________________
પર્વ ૧ લું. દેવેનું નંદીશ્વર દ્વીપ જવું.
૭૧ (સૂર્ય) હોય તેમ ઉપરના ચંદરવાની સાથે લટકતે સ્થાપન કર્યો ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે-બત્રીશ કોટી હિરણ્ય, તેટલું જ સુવર્ણ, બત્રીશ બત્રીશ નંદાસન, ભદ્રાસન તથા બીજી પણ અતિ મનોહર વસ્ત્ર નેપચ્ય વિગેરે સાંસારિક સુખને ઉત્પન્ન કરનારી મહામૂલ્યવાન વસ્તુઓ, મેઘ જેમ જળ વરસાવે તેમ સ્વામીના ભુવનમાં વરસાવે (ભૂકો).” કુબેરે જાંભક જાતિના દેવતા પાસે તત્કાળ તે પ્રમાણે વરસાવ્યું, કેમકે પ્રચંડ પુરુષની આજ્ઞા વચનની સાથે જ સિદ્ધ થાય છે. પછી ઈન્દ્ર આભિયોગિક દેવતાઓને આજ્ઞા કરી કે “તમે ચારે નિકાયના દેવમાં ઉદ્ઘેષણું કરે કે-અહેતનું અને તેમની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જકમંજરીની પેઠે સાત પ્રકારે ભેદાશે. “ગુરુની વાણીને જેમ શિષ્ય ઊંચા સ્વરથી ઉદુષિત કરે તેમ તેઓએ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવતાઓને વિષે તે પ્રમાણે ઉલ્લેષણ કરી. પછી સૂર્ય જેમ વાદળામાં જળને સંક્રમ કરે તેમ ઈન્દ્ર ભગવાનના અંગુષ્ઠમાં અનેક પ્રકારના રસ ભરેલી અમૃતમય નાડી સંક્રમાવી, અર્થાત્ અંગુષ્ઠમાં અમૃતને સંચાર કર્યો. અહં તે સ્તનપાન કરતા નથી તેથી જ્યારે તેમને ક્ષુધા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પોતાની મેળે જ અમૃત રસને વર્ષવનાર અંગષ્ઠ મુખમાં લઈને ચૂસે છે. પછી પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રીકમ કરવાને માટે ઈન્દ્ર પાંચ અપ્સરાઓને ધાત્રી (ધાવમાતા) થઈને ત્યાં રહેવાની આજ્ઞા કરી.
જિનસ્નાત્ર થઈ રહ્યા પછી ઈન્દ્ર ભગવંતને મૂકવા આવ્યા, તે સમયે ઘણુ દેવતાઓ મેરુશિખરથી પરભાર્યા નંદીશ્વરદ્વીપે ગયા. સૌધર્મેદ્ર પણ નાભિપુત્રને તેમના મંદિરમાં મૂકી સ્વર્ગવાસીઓના નિવાસરૂપ નંદીશ્વરદ્વીપે ગયા અને ત્યાં પૂર્વ દિશામાં રહેલ સુમેરુ જેવડા પ્રમાણુવાળા દેવરમણ નામના અંજનગિરી ઉપર ઉતર્યા. ત્યાં તેમણે વિચિત્ર મણિની પીઠિકાવાળા ચૈત્યક્ષ અને ઈન્દ્રધ્વજવડે અંકિત અને ચાર કારવાળા ચૈત્યમાં પ્રવેશ કર્યો અને અષ્ટાક્ષિકા ઉત્સવપૂર્વક ષભાદિક અહે તેની શાશ્વતી પ્રતિમાની તેણે પૂજા કરી. તે અંજનગિરિની ચાર દિશામાં ચાર મોટી વાપિકાઓ છે. અને તેમાં એકેક સ્ફટિક મણિને દધિમુખ પર્વત છે. તે ચારે પર્વતેની ઉપરના ચૈત્યમાં શાશ્વતા અહેની પ્રતિમાઓ છે. શૉંદ્રને ચાર દિકપાળોએ, અષ્ટાહુનિકા ઉત્સવપૂર્વક તે પ્રતિમાની
ધિ પૂજા કરી. ઇશાનદ્ર ઉત્તર દિશામાં રહેલા નિત્ય રમણીક એવા રમણીય નામના અંજનગિરિ ઉપર ઉતર્યા, અને તેણે તે પર્વતની ઉપર રહેલા ચૈત્યમાં પૂર્વ પ્રમાણે જ શાશ્વતી પ્રતિમાની અષ્ટાક્ષિકા ઉત્સવપૂર્વક પૂજા કરી. તેના દિકૃપાળોએ તે પર્વતની ચારે બાજુની ચાર વાવડીમાં રહેલા દધિમુખ પર્વત ઉપરના ચૈત્યમાંહેની શાશ્વત પ્રતિમાઓને તે પ્રમાણે જ અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. અમરેદ્ર દક્ષિણ દિશામાં રહેલા નિધોત નામના અંજનાદ્રિ ઉપર ઊતર્યા. રત્નથી નિત્ય પ્રકાશવાળા તે પર્વત ઉપર રહેલા ચૈત્યમાંહેની અશ્વત પ્રતિમાની તેણે મોટી ભકિતથી અષ્ટાનિકા મહોત્સવ પૂર્વક પૂજા કરી અને તેની ફરતી ચાર વાપિકાની અંદર રહેલા ચાર દધિમુખ પર્વત ઉપરના ચૈત્યમાં તેના ચાર
૧ દશ પ્રકારના નિર્મગજાજા દેવતાઓ છે, તે કુબેરની આજ્ઞામાં રહેનારા છે. ૨ અર્જકમંજરી એક જાતના વૃક્ષની માંજર છે, તે જ્યારે પકવ થઈને ફૂટે છે ત્યારે તેના સાત ભાગ થઈ જાય છે.
બીજા ચાર નાના મેરૂ ૮૪૦૦૦ યોજન ઊંચા છે તેટલે ઊંચે. ૪ ઋષભ, ચંદ્રાનન, વારિષેણ ને વર્ધમાન એ ચાર નામની જ શાસ્વતી પ્રતિમાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org