________________
૪૦ વજનાભની દીક્ષા.
સર્ગ ૧ લે. થયેલામાં મુખ્ય એવા મેં પિતાને આત્મા કેટલાએક કાળ સુધી વંચિત કર્યો.” એમ વિચારી ચક્રવતીએ, ધર્મના ચક્રવત્તી એવા પ્રભુને ભક્તિથી ગગ વાણીવડે વિજ્ઞપ્તિ કરી–“હે નાથ ! અર્થ સાધનને પ્રતિપાદન કરનારા નીતિશાસ્ત્રોએ દર્ભો જેમ ક્ષેત્રની ભૂમિને કદર્શિત કરે તેમ મારી મતિને ઘણાકાળ પર્યત કદર્શિત કરી. તેમજ વિષયમાં લોલુપ બનેલા મેં નેપચ્યા કમથી આ આત્માને નટની પેઠે ઘણું વાર નચાવ્યા. અમારું સામ્રાજ્ય અર્થ અને કામને નિબંધન કરનારું છે, તેમાં જે ધર્મ ચિંતવાય છે, તે પણ પાપાનુબંધક થાય છે. આપ જેવા પિતાને પુત્ર થઈને જે હું સંસાર સમુદ્રમાં ભ્રમણ કરું તો બીજા સાધારણ મનુષ્યમાં અને મારામાં શું ફેર કહેવાય ? તેથી જેવી રીતે આપે આપેલા રાજ્યનું મેં પાલન કર્યું, તેવી જ રીતે હવે હું સંયમરૂપી સામ્રાજ્યનું પણ પાલન કરીશ માટે તે મને આપ.”
આ પ્રમાણે કહ્યા પછી પિતાના વંશરૂપી આકાશમાં સૂર્ય જેવા ચકવતીએ પુત્રને રાજ્ય સેંપી ભગવાનની પાસે વ્રત ગ્રહણ કર્યું. પિતાએ અને બંધુએ ગ્રહણ કરેલા વ્રતને તેના બાહુ વિગેરે ભાઈઓએ પણ ગ્રહણ કર્યું ; કારણ કે તેઓને કુળક્રમ તે જ હતે. સુયશા સારથીએ પણ ધર્મના સારથી એવા ભગવાનની પાસે પિતાના સ્વામીની સાથે જ દીક્ષા ગ્રહણ કરી, કેમકે સેવકે સ્વામીને અનુસરનારા જ હોય છે. તે વાનાભ મુનિ અલ્પ સમયમાં શાસ્ત્રસમુદ્રના પારગામી થયા, તેથી જાણે પ્રત્યક્ષ એક અંગપણને પામેલી જંગમ દ્વાદશાંગી હોય તેવા જણાવા લાગ્યા. બાહુ વગેરે મુનિઓ અગિયાર અંગના પારગામી થયા. “ક્ષપશમવડે વિચિત્રતા પામેલી ગુણસંપત્તિઓ પણ વિચિત્ર પ્રકારની હોય છે અર્થાત્ પૂર્વના ક્ષપશમ પ્રમાણે જ ગુણ પ્રાપ્ત થાય છે.” તેઓ સંતેષરૂપી ધનવાળા હતા, તે પણ તીર્થકરના ચરણની સેવામાં અને દુષ્કર તપ કરવામાં અસંતુષ્ટ રહેતા હતા, માપવાસાદિ તપ કરતા હતા, તે પણ નિરંતર તીર્થકરની વાણીરૂપી અમૃતનું પાન કરતા હતા, તેથી તેઓ ગ્લાનિ પામતા નહોતા. પછી ભગવાન વાસેન તીર્થકર ઉત્તમ શુકલધ્યાનને આશ્રય લઈ દેવતાઓએ જેને મહત્સવ કર્યો છે એવા નિર્વાણપદને પામ્યા.
હવે ધર્મના જાણે બંધુ હોય એવા વજનાભ મુનિ પિતાની સાથે વ્રત ધારણ કરનારા મુનિઓથી આવૃત થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અંતરાત્માથી જેમ પાંચ ઈદ્રિ સનાથ થાય, તેમ વજનાભ સ્વામીથી બાહુ વગેરે ચાર ભાઈ ઓ તથા સારથી—એ પાંચ સુનિઓ સાથે થયા. ચંદ્રની કાંતિથી જેમ પર્વતને વિષે ઔષધિઓ પ્રગટ થાય, તેમ યેગના પ્રભાવથી તેમને ખેલાદિ લબ્ધિઓ પ્રગટ થઈ. તેમના લગ્નના લવમાત્રથી મન કરેલું કુષ્ટ રેગનું શરીર, કેટિવેધ રસવડે કરીને જેમ તામ્રરાશિ સુવર્ણમય થઈ જાય તેમ સુવણીર થતું હતું. (ખેલૌષધિ લબ્ધિ ). તેમના કાન, નેત્ર અને અંગને મેલ સર્વ રેગીના રોગને હણનારે અને કસ્તૂરી જેવો સુગંધીદાર હતે (જલ્લૌષધિ લબ્ધિ). તેમના શરીરના સ્પર્શમાત્રથી અમૃતના સ્નાનની પેઠે રેગી પ્રાણીઓ નરેગી થતા હતા (આમપૌષધિ લબ્ધિ). વરસાદમાં વરસતું અને નદી વગેરેમાં વહેતું જળ તેમના અંગના સંગથી, સૂર્યનું તેજ જેમ અંધકારને નાશ કરે તેમ સર્વ રોગને નાશ કરતું હતું
જ નાટષ કર્મ–જુદા જુદા વેષ ધારણ કરવા તે. ૧ અહીંથી લબ્ધિઓનું વર્ણન શરૂ થાય છે, ૨ સુવર્ણ જેવું અથવા સારા વર્ણવાળું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org