________________
પર્વ ૧ લું
વજનાભ ચક્રવતી તે સ્વયં બુદ્ધ ભગવાને દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પછી આત્મસ્વભાવમાં લીન થનાર, સમતારૂપી ધનવાળા, મમતા રહિત, નિષ્પરિગ્રહી અને નાના પ્રકારના અભિગ્રહને ધારણ કરનારા તે પ્રભુ પૃથ્વી પર વિચવા લાગ્યા.
અહીં વનાભે પિતાના દરેક ભ્રાતાને પૃથકુ પૃથફ આદેશ આપ્યા અને ચાર લોકપાળેથી જેમ ઈન્દ્ર શેભે તેમ નિત્ય સેવામાં હાજર રહેનારા ચાર ભાઈઓ વડે તે શાભવા લાગ્યો. અરુણ જેમ સૂર્યને સારથી છે તેમ સુયશા તેને સારથી થયે. મહાવીર પુરુષોએ સારથી પણ પિતાને ગ્ય જ કરવું જોઈએ.
હવે વજસેન ભગવાનને ઘાતકર્મ રૂપી મળને ક્ષય થવાથી, દર્પણ ઉપરના મેલન ક્ષય થવાથી જેમ ઉજજવળતા પ્રકટ થાય, તેમ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે વજાનાભ રાજાની આયુધશાળામાં સૂર્યમંડળને પણ તિરસ્કાર કરનાર ચક્ર પ્રવેશ કર્યો. બીજા તેર રત્ન પણ તેને તત્કાળ પ્રાપ્ત થયાં. “જળના માન પ્રમાણે જેમ પશ્વિની ઊંચી થાય છે, તેમ સંપત્તિ પણ પુણ્યના પ્રમાણમાં જ પ્રાપ્ત થાય છે” સુગંધે આકર્ષણ કરેલ ભ્રમરાની જેમ પ્રબળ પુદએ આકર્ષણ કરેલા નવ નિધિઓ તેના ભવનની સેવા કરવા લાગ્યા. પછી તેણે આખી પુષ્કલાવતી વિજય સાધી એટલે સર્વ રાજાઓએ તેમને ચક્રવતી પણાને અભિષેક કર્યો. જાણે વૃદ્ધિ પામતી વયની સ્પર્ધાવડે વધતી હોય તેમ ભેગને ભેગવનારા તે ચક્રવતીની ધર્મબુદ્ધિ અધિક અધિક વધવા લાગી. પુષ્કળ જળવડે જેમ વલ્લી વૃદ્ધિ પામે, તેમ ભવવૈરાગ્યરૂપ સંપત્તિવડે તેની ધર્મબદ્રિ પછિ પામવા લા
એક વખત જાણે સાક્ષાત્ મેક્ષ હોય તેવા પરમ આનંદ ઉત્પન્ન કરનારા વજન ભગવાન વિહાર કરતા કરતા ત્યાં આવી સમવસર્યા. સમવસરણને વિષે ચૈત્યવૃક્ષની નીચે બેસી તેમણે કાનને અમૃતની પ્રપાર જેવી ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. વજનાભ ચક્રવતી પ્રભુનું આગમન જાણી બંધુવંગ સહિત રાજહંસની પેઠે જગતબંધુ એવા જિને. શ્વરના ચરણકમળ સમીપે હર્ષથી આવ્યો. ત્રણ પ્રદક્ષિણ કરી જગપતિને વંદના કરી, જાણે નાનો ભાઈ હોય તેમ ઈદ્રની પાછળ તે બેઠે. પછી ભલી પ્રાણીઓના મનરૂપી છીપમાં બોધરૂપી મેતીને ઉત્પન્ન કરનારી, સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ જેવી પ્રભુની દેશના તે શ્રાવકાગણું સાંભળવા લાગ્યા. મૃગ જેમ ગાયન સાંભળીને ઉત્સુક મનવાળે થાય તેમ ભગવાનની વાણી સાંભળીને ઉત્સુક થયેલ તે ચકવતી હર્ષથી આ પ્રમાણે વિચાર કરવા લાગે- “આ અપાર સંસાર, સમુદ્રની પેઠે દુસ્તર છે. તેમાંથી તારનાર ત્રણ ભુવનના અધિપતિ એવા આ મારા પિતા જ છે. અંધકારની પેઠે પુરુષને અત્યંત અંધ કરનાર મહેને, સૂર્યની પેઠે સર્વ બાજુથી ભેદ કરનારા એવા આ જિનેશ્વર છે. ઘણા કાળથી એકઠો થયેલે આ કમરાશિ મહાભયંકર અસાધ્ય વ્યાધિરૂપ છે, તેની ચિકિત્સા કરનારા આ પિતા જ છે. વધારે શું કહેવું ? પણ કરૂણારૂપી અમૃતના સાગરરૂપ આ પ્રભુ દુઃખના નાશ કરનાર અને સુખના અદ્વિતીય ઉત્પન્ન કરનારા છે. અહો ! આવા સ્વામી છતાં પણ માહથી પ્રમાદી
૧. આત્માના અનાદિ ગુણને વાત કરનાર જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અતિશય એ ચાર કમેં ધાતિકર્મ કહેવાય છે. ૨ પરબ. ૩ શ્રાવક સમૂહમાં મુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org