SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રસ્તાવના. ? પ્રસ્તાવના, જૈન પુસ્તકમાં જે જ્ઞાન ભંડાર સમાયેલો છે તેના ચાર વિભાગે કરવામાં આવ્યા છે. વ્યાનું ગ, કથાનુયોગ, ગણિતાનુગ અને ચરણકરણાનુયોગ. દ્રવ્યાનુયોગમાં ફિલોસોફી એટલે વસ્તુવરૂપનું જ્ઞાન આવી જાય છે. જીવ સંબંધી વિચાર, ષટદ્રવ્ય સંબંધી વિચાર, કર્મ સંબંધી વિચાર અને ટૂંકામાં કહીએ તો સર્વ વરતુઓની ઉત્પત્તિ, રિથતિ, નાશ વિગેરેનો તાત્ત્વિક બોધ-એને આ વર્ગમાં સમાવેશ થાય છે. આ અનુયોગ બહુ કઠીન છે અને તેને સરલ કરવાના ઉપાયો આચાર્યોએ જ્યા છે. આ અનુયોગમાં અતીન્દ્રિય વિષયોનો સમાવેશ થઈ જાય છે, અને તેથી તેનું રહસ્ય સમજવામાં મુશ્કેલી પડે એ તદ્દન સ્વાભાવિક છે. ત્યારપછી કથાનુયોગ આવે છે. આ જ્ઞાનનિધિમાં મહાત્મા પુરુષોનાં જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ–પ્રસાદી ચખાડવામાં આવે છે. ત્રીજા અનુયોગમાં ગણિતને વિષય આવે છે. તેમાં ગણતરીનો વિષય એટલે ક્ષેત્રનું પ્રમાણ, જ્યોતિષચક્રનું વર્ણન ઈત્યાદિ અનેક હકીકતો આવે છે તેમજ આઠ પ્રકારના ગણિતને પણ તેમાં સમાવેશ કરે છે. ચોથા અનુગમાં ચરણસીત્તરી અને કરણસીત્તરીનું વર્ણન અને તત્સંબંધી વિધિ વિગેરે બતાવેલ છે. આ ચાર અનુયાગ પર સૂત્રો અને અનેક ગ્રંથ લખાયા છે તેમાંથી ઘણુંનો નાશ થયો છે, છતાં પણ હજુ ઘણા જૈન ગ્રંથો વિદ્યમાન છે અને તે સર્વમાં એક અથવા તેથી વધારે અનુગ પર વિવેચન કરવામાં આવેલું હોય છે. અમે અત્રે પ્રયાસ કરી જે ભાષાંતર બહાર પાડ્યું છે તે ગ્રંથ ચરિતાનુયોગને છે. ચરિતાનુયોગથી લાભ એ છે કે—–તે સાધારણ વ્યક્તિ અને વિદ્વાન સર્વને એકસરખો લાભ કરી શકે છે. સર્વ મનુષ્યોનું બુદ્ધિબળ સરખું કામ કરી શકતું નથી. અને ખાસ કરીને દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયમાં તે તદ્દન સામાન્ય બુદ્ધિ બહુ ઓછું કામ કરી શકે છે. અવકન કરનારાઓને જણાયું હશે કે જ્યારે ધાર્મિક ઊંડા સવાલો પર વ્યાખ્યાનો ચાલે છે ત્યારે કેટલાક બગાસાં ખાય છે. પણ કથાના વિષય પર સર્વત એક સરખો આનંદ આવે છે. એટલું જ નહિ પણ તે જ કથા ઘણુ રસથી યાદ રાખી સાંજના ઘરનાં માણસોને, પાડોશીને અથવા દેવમંદિરમાં બીજાઓને સંભળાવવામાં આવે છે અને તેના સાંભળનારાઓ આનંદ પામે છે. દીર્ધ અવલોકન કરનારા શાસ્ત્રકારે મનુષ્યસ્વભાવની આ કુંચી પામી ગયા અને તેને લાભ લેવાનો પૂરતો વિચાર કર્યો, તેઓને લોકો ઉપર ઉપકાર કરવાની એકાંત બુદ્ધિ હતી અને તે ઉરમ હેતુથી દરવાઈને તેઓએ કથાની સાથે ધર્મનાં મુખ્ય ફરમાને, વર્તનના ઊંચા નિયમો અને જીવનના ઊંચા ઉદ્દેશો જોડી દીધા. આ તો સ્પષ્ટ વાત છે કે--એક મનુષ્યને એમ કહેવામાં આવે કે પ્રમાણિકપણે જીવન ગાળવામાં બહુ લાભ છે તેના કરતાં પ્રમાણિકપણે જીવન ગાળનાર અમુક વ્યક્તિને અમુક વધારે લાભ થયે છે, એમ બતાવી આપવામાં આવે તો તે તેના પર વધારે અસર કરે છે. આ નિયમને અનુસરીને જ ઉત્તમ પુરુષોની કથાઓ રચવામાં આવી છે. જ્યારે લેકમાં દ્રવ્યાનુયેગનો વિષય વંચાતો ઓછો થતો ગયો, લોકે જ્યારે આ અગત્યના વિષયના અભ્યાસમાં ઓછા થવા લાગ્યા ત્યારે આચાર્યોએ બનેલા બનાવોની ઉપયોગી કથાઓ સાથે ધાર્મિક વિષયે જોડી દીધા, અને સરકૃત ગદા તથા પદ્યમાં કથારૂપે બેધદાયક વૃત્તાંત મૂકી દીધાં. છેવટે પ્રાંતમાં પણ કથાઓ રચી, અને આખરે અભ્યાસ બહુ મંદ સ્થિતિ પર આવી ગયું ત્યારે રાસ વિગેરે પણ પ્રાકૃત અને ગુજરાતીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy