SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સૌધર્મેદ્રનું મેરુપર્વત પર આગમન. સગ ૨ જે રહ્યો છું અને ઈંદ્ર શીધ્રપણે ચાલ્યા જાય છે, માટે પરસ્પર અથડાવવાથી કે૫ કરે નહીં કેમકે પર્વના દિવસ સાંકડાં જ હોય છે. અર્થાત પર્વના દિવસોમાં ભીડ જ થા આ પ્રમાણે ઉત્સુકપણાથી ઇંદ્રની પછવાડે ચાલનાર સૌધર્મ દેવકના દેવતાઓને મેટો કોલાહલ થવા લાગ્યું. એ પ્રસંગે મોટા ઇવજપટવાળું તે પાલક વિમાન સમુદ્રના મધ્ય શિખરથી ઉતરતું જેમ નાવ શેભે તેમ આકાશમાંથી ઉતરતું શોભવા લાગ્યું. જાણે મેઘમંડલ પંક્તિ થયેલા સ્વર્ગને નમાડતું હોય તેમ વૃક્ષની મધ્યમાં ચાલનારા હસ્તીની જેમ નક્ષત્રચક્રની મધ્યમાં ચાલતું તે વિમાન આકાશમાં ગતિ કરતું કરતું વાયુના વેગથી અસંખ્ય દ્વીપસમુદ્રનું ઉલ્લંઘન કરીને નંદીશ્વરદ્વીપે આવ્યું. વિદ્વાન પુરુષ જેમ ગ્રંથને સંક્ષેપ કરે તેમ તે દ્વીપમાં દક્ષિણ પૂર્વના મધ્યભાગમાં આવેલા રતિકાર પર્વતની ઉપર ઇંદ્ર તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. ત્યાંથી આગળ કેટલાએક દ્વીપસમુદ્રને ઉલ્લંઘી તે વિમાનને અનુક્રમે તેથી પણ સંક્ષેપ કરતે ઈંદ્ર જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં આદિ તીર્થકરના જન્મભુવનને વિશે આવી પહોંચે. સૂર્ય જેમ મેરુપર્વતની પ્રદક્ષિણ કરે તેમ તેણે તે વિમાનથી પ્રભુના સૂતિકાગ્રહની પ્રદક્ષિણા કરી અને પછી ઘરના ખૂણામાં જેમ નિધિ સ્થાપન કરે તેમ ઈશાન ખૂણામાં તે વિમાનને સ્થાપન કર્યું. પછી મહામુનિ જેમ માનથી ઉતરે (માનને ત્યાગ કરે) તેમ વિમાનમાંથી ઉતરીને પ્રસન્ન મનવાળે શકેંદ્ર પ્રભુની પાસે આવ્યો. પ્રભુને જોતાં જ તે દેવાગ્રણીએ પ્રથમ પ્રણામ કર્યો, કેમકે “સ્વામીનું દર્શન થતાં પ્રણામ કરવા તે સ્વામીને પહેલી ભેટ છે.’ પછી માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીથી પ્રણામ કર્યા, કેમકે ભક્તિમાં પુનરૂત દોષ થતું નથી. દેવતાઓએ મસ્તક ઉપર અભિષિક્ત કરેલ તે ભક્તિમાન ઈદ્ર, મસ્તક ઉપર અંજલિ જેડી સ્વામિની મરુદેવાને આ પ્રમાણે કહેવા લાગ્યા–પિતાના ઉદરના રત્નરૂપ પુત્રને ધારણ કરનારા અને જગદીપકને પ્રસવનાર હે જગન્માતા ! હું તને નમસ્કાર કરું છું, તમે ધન્ય છે, તમે પુણ્યવંત છે અને તમે સફળ જન્મવાળા તથા ઉત્તમ લક્ષણોથી યુક્ત છે. ત્રણ ભુવનમાં પુત્રવાળી સ્ત્રીઓમાં તમે પવિત્ર છે, કારણ કે તમે ધર્મને ઉદ્ધાર કરવામાં અગ્રેસર અને આચ્છાદિત થયેલા મોક્ષમાગને પ્રગટ કરનાર ભગવાન આદિતીર્થકરને જન્મ આપે છે. હે દેવિ ! હું સૌધર્મ દેવલોકન ઇંદ્ર છું, તમારા પુત્ર અહ“તનો જન્મોત્સવ કરવાને હું અહીં આવેલું છું, માટે તમારે મારે ભય રાખવો નહીં.” એવી રીતે કહીને સુરપતિએ મરુદેવા માતા ઉપર અવસ્વાપનિકા નામની નિદ્રા નિર્માણ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ કરીને તેમના પાર્શ્વ ભાગમાં મૂકયું. પછી ઈંદ્ર પિતાનાં પાંચ રૂપ કર્યાકેમકે તેવી શક્તિવાળાએ અનેક રૂપે સ્વામીની ચેગ્ય ભક્તિ કરવામાં ઈચ્છાવાન હોય છે. તેમાંથી એક રૂપે ભગવંતની સમીપે આવી, પ્રણામ કરી, વિનયથી નમ્ર થઈ “હે ભગવન્! આજ્ઞા આપો” એમ કહી કલ્યાણકારી ભક્તિવાળા તેણે ગોશીષ ચંદનથી ચર્ચેલા પિતાના બે હાથથી જાણે મૂર્તિમાન કલ્યાણ હોય તેવા ભુવનેશ્વર ભગવાનને ગ્રહણ કર્યા. એક રૂપે જગતના તાપને નાશ કરવામાં છત્રરૂપ એવા જગત્પતિના મસ્તક ઉપર પૃષ્ઠ ભાગમાં રહી છત્ર ધર્યું. સ્વામીની બંને બાજુએ બાહુ દંડની પેઠે રહેલાં બે રૂપે સુંદર ચારે ધારણ કર્યા, અને એક રૂપે જાણે મુખ્ય દ્વારપાળ હોય તેમ વજ ધારણ કરીને ભગવાનની આગળ રહ્યો. જય જય શબ્દોથી આકાશને એક શબ્દમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy