________________
પડતા
કે ત્રીજ પર્વમાં શ્રી નવનાથજીથી શીતળનાથ પર્યત આઠ તીર્થકરોનાં ચરિત્ર છે. ૪ ચોથા પર્વમાં શ્રી શ્રેયાંસનાથજીથી ધર્મનાથજી સુધી પાંચ તીર્થકરોનાં અને પાંચ પાંચ
વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં તથા મધવા ને સનતકુમાર એ બે ચકીનાં મળી
૨૨ મહાપુરુષોનાં ચરિત્ર છે. ૫ પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથનું જ ચરિત્ર છે, પણ તેઓ એક ભવમાં તીર્થકર ને ચકી.
એમ બે પદવીવાળા થયેલા હોવાથી બે ચરિત્ર ગણેલાં છે. છઠ્ઠા પર્વમાં શ્રી કુંથુનાથજીથી મુનિસુવ્રતસ્વામી પર્યત ચાર તીર્થકરોનાં, ચાર ચક્રીનાં અને બે-બે વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં મળી કુલ ૧૪ મહાપુરુષોનાં ચરિત્રો છે. તેમાં પણ ચાર ચદીમાં બે તો કુંથુનાથજી તથા અરનાથજી જ તે ભવમાં ચકી પણ થયેલા હોવાથી તેમને ગણેલા છે. સાતમા પર્વમાં શ્રી નમિનાથજી, દશમા તથા અગિયારમા ચક્રી અને આઠમા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ-રામ, લક્ષ્મણ તથા રાવણનાં ચરિત્ર મળી ૬ મહાપુરુષોનાં ચરિત્રે છે. આ પર્વને મોટા ભાગ રામચંદ્રાદિનાં ચરિત્રમાં રોકાયેલ હોવાથી તે જૈન રામાયણ તરીકે ઓળખાય છે. આઠમા પર્વમાં શ્રી નેમિનાથજી તથા નવમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ-કૃષ્ણ, બળભદ્ર તથા જરાસંધના મળી ૪ મહાપુરુષોનાં ચરિત્ર છે. પાંડવ નેમિનાથજીના સમકાલીન હેવાથી તેમનાં ચરિત્રોનો સમાવેશ પણ આ પર્વમાં કરેલ છે. નવમા પર્વમાં શ્રી પાર્શ્વનાથજી તથા બૌદત્ત નામના બારમા ચદીના મળી બે મહાપુwોનાં
ચરિત્રો છે. ૧૦ દશમા પર્વમાં શ્રી મહાવીર સ્વામી ભગવંતનું ચરિત્ર જ છે, પણ પ્રસંગે પાત શ્રેણિક, અe
કુમારાદિક અનેક મહાપુરુષોનાં ઘણાં વિસ્તારવાળા ચરિત્રો તેમાં આપેલાં છે. આ પર્વ બધા પ કરતાં મોટું છે અને શ્રી વીરભગવંતનું ચરિત્ર આટલા વિસ્તારથી બીજા કોઈ પ્રથમ
ઉપલબ્ધ નથી. આ પ્રમાણે દશ પર્વમાં મળી ૬૦ શલાકા પુરુષોનાં ચરિત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે, તેનું યંત્ર પણું આ પ્રસ્તાવનાની પ્રારંભમાં આપેલું છે.
આ ત્રેસઠ મહાપુરુષો “શલાકા પુરુષ’ એટલા માટે કહેવાય છે કે તેમને મેલગમનને ચોકકસ નિણય થયેલો છે. ચોવીશ તીર્થકરો તો તદભવમોક્ષગામી હોય છે. ચક્રવર્તીમાં જે તે ભ ગ્રહણ કરે છે તે સ્વર્ગે અથવા મોક્ષે જાય છે અને જે સંસારમાં જ રહે છે તે નરકે જાય છે. આ
વીશીમાં થયેલા ૧૨ ચક્રમાંથી સુભૂમ ને બ્રહ્મદત્ત બે ચક્રી મહાપાપારંભ કરી નરકે ગયેલા છે, પણ તે આગામી ભવે અવશ્ય મોક્ષે જનાર છે. વાસુદેવ ને પ્રતિવાસુદેવ છે તે ભવમાં નરકે જ જાય છે, કારણ કે તે સંસારમાં બહુ ખેંચેલા હેય છે ને સંસાર ત્યજી શકતા નથી; પણ આગામી ભવે તેઓ જરૂર મોક્ષે જનારાં છે. નવ બળદેવ ઉત્તમ છવો હેવાથી વાસુદેવના કાળ કરી ગયા પછી છ માસે સ્નેહબંધન તૂટવાથી ચાસ્ત્રિ પ્રહણ કરે છે અને સ્વર્ગ અથવા મોક્ષે જાય છે. સ્વર્ગે જનારા બળદેવે આગામી ભવે મેણે જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org