SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧ લું. મુનિના રોગનું કરેલ નિવારણ ૩૭ અને પુણ્યવડે અમને અનુગ્રહ કરો.” મુનિએ ચિકિત્સા કરવાની આજ્ઞા આપી એટલે તેઓ તત્કાળનું ગામૃતક લાવ્યા; કેમકે સુવૈદ્ય કયારે પણ વિપરીત (પાપયુકત) ચિકિત્સા કરતા નથી. પછી તેમણે મનિના દરેક અંગમાં લક્ષપાક તેલવડે મર્દન કર્યું. એટલે નીકનું જળ જેમ ઉધાનમાં વ્યાપ્ત થઈ જાય તેમ મુનિની દરેક નસમાં તે તેલ વ્યાપ્ત થયું. ઘણું ઉષ્ણ વિયવાળા તે તેલથી મુનિ સંજ્ઞા રહિત થઈ ગયા. ઉગ્ર વ્યાધિની શાંતિમાં ઉગ્ર ઔષધ જ હોય છે. પછી તેલથી આકુળ થયેલા કૃમિઓ, જળ નાંખ્યાથી જેમ દરમાંહેની કીડીઓ બહાર આવે તેમ મુનિના કલેવરમાંથી બહાર નીકળ્યા; એટલે ચંદ્ર જેમ પિતાની ચાંદનીથી આકાશને આચ્છાદિત કરે તેમ જીવાનંદે રત્નકંબળથી મુનિને આચ્છાદિત કર્યા. તે રત્નકંબળમાં શીતળપણું હોવાથી સર્વ કૃમિઓ ગ્રીષ્મઋતુના મધ્યાહ્ન વખતે તપેલા માછલીઓ જેમ શેવાળમાં લીન થઈ જાય તેમ તેમાં લીન થઈ ગયા. પછી રત્નકંબલને વિના ધીમે ધીમે લઈને સર્વ કૃમિઓને ગાયના મૃતક ઉપર નાંખ્યા. સત્પષો સર્વ ઠેકાણે યાયુકત હોય છે. પછી જીવાનંદે અમૃતરસ સમાન, પ્રાણુને જીવાડનાર ગોશીષ ચંદનના વિલેપનથી મુનિની આશ્વાસના કરી. આ પ્રમાણે પ્રથમ ત્વચાગત કૃમિ નીકળ્યા એટલે ફરીથી તેઓએ તલાવ્યંગન કર્યું અને ઉદાન વાયુથી જેમ રસ નીકળે તેમ માંસમાં રહેલા ઘણા કૃમિઓ બહાર નીકળ્યા. પછી પૂર્વની પેઠે રત્નકંબળનું આચ્છાદન કર્યું. એટલે બે ત્રણ દિવસના દહીંના જંતુઓ જેમ અળતાના પુટ ઉપર તરી આવે તેમ કૃમિઓ આચ્છાદન કરેલા રત્નકંબળ ઉપર તરી આવ્યા અને તેઓને પૂર્વની રીતે જ મૃતકમાં ક્ષેપન કર્યા. અહો ! કેવું તે વૈદ્યનું બુદ્ધિકૌશલ્ય ! પછી મેઘ જેમ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હાથીને શાંત કરે તેમ છવાનંદે ગોશીષચંદનના રસની ધારાથી મુનિને શાંત કર્યા. થોડીવારે ત્રીજી વાર અત્યંગ કર્યું એટલે અસ્થિગત કૃમિઓ રહ્યા હતા તે પણ નીકળ્યા, કેમકે બળવાન પુરુષ રૂષ્ટમાન થાય ત્યારે વાપિંજરમાં પણ રહેવાતું નથી. તે કૃમિઓને પણ પૂર્વની રીતે રત્નકંબળમાં લઈ મૃતકમાં નાંખ્યા. અધમને અધમ સ્થાન જ ઘટે છે. પછી તે વૈશિરોમણિએ પરમ ભકિતવડે જેમ દેવને વિલેપન કરે, તેમ ગોશીષચંદનના રસથી મુનિને વિલેપન કર્યું. એ પ્રકારે ઔષધ કરવાથી મુનિ નિગી અને નવીન કાંતિવાળ થયા અને માર્જન કરેલી (ઉજાળેલી) સુવર્ણની પ્રતિમા શોભે તેવા શોભવા લાગ્યા. પ્રાંતે ભકિતમાં દક્ષ એવા તેઓએ તે ક્ષમાશ્રમણને ક્ષમાગ્યા. મુનિ પણ ત્યાંથી બીજે વિહાર કરી ગયા; કેમકે તેવા પુરુષો એક ઠેકાણે સ્થિતિ કરીને રહેતા નથી. પછી અવશિષ્ટ રહેલા ગોશીર્ષ અને રત્નકંબળને વેચીને તે બુદ્ધિમતાએ સુવર્ણ લીધું. તે સુવર્ણથી અને બીજા પિતાના સુવર્ણથી તેઓએ મેરુના શિખર જેવું અહંતુ ચિત્ય કરાવ્યું. જિનપ્રતિમાની પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર એવા તેઓએ કર્મની પેઠે કેટલેક કાળ પણ વ્યતીત કર્યો. અન્યદા મતિમાન એવા તે છ મિત્રને સંવેગ (વૈરાગ્ય પ્રાપ્ત થયે, એટલે તેઓએ કઈ મુનિ મહારાજની સમીપે જઈ જન્મવૃક્ષના ફળરૂપ દીક્ષા અંગીકાર કરી. એક રાશિથી બીજી રાશિ ઉપર જેમ નવ ગ્રહે કાળે ફર્યા કરે છે તેમ નગર, ગામ અને વનમાં નિયત કાળ ન રહેતાં તેઓ વિહાર કરવા લાગ્યા. - ૧ ગાયનું મડદું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001010
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy