SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પરમાત્માના વિવિધ અંગોનું વર્ણન. સર્ગ ૨ જે. કુંભનું તથા પાનીના ભાગમાં સ્વસ્તિકનું ચિહ્ન હતું. પ્રભુનો પુષ્ટ, ગળાકાર અને સપની ફણા જે ઉન્નત અંગૂઠ વત્સની જેમ શ્રીવત્સથી લાંછિત હતે. વાયુરહિત સ્થાનમાં રહેલા કંપરહિત દીપકની શિખા જેવી, છિદ્રરહિત અને સરલ એવી પ્રભુની આંગળીઓ જાણે ચરણરૂપી કમળનાં પડ્યો હોય તેવી જણાતી હતી. તે અંગુલિતળમાં નંદાવર્તનાં ચિહ્ન શોભતાં હતાં, જેના પ્રતિબિંબ ભૂમિ ઉપર પડવાથી ધર્મપ્રતિષ્ઠા હેતુરૂપ થતાં હતાં. જગત્પતિની દરેક આંગળીના પર્વમાં અધાવાપીઓ સહિત જવનાં ચિહ્નો હતાં, તે જાણે પ્રભુની સાથે જગતની લહમીના વિવાહને માટે ત્યાં વાવ્યા હોય એમ જણાતું હતું. પૃથુ અને ગળાકાર પાની જાણે ચરણકમલનો કંદ હોય તેવી શોભતી હતી; નખો જાણે અંગુષ્ટ અને અંગુલિરૂપી સપની ફણા ઉપર મણિ હોય તેવા શેભતા હતા અને ચરણના ગૂઢ બંને ગુલો, સુવર્ણકમલની કળીની કર્ણિકાના ગલકની શેભાને વિસ્તારતા હતા. પ્રભુના બંને પગનાં તળી ઉપરના ભાગ કાચબાની પીઠની પેઠે અનુક્રમે ઉન્નત, નસે ન દેખાય તેવાં, રૂંવાડાંથી વજિત અને સ્નિગ્ધ કાંતિવાળાં હતાં, ગીર જંઘાઓ (પીડીઓ) રુધિરમાં અસ્થિમગ્ન થઈ ગયેલ હોવાથી પુટ, વર્તુલાકાર અને મૃગજઘાની શોભાને પણ તિરસ્કાર કરનારી હતી. માંસથી પૂરાયેલ અને ગેળ એવા જાનુ, રૂથી પૂરાયેલ ગેળ ઓસીકાની અંદર નાખેલા દર્પણના રૂપને ધારણ કરતા હતા; મૃદુ, અનુપૂર્વપણાથી ઉત્તરોત્તર ચડતા અને સ્નિગ્ધ ઉરુ, કદલીતંભના વિલાસને ધારણ કરતા હતા અને મુશ્ક, હસ્તીની પેઠે ગૂઢ અને સમસ્થિતિવાળા હતા, કારણ કે અશ્વની પેઠે કુલીન પુરુષનું પુરુષચિહ્ન ઘણું જ ગૂઢ હોય છે. તેમની ગુહ્ય ઈદ્રિય, શિરાઓ ન દેખાય તેવી, નહીં ઊંચી નીચી, અશિથિલ, અહસ્વ, અદીર્ઘ, સરલ, મૃદુ, મરહિત અને ગળાકાર હતી, તેમના કોશની અંદર રહેલું પંજર-શીત પ્રદક્ષિણાવર શખમુક્તાને ધારણ કરનાર, અબિભત્સ અને આવર્તાકાર હતું. પ્રભુની કટિ વિશાળ, પુષ્ટ, સ્થૂળ અને ઘણી કઠીન હતી; તેમને મધ્યભાગ સૂકમપણામાં વજીના મધ્યભાગ જેવું જણાતું હતું, તેમની નાભી નદીની ભ્રમરીના વિલાસને ધારણ કરતી હતી અને કુક્ષિના બંને ભાગ સ્નિગ્ધ, માંસલ, કેમલ, સરલ અને સરખા હતા. તેમનું વક્ષસ્થલ સુવર્ણશિલાના જેવું વિશાળ, ઉન્નત, શ્રીવત્સ રત્નપીઠના ચિહવાળું અને લક્ષમીને ક્રીડા કરવાની વદિકાની શોભાને ધારણ કરતું હતું. તેમના બંને સ્કંધ વૃષભની કંઢ જેવા દઢ, પુષ્ટ અને ઉન્નત હતા, તેમની બંને કાખ અલ્પ રેમવાળી, ઉન્નત અને ગંધર્વેદમલથી રહિત હતી. તેમની પુષ્ટ અને કરરૂપી ફણાના છત્રવાળી ભુજાઓ જાનુપર્યત લાંબી હતી, તે જાણે ચંચલ લક્ષમીને નિયમમાં રાખવાને નાગપાશ હોય તેવી જણાતી હતી અને બંને કર નવીન આમ્રપલ્લવ જેવા લાલ તળીઓવાળા, નિષ્કર્મ છતાં કઠોર, સ્વદરહિત, છિદ્રવર્જિત અને જરા ગરમ હતા. પગની પેઠે તેમના હસ્ત પણ દંડ, ચક્ર, ધનુષ, મત્સ્ય, શ્રીવત્સ વજ, અંકુશ, વજ, કમલ, ચામર, છત્ર, શંખ, કુંભ, સમુદ્ર, મંદર, મકર, ઋષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક, દિગ્ગજ, પ્રાસાદ, તેરણ અને દ્વીપ વિગેરે ચિન્હથી અંકિત હતા. તેમના અંગૂઠા અને આંગળીઓ લાલ હાથમાંથી ઉત્પન્ન થયેલા તેથી લાલ અને સરલ હતા, તે જાણે પ્રાંત ભાગમાં માણેકના પુષ્પવાળા કલ્પવૃક્ષના અંકુરા હોય તેવા ૧ ચૈત્યપ્રતિષ્ઠામાં નંદાવનું પૂજન થાય છે તેમ અહીં પણ ધર્મ પ્રતિષ્ઠાનું એ ચિદ સમજવું. ૨ ઘુંટીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy