________________
અનેક પ્રકારની લબ્ધિઓ.
સર્ગ ૧ લે. કરીને અંતર્મુહૂર્તમાં સમસ્ત સતસમુદ્રનું અવગાહન કરવાના સામર્થ્યથી તેઓ મનેબલી લબ્ધિવાળા થયા હતા. એક મુહૂર્તમાં મૂળાક્ષર ગણવાની લીલાથી સર્વ શાસ્ત્રને ગેખી જતા હતા તેથી તેઓ વાગુબલીર પણ થયા હતા અને ઘણાય કાળ સુધી પ્રતિમાપણે ( કોત્સર્ગ સ્થિર રહેતા પણ શ્રમ અને ગ્લાનિ પામતા નહીં, તેથી તેઓ કાયબલી થયા હતા. તેમના પાત્રમાં રહેલા કુત્સિત અન્નમાં પણ અમૃત, ક્ષીર, મધુ અને ધૃત વિગેરેનો રસ આવવાથી તથા દુઃખથી પીડાએલા માણસને તેમની વાણી અમૃત, ક્ષીર, મધુ અને વૃત જેવી શાંતિ આપનારી થતી હતી તેથી તેઓ અમૃતસરમાજ્યાશ્રવી લબ્ધિવાળા થયા હતા. તેમના પાત્રમાં પડેલું અ૫ અન્ન પણ દાન કરવાથી અક્ષય થતું- ખૂટતું નહીં, તેથી તેઓને અક્ષીણ મહાનસી લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. તીર્થકરની પર્ષદાની પેઠે અલ્પ પ્રદેશમાં પણ અસંખ્ય પ્રાણુઓને સ્થિતિ કરાવી શક્તા તેથી તેઓ અક્ષીણ મહાલય લબ્ધિવાળા હતા અને એક ઈદ્રિયથી બીજી ઇન્દ્રિયના વિષયને પણ પ્રાપ્ત કરી શકતા, તેથી તેઓ સંનિશ્રોત: લબ્ધિવાળા હતા. તેઓને જંઘાચારણ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી જેથી તેઓ એક એક પગલે રૂચકદ્વીપે જવાને સમર્થ થતા અને ત્યાંથી પાછાં વળતાં પહેલે પગલે નંદીશ્વર દ્વીપે આવતા અને બીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં આવી શકતા હતા. જે ઊર્ધ્વગતિ કરે અર્થાત્ ઊંચે જાય તે એક પગલે મેરુ પર્વત ઉપર રહેલા પાંડુક ઉદ્યાનમાં જઈ શકતા હતા અને ત્યાંથી પાછાં વળતાં એક પગલે નંદનવનમાં અને બીજે પગલે ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. વિદ્યાચારણ લબ્ધિવડે તેઓ એક પગલે માનુષેત્તર પર્વત અને બીજે પગલે નંદીશ્વર ત્રિપે જવાને સમર્થ હતા; અને પાછાં વળતાં એક પગલે પૂર્વ ઉત્પાતભૂમિ પ્રત્યે આવવાને સમર્થ હતા. ઊર્ધ્વગતિમાં જંઘાચારણથી વિપરીત પણે ગમનાગમન કરવાને શક્તિમંત હતા. તેઓને આશીવિષ લબ્ધિ પણ હતી અને બીજી નિગ્રહ અનુગ્રહ કરવામાં સમર્થ એવી ઘણું લબ્ધિઓ તેઓએ મેળવી હતી, પરંતુ એ લબ્ધિઓને તેઓ ઉપયોગ કરતા નહેતા, કેમકે મુમુક્ષુ પુરુષ પ્રાપ્ત થયેલી વસ્તુમાં પણ આકાંક્ષા રહિત હોય છે.
- હવે વજનાભ સ્વામીએ વિશ સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામ-ગોત્રકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું. તે વીશ સ્થાનકેમાં પહેલું સ્થાનક અહંત અને અહં તેની પ્રતિમાની પૂજાથી, તેમના અવર્ણવાદને નિષેધ કરવાથી અને સદ્દભૂત અર્થવાળી તેમની સ્તવના કર્યાથી આરાધાય છે. (અરિહંત પદ). સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધની ભક્તિને અર્થે જાગરણ ઉત્સવ કર્યાથી તથા યથાર્થપણે સિદ્ધત્વનું કીર્તન કરવાથી બીજું સ્થાન આરાથાય છે. (સિદ્ધ પદ). બાલ, ગ્લાન અને નવદીક્ષિત શિષ્ય-વગેરે યતિઓને અનુગ્રહ
તથા પ્રવચનનું વાત્સલ્ય કરવાથી ત્રીજું સ્થાનક આરાધાય છે. (પ્રવચન પદ)
આગળ સર્વ પદોનું જ્ઞાન થાય તે એમ ત્રણ પ્રકાર છે. ૧-૨-૩ મનેબલી, વાગબલી અને કાયબલી એ લધઓ વીતરાયન ક્ષપશમથી પ્રગટ થાય છે. ૪ શ્રી ગૌતમસ્વામિએ એક પાત્રમાં આવેલી શીરવ ૧૫૦૦ તાપસીને પારણું કરાવ્યું તે અક્ષણ મહાનસી લબ્ધિવડે સમજવું. ૫ સર્વ શ્રાદ્રો સાંભળે અથવા સર્વ ઈદ્રયોના વિષય એક ઈદ્રિય જાણે, ચક્રવતીના કટકને કોલાહલ છતાં ૫ણ શંખ, ભેરી. પણવ વગેરે વાછત્રો એકઠાં વગાડમાં હોય તે પણ તે સર્વના જુદા જુદા શબ્દને જાણે તે સંભિશ્રોત લબ્ધિ. ૬ જંબદ્વીપથી તેરમો દ્વીપ. ૭ જંબુદ્વીપથી આઠમો દ્વીપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org