SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ મરુદેવા માતાએ જોયેલ ચૌદ સ્વ. સગ ૨ જે. વાળે, તેમજ સરલ પુછવાળ, સુવર્ણની ઘુઘરમાળવાળે અને જાણે વિદ્યુત સહિત શરદઋતુને મેઘ હોય તે વૃષભ જે. બીજે સ્વપ્ન ન વર્ણવાળે, કમથી ઊંચે, નિરતર ઝરતા મદની નદીથી રમણીય અને જાણે ચાલતો કૈલાસ પર્વત હોય તે ચાર દાંતવાળે હસ્તી છે. ત્રીજે સ્વને પીળા નેત્રવાળે, દીર્ઘ જિલ્લાવાળ, ચપલ કેશરાવાળે અને જાણે શૂરવીરને જયધ્વજ હોય તેમ પુછને ઉલાળતા કેશરીસિંહ દીઠો. ચેાથે સ્વપ્ન પર્વ જેવા લેનવાળી, પવમાં નિવાસ કરનારી અને દિગૂગજેન્દ્રોએ પિતાની શુદ્રોથી ઉપાડેલા પૂર્ણ કુંભેથી શોભતી લક્ષ્મીદેવી દીઠી. પાંચમે સ્વપ્ન નાના પ્રકારનાં દેવવૃક્ષોનાં પુથી ગુંથેલી, સરલ અને ધનુષ્યધારીએ આરહણ કરેલ ધનુષ્ય જેવી લાંબી પુષ્પમાળા દીઠી. છઠ્ઠઠે સ્વપ્ન જાણે પિતાના મુખનું પ્રતિબિંબ જ હોય તેવું, આનંદના કારણરૂપ અને કાંતિસમૂહથી જેણે દિશાઓને પ્રકાશિત કરેલી છે એવું ચંદ્રમંડળ દીઠું. સાતમે સ્વપ્ન રાત્રિને વિષે પણું તત્કાળ દિવસના ભ્રમને કરાવનાર, સર્વ અંધકારને નાશ કરનાર અને વિસ્તાર પામતી કાંતિવાળે સૂર્ય જે. આઠમે સ્વપ્ન ચપલ કાનવડે જેમ હસ્તી શોભે તેમ ઘુઘરીઓની પંકિતના ભારવાળી અને ચલાયમાન એવી પતાકાવડે શેભતે મહાવજ દીઠો. નવમે સ્વને વિકસિત કમળથી જેને મુખભાગ અચિત કરે છે એ, સમુદ્ર મંથન કરવાથી નીકળેલા સુધાકુંભ જે અને જળથી ભરેલે સુવર્ણને કલશ દીઠે. દશમે સ્વપ્ન જાણે આદિ અહંતની સ્તુતિ કરવાને અનેક મુખવાળું થયું હોય તેમ ભ્રમરોન ગુંજારવવાળા અનેક કમળોથી ભતું મહાન પદ્માકર જોયું. અગ્યારમે સ્વને પૃથ્વીમાં વિસ્તાર પામેલા શરદઋતુના મેઘની લીલાને ચોરનાર અને ઊંચા તરંગોના સમૂહથી ચિત્તને આનંદ આપનાર ક્ષીરનિધિ દીઠે. બારમે સ્વને જાણે ભગવાન દેવપણામાં તેમાં રહ્યા હતા તેથી પૂર્વના સ્નેહથી આવ્યું હોયની તેવું ઘણું કાંતિવાળું વિમાન દીઠું. તેરમે સ્વને જાણે કઈ કારણથી તારાઓનો સમૂહ એકત્ર થયો હોય તેવું અને એકત્ર થયેલી નિર્મળ કાંતિના સમૂહ જે રત્નકુંજ આકાશમાં રહેલે દીઠે. ચૌદમે સ્વને ત્રિલેક્સમાં રહેલા તેજસ્વી પદાર્થોનું જાણે પિંડીભૂત થયેલું હોય તે ( પ્રકાશમાન ) નિમઅગ્નિ મુખમાં પ્રવેશ કરતો દીઠો. રાત્રિના વિરામ સમયે, સ્વપ્નને અંતે વિકસ્વર મુખવાળી સ્વામિની મરુદેવા કમલિનીની પેઠે પ્રબોધ પામ્યા ( જાગૃત થયા ) અને તેમણે જણે પિતાના હૃદયની અંદર હક માતો ન હોય તેથી, તે સ્વપ્ન સંબંધી સર્વ વૃત્તાંત કોનલ અક્ષરોથી ઉદગાર કરતા હાય તેમ યથાર્થ નાભિરાજાને કહી સંભળાવ્યો. નાભિરાજાએ પોતાના સરલ સ્વભાવને અનુસરતી રીતે સ્વપ્નને વિચાર કરી “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે” એમ કહ્યું. તે સમયે સ્વામીની માત્ર કુલકરપણથી જ સંભાવના કરી એ અયુકત છે એમ ધારી જાણે કે પાયમાન થયા હોય તેમ ઇંદ્રના આસને કંપાયમાન થયા. અમારા આસન અસ્માત્ કેમ કંગા ? એ ઉપગ દેતાં, ભગવાનના ચ્યવનની હકીકત ઇંદ્રોના જાણવામાં આવી, એટલે તત્કાળ સંકેત કરેલા મિત્રની જેમ એકઠા થઈ સર્વ ઈદ્રો ભગવાનની માતાને સ્વમાર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી અંજલિ જેડી વૃત્તિકાર જેમ સૂત્રના અર્થને સ્કુટ કરે તેમ વિનયપૂર્વક સ્વપ્નાર્થને સ્કુટ કરવા લાગ્યા-“હે સ્વામિની! તમે સ્વપ્નામાં પ્રથમ વૃષભ જોયો તેથી તમારે પુત્ર મોહરૂપી પંકમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. ૧ પવાકર-પઘસરોવર. ૨ ક્ષીરસમુદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy