SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મોત્સવ માટે સૌધર્મેદ્રની તૈયારી. સગ ૨ છે. જેમ જલજંતુઓ છેડે તેમ કેટલાએક દેવતાઓએ પિતાની સ્ત્રીઓએ ઉલ્લાસ પમાડવાથી ચાલ્યા અને પવનના આકર્ષણથી જેમ ગંધ ચાલે (પ્રસરે) તેમ કેટલાએક દેવતાઓ પિતાના મિત્રોથી આકૃષ્ટ થઈને ચાલ્યા. એ પ્રમાણે પોતાનાં સુંદર વિમાનથી અને બીજા વાહનથી જાણે બીજું સ્વર્ગ હોય તેમ આકાશને શોભાવતા તેઓ ઈન્દ્રની પાસે આવ્યા. તે વખતે પાલક નામના આભિયોગિક દેવને સુરપતિએ એક અસંભાવ્ય અને અપ્રતિમ વિમાન રચવાની આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા પાળનાર તે દેવે તત્કાળ ઈચ્છાનુગામી વિમાન રચ્યું. તે વિમાન હજારે રત્નસ્તંભનાં કિરણના સમૂહથી આકાશને પવિત્ર કરતું હતું અને ગવાક્ષેથી નેત્રવાળું હોય, દીર્ઘ ધ્વજાઓથી જાણે ભુજાવાળું હોય, વેદિકાઓથી જાણે દાંતવાળું હોય તથા સુવર્ણકભાથી જાણે પુલકિત થયું હોય તેવું જણાતું હતું. તે પાંચશે જન ઊંચું હતું અને એક લાખ યોજન વિસ્તારમાં હતું. તે વિમાનને કાંતિથી તરંગવાળી ત્રણ પાન પંકિતઓ હતી. તે હિમવંત પર્વત ઉપર જેમ નદીઓ હોય તેવી જણાતી હતી. તે સપાનપંડિતની આગળ ઈન્દ્રધનુષ્યની શોભાને ધારણ કરનારા–વિવિધ વર્ણવાળાં રત્નોનાં તોરણનાં ત્રીક આવેલાં હતાં. તે વિમાનની અંદર ચંદ્રબિંબ, દર્પણ, આલિંગી, મૃદંગ અને ઉત્તમ દીપિકાની પેઠે સરખી અને ચોરસ ભૂમિઓ શોભતી હતી. તે ભૂમિ ઉપર સ્થાપન કરેલી રત્નમય શિલાઓ, અવિરલ એવાં ઘણું કિરવડે, જાણે ભીંતેનાં ચિત્ર ઉપર જવનીકાની શેભાને ધારણ કરતી હોય તેવી જણાતી હતી. તેના મધ્યભાગમાં અપ્સરા જેવી પુતળીઓથી વિભૂષિત થયેલ-રત્નચિત પ્રેક્ષામંડપ હતો અને તેની અંદર જાણે વિકસિત કમલની કણિકા હોય તેવી સુંદર માણિજ્યની એક પીઠિકા હતી. તે પીઠિકા વિસ્તારમાં અને લંબાઈમાં આઠ જન હતી અને જાડપણે ચાર યોજન હતી. જાણે ઈન્દ્રની લહમીની શમ્યા હોય તેવી તે જતી હતી. તેની ઉપર જાણે સર્વ તેજના સારને પિંડ કરીને બનાવ્યું હોય એવું એક સિંહાસન હતું. તે સિંહાસનની ઉપર અપૂર્વ ભાવાળું, વિચિત્ર રત્નોથી જડેલું અને પિતાના કિરણોથી આકાશને શ્રાપ્ત કરનારું એક વિજયવસ્ત્ર દીપતું હતું. તેના મધ્યમાં હાથીના કર્ણમાં હોય તેવું એક વજકુશ અને લક્ષ્મીને ક્રીડા કરવાના હિંડોળા જેવી કુંભિક જાતના મોતીના માળા શોભતી હતી અને તે મુક્તાદામની આસપાસ જાણે ગંગા નદીના અંતર હોય તેવી–તેના કરતાં અર્ધ વિસ્તારવાળી અદ્ધકુંભિક મોતીની માળાઓ શોભી રહી હતી. સ્પર્શ સુખના લેભથી જાણે સ્કૂલના પામેલ હોય તેવા મંદ ગતિવાળા પૂર્વ દિશાઓના વાયુથી તે માળાઓ મંદ મંદ ડોલતી હતી. તેની અંદર સંચાર કરતો પવન શ્રવણને સુખ આપે એવા શબ્દ કરતા હતા, તેથી જાણે પ્રિય બોલનારની જેમ ઇન્દ્ર યશનું ગાન કરતો હોય તે તે જણાતું હતું. તે સિંહાસનને આશ્રયીને વાયવ્ય અને ઉત્તર દિશાના મધ્યમાં તથા ઉત્તર અને પૂર્વ દિશાના મધ્યમાં, જાણે સ્વર્ગલમીના મુગટ હોય તેવા ચોરાશી હજાર સામાનિક દેવતાઓના ચોરાશી હજાર ભદ્રાસને રચ્યાં હતાં; પૂર્વ દિશામાં આઠ અગ્રમહિલી (ઈન્દ્રાણીએ)નાં આઠ આસને હતું, તે જાણે સહોદર હોય તેમ સદશ આકારે શોભતાં હતાં; દક્ષિણ પૂર્વના મધ્યમાં અત્યંતર સભાના સભાસદના બાર હજાર ભદ્રાસને હતાં, દક્ષિણમાં મધ્ય સભાના સભાસદ એવા ચૌદ હજાર દેવતાઓના ૧ પગથીઆની. ૨ ગંગા, સિંધુ અને રેહિરાચા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy