SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. કચ્છ-મહાકછાદિની વિચારણા. બાહુબલિ વગેરે પણ પ્રભુને પ્રણામ કરી મહાકષ્ટ પિોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને સાથે પ્રવજિત થયેલા કચ્છ અને મહાક૭ વિગેરે રાજાઓથી પરવરેલા અને મૌન ધારણું કરેલા ભગવાને પૃથ્વી પર વિહાર કરવાનો ઉપક્રમ કર્યો. પારણાને દિવસે ભગવંતને કઈ પણ સ્થળેથી ભિક્ષા મળી નહીં; કેમકે તે વખતે લોકે ભિક્ષાદાનને નહીં જાણનારા અને એકાંત સરલ હતા. ભિક્ષાને માટે આવેલા પ્રભુને પૂર્વની પેઠે રાજા જાણીને કેટલાક લોકો સૂર્યના ઉચડવા અશ્વને પણ વેગથી પરાભવ કરનારા અધો આપતા હતા. કેઈ શૌર્યથી દિગગજેનો જય કરનારા હસ્તીઓ ભેટ કરતા હતા, કેઈ રૂપ અને લાવણ્યમાં અપ્સરાઓને જીતનારી કન્યાઓ અર્પણ કરતા હતા. કેઈ વિદ્યુતના વિલાસને ધરનારાં આભરણે આગળ ધરતા હતા, કેઈ સંધ્યાકાળના અભ્ર જેવા જાતજાતના વર્ણવાળા વસ્ત્રો આપતા હતા, કાઈ મંદારમાળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળા અર્પતા હતા, કોઈ મેરુપર્વતના શિખર જે કાંચનને રાશિ ભેટ કરતા હતા અને કઈ રોહણાચલની ચૂલા જે રત્નરાશિ આપતા હતા. (૫ણુ ભગવંત તેમાંથી કોઈ પણ ગ્રહણ કરતા નહોતા.) ભિક્ષા ન મળતાં પણ અદીન મનવાળા પ્રભ જગમ તીથની પેઠે વિહાર કરી પૃથ્વીતળને પાવન કરતા હતા. જાણે તેમનું શરીર સપ્તધાતુ વિનાનું બનેલું હોય તેમ ભગવંત સુસ્થિતપણે ક્ષુધા, પિપાસા વિગેરે પરીપહાને સહન કરતા હતા. વહાણ જેમ પવનને અનુસરે તેમ સ્વયમેવ દીક્ષિત થયેલા રાજાઓ પણ સ્વામીને અનુસરીને વિહાર કરતા હતા. હવે ક્ષુધા વિગેરેથી ગ્લાનિ પામેલા અને તત્વજ્ઞાન રહિત તે તપસ્વી રાજાઓ પિતાની બુદ્ધિ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-“આ સ્વામી જાણે કિપાકનાં ફળ હોય તેમ મધુર ફળનું પણ ભક્ષણ કરતા નથી અને ખારું પાણી હોય તેમ સ્વાદિષ્ટ જળનું પણ પાન કરતા નથી. પરિકમમાં (શરીરશુશ્રષામાં) અપેક્ષા રહિત હોવાથી તેઓ સ્નાન કે વિલેપન કરતા નથી, ભારની પેઠે વસ્ત્રાલંકાર અને પુપને ગ્રહણ કરતા નથી. પર્વતની પેઠે વાયુએ ઉડાડેલા માર્ગની ધૂળની સાથે આલિંગિત થાય છે. હમેશાં લલાટને તપાવનાર તાપને મસ્તક ઉપર સહન કરે છે, શયન વિગેરેથી રહિત છે તે પણ પ્રયાસ પામતા નથી (થાકતા નથી) અને હસ્તીશેકની જેમ શીત અને ઉષ્ણતાથી તેમને કલેશ પણ થતો નથી, ક્ષુધાને ગણતા નથી, તૃષાને જાણતા નથી અને વરવાળા ક્ષત્રિયની પેઠે તેઓ નિદ્રાનું પણ સેવન કરતા નથી. આપણે તેમના અનુચરરૂપ થયા છીએ તે પણ જાણે અપરાધી હાઈએ તેમ દષ્ટિથી પણ આપણને પ્રસન્ન કરતા નથી, તે ભાષણની શી વાત ? આ પ્રભુ પુત્ર, કલત્રાદિક પરિગ્રહના ત્યાગી છે તે પણ તેઓ ચિત્તમાં શું ચિંતવન કરે છે તે આપણે જાણી શકતા નથી.” આ પ્રમાણે વિચારીને તે સર્વે તપસ્વીઓ પિતાના વંદના અગ્રેસર અને સ્વામીની પાસે સેવકરૂપે રહેનારા કચ્છ અને મહાકચ્છને કહેવા લાગ્યા કે “ક્ષુધાને જીતનારા આ પ્રભુ કયાં અને અન્નના કીડા તુલ્ય આપણે કયાં ? તૃષાનો જય કરનારા પ્રભુ કયાં અને જળના દેડકા જેવા આપણે કયાં? આપને સહન કરનારા પ્રભુ કયાં અને છાયાના માકડ જેવા આપણે ક્યાં ? શીતથી પરાભવ ન પામે એવા પ્રભુ કયાં અને વાંદરાની જેમ શીતથી કંપનારા આપણે કયાં ? નિદ્રારહિત પ્રભુ કયાં અને નિદ્રાના અજગર જેવા આપણે ક્યાં ? તથા આસનને નિત્ય નહીં સેવનારા પ્રભુ કયાં અને આસનમાં પંગુ સમાન આપણે કયાં ? સમુદ્રનું ઉલ્લંઘન કરવાને જેમ કાકપક્ષી ગરુડને અનુસરે તેમ સ્વામીએ ધારણ કરેલા વ્રતનું અનુકરણ કરવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy