________________
૭૩
પર્વ ૧ લું.
પરમાત્માની સાથે દેવોની વિવિધ કીડા. તેવું શોભતું હતું. સમાન વયવાળા થઈને આવેલા દેવકુમારની સાથે તેમના ચિત્તની અનુવૃત્તિને અર્થે પ્રભુ રમતા હતા. ક્રીડા કરતી વખતે ધૂળથી ધુસર થયેલા અંગવાળા પ્રભુ ઘુઘરમાળ ધારણ કરેલા તેમજ મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીના બાળક જેવા શોભતા હતા. પ્રભુ જે કાંઈ લીલામાત્રથી ગ્રહણ કરતા તે લઈ લેવાને મોટી ઋદ્ધિવાળા કેઈ દેવ પણ સમર્થ થતો નહીં. જે કઈ દેવ, બળની પરીક્ષા કરવાને માટે પ્રભુની આંગળી ગ્રહણ કરતે તે પ્રભુના શ્વાસના પવનથી તે રેણુની જેમ દૂર જઈને પડત. કેટલાએક દેવકુમારે કંકની પેઠે પૃથ્વી ઉપર આળોટીને પ્રભુને વિચિત્ર કંદુકેથી રમાડતા હતા; કેટલાએક દેવકુમાર રાજશુક થઈને ચાટુકારની પેઠે “જીવે છે, આનંદ પામે, આનંદ પામે, એવા શબ્દો અનેક પ્રકારે બોલતા હતા; કેટલાએક દેવકુમારે સ્વામીને રમાડવા માટે મયૂરરૂપે થઈને કેકાવાણીથી જ સ્વરમાં ગાયન કરી નાચ કરતા હતા, પ્રભુના મનોહર હસ્તકમલને ગ્રહણ કરવાની અને સ્પર્શ કરવાની ઈચ્છાથી કેટલાએક દેવકુમારે હંસરૂપે થઈને ગાંધાર સ્વરે ગાયન કરતા પ્રભુની આસપાસ ફરતા હતા; કેટલાએક પ્રભુના પ્રીતિ ભરેલા દષ્ટિપાતરૂપ અમૃતને પાન કરવાની ઇચ્છાવાળા થઈને તેમની પાસે કૌંચપક્ષીરૂપ થઈ મધ્યમ સ્વરે બોલતા હતા; કેટલાએક પ્રભુના મનની પ્રીતિને માટે કેલિરૂપ થઈ નજીકના વૃક્ષે ઉપર બેસી પંચમ સ્વર કરતા હતા; કેટલાએક પ્રભુના વાહનપણે થઈને પિતાના આત્માને પવિત્ર કરવાની ઈચ્છાથી તુરંગરૂપ થઈ ધૈવત ધ્વનિથી હેવારવ કરતા પ્રભુની પાસે આવતા હતા; કેટલાએક હાથીનું રૂપ ધારણ કરી નિષાદ સ્વરે બોલતા અવમુખ થઈ પિતાની શુંઠેથી ભગવાનના ચરણ સ્પર્શ કરતા હતા કોઈ વૃષભરૂપ થઈ પિતાના શિંગડાથી તટપ્રદેશને તાડન કરતા અને વૃષભ જેવા સ્વરે બોલતા પ્રભુની દૃષ્ટિને વિનોદ કરાવતા હતા; કેઈ અંજનાચલ જેવા મોટા મહિષ બની પરસ્પર યુદ્ધ કરીને પ્રભુને યુદ્ધકીડા બતાવતા હતા; કે પ્રભુના વિનોદને માટે મલ્લરૂપ થઈ પિતાની ભુજાઓનું આસ્ફાલન કરી એક બીજાને અક્ષવાટમાં બોલાવતા હતા; એવી રીતે યોગીઓ જેમ પરમાત્માની ઉપાસના કરે તેમ દેવકુમારે વિવિધ પ્રકારના વિનોદથી નિરંતર પ્રભુની ઉપાસના કરતા હતા. એવી સ્થિતિમાં વર્તતા સતા ઉદ્યાનપાલિકાઓ જેમ વૃક્ષનું લાલન કરે તેમ પંચધાત્રીઓએ પ્રમાદરહિતપણે લાલન કરેલા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા.
અંગુષ્ટપાનની અવસ્થા વ્યતીત થયા પછી બીજી અવસ્થાને પ્રાપ્ત થયેલા ગૃહવાસી અUતે સિદ્ધઅન્ન (રાંધેલ અન્ન નું ભજન કરે છે; પરંતુ નાભિનંદન ભગવાન તે ઉત્તરકુરુક્ષેત્રથી દેવતાઓએ લાવેલા કલ્પવૃક્ષનાં ફળે જ આરોગતા હતા અને ક્ષીરસમુદ્રના જળનું પાન કરતા હતા. ગઈ કાલના દિવસની પેઠે બાલ્યવયનું ઉલ્લંઘન કરીને સૂર્ય જેમ દિવસના મધ્યભાગમાં આવે તેમ પ્રભુએ, જેમાં અવયવો વિભક્ત થાય છે એવા યૌવનનો આશ્રય કર્યો. યૌવનાવસ્થા પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુના બંને ચરણકમલના મધ્યભાગ જેવા મૃદુ, રક્ત, ઉષ્ણ, કંપરહિત, વેદવર્જિત અને સરખા તળીઓવાળા હતા. જાણે નમેલા પુરુષની પીડાનું છેદન કરવાનું હોયની તેમ તેની અંદર ચકનું ચિહ્ન હતું અને લક્ષ્મીરૂપી હાથિણીને હમેશાં સ્થિર રાખવાને માટે હોય તેવા માળા, અંકુશ અને ધ્વજાનાં ચિહ્ન પણ હતાં. જાણે લક્ષ્મીના લીલાભુવન હોય તેવા પ્રભુના ચરણતળમાં શંખ અને
૧ પ્રિય બેલનારા. ૨ એક અખાડાની ભૂમિ. A - 10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org