________________
$
પર્વ ૧ લું. વજના મુનિવરને પ્રાપ્ત થયેલ અનેક પ્રકારની લબ્ધિઓ ૧ હતું. ગંધહસ્તિના મદની સુગંધથી જેમ બીજા ગજેદ્રો નાશી જાય તેમ તેમના અંગને સ્પર્શ કરીને આવેલા વાયુથી વિષ વગેરેના દે દૂર જતા હતા. જે કદાપિ વિષ સંયુક્ત અન્નાદિક તેમના મુખ અથવા પાત્રમાં પ્રવિષ્ટ થયું હોય તો તે પણ અમૃતના પ્રદેશની પેઠે નિવિષપણાને પામી જતું હતું. જાણે ઝેર ઉતારવાના મંત્રાક્ષર હોય તેમ તેમના વચનનું સ્મરણ કરવાથી મહાવિષની વ્યાધિથી પીડા પામતા માણસોની પીડા દૂર થતી હતી અને છીપનું જળ જેમ મેતીપણને પામે તેમ તેમના નખ, કેશ, દાંત અને તેમના શરીરથી થયેલું સઘળું ઔષધપણાને પ્રાપ્ત થયું હતું (સવૌષધિ લબ્ધિ ).
વળી સાયના નાકામાં પણ તંતુની પેઠે પ્રવેશ કરવાને સમર્થ થાય એવી આશુત્વશક્તિ તેમને પ્રાપ્ત થઈ. મેરુપર્વત પણ જાનુ સુધી આવે એવી પિતાના શરીરને મોટું કરવાની મહત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ જેથી પોતાના શરીરને પવનથી પણ હલકું કરી શકે એવી લઘુત્ર શક્તિ પ્રાપ્ત થઈ; ઇંદ્રાદિક દેવે પણ સહન કરી શકે નહિ એવું વજાથી પણ ભારે શરીર કરવાની ગુરુત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ; પૃથ્વી ઉપર રહ્યા છતાં પણ ઝાડનાં પાંદડાની જેમ મેરુના અગ્રભાગને તથા પ્રહાદિકેને સ્પર્શ કરી શકે એવી પ્રાપ્તિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. જેથી ભૂમિની પેઠે જળમાં ગતિ થઈ શકે અને જળની પેઠે ભૂમિને વિષે ઉન્મજ્જન નિમજજન કરી શકે એવી પ્રાકામ્ય શક્તિ તેમને પ્રાપ્ત થઈ ચક્રવત્તી અને ઈંદ્રની અદ્ધિ વિસ્તારવાને સમર્થ એવી ઈશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ, જેથી સ્વતંત્ર એવા શૂર જતુઓ પણ વશ થઈ જાય એવી અપૂર્વ વશિત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ, છિદ્રની જેમ પર્વતના મધ્યમાંથી નિસંગ ગમન કરી શકે એવી અપ્રતિઘાતિ શક્તિ તેમને પ્રાપ્ત થઈ પવનની પેઠે સર્વ ઠેકાણે અદશ્ય રૂપ ધારણ કરી શકે એવું અપ્રતિહત અંતર્ધાન સામર્થ્ય તેમને પ્રાપ્ત થયું અને સમકાળે અનેક પ્રકારનાં રૂપથી લેકને પૂરી દેવામાં સમર્થ થાય એવી કામરૂપત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ
એક અર્થરૂપ બીજથી અનેકાર્થરૂપ બીજ જાણી શકે એવી બીજબુદ્ધિ, ૨ કોઠીમાં રાખેલા ધાન્યની જેમ પૂર્વે સાંભળેલા અર્થો સ્મરણ કર્યા સિવાય પણ યથાસ્થિત રહે એવી કેષ્ઠઅદ્ધિક અને આદિ, અંત કે મધ્ય–એવું એક પદ સાંભળવામાં આવે કે તરત આખા ગ્રંથને બંધ થાય એવી પદાનુસારિણી લબ્ધિ તેમને પ્રાપ્ત થઈ એક વસ્તુને ઉદ્ધાર
૧ આ બધી બાબતને વૈક્રિય લબ્ધમાં સમાવેશ થાય છે અને તે સિદ્ધિ અથવા શક્તિઓ કહેવાય છે. ૨ જેમ કર્ષણી રૂડી રીતે કષાયેલી ભૂમિને વિષે બીજ વાવે અને તે બીજ અનેક બીજ આપનાર થાય તેમ જ્ઞાનાવરણમાદિ કર્મના ક્ષય પશમના અતિશયથી એક અર્થરૂપ બીજને સાંભળવાથી અનેક અર્થબીજને જાણે તે બીજબુદ્ધિ લબ્ધિ ; જેમ કેહાને વિષે ધાન્ય સારી રીતે રહે તેમ જેને વિષે પરોપદેશાદિક અવધારેલા સત્ર અને અ સારી રીતે રહે અર્થાન અવિસ્મૃતિપણે રહે કે બુદ્ધિ લબ્ધિ. ૪ કોઈ સૂરનું એક પદ સાંભળવાથી ઘણું થુન પ્રત્યે પ્રવર્તે તે પદાનુ તારિણી લબ્ધિ. તેમાં અનુશ્રોત પદાનુસારિણી એટલે પહેલું પદ અથવા તેને અર્થ સાંભળી છેલ્લા પદ સુધી અર્થની વિચારણામાં શ્રેણીબંધ પ્રવર્તે ત, અતિશ્રોત પદાનુસારિણી છેલ્લું પદ સાંભળવાથી પ્રતિકૂળપણે પહેલા ૫૬ સુધીની વિચારણા થાય તે અને ઉભય પદાનુસારિણું એટલે મધમનું કાઈપણ એક પદ સાંભળવાથી A- 6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org