________________
૬૫
પર્વ ૧લું
દેવકૃત જન્મોત્સવ પછી અચુત ઈન્ડે જિનેશ્વરના જન્મ ઉત્સવને માટે ઉપકરણે લાવવાની આભિગિક દેવતાઓને આજ્ઞા કરી, એટલે તેઓએ ઈશાન દિશા તરફ જઈ વક્રિય સમુદુઘાતવડે ક્ષણવારમાં ઉત્તમ પુગળનું આકર્ષણ કરીને સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, સુવર્ણ, રૂપું અને રત્નના, રૂપાના અને રત્નના, તેમજ મૃત્તિકાના એક યોજન ઊંચા એવા આઠ જાતિના પ્રત્યેકે એક હજાર ને આઠ સુંદર કળશા બનાવ્યા. કુંભની સંખ્યા પ્રમાણે, તે જ પ્રમાણેની સુવર્ણાદિ આઠ જાતિઓની ઝારીઓ, દર્પણ, રત્નના કરંડિઆ, સુપ્રતિષ્ઠક (ડાબલા), થાળ, પત્રિકા અને પુષ્પોની ચગેરીઓ-એ સર્વે જાણે અગાઉથી જ રચી રાખ્યાં હોય તેમ તત્કાળ બનાવીને ત્યાં લાવ્યા. પછી વરસાદના પાણીની પેઠે ક્ષીરનિધિમાંથી તેઓએ તે કળશે ભરી લીધા અને જાણે ઈંદ્રને ક્ષીરનિધિના જળનું અભિજ્ઞાન બતાવવાને માટે જ હેય તેમ પુંડરીક, ઉત્પલ અને કેકના જાતનાં કમળો પણ ત્યાંથી સાથે લીધાં. જળ ભરનારા પુરુષો કુંભવડે જળાશયમાંથી જળ ગ્રહણ કરે તેમ હાથમાં કુંભ ધારણ કરેલા તે દેવોએ પુષ્કરવર સમુદ્રમાંથી પુષ્કર જાતનાં કમળો ગ્રહણ કર્યા. જાણે અધિક કુંભે કરવાને માટે જ હાયની તેમ માગધાદિ તીર્થોમાંથી તેઓએ જળ અને મૃત્તિકા ગ્રહણ કરી. માલ લેનારા પુરુષ જેમ વાનકી ગ્રહણ કરે તેમ ગંગા વિગેરે મહાનદીમાંથી જળ ગ્રહણ કર્યું. જાણે અગાઉથી થાપણ મૂકેલી હોય તેમ કુદ્રહિમવંત પર્વત ઉપરથી સિદ્ધાર્થ (સર્ષવ), પુષ્પ, શ્રેષ્ઠ ગંધદ્રવ્ય અને સવૈષધિ ગ્રહણ કરી. તે જ પર્વત ઉપરનાં પ નામના દ્રહમાંથી નિર્મળ, સુગંધી અને પવિત્ર જળ અને કમળ ગ્રહણ કર્યા. એક જ કાર્યમાં પ્રેરેલા હોવાથી જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય તેમ બીજાઓએ બીજા વર્ષધર પર્વત ઉપરના દ્રામાંથી પણ પદ્મ વિગેરે ગ્રહણ કર્યા. સર્વ ક્ષેત્રોમાંથી, વૈતાઢય ઉપરથી અને વિજમાંથી અતૃપ્ત એવા તે દેવતાઓએ સ્વામીના પ્રાસાદની જેમ જળ અને કમળ વિગેરે ગ્રહણ કર્યા. જાણે તેમને માટે જ એકઠી કરી રાખેલ હોય તેમ વક્ષસ્કાર પર્વત ઉપરથી બીજી પવિત્ર અને સુગંધી વસ્તુઓ તેમણે ગ્રહણ કરી. શ્રેયવડે કરીને જાણે પોતાના આત્માને જ પૂરતા હોય તેમ આળસ રહિત એવા તે દેએ દેવકુર અને ઉત્તરકુરુક્ષેત્રમાં રહેલાં દ્રહોનાં જળવડે તે કળશે પૂર્યા (ભર્યા). ભકશાળ, નંદન, સૌમનસ અને પાંડુક વનમાંથી તેઓએ ગોશીષ ચંદન વિગેરે વસ્તુઓ ગ્રહણ કરી. એ પ્રમાણે ગંધકાર જેમ સર્વ પ્રકારના ગંધદ્રવ્યને એકઠાં કરે તેમ તેઓ ગંધદ્રવ્ય અને જળને એકઠાં કરીને તત્કાળ મેરુપર્વત ઉપર આવ્યા.
હવે દશ હજાર સામાનિક દેવતાઓ, ચાળીશ હજાર આત્મરક્ષક દેવતાઓ, તેત્રીશ ત્રાયશિંશક દેવતાઓ, ત્રણ સભાના સર્વ દેવતાઓ, ચાર લોકપાળ, સાત મેટાં સૈન્ય અને સાત સેનાપતિઓથી પરવારેલ આરચુત દેવલોકન ઇંદ્ર, પવિત્ર થઈને ભગવાનને સ્નાન કરાવવાને ઉદ્યમવત થયો. પ્રથમ અચુતઈદ્ર ઉત્તરાસંગ કરી નિસંગ ભક્તિથી વિકાસ પામેલા પારિજાત વિગેરે પુષ્પની અંજલિ ગ્રહણ કરી, અને સુગંધી ધૂપના ધૂમ્રથી ધૂપિત કરી ત્રિજગપતિની પાસે તેણે તે કુસુમાંજલિ મૂકી. એટલે દેવતાઓએ ભગવંતનું સાન્નિધ્યપણું પામવાના અદૂભુત આનંદથી જાણે હસતા હોય તેવા અને પુષ્પમાળાથી અચિત કરેલા સગથી જળના કળશો લાવીને ત્યાં મૂક્યા. તે જળકળશના મુખભાગ ઉપર ભમરાઓના A - 9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org