________________
પ૬
પરમાત્માને જન્મ.
સગ ૨ જે તેમ મરુદેવાના ઉદરમાં તે ગર્ભ ગુપ્ત રીતે ધીમે ધીમે વધવા લાગે. શીતળ જળમાં હિમકૃતિકા નાંખવાથી જેમ વિશેષ શીતળ થાય તેમ ગર્ભના પ્રભાવથી સ્વામિની મરુદેવા અધિક વિશ્વવત્સલ થયાં. ગર્ભમાં આવેલા ભગવાનના પ્રભાવથી, યુગ્મધમી લોકમાં નાભિરાજા પોતાના પિતાથી પણું અધિક માન્ય થઈ પડ્યા. શરદઋતુના ચોગથી જેમ ચંદ્રનાં કિરણે અધિક તેજવાળાં થાય તેમ સર્વ કલ્પવૃક્ષો વિશિષ્ટ પ્રભાવવાળાં થયાં. જગતમાં તિર્યંચ અને મનુષ્યનાં પરસ્પર વૈર શાંત થઈ ગયાં, કારણ કે વર્ષાકાળના આવવાથી સર્વ ઠેકાણે સંતાપ શાંત થઈ જાય છે.
એ પ્રમાણે નવ માસ અને સાડાઆઠ દિવસે વ્યતીત થયા પછી ચૈત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે અર્ધરાત્રે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનકમાં આવ્યા હતા અને ચંદ્રને યોગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો ત્યારે મહાદેવી મરુદેવાએ યુગલધમી પુત્રને સુખે કીને પ્રસવ્યો. તે વખતે જાણે હર્ષ પામી હોય તેમ દિશાઓ પ્રસન્ન થઈ અને સ્વર્ગ દેવતાઓની પેઠે લોકો ઘણા હર્ષથી ક્રીડામાં તત્પર થયા. ઉ૫પાદર શય્યામાં ઉત્પન્ન થયેલા દેવતાઓની જેમ જરાયુ (એર) અને રુધિર વગેરે કલંકથી વજિત ભગવાન અતિશય શોભવા લાગ્યા. તે સમયે જગતનાં નેત્રોને ચમત્કાર પમાડનાર અને અંધકારને નાશ કરનાર-વિદ્યુતના પ્રકાશની જે-ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો. કિંકરેએ નહીં વગાડયા છતાં પણ મેઘના જેવા ગંભીર શબ્દવાળા દુંદુભિ આકાશમાં વાગવા લાગ્યા, તેથી જાણે સ્વર્ગ પિતે જ હર્ષથી ગર્જના કરતું હોય તેમ જણાવા લાગ્યું. તે વખતે ક્ષણવાર નારકીઓને પણ પૂર્વ નહીં પ્રાપ્ત થયેલું એવું સુખ થયું, તે તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓને સુખ થાય તેમાં તે શું કહેવું ! ભૂમિ ઉપર મંદ મંદ પ્રસરતા પવનેએ સેવકેની પેઠે પૃથ્વીની રજ દૂર કરવા માંડી. મે ચેલક્ષેપની જેમ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા, તેથી અંદર બીજ વાવેલાની જેમ પૃથ્વી ઉચ્છવાસ લેવા લાગી.
એ સમયે પિતાનાં આસન ચલાયમાન થવાથી-ગંકરા, ભોગવતી, સુભાગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતાએ નામની આઠ દિકકુમારીઓ તત્કાળ અલકમાંથી ભગવાનના સૂતિકાગ્રહ પ્રત્યે આવી. આદિ તીર્થકર અને તીર્થકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ વંદના કરીને તેઓ આ પ્રમાણે કહેવા લાગી–હે જગન્માતા ! હે જગદીપકને પ્રસવનારા દેવિ ! અમે તમને નમસ્કાર કરીએ છીએ; અમે અલોકમાં નિવાસ કરનારી આઠ દિકકુમારીઓ પવિત્ર એવા તીર્થકરના જન્મને અવધિજ્ઞાનવડે જાણીને, તેમના પ્રભાવથી તેમનો મહિમા કરવાને માટે અહીંયાં આવી છીએ, તેથી તમે અમારાથી ભય પામશે નહીં. એમ કહી ઈશાન કેણમાં રહેલી તેઓએ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર સ્તંભવાળું સૂતિકાગ્રહ રચ્યું. પછી સંવત્ત નામના વાયુથી સૂતિકાગ્રહની ચોતરફ એક યોજન સુધી કાંકરા અને કાંટા દૂર કરી, સંવર્ણવાયુને સંહરી, ભગવાનને પ્રણામ કરી ગીત ગાતી તેમની નજીક ઊભી રહી.
તેવી જ રીતે આસનના કંપવાવડે પ્રભુને જન્મ જાણી, મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તેયધારા, વિચિત્રા, વારિણું અને બલાહકા નામની
૧ બરફ. ૨ દેવતાઓને ઉત્પન્ન થવાની શકયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org