________________
દેવકૃત જન્મોત્સવ.
સગ ૨ જે. શબ્દોથી શબ્દમય થયેલાં કમળ હતાં, તેથી જાણે તે ભગવાનના પ્રથમ સ્નાત્રમંગલને પાઠ ભણતા હોય તેવા જણાતા હતા અને સ્વામીને સ્નાન કરવાને માટે પાતાલકલશે હોય તેવા તે કલશ જણાતા હતા. અચુત ઈન્ડે પિતાના સામાનિક દેવતાઓની સાથે જાણે પિતાની સંપત્તિના ફળરૂપ હોયની તેવા એક હજાર ને આઠ કુંભ ગ્રહણ કર્યા. ઊંચા કરેલા ભુજદંડના અગ્રવર્તિ એવા તે કુંભ, જેનાં નાલવાં ઊંચાં કરેલાં હોય તેવા કમલકેશની શેભાની વિડંબના કરતા હતા અર્થાત્ તેથી વિશેષ શેલતા હતા.
પછી અચુતઈ પિતાના મસ્તકની જેમ કલશને જરા નમાવી જગપતિને સ્નાન કરાવવાનો આરંભ કર્યો. તે વખતે કેટલાએક દેવતાઓ ગુફામાં થતા પ્રતિશબ્દોથી જાણે મેરુપર્વતને વાચાલ કરતા હોય એવા આનક નામના મૃદંગ વગાડવા લાગ્યા, ભક્તિમાં તત્પર એવા કેટલાએક દે મથન કરાતા મહાસાગરના ધ્વનિની શોભાને ચોરનાર શખ વાળી દુંદુભીઓ વગાડવા લાગ્યા કેટલાએક દેવે ઘણુ તાનમાં આવીને પવન જેમ આકુલ વનિવાળા પ્રવાહના તરંગને અથડાવે તેમ કાંસીઓને પરસ્પર અથડાવીને વગાડવા લાગ્યા, કેટલાએક દેવતાઓ જાણે ઊર્ધ્વલોકમાં જિનેંદ્રની આજ્ઞાને વિસ્તારતી હોય તેવી ઊંચા મુખવાળી ભેરી ઊંચા સ્વરથી વગાડવા લાગ્યા; મેરુપર્વતના શિખર ઉપર રહીને કેટલાએક દે શેવાળ લેકે જેમ ગાયની શીંગડીઓ વગાડે તેમ મોટા નાદવાળા કાહલ નામનાં વાજીંત્ર વગાડવા લાગ્યા, કેટલાક દેવતાઓ ઉદ્દઘોષ કરવાને માટે દુષ્ટ શિષ્યને હસ્તવડે તાડન કરવાની જેમ પોતાના હાથથી મુરજ નામના વાઘને તાડન કરવા લાગ્યા; કેટલાક દેવતાઓ ત્યાં આવેલા અસંખ્ય સૂર્ય ચંદ્રની લક્ષમીને હરનારી સુવર્ણની અને રૂપાની ઝાલરે વગાડવા લાગ્યા અને કેટલાએક દેવતાઓ જાણે અમૃતના કેગળા ભર્યા હાયની તેમ પિતાના ઉન્નત ગલ કલાવીને શખ વગાડવા લાગ્યા. એવી રીતે દેવતાઓએ વગાડેલા વિચિત્ર પ્રકારનાં વાજીત્રોના પડછંદાથી જાણે આકાશ પણ વાદક (વગાડનાર) વિનાનું એક વાદ્ય હોય તેવું થઈ ગયું. ચારણમુનિઓ હે જગન્નાથ ! હે સિદ્ધિગામી ! હે કૃપાર્ણવ ! હે ધર્મપ્રવર્તક! તમે જ્ય પામે, તમે આનંદ પામ” એમ બોલવા લાગ્યા. જાત જાતનાં ધ્રુવપદ, ઉત્સાહ અને સ્કંધક–એ પ્રકારના તથા ગલિત અને વસ્તુવન–એ પ્રકારનાં પડ્યો અને મનોહર ગોથી ભગવંતની સ્તુતિ કર્યા પછી પોતાના પરિવારના દેવતાઓ સહિત અય્યતેન્દ્ર ભુવન ભર્તા ઉપર ધીમે ધીમે કુંભજળ નાખવા લાગ્યા.
ભગવાનના મસ્તક ઉપર જળધારા વરસાવતા તે કુંભ મેરુપર્વતના શિખર ઉપર વરસતા વરસાદની જેવા ભવા લાગ્યા. ભગવાનના મસ્તકની બંને બાજુ દેવતાઓએ નમાવેલા તે કુંભે માણિજ્યના મુગટની શોભાને ધારણ કરવા લાગ્યા. એક જનના મુખવાળા કુંભોમાંથી પડતી એવી તે જળની ધારાઓ પર્વતની ગુફામાંથી નીકળતી નિઝરણુની જેવી શોભવા લાગી. પ્રભુના મુગટ ભાગથી ઉછળીને તરફ પડતા જળના છાંટાઓ જાણે ધર્મરૂપી વૃક્ષના અંકુરા હોય તેવા શોભતા હતા. પ્રભુના શરીર ઉપર પડતાં જ મંડલાકારે વિસ્તાર પામેલું કુંભજળ મસ્તક ઉપર શ્વેત છત્ર જેવું, લલાટ ભાગને વિષે પ્રસાર પામેલી કાંતિવાળા લલાટના આભૂષણ જેવું, કર્ણ ભાગમાં ત્યાં આવીને વિશ્રાંત થયેલ નેત્રોની કાંતિ જેવું, કપિલ ભાગમાં કપૂરની પત્રવલ્લીના સમૂહ જેવું, મનહર હેઠને વિષે સ્મિત હાસ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org