________________
૫૮
દિશાકુમારીઓએ કરેલ જન્મોત્સવ. સગ ૨ જે. પછી ત્યાં એક ખાડો ખેદી તેમાં તે નિશ્ચિત કરી ખાડાને રત્ન અને વોથી પૂરી દીધા અને તેના ઉપર દુર્વા(ધ્રો)થી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતાં પૂર્વ, દક્ષિણ અને ઉત્તરમાં તેઓએ લક્ષમીના ગૃહરૂ૫ ત્રણ કદલીગ્રહ કર્યો. તે દરેક ગૃહમાં તેઓએ વિમાનમાં હોય તેવા વિશાળ અને સિંહાસનથી ભૂષિત ચતુશાલ (ચાક) રચા. પછી જિનેશ્વરને પોતાની હસ્તાંજલિમાં લઈ, જિનમાતાને ચતુર દાસીની પેઠે હાથને ટેકે આપી, તેઓ દક્ષિણ ચતુશાલમાં લઈ ગઈ. ત્યાં બંનેને સિંહાસન ઉપર બેસારીને, વૃદ્ધ મર્દન કરનારી સ્ત્રીની જેમ તેઓ સુગધી લક્ષપાક તલથી અભંગન કરવા લાગી. તેના અમંદ આમેદની ખુશબેથી દિશાઓને પ્રમુદિત કરી, દિવ્ય ઉદ્વર્તનથી તેઓએ બંનેને ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના ચતુશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસારી પોતાના મનના જેવા નિર્મળ ઉદકથી બંનેને તેઓએ સ્નાન કરાવ્યું. સુગધી કાષાય વસ્ત્રવડે તેમનાં અંગ લુંછીને ગોશીષ ચંદનના રસથી તેમને ચચિત કર્યા અને બંનેને દિવ્ય વસ્ત્રો તથા વિદ્યુતના ઉદ્યોત જેવા વિચિત્ર આભરણે પહેરાવ્યાં. પછી ભગવાન અને ભગવાનની માતાને ઉત્તર ચતુશાલમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ક્ષુદ્ર હિમવંત પર્વતથી ગોશીષ ચંદનના કાષ્ટ જલ્દી મંગાવ્યાં. અરણના બે કાણથી અગ્નિ ઉત્પન્ન કરી, હોમવા યોગ્ય કરેલા ગશીર્ષ ચંદનના કાઝથી તેઓએ હેમ કર્યો. તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓએ રક્ષાપોટલી કરી બંનેને હાથે બાંધી. તેઓ (પ્રભુ અને માતા) મોટા મહિમાવાળા હતાં તે પણ એ તે દિકુમારિઓને ભક્તિકમ છે. પછી તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ” એવું પ્રભુના કાનમાં કહી પાષાણના બે ગેળાનું તેઓએ આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને સૂતિકાભુવનમાં શમ્યા ઉપર સવારી તેઓ મંગલિક ગીત ગાવા લાગી.
હવે સૂતિકર્મ કરીને દિકુમારિકાઓ સ્વસ્થાનકે ગઈ તે સમયે લગ્નવેળાએ જેમ સર્વ વાજીંત્રો એક સાથે વાગે તેમ સ્વર્ગમાં શાશ્વત ઘટાઓને એક સાથે ઊંચા અવનિ થ, અને પર્વતના શિખરની પેઠે અચળ એવાં ઈન્દ્રોનાં આસને, સંજમવડે હદય કપે તેમ કંપાયમાન થયાં. તે વખતે સૌધર્મ દેવકના પતિ સૌધર્મેદ્રનાં નેત્રો કપના આપથી લાલ થઈ ગયાં. લલાટપટ ઉપર ભ્રકુટી ચડાવવાથી તેમનું મુખ વિકરાળ થયું. જાણે અંદરના ક્રોધરૂપ વહિની શિખા હોય તેવા તેના અધર ફરકવા લાગ્યા, જાણે આસનને સ્થિર કરવાનું હોય તેમ એક પગ ઊંચો કરવા લાગ્યા અને “આજે યમરાજે કેને કાગળ મોકલ્યો છે” એમ બોલી પિતાના શૂરાતનરૂપ અગ્નિને વાયુ સમાન વજ ગ્રહણ કરવાની ઈચ્છા કરી. એવી રીતે ક્રોધ પામેલા કેશરી જેવા ઈન્દ્રને જોઈ, જાણે મૂર્તિમાન માન હોય તેવા સેનાપતિએ આવી વિજ્ઞપ્તિ કરી–હ સ્વામિ ! આપને મારા જે પદાતિ છતાં શામાટે આપ પોતે જ આવેશમાં આવે છે ? હે સ્વગપતિ ! આજ્ઞા કરે કે ક્યા આપના શત્રુનું હું મથન કરું ?” તે ક્ષણે પિતાના મનનું સમાધાન કરી અવધિજ્ઞાનથી ઈન્ડે જોયું તો આદિપ્રભુને જન્મ તેમના જાણવામાં આવ્યો. હર્ષથી તત્કાળ તેમના કૌધને વેગ ગળી ગયે અને વૃષ્ટિથી શાંત થયેલા દાવાનળવાળા પર્વતની જેમ ઈન્દ્ર શાંત થઈ ગયા. “મને ધિક્કાર છે કે મેં આવું ચિંતવ્યું, મારું મિથ્યા દુષ્કૃત થાઓ.” એમ બોલી તેણે ઈન્દ્રાસનને ત્યાગ કર્યો. સાત આઠ પગલાં ભગવંતની સન્મુખ ચાલી, જાણે બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org