________________
પર્વ ૧ લું
સૌધર્મે કરેલ સ્તુતિ. રત્નમુકુટની લક્ષમીને આપનાર હોય તેવી કરાંજલિ મસ્તકે સ્થાપન કરી, જાનુ અને મસ્તક કમલથી પૃથ્વીને સ્પર્શ કરવાવડે પ્રભુને નમસ્કાર કરી, જેમાંચિત થઈ તેણે ભગવંતની આ પ્રમાણે સ્તુતિ કરી—“હે તીર્થકર! હે જગતને સનાથ કરનારા ! હે કૃપારસના સમુદ્ર ! હે નાભિનંદન ! તમને નમસ્કાર કરું છું. હે નાથ ! નંદનાદિક ત્રણ ઉદ્યાનથી જેમ મેરુ પર્વત શેભે છે તેમ મતિ વગેરે ત્રણ જ્ઞાન સહિત ઉપજવાથી તમે શેભે છે. હે દેવ ! આજે આ ભરતક્ષેત્ર સ્વગથી પણ વિશેષ શોભે છે; કેમકે રૈલોકયના મુગટરત્ન સમાન તમે તેને અલંકૃત કર્યું છે. હે જગન્નાથ ! જન્મકલ્યાણકના મહત્સવથી પવિત્ર થયેલ આજને દિવસ સંસારમાં રહું ત્યાં સુધી તમારી પેઠે વંદન કરવાને ગ્ય છે, આ તમારા જન્મના પર્વથી આજે નારકીઓને પણ સુખ થયું છે. કેમકે અહં તેને ઉદય કેના સંતાપને હરનારો ન થાય? આ જ બુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં નિધાનની પેઠે ધર્મ નષ્ટ થઈ ગયેલ છે, તેને તમારી આજ્ઞારૂપી બીજથી પાછે પ્રગટ કરે. હે ભગવન ! તમારા ચરણને પ્રાપ્ત કરીને હવે કાણુ સંસારને તરશે નહીં? કેમકે નાવના યોગવડે લોઢું પણ સમુદ્રના પારને પામે છે. હે ભગવન! વૃક્ષ વિનાના દેશમાં જેમ કલ્પવૃક્ષ ઉત્પન્ન થાય અને મરુદેશમાં જેમ નદીને પ્રવાહ પ્રગટ થાય તેમ તમે આ ભરતક્ષેત્રમાં લોકોના પુણ્યથી અવતરેલા છે.”
એવી રીતે પ્રથમ દેવલોકના ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરીને પિતાના સેનાધિપતિ નેગેમિલી નામના દેવને આજ્ઞા કરી કે-હે સેનાપતિ ! જમ્બુદ્વીપના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના મધ્ય ભૂમિભાગમાં લહમીના નિધિરૂપ નાભિ કુલકરની પત્ની મરુદેવાના ઉદરથી પ્રથમ તીર્થકર પુત્રપણે અવતર્યા છે, તેમના જન્મસ્નાત્રને માટે સર્વ દેવતાઓને બેલા.” એ પ્રમાણે ઈન્દ્રની આજ્ઞા શ્રવણ કરી તેણે એક એજનના વિસ્તારવાળી અને અદૂભુત વનિવાળી સુઘોષા નામની ઘંટા ત્રણ વખત વગાડી. મુખ્ય ગાનારની પાછળ જેમ બીજાઓ ગાયન કરે તેમ તે સુષા ઘંટાને અવાજ થતાં, બીજા સર્વ વિમાનોની ઘંટાએ તેની સાથે જ શબ્દ કરવા લાગી. કુલપુત્રવડે જેમ ઉત્તમ કુળ વૃદ્ધિ પામે તેમ તે સર્વ ઘંટા. ઓનો શબ્દ, દિશાઓના મુખમાં થયેલા શબ્દરૂપ તેના પડછંદાથી વૃદ્ધિ પામ્યા. બત્રીશ લાખ વિમાનમાં ઉછળતે શબ્દ તાળવાની જેમ અનુરણનરૂપ થઈ વૃદ્ધિ પામે. દેવતાઓ પ્રમાદમાં આસકત હતા તેઓ આ શબ્દથી મૂચ્છ પામી ગયાઅને “આ શું હશે ? એમ સંજમ પામી સાવધાન થવા લાગ્યા. એ રીતે સાવધાન થયેલા દેને ઉદ્દેશીને ઈન્દ્રના સેનાપતિએ મેઘના નિર્દોષ જેવા ગંભીર શબ્દવડે આ પ્રમાણે કહ્યું- ભે દેવતાઓ ! સર્વને અનુસંધ્ય શાસનવાળા ઇંદ્ર, દેવી વિગેરે પરિવાર સહિત તમને આજ્ઞા કરે છે કેજંબુદ્વીપના દક્ષિણ ભરતખંડની મધ્યમાં કુલકર એવા નાભિરાજાના કુળને વિષે આદિ તીર્થકર ઉત્પન્ન થયા છે, તેમના જન્મકલ્યાણકનો મહોત્સવ કરવાની ઈચ્છાથી તમે સૌ મારી પેઠે જવાની ઉતાવળ કરે; કારણ કે એ સમાન બીજું કઈ ઉત્કૃષ્ટ કાર્ય નથી.” સેનાપતિનાં એવાં વચન સાંભળી, મૃગલાઓ જેમ વાયુની સન્મુખ વેગથી ચાલે તેમ કેટલાએક દેવતાઓ ભગવંત ઉપરના રાગથી તત્કાળ ચાલ્યા; ચમકપાષાણુથી જેમ લેઢાનું આકર્ષણ થાય તેમ કેટલાએક દેવતા ઈન્દ્રની આજ્ઞાથી ખેંચાઈને ચાલ્યા; નદીઓના વેગથી
૧ નંદન, સોમનસ અને પાંડુક. ૨ આ ઘંટનાદની હકીકત અન્યત્ર આવતી નથી. આસનકંપ જ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org