SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. પરમાત્માને વિવિધ અંગોનું વર્ણન , ૭૫ જણાતા હતા. અંગુઠાના પૂર્વ ભાગમાં યશરૂપી ઉત્તમ અશ્વને પુષ્ટિ કરવાના કારણરૂપ યવના ચિહ્નો સ્પષ્ટપણે શોભતા હતા. આંગળીઓના ઉપલા ભાગમાં પ્રદક્ષિણવત્તના ચિહ્નો હતા, તે સર્વ સંપત્તિને કહેનારા એવા દક્ષિણવત્ત શંખપણાને ધારણ કરતા હતા. તેમના કરકમળના મૂળ ભાગમાં ત્રણ રેખાઓ શોભતી હતી, તે જાણે કષ્ટથી ત્રણ જગતને ઉદ્ધાર કરવાને માટેજ કરી હોય તેવી જણાતી હતી. તેમને ગળાકાર, અદીર્ઘ તેમજ ત્રણ રેખાથી પવિત્ર થયેલે ગંભીર ધ્વનીવાળો કંઠ શંખની તુલ્યતાને ધારણ કરતે હતે. નિર્મળ વતલ અને કાંતિના તરંગવાળું મુખ જાણે કલંકરહિત બીજે ચંદ્ર હોય તેવું શોભતું હતું. બંને કપાળ, કમળ, સ્નિગ્ધ અને માંસથી ભરપૂર હતા, તે જાણે સાથે નિવાસ કરનારી વાણુ અને લક્ષમીના સુવર્ણના બે દર્પણ હોય તેવા જતા હતા અને અંદરના આવર્તથી સુંદર તથા સ્કંધપર્યત લાંબા બંને કર્ણ જાણે તેમના મુખની કાંતીરૂપી સિંધુનાં તીર ઉપર રહેલી બે છીપ હોય તેવા જણાતા હતા; બિંબફળની જેવા રકત તેમના હેઠ હતા, ડેલરની કળી જેવા બત્રીશ દાંત હતા અને અનુક્રમે વિસ્તારવાળી તથા ઉન્નત વંશના જેવી તેમની નાસિકા હતી. તેમની હડપચી પુષ્ટ, ગોળાકાર, કેમલ અને સમ હતી, તથા તેમાં શ્મશ્રને ભાગ શ્યામ, ઘણે ઘાટે, સિનગ્ધ અને કેમળ હતે. પ્રભુની જીહા નવીન અને કલ્પવૃક્ષના પ્રવાલ જેવી લાલ, કમળ, અતિ સ્થળ નહીં તેવી અને દ્વાદશાંગ આગમના અર્થને પ્રસવનારી હતી. તેમના લેચન અંદર કૃષ્ણ તથા વેળા અને પ્રાંતભાગમાં લાલ હતા, તેથી જાણે નીલમણિ, સ્ફટિકમણિ અને શેણમણિથી રચેલા હાય તેવા જણાતા હતા, તે નેત્ર કર્ણ સુધી પહોંચેલા (લાંબા) અને કાજલના જેવી ( શ્યામ પાંપણવાળા હતા, તેથી જાણે લીન થયેલા ભ્રમરવાળા વિકસ્વર કમલ હોય તેવા જણાતા હતા. તેમના શ્યામ અને વક્ર ભવાં દષ્ટિરૂપી પુષ્કરણના તીરમાં ઉત્પન્ન થયેલી લતાની શોભાને ધારણ કરતા હતા; વિશાળ, માંસલ, ગેળ, કઠિન, કમળ અને સરખું એવું લલાટ અષ્ટમીના ચંદ્ર જેવું શોભતું હતું અને મૌલિભાગ અનુક્રમે ઉન્નત હતો, તેથી અમુખ કરેલા છત્રની તુલ્યતા ધારણ કરતા હતા. જગદીશ્વરપણાને સૂચવનારા પ્રભુના મૌલિછત્ર ઉપરના રહેલ ગોળાકાર અને ઉન્નત ઉષ્ણય કળશની શેભાને આશ્રય કરતું હતું અને વાંકડા, કેમલ, સ્નિગ્ધ અને ભ્રમરના જેવા કાળા-મસ્તક ઉપરના કેશ યમુના નદીના તરંગ જેવા શોભતા હતા, પ્રભુના શરીર ઉપર જાણે સુવર્ણના રસથી લીધેલી હોય તેવી ગરૂચંદનના જેવી ગૌર, સ્નિગ્ધ અને સ્વચ્છ ત્વચા શોભતી હતી, અને કેમલ, જામરના જેવી શ્યામ, અપૂર્વ ઉદ્દગમવાળી અને કમલતંતુ જેવી ઝીણી રૂંવાટી શોભતી હતી. એવી રીતે રત્નથી રત્નાકરની જેમ નાના પ્રકારના અસાધારણ લક્ષણેથી લક્ષિત એવા તે પ્રભુ કેને સેવવા ગ્ય ન હોય? અર્થાત્ સુર, અસુર અને મનુષ્ય સર્વેએ સેવવા યેગ્યા હતા. ઈદ્ર તેમને હસ્તાવલંબન આપતા હતા, યક્ષે ચામર વીંઝતા હતા, ધરણેન્દ્ર તેમને દ્વારપાળ થતું હતું, વરુણ છત્ર ધરત હતું, “ઘણું જી, ઘણું છે ? એમ બોલતા અસંખ્ય દેવતાઓ તેમની તરફ વિંટાઈને રહેતા હતા, તથાપિ કાંઈ પણ ગર્વ નહિ ધારણ કરતા એવા જગત્પતિ યથાસુખ વિહાર કરતા હતા. બલિ ઈદ્રના ઉલ્લંગમાં ચરણ મૂકી અને ચમરેન્દ્રના ઉત્સગરૂપ પલંગમાં પોતાના દેહને ઉત્તરભાગ મૂકી દેવતાઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy