________________
દેવકૃત જન્મોત્સવ.
સગ ૨ જે. લાએક ચામર ઉડાડવા લાગ્યા, તેથી જાણે તેઓ સ્વામીના દર્શન માટે પિતાના આત્મીય વર્ગને બોલાવતા હોય તેમ જણાતું હતું, કેટલાએક બદ્ધ પરિકરવાળા દેવતાઓ જાણે આત્મરક્ષક હોય તેમ પિતાના આયુધ ધારણ કરી સ્વામીની ચેતરફ ઊભા રહ્યા, જાણે આકાશમાં ઉઘત થયેલી વિદ્યુલતાની લીલાને બતાવતા હોય તેમ કેટલાએક દેવતાએ મણીમય અને સુવર્ણમયે પંખાવડે ભગવાનને પવન નાંખવા લાગ્યા, કેટલાક દેવતાઓ જાણે બીજા રંગાચાર્ય હોય તેમ વિચિત્ર પ્રકારનાં દિવ્ય પુષ્પની વૃષ્ટિ હર્ષોત્કર્ષપૂર્વક કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ જાણે પિતાનાં પાપનું ઉચ્ચાટન કરતા હોય તેમ અત્યન્ત સુધી દ્રનું ચૂર્ણ કરીને ચાર દિશાઓમાં વરસાવવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે સ્વામીએ
અધિષિત કરેલા મેરૂ પર્વતની ત્રાદ્ધિ અધિક કરવાને ઈચ્છતા હોય તેમ સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ, જાણે પ્રભુના ચરણમાં પ્રણામ કરવાને ઉતરતી તારાની પંક્તિઓ હોય તેવા ઊંચે પ્રકારે રત્નવૃષ્ટિ કરવા લાગ્યા; કેટલાએક દેવતાઓ પિતાના મધુર સ્વરથી ગંધર્વોની સેનાને પણ તિરસ્કાર કરનારા નવનવા ગ્રામ અને રાગથી ભગવાનના ગુણનું ગાન કરવા લાગ્યા, કેટલાએક દેવતાઓ મઢેલાં, ધન અને છિદ્રવાળાં વાજિંત્રો વગાડવા લાગ્યા, કેમકે શક્તિ અનેક પ્રકારે થાય છે. કેટલાએક દેવતાઓ જાણે મેરુ પર્વતનાં શિખરને પણ નૃત્ય કરાવવા ઈચ્છતા હોય તેમ પોતાના ચરણપાતથી તેને કંપાવતા નૃત્ય કરવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ જાણે બીજી વારાંગનાઓ જ હાયની તેવી પોતાની રીઓની સાથે વિચિત્ર પ્રકારના અભિનય (હાવભાવ)થી ઉજજવળ એવા નાટક કરવા લાગ્યા. કેટલાએક દેવતાઓ જાણે પાંખેવાળા ગરૂડ હોય તેમ આકાશમાં ઊડતા હતા, કેટલાએક કીડાથી કુકડાની જેમ પૃથ્વી ઉપર પડતા હતા; કેટલાએક અંકકારની પેઠે સુંદર ચાલ ચાલતા હતા; કેટલાએક સિંહની પેઠે આનંદથી સિંહનાદ કરતા હતા, કેટલાએક હસ્તીઓની પેઠે ઊંચા અવાજ કરતા હતા. કેટલાએક અોની પેઠે હાસ્ય કરનારા ચાર પ્રકારના શબ્દ બોલતા હતા, કેટલાએક વાંદરા જેમ વૃક્ષોની શાખાઓને કંપાવે તેમ પિતાના ચરણથી મેરુપર્વતના શિખરને કંપાવતા કૂદતા હતા, કેટલાએક જાણે રણસંગ્રામમાં પ્રતિજ્ઞા કરવાને તૈયાર થયેલા દ્ધાઓ હોય તેમ પોતાના હાથની ચપેટાથી ઉદ્ભટપણે પૃથ્વી ઉપર તાડન કરતા હતા, કેટલાએક જાણે દાવમાં જીત્યા હોય તેમ કેલાહલ કરતા હતા. કેટલાએક વાજિંત્રની જેમ પોતાના પ્રફુલ્લ ગાલોને વગાડતા હતા, કેટલાએક નટની માફક વિકૃત રૂપ કરીને લોકોને હસાવતા હતા. કેટલાએક આગળ પાછળ અને પાર્વભાગમાં કંદુકની પે ઉછળતા હતા. સ્ત્રીઓ જેમ ગેળ કુંડાળે થઈને રાસડા લે તેમ કેટલાએક ગેળ ફરતાં ફરતાં રાસડારૂપે ગાયન કરી મનહર નૃત્ય કરતા હતા, કેટલાએક અગ્નિની પેઠે જવલતા હતા; કેટલાએક સૂર્યની જેમ તપતા હતા, કેટલાએક મેઘની માફક ગાજતા હતા; કેટલાએક વીજળીની પેઠે ચળકતા હતા અને કેટલાએક સંપૂર્ણ ભેજન કરેલા વિવાથીના જેવા દેખાવ કરતા હતા. પ્રભુની પ્રાપ્તિવડે થયેલો તે આનંદ કેણ ગેપવી શકે !
એવી રીતે દેવતાઓ અનેક જાતના આનંદના પિકાર કરી રહ્યા હતા તે વખતે અશ્રુતે પ્રભુને વિલેપન કર્યું. તેણે પારિજાતાદિક વિકસિત પુષ્પથી પ્રભુની ભક્તિ વડે જ કરી અને પછી જરા પાછા ઓસરી ભકિતથી નગ્ન થઈ શિષ્યની પેઠે ભગવંતને વંદના કરી.
મોટા ભાઈની પાછળ બીજા સહદની જેમ બીજા બાસઠ ઈકોએ પણ તેવી જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org