SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. વીશ સ્થાનકનું સ્વરૂપ. અને બહુમાનપૂર્વક આહાર, ઔષધ અને વસ્ત્ર વગેરેના દાનવડે ગુરુનું વાત્સલ્ય કરવું તે એથું સ્થાનક (આચાર્ય પદ), વીશ વર્ષના દીક્ષા પર્યાયવાળા (પર્યાયસ્થવિર), સાઠ વર્ષની વયવાળા (વયસ્થવિર) અને સમવાયાંગના ધરનાર (શ્રુતસ્થવિર)ની ભક્તિ કરવી તે પાંચમું સ્થાનક (સ્થવિર પદ). અર્થની અપેક્ષાએ પિતાથી બહુશ્રુતપણને ધારણ કરનારાઓનું અન્નવસ્ત્રાદિ આપવા વગેરેથી વાત્સલ્ય કરવું તે છઠઠું સ્થાનક (ઉપાધ્યાય પદ). ઉત્કૃષ્ટ તપને કરનારા મુનિઓનું ભક્તિ અને વિશ્રામણવડે વાત્સલ્ય કરવું તે સાતમું સ્થાનક (સાધુ પદ). પ્રશ્ન અને વાચન વિગેરેથી નિરંતર દ્વાદશાંગીરૂપ શ્રતને સૂત્ર, અર્થ અને તે બંનેથી જ્ઞાનપગ કરે તે આઠમું સ્થાનક (જ્ઞાન પદ). શંકા વિગેરે દેષથી રહિત, થય વગેરે ગુણેથી ભૂષિત અને સમાદિ લક્ષણવાળું સમ્યગુ દર્શન તે નવમું સ્થાનક (દર્શન પદ). જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એ ચાર પ્રકારને-કમને કર કરનાર વિનય તે દશમું સ્થાનક (વિનય પદ). ઈચ્છા મિથ્યા કરણદિક દશવિધ સામાચારીના યુગમાં અને આવશ્યકમાં અતિચાર રહિતપણે યત્ન કરે તે અગ્યારમું સ્થાનક (ચારિત્ર પદ). અહિંસાદિક મૂળ ગુણમાં અને સમિટ્યાદિક ઉત્તર ગુણેમાં અતિચાર રહિત પ્રવૃત્તિ કરવી તે બારમું સ્થાનક (શીલ-વત પદ). ક્ષણે ક્ષણે અને લવે લવે પ્રમાદને પરિહાર કરીને શુભ ધ્યાનમાં પ્રવર્તાવું તે તેરમું સ્થાનક (સમાધિ પદ). મન અને શરીરને બાધા-પીડા ન થાય તે યથાશકિત તપ કરે તે ચૌદમું સ્થાનક (તપ પદ). મન, વચન અને કાયાથી શુદ્ધિપૂર્વક તપસ્વીઓને અન્નાદિકનું યથાશક્તિ દાન આપવું તે પંદરમું સ્થાનક (દાન પદ). આચાર્યાદિ દશનું અન્ન, પાણું અને અશન વિગેરેથી વૈયાવૃત્ય કરવું તે સેળમું સ્થાનક (વૈયાવચ પદ). ચતુવિધ સંઘના સર્વ વિઘો દૂર કરવાથી મનને સમાધિ ઉત્પન્ન કરવી તે સત્તરમું સ્થાનક (સંયમ પદ). અપૂર્વ એવા સૂત્ર, અર્થ અને તે બંનેનું પ્રયત્નથી ગ્રહણ કરવું તે અઢારમું સ્થાનક (અભિનવ જ્ઞાન પદ). શ્રદ્ધાથી, ઉદ્ધાસનથી અને અવર્ણવાદને નાશ કરવાથી મૃત જ્ઞાનની ભક્તિ કરવી તે ઓગણુશમું સ્થાનક (શ્રુત પદ), વિદ્યા, નિમિત્ત, કવિતા, વાદ અને ધર્મકથા વગેરેથી શાસનની પ્રભાવના કરવી તે વીશમું સ્થાનક (તીથી પદ). એ વીશ સ્થાનકમાંથી એક એક પદનું આરાધન કરવું તે પણ તીર્થકર નામકર્મના બંધનું કારણ છે, પરંતુ વજાનાભ ભગવાને તે એ સવે પદનું આરાધન કરીને તીર્થકરનામકર્મને બંધ કર્યો. બાહ મુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરવાથી ચકવતના ભેગફળને આપનારું કમ ઉપાર્જન કર્યું. તપસ્વી મહર્ષિઓની વિશ્રામણું કરનારા સુબાહુ મુનિએ લેકોત્તર એવું બાહુબળ ઉપાર્જન કર્યું. તેવારે વનાભ મુનિએ કહ્યું-“અહે ! સાધુઓની વૈયાવચ્ચ અને વિશ્રામણું કરનારા આ બાહુ અને સુબાહુ મુનિને ધન્ય છે” તેઓની એવી પ્રશંસાથી પીઠ અને મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા-જે ઉપકાર કરનારા છે તે જ અહીં પ્રશંસા પામે છે; આપણે બંને આગમનું અધ્યયન અને ધ્યાનમાં તત્પર હોવાથી કાંઈ પણ ઉપકારી થયા નથી, એથી આપણું કેણ પ્રશંસા કરે ? અથવા સર્વ લોકો પોતાના કાર્ય કરનારાને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે માયા-મિથ્યાત્વથી યુક્ત એવી ૧ જિનેશ્વર, સૂરિ, વાચક, મુનિ, બાળમુનિ, સ્થવિરમુનિ, ગ્લાનમુનિ, તપસ્વી મુનિ ચિત્ય અને શ્રમણસ વ એ દશ સમજવા. ૨ બહુમાન યુકત વૃદ્ધિ કરવી-પ્રકાશ કરવો તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy