________________
૩૮ અષભદેવ પરમાત્માને અગિયારમે ભવ.
સગ ૧ લે. ઉપવાસ, છઠ્ઠ અને અડ્રમ વગેરે પરૂપી શરાણથી તેઓએ પિતાના ચારિત્રરત્નને અત્યંત નિર્મળ કર્યું. આહારદાતાને કોઈ જાતની પીડા નહીં કરતાં, ફકત પ્રાણુધારણ કરવાના કારણથી જ માધુકરી વૃત્તિએ તેઓ પારણને દિવસે ભિક્ષા ગ્રહણ કરતા હતા. સુભટો જેમ પ્રહાર સહન કરે તેમ તેઓ ધર્યનું અવલંબન કરી ક્ષુધા, તૃષા અને આતપ વગેરે પરિષહને સહન કરતા હતા. મહારાજાના જાણે ચાર સેનાની હોય તેવા ચાર કષાયને તેઓએ ક્ષમાદિક અસ્ત્રોથી જીત્યા. પછી તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરીને કર્મરૂપી પર્વતનો નાશ કરવામાં વા જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે સમાધિને ભજનારા તેઓએ પંચપરમેષ્ટીનું સ્મરણ કરતાં પોતાને દેહ છોડ્યો. મહાત્માઓ હમેશાં મેહરહિત જ હોય છે.
તે છએ મહાત્માઓ ત્યાંથી અશ્રુત નામના બારમા દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા. તેવા પ્રકારના તપનું સાધારણું ફળ હેતું નથી. ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ચવ્યા, કારણ કે મેક્ષ સિવાય કોઈ પણ ઠેકાણે સ્થિરપણું નથી. જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુપકલાવતી વિજયને વિષે લવણસમુદ્ર નજીક પુંડરીકિણી નગરી છે. તે નગરીના વજસેન રાજાની ધારણું નામે રાણીની કુક્ષીને વિષે તેઓમાંથી પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં જીવાનંદ વૈદ્યને જીવ ચતુર્દશ મહાસ્વપ્ન સૂચિત વજનાભ નામે પહેલે પુત્ર થયો. રાજપુત્રને જીવ બીજે બાહુ નામે થયે, ત્રીજે મંત્રીપુત્રને જીવ સુબાહુ નામે થયે અને શ્રેષ્ઠીપુત્ર તથા સાથે શપુત્રના જીવ પીઠ અને મહાપીઠ નામે થયા. કેશવને જીવ સુયશા નામે અન્ય રાજપુત્ર થયે. તે સુયશા બાળપણથી જ વજનાભને આશ્રય કરવા લાગ્યો. કહ્યું છે પૂર્વભવથી સંબદ્ધ થયેલે સ્નેહ બંધુપણને જ બાંધે છે. જાણે છ વર્ષધરર પર્વતે નરપણાને પામ્યા હોય તેમ તે રાજપત્રો અને સયશા અનકમે વધવા લાગ્યા. તે મહાપરાક્રમી રાજપુત્રો બહારના રસ્તામાં વારંવાર ઘોડા ખેલવતા હતા તેથી તેઓ અનેક રૂપધારી રેવંતના વિલાસને ધારણ કરવા લાગ્યા. કળાને અભ્યાસ કરાવવામાં તેઓને કળાચાર્ય સાક્ષીભૂત જ થયા; કારણ કે હેટા
હેટા માણસેને સ્વયમેવ ગુણ ઉત્પન્ન થાય છે. શિલાની જેમ સ્ફોટા પર્વતેને તેઓ પિતાની ભુજાથી તોળતા હતા, તેથી તેઓની બાળકીડા કેઈથી પણ પૂર્ણ થતી નહીં. એવામાં લેકાંતિક દેવતાઓએ આવીને વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી–“સ્વામિન ! ધર્મતીર્થ પ્રવત.” પછી વાસેન રાજાએ વજી જેવા પરાક્રમથી વજીનાભને રાજ્ય ઉપર બેસાર્યો અને મેઘ જેમ જળથી પૃથ્વીને તૃપ્ત કરે તેમ તેણે સાંવત્સરિક દાનથી તૃપ્ત કરી દીધી. પછી દેવ, અસુર અને મનુષ્યના સ્વામીઓએ જેમને નિર્ગમત્સવ કર્યો છે એવા તે વજા સેન રાજાએ ચંદ્ર જેમ આકાશને અલંકૃત કરે તેમ ઉદ્યાનને અલંકૃત કર્યું અને ત્યાં
૧ માધુકરી વૃત્તિ-ભમરો જેમ પુપપરાગને ગ્રહણ કરે, પણ તેને પીડા ઉપજાવે નહીં, તેની જેમ મુનિ પાણ ગ્રહસ્થને ઘરેથી આહાર શ્રેહણ કરે પણ તેને પીડા ઉરે તેમ કરે નહીં. ૨, ચુહિમવંત. મહાહિમવંત, નિષધ, શિખરી, રૂપ અને નીલવંત એ છ પર્વતે ભરત હિમવંતાદિ ક્ષેત્રોને જુદા પાડનાર હોવાથી વણધર પર્વ કહેવાય છેવર્ષ ક્ષેત્ર. તેને ધારણ કરનાર. ૩ લોકાંતિક દેવતાઓનો એ શાશ્વત આચાર જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org