________________
મેરુપર્વત પર ઇન્દ્રોનું આગમન
સગ ૨ જે. ચારે દિશાએ રહેનારા ચોસઠ હજાર આત્મરક્ષક દેવે તથા બીજા, ઉત્તમ અદ્ધિવાળા અસુરકુમાર દેવેથી પરવરેલો તે, અભિગ્ય દેવે તત્કાળ રચેલા, પાંચશે જન ઊંચા મેટા ધ્વજથી શેભિત અને પચાસ હજાર જન વિસ્તારવાના વિમાનમાં બેસીને ભગવાનને જન્મોત્સવ કરવાની ઈચ્છાથી ચાલ્યું. તે ચમહેંદ્ર પણ શકેંદ્રની પેઠે પિતાના વિમાનને માર્ગમાં સંક્ષેપીને સ્વામીના આગમનવડે પવિત્ર થએલા મેરુપર્વતના શિખર ઉપર આવ્યો. બલિચંચા નામે નગરીને બલિ નામને ઇન્દ્ર પણ મહીઘસ્વરા નામની દીર્ઘઘંટા વગડાવીને મહાદ્વમ નામના સેનાપતિના બોલાવવાથી આવેલા સાઠ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગણું અંગરક્ષક દેવતાઓ તથા બીજા ત્રાયશ્ચિંશક વિગેરે દેવતાઓ સહિત ચમરેંદ્રની પેઠે અમંદ આનંદનાં મંદિરરૂપ મેરુપર્વત ઉપર આવ્યું. નાગકુસારને ધરણું નામે ઇન્દ્ર મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને ભસેન નામના પિતાની પાયદલ સેનાને અધિપતિએ પ્રબંધ કરેલા છ હજાર સામાનિક દેવતાઓ, તેથી ચારગુણા આત્મરક્ષક દેવતાઓ, છ પિતાની પટ્ટદેવીઓ (ઈન્દ્રાણીઓ) અને બીજા પણ નાગકુમાર દેવેથી યુક્ત થઈને પચીશ હજાર જન વિસ્તારવાળા, અઢીશે જન ઊંચા અને ઈન્દ્રધ્વજથી શોભિત વિમાનમાં બેસીને ભગવાનના દર્શનને માટે ઉત્સુક થઈ મંદરાચલ (મેરુ)ના મસ્તક ઉપર ક્ષણવારમાં આવ્યું. ભૂતાનંદ નામે નાગેન્દ્ર પિતાની મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને, દક્ષ નામના સેનાપતિએ બોલાવેલા સામાનિક વિગેરે દેવતાઓ સહિત આભિગિક દેવતાએ રચેલા વિમાનમાં બેસી, ત્રણ જગતના નાથવડે સનાથ થયેલા મેરુપર્વત ઉપર આવ્યા તેમજ વિદ્યકુમારના ઇન્દ્ર હરિ અને હરિસ્સહ, સુવર્ણકુમાર ઈન્દ્ર દેવ અને વેણ દરી, અગ્નિકુમારના ઈન્દ્ર અગ્નિશિખ અને અગ્રિમાણવ, વાયુકુમારના ઇન્દ્ર લંબ અને પ્રભંજન, સ્વનિતકુમારના ઈન્દ્ર સુષ અને મહારાષ, ઉદધિકુમારના ઈંદ્ર જલકાંત અને જલપ્રલ, દ્વીપકુમારના ઈન્દ્ર પૂર્ણ અને અવશિષ્ટ અને દિકકુમારના ઇન્દ્ર અમિત અને અમિતવાહન પણ આવ્યા.
વ્યંતરમાં પિશાચના ઇંદ્ર કાળ અને મહાકાળ, ભૂતના ઈન્દ્ર સુરૂપ અને પ્રતિરૂપ, ચક્ષના ઇંદ્ર પૂર્ણભદ્ર અને મણિભદ્ર, રાક્ષસના ઇંદ્ર ભીમ અને મહાભીમ, કિન્નરોના ઇંદ્ર કિન્નર અને કિપુરુષ, પુિરુષના ઇંદ્ર સપુરુષ અને મહાપુરુષ, મહેરગના ઈન્દ્ર અતિકાય અને મહાકાય, ગંધર્વોના ઇંદ્ર ગીતરતિ અને ગીયશા, અપ્રજ્ઞપ્તિ અને પંચપ્રજ્ઞપ્તિ વિગેરે વ્યંતરની બીજી આઠ નિકાય જે વાણવ્યંતર કહેવાય છે તેના સાળ ઈન્દ્રો, તેમાં અપ્રજ્ઞપ્તિના ઈન્દ્ર સંનિહિત અને સમાનક, પંચપ્રજ્ઞપ્તિન ઈન્દ્રધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઈંદ્ર રાષિ અને ત્રાષિપાલક, ભૂતવાદિતના ઈન્દ્ર ઇશ્વર અને મહેશ્વર, કંદિતના ઈન્દ્ર સુવત્સક અને વિશાલક, મહાકંદિતના ઇન્દ્ર હાસ અને હાસરતિ, કુષ્માંડને ઈન્દ્ર ત અને મહાત, પાવકના ઈન્દ્ર પવક અને યુવકપતિ અને
તિષ્કના અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ બે નામના જ ઇન્દ્રો-એવી રીતે કુલ ચોસઠ ઈન્દ્રો મેરુપર્વત ઉપર એક સાથે આવ્યા.
વૈમાનિકના દશ ઇન્દ્ર, ભૂવનપતિની દશ નિકાયના વીશ ઇન્દ્ર, મંતરેના (૩૨) ઇન્દ્ર અને જ્યોતિBના બે ઈન્દો ગણતાં ૬૪ ઇન્દ્ર થાય છે; પરંતુ જ્યોતિષ્ઠાના ઇન્દ્રો સૂર્ય ચંદ્ર નામના અસંખ્યાતા બાવતા હોવાથી અસંખ્યાત ઇન્દ્રો પ્રભુને જન્મોત્સવ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org