________________
પ્રસ્તાવના
ચક્રીને દિગવિજય અને દેવકૃત સમવસરણની રચનાનું ચિત્તાકર્ષક વર્ણન વાંચતાં તે સમય, તે સ્થાને, તે ચિત્ર હૃદય પર ખડું થાય છે અને જરા પણ લાગણીવાળે મનુષ્ય આપણા લોકો એવા આરાનું સુખ કહે છે તેને ક્ષણભર અનુભવ કરે છે. અત્ર તેનું વિશેષ વિવેચન ન કરતાં વાંચનારની કલ્પનાશકિત પર છોડી બીજી રીતે વિચારીએ તે દરેક પ્રભુની ઇંદ્ર કરેલી સ્તુતિ અને દરેક પ્રભુની દેશના પર ખાસ ધ્યાન ખેંચાય છે. આ ગ્રંથના મૂળ દેશ વિભાગે કરેલા છે અને તેને પર્વ એવી સંજ્ઞા આપેલી છે. તે દશ પર્વેમાં સૂરિએ એવી ખૂબી કરી દીધી છે કે તેથી સર્વ સિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદા જુદા પ્રભુની દેશનામાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટૂંકામાં બેધ તેમજ જ્ઞાનના સર્વ વિષયો એવી સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં સમાવ્યા છે કે કથાનુયોગનો ઊંચો લાભ આપવા સાથે બહુ ભારે બોધ આપી વાંચનારને પોતાની ફરજ તરફ જાગૃત કરી દીધા છે. આ પ્રસંગે એટલું લખવું વાસ્તવિક છે કે કથાનુયોગના ચિત્રકાર તરીકે હેમચંદ્રાચાર્ય પૂરેપૂરા ફતેહમંદ ઉતર્યા છે, અને તેઓનું ચિત્ર તદ્દન દેષ રહિત હે વાંચનાર અને સાંભળનારને આનંદ સાથે બોધ આપે છે,
કવિ તરીકે તેઓની ફોહ પશ્ચિમાત્ય વિદ્વાનો ૫ણું સ્વીકારી ચૂક્યા છે અને પરિશિષ્ટ પર્વની પ્રસ્તાવનામાં પ્રો. જેકેબી કવિ તરીકે તેમને ઉત્તમ સ્થાન આપે છે. તે પ્રોફેસર તેમને માટે લખે છે કે “શબ્દાનુશાસન જેવા મહાવ્યાકરણના રચનાર, અભિધાનચિંતામણિ જેવા કેષના રચનાર અને છંદાનશાસન જેવા પિંગળના રચનાર તથા કાવ્યાનુશાસન જેવા કાવ્યો પર ગ્રંથ રચનારની વિદ્વત્તા કઈ પ્રકારની ભૂલે દૂર કરવાને માટે પૂરતી હતી. છેવટે તે લખે છે કે-Still he has done, his worlk cleverly and he has succeeded in producing a narrative which the reader will paruse with as much pleasure and interest as many works of greater pretension. (આટલું છતાં હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ અતિ નિપુણતાથી રચેલો છે. અને પોતાની કથા વાંચકવર્ગ સમક્ષ મૂકવામાં તેઓ એટલા બધા દરોહમંદ થયા છે કે આથી વધારે સારા ગ્રંથો હેવાને સંભવ ન રાખતાં અપૂર્વ પુસ્તકની જેટલા જ આનંદ અને હોંશથી વાંચનાર આ ગ્રંથ વાંચશે.)”
અમે કેટલીક તપાસ કર્યા પછી એવા નિર્ણય પર આવ્યા છીએ કે આ ગ્રંથ સંવત ૧૨૨૦ માં લખાયો છે. એ સંબંધી યોગ્ય પુરાવા અને દલીલે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રમાં વિસ્તારથી આપવામાં આવી છે.
રાજ્યવહીવટની દરેક બાબત પર ધ્યાન રાખનાર, રાજ્યસભામાં દરરોજ જનાર અને સતત ગ્રંથ રચવાના અભ્યાસી એવા અસાધારણ બુદ્ધિબળવાળા કલિકાળમાં સર્વ તુલ્ય થયેલા આ સરિએ રાજસભામાંથી ઉપાશ્રયે આવતાં જ હાથમાં કલમ લઈ જે અનુપમ ગ્રંથે બનાવ્યા છે તે ખરેખર જૈન કેમનો મોટે વારસો છે અને તે વારસો જાળવી રાખવા માટે જૈન કેમે તત્પર તેમજ મગરૂબ થવું જોઈએ. '
- આ પ્રમાણે દશે પર્વની ઉપયોગિતા અને ગ્રંથક્તની પૂબીનું જરા જરા ચિત્ર આપી હવે આ મંથના દશ પર્વોમાં ગેસઠ સહાપુરુષનાં ચરિત્રો કેવી રીતે સમાવ્યાં છે તે બતાવવાની આવશ્યક્તા છે.
૧ પહેલા પર્વમાં શ્રી આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી મળી બે મહાપુનાં ચરિત્રો છે.
૨ બીજા પર્વમાં શ્રી અજિતનાથજી તથા સગચક્રી મળી બે મહાપુરૂષનાં ચરિત્રો છે. A-II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org