SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ નમિ-વિનમિની પ્રભુભકિત. સગ ત્રીજે. આપણે ઉપક્રમ કર્યો છે. હવે આપણે આજીવિકાને અર્થે આપણું રાજે પાછાં ગ્રહણ કરવાં કે કેમ ? અથવા તે તો ભરતે ગ્રહણ કર્યા છે તો આપણે હવે કયાં જવું ? અથવા શું જીવનને માટે આપણે ભરતને શરણે જવું ? પરંતુ સ્વામીને છેડીને જવામાં આપણને તેને જ ભય રહે છે. આ ! તમે પ્રભુના વિચારને જાણનારા અને નિત્ય તેમની પાસે રહેનારા છે, તેથી હવે કાર્યમાં મૂઢ બની ગયેલા એવા અમારે શું કરવું ? તે કહે.” તેઓએ કહ્યું કે-“સ્વયંભૂરમણ સમુદ્રનો અંત જે પામી શકાય તે જ પ્રભુનો ભાવ (વિચાર) જાણી શકાય. (તે સમુદ્રને અંત પામ દુર્લભ છે. તેમ પ્રભુને વિચાર જાણી શકો દુર્લભ છે. અગાઉ તે અમે સ્વામીની આજ્ઞા પ્રમાણે કરતા હતા પણ હાલમાં તે પ્રભુ મન કરી રહ્યા છે એટલે કાંઈ આજ્ઞા કરતા જ નથી; તેથી જેમ તમે કાંઈ જાણતા નથી તેમ અમે પણ કાંઈ જાણતા નથી. આપણુ સર્વની સમાન ગતિ છે, તેથી તમે કહે તે પ્રમાણે અમે કરીએ.” પછી તેઓ સર્વે એક વિચાર કરી ગંગા નદીની નજીકના વનમાં ગયા અને ત્યાં સ્વેચ્છાએ કંદમૂળ, ફળાદિકનો આહાર કરવા લાગ્યા. ત્યારથી વનવાસી અને કંદફળાદિનો આહાર કરનારા જટાધારી તાપસે પૃથ્વીમાં પ્રવર્યા. તે કચ્છ મહાકચ્છના નમિ અને વિનમિ નામે વિનયવાન પુત્રો હતા. તેઓ પ્રભુએ દીક્ષા લીધા અગાઉ તેમની આજ્ઞાથી દૂર દેશમાં ગયા હતા. ત્યાંથી પાછા આવતાં તેમણે પિતાના પિતાને તે વનમાં જોયા. તેમને જોઈ તેઓ ચિંતવવા લાગ્યા કે “વૃષભનાથ જેવા નાથ છતાં અનાથની પેઠે આપણું પિતાઓ આવી દશાને કેમ પામ્યા ? તેમને પહેરવાના ઝીણું વસ્ત્ર ક્યાં અને આ બિલ લોકોને ગ્ય વલ્કલ વસ્ત્ર કયાં ? શરીર પર લગાવવાનો અંગરાગ કયાં અને આ પશુને યોગ્ય પૃથ્વીની રજ કયાં ? પુષ્પવડે ગુંથેલ કેશપાશ ક્યાં અને આ વટવૃક્ષની જેવી લાંબી જટા કયાં ? હસ્તીનું આરોહણ કયાં અને પાળાની જેમ પગે ચાલવું ક્યાં ?” આવી રીતે ચિંતાવી તેઓએ પિતાના પિતાને પ્રણામ કર્યા અને સર્વે હકીક્ત પૂછી. કચ્છ મહાક કહ્યું-“ભગવાન ઋષભધ્વજ પ્રભુએ રાજ્ય છેડી ભરતાદિકને સર્વ પૃથ્વી વહેંચી આપી વ્રત ગ્રહણ કર્યું છે. હાથી જેમ ઈસુનું ભક્ષણ કરે તેમ અમે સઘળાઓએ તેમની સાથે સાહસથી વ્રત ગ્રહણ કર્યું છે, પરંતુ સુધા, તૃષા,શીત અને આતપ વિગેરેના કલેશથી પીડા પામીને, ગધેડા અથવા ખચ્ચર જેમ પિતા પર રહેલ ભારને છોડી દે તેમ અમે વ્રતને છોડી દીધું છે. અમે જે કે પ્રભુની પ્રમાણે વર્તવાને સમર્થ થઈ શકયા નહિ તો પણ ગૃહસ્થાવાસ અંગીકાર ન કરતાં આ તપોવનમાં વસીએ છીએ.” એ પ્રમાણે સાંભળ્યા પછી “અમે પણ પ્રભુની પાસે પૃથ્વીનો ભાગ માગીએ. એમ કહી તે નમિ તથા વિનમિ પ્રભુના ચરણ સમીપે આવ્યા. પ્રભુ નિસંગ છે એવું નહી જાણનારા તેઓએ પ્રતિમારૂપે (કાઉસગ્ગ ધ્યાને) રહેલા સ્વામીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી–અમને બંનેને દૂર દેશાંતર એકલી તમે ભરત વિગેરે પુત્રોને પૃથ્વી વહેંચી આપી અને અમને ગાયના પગલા પ્રમાણ પણ પૃથ્વી આપી નથી, માટે તે વિશ્વનાથ ! હવે પ્રસાદ કરીને તે આપો. આપ દેવના દેવે એ અમારો શો દોષ જે છે કે જેથી આપવું તે દૂર રહ્યું, પરંતુ અમને ઉત્તર પણ આપતા નથી ' તેઓ બંનેએ આ પ્રમાણે કહ્યું પણ પ્રભુએ તે અવસરે તેમને કાંઈ પણ ઉત્તર આપે નહીં. કેમકે મમતા રહિત પુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy