SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. ઇંદ્ર મહારાજે કહેલ ચૌદ સ્વપ્નનું ફળ હે દેવિ ! હસ્તીના દર્શનથી તમારે પુત્ર મહંત પુરુષને પણ ગુરુ અને ઘણું બળના એક સ્થાનકરૂપ થશે. સિંહના દશનથી તમારે પુત્ર પુરુષમાં સિંહરૂપ, ધીર, નિર્ભય, શૂરવીર અને અસ્મલિત પરાકમવાળે થશે. હે દેવિ ! તમે સ્વપ્નમાં લહમીદેવી દીઠી તેથી સર્વ પુરુષમાં ઉત્તમ એ તમારે પુત્ર ત્રિલયની સામ્રાજ્યલક્ષમીને પતિ થશે. પુષ્પમાળા જોઈ તેથી તમારે પુત્ર પુણ્ય દર્શનવાળો થશે અને અખિલ જગત્ તેની આજ્ઞાને માળાની પેઠે મસ્તક ઉપર વહન કરશે. હે જગન્માતા ! તમે સ્વનામાં પૂર્ણ ચંદ્ર દીઠે તેથી તમારે પુત્ર મનહર અને નેત્રને આનંદ આપનાર થશે. સૂર્ય દીઠે તેથી તમારો પુત્ર મેહરૂપી અંધકારને નાશ કરી જગતમાં ઉદ્યોત કરનાર થશે અને મહાધ્વજ દીઠે તેથી તમારે આત્મજ આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળો ધર્મધ્વજ થશે. હે માતા ! તમે સ્વપ્નમાં પૂર્ણ કુંભ જે તેથી તમારો પુત્ર સર્વ અતિશનું પૂર્ણ પાત્ર થશે–અર્થાત્ સવ અતિશયયુકત થશે. પદ્મસરેવર જોયું તેથી તમારે સુત સંસારરૂપી અટવીમાં પડેલા મનુષ્યના ( પાપરૂપ) તાપને હરશે અને તમે સમુદ્ર જે છે તેથી તમારો પુત્ર અધૃષ્ય છતાં પણું તેમની સમીપે અવશ્ય જવા યોગ્ય થશે. હે દેવિ ! તમે સ્વમને વિષે ભુવનમાં અદ્ભુત એવું વિમાન જોયું તેથી તમારો પુત્ર વૈમાનિક દેવોથી પણું સેવાશે. સ્કુરિત કાંતિવાળો રત્નપુંજ જે છે તેથી તમારે તનય સર્વ ગુણરૂપ રત્નની ખાણ તુલ્ય થશે અને તમે તમારા મુખમાં પ્રવેશ કરતે જાજવલ્યમાન અગ્નિ જે છે તેથી તમારે પુત્ર અને તેજસ્વીઓના તેજને દૂર કરનારે થશે. હે સ્વામિનિ ! તમે ચૌદ સ્વપ્ન જોયાં છે તે એવું સૂચવે છે કે તમારે પુત્ર ચૌદ રાજલોકને સ્વામી થશે.” આવી રીતે સ્વપ્નાર્થ કહીને તેમજ મરુદેવા માતાને પ્રણામ કરીને સર્વ ઇદ્રો પોતપોતાને સ્થાનકે ગયા. સ્વામિની મરુદેવા પણ સ્વપ્નાથની વ્યાખ્યારૂપી સુધાવડે સિંચાયાથી, વરસાદના જળવડે સિંચાયાથી પૃથ્વી જેમ ઉલ્લાસ પામે તેમ ઉલ્લાસને પામ્યા. હવે સૂર્યથી જેમ મેઘમાળા શોભે, મુકતાફળથી જેમ છીપ શોભે અને સિંહથી જેમ પર્વતની ગુફા શોભે તેમ મહાદેવી મરુદેવા તે ગર્ભથી શોભવા લાગ્યાં. જો કે સ્વભાવથી જ તેઓ પ્રિયંગુલતા જેવા શ્યામ હતા, તે પણ શરદઋતુથી જેમ મેઘમાળા પાંડવણી થાય તેમ ગર્ભના પ્રભાવથી તેઓ પાંડુવર્ણવાળા થયા, જગના સ્વામી અમારા પયનું પાન કરશે એવા હર્ષથી જ જાણે હાયની તેમ તેમના સ્તને પુષ્ટ અને ઉન્નત જણાવા લાગ્યા. જાણે ભગવાનનું મુખ જેવાને અગાઉથી જ ઉત્કંઠિત થયાં હોય તેમ તેમના લેચન વિશેષ વિકાસ પામ્યા. તેમને નિતંબભાગ જે કે વિપુલ હતા, તે પણ વર્ષાકાળ વ્યતીત થયા પછી જેમ સરિતાના તટની ભૂમિ વિશાળ થાય તેમ વિશેષ વિશાળ થયે. તે મહાદેવીની સ્વભાવથી જ મંદ ગતિ હતી તે હવે મહાવસ્થાને પામેલા હસ્તીની પેઠે વિશેષ મંદ થઈ. પ્રાતઃકાળે જેમ વિદ્વાન માણસની બુદ્ધિ વૃદ્ધિ પામે અને ગ્રીષ્મઋતુમાં જેમ સમુદ્રની વેલા વૃદ્ધિ પામે તેમ ગર્ભના પ્રભાવથી તેમની લાવણ્યલક્ષમી વિશેષ વૃદ્ધિ પામવા લાગી. તેઓ ગેલેક્સના એકસારરૂપ ગર્ભને ધારણ કરતા હતા તે પણ તેમને કાંઈ ખેદ થતું નહોતું, કારણ કે ગર્ભવાસી અહં તેને એ પ્રભાવ હોય છે. પૃથ્વીના અંતરભાગમાં જેમ અંકુર વૃદ્ધિ પામે ૧ અહીં એ પણ અર્થ નીકળે છે કે મોટા વંશમાંસામાં સ્થાપન કરે એટલે એક હર જન ઉચા ધર્મધ્વજવાળે તે થશે. ૨ ન ધસારો કરી શકાય તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy