SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાણકથાઓ તરફ વધુ પ્રીતિ હેવાનું મુખ્ય કારણ એ કે સાહિત્ય લેહુદયમાં, ધમધ, આસ્થા અને સદાચાર જેવાં જીવનમૂલ્યની, કથાસના માધ્યમ દ્વારા પ્રતિષ્ઠા કરી શકે છે, અને સાથે સાથે તેનામાં સાહિત્યિક ગુણવત્તા તે ભરપૂર હોય જ. અર્થાત્, લેઓને સાહિત્યરસ જેનાથી જળવાઈ રહે અને વળી જીવનઘડતરના પાઠ પણ શીખવાડે તેવું સાહિત્ય તે લેકમેગ્ય સાહિત્ય, એવું તારવીએ તે તે કાંઈ ખોટું નહિ ગણાય. પ્રસ્તુત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર મહાકાવ્ય પણ, પુરાણકથાસાહિત્યની આવી સઘળી વિશેષતાઓ ધરાવતું મહાકાવ્ય છે. અને તેથી તે વિગ્ય હવાની જેમ જ લેકગ્ય પણ બની રહે છે. આ મહાકાવ્યની લોકમેગ્યતાને સબળ પુરાવો એ જ કે તેની રચના થયા પછી તે વ્યાપકપણે વંચાતું-ભણતું–લખાતું-છપાતું રહ્યું છે. આ મહાકાવ્યનું ગદ્યમાં પણ બે બે વખત રૂપાંતર થયું છે. અને આ મહાકાવ્યના ગુજરાતી-હિંદી-અંગ્રેજી અનુવાદો તેમ જ આ ગ્રંથના પ્રાકૃત ગદ્યાત્મક રૂપાંતર પણ થયેલ છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદ દાયકાઓ અગાઉ શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના આશ્રયે શ્રાવક પંડિત શ્રી કુંવરજી આણંદજી જેવા પ્રકાંડ ધર્મજ્ઞ પુરુષે કર્યો છે. અને દાયકાઓથી આ અનુવાદ વારંવાર છપાતો રહ્યો છે અને જિજ્ઞાસુઓ તેને સતત બહેળે ઉગ કરતા જ રહ્યા છે. અનેક વખત છપાયા છતાં વધુ એક વખત આ અનુવાદ છપાય છે તે જ તેની લેકભોગ્યતા અને કપ્રિયતાને ઉત્તમ પુરાવે છે. આ અનુવાદના પુનઃ પ્રકાશન દ્વારા શ્રી હેમચન્દ્રાચાર્યની પ્રતિભાને અંજલિ આપવાના પ્રકાશકના પ્રયાસને અભિનંદન આપવા સાથે વિરમું છું. શીલચન્દ્ર વિજય સં. ૨૦૪૬, માગશર વદિ ૭, તા. ૧૯-૧૨-'૮૯, ગોધરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy