________________
પર્વ ૧ લું. પાંચમા, છઠ્ઠા અને સાતમા કુલકર
૫૩ પ્રમાણ શરીરને ધારણ કરનારા અને વિષ્ણુવત્ કાળમાં જેમ દિવસ ને રાત્રિ તુલ્ય હોય તેમ સરખી કાંતિવાળા થયા. તેમના પિતા અભિચંદ્ર મૃત્યુ પામીને ઉદધિકુમારમાં ઉત્પન્ન થયા અને પ્રતિરૂપા નાગકુમારમાં ઉત્પન્ન થઈ. પ્રસેનજિત પણ પોતાના પિતાની પેઠે સવા જુગલીઆને રાજા થયે, કેમકે મહાત્મા લોકેના પુત્રો ઘણું કરીને મહાત્મા જ થાય છે. કામાત્તજન જેમ લજજા અને મર્યાદાનું ઉલ્લંઘન કરે તેમ તે સમયના યુગલીઆઓ હાકાર અને માકાર નીતિનું પણ ઉલ્લંઘન કરવા લાગ્યા, ત્યારે પ્રસેનજિત્ અનાચારરૂપી મહાભૂતને ત્રાસ કરવામાં મંત્રાક્ષર જેવી ત્રીજી ધિક્કાર નીતિને ઉપયોગ કરવા લાગ્યા. પ્રગમાં કુશળ એવા તે પ્રસેનજિત, ત્રણ અંકુશથી જેમ હાથીને શિક્ષા કરે તેમ ત્રણ નીતિથી સર્વ યુગલીઆઓને શિક્ષા કરવા લાગ્યા. પછી કેટલેક કાળે તે ચુરમદંપતી ક્ષીણ આયુષ્યવાળા થયા, તેવામાં ચક્ષુ કાંતાએ સ્ત્રીપુરુષરૂપ યુગ્મને જન્મ આપે. સાડાપાંચશે ધનુષ પ્રમાણુ શરીરવાળા તેઓ, અનુક્રમે વૃક્ષ અને તેની છાંયડી પેઠે સાથે વધવ
અને તેની છાંયડી પેઠે સાથે વધવા લાગ્યા. તે બંને યુગ્મધમી મરુદેવ અને શ્રીકાંતા એવા નામથી આ લેકમાં ખ્યાતિ પામ્યા. સુવર્ણ જેવી કાંતિવાળા તે મરુદેવ, પિતાની પ્રિયંગુલતા સદશ વર્ણવાળી પ્રિયાવડે, નંદનવનમાં રહેલી વૃક્ષશ્રેણિથી કનકાચલ (મેરુ) શેભે તેમ શોભવા લાગ્યા. પ્રસેનજિત્ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને ચક્ષુકાંતા કાળ કરીને નાગકુમારમાં ગઈ. મરુદેવ સર્વ યુગલીઆઓને તે જ નીતિના ક્રમથી ઈંદ્ર જેમ દેવતાને શિક્ષા કરે તેમ શિક્ષા કરવા લાગ્યા. મરુદેવ અને શ્રીકાંતાના પ્રાંતકાળની વખતે તેમનાથી નાભિ અને મરૂદેવા એ નામનું યુગ્ય થયું. સવાપાંચશે ધનુષ પ્રમાણુ શરીરવાળા તેઓ ક્ષમા અને સંયમની પેઠે સાથે જ વૃદ્ધિ પામવા લાગ્યા. મરુદેવા પ્રિયંગુલતા જેવી કાંતિવાળી અને નાભિ સુવર્ણ જેવી કાંતિવાળા હતા, તેથી જાણે પિતાના માતાપિતાના પ્રતિબિંબ હોય તેવા તે શોભતા હતા. તે મહાત્માઓનું આયુષ્ય તેમના માતપિતા મરુદેવ અને શ્રીકાંતાના આયુષ્યથી કાંઈક ન્યૂન-સંખ્યાતા પૂર્વનું થયું. મરુદેવ કાળ કરીને દ્વીપકુમારમાં ઉત્પન્ન થયા અને શ્રીકાંતા પણ તે જ વખતે કાળ કરીને નાગકુમારમાં ઉત્પન્ન થઈ. તેઓના મૃત્યુ પામ્યા પછી નાભિરાજા યુગલીઆઓના સાતમા કુલકરર થયા. તે પણ પૂર્વોક્ત ત્રણ પ્રકારની નીતિવડે જ યુમધર્મી મનુષ્યોને શિક્ષા કરવા લાગ્યા.
ત્રીજા આરાના ચોરાશી લક્ષ પૂર્વ અને નવ્યાશી પક્ષ ( ત્રણ વર્ષ, સાડાઆઠ માસ ) બાકી રહ્યા હતા એવા સમયે આષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ આવતાં વજનાભને જીવ, તેત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવી, જેમ માનસ સરોવરથી ગંગાના તટમાં હંસ ઉતરે તેમ, નાભિ કુલકરની સ્ત્રી મરુદેવાના ઉદરમાં અવતર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા તે સમયે પ્રાણીમાત્રના દુઃખની ઉચછેદ થવાથી ત્રિલોકમાં સુખ થયું અને સર્વ સ્થાનકે મોટે ઉદ્યત થયે. જે રાત્રિએ દેવલોકમાંથી ચવીને પ્રભુ માતાના ઉદરમાં આવ્યા તે જ રાત્રિએ નિવાસભુવનમાં સૂતેલી મરુદેવાએ ચતુર્દશ મહાસ્વમો દીઠાં. તેમાં પ્રથમ સ્વને ઉજજવળ, પુષ્ટ સ્કંધ
૧ તુલા અને મેષ રાશિમાં જ્યારે સૂર્ય આવે ત્યારે તેને વિષુવત કાળ કહે છે. ૨ પહેલા વિમલવાહન, બીજા ચક્ષુષ્માન, ત્રીજા યશવી, ચેથા અભિચંદ્ર, પાંચમા પ્રસેનજિત, છઠ્ઠા ભરૂદેવ અને સાતમા નાભિ કલકર થયા. કલકર સંજ્ઞા યુગલીઆઓના રાજાને માટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org