________________
પર્વ ૧ લું.
દેવકૃત જન્મોત્સવ. કાંતિના કલાપ જેવું, કંઠ દેશને વિષે મનહર મોતીની માળા જેવું, સ્કંધ ઉપર ગોશીષ ચંદનના તિલક જેવું, બાહ, હૃદય અને પૃષ્ઠ ભાગને વિષે વિશાળ વસ્ત્ર જેવું અને કહી તથા જાનુના અંતરભાગમાં વિસ્તાર પામેલા ઉત્તરીય વસ્ત્ર જેવું—એ પ્રમાણે ક્ષીરાધિનું સુંદર જળ ભગવાનના પ્રત્યેક અંગમાં જુદી જુદી શોભાને ધારણ કરતું હતું. ચાતકે જેમ મેઘના જળને ગ્રહણ કરે તેમ કેટલાક દેવતાઓ પ્રભુના સ્નાત્રનું તે જળ પૃથ્વી ઉપર પડતાં જ શ્રદ્ધાથી ગ્રહણ કરવા લાગ્યા. “આવું જળ ફરી અમને કયાંથી મળશે ? એમ ધારી મરુદેશના લોકોની પેઠે કેટલાએક દેવતાઓ તે જળનું પિતાના મસ્તક ઉપર સિંચન કરવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ ગ્રીષ્મવતુથી પીડિત થયેલા હસ્તીઓની જેમ અભિલાષપૂર્વક તે જળથી પોતાના શરીરને સિંચન કરવા લાગ્યા. મેરુપર્વતના શિખરમાં વેગથી પ્રસાર પામતું તે જળ તરફ હજારો નદીએની કલ્પના કરાવતું હતું, અને પાંડુક, સૌમનસ, નંદન તથા ભદ્રશાળ ઉદ્યાનમાં પ્રસાર પામતું તે જળ નીકની લીલાને ધારણ કરતું હતું. સ્નાન કરતાં કરતાં અંદર જળ ઓછું થવાથી અધોમુખવાળા થતાં ઈદ્રના કુંભે, જાણે સ્નાત્ર જળરૂપી સંપત્તિ ઘટવાથી લજજા પામતા હોય તેવા જણાતા હતા. તે સમયે ઈદ્રની આજ્ઞાને અનુસરનારા આભિગિડ દેવતાઓ તે કુંભેને બીજા કુંભનાં જળથી પૂરતા હતા. એક દેવતાના હાથમાંથી બીજા દેવતાના હાથમાં એમ ઘણા હાથમાં સંચાર પામતા તે કુંભે શ્રીમંતનાં બાળકની પેઠે શોભતા હતા. નાભિરાજાના પુત્રની સમીપે સ્થાપન કરેલ કળશની પંક્તિ, આરોપણ કરેલા સુવર્ણકમળની માળાની શોભાને ધારણ કરતી હતી. પછી મુખભાગમાં જળને શબ્દ થવાથી જાણે તેઓ અહીતની સ્તુતિ કરતા હોય તેવા કુંભને દેવતાઓ ફરીથી સ્વામીના મસ્તક ઉપર ઢાળવા માંડ્યા. યક્ષે જેમ ચક્રવતીના નિધાન કળશને ભરે તેમ પ્રભુને સ્નાત્ર કરાવતાં ખાલી થયેલા ઈદ્રના કુંભને દેવતાઓ જળથી ભરી દેતા હતા. વારંવાર ખાલી થતા અને ભરાતા તે કુંભે, સંચાર કરનારા ઘંટીયંત્રના ઘડાઓની પેઠે શોભતા હતા. આવી રીતે અમ્યુકે કરડે કુંભેથી પ્રભુને સ્નાત્ર કરાવ્યું અને પિતાના આત્માને પવિત્ર કર્યો એ પણ આશ્ચર્ય છે! પછી આરણ અને અચુત દેવલોકના સ્વામી અય્યતે દિવ્ય ગંધકવાયી વસ્ત્રવડે પ્રભુના અંગને ઉન્માર્જિત કર્યું (અંગ લુછ્યું. તે સાથે પિતાના આત્માનું પણ માર્જન કર્યું. પ્રાતાસંધ્યાની અભ્રલેખા જેમ સૂર્યમંડળને સ્પર્શ કરવાથી શોભે તેમ તે ગંધકષાયી વસ્ત્ર ભગવાનનાં શરીરને સ્પર્શ કરવાથી શુભતું હતું. ઉન્માર્જિત કરેલું ભગવંતનું શરીર જાણે સુવર્ણ સારના સર્વસ્વ જેવા સુવર્ણગિરિ (મેરુ)ના એક ભાગથી બનાવ્યું હોય તેવું શેતું હતું.
પછી આભિગિક દેવતાઓએ ગશીર્ષ ચંદનના રસને કઈમ, સુંદર અને વિચિત્ર રકાબીઓમાં ભરીને અમ્યુરેંદ્ર પાસે મૂક્ય, એટલે ચંદ્ર જેમ પોતાની ચાંદનીથી મેર પર્વતના શિખરને વિક્ષેપિત કરે તેમ ઈ કે પ્રભુના અંગ ઉપર તેનું વિલેપન કરવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ઉત્તરાસંગ ધારણ કરીને પ્રભુની તરફ ઉદ્દામ ધૂપવાળા ધૂપધાણા હાથમાં રાખીને ઊભા રહ્યા; કેટલાએક તેમાં ધૂપ ક્ષેપન કરતા હતા. તેઓ સ્નિગ્ધ ધૂમ્ર–રેખાવડે જાણે મેરૂ પર્વતની બીજી શ્યામ વર્ણમય ચૂલિકા રચતા હોય તેવા જણુતા હતા કેટલાએક દેવતાઓ પ્રભુની ઉપર ઊંચાં વેત છત્રો ધારણ કરવા લાગ્યા, તેથી જાણે તેઓ ગગનરૂપી મહાસરોવરને કુમુદવાળું કરતા હોય તેવા જણાતા હતા, કેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org