SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ વરદામપતિનું વશ થવું. - સર્ગ ૪ થે. કરેલા તિલકની લક્ષમીને ચારનારા બાણને ભાથામાંથી કાઢીને ધનુષ ઉપર ચડાવ્યું. ચકરૂપ કરેલા ધનુષના મધ્ય ભાગમાં ધરીના ભ્રમને આપતા એવા તે બાણને મહારાજાએ કહ્યુંપયત ખેંચ્યું. કર્ણાત સુધી આવેલું તે બાણુ હું શું કરું ?' એમ વિજ્ઞતિ કરતું હોય એવું જણાવા લાગ્યું. પછી તેને વરદામપતિ તરફ વિરુષ્ટ કર્યું. આકાશમાં પ્રકાશ કરતા તે બાણને પર્વતેએ પડતા વજની ભ્રાંતિથી, સર્પોએ ઉપરથી પડતા ગરુડની બ્રાંતિથી અને સમુદ્ર બીજા વડવાનળની ભ્રાંતિથી ભય સહિત અવલોકયું. બાર જન ઉલ્લંઘન કરી તેને બાણ ઉલકાની પેઠે વરદામપતિની સભામાં પડયું. શત્રુએ મોકલેલ ઘાત કરનાર મનુષ્યની જેવા તે બાણને પડેલું જોઈ વરદામપતિ કેપ પામ્ય અને ઉદ્દેલ થયેલા સમુદ્રની પેઠે તે ઉદ્દબ્રાંત ભ્રકુટિમાં તરંગિત થઈ ઉત્કટ વાણીથી નીચે પ્રમાણે છે. અહો ! પગે સ્પર્શ કરીને આજે આ સુતેલા કેશરીસિંહને કણે જગાડ્યો ? આજે મૃત્યુએ કેનું પાનું ઉખેળ્યું? કુષ્ટિની પેઠે પિતાના જીવિતમાં આજે કેને વૈરાગ્ય ઉત્પન્ન થયે કે જેણે પિતાના સાહસથી મારી સભામાં આ બાણુ નાખ્યું. તે બાણ નાખનારને આ બાણથી જ હું મારું?” એમ કહી તેણે કેપ સહિત તે બાણ ગ્રહણ કર્યું. માગધપતિની પેઠે વરદામપતિએ પણ ચક્કીના બાણ ઉપરના પૂર્વોક્ત અક્ષરે જોયા એટલે નાગદમની ઔષધિથી સર્પ જેમ શાંત થાય તેમ તેવા અક્ષર વાંચી તત્કાળ તે શાંત થઈ ગયે અને બોલવા લાગ્ય–અહે દેડકે જેમ કૃષ્ણ સર્પને તમારો મારવાને ઉધત થાય, બાકડે જેમ પિતાનાં શીંગડાથી હાથીને પ્રહાર કરવાની ઈચ્છા કરે, હાથી જેમ પિતાના દાંતથી પર્વતને પાડવાની ધારણ કરે તેમ મેં મંદબુદ્ધિવાળાએ આ ભરતચક્રીની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા કરી.” તથાપિ હજી કાંઈ બગડયું નથી એમ ધારી તેણે પિતાના માણસને ઉપાયન (ભેટ) લાવવાની આજ્ઞા કરી. પછી બાણું અને અદ્ભુત ભેટે લઈ ઈંદ્ર જેમ ઋષભધ્વજ પાસે જાય તેમ તે ચક્રવતીની પાસે જવા ચાલ્યો. ત્યાં જઈ ચક્રવતીને નમસ્કાર કરીને કહ્યું –“હે પૃથ્વીના ઈદ્ર ! દૂતની જેમ તમારા બાણે બાલાવેલે હું આજે અહીં આ છું. આપ પિતે અહીં આવ્યા છતાં હું સામે આવ્યે નહીં તે મારે અણને દોષ આપ ક્ષમા કરે. અગતા દોષનું આચ્છાદન કરે છે. તે સ્વામિન ! શાંત પુરુષ જેમ આશ્રમ મેળવે અને તૃષિત પુરુષ જેમ પૂર્ણ સરોવર પ્રાપ્ત કરે તેમ સ્વામિરહિત એવા મેં આજે આપ જેવા સ્વામીને પ્રાપ્ત કર્યા છે. હે પૃથ્વીનાથ ! સમુદ્રમાં વેલંધર પર્વત રહે તેમ આજથી તમે સ્થાપિત કરેલો હું અહીં તમારી મર્યાદામાં રહીશ.' એમ કહી ભરપૂર ભક્તિવાળા તે વરદામપતિએ, જાણે આગળથી થાપણુ ૩૫ રાખ્યું હોય તેમ તે બાણ પાછું અપણ કર્યું'. જાણે સૂર્યની કાંતિથી જ ગૂંથેલ હોય તેવું પિતાની કાંતિથી દિશાના મુખને પ્રકાશિત કરતું એક રત્નમય કટીસૂત્ર અને જાણે યશને સમૂહ હોય તે ઘણા કાળથી સંચય કરેલો ઉજજવળ મુક્તારાશિ, તેણે ભરતપતિને ભેટ કર્યો, તેમજ જેની ઉજજવળ કાંતિ પ્રકાશી રહી છે એ અને જાણે રત્નાકરનું સર્વસ્વ હોય તે એક રત્નસમૂહ પણ અર્પણ કર્યો. આ સર્વ ગ્રહણ કરીને ચક્રીએ વરદામપતિને અનુગ્રહિત કર્યો અને જાણે પિતાને કીર્તિકર હોય તેમ તેને ત્યાં સ્થાપિત કર્યો. પછી વરદામપતિને કૃપાપૂર્વક બેલાવી-વિદાય કરી વિજયી ભરતેશ પિતાની છાવણીમાં આવ્યા. રથમાંથી ઉતરી, સ્નાન કરી રાજચંદ્ર પરિજન સાથે અષ્ટમ ભકતનું પારણું કર્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy