________________
આ પ૭
પર્વ ૧ લું.
દિશાકુમારીઓએ કરેલ જન્મોત્સવ. મેરુપર્વત ઉપર રહેનારી આઠ ઊર્વલકવાસી દિકકુમારિકાઓ ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાની નમસ્કારપૂર્વક સ્તુતિ કરી. તેઓએ ભાદ્રપદ માસની પેઠે તત્કાળ આકાશમાં અભ્રપટ (વાદળ) વિકૃત કર્યું (ઍ). તે વાદળવડે સુધી જળની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની તરફ એક જન સુધી ચંદ્રિકા જેમ અંધકારની પંકિતને નાશ કરે તેમ રજને નાશ કર્યો. જાનુપ્રમાણુ પંચવણ પુષ્પોની વૃષ્ટિથી જાણે જાતજાતનાં ચિત્રોવાળી હોય તેમ પૃથ્વીને શોભીતી કરી અને પછી તીર્થકરના નિર્મળ ગુણેનું ગાન કરતી તથા હર્ષના ઉત્કર્ષથી શેભતી તેઓ પિતાને ઉચિત સ્થાને ઊભી રહી. - પૂર્વ રૂચકાઢિ ઉપર રહેનારી નંદા, દેત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિશાકુમારીઓ પણ જાણે મનની સાથે સ્પર્ધા કરનારાં હોય તેવાં વેગવાળાં વિમાનમાં બેસી ત્યાં આવી. સ્વામીને તથા મરુદેવા માતાને નમસ્કાર કરી, પૂર્વની પેઠે કહીને, પિતાનાં હાથમાં દર્પણે રાખી માંગલિક ગીત ગાતી ગાતી તેઓ પૂર્વ દિશા તરફ ઊભી રહી.
દક્ષિણ ચકાદ્રિ પર રહેનારી સમાહારા, સુરદત્તા, સુમબુધ્ધા, યશોધરા, લક્ષમી. હતી, પવતી, ચિત્રગમા અને વસુંધરા નામની આઠ દિકકમારિકાઓ જાણે પ્રમોદે પ્રેરેલી હોય તેમ પ્રમાદ પામતી ત્યાં આવી પ્રથમની દિકકુમારિકાઓની જેમ જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી, કાર્ય નિવેદન કરી, હાથમાં કળશ ધારણ કરી, દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી.
પશ્ચિમચક પર્વત પર રહેનારી ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા અનવમિકા, ભદ્રા અને અશાકા નામની આઠ દિકુમારિકાઓ, જાણે ભકિતથી એક બીજીને જય કરવાને ઈચ્છતી હોય તેમ ત્વરાથી ત્યાં આવી અને પૂર્વની પેઠે ભગવાનને તથા માતાને નમી, વિજ્ઞપ્તિ કરી, હાથમાં પંખા ધારણ કરી ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી.
ઉત્તર રૂચક પર્વતથી અલંબુસા, મિશ્રકેશી, પુંડરીકા, વાણી, વાસા, સર્વ. પ્રભા, શ્રી અને હી નામની આઠ કુમારિકાઓ, જાણે રથરૂપ થયેલા વાયુવડે આવે તેમ આભિગિક દેવતાઓની સાથે વેગથી ત્યાં આવી અને ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી, પિતાનું કાર્ય વિદિત કરી, હાથમાં ચામર ગ્રહણ કરી, ગાયના કરતી ઉત્તર દિશામાં ઊભી રહી.
વિદિશામાં રહેલા સુચક પર્વતથી ચીત્રા, ચીત્રકનકી, સતેરા અને સવામણી નામની ચાર દિકુમારિકાઓ પણ આવી અને પૂર્વવત્ જિનેશ્વરને તથા માતાને નમન કરો. પિતાનું કાર્ય વિદિત કરી, હાથમાં દીપક રાખી ઈશાન વિગેરે વિદિશાઓમાં ગાતી ઊભી રહી.
રચકદ્વીપથી રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી નામની ચાર દિકકુમારિકાઓ પણ તત્કાળ ત્યાં આવી. તેઓએ ભગવાનના નાભિનાલને ચાર અંગુલ રાખી છેદન કર્યું.
૧ જાનુડીંચણ. ૨ ચક નામના તેરમા કપમાં ચારે દિશાઓમાં નવા ચારે વિદિશાઓમાં પર્વ છે, તેમાંના પૂર્વ દિશાના પર્વત ઉપર રહેનારી–એ પ્રમાણે બીજી દિશા તથા વિદિશાઓ માટે સમજવું. A - 8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org