________________
ઈ પ્રભુને પહેરાવેલા વિવિધ આભૂષણે
પર્વ ૧ હું
૬૯ સ્નાત્ર તથા વિલેપનવડે ભગવાનની પૂજા કરી.
પછી સુધમ ઈન્દ્રની પેઠે ઈશાન ઈદ્ર પિતાના પાંચ રૂપ કર્યા, તેમાંનાં એક રૂપે ભગવાનને ઉત્સંગમાં ગ્રહણ કર્યા, એક રૂપે મેતીની ઝાલરીઓ લટકવાથી જાણે દિશાઓને નૃત્ય કરવાને આદેશ કરતું હોય તેવું–કપૂર જેવું વેત છત્ર પ્રભુ ઉપર ધારણ કર્યું, જાણે હર્ષથી નૃત્ય કરતાં હોય તેમ હાથને વિક્ષેપ કરી બે રૂપે બે બાજુએ જિનેશ્વર ઉપર ચામર વીંઝવા લાગ્યા અને એક રૂપે જાણે પ્રભુના દષ્ટિપાતથી પિતાને પવિત્ર કરવાને ઈચ્છતે હેય તેમ હાથમાં ત્રિશૂળ રાખી પ્રભુની આગળ ઊભો રહ્યો.
પછી સૌધર્મ કલ્પના ઈ જગત્પતિની ચારે દિશાએ ચાર સ્ફટિકમણિના ઊંચા વૃષભ બનાવ્યા. ઉનંગશંગથી મનહર એવા તે ચાર વૃષભ ચાર દિશામાં રહેલા ચંદ્રકાંત રત્નના ચાર કીડાપર્વત હોય તેવા શેભવા લાગ્યા. જાણે પાતાળ ફોડયું હોય તેમ તે વૃષભનાં આઠ ઈંગોથી આકાશમાં જળની ધારાઓ ચાલવા લાગી. મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંતે મળી ગયેલી તે જળધારાઓ આકાશમાં નદીસંગમના વિશ્વમને બતાવવા લાગી. સુર અને અસુરની સ્ત્રીઓએ કૌતુકથી જોયેલી તે જળધારાઓ, નદીઓ જેમ સમુદ્રમાં પડે તેમ પ્રભુ ઉપર પડવા લાગી. જળયંત્રોની જેમ તે ગંગામાંથી નીકળતા જળવડે શદ્ર આદિ તીર્થકરને સ્નાન કરાવ્યું. ભક્તિથી જેમ હદય આદ્ધ થાય તેમ દર ઉછળતાં
એવા ભગવાનના સ્વપન જળથી દેવતાઓનાં વસ્ત્ર આદ્ર થઈ ગયાં. પછી ઈદ્રજાલિક જેમ પિતાની ઈદ્રજાલને ઉપસંહાર કરે તેમ ઈન્દ્ર તે ચાર વૃષભેને ઉપસંહાર કર્યો. સ્નાન કરાવ્યા પછી ઘણી પ્રીતિવાળા તે દેવપતિએ દેવદૂષ્ય વસ્ત્રથી પ્રભુના શરીરને રત્નના દર્પણની પેઠે લુછયું. રત્નમય પાટલાની ઉપર નિર્મળ અને રૂપાના અખંડ અક્ષતવડે પ્રભુની પાસે અષ્ટ મંગળ આલેખ્યા. પછી જાણે પોતાનો માટે અનુરાગ હોય તેવા ઉત્તમ અંગરાગથી ત્રિજગદુરુના અંગે વિલેપન કરી, પ્રભુના હસતા મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના જમને ઉત્પન્ન કરનારા ઉજજવળ દિવ્ય વસ્ત્રોથી ઈદ્ર પૂજા કરી અને પ્રભુના મસ્તક ઉપર વિશ્વની મુદ્ધન્યતાના ચિહ્નરૂપ વજી માણિકયને સુન્દર મુગટ સ્થાપન કર્યો. પછી ઈન્દ્ર સાયંકાળે આકાશને વિષે પૂર્વ અને પશ્ચિમ દિશાઓના જેમ સૂર્ય અને ચંદ્ર શેભે તેવી શોભાને આપનારા બે સુવર્ણ કુંડલ સ્વામીના કર્ણમાં પહેરાવ્યા. જાણે લક્ષમીને હિંચકવાની દેલા હોય તેવી વિસ્તારવાળી દિવ્ય મોતીની માળા સ્વામીના કંઠમાં આપણુ કરી. સુંદર હસ્તીના બાળકના જંતુશળની ઉપર જેમ સુવર્ણના કંકણું પહેરાવે તેમ પ્રભુના બાહુદડ ઉપર બે બાજુબંધ ધારણ કરાવ્યા. વૃક્ષની શાખાના પ્રાંતભાગના ગુચ્છની જેવા–ગળાકાર મોટા મોતીઓને મણિમય કંકણે પ્રભુના મણિબંધક ઉપર આરૂઢ કર્યા. ભગવાનના કટીભાગમાં વર્ષધર પર્વતના નિતંબ ભાગ ઉપર રહેલા સુવર્ણકુલના વિલાસને ધારણ કરનાર સુવર્ણનું કટીસૂત્ર પહેરાવ્યું અને જાણે દેવ અને દૈત્યનાં તેજ તેમાં લગ્ન થઈ ગયાં હોય તેવા માણિજ્યમય તેડા પ્રભુના બને ચરણમાં પહેરાવ્યાં. ઈદ્ર જે જે આભૂષણો ભગવાનનાં અંગને અલંકૃત કરવા માટે પહેરાવ્યાં છે તે આભૂષણે ( ૧ ઉજંગ ઊંચા. સંગ=વૃષભના સંબંધમાં શીંગડાએ અને પર્વતના સંબંધમાં શિખરે જાણવાં. ૨ મુખ્યપણાના. ૭ હીંધળાખાટ. ૪ કાંય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org