-એ ઉપદ્રવે થતા નહતા. એવી રીતે વિશ્વને વિસ્મય કરનારા અતિશયેથી યુકત થઈને સંસારમાં ભમતા જીવોને અનુગ્રહ કરવામાં એક બુદ્ધિવાળા તે નાભેય ભગવંત વાયુની પેઠે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા. इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरूषचरिते महाकाव्ये प्रथमपर्वणि भगवदीक्षा, छास्थविहार, केवलज्ञान, समवसरण ચાવો ના તૃતીયઃ સ ને રૂ *********ી ચતુર્થ સર્ગ. ********** –આ– હવે અહીં અતિથિની પેઠે ચક્રને માટે ઉત્કંઠીત થયેલા ભરતરાજા વિનીતાનગરીના મધ્ય માગે થઈને આયુધાગારમાં આવ્યા. ત્યાં ચક્રનું અવલોકન થતાં જ મહીપતિએ તેને પ્રણામ કર્યા; કેમકે ક્ષત્રીઓ અસ્ત્રને પ્રત્યક્ષ અધિદેવતા માને છે. ભારતે મોરપીંછી ગ્રહણ કરી ચક્રનું માર્જન કર્યું, જે કે એવા સુંદર ચક્રરત્નની ઉપર જ હતી નથી તે પણ ભકતનું તે કત્તવ્ય છે. પછી પૂર્વસમુદ્ર જેમ ઉદય પામતા સૂર્યને સ્નાન કરાવે તેમ મહારાજાએ પવિત્ર જળથી ચક્રને સ્નાન કરાવ્યું. મુખ્ય ગજપતિના પૃષ્ઠ ભાગની પેઠે તેના ઉપર ગશીર્ષ ચંદનના પૂજ્ય સૂચક તિલક કર્યા. પછી સાક્ષાત્ જયલક્ષમીની પેઠે પુષ્પ, ગંધ, વાસચૂર્ણ, વસ્ત્ર અને આભૂષણેથી તેની પૂજા કરી, તેની આગળ રૂપાના તંદુલ વડે અષ્ટ મંગળ આલેખ્યા અને તે જુદા જુદા મંગળથી આઠ દિશાની લહમીને વેષ્ટિત કરી દીધી. તેની પાસે પાંચ વર્ણના પુપેને ઉપહાર ધરીને પૃથ્વીને વિચિત્ર વર્ણવાળી કરી અને શત્રુઓના યશને દહન કરવાની પેઠે દિવ્ય ચંદનકરમય ઉત્તમ ધૂપ દહન કર્યો. પછી ચક્રધારી ભરતરાજાએ ચક્રને ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરુની પેઠે અવગ્રહંથી સાત આઠ પગલાં પાછા ચાલ્યા અને જેમ પિતાને કેઈ નેહી માણસ નમસ્કાર કરે તેમ મહારાજાએ ડાબા ગોઠણનું આકુંચન કરી જમણે ઢીંચણ પૃથ્વી ઉપર મૂકી ચક્રને નમસ્કાર કર્યો. પછી ત્યાંજ નિવાસ કરી પિતે જાણે સાકાર હર્ષ હોય તેમ પૃથ્વીપતિએ ચક્રને અષ્ટાન્ડિકા ઉત્સવ કર્યો. બીજા પણ ધનાઢ્ય લેકેએ ચક્રની પૂજાનો ઉત્સવ કર્યો; કેમકે પૂજિત માણસે જેની પૂજા કરે તેને બીજું કેણુ ન પૂછે ? - પછી તે ચક્રના દિગ્વિજ્યરૂપ ઉપગને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ભરતરાજાએ મંગળસ્નાન માટે સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. આભરણે ઉતારીને અને સ્નાનચિત વસ્ત્ર ધારણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભરત મહારાજાનું દિગ્વિજય માટે પ્રયાણ. સગ . કરીને મહારાજા સ્નાનસિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા એટલે મદન કરવા લાયક અને ન કરવા લાયક સ્થાનને જાણનારા અને કળાવાળા સંવાહક મર્દન (કરનાર) પુરુષોએ દેવવૃક્ષના પુષ્પમકરંદની જેવા સબંધી સહઅપાક પ્રમુખ તેલથી મહારાજાને અત્યંગન કર્યું. માંસ, . અસ્થિ, ત્વચા અને મને સુખ આપનારી ચાર પ્રકારની સંવાહનાથી અને મૃદુ, મધ્ય તથા દઢ એવા ત્રણ પ્રકારના હસ્તલાઘવથી તેઓએ રાજાને સારી રીતે સંવાહન કર્યું. પછી તેઓએ આદર્શની પેઠે અશ્લાન કાંતિના પાત્રરૂપ તે મહીપતિને સૂક્ષ્મ એવા દિવ્ય ચૂર્ણથી ઉદ્વર્તન કર્યું (પીઠી ચોળી ). તે વખતે ઊંચી નાળવાળા વીને કમળવાળી લાવણ્યવાપિકા જેવી શોભતી કેટલીક સ્ત્રીઓ સુવર્ણના જળકુંભ ધારણ કરીને ઊભી રહી હતી, કેટલીક સ્ત્રીઓ જાણે જળ, ઘનરૂપ થઈ કલશને આધારરૂપ થયેલ હોય એવી રીતે દેખાતા રૂપાના કળશે લઈને ઊભી હતી; કેટલીએક સ્ત્રીઓએ પોતાના સુંદર હાથમાં લીલામ નીલકમલની ભ્રાંતિને આપનારા ઈંદ્રનીલમણિના કુંભે લીધા હતા. અને કેટલીએક સુન્ન બાલાઓએ પિતાના નખરનની કાંતિરૂપી જળથી અધિક શોભા પામતા દિવ્ય રત્નમય કુંભ લીધા હતા. એ સવ અંગનાઓએ દેવતાઓ જેમ જિનેંદ્રને નવરાવે તેમ અનુક્રમે સુગંધી અને પવિત્ર જળધારાથી ધરણપતિને સ્નાન કરાવ્યું, સ્નાન કરીને રાજાએ દિવ્ય વિલેપન કરાવ્યું અને જાણે દિશાઓના આભાસ હોય તેવા ઉજજવળ વસ્ત્રો પહેર્યા. પછી જાણે યશરૂપી વૃક્ષને નવીન અંકુર હોય તેમ લલાટપટ્ટમાં માંગલ્યમય ચંદનનું તિલક તેણે ધારણ કર્યું. આકાશમાગ જેમ મોટા તારાઓના સમૂહને વહન કરે તેમ પિતાના યશપુંજ જેવા ઉજજવળ મુક્તામય અલંકાર ધારણ કર્યા અને કલશવડે જેમ પ્રાસાદ શોભે તેમ પિતાના કિરણેથી સૂર્યને લજ્જિત કરનાર મુગટવડે તે શોભિત થયે. વારાંગનાઓના કરકમલથી વારંવાર ઉલ્લેપ થતાં અને કર્ણને આભૂષણરૂપ થયેલા બે ચામરોથી તે વિરાજવા લાગ્યો, લક્ષમીના સદનરૂપ કમલને ધારણ કરનારા પદ્મદ્રહવડે કરી જેમ ચૂલહિમવંત પર્વત શોભે તેમ સુવર્ણના કળશને ધારણ કરનારા વેત છત્રથી તે શાભવા લાગ્યો અને જાણે હંમેશાં પાસે રહેનારા પ્રતિહારે હોય તેવા સેળ હજારે યક્ષે ભક્ત થઈ તેની આસપાસ વીંટાઈ રહ્યા પછી ઇંદ્ર જેમ ઐરાવણ ઉપર આરૂઢ થાય તેમ ઊંચા કુંભસ્થળરૂપ શિખરથી દિશામુખને આચ્છાદન કરનારા કુંજરત્ન ઉપર તે આરૂઢ થયા. તત્કાળ ઉત્કટ મઠની ધારાઓથી જાણે બીજે મેઘ હોય જેમ તે જાતિવંત હસ્તીએ મેટી ગર્જના કરી; જાણે આકાશને પલ્લવિત કરતા હોય તેમ હાથ ઊંચા કરી બંદિવંદે એકી સાથે જય જય શબ્દ કર્યો, જેમ વાચાળ ગાયક પુરુષ અન્ય ગાયન કરનારીઓને ગવરાવે તેમ ઊંચા શબ્દ કરતો દુંદુભિ દિશાઓને નાદ કરાવવા લાગ્યો અને સર્વ સૈનિકોને બેલાવવાના કામમાં દૂતરૂપ થયેલા બીજા મંગલમય શ્રેષ્ઠ વાજિત્રે પણ વાગવા લાગ્યા, જાણે ધાતુ સહિત પર્વતો હોય તેવા સિંદુરને ધારણ કરનારા હાથીએથી અનેક રૂપે થયેલા રેવંત અશ્વના ભ્રમને કરાવનારા અનેક અશ્વોથી, પિતાના મને રથ હોય તેવા વિશાળ રથી અને જાણે વશ કરેલા સિંહ હાય તેવા પરાક્રમી પાયદળોથી અલંકૃત થયેલા મહારાજા ભરતેશ્વરે જાણે સૈન્યથી ઊડેલી રજવડે દિશાઓને વસવાળી કરતા હોય તેમ પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. તે સમયે આકાશમાં ફરતા સૂર્યના બિંબ જેવું, સહસ્ત્ર યક્ષેએ અધિષ્ઠિત કરેલું Page #143 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભરત મહારાજાનું દિગવિજય માટે પ્રયાણ ૧૧૯ ચકરત્ન સૈન્યની આગળ ચાલ્યું. દંડરત્ન ધારણ કરનાર સુષેણ નામે સેનાનીરત્ન અશ્વરત્ન ઉપર આરૂઢ થઈ ચકની પેઠે આગળ ચાલ્યો. જાણે સર્વ શાંતિકવિધિમાં દેહધારી શાંતિમત્ર હોય તે પુરેડિતરત્ન રાજાની સાથે ચાલ્યો. જંગમ અન્નશાળા જેવું અને સૈન્યને માટે દરેક મુકામે દિવ્ય ભેજન ઉત્પન્ન કરવામાં સમર્થ એવું ગૃહપતિરત્ન વિશ્વકર્માની પેઠે રકધવાર(પડાવ) વિગેરે કરવાને સત્વર સમર્થ વદ્ભકિરત્ન અને ચક્રવતીના સવ સ્કંધાવાર પ્રમાણ વિસ્તાર પામવાની શકિતવાળા હોવાથી અદ્ભુત એવાં ચર્મરત્ન અને છત્રરત્ન એ સર્વ મહારાજાની સાથે ચાલ્યા. કાંતિવડે સૂર્ય ચંદ્રની પેઠે અંધકારને નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાંકિણી નામે બે રત્ન પણ ચાલ્યાં અને સુરઅસુરના ઉત્તમ અસ્ત્રના સારથી બનાવ્યું હોય તેવું પ્રકાશિત ખરત્ન પણ નરપતિની સાથે ચાલવા લાગ્યું. સૈન્ય સહિત ચક્રવતી ભરતેશ્વર પ્રતિહારની જેમ ચકને અનુસરીને માર્ગે ચાલ્યા તે વખતે જતિષીઓની પેઠે અનુકૂળ પવને અને અનુકૂળ શુકનેએ તેનો સર્વે પ્રકારે દિગ્વિજય સૂચવ્યું. ખેડૂત હળ વડે પૃથ્વીને સરખી કરે તેમ સૈન્યની આગળ ચાલતાં સુષેણ સેનાની દંડરત્નથી વિષમ રસ્તાને સમ કરતો જતો હતો. સેનાના ચાલવાથી ઊડેલી રજવડે દુર્દિન થયેલું આકાશ રથ અને હસ્તીઓ ઉપરની પતાકારૂપ બગલીઓ વડે શોભતું હતું. જેનો છેવટ ભાગ લેવામાં આવતો નથી એવી ચક્રવતીની સેના અખલિત ગતિવાળી બીજી ગંગાનદી હોય તેવી જણાતી હતી. દિવિજયના ઉત્સવને માટે રથ ચિત્કાર શબ્દોથી, ઘડાઓ હણહણાટથી અને હાથીઓ ગજેનાથી પરસ્પર ત્વરા કરવા લાગ્યા હતા. સૈન્યથી રજ ઉડતી હતી. તે પણ અશ્વારોનાં ભાલાં તેની અંદર ચળકતા હતાં, તેથી જાણે આચ્છાદન કરેલાં સૂર્યકિરણને તે હસતાં હોય એમ જણાતું હતું. સામાનિક દેવતાઓએ વીટેલા ઇંદ્રની જેમ મુગટધારી અને ભકિતવાળા રાજાઓથી વીટાચેલે રાજકુંવર ભરત મધ્યભાગમાં શોભતો હતો. પહેલે દિવસે ચક્રે એક ચેાજન પર્યંત ચાલીને સ્થિતિ કરી (ઊભું રહ્યું) તે પ્રયાણના અનુમાનથી ત્યારથી જન માપ પ્રત્ય". હંમેશાં એક એક એજનના માનથી પ્રયાણ કરતા ભરતરાજા કેટલેક દિવસે ગંગાના દક્ષિણ તટ સમીપે આવી પહોંચ્યા. મહારાજાએ ગંગાના તટની વિશાળ ભૂમિને પણ પોતાના સન્યના જુદા જુદા નિવાસેથી સાંકડી કરીને વિશ્રામ કર્યો. તે વખતે ગંગાનદીના તટની ભૂમિ વર્ષાઋતુના કાળની માફક હસ્તીઓના ઝરતા મદજળથી પંકિલ થઈ ગઈ. મેઘ જેમ સમુદ્રમાંથી જળને ગ્રહણ કરે તેમ જાહ્નવીના નિર્મળ પ્રવાહમાંથી ઉત્તમ હસ્તીઓ સ્વેચ્છાથી જળ ગ્રહણ કરવા લાગ્યા; અતિ ચપળપણાથી વારંવાર કેતા અશ્વો ગંગાના તટમાં તરંગના ભ્રમને આપવા લાગ્યા અને ઘણા શ્રમથી ગંગાની અંદર પ્રવિષ્ટ થયેલા હાથી, ઘોડા, મહિષ અને સાંઢડાઓ તે ઉત્તમ સરિતાને જાણે ચેતરફ નવિન જાતિના મસ્યવાળી હોય તેવી કરવા લાગ્યા, પિતાના તટની ઉપર રહેલા રાજાને જાણે અનુકુળ થતી હોય તેમ ગંગા નદી પિતાના ઉછળતા તરંગનાં બિંદુઓથી શીધ્રપણે સૈન્યના શ્રમને હરણ કરવા લાગી. મહારાજની મેટી સેનાએ સેવેલી ગંગા નદી શત્રુઓની કીર્તિની પેઠે કૃશ થવા લાગી. ભાગિરથીના તીર ઉપર ઊગેલાં દેવદારનાં વૃક્ષો સૈન્યના ગજપતિઓને માટે યત્ન વિનાનાં બંધનસ્થાન થઈ પડ્યાં.. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગંગાના કિનારે પડાવ. સગ ૪ થે. હસ્તીઓના મહાવતે હસ્તીઓને માટે પીપળા, સલુકી, કર્ણિકાર અને ઉદ્બરના પને કુહાડાથી કાપતા હતા. પિતાના ઊંચા કર્ણપદ્ધોથી જાણે તેરણ કરતા હોય તેમ પંક્તિરૂપે બાંધેલા હજારે ઘોડાઓ શોભતા હતા. અશ્વપાળે બંધુની પેઠે મઠ, મગ, ચણા અને જવ વિગેરે લઈ વેગથી અશ્વોની પાસે ધરતા હતા. મહારાજાની શિબિર (છાવણી) માં વિનીતાનગરીની પેઠે ક્ષણવારમાં ચેક, ત્રિક અને દુકાનની પંક્તિઓ થઈ ગઈ હતી. ગુપ્ત, મહેતા અને સ્થૂલ એવા સુંદર તંબૂઓમાં સારી રીતે રહેલા સૈન્યના લોકે પિતાના પૂર્વના મહેલને પણ સંભારતા નહોતા. ખીજડી, બેરડી અને વર્ચ્યુલની જેવા કાંટાવાળા વૃક્ષને ચુટનારા ઊંટે સૈન્યનું કંટક–રોધનનું કાર કરતા હોય તેવા જણાતા હતા. સ્વામીની આગળ ભ્રત્યેની પેઠે ખચ્ચરે જાહ્નવીના રેતીવાળા તીરમાં પિતાની ચાલને ચલાયમાન કરતા આળોટતા હતા. કેઈ કાષ્ટ લાવતા હતા, કેઈ સરિતાનું જળ લાવતા હતા, કેઈ દૂર્વાના ભાર લાવતા હતા અને કેઈ શાક ફળાદિક લાવતા હતા. કેઈ ચૂલ્ય ખાતા હતા, જેમાં શાળા ખાંડતા હતા, કેઈ અગ્નિને પ્રજવલિત કરતા હતા, કેઈ ભાત રાંધતા હતા, કેઈ ઘરની જેમ એક તરફ નિર્મળ જળથી સ્નાન કરતા હતા, કે સ્નાન કરી સુગંધી ધૂપથી શરીરને પૂપિત કરતા હતા, કેઈ પ્રથમ પદાતિઓને જમાડી પછી પિતે વેચ્છાએ ભજન કરતા હતા, કેઈ સ્ત્રીઓ સહિત પોતાના અંગને વિલેપન કરતા હતા. સર્વ અર્થ જેમાં લીલામાત્રમાં પ્રાપ્ત થઈ શકે છે એવી ચક્રવતીની છાવણીમાં કઈ પણ ભણસ પોતાને કટકમાં આવેલા માનતા ન હતા. ત્યાં એક અહેરાત્ર નિર્ગમન કર્યા પછી પ્રાતઃકાળે પ્રયાણ કર્યું અને તે દિવસે પણ એક જન ચાલનારા ચક્રની પાછળ ચક્રવતી પણ તેટલું જ ચાલ્યા. એ પ્રમાણે હમેશાં એક જન પ્રમાણે ચક્રની પાછળ પ્રયાણ કરતા ચક્રવતી માગધતીથે પહોંચ્યા. ત્યાં પૂર્વ સમુદ્રના તટ ઉપર મહારાજાએ નવ જન વિસ્તારમાં અને બાર યેજન દીર્ઘપણુમાં સ્કધાવાર (લશ્કરને પડાવ) કર્યો. વદ્ધકિરને ત્યાં સવ સન્ય માટે આવાસ બનાવ્યા અને ધર્મરૂપી હસ્તીની શાળારૂપ પૌષધશાળા પણ કરી. કેશરીસિંહ જેમ પર્વત ઉપરથી ઉતરે તેમ મહારાજા ભરત તે પૌષધશાળામાં અનુષ્ઠાન કરવાની ઈચ્છાથી હસ્તીના રકંધ ઉપરથી ઉતર્યા. સંયમરૂપી સામ્રાજયલક્ષમીના સિંહાસન જે દર્ભને નવીન સંથારે ત્યાં ચક્રવર્તીએ પાથર્યો. હદયમાં માગધતીથકુમાર દેવને ધારીને તેમણે અર્થ-સિદ્ધિના આદિદ્વારરૂપ અષ્ટમ ભકત (અઠ્ઠમ) ને તપ કર્યો. પછી નિમળ વસ્ત્ર ધારણ કરી, અન્ય વસ્ત્ર, ફૂલની માળા અને વિલેપન ત્યાગ કરી, શસ્ત્રને છોડી દઈ, પુણ્યને પિષણ કરવામાં ઔષધ સમાન પૌષધવ્રત ગ્રહણ કર્યું. અવ્યય પદમાં જેમ સિદ્ધ રહે તેમ તે દર્ભના સંથારા ઉપર પાષધવતી મહારાજા જાગ્રત અને ક્રિયારહિતપણે રહ્યા. અષ્ટમને અંતે પૌષધવત પૂર્ણ કરી (પારી), શરદઋતુના વાદળામાંથી જેમ સૂય નીકળે તેમ અધિક કાંતિવાળા ભરત રાજા પૌષધાગારમાંથી નીકળ્યા. પછી સર્વ અર્થને પ્રાપ્ત થયેલા નૃપતિએ સ્નાન કરીને બલિવિધિ કર્યો. કેમકે યથાર્થ વિધિને જાણનારા પુરુષ વિધિને ભૂલી જતા નથી. પછી પવનની જેમ વેગવાળા અને સિંહની જેવા ધીર અોથી લા સુંદર રથમાં ઉત્તમ રથી ભરતરાય આરૂઢ થયા. જાણે ચાલતે પ્રાસાદ હોય તેવા તે રથ ઉપર ઊંચી પતાકાવાળો વજસ્તંભ હતો, શસ્ત્રાગારની પેઠે અનેક શ્રેણિથી તે વિભૂષિત હતું અને જાણે Page #145 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. ભરત મહારાજાને અઠ્ઠમ તપ. ૧૧૧ ચાર દિશાની વિજયલકમીને બોલાવવાને માટે રાખી હોય તેવી ટહુકાર શબ્દ કરતી ચાર ઘંટાઓ તે રથની સાથે બાંધેલી હતી. તરતજ ઈંદ્રના સારથિ માતલિની જેમ રાજાના ભાવને જાણનારા સારથિએ રહિમનું ચાલન કરીને ઘોડાને હંકાર્યા. મહાહસ્તીરૂપી ગિરિવાળે, મોટા શકટરૂપી મકરના સમૂહવાળો, ચપળ અશ્વરૂપી કલ્લોલવાળો, વિચિત્ર શસ્ત્રરૂપી ભયંકર સર્પોવાળે, ઉછળતી પૃથ્વીની રજરૂપી વેલાવાળે અને રથના નિર્દોષરૂપી ગર્જનાવાળો જાણે બીજે સમુદ્ર હેય એ તે રાજા સમુદ્રના તટ ઉપર આવ્યો, પછી મસ્યસમૂહના આરવે કરીને જેમાં જળને નિર્દોષ વૃદ્ધિ પામે છે એવા તે સમુદ્રમાં ચક્રવત્તી એ રથની નાભિ (ધરા) સુધી જળમાં રથને પ્રવેશ કરાવ્યો. પછી એક હાથ ધનુષના મધ્યભાગમાં રાખી એક હાથ પણછને છેડે રાખી પણછ ચડાવીને પંચમીના ચંદ્રને અનુસરનારું ધનુષ કર્યું અને પોતાના હાથથી જરા ધનુષની પણછ ખેંચીને જાણે ધનુર્વેદને આદ્ય ઓંકાર હોય તે ઊંચે પ્રકારે ટંકાર કર્યો. પછી પાતાળદ્વારમાંથી નીકળતા નાગની જેવું પિતાના નામથી અંક્તિ થયેલું એક બાણ ભાથામાંથી ગ્રહણ કર્યું. સિંહના કણ જેવી મુષ્ટિવડે ખડાના અગ્રભાગથી તેને પકડી રાખીને શત્રુઓમાં વજદંડ સમાન તે બાણ પણુછ સાથે જોડી દીધું. સેનાના કર્ણભૂષણરૂપ પદ્મના નાળવાની તુલનાને ધારણ કરતું તે સુવર્ણમય બાણ ચક્રવતીએ કર્ણ સુધી આકર્ષણ કર્યું. મહીપતિના નખરના પ્રસાર પામતાં કિરણેથી તે બાણ જાણે પિતાના સહેદરથી વીંટાઈ રહ્યું હોય તેમ શેભતું હતું. આકર્ષણ કરેલા ધનુષના અંતરભાગમાં રહેલું તે પ્રદીપ્ત બાણ મૃત્યુના ફાડેલા મુખની અંદર ચંચળ જણાતી જિહાની લીલાને ધારણ કરતું હતું. તે ધનુષના મંડળના ભાગમાં રહેલ મધ્ય લોકપાળ-ભરતરાજા, મંડળની અંદર રહેલા સૂર્યની પેઠે મહાદારૂણ લાગતા હતા. તે વખતે આ રાજા મને સ્થાનથી ચલિત કરશે અથવા મારે નિગ્રહ કરશે એમ ધારીને હોય તેમ લવણસમુદ્ર ક્ષોભ પામવા લાગ્યું. પછી પૃથ્વી પતિએ બહાર, મળે, મુખે અને પુખડામાં નાગકુમાર, અસુરકુમાર અને સુવર્ણકુમારાદિક દેવતાઓએ અધિષ્ઠિત કરેલા, દૂતની પેઠે આજ્ઞાકારી અને શિક્ષાઅક્ષરવડે ભયંકર તે બાણને માગધ તીર્થના અધિપતિ ઉપર મૂકયું. ઉત્કટ પાંખોના સુસવાટથી આકાશને શબ્દાયમાન કરતું તે બાણ તત્કાળ ગરુડની જેવા વેગથી નીકળ્યું. મેઘથી જેમ વિદ્યુદંડ, ગગનથી જેમ ઉલકાગ્નિ, અગ્નિથી જેમ તણખાઓ, તપસ્વીથી જેમ તે લેશ્યા, સૂર્યકાંત મણિથી જેમ અગ્નિ અને ઈંદ્રની ભુજાથી છૂટતું વજ જેમ શેભે તેમ રાજાના ધનુષથી નીકળતું તે બાણ શોભવા લાગ્યું. ક્ષણવારમાં બાર ચાજન ઉલંઘન કરીને તે બાણ હૃદયની અંદર શલ્યની પેઠે માગધપતિની સભામાં જઈને પડયું. દંડના ઘાતથી જેમ સર્ષ કે પાયમાન થાય તેમ અકાળે બાણ પડવાથી માગધપતિ કપાયમન થયો. ભયંકર ધનુષની પેઠે તેની બંને ભ્રકુટી ચઢીને ગાળ થઈ ગઈ, પ્રદીપ્ત અગ્નિના તણખા જેવાં તેનાં નેત્ર લાલ થઈ ગયાં, ધમણની પેઠે તેની નાસિકા કુલવા લાગી અને જાણે તક્ષક સપના નાના ભાઈ હોય તેવા અધરદલને તે ફુરાવા લાગે. આકાશમાં ધૂમ્રકેતુની જેમ લલાટમાં રેખાઓને ચડાવી, ગારૂડી પુરુષ જેમ સર્પને ગ્રહણ કરે તેમ પોતાના દક્ષિણ હસ્તથી આયુધને ગ્રહણ કરી અને વામ હસ્તથી શત્રુના કપાળની પેઠે આસન ઉપર તાડન કરી વિષજવાળા જેવી વાણીથી તે બે – A - 16 Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ માગધતીથપતિને કોપ. સગ ૪ થે. અપ્રાર્થિત વસ્તુની પ્રાર્થના કરનાર, અવિચારી અને પિતાને વર માનનાર ક્યા કુબુદ્ધિ પુરુષે મારી સભામાં આ બાણ નાંખ્યું ? એ કે પુરુષ ઐરાવત હાથીના દાંતને છેદીને પિતાનાં કર્ણાભૂષણ કરવાને ઈચ્છે છે? આ કેશુ પુરુષ ગરુડની પાંખને મુગટ કરવાને ધારે છે ? શેષના મસ્તક ઉપર રહેલી મણિમાલાને ગ્રહણ કરવાની કે ઉમેદ રાખે છે ? સૂર્યના ઘડાને હરણ કરવાની ઈચ્છાવાળે એ કે પુરુષ છે કે જેના ગર્વને જેમ સર્ષના પ્રાણ હરણ કરે તેમ હું હરણ કરીશ.” એવી રીતે બોલી તે માગધ પતિ વેગથી ઊભે થયે, રાફડામાંથી સર્પની પેઠે તેણે મ્યાનમાંથી ખડગ ખેંચ્યું અને આકા. શમાં ધૂમ્રકેતુના ભ્રમને આપનાર અને કંપાવવા લાગે. સમુદ્રની વેલાની માફક દુર્વાર એ તેને સર્વ પરિવાર પણ એક સાથે કે પાટેપ સહિત તત્કાળ ઉભું થઈ ગયું. કઈ પિતાના ખગોથી આકાશને જાણે કૃષ્ણ વિદ્યુમય હોય તેવું કરવા લાગ્યા અને કઈ પિતાના ઉજજવળ વસુનંદોથી જાણે અનેક ચંદ્રવાળું હોય તેવું કરવા લાગ્યા. કેઈ મૃત્યુના દાંતની શ્રેણિથી જાણે બનાવ્યા હોય તેવા પિતાના તીકણુ ભાલાઓને ચાતરક ઉલાળવા લાગ્યા કેઈ અગ્નિની જિહા જેવી ફરસીએ ફેરવવા લાગ્યા કેઈ રાહુની જેવા પર્યતા ભાગવાળા મુગ પકડવા લાગ્યા કેઈ વજીની ધાર જેવા ઉત્કટ ત્રિશૂળને ગ્રહણ કરવા લાગ્યા અને કેઈ યમરાજના દંડ જેવા પ્રચંડ દંડને ઉગામવા લાગ્યા. કેટલાએક શત્રુને વિરોટ કરવામાં કારણુરૂપ પિતાના બાહુનું આસ્ફાટન કરવા લાગ્યા, કેટલાએક મેઘનાદના જેવા ઉર્જિત સિંહનાદ કરવા લાગ્યા, કેટલાએક “મારે, મારે એમ કહેવા લાગ્યા, કેટલાએક “પકડે, પકડે એમ કહેવા લાગ્યા અને કેટલાએક “ઊભા રહો, ઊભા રહો તથા કેટલાએક “ચાલે, ચાલો” એમ બોલવા લાગ્યા. આવી રીતે માગધપતિને સર્વ પરિવાર વિચિત્ર કેપની ચેષ્ટાવાળો થઈ ગયે. પછી અમાત્યે આવીને બાણને સારી રીતે જોયું એટલે તેની ઉપર જાણે દિવ્ય મંત્રાક્ષરે હેાય તેવા ઉદાર અને મેટા સારવાળા નીચે પ્રમાણે અક્ષર જોયા. સાક્ષાત્ સુર, અસુર અને નરના ઈશ્વર એવા કષભસ્વામીના પુત્ર ભરત ચક્રવતી તમને એ આદેશ કરે છે કે જે રાજ્યનું અને જીવિતવ્યનું કામ હોય તે અમારી પાસે તમારું સર્વસ્વ મૂકી દઈને અમારી સેવા કરે. આવા અક્ષરે ઈ મંત્રીએ અવધિજ્ઞાનથી વિચારી-જાણી, તે બાણ સર્વને બતાવી ઊંચે સ્વરે કહ્યું–અરે સર્વ રાજલક ! સાહસ કરનારા, અર્ધબુદ્ધિથી ઊલટા પિતાના સ્વામીને અનર્થ આપનારા અને એવી રીતે પિતાની જાતને સ્વામિભક્ત માનનારા તમને ધિક્કાર છે ! આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર-શ્રીકષભસ્વામીના પુત્ર ભરતરાજા પ્રથમ ચકવતી થયા છે. તેઓ આપણી પાસેથી દંડ માગે છે અને ઈંદ્રની પેઠે પ્રચંડ શાસનવાળા તેઓ આપણને સર્વને પિતાની આજ્ઞામાં રાખવાને ઈચ્છે છે. કદાપિ સમુદ્રનું શોષણ થાય, મેરુપર્વત ઉપાડાય, યમરાજને હણી નંખાય, પૃથ્વી અવળી કરી નંખાય. વજને દળી નંખાય અને વડવાગ્નિ બુઝાવી દેવાય તે પણ પૃથ્વીમાં ચક્રવતી છતાય નહીં તેથી હે બુદ્ધિમંત રાજા ! ટૂંકી બુદ્ધિવાળા આ લોકોને વારે અને દંડ તૈયાર કરી ચક્રવર્તીને પ્રણામ કરવા ચાલે. ગંધહસ્તીના મદને સુંઘીને જેમ બીજા હસ્તી શાંત થઈ જાય તેમ મંત્રીની આવી વાણી સાંભળીને તથા બાણાક્ષર જોઇને માગણપતિ શાંત થઈ ગયું. પછી Page #147 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લુ વરદામપતિને રેષ. ૧૨૩ તે બાણુ તથા લેણું લઈને ભરતરાયની પાસે આવ્યું અને પ્રણામ કરી નીચે પ્રમાણે બેલ્યો –હે પૃથ્વી પતિ ! કુમુદખંડને પર્વણના ચંદ્રની જેમ ભાગ્યયેગે આપના દર્શન મને થયે છે. ભગવાન ઋષભસ્વામી પ્રથમ તીર્થંકર થઈને જેમ વિજય પામે છે તેમ આપ પાણી પીમાં પ્રથમ ચક્રવતી થઈને વિશ્વ પામે. જેમ અરાવત હાથીને કઈ પ્રતિહસ્તી હાય નહીં, વાયુના જે કઈ બળવાળે હેય નહીં અને આકાશથી વિશેષ માનવાળું કેઈ હોય નહીં તેમ આપને સમેવડીઓ કેઈ થઈ શકે નહીં. કર્ણ સુધી આકૃષ્ટ કરેલા ધનુષમાંથી નીકળેલા આપના બાણને ઈદ્રના વજની પેઠે કેણુ સહન કરી શકે તેમ છે ? મુજ પ્રમાદી ઉપર પ્રસાદ કરી આપે કર્તવ્ય જણાવવાને છડીદારની પેઠે આ બાણ મોકલ્યું, તેથી તે પશિમણિ ! આજથી હું તમારી આજ્ઞાને શિરેમણિની પેઠે મસ્તક ઉપર ધારણ કરીશ. હે સ્વામિન ! તમે આરેપિત કરેલો હું જાણે પૂર્વ દિશાને તમારે જયથંભ હોય તેમ નિષ્કપટ ભક્તિથી આ માગધતીર્થમાં રહીશ. આ રાજ્ય, આ સર્વ પરિવાર, હું પોતે અને બીજું સર્વ તમારું જ છે, તમારા સેવકની પેઠે મને આજ્ઞા કરે.” એવી રીતે કહીને તેણે તે બાણ, માગધ તીર્થનું જળ, મુગટ અને બે કુંડળ અર્પણ કર્યા. ભરતરાયે તે તે વસ્તુને સ્વીકાર કરી તેને સત્કાર કર્યો; કેમકે મહાત્મા લોકો સેવાને માટે નમેલા જનેમાં કૃપાવાળા જ હોય છે. પછી ઈંદ્ર જેમ અમરાવતીમાં જાય તેમ ચકી રથને પાછો વાળી તે જ માગે છાવણીમાં આવ્યા. રથથી ઉતરી, અંગપ્રક્ષાલન કરી પરિવાર સહિત તેમણે અમનું પારણું કર્યું. પછી ઉપનત થયેલા માગધ. પતિને પણ ચક્રની જેમ ચક્રવતીએ મોટી ઋદ્ધિથી ત્યાં અષ્ટન્ડિકા ઉત્સવ કર્યો. સૂર્યના રથમાંથી જાણે સરી આવ્યું હોય તેમ તેજથી તીક્ષણ એવું ચૂક અષ્ટાહિકા ઉત્સવને અતે આકાશમાં ચાલ્યું અને દક્ષિણ દિશાએ વરદામ તીર્થ તરફ પ્રવત્યું. પ્રાદિ ઉપસર્ગ જેમ ધાતુની પાછળ જાય તેમ ચક્રવતી પણ તેની પછવાડે ચાલ્યા. હમેશાં જન માત્ર પ્રયાણથી ચાલતાં અનુક્રમે રાજહંસ જેમ માન સરોવરને પામે તેમ ચક્રવતી દક્ષિણ સમુદ્ર સમીપે આવી પહોંચ્યા. એલાયચી, લવીંગ, ચારેલી અને . કંકાલના વૃક્ષવાળા દક્ષિણ સાગરના તટ ઉપર નૃપતિએ સૈન્યને નિવાસ કરાવ્યું. મહારાજાની આજ્ઞાથી પૂર્વની પેઠે વદ્ધકિરને સન્યના નિવાસગૃહ અને પૌષધશાળા ત્યાં રસ્યાં. તે વરદામ તીર્થના દેવને ચિત્તમાં ધારણ કરી રાજાએ અષ્ટમ તપ કર્યો અને પૌષધાગાર. માં પૌષધવ્રત ગ્રહણ કર્યું. પૌષધ પૂર્ણ થયા પછી પૌષધગૃહમાંથી નીકળી ધનુર્ધારીઓમાં અગ્રેસર એવા ચક્રીએ કાલકૃષ્ટરૂપ ધનુષ ગ્રહણ કર્યું અને સર્વ સુવર્ણથી રચેલ, કેટી રત્નોથી જડેલ અને જ્યલક્ષમીના નિવાસગૃહરૂપ રથમાં તેઓ આરૂઢ થયા. દેવથી જેમ, પ્રાસાદ શોભે તેમ સુંદર આકૃતિવાળા મહારાજાથી અધિષિત થયેલે મહારથ ભવા લાગ્યા. અનુકૂળ પવનથી ચપળ થયેલી પતાકાઓથી આકાશને મંડિત કરતા તે ઉત્તમ રથ વહાણની જેમ સમુદ્રમાં પ્રવિણ થયો. રથને નાભિ સુધી સમુદ્રજળમાં લઈ જઈ આગળ રહેલા સારથિએ ઘેડા અટકાવ્યા એટલે રથ ઊભે રહ્યો. પછી આચાર્ય જેમ શિષ્યને નમાવે તેમ પૃથ્વી પતિએ ધનુષને નમાવી પણછ ચડાવી અને સંગ્રામરૂપી નાટકના આરંભના નાંદી જેવે તથા કાળના આહવાન મંત્ર જે ઊંચે પ્રકારે ધનુષટંકાર કર્યો. પછી લલાટ પર Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વરદામપતિનું વશ થવું. - સર્ગ ૪ થે. કરેલા તિલકની લક્ષમીને ચારનારા બાણને ભાથામાંથી કાઢીને ધનુષ ઉપર ચડાવ્યું. ચકરૂપ કરેલા ધનુષના મધ્ય ભાગમાં ધરીના ભ્રમને આપતા એવા તે બાણને મહારાજાએ કહ્યુંપયત ખેંચ્યું. કર્ણાત સુધી આવેલું તે બાણુ હું શું કરું ?' એમ વિજ્ઞતિ કરતું હોય એવું જણાવા લાગ્યું. પછી તેને વરદામપતિ તરફ વિરુષ્ટ કર્યું. આકાશમાં પ્રકાશ કરતા તે બાણને પર્વતેએ પડતા વજની ભ્રાંતિથી, સર્પોએ ઉપરથી પડતા ગરુડની બ્રાંતિથી અને સમુદ્ર બીજા વડવાનળની ભ્રાંતિથી ભય સહિત અવલોકયું. બાર જન ઉલ્લંઘન કરી તેને બાણ ઉલકાની પેઠે વરદામપતિની સભામાં પડયું. શત્રુએ મોકલેલ ઘાત કરનાર મનુષ્યની જેવા તે બાણને પડેલું જોઈ વરદામપતિ કેપ પામ્ય અને ઉદ્દેલ થયેલા સમુદ્રની પેઠે તે ઉદ્દબ્રાંત ભ્રકુટિમાં તરંગિત થઈ ઉત્કટ વાણીથી નીચે પ્રમાણે છે. અહો ! પગે સ્પર્શ કરીને આજે આ સુતેલા કેશરીસિંહને કણે જગાડ્યો ? આજે મૃત્યુએ કેનું પાનું ઉખેળ્યું? કુષ્ટિની પેઠે પિતાના જીવિતમાં આજે કેને વૈરાગ્ય ઉત્પન્ન થયે કે જેણે પિતાના સાહસથી મારી સભામાં આ બાણુ નાખ્યું. તે બાણ નાખનારને આ બાણથી જ હું મારું?” એમ કહી તેણે કેપ સહિત તે બાણ ગ્રહણ કર્યું. માગધપતિની પેઠે વરદામપતિએ પણ ચક્કીના બાણ ઉપરના પૂર્વોક્ત અક્ષરે જોયા એટલે નાગદમની ઔષધિથી સર્પ જેમ શાંત થાય તેમ તેવા અક્ષર વાંચી તત્કાળ તે શાંત થઈ ગયે અને બોલવા લાગ્ય–અહે દેડકે જેમ કૃષ્ણ સર્પને તમારો મારવાને ઉધત થાય, બાકડે જેમ પિતાનાં શીંગડાથી હાથીને પ્રહાર કરવાની ઈચ્છા કરે, હાથી જેમ પિતાના દાંતથી પર્વતને પાડવાની ધારણ કરે તેમ મેં મંદબુદ્ધિવાળાએ આ ભરતચક્રીની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી.” તથાપિ હજી કાંઈ બગડયું નથી એમ ધારી તેણે પિતાના માણસને ઉપાયન (ભેટ) લાવવાની આજ્ઞા કરી. પછી બાણું અને અદ્ભુત ભેટે લઈ ઈંદ્ર જેમ ઋષભધ્વજ પાસે જાય તેમ તે ચક્રવતીની પાસે જવા ચાલ્યો. ત્યાં જઈ ચક્રવતીને નમસ્કાર કરીને કહ્યું –“હે પૃથ્વીના ઈદ્ર ! દૂતની જેમ તમારા બાણે બાલાવેલે હું આજે અહીં આ છું. આપ પિતે અહીં આવ્યા છતાં હું સામે આવ્યે નહીં તે મારે અણને દોષ આપ ક્ષમા કરે. અગતા દોષનું આચ્છાદન કરે છે. તે સ્વામિન ! શાંત પુરુષ જેમ આશ્રમ મેળવે અને તૃષિત પુરુષ જેમ પૂર્ણ સરોવર પ્રાપ્ત કરે તેમ સ્વામિરહિત એવા મેં આજે આપ જેવા સ્વામીને પ્રાપ્ત કર્યા છે. હે પૃથ્વીનાથ ! સમુદ્રમાં વેલંધર પર્વત રહે તેમ આજથી તમે સ્થાપિત કરેલો હું અહીં તમારી મર્યાદામાં રહીશ.' એમ કહી ભરપૂર ભક્તિવાળા તે વરદામપતિએ, જાણે આગળથી થાપણુ ૩૫ રાખ્યું હોય તેમ તે બાણ પાછું અપણ કર્યું'. જાણે સૂર્યની કાંતિથી જ ગૂંથેલ હોય તેવું પિતાની કાંતિથી દિશાના મુખને પ્રકાશિત કરતું એક રત્નમય કટીસૂત્ર અને જાણે યશને સમૂહ હોય તે ઘણા કાળથી સંચય કરેલો ઉજજવળ મુક્તારાશિ, તેણે ભરતપતિને ભેટ કર્યો, તેમજ જેની ઉજજવળ કાંતિ પ્રકાશી રહી છે એ અને જાણે રત્નાકરનું સર્વસ્વ હોય તે એક રત્નસમૂહ પણ અર્પણ કર્યો. આ સર્વ ગ્રહણ કરીને ચક્રીએ વરદામપતિને અનુગ્રહિત કર્યો અને જાણે પિતાને કીર્તિકર હોય તેમ તેને ત્યાં સ્થાપિત કર્યો. પછી વરદામપતિને કૃપાપૂર્વક બેલાવી-વિદાય કરી વિજયી ભરતેશ પિતાની છાવણીમાં આવ્યા. રથમાંથી ઉતરી, સ્નાન કરી રાજચંદ્ર પરિજન સાથે અષ્ટમ ભકતનું પારણું કર્યું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પર્વ ૧ લું. પ્રભાસપતિ તથા સિંધુદેવીની સાધના. અને પછી ત્યાં વરદામપતિને અષ્ટાહિકા ઉત્સવ કર્યો. મહાત્માજને આત્મીય જનને લોકમાં મહત્ત્વ અપાવવાને માટે માન આપે છે. પછી પરાક્રમવડે જાણે બીજા ઈંદ્ર હોય એવા તે ચક્રવતી ચક્રને અનુસારે પશ્ચિમ દિશાએ પ્રભાસતીર્થ તરફ ચાલ્યા. સૈન્યના ચાલવાથી ઊડેલી રેણુવડે જમીન અને આકાશના મધ્યભાગને પૂરતા તેઓ કેટલેક દિવસે પશ્ચિમ સમુદ્રના તટ ઉપર આવી પહોંચ્યા. સોપારી, તાંબૂલી અને નાલીએરીના વનથી આકુલ એવા પશ્ચિમ સમુદ્રના તટ ઉપર તેમણે પડાવ નાખ્યો. ત્યાં પ્રભાસપતિને ઉદ્દેશીને અષ્ટમભક્ત વ્રત કર્યું અને પૂર્વ પ્રમાણે પૌષધાલયમાં પૌષધ લઈને બેઠા. પૌષધને અંતે જાણે બીજે વરુણ હોય તેવા ચક્રીએ રથમાં બેસીને સાગરમાં પ્રવેશ કર્યો. રથને ચકની નાભિ સુધી જળમાં લઈ જઈ તેણે પિતાનું ધનુષ અધિજ્ય કર્યું. પછી જયલક્ષમીને ક્રીડા કરવાની વીણરૂપ ધનુર્ય છિની તંત્રી જેવી પણછને પિતાના હાથવડે શબ્દાયમાન કરી, જાણે સાગરને છડીદંડ હેય તેવા ભાથામાંથી બાણ કાઢી, આસન ઉપર અતિથિને આરૂઢ કરે તેમ તેને ધનુષાસન પર આરૂઢ કર્યું. સૂર્યબિંબમાંથી આકૃષ્ટ કરેલું જાણે એક કિરણ હેય એવા તે બાણને ચદીએ પ્રભાસદેવની સન્મુખ પ્રક્ષિત કર્યું. વાયુની જેવા વેગથી સમુદ્રમાં બાર યોજન ઉલ્લંઘન કરી ગગનને પ્રકાશિત કરતું તે બાણ પ્રભાસપતિના સભાસ્થાનમાં જઈને પડયું. બાણને જોઈ પ્રભાસેશ્વર કેપ પામ્યો, પણ તેની ઉપરના અક્ષરે વાંચીને રસને પ્રગટ કરનારા નટની પેઠે તત્કાળ શાંત થઈ ગયું. પછી બાણું અને બીજી ભેટ લઈને પ્રભાસપતિ ચક્રવતીની પાસે આવ્યો અને નમસ્કાર કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યો– હે દેવ ! આપ સ્વામીએ ભાસિત (પ્રકાશિત) કરેલે હું આજે જ ખરે પ્રભાસ થયો છું, કેમ કે સયના કિરણોથી જ કમલ થાય છે. હે પ્રભો ! હું પશ્ચિમ દિશામાં સામંત રાજા રહી હંમેશા પૃથ્વીને શાસન કરનારા તમારી આજ્ઞાને ધારણ કરીશ.” એમ કહી પ્રથમ પ્રેરેલું બાણુ યુદ્ધપ્રસંગમાં ફેકેલા બાણને લાવી આપનાર સેવકની જેમ ભરતેશ્વરને અર્પણ કર્યું. અને તે સાથે મૂર્તિવંત પિતાનું તેજ હોય તેવાં કડા, કટીસૂત્ર, ચૂડામણિ, હાર તથા બીજું કેટલુંક દ્રવ્ય વિગેરે ભેટ કર્યું. તેને આશ્વાસન આપવાને માટે ચક્રીએ તે સર્વ ગ્રહણ કર્યું. કેમકે ભેટ ગ્રહણ કરવી તે સ્વામીનું પ્રથમ પ્રસાદચિન્હ છે. પછી ક્યારામાં જેમ વૃક્ષને સ્થાપન કરે તેમ ત્યાં સ્થાપિત કરીને તે શત્રુનાશક નૃપતિ પિતાના સ્કંધાવામાં આવ્યા. કલ્પવૃક્ષની પેઠે ગૃહરને તત્કાળ ઉપનીત કરેલા દિવ્ય ભેજનથી તેણે અઠ્ઠમનું પારણું કર્યું અને પછી પ્રભાસદેવને અષ્ટાદિકા ઉત્સવ કર્યો, કેમકે પહેલી વખત તે સામંત જેવા રાજાની પણ સત્કૃતિ કરવી ઉચિત છે. દીપકની પછવાડે પ્રકાશ ચાલે તેમ ચક્રની પછવાડે ચાલતા ચક્રવતી સમુદ્રના દક્ષિણ તટ સમીપે સિંધુનદીને કિનારે આવી પહોંચ્યા. તેને કિનારે કિનારે પૂર્વાભિમુખ ચાલીને સિંધુદેવીના સદન સમીપે તેમણે પડાવ નાખે. ત્યાં પિતાના મનમાં સિંધુદેવીનું સ્મરણ કરી તેમણે અષ્ટમ તપ કર્યો; તેથી પવને હણેલા ઊમિની જેમ સિંધુદેવીનું આસન ચલિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી ઘણી દિવ્ય ભેટે લઈને તેમને પૂજવાને સામે આવી. ૧ પ્રત્યંચા (પણ) ચડાવેલું. ૨ કમલ–ક અલ=પાણીને શોભાવનાર. ૩ મુગટ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ વિતાલ્યાદ્રિકુમાર તથા કૃતમાલદેવનું સાધવું. સગ ૪ થે. દેવીએ આકાશમાં રહી “જય જ એવી આશિષપૂર્વક કહ્યું–ચક્રિન ! હું અહીં તમારી કિકરી થઈને રહી છું. આપ કહે તે તમારું કામ કરું એમ કહી જાણે લક્ષમીદેવીનું સર્વસ્વ હોય અને જાણે નિધાનની સંતતિ હોય તેવા રત્નથી ભરેલા એક હજાર ને આઠ કે, જાણે પ્રકૃતિની જેમ કાત્તિ અને જયલક્ષ્મીને સાથે બેસારવાનું હોય એવાં બે રત્નનાં ભદ્રાસને શેષનાગના મસ્તક ઉપર રહેનારાં મણિઓથી બનાવ્યા હોય તેવાં પ્રદીપ્ત રત્નમય બાહુરક્ષક (બેરખા), જાણે મધ્યમાં સૂર્યબિંબની કાંતિ દાખલ કરેલી હોય એવાં કડાં અને મુઠીમાં સમાઈ શકે એવાં સુકેમળ દિવ્ય વસ્ત્રો તેણે ચક્રવતીને ભેટ કર્યા. સિંધુરાજ(સમુદ્ર)ની પેઠે મહારાજાએ તે સર્વ સ્વીકાર્યું અને મધુર આલાપથી દેવીને પ્રમોદ પમાડી વિસર્જન કરી. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવા સુવર્ણપાત્રમાં તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું અને ત્યાં દેવીને અષ્ટાહિકા ઉત્સવ કરીને ચક્ર બતાવેલ માગે તેઓ આગળ ચાલ્યા. ઉત્તર પૂર્વ દિશાની મધ્યમાં (ઈશાનકુણ તરફ) ચાલતા તેઓ અનુક્રમે બે ભરતાની મધ્યમાં સીમાબંધ તરીકે રહેલા વૈતાઢ્ય પર્વત સમીપે આવી પહોંચ્યા. તે પર્વતના દક્ષિણ નિતંબ (ભાગ) ઉપર જાણે કેઈ નવીન દ્વીપ હોય તેમ વિસ્તાર અને દીર્ઘપણાથી શભિત એ પડાવ તેમણે કર્યો. ત્યાં પૃથ્વી પતિએ અષ્ટમ કર્યો એટલે વૈતાઢ્યાદ્રિકુમારનું આસન કંપાયમાન થયું. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. ચક્રવતીની પાસે આવી તેણે આકાશમાં રહી કહ્યું- હે પ્રભુ ! તમે જય પામે ! હું તમારે સેવક છું, માટે મને જે આજ્ઞા કરવી હોય તે કરે. એમ કહી જાણે મેટો ભંડાર ઉઘાડ્યો હોય તેમ મૂલ્યવંત રને, રત્નનાં અલંકારે, દિવ્ય વચ્ચે અને પ્રતાપસંપત્તિઓના કીડાસ્થાન જેવાં ભદ્રાસને તેણે ચક્રવતીને અર્પણ કર્યા. પૃથ્વીપતિએ તેની સર્વવસ્તુ સ્વીકારી, કારણ કે અલુબ્ધ સ્વામીએ પણ ભૂલ્યોના અનુગ્રહ માટે તેમની ભેટ સ્વીકારે છે. પછી મહારાજાએ તેને સારી રીતે બેલાવી ગૌરવતા સહિત વિદાય કર્યો. મહાન પુરુષે પિતાને આશ્રિત રહેલા સાધારણુ પુરુષની પણ અવજ્ઞા કરતા નથી. અષ્ટમ ભક્તને અંતે પારણું કરી ત્યાં વૈતાલ્યદેવને અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો. ત્યાંથી ચક્રરત્ન તમિસ્ત્રાગુફા તરફ ચાલ્યું. રાજા પણ પદ્યાન્વેષી(પગી)ની જેમ તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તમિસા સમીપે જાણે વિદ્યાધરોના નગર વતાર્ચ ઉપરથી નીચે ઉતર્યા હોય તે પિતાના સૈન્યને નિવાસ કરાવ્યું. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારણ કરી તેમણે અષ્ટમ તપ કર્યું એટલે તે દેવનું આસન ચલિત થયું. અવધિ જ્ઞાનથી ચક્રવતીને આવેલા જાણી, ઘણે કાળે આવેલા ગુરુની જેમ ચક્રવતીરૂપ અતિથિનું અર્ચન કરવાને તે આવ્યું અને કહેવા લાગ્ય–“સ્વામિન ! આ તમિસા ગુફાના દ્વારમાં તમારા દ્વારપાળની પેઠે હું રહ્યો છું.” એમ કહી તેણે ભૂપતિની સેવા અંગીકાર કરી. રત્નને એગ્ય અનુત્તમ એવાં ચૌદ તિલક અને દિવ્ય આભરણુસમૂહ તેણે ભેટ કર્યો, તે સાથે જાણે અગાઉથી મહારાજાને માટે જ રાખી મૂકી હોય તેવી તેમને એગ્ય માળાઓ અને દિવ્ય વચ્ચે પણ અર્પણ કર્યા. ચક્રીએ તે સર્વ વસ્તુને સ્વીકાર કર્યો, કેમકે કૃતાર્થ થયેલા રાજાઓ પણ દિગવિજયની લમીના ચિન્હરૂપ દિશાદડને છેડતા નથી. ૧ જેની જેવા બીજાં ઉત્તમ નહીં તેવાં. Page #151 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું સુષેણ સેનાનીએ સાધેલ સિંધુ નદીને દક્ષિણ નિષ્ફટ. " ૧૭ અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને રજા આપે તેમ ભરતેશ્વરે ઘણા પ્રસાદપૂર્વક તેને સારી રીતે બોલાવીને વિદ્યાય કર્યો. પછી જાણે જુદા થયેલા પિતાના અંશ હોય તેવા અને પૃથ્વી ઉપર પાત્ર મૂકીને હમેશાં સાથે બેસીને જમનારા એવા રાજકુંવરો સાથે તેમણે પારણું કર્યું અને પછી કૃતમાલ દેવને અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો. પ્રણિત કરવાથી ગ્રહણ કરેલા સ્વામીએ સેવકને માટે શું નથી કરતા ? બીજે દિવસે ઈંદ્ર જેમ ગમેલી દેવતાને આજ્ઞા કરે તેમ મહારાજાએ સુષણ સેનાનીને બોલાવી આજ્ઞા કરી કે “તમે ચર્મરત્નથી સિંધુનદી ઉતરીને સિંધુ, સમુદ્ર અને વૈતાઢ્ય પર્વતની મધ્યમાં રહેલા દક્ષિણસિંધુનિટને સાધે અને બદરીના વનની પેઠે ત્યાં રહેલા પ્લેચ્છ લોકોને આયુધથષ્ટિથી તાડન કરી ચર્મરત્નના સર્વસ્વ ફળને મેળવે.” જાણે ત્યાં જ જમ્યો હોય તેમ જળસ્થળના ઊંચા નીચા સર્વ ભાગમાં અને બીજા કિલ્લાઓમાં તથા દુર્ગમ સ્થાનકોમાં સંચાર કરવાના સર્વ માગને જાણનારા, મ્લેચ્છભાષામાં વિચક્ષણ, પરાક્રમમાં ર્સિડ જેવા, તેજવડે સૂર્ય જેવા, બુદ્ધિના ગુણથી બહસ્પતિ જેવા તથા સર્વ લક્ષણે સંપૂર્ણ સુષેણ સેનાનીએ ચક્રવતીની તે આજ્ઞા મસ્તકે ચડાવી. તરત જ સ્વામીને પ્રણામ કરી પિતાના વાસસ્થાનમાં આવી જાણે પિતાના પ્રતિબિંબ હોય તેવા સામંત રાજએને પ્રયાણને માટે આજ્ઞા કરી. પછી પિતે સ્નાન કરી, બલિદાન આપી, પર્વતની જેવા ઊંચા ગજરત્ન ઉપર આરૂઢ થયો. તે વખતે તેણે મેટાં મૂલ્યવાળાં સ્વલ્પ આભૂષણે ધારણ કર્યા હતાં, કવચ પહેર્યું હતું, પ્રાયશ્ચિત અને કૌતુકમંગળ કર્યું હતું તથા કંઠમાં જાણે જયલકમીએ આલિંગન કરવાને માટે પિતાની ભુલતા નાંખી હોય તે રત્નને દિવ્યહાર ધારણ કર્યો હતેા. પટ્ટહસ્તીની પેઠે પટ્ટાના ચિન્હથી તે શોભતો હતે કટી ઉપર મૂર્તિમાન શક્તિ હોય તેવી એક સુરિકા તેણે રાખી હતી અને પાછળ સરલ આકૃતિવાળા તથા સુંદર સુવર્ણના બે ભાથાઓ ધારણ કર્યા હતા, તે જાણે પૃષ્ઠભાગમાં પણ યુદ્ધ કરવાને બીજા બે વક્રિય હાથ હોય તેવા જણાતા હતા. ગણનાયક, દંડનાયક, શ્રેષ્ઠી, સાર્થવાહ સંધિપાળ અને ભૂત્ય વિગેરેથી તે યુવરાજની પેઠે વીંટાયેલો હતો. જાણે આસનની સાથે જ થયે હોય તેમ તેનું અગ્રાસન નિશ્ચળ હતું. શ્વેત છત્ર અને ચામરથી શોભતા એવા તે દેપમ સેનાનીએ પોતાના ચરણ અંગુષ્ઠથી હાથીને ચલાવ્યો. ચક્રીના અર્ધા સૈન્યની સાથે તે સિંધુનદીને કિનારે ગયે. સેનામાંથી ઊડેલી રજવડે જાણે સેતુબંધ કરતો હોય તેમ તેણે ત્યાં સ્થિતિ કરી. જે બાર જન સુધી વૃદ્ધિ પામે, જેમાં પ્રાતઃકાળે વાવેલા ધાન્ય સાયંકાળે ઊગે અને જે નદી, દ્રહ તથા સમુદ્રથી પાર ઉતારવાને સમર્થ હોય એવા ચર્મરત્નને સેનાપતિએ પિતાના હાથથી સ્પર્શ કર્યો. સ્વાભાવિક પ્રભાવથી તેના બે છેડા પ્રસાર પામ્યા એટલે સેનાનીએ તેને તેલની પેઠે જળમાં મૂકયું. પછી ચર્મરત્નવડે પગરસ્તાની જેમ સૈન્ય સહિત સરિતા ઉતરી તે બીજે તટે ગયો. સિંધુના સર્વ દક્ષિણ નિકૂટને સાધવાની ઈચ્છાથી તે પ્રલયકાળના સમુદ્રની જેમ ત્યાં પ્રસાર પામે. ધનુષના નિર્દોષ શબ્દથી દારૂણ અને યુદ્ધમાં કૌવતવાળા તેણે સિંહની પેઠે સિંહલ લોકોને લીલામાત્રમાં પરાભવ કર્યો, બર્બર લેકેને મૂલ્યથી લીધેલા કિકની પેઠે સ્વાધીન ફર્યા અને કંકણેને ઘડાની માફક રાજના ચિન્ટથી Page #152 -------------------------------------------------------------------------- ________________ સેનાનીએ તમિસા ગુફાનું ઉઘાડવું. સગઇ . અંકિત કર્યા. રત્નમાણિક્યથી પૂરેલ જાણે જળરહિત રત્નાકર હોય તેવા યવનીપને તે નરકેશરીએ લાલામાત્રમાં જીતી લીધું. તેણે કાળમુખ જાતિના પ્લેને જીતી લીધા, તેથી તેઓ ભજન ન કરતાં છતાં પણ મુખમાં પાંચ આંગળીઓ નાંખવા લાગ્યા. તેના પ્રસાર પામવાથી જોનક નામના મ્યુચ્છ લોકે વાયુથી વૃક્ષના પલ્લાની જેમ પરાક્રમુખ થઈ ગયા. ગારૂડી જેમ સર્વ જાતિના સપને જીતે તેમ તેણે વિતાલ્ય પર્વતની નજીકની ભૂમિમાં રહેલા પ્લેચ્છોની સર્વ જાતને જીતી લીધી. પ્રૌઢ પ્રતાપના અનિવાર્ય પ્રસારવાળા તે સેનાનીએ ત્યાંથી આગળ ચાલીને સૂર્ય જેમ સર્વ આકાશને આકાંત કરે તેમ કચ્છ દેશની સઘળી ભૂમિને આક્રાંત કરી. સિંહ જેમ આખી અટવીને દબાવે તેમ આખા નિષ્ફટને દબાવીને તે કચ્છ દેશની સરખી ભૂમિમાં સ્વસ્થ થઈને રહ્યા. પતિની પાસે જેમ સ્ત્રીઓ આવે તેમ ત્યાં પ્લેચ્છ દેશના રાજાઓ ભક્તિથી ભેટે લઈને સેનાપતિ પાસે આવવા લાગ્યા. કેઈ એ સુવર્ણગિરિના શિખર જેવડા સુવર્ણ રત્નના રાશિ આખ્યા, કોઈ એ ચલાયમાન વિંધ્યાદ્રિના જેવા હસ્તિઓ આપ્યા, કેઈએ સૂર્યના અશ્વને ઉલ્લંઘન કરનારા અશ્વો આપ્યા અને કોઈ એ અંજનથી રચેલા દેવરથ જેવા રથ આપ્યા. બીજું પણ જે જે સારરૂપ હતું તે સર્વ તેને અર્પણ કર્યું, કેમકે પર્વતમાંથી નદીએ આકર્ષણ કરેલાં રત્ન પણ અનુક્રમે રત્નાકરમાં જ આવે છે. એવી રીતે ભેટ આપીને તેઓએ સેનાપતિને કહ્યું“આજથી અમે તમારી આજ્ઞા પાળનારા થઈ તમારા ભૂત્યની પેઠે પોતપોતાના દેશમાં રહીશું. સેનાનીએ તેમને યથાયોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા અને પિતે પૂર્વની પેઠે સુખેથી સિંધુ નદી પાછો ઉતર્યો. જાણે કીર્તિરૂપી વલ્લીને દેહદ હોય તે સ્વેચ્છો પાસેથી આણેલે તે સર્વ દંડ તેણે ચકીની પાસે લાવીને મૂકે. કૃતાર્થ એવા ચક્રીએ પ્રસાદપૂર્વક સત્કાર કરી વિદાય કરેલ સેનાની હર્ષ પામતે પિતાના આવાસમાં આવ્યું. અહીં ભરતરાજા અયોધ્યાની પેઠે સુખમાં રહેતા હતા; કેમકે સિંહ જ્યાં જાય ત્યાં તેનું જ સ્થાન છે. એક દિવસે તેમણે સેનાપતિને બોલાવી આજ્ઞા કરી કે “તમિસા ગુફાનાં બારણું ઉઘાડો.” નરપતિની તે આજ્ઞાને માળાની પેઠે મસ્તકે ચડાવી તરતજ સેનાની ગુકાદ્વાર પાસે આવીને રહ્યો. તમિસાના અધિષ્ઠાયક દેવ કૃતમાલનું મનમાં સ્મરણ કરી તેણે અષ્ટમ તપ કર્યો, કેમકે સર્વ સિદ્ધિઓ તપમૂલ છે. પછી સેનાપતિ સ્નાન કરી, શ્વેત વસ્ત્રરૂપ પાંખને ધારણ કરી સરેવરમાંથી રાજહંસ નીકળે તેમ નાનભુવનમાંથી નીક અને સુવર્ણના લીલા કમલની પેઠે સુવર્ણનું ધૂપીયું હાથમાં લઈ તમિસાના દ્વાર પાસે આવ્યા. ત્યાં રહેલા કપાટને જોઈ તેણે પ્રથમ પ્રણામ કર્યો, કેમકે શક્તિવંત એવા મહંત પુરુષો પ્રથમ સામભેદને પ્રયોગ જ કરે છે. ત્યાં વૈતાઢ્ય પર્વત પર સંચાર કરતી વિદ્યાધરોની સ્ત્રીઓને સ્તંભન કરવામાં ઔષધરૂપ એવા મહદ્ધિક અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો અને માંત્રિક જેમ મંડળને આલેખ કરે તેમ સેનાનીએ અખંડ તંદુલથી ત્યાં અષ્ટમંગલિક આલેખ્યા. પછી ઇંદ્રના વજની પેઠે તેણે શત્રુઓને નાશ કરનારું ચક્રીનું દંડરતન પિતાના હાથમાં ગ્રહણ કર્યું અને કપાટને હણવાની ઈચ્છાવાળો તે સાત આઠ પગલાં પાછા હઠયો, કેમકે હાથી પણ પ્રહાર કરવાની ઈચ્છાથી કાંઇક પાછે ઓસરે છે. પછી સેનાનીએ તે ડરત્નથી કપાટને ત્રણ વખત તાડન કર્યું અને વાજિંત્રની પેઠે તે ગુફાને ઊંચે પ્રકારે ગજાવી મૂકી. તત્કાળ વૈતાઢ્ય પર્વતનાં ગાઢ રીતે મીંચેલાં જાણે વેચન Page #153 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧ લું. તમિસ્રા ગુફામાં પ્રવેશ. ૧૨૯ હોય તેમ ગાઢ રીતે બંધ કરેલાં તે વજનિર્મિત કપાટ(બારણા) ઉઘડી ગયાં. દંડના તાડનથી ઉઘડતાં તે કમાડ જાણે ઊચ સ્વરે આજંદ કરતાં હોય તેમ તડતડાટ શબ્દ કરવા લાગ્યા. ઉત્તર દિશાના ભરતખંડના જયપ્રસ્થાન મંગળરૂપ તે કમાડ ઉઘડવા સંબંધીને વૃત્તાંત સેનાનીએ ચક્રવતીને વિદિત કર્યો, એટલે હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈ પ્રૌઢ પરાક્રમવાળા મહારાજાએ ચંદ્રની પેઠે તમિસા ગુફામાં પ્રવેશ કર્યો. _ પ્રવેશ કરતા નરપતિએ ચાર અંગુલ પ્રમાણવાળું અને સૂર્યના જેવું પ્રકાશમાન મણિરત્ન ગ્રહણ કર્યું. તે એક હજાર યક્ષેએ અધિષિત કરેલું હતું. શિખાબંધીની પેઠે મસ્તક ઉપર તે રત્નને ધારણ કર્યું હોય તે તિર્યંચ, દેવતા અને મનુષ્ય સંબંધી ઉપસર્ગો થતા નથી. વળી તે રત્નના પ્રભાવથી અંધકારની જેમ સમગ્ર દુઃખ નાશ પામે છે અને શસ્ત્રના ઘાની પેઠે રંગનું પણ નિવારણ થાય છે. સુવર્ણકુંભ ઉપર જેમ સુવર્ણનું ઢાંકણું રાખે તેમ રિપુનાશક રાજાએ તે રત્ન હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર રાખ્યું. વળી પાછળ ચાલતી ચતુરંગ સેના સહિત ચક્રાનુસારે કેશરીસિંહની જેમ ગુફામાં પ્રવેશ કર. નાર નરકેશરી ચક્રીએ ચાર અંગુલ પ્રમાણુવાળું બીજું કાંકિણરત્ન પણ ગ્રહણ કર્યું. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના જેવી કાંતિવાળું હતું; અધિકરણ જેવે સંસ્થાને (આકારે) હતું; સહસ્ત્ર યક્ષોએ અધિષ્ઠિત કરેલું હતું. આઠ સેનૈયા જેવડું પ્રમાણમાં હતું, છંદલ(પત્ર) વાળું હતું, બાર હાંસવાળું હતું, સરખા તળીઓવાળું હતું અને માન, ઉન્માન તથા પ્રમાણવડે યુક્ત હતું. તેને આઠ કર્ણિકા હતી અને બાર જન સુધી અંધકાર દૂર કરવામાં તે સમર્થ હતું. ગુફાની બંને બાજુએ એક એક એજનને અંતે ગોમૂત્રકાને આકારે તે કાંકિર્ણરત્નથી અનુક્રમે મંડળને આલેખતા ચક્રવતી ચાલવા લાગ્યા. તે દરેક મંડળ પાંચશે ધનુષ વિસ્તારવાળા, એક જનમાં પ્રકાશકારક અને સંખ્યાએ એગણપચાસ થયા. જ્યાં સુધી મહીતલ ઉપર કલ્યાણવંતા ચક્રવતી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે અને તે મંડળ પણ પ્રકાશિત રહે છે. ચકરાનને અનુસરીને ચાલનારા ચક્રવતીની પાછળ ચાલનારી તેની સેના મંડળના પ્રકાશથી અખલિતપણે ચાલવા લાગી. સંચાર કરતી ચક્રવતીની સેનાથી તે ગુફા અસુશદિના સૈન્યથી રત્નપ્રભાના મધ્યભાગ જેવી શોભવા લાગી. મનિદંડ(રવૈયા)થી મંથની (ગળી) ઘોષ કરે તેમ સંચાર કરતા ચમચક્રથી તે ગયા મૃદામ ઘોષ કરવા લાગી. કેઈના પર સંચાર વિનાને ગુફામાર્ગ ૨થવડે ચીલાવાળો થવાથી અને અશ્વોની ખરીથી તેના કાંકરાઓ ઉખડી જવાથી નગરમાર્ગ જે થઈ ગયે. સેનાના લેકથી તે ગુફા લોકનાળિકાની જેમ તિરસ્ક્રીનપણાને પામી. અનુક્રમે તમિસા ગુફાના મધ્ય ભાગમાં અધોવસ્ત્ર ઉપર રહેલી કટીમેખલાની જેવી ઉન્મજ્ઞા અને નિમગ્ના નામે બે નદીઓ સમીપે ચક્રી આવી પહોંચ્યા. દક્ષિણ અને ઉત્તર ભરતામાંથી આવતા લોકોને માટે નદીઓના મિષથી વતાય પર્વતે એ આજ્ઞારેષ્ઠા કરી હોય તેવી તે નદીઓ દેખાતી. તેમાંની ઉન્મમામાં પથ્થરની શિલા પણ તુંબિકાની પેઠે તરે છે અને નિમઝામાં તુંબિકા પણ શિલાની પેઠે ડૂબી જાય છે, બંને સરિતા તમિસા ગુફાની પૂર્વ ભિત્તિમાંથી નીકળે છે અને પશ્ચિમ ભિત્તિના મધ્યમાં થઈને સિંધુ નદીની અંદર મળી જાય છે. તે નદીઓ ઉપર જાણે વૈતાઢ્ય કુમારદેવની A - 17 Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મ્યુચ્છેને થયેલા અનિછો. સગ ૪ છે. વિશાળ એકાંત શસ્યા હોય તેવી વાદ્ધકિરને એક નિષ પાજ બાંધી. તે પાજ વાદ્ધકિરન્ને ક્ષણવારમાં તૈયાર કરી; કેમકે ગેહાકાર કલ્પવૃક્ષની જેટલું પણ તેને વિલંબ લાગતું નથી. તે પાજ ઉપર સારી રીતે સાંધા કરેલા પાષાણે બાંધી લીધા તેથી જાણે આખી પાજ એક પાષાણુથી ઘડી હોય તેવી શોભવા લાગી. હાથની પેઠે સરખા તળિયાવાળી અને વજની પેઠે ઘણું મજબૂત હોવાથી તે પાજ ગુફાદ્વારનાં બે કમાડથી નિમણુ કરી હોય તેમ જણાતું હતું. પદવિધિની પેઠે સમર્થ ચક્રવતી તે હુસ્તર સરિતાઓ સૈન્ય સહિત સુખે ઉતર્યા. સૈન્યની સાથે ચાલતા મહારાજા અનુક્રમે ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તરદ્વાર પાસે આવી પહોંચ્યા. તેનાં બંને કમાડ જાણે દક્ષિણ દ્વારના કમાડને નિર્દોષ સાંભળીને ભય પામ્યા હોય તેમ તત્કાળ પિતાની મેળે જ ઉઘડી ગયાં. તે કમાડે ઉઘડતી વખતે “સરસર એ શબ્દ કરવા લાગ્યાં તેથી જાણે ચક્કીના સૈન્યને સર(ગમન) ની પ્રેરણું કરતા હેય તેમ જણાતાં હતાં. ગુફાનાં પડખાની ભીંતે સાથે તે કમાડ આલિંગન કરીને રહ્યાં તેથી જાણે પૂર્વે નહીં થયેલી બે ભેગળો હોય તેવાં દેખાવા લાગ્યા. પછી સૂર્ય જેમ વાદળાના મધ્યમાંથી નીકળે તેમ પ્રથમ ચક્રવતી આગળ ચાલનાર ચક ગુફામાંથી નીકળ્યાં અને પાતાલના વિવરમાંથી જેમ બલીંદ્ર નીકળે તેમ પાછળ પૃથ્વીપતિ ભરત નીકળ્યા, પછી વિંધ્યાચળની ગુફાની જેમ તે ગુફામાંથી નિઃશંકપણે લીલાયુક્ત ગમન કરતા ગજે નીકળ્યા. સમુદ્રમાંથી નીકળતા સૂર્યના અને અનુસરતા સુદર અશ્વો સારી રીતે ચાલતા નીકળ્યા. ધનાઢય લોકેના તબેલામાંથી નીકળતા હોય તેમ પિતાના શબ્દોથી ગગનને ગજાવતા રથ નીકળ્યા, અને સ્ફટિક મણિના રાફડામાંથી જેમ સર્ષો નીકળે તેમ વૈતાઢ્ય પર્વતની તે ગુફાના મુખમાંથી બળવાન પાયદળ પણ નીકળ્યું. એવી રીતે પચાસ યોજન વિસ્તારવાળી તે ગુફાને ઉલંઘન કરી મહારાજ ભરતેશે ઉત્તર ભરતાદ્ધને વિજ્ય કરવાને ઉત્તર ખંડમાં પ્રવેશ કર્યો. તે ખંડમાં “આપાત” નામના દુર્મદ ભિલો વસતા હતા. જાણે ભૂમિ ઉપર રહેલા દાન હોય તેવા તેઓ ધનાઢ્ય, પરાક્રમી અને પ્રકાશવંત હતા. અનેક મોટી હવેલીઓ, શયન, આસન અને વાહને તથા ઘણું સેનું રૂપું હોવાથી તેઓ કુબેરના શેત્રી હોય તેવા જણાતા હતા તેઓ બહેળા કુટુંબી અને ઘણા દાસના પરિવારવાળા હતા અને દેવતાઓના ઉદ્યાનમાં રહેલા વૃક્ષોની પેઠે કેઈથી તેમને પરાભવ થતો ન હતો. મોટા શકટને ! કરનાર મોટા બળદની જેમ તેઓ નિરંતર અનેક યુદ્ધમાં પિતાની બળશક્તિ વાપરતા. જ્યારે યમરાજની પેઠે ભરતપતિએ તેમના ઉપર બળાત્કારે ચડાઈ કરી ત્યારે તેઓને અનિષ્ટ સૂચવનારા ઘણા ઉત્પાત થવા માંડ્યા. ચાલતા ચક્રવતીના સૈન્યના ભારથી જાણે પીડિત થઈ હોય તેમ ગૃહઉદ્યાનને કંપાવતી પૃથ્વી કંપવા લાગી; ચક્રવતીના દિગંતવ્યાપી પ્રૌઢ પ્રતાપવડે હોય તેમ દિશાઓમાં દાવાનળ જેવા દાહ થવા લાગ્યા; ઊડતી ઘણી રજથી દિશાએ પુષ્પિણ(૨જસ્વલા) સ્ત્રીઓની પેઠે અનાકપાત્ર (નહીં જોવા લાયક પાત્ર) એવી થઈ પડી; કર અને દુઃશ્રવ નિર્દોષ કરનારા મગરે જેમ સમઢમાં પરસ્પર અથડાય તેમ તેવા દુષ્ટ પવને પરસ્પર અથડાતા વધવા લાગ્યા; આકાશમાંથી ચોતરફ ઉંભાડીઆની પેઠે સર્વ મ્યુચ્છ વ્યાઘોને ક્ષેભ થવાના કારણરૂપ ઉલ્કાપાત થવા લાગ્યા; ક્રોધ કરીને ઉઠેલા યમરાજના જાણે પૃથ્વી ઉપર હસ્તાઘાત પડતા હોય તેવા ભયંકર ઘેષવાળા વજ-નિર્ધાત થવા લાગ્યા Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પર્વ ૧ લું. પ્ટેએછે સાથે વિગ્રહ અને જાણે મૃત્યુની લહમીનાં છત્રો હોય તેવા કાકપક્ષિઓના મંડળ આકાશમાં સ્થાને સ્થાને ભમવા લાગ્યા. આ તરફ સુવર્ણનાં કવચ, ફરસી અને પ્રાસનાં કિરણાથી આકાશમાં રહેલા સહસ્ત્રકિરણવાળા સૂર્યને કેટી કિરણે વાળા કરનારા, ઉદંડ એવા દંડ, કેદંડ અને મુકગરથી આકાશને ઉનત કરનારા ધ્વજાઓમાં રહેલા વ્યાધ્ર, સિંહ અને સર્પોના ચિત્રોથી આકાશચારી સ્ત્રીઓને ત્રાસ પમાડનારા અને મેટા હાથીઓના ઘટારૂપી મેઘથી દિશાઓના મુખભાગને અંધકારવાળા કરનારા બરતરાજા આગળ વધવા લાગ્યા. તેમના રથના અગ્ર ભાગમાં રહેલા મગરના મુખ યમરાજના મુખથીસ્પર્ધા કરતા હતા, અની ખરીઓના ઘાતથી જાણે પૃથ્વીને ફેડતા હોય અને જયવાજિંત્રના ઘેર અવાજથી જાણે આકાશને ફડતા હોય તેવા તે જણાતા હતા અને આગળ ચાલનારા મંગળના તારાથી સૂર્ય જેમ ભયંકર લાગે તેમ આગળ ચાલનાર ચકથી તે ભયંકર લાગતા હતા. તેમને આવતા જોઈ કિરાત કે અત્યંત કપ પામ્યા અને ક્રૂર ગ્રહની મૈત્રીને અનુસરતા તેઓ એકત્ર થઈ જાણે ચકીને હરણ કરવાની ઈચ્છા કરતા હોય તેમ ક્રોધ સહિત બેલવા લાગ્યા–“સાધારણ માણસની પેઠે લક્ષમી, લજા, ધીરજ અને કીતિથી વજિત એવા આ પુરુષ બાળકની પેઠે અલપબુદ્ધિથી અપ્રાર્થિત(મૃત્યુ)ની પ્રાર્થના કરે છે? પુણ્ય ચતુર્દશી જેની ક્ષીણ થયેલી છે એ અને લક્ષણહીન આ કેઈ, મૃગ જેમ સિંહની ગુફામાં જાય તેમ આપણા દેશમાં આવેલા જણાય છે. મહાપવન જેમ મેઘને વીંખી નાખે તેમ ઉદ્ધત આકારવાળા આ પ્રસરતા પુરુષને આપણે દશે દિશામાં ફેંકી દઈએ.” આવી રીતે ઊંચે સ્વરે બોલતા તેઓ એકઠા થઈને શરભ(અષ્ટાપદ) જેમ મેઘની સામે ગજરાવ કરે અને દેડે તેમ ભારતની સામે યુદ્ધ કરવાને ઉદ્યત થયા. કિરાતપતિઓએ કાચબાની પીઠના અસ્થિર ખંડોથી બનાવ્યાં હોય તેવાં અભેદ્ય કવચ ધારણ કર્યા. મસ્તક ઉપર ઊંચા કેશવાળા નિશાચરેની શિલિમીને બતાવનારા એક જાતના કેશોથી આચ્છન્ન થયેલાં શિરસાણ તેઓએ ધારણ કર્યા. રોભાહવડે તેઓના દેહ એવા ઉચ્છવાસ પામ્યા કે તેથી વારંવાર કવચના જાલ તૂટવા લાગ્યા. તેમનાં ઊંચા કેશવાળાં મસ્તકે ઉપર શિરઋણ રહેતા ન હતાં, તેથી જાણે અમારું રક્ષણ કરવાને બીજું કંઈ સમર્થ નથી એવાં એ મસ્તકે અમર્ષ કરતાં હોય એમ જણાવા લાગ્યું. કેટલાએક કપ પામેલા કિરાતે યમરાજની ભ્રકુટી જેવા વક્ર અને શૃંગનાં રચેલાં ધનુષ્યને લીલાથી અધિજ્ય કરીને ધારણ કરવા લાગ્યા કેટલાએક જાણે લક્ષમીની લીલાની શય્યા હોય તેવી રણમાં દુર્વાર અને ભયંકર તરવારે મ્યાનમાંથી ખેંચવા લાગ્યા; યમરાજના નાના બંધુ જેવા કેટલાએક દંડને ઉગામવા લાગ્યા કેઈ આકાશમાં ધૂમ્રકેતુ જેવા ભાલાઓ નચાવવા લાગ્યા કઈ રત્સવમાં આમંત્રણ કરેલાં પ્રેતરાજની પ્રીતિને માટે જાણે શત્રુઓને શૂલી પર ચડાવવાનું હોય તેમ ત્રિશુલ ધારણ કરવા લાગ્યા કેઈ શત્રુએરૂપ ચકલાઓના પ્રાણને હરણ કરનારા બાજપક્ષી જેવા લેઢાના શલ્યને હાથમાં ધારણ કરવા લાગ્યા અને કઈ જાણે આકાશમાંથી લાશના સમૂહને પાડવાને ઈચ્છતા હોય તેમ પિતાના ઉદ્ધત કરવડે તત્કાળ મૃદુગર ફેરવવા લાગ્યા. એવી રીતે યુદ્ધ કરવાની ઈચછાથી સૌએ વિવિધ પ્રકારનાં આયુધ ગ્રહણ કર્યા. વિષ વિના જેમ સર્પ ન હોય તેમ તેમાં કોઈ શસ્ત્ર વિના નહોતું. યુદ્ધરસની ઈચ્છાવાળા તેઓ જાણે એક આત્માવાળા હોય તેમ સમકાળે ભારતની Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર કમલાપીડ અશ્વનું વર્ણન. સગાથે. સઘળી સેના ઉપર ચઢી આવ્યા. કરાને વર્ષાવતા પ્રલયકાળના મેઘની પેઠે શાને વર્ષાવતા પ્લેચ્છ ભારતના અગ્ર સૈન્યની સાથે વેગથી યુદ્ધ કરવા લાગ્યા. જાણે પૃથ્વીમાંથી, દિશાઓના મુખથી અને આકાશમાંથી પડતાં હોય તેમ ચોતરફથી શસ્ત્ર પડવા લાગ્યા. દુર્જનની ઉક્તિ સવ જનેને ભેદ પમાડે તેમ કિરાત લેકેના બાણથી ભરતની સેનામાં એવું એક પણ ન રહ્યું કે જે ભેદાણું નહીં હોય. મ્લેચ્છ લોકેના ધસારાથી ચક્રીના આગલા જોડેસ્વારે સમઢની વેલાવડે નદીના અંતભાગની ઊર્મિની પેઠે પર્યસ્ત થઈને ચલાયમાન થઈ ગયા. સ્વેચ્છસિંહના બાણુરૂપ વેત નથી આઘાત થયેલા ચક્રવતીના હાથીઓ વિરસ સ્વરથી શબ્દ કરવા લાગ્યા. મ્લેચ્છ વીરાએ પ્રચંડ દંડાયુધથી વારંવાર તાડન કરેલા ભારતના પાળાઓ કંદુકની પેઠે પૃથ્વીમાં અથડાઈને પડવા લાગ્યા. વાઘાતથી પર્વતની જેમ યવનસેનાએ ગદા પ્રહારથી ચક્રીની અગ્રસેનાના રથે ભાંગી નાંખ્યા. સંગ્રામરૂપી સાગરમાં તિમિંગલ જાતના મગરેથી જેમ મસ્પેને સમૂહ ગ્રસ્ત થાય તેમ મ્લેચ્છ લેકેથી ચક્રીનું સન્ય ગ્રસ્ત થયું અને ત્રાસ પામી ગયું. અનાથની જેમ પરાજય પામેલી પિતાની સેનાને જોઈ, રાજાની આજ્ઞાની પેઠે કેપે સેનાપતિ સુષેણને ઉશકેર્યો. તેનાં નેત્ર તથા મુખ લાલચોળ થઈ ગયાં અને ક્ષણવારમાં મનુષ્યરૂપે જાણે અગ્નિ હોય તેમ તે દુનિરીક્ય થઈ ગયે. રાક્ષસપતિની પેઠે સર્વ પરસૈનિકેને ગ્રાસ કરવાને માટે પોતે તૈયાર થઈ ગયે. અંગમાં ઉત્સાહ આવવાથી તેનું સુવર્ણમય કવચ ઘા તડાતડ થઈને પહેરાયું અને તેથી તે જાણે બીજી ત્વચા હોય તેવું શોભવા લાગ્યું. કવચ પહેરીને સાક્ષાત્ જય હાય એ તે સુષેણ સેનાપતિ કમલાપીઠ નામના છેડા ઉપર આરૂઢ થયો. તે ઘેડે એંશી અંશુલ ઊંચે હિતે, નવા આગળ વિશાલ હતો. એકને આઠ આગળ લાંબો હતે. બત્રીશ આગળની ઊંચાઈમાં નિરંતર તેના માથાને ભાગ રહેતો હતો, ચાર આંગળના તેના બાહુ હતા, સેળ આગળની તેની અં