SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના રચવામાં આવ્યા. આ કથાનુયોગથી અનેક જીવો પર ઉપકાર થયો અને થાય છે. બેકન તત્વજ્ઞાનના અભ્યાસને Drylight કહે છે અને તેના તરફ લેકેનું ધ્યાન ઓછું ખેંચાય એ તદ્દન બનવાજોગ છે, પણ કલ્પનાશક્તિ સામાન્ય વ્યક્તિઓમાં વધારે બળવાન હોય છે અને કથાનુગમાં કલ્પનાશકિતને બહુ ઉપયોગ કરવો પડે છે, તેથી તે સામાન્ય વર્ગને બહુ આનંદ આપે છે. આટલા ઉપરથી જણાયું હશે કે કથાનુગ સામાન્ય બુદ્ધિના માણસે પર બહુ લાભ કરે છે. બુદ્ધિબળને વૈિભવ ધારણ કરનારને પણ તે બહુ અસર કરે છે; કારણ કે થાકેલા મગજને તેથી વિશ્રાંતિ અને ટેકો મળે છે. આવી રીતે કથાનુ ગથી સર્વને એકસરખો લાભ મળે છે, તેથી તેનું ઉપયોગીપણું જૈનગ્રંથકારો સારી રીતે અસલથી જ સ્વીકારતા આવ્યા છે. હેમચંદ્રાચાર્ય એક મહાન આચાર્ય થઈ ગયા છે. તેઓએ કુમારપાળ રાજાને બોધ આપી, જૈનધર્મી બનાવી, આખા દેશમાં જૈનધર્મને વિજયવાવટા ફરકાવ્યો છે અને તેઓને ઉપકાર એટલે બધો છે કે અત્યારે કંઈ પણ જૈન તેઓનું નામ બહુ મગરૂબીથી લેશે. આ મહાન આચાર્યને કુમારપાળ ભૂપાળે વિનંતિ કરી તે પરથી આ ગ્રંથ દશ પર્વ (વિભાગ)માં લખાયો એમ જણાય છે. આ સંબંધમાં તેઓ પોતે જ દશમા પર્વની પ્રશસ્તિમાં લખે છે કે–“ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્ર, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર, પરમહંત, વિનયવાન અને ચૌલુકયના કુળમાં થયેલા કુમારપાળ રાજાએ એક વખતે તે (હેમચંદ્ર)મૂરિને નમીને કહ્યું કે સ્વામિન! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા આપની આજ્ઞાથી નરકગતિના આયુષ્યનાં નિમિત્ત કારણ મૃગયા, છૂત, મદિર વિગેરે દુર્ગુણોનો મારી પૃથ્વીમાંથી મેં નિષેધ કર્યો છે તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધું છે અને બધી પૃથ્વી અહંતના ચૈવડે સુશોભિત કરી દીધી છે તે હવે હું સાંપ્રતકાળનાં સંપ્રતિરાજા જેવો થયો છું. અગાઉ મારા પૂર્વજ સિદ્ધરાજની ભકિતયુક્ત યાચનાથી વૃત્તિયુકત સાંગ વ્યાકરણ(સિદ્ધહૈમવ્યાકરણ) આપે રચેલું છે, મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે પ્રયાશ્રયકાવ્ય, છંદાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાનચિંતામણિ વિગેરે કષ) પ્રમુખ બીજ શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામિન ! તમે સ્વયમેવ લોકો પર ઉપકાર કરવા માટે સજજ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે--મારા જેવા મનુષ્યને પ્રતિબંધ થવા માટે ત્રેસઠ શલાકા પુરુષોનાં ચરિત્ર પ્રકાશ કરો.” કુમારપાળ રાજાના આવા આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યો ધર્મોપદેશ જેનું એક પ્રધાનફળ છે એવું આ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યું. આવી રીતે કુમારપાળના આગ્રહથી લખાયેલો આ ગ્રંથ અત્યુત્તમ હેય તેમાં કાંઈ પણ નવાઈ નથી. કલિકાલસર્વજ્ઞનું બિરુદ ધારણ કરનાર મહાત્માને લેખ અને કુમારપાળ જેવા પરમહંત રાજાના આગ્રહથી અને તેને બોધ થવાના ઉદ્દેશથી લખાયેલે ગ્રંથ કાવ્યચમત્કૃતિને અને કથાવિષયનો નમૂનો બને એમાં કાંઈ પણ આશ્ચર્ય જેવું નથી. આ ગ્રંથની ખૂબીઓ તરફ ધ્યાન આપીએ તો તેમાં હેમચંદ્રાચાર્યની બુદ્ધિની વિશાળતા, વિસ્તૃત સ્મરણશકિત અને પ્રશંસનીય પૃથકકરણ શકિત એ ખાસ ધ્યાન ખેંચનારા થઈ પડે છે. હેમચંદ્રાચાર્ય પોતે વ્યાકરણ, કેષ, કાવ્ય અને અંલકારના કર્તા હેવાથી તેઓમાં શબ્દોષ આવે કે તાણુતેડીને આશય લાવવાનો અફલિત પ્રયાસ કરવો પડે એવું તો સંભવિત જ નથી. આ ગ્રંથમાં એટલાં બધાં ચરિને સમાવેશ કરવામાં આવ્યો છે કે વાંચનાર વિચારમાં પડી જાય છે. સ્થાનનાં વર્ણને અને લકરની ભૂહરચના તથા સેનાના પ્રવાસનું વર્ણન અદ્દભૂત આપેલું છે. પ્રભુના કલ્યાણુકેના મહોત્સવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy