SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ o ઈ કરેલ પરમાત્માની પ્રાર્થના. સંગ ૨ જે. ઉલટા ભગવાનના અંગથી અલંકૃત થયા. પછી ભક્તિયુક્ત ચિત્તવાળા ઇદ્દે પ્રફુલ્લિત પારિજાતનાં પુષ્પની માળાવડે પ્રભુની પૂજા કરી અને પછી જાણે કૃતાર્થ થયેલ હોય તેમ જરા પાછા ખસી, પ્રભુની સન્મુખ ઉભા રહી જગત્પતિની આરાત્રિક કરવા માટે આરતી ગ્રહણ કરી. વલાયમાન કાંતિવાળી તે આરાત્રિકથી પ્રકાશવંત ઔષધિવાળા શિખરવડે જેમ મહાગિરિ શેભે તેમ ઈદ્ર શેભવા લાગ્યો. શ્રદ્ધાળુ દેવતાઓએ જેમ પુષ્પસમૂહ વેરેલે છે એવી તે આરાત્રિક ઇંદ્ર પ્રભુને ત્રણ વાર ઉતારી. પછી ભક્તિથી રોમાંચિત થઈ શકસ્તવવડે વંદન કરી ઈદ્ર પ્રભુની આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો– હે જગન્નાથ ! હે ત્રિલેક્સકમલમાડ! હે સંસારરૂપી મરુસ્થળમાં કલ્પવૃક્ષ ! હે વિદ્ધરણુ બાંધવ! હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ! એ મુહૂર્ત પણ વંદન કરવા યોગ્ય છે કે જે મુહૂર્તમાં ધર્મને જન્મ આપનારા–અપુનર્જન્મા–વિશ્વજંતુઓના જન્મદુઃખનું છેદન કરનારા આપને જન્મ થયો છે. હે નાથ ! આ વખતે તમારા જન્માભિષેકના જળના પરથી લાવિત થયેલી અને યત્ન કર્યા સિવાય જેને મેલ દૂર થયે છે. એવી આ રત્નપ્રભા પૃથ્વી સત્ય નામવાળી થઈ છે. હે પ્રભુ ! જે મનુષ્યો તમારું અહર્નિશ દર્શન કરશે તેઓને ધન્ય છે; અમે તે અવસરે જ આપનું દર્શન કરનારા છીએ. હે સ્વામી ! ભરતક્ષેત્રના જંતુઓને મોક્ષમાર્ગ ખીલાઈ ગયો છે તેને આપ નવીન પાંચ થઈ પુનઃ પ્રગટ કરશે. હે પ્રભુ ! તમારી અમૃતના તરંગ જેવી ધર્મદેશના તે દૂર રહે પરંતુ તમારું દર્શન પણ પ્રાણીઓનું શ્રેય કરનાર છે. હે ભવતારક ! તમારી ઉપમાને પાત્ર કઈ નથી તેથી હું તે તમારી તુલ્ય તમે જ છો એમ કહું છું, એટલે હવે વધારે સ્તુતિ કેવી રીતે કરવી ? હે નાથ ! તમારા સભૂતાથ ગુણેને પણ કહેવાને હું અસમર્થ છું, કેમકે સ્વયંભૂરમણ સમુદ્રના જલને કેણ માપી શકે ” એવી રીતે જગત્પતિની સ્તુતિ કરીને પ્રદથી જેનું મન સુગંધમય થઈ ગયું છે. એવા શકે કે પ્રથમ પ્રમાણે પિતાના પાંચ રૂપ કર્યા. તેમાંથી અપ્રમદ્ભર એવા એક રૂપે ઈશાન ઈન્દ્રના ઉલ્લંગમાંથી રહસ્યની પેઠે જગત્પતિને પિતાના હૃદય ઉપર ગ્રહણ કર્યા. સ્વામીની સેવા જાણનારા ઈન્દ્રનાં બીજાં રૂપે જાણે નિયુક્ત કર્યા હોય તેમ પૂર્વની પેઠે સ્વામી સંબંધી પોતપોતાના કાર્ય કરવા લાગ્યા. પછી પિતાના દેવતાઓથી પરિવૃત્ત અમરાગ્રણી (શક્રેન્દ્ર) ત્યાંથી આકાશમાર્ગે ચાલી મરુદેવાએ અલંકૃત કરેલા મંદિર પ્રત્યે આવ્યું. ત્યાં પ્રથમ મૂકેલું તીર્થકરનું પ્રતિબિંબ ઉપસંહત કરીને તે જ સ્થાનકે માતાની પાસે પ્રભુને સ્થાપન કર્યા (મૂક્યા). પછી સૂર્ય જેમ પવિનીની નિદ્રાને દૂર કરે તેમ ઈન્દ્ર મરુદેવાની અવસ્વાપિની નિદ્રા દૂર કરી. સરિતાના તટ ઉપર રહેલી સુંદર હંસમાલાના વિલાસને ધારણ કરનારું ઉજવળ, દિવ્ય અને રેશમી વસ્ત્રયુગલ પ્રભુને ઓશીકે મકય. બાળપણાને વિષે પણ ઉત્પન્ન થયેલા ભામંડલના વિકપને કરાવનારું રત્ન મય કુંડલયુગલ પણ પ્રભુને ઓશીકે મૂકયું અને એવી જ રીતે સેનાના પ્રાકારથી બનાવેલ વિચિત્ર એવા રત્નના હાર અને અર્ધહારેથી વ્યાપ્ત તથા સોનાના સૂર્ય સમાન પ્રકાશવંત શ્રીદામચંડ (ગેડીદડો) પણ પ્રભુની દષ્ટિને વિનોદ આપવાને માટે આકાશને વિષે દિનમણિ ૧ ફરીને જન્મ નહીં ગ્રહણ કરનારા. ૨ સત્ય અર્થને બતાવનારા–વિમાન. ૩ અપ્રમાદી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy