________________
પર્વ ૧ લું.
મેરુપર્વત પર ઈન્દ્રનું આગમન. કરતા દેવતાઓથી વીંટાઈ રહેલા અને આકાશની જેવા નિર્મળ ચિત્તવાળા ઇંદ્ર પાંચ રૂપે આકાશમાર્ગે ચાલ્યા. તૃષાતુર થયેલા પંથીઓની દષ્ટિ જેમ અમૃત સરોવર ઉપર પડે તેમ ઉત્કંઠિત દેવતાઓની દષ્ટિ ભગવાનના અદ્ભુત રૂપ ઉપર પડી. ભગવાનનું અદ્ભુત રૂપ જેવાને પછાત રહેલા (આગળ ચાલનારા) દેવતાઓ, પિતાના પૃષ્ઠ ભાગમાં નેત્રને ઈચ્છતા હતા. બે બાજુ ચાલનારા દેવ, સ્વામીને જોવામાં વૃદ્ધિ પામ્યા નહીં, તેથી જાણે ખંભિત થયા હોય તેવાં પિતાનાં નેત્રને, બીજી તરફ ફેરવી શક્યા નહીં. પછવાડે રહેલા દેવતાઓ ભગવાનને જેવા આગળ આવવાની ઈચ્છા કરતા હતા, તેથી તેઓ ઉલ્લંઘન થતા પિતાના મિત્ર તથા સ્વામીને પણ ગણતા ન હતા. પછી દેવતાઓના પતિ ઇંદ્ર, હૃદયની અંદર રાખેલા હેય તેમ ભગવાનને પિતાના હદયની સમિપે રાખીને મેરુપર્વત ઉપર ગયા. ત્યાં પાંડુકવનમાં ચૂલિકાની દક્ષિણે નિર્મળ કાંતિવાળી અતિપાંડુકબલા નામે શિલાની ઉપર અહંતસ્નાત્રને યોગ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશાના પતિ ઈન્દ્ર હર્ષ સહિત પ્રભુને પિતાના ઉત્સંગમાં લઈને બેઠા. - જે વખતે સૌધર્મેદ્ર મેરુપર્વત ઉપર આવ્યા તે જ વખતે મહાષા ઘંટાના નાદથી પ્રોધિત થયેલ અઠ્ઠાવીશ લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારેલા, ત્રિશલધારી. વૃષભના વાહનવાળા, ઈશાન કલ્પના અધિપતિ ઇશાને તેના પુષ્પક નામનાં આભિગિક દેવતાએ રચેલા પુષ્પક નામના વિમાનમાં બેસી, દક્ષિણ દિશાને રસ્તે ઈશાનકલ્પથી નીચે ઊતરી, તિચ્છ ચાલી, નંદીશ્વરદ્વીપે આવી, તે દ્વીપના ઈશાન ખૂણામાં રહેલા રતિકર પર્વત ઉપર સૌધર્મેદ્રની પેઠે પિતાનું વિમાન સંક્ષેપીને મેરુપર્વત ઉપર ભગવંતની સમીપે ભક્તિ સહિત આવ્યા. સનકુમાર ઈન્દ્ર પણ બાર લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારી સુમન નામના વિમાનમાં બેસીને આવ્યા. મહેંદ્ર નામના ઈન્દ્ર આઠ લાખ વિમાનવાસી દેવતાઓ સહિત શ્રીવત્સ નામના વિમાનમાં ' નામના ઇન્દ્ર ચાર લાખ વિમાનવાસી દેવતાઓ સાથે પરવરી નંદ્યાવર્ત નામના વિમાનમાં બેસી પ્રભુની પાસે આવ્યા. લાંતક નામે ઇન્દ્ર પચાસ હજાર વિમાનવાસીદે સાથે કામગવ નામના વિમાનમાં બેસી જિનેશ્વરની પાસે આવ્યા. શુક નામે ઈન્દ્ર ચાલીસ હજાર વિમાનવાસી દેવતાઓ સાથે પીતિગમ નામના વિમાનમાં બેસી મેરુપર્વત ઉપર આવ્યા. સહસાર નામે ઈન્દ્ર છ હજાર વિમાનવાસી દેવતાઓની સાથે મનોરમ નામના વિમાનમાં બેસી જિનેશ્વર પાસે આવ્યા. આનતપ્રાત દેવલોકના ઈન્દ્ર ચારશે વિમાનવાસી દેવેની સાથે પિતાના વિમલ નામના વિમાનમાં બેસીને આવ્યા અને આરણુટ્યુત દેવલોકના ઈન્દ્ર પણ ત્રણસેં વિમાનવાસી દેવેની સાથે પોતાના અતિ વેગવાળા સર્વતોભદ્ર નામના વિમાનમાં બેસીને આવ્યા.
તે જ વખતે રત્નપ્રભા પૃથ્વીના જાડાણાની અંદર નિવાસ કરનારા ભુવનપતિ અને વ્યંતરના ઈન્દ્રોનાં આસને કંપ્યાં. ચમચંચા નામની નગરીમાં સુધર્મા સભાની અંદર ચમાર નામના સિંહાસન ઉપર ચમરાસુર (ચમરેંદ્ર) બેઠો હતે, તેણે અવધિજ્ઞાનવડે ભગવાનને જન્મ જાણીને સર્વ દેવતાઓને જણાવવા માટે પોતાના ક્રમ નામના સેનાપતિ પાસે ઘધષા નામે ઘંટા વગડાવી. પછી પિતાના ચોસઠ હજાર સામાનિક દેવતાઓ, તેત્રીશ ત્રાયન્નિશક (ગુરુસ્થાનને યેગ્ય) દે, ચાર લેકપાળ, પાંચ અગમહિષીઓ, અભ્યતર-મધ્ય-આહા એ ત્રણ પર્ષદાના દે, સાત પ્રકારનું સૈન્ય, સાત સેનાપતિઓ અને
નખભા પૂવીનું ૧૮૦૦૦૦ જન જાડાપણું છે તેમાં તે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org