SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ હવે રાષભ પ્રભુનું નામ-સ્થાપન. સગ ૨ જે. લેપાળેએ અચલ ચિત્તથી મહોત્સવપૂર્વક તત્રસ્થ પ્રતિમાની પૂજા કરી. બલિ નામે ઇંદ્ર પશ્ચિમ દિશામાં રહેલા સ્વયંપ્રભ નામના અંજનગિરિ ઉપર મેઘની જેવા પ્રભાવથી ઉતર્યા તેણે તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાં દેવતાઓની દષ્ટિને પવિત્ર કરનાર એવી શાશ્વત અષભાદિ અUતની પ્રતિમાઓને ઉત્સવ કર્યો. તેના ચાર લોકપાલેએ પણ તે અંજનગિરિની ચાર દિશામાં રહેલી ચાર વાપિકાની અંદર રહેલા દધિમુખ પર્વત ઉપરની શાશ્વતી પ્રતિ. માને ઉત્સવ કર્યો. એવી રીતે સર્વ દેવતાઓ નંદીશ્વરદ્વીપે મહિમા–ઉત્સવ કરીને જેમ આવ્યા હતા તેમ પિતપતાના સ્થાન પ્રત્યે ગયા. અહીં સ્વામિની મરુદેવા પ્રાતઃકાળે જાગ્યા એટલે તેમણે જેમ રાત્રિનું સ્વપ્ન હોય તેમ પિતાના પતિ નાભિરાજાને દેવતાઓના આવાગમન સંબંધી વૃત્તાંત કહ્યો. જગત્પતિના ઉરુને વિષે ઋષભનું ચિહ્ન હતું તેમજ માતાએ સર્વ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જોયો હતો, તેથી હર્ષ પામેલા માતાપિતાએ શુભ દિવસે ઉત્સાહપૂર્વક પ્રભુનું રાષભ એવું નામ પાડયું. તે સાથે યુગ્મધમે પ્રસવેલી કન્યાનું સુમંગલા એવું યથાર્થ અને પવિત્ર નામ તેમણે પાડયું. વૃક્ષ જેમ નીકનું જળ પીવે, તેમ ઋષભસ્વામી ઈન્દ્ર સંક્રમણ કરેલ અંગૂઠાના અમૃતનું યેગ્ય કાળે પાન કરવા લાગ્યા. પર્વતના ખેાળામાં (ગુફામાં) બેઠેલો કિશોર સિંહ શોભે તેમ પિતાના ઉલ્લંગમાં બેઠેલા બાળક ભગવાન શોભતા હતા. પાંચ સમિતિ જેમ મહામુનિને છોડે નહીં તેમ ઈંદ્ર આજ્ઞા કરેલી પાંચ ધાત્રીઓ પ્રભુને કયારે પણ રેઢા મૂકતી નહતી. પ્રભુને જન્મ થયાને એક વર્ષ થવા આવ્યું એટલે સૌધર્મેદ્ર વંશ સ્થાપન કરવાને માટે ત્યાં આવ્યા. સેવકે ખાલી હાથે સ્વામીનું દર્શન કરવું ન જોઈએ એવી બુદ્ધિથી જ જાણે હાયની તેમ ઈ– એક હેટી ઈક્ષયષ્ટિ' સાથે લીધી. જાણે શરીરવાળો શરદુઋતુ હાય તેમ શેભત ઈદ્ર ઇક્ષુદંડ સહિત નાભિરાજાના ઉત્સંગમાં બેઠેલા પ્રભુ પાસે આવ્યા, એટલે પ્રભુએ અવધિજ્ઞાનવડે ઇંદ્રને સંકલ્પ જાણી લઈ, હસ્તીની પેઠે તે ઈશુદંડ લેવાને પિતાને કર લાંબે કર્યો. સ્વામીના ભાવને જાણનારા ઈદ્ર મસ્તકવડે પ્રણામ કરીને ભેટની પેઠે તે ઈશ્લલતા પ્રભુને અર્પણ કરી. પ્રભુએ ઇક્ષુ ગ્રહણ કરી, તેથી તેમને ઈક્વાકુ એવા નામનો વંશ સ્થાપન કરી ઈદ્ર સ્વર્ગમાં ગયા. યુગાદિનાથને દેહ સ્વેદ-રોગ–મલથી રહિત, સુગંધી, સુંદર આકારવાળો અને સુવર્ણકમલ જે શેભતો હતો (૧), તેમના શરીરના માંસ અને રુધિર ગાયના દૂધની ધારા જેવા ઉજજ્વળ અને દુર્ગધ વિનાના હતા (૨), તેમના આહારનીહારનો વિધિ ચમ ચક્ષુને અગોચર હતો (૩) અને તેમના શ્વાસની ખુશબે વિકસિત થયેલા કુમુદની સુગંધ સરખી હતી (૪). એ ચારે અતિશયર પ્રભુને જન્મથી જ પ્રાપ્ત થયેલા હતા. વજ8ષભનારાજી સંઘયણને ધારણ કરનારા તે પ્રભુ જાણે ભૂમિભ્રંશના ભયથી હોય તેમ મંદમંદ ચાલતા હતા. વયે તેઓ બાળ હતા તો પણ તેઓ ગંભીર અને મધુર ધ્વનિથી બોલતા હતા, કેમકે કેત્તર પુરુષોને શરીરની અપેક્ષાથી જ બાળપણું હોય છે. સમચતુરન્સ સંસ્થાનવાળું પ્રભુનું શરીર, જાણે ક્રીડા કરવાની ઈચ્છાવાળી લીમીની કાંચનમય ક્રીડાવેદિકા હોય ( ૧ શેરડીને સાઠિો. ૨ તીર્થકરને ૩૪ અતિશય પ્રાપ્ત થાય છે તેમાંથી આ ચાર અતિયની પ્રાપ્તિ તો જન્મની સાથે જ થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy